________________
૫૮
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ પૂર્વમાં ભર્તવ્ય કેટલા છે તે બતાવ્યું અને ત્યાર પછી કહ્યું કે ત્રણનું અવશ્ય પોષણ કરવું જોઈએ. હવે અન્યનું પણ ક્યારે પોષણ કરવું જોઈએ તે બતાવે છે –
વૈભવની પ્રાપ્તિ હોતે છતે માતા-પિતાદિ પૂર્વમાં કહેલાં ભર્તવ્યથી અન્યનું પણ પોષણ કરવું જોઈએ. અન્યત્ર પણ કહેવાયું છે – “હે તાત ! લક્ષ્મીથી યુક્ત એવા તારા ઘરમાં ગૃહસ્વધર્મ હોતે છતે ચાર વસો. ૧. દરિદ્ર એવા મિત્ર, ૨. વિધવા બહેન, ૩. સ્વજ્ઞાતિના વૃદ્ધો, ૪. ધન વગરના કુલીન.”
તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૨૦I ભાવાર્થ(૨૦) ભર્તવ્યનું ભરણ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
ગૃહસ્થ પોતાના ઉપર નિર્ભર રહેતા ભર્તવ્યનું પોષણ કરવું તે પણ ધર્મ છે; કેમ કે સ્વાર્થવૃત્તિથી તેઓની ઉપેક્ષા કરે તો શિષ્ટપણાનો નાશ થાય અને ઉચિત પ્રવૃત્તિ નહિ કરવાથી અધર્મની પ્રાપ્તિ થાય. અને ભર્તવ્યનું પોષણ કરવું તે ઉચિત પ્રવૃત્તિ હોવથી ગૃહસ્થનો ધર્મ છે.
ગૃહસ્થના ભર્તવ્ય કોણ છે ? તે બતાવે છે –
માતા-પિતા, પત્ની, પુત્રો, પોતાના પર આશ્રિત સ્વજનલોક અને જે સદા માટે તેમના ત્યાં કામ કરતા હોય તેવા પ્રકારનો નોકરવર્ગ. વળી ગૃહસ્થ પાસે વિશેષ વૈભવ ન હોય તો ત્રણનું તો અવશ્ય પોષણ કરવું જોઈએ. ૧. માતા-પિતા ૨. શીલસંપન્ન ભાર્યા ૩. સ્વ પર નિર્ભર ન થયા હોય તેવાં નાની ઉંમરના બાળકો. જો તેઓનું ભરણપોષણ ન કરવામાં આવે તો તેઓનો વિનાશ થાય. તેમાં મનુની સાક્ષી આપી કહ્યું કે સેંકડો અકર્મ કરીને પણ આ ત્રણનું અવશ્ય પોષણ કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે ગૃહસ્થ ઉચિત કૃત્ય કરીને જ આજીવિકા કરવી જોઈએ, આમ છતાં, કોઈક એવા વિષમ સંયોગોને કારણે આજીવિકા પ્રાપ્ત ન થતી હોય તો ગૃહસ્થ ગમે તે રીતે પણ પોતાની આજીવિકામાં યત્ન કરે છે. તેમ ત્રણના માટે પણ અવશ્ય યત્ન કરવો જોઈએ. જો તે યત્ન સ્વાર્થવૃત્તિને કારણે કરવામાં ન આવે તો ધર્મનો નાશ થાય. ત્યાં કહ્યું કે સતી ભાર્યાનું અવશ્ય પોષણ કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ સ્ત્રી દુરાચારી હોય તો તેને ઘરમાંથી કાઢી મૂકે તો પણ કોઈ દોષ નથી.
વળી, કહ્યું કે વૈભવ હોય તો અન્ય સર્વનું પણ પોષણ કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે વૈભવસંપન્ન શ્રાવક ધર્મનો અર્થી હોય તો જેમ ધર્મમાં ધન વ્યય કરે છે તેમ સંસારમાં સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી માતા-પિતાદિ ત્રણથી અતિરિક્ત પાલન કરવા યોગ્ય એવા સર્વનું અવશ્ય પાલન કરે. જો તેઓની ઉપેક્ષા કરીને માત્ર સ્વાર્થથી પોતાનું અને પોતાના કુટુંબનું જ પાલન કરે તો અધર્મની પ્રાપ્તિ થાય. ૨૦ગા.