________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ नरः पशो तिरिच्येत, अथवा विशेषस्यात्मन एव गुणदोषाधिरोहलक्षणस्य ज्ञानम् । यदाह“प्रत्यहं प्रत्येवेक्षेत, नरश्चरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं, किं नु सत्पुरुषैरिति!" ।।
तच्च कदाचिदितरस्यापि भवतीत्यत आह-'अन्वहम्' इति निरन्तरमित्यर्थः २७ ।। . ટીકાર્ય :
તથા . નિરન્તરમત્યર્થ અને વસ્તુ-અવસ્તુના સ્વ-પરના કૃત્ય અકૃત્યના વિશેષનું અંતરનું, જ્ઞાન-નિશ્ચય, તે વિશેષજ્ઞાન છે. અવિશેષતે જાણનારો પુરુષ પશુથી અધિક નથી. અથવા આત્માના જ ગુણદોષના અધિરોહણ લક્ષણવિશેષનું જ્ઞાન વિશેષજ્ઞાન છે. જેને કહે છે –
મનુષ્ય, “શું હું પશુઓની સાથે તુલ્ય છું કે સતપુરુષોની સાથે તુલ્ય છું' એ પ્રકારના પોતાના ચરિત્રને પ્રતિદિવસ જોનારો થાય.”
અને તે વિશેષજ્ઞાન, ક્યારેક ઈતરને પણ ધર્મપરાયણ ગૃહસ્થથી ઈતરને પણ, થાય છે. એથી કહે
પ્રતિદિવસ=નિરંતર, વિશેષજ્ઞાન કરનારો થાય એમ અવય છે. રા. ભાવાર્થ:(૨૭) પ્રતિદિન વિશેષજ્ઞાન કરે તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
ગૃહસ્થ પ્રતિદિવસ વિશેષ પ્રકારનું જ્ઞાન કરે. વિશેષ પ્રકારના જ્ઞાનનો અર્થ કરે છે –
વસ્તુ-અવસ્તુના કૃત્ય-અકૃત્યનું=આ વસ્તુ કર્તવ્ય છે કે આ વસ્તુ અકર્તવ્ય છે તેનું પોતાના અને પરના વિષયમાં વિશેષ રૂપે જ્ઞાન કરે અર્થાતું મારા માટે આ કૃત્ય કરવા જેવું છે અને આ કૃત્ય કરવા જેવું નથી. પરના માટે પણ આ કૃત્ય કરવા જેવું છે અને આ કૃત્ય કરવા જેવું નથી તેનો વિશેષ નિર્ણય કરે તે વિશેષજ્ઞાન કહેવાય. જે જીવ આવું વિશેષજ્ઞાન કર્યા વગર પોતાનું કૃત્ય કરે છે જેના ફળરૂપે પોતે દુઃખી થાય છે અને બીજાનું તેવું કૃત્ય કરીને તેનું અહિત કરે છે. જે મનુષ્ય સ્વ-પર વિષયક કૃત્યાકૃત્યનો વિચાર કરતા નથી તેઓ પશુ જેવા છે.
અથવાથી વિશેષજ્ઞાનનો અર્થ અન્ય પ્રકારે કરે છે – પોતાનો આત્મા કયા પ્રકારના ગુણ અને કયા પ્રકારના દોષનું સેવન કરે છે ? તેનું વિશેષથી જ્ઞાન કરવું તે વિશેષજ્ઞાન છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પોતે પ્રતિદિન ગુણસંપત્તિને વધારવા માટે ઉદ્યમ કરે છે કે પોતાના અનાદિના દોષો છે તેને પોષવા માટે ઉદ્યમ કરે છે, તેનું સૂક્ષ્મ આલોચન ગૃહસ્થ પ્રતિદિવસ કરવું જોઈએ. જેથી