________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ વિચારપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરનારા પુરુષને અવશ્ય જન્માન્તરમાં ઉત્તમ કુલાદિ સંપત્તિ પ્રાપ્ત થાય છે અને અંતરંગ રીતે ઉત્તમ પ્રકૃતિરૂપ ગુણસંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે વિચા૨ક પુરુષે દીર્ઘકાળનું હિત વિચારીને ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. ૨૧
ટીકા ઃ
तथा धर्मस्याभ्युदयनिःश्रेयसहेतोरिहैव शास्त्रे वक्तुं प्रस्तावितस्य कान्तकान्तासमेतयुवजनकिन्नरारब्धगीताकर्णनोदाहरणेन श्रुतिः श्रवणम्, तस्माच्च मनः खेदापनोदादि गुणः स्यात् यदाह“क्लान्तमपोज्झति खेदं, तप्तं निर्वाति बुध्यते मूढम् ।
स्थिरतामेति व्याकुलमुपयुक्तसुभाषितं चेतः । । १ । ।"
प्रत्यहं धर्मश्रवणं चोत्तरोत्तरगुणप्रतिपत्तिसाधनत्वात्प्रधानमिति २२ ।।
ટીકાર્ય ઃ
તા ..... પ્રઘાનમિતિ । અને અભ્યુદય અને મોક્ષના હેતુ એવા, અહીં જ શાસ્ત્રમાં કહેવા માટે પ્રસ્તાવિત એવા ધર્મની, કાન્તાથી યુક્ત એવા કાન્ત યુવાનજનને કિન્નરથી આરબ્ધ ગીતના શ્રવણના ઉદાહરણથી શ્રુતિ=શ્રવણ, તે ધર્મશ્રુતિ છે. અને તેનાથી=તે ધર્મશ્રુતિથી, મનના ખેદના અપનોદ આદિ ગુણ થાય છે. જે તે કહે છે.
૬૦
“વ્યાકુલ=પ્રવૃત્ત, ઉપયુક્ત સુભાષિતવાળું ચિત્ત કલાન્ત એવા ખેદને દૂર કરે છે=વિષમસંયોગથી ખિન્ન થયેલા એવા ખેદને દૂર કરે છે. તપ્ત અવસ્થાને દૂર કરે છે. અર્થાત્ આત્મામાં તેવા સંયોગથી જે તપ્ત અવસ્થા થઈ છે તેને શાંત કરે છે, મૂઢને બોધ કરાવે છે. સ્થિરતાને પામે છે.”
અને પ્રતિદિન ધર્મનું શ્રવણ ઉત્તરોત્તર ગુણ પ્રતિપત્તિનું સાધનપણું હોવાથી પ્રધાન છે.
‘કૃતિ’ કથનની સમાપ્તિ અર્થે છે. ૨૨॥
ભાવાર્થ :
(૨૨) ધર્મશ્રુતિ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે ઃ
ગૃહસ્થે પ્રતિદિન ધર્મનું શ્રવણ કરવું જોઈએ; કેમ કે ધર્મશ્રવણ સદ્ગૃહસ્થ માટે શ્રેષ્ઠ કોટિનો ધર્મ છે. તે ધર્મ કેવા સ્વરૂપવાળો છે, તે બતાવતાં કહે છે -
અભ્યુદય અને નિઃશ્રેયસનો હેતુ ધર્મ છે. તેથી સમ્યક્ સેવાયેલો ધર્મ સંસારમાં જીવને સુખ-શાંતિ આપે છે અને અંતે મોક્ષરૂપ ફળ આપે છે. વળી, તે ધર્મ પ્રસ્તુત ગ્રંથમાં જ કહેવા માટે પ્રસ્તાવિત છે. તેવા ધર્મને સાંભળવા માટે શ્રાવક સદા તત્પર હોય.
કઈ રીતે સાંભળે ? તેથી બતાવે છે