________________
ઉપ
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ પાછળથી ગૃહસ્થને ક્યારેક કટુવચન બોલવાનો પ્રસંગ આવે. પરંતુ પ્રથમ વચનપ્રયોગ હંમેશાં પ્રિય હોય તેવો કરે. ગૃહસ્થના આ સર્વધર્મો સ્વ-પરના ઉપકારના કારણ છે; કેમ કે આવા ધર્મવાળા જીવને વર્તમાનમાં પણ ચિત્તના લેશો થતા નથી અને તેના સંબંધમાં આવનારા જીવોને ક્લેશના કારણ બનતા નથી પરંતુ ઉચિત પ્રવૃત્તિ કરનારા બને છે. આવા પ્રકારના આત્માના ધર્મોમાં ગૃહસ્થ પક્ષપાત કરવો જોઈએ=બહુમાન કરવું જોઈએ અને સૌજન્યાદિ ધર્મની હંમેશાં પ્રશંસા કરવી જોઈએ અને તેવા ધર્મોવાળા અન્ય જીવોને સહાય કરવી જોઈએ. ઇત્યાદિ તેવા ગુણોવાળા પુરુષો સાથે જ અનુકૂળ પ્રવૃત્તિ છે. તે ગુણોનો પક્ષપાત છે.
અહીં પ્રશ્ન થાય કે આવા ગુણોનો પક્ષપાત કરવાથી ગૃહસ્થને શું પ્રાપ્ત થાય ? તેથી કહે છે – ગુણના પક્ષપાતી જીવો અવંધ્યપુણ્યબીજના સિંચનથી–ઉત્તરોત્તર પુણ્ય વધે તેવા પુણ્યના બીજરૂપ ગુણોના સિંચનથી, આલોક અને પરલોકમાં ગુણના સમુદાયની સંપદાને પ્રાપ્ત કરે છે.
આશય એ છે કે જે ગૃહસ્થને સૌજન્યાદિ ગુણોનો પક્ષપાત છે તે ગૃહસ્થમાં સૌજન્યાદિ ગુણો ઉત્તરોત્તર પ્રગટ થાય છે. જે અવંધ્ય એવા પુણ્યના બીજરૂપ છે અને તે અવંધ્યપુણ્યના બીજભૂત ગુણોના સિંચનથી તેઓનો આત્મા આ ભવમાં પણ ગુણની સંપત્તિને પ્રાપ્ત કરે છે અને પરભવમાં પણ ગુણની સંપત્તિને પ્રાપ્ત કરે છે, કેમ કે ગુણના પક્ષપાતથી બંધાયેલું પુણ્ય ઉત્તમ કુલાદિની પ્રાપ્તિ કરાવી જીવનમાં અધિક-અધિક ગુણોનું આધાન કરે છે. ૨પા ૧૧ ટીકા - __ तथा अनभिनिवेशोऽभिनिवेशराहित्यम्, अभिनिवेशश्च नीतिपथमनागतस्यापि पराभिभवपरिणामेन कार्यस्यारम्भः, स च नीचानां भवति यदाह"दर्पः श्रमयति नीचान्निष्फलनयविगुणदुष्करारम्भैः । સ્ત્રોતોવિત્નોમતરાવ્યસનિરિયસ્થતે મત્સ્યઃ III”
अनभिनिवेशश्च कादाचित्कः शाठ्यानीचानामपि सम्भवत्यत आह-'सदा' इति २६ ।। ટીકાર્ય :
તથા — તિ છે અને અનભિનિવેશ=અભિનિવેશ રહિતપણું, અને નીતિપથમાં નહિ આવેલા પણ પરના અભિભવના પરિણામથી કાર્યનો આરંભ અભિનિવેશ છે. તે નીચ જીવોને થાય છે. જેને કહે છે –
દર્પ નીચ જીવોને નિષ્ફળ જયવિગુણ એવા દુષ્કર આરંભ વડે શ્રમ કરાવે છે. પ્રવાહના વિલોમ તરવાના વ્યસનવાળા એવ મસ્યો વડે યત્ન કરાય છે.”
અને અભિનિવેશ ક્યારેય શઠપણાથી નીચ જીવોને પણ સંભવે છે. આથી કહે છે. સદા સદા અનભિનિવેશ રાખવો જોઈએ. ‘તિ' કથનની સમાપ્તિ માટે છે. ૨.