________________
પ૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / બ્લોક-૫ થી ૧૪
વૃત્તસ્થ જ્ઞાનવૃદ્ધ કોણ છે ? તે સ્પષ્ટ કરે છે –
જે મહાત્મા અનાચારનો પરિહાર કરે છે અને શાસ્ત્રાનુસારી સમ્યક આચારનું પાલન કરે છે તેઓ વૃત્તમાં રહેલા છે અને વૃત્તમાં રહેલા તેઓ સતુશાસ્ત્રોનો અભ્યાસ કરીને હેય-ઉપાદેય વસ્તુના નિશ્ચિત જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તેવા જ્ઞાનથી તેઓ સમૃદ્ધ હોય છે તેથી જ વૃત્તિમાં રહેલા અને જ્ઞાનથી સમૃદ્ધ એવા મહાત્માની ગૃહસ્થો હંમેશાં સેવા કરે છે; કેમ કે ગૃહસ્થો મહાત્મા પાસેથી સદુપદેશના અર્થી હોય છે. અને આવા ઉત્તમપુરુષો સમ્યકુરીતે સેવાતા કલ્પતરુની જેમ સદુપદેશ આપીને નિયમથી ફલ દેનારા થાય છે.
અહીં વિશેષ એ છે કે જેઓએ ભગવાને બતાવેલા સત્શાસ્ત્રોનો બોધ કર્યો છે તેઓ સંસારના કારણભૂત એવા ભાવો અને સંસારની કારણભૂત એવી પ્રવૃત્તિને યથાર્થ રીતે હેય રૂપે જોઈ શકે છે અને મોક્ષના કારણભૂત ભાવો અને મોક્ષના કારણભૂત ભાવોમાં સહાયક એવી ઉચિત પ્રવૃત્તિઓ ઉપાદેય રૂપે જાણી શકે છે. એટલું જ નહિ પણ તે તે જીવોની તે તે ભૂમિકા પ્રમાણે શું હેય છે ? શું ઉપાદેય છે? તેનો શાસ્ત્રમતિથી નિર્ણય કરી શકે છે અને તેવા જ્ઞાનવૃદ્ધ પુરુષની સેવા કરવાથી સદ્ગૃહસ્થને પણ પોતાની ભૂમિકા પ્રમાણે શું ઉચિત કરવું જોઈએ તેનો યથાર્થ બોધ થાય છે. તેથી સગૃહસ્થ મહાત્માની સેવા કરીને કલ્યાણની પરંપરા પામે છે. ૧૮ ટીકા :
तथा गर्हितेषु लोकलोकोत्तरयोरनादरणीयतया निन्दनीयेषु मद्यमांससेवनपररामाभिगमनादिपापस्थानेषु अप्रवृत्तिर्गाढं मनोवाक्कायानामनवतारः, आचारशुद्धौ हि सामान्यायामपि कुलाद्युत्पत्तौ पुरुषस्य माहात्म्यमुपपद्यते, यथोक्तम्"न कुलं हीनवृत्तस्य, प्रमाणमिति मे मतिः ।
अन्त्येष्वपि हि जातानां, वृत्तमेव विशिष्यते" ॥१॥ इति १९।। ।।१०।। ટીકાર્ય :
તથા રૂતિ છે અને ગહિત=લોક અને લોકોત્તર બંનેમાં અનાદરણીયપણાથી નિંદનીય એવાં મસેવન, માંસસેવા, પરસ્ત્રીનું અભિગમ આદિ પાપસ્થાનોમાં અપ્રવૃત્તિ=ગાઢ મન, વચન, કાયાનો અવતાર કરવો જોઈએ, કિજે કારણથી, સામાન્ય પણ આચારની શુદ્ધિ હોતે છતે કુલાદિની ઉત્પત્તિમાં પુરુષનું માહાભ્ય ઉત્પન્ન થાય છે. જે કારણથી કહેવાયું છે –
“હીનવૃત્તનું કુલ પ્રમાણ નથી. એ પ્રમાણે મારી મતિ છે. અંત્યકુલમાં હીનકુલમાં, પણ જન્મેલાનું વૃત્ત આચાર, જ વિશેષ છે.” ‘રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ૧૯ /૧૦