________________
૬૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષમા, માદવ આદિ ગુણોને અવશ્ય પ્રાપ્ત કરાવે છે. સર્વધર્મનું મૂળ દયા છે તે પ્રમાણે પ્રશમરતિમાં કહેવાયું છે તેથી ગૃહસ્થ હંમેશાં સર્વ જીવો પ્રત્યે દયાપ્રધાન વર્તન કરવું જોઈએ. ૨૩ ટીકા -
तथा अष्टभिर्बुद्धिगुणैर्योगः समागमः, बुद्धिगुणाः शुश्रूषादयः, ते त्वमी"शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । કરોડપોહોડર્થવિજ્ઞાનં, તત્ત્વજ્ઞાનં થીTTI IIII तत्र शुश्रूषा श्रोतुमिच्छा, श्रवणमाकर्णनम्, ग्रहणं शास्त्रार्थोपादानम्, धारणमविस्मरणम्, ऊहो= विज्ञातमर्थमवलम्ब्य अन्येषु तथाविधेषु व्याप्त्या वितर्कणम्, अपोह=उक्तियुक्तिभ्यां विरुद्धादर्थात् हिंसादिकात् प्रत्यपायसम्भावनया व्यावर्त्तनम् अथवा ऊहः सामान्यज्ञानमपोहो विशेषज्ञानम्, अर्थविज्ञानमूहापोहयोगान्मोहसन्देहविपर्यासव्युदासेन ज्ञानम्, तत्त्वज्ञानमूहापोहविशुद्धमिदमित्थमेवेति निश्चयः, शुश्रूषादिभिर्हि उपाहितप्रज्ञाप्रकर्षः पुमान्न कदाचिदकल्याणमाप्नोति, एते च बुद्धिगुणा यथासंभवं द्रष्टव्याः २४ ।। ટીકાર્ય :
તથા .... દ્રવ્યા છે અને આઠ બુદ્ધિના ગુણોની સાથે યોગ-સમાગમ. બુદ્ધિના ગુણો શુશ્રુષાદિ છે. વળી તે આ છે=આગળમાં કહેવાય છે એ છે –
૧. “શુશ્રુષા તત્વને સાંભળવાની ઇચ્છા. ૨. શ્રવણતત્ત્વનું શ્રવણ. ૩. ગ્રહણ-તત્વનું ગ્રહણ. ૪. ધારણ=પ્રહણ કરાયેલા તત્ત્વનું બુદ્ધિમાં ધારણ. ૫. ત્યારપછી ઊહ=ધારણ કરાયેલા તત્ત્વ પ્રત્યે સૂક્ષ્મ વિચારણા. ૬. ત્યાર પછી અપોહ ૭. અર્થવિજ્ઞાન અને ૮. તત્ત્વજ્ઞાન બુદ્ધિના ગુણો છે.” I૧
ત્યાં=બુદ્ધિના ગુણોમાં, ૧. સાંભળવાની ઇચ્છા શુશ્રુષા છેeતત્વને સાંભળવાની ઇચ્છા શુશ્રુષા છે. ૨. શ્રવણકતત્વને સાંભળવું. ૩. ગ્રહણઃશાસ્ત્રમાં અર્થનું યથાર્થ ગ્રહણ. ૪. ધારણ=ગ્રહણ કરાયેલ અર્થનું અવિસ્મરણ. ૫. ઊહ=જાણેલા અર્થનું અવલંબન લઈને તેવા પ્રકારના અન્ય પદાર્થોમાં વ્યાપ્તિથી વિતર્કણ=વિશેષ રૂપે અવલોકન. ૬. અપોહEઉક્તિ અને યુક્તિ દ્વારા હિંસાદિ એવા વિરુદ્ધ અર્થથી પ્રત્યપાયની સંભાવનાને કારણે વ્યાવર્તન. ‘અથવાથી ઊહતો અને અપોહતો અવ્ય અર્થ કરે છે. ઊહ એટલે સામાન્ય જ્ઞાન અને અપોહ એટલે વિશેષજ્ઞાન. ૭. અર્થવિજ્ઞાન=ઊહ અને અપોહવા યોગને કારણે મોહ, સંદેહ અને વિપર્યાસના સુદાસથી થતું જ્ઞાન અર્થવિજ્ઞાન છે. ૮. તત્વજ્ઞાન=ઊહઅપોહથી વિશુદ્ધ “આ આમ જ છે' એ પ્રકારનો નિશ્ચય. શુશ્રષાદિ વડે જ પ્રાપ્ત થયેલી પ્રજ્ઞાના પ્રકર્ષવાળો પુરુષ ક્યારેય પણ અકલ્યાણને પ્રાપ્ત કરતો નથી. અને આ બુદ્ધિના ગુણો ગૃહસ્થમાં થથાસંભવ જાણવા - દરેક ગૃહસ્થને તેની યોગ્યતા અનુસાર તરતમતાથી જાણવા. ૨૪