________________
પ૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ કોઈ જીવને આજન્મ સાભ્યપણાથી ખાધેલું વિષ પણ પથ્થ થાય છે. અર્થાતુ પોતાની પ્રકૃતિને ઉપઘાત ન થાય તે પ્રમાણે અલ્પમાત્રામાં પ્રતિદિન વિષનું ભક્ષણ કરે તો તે વિષ પણ તેને પચી જાય તેવું થાય છે. આમ છતાં, તે વિષ જીવ માટે પથ્ય નથી. તેથી ગૃહસ્થ પરમ સભ્ય એવું પણ અપથ્ય વિષ સેવવું જોઈએ નહિ પરંતુ પરમસામ્ય પણ પથ્ય એવો આહાર કરવો જોઈએ. પણ સામ્ય પ્રાપ્ત પણ અપથ્ય-વિષાદિ જેવું અન્ય પણ અપથ્ય સેવવું જોઈએ નહિ. કેમ સામ્ય પ્રાપ્ત પણ અપથ્ય સેવવું જોઈએ નહિ? તેમાં યુક્તિ આપે છે –
બલિષ્ઠ શરીરવાળા માટે સર્વ પથ્ય છે એમ માનતો પુરુષ કાલકૂટ વિષને ખાય અને તે પુરુષ સુશિક્ષિત હોય, વિષના તંત્રને જાણનારો હોય તોપણ તે વિષનો પ્રતિકાર કરી શકે નહિ અને કદાચ તે વિષથી મરે જ છે. આશય એ છે કે કોઈ બલિષ્ઠ શરીરવાળા વિચારે કે જેનું શરીર બલિષ્ઠ હોય તે જે ભોજન કરે તે સર્વ તેને પચી જાય છે. માટે તેને માટે સર્વભોજન પથ્ય છે એમ માનીને ગમે તે પ્રકારનાં આહાર-પાનાદિ વાપરતો હોય અને તેને પચી જતાં હોય તેવો પુરુષ ગમે તેવા આહારની જેમ કાલકૂટ વિષને ખાય અને તે સુશિક્ષિત હોય અર્થાત્ સારી રીતે જાણતો હોય કે શરીરમાં ગયેલું વિષ શરીરનો નાશ કરે તેવું છે, છતાં મેં તેને ખાધું છે અને વિષના નિવારણના ઉપાયને પણ જાણતો હોય તેથી વિષ ખાધા પછી વિષ દેહમાં વ્યાપે નહિ તેવા ઉચિત ઉપાય કરે તો પણ શીધ્ર પ્રાણનો નાશ કરે તેવું કાલકૂટવિષ, તેના પ્રયત્ન છતાં શરીરમાં વ્યાપી જાય તો કદાચ તે વિષથી મરે જ છે. તેમ પોતાના શરીરની પ્રકૃતિનો વિચાર કર્યા વગર બલવાન શરીરવાળાને સર્વ પથ્ય છે તેમ માનીને પોતાની પ્રકૃતિને વિરુદ્ધ સર્વ પ્રકારનો આહાર જેઓ કરે છે તેઓના દેહમાં તે વિરુદ્ધ આહાર કંઈક-કંઈક દેહની શક્તિને અવશ્ય ક્ષણ કરે છે. માટે મને બધું પચી જાય છે તેમ માની વિષ ખવાય નહિ, તેમ વિષ જેવું અપથ્ય પણ ગૃહસ્થ ખાવું જોઈએ નહિ. માટે દેહના આરોગ્યના અર્થીએ સદા પોતાની પ્રકૃતિને અનુરૂપ એવું પથ્યનું સેવન કરવું જોઈએ.
વળી, પોતાની પ્રકૃતિને અનુરૂપ એવું પથ્ય પણ ભોજન પોતાના જઠરાગ્નિના બળને અનુરૂપ પ્રમાણસર ખાવું જોઈએ પરંતુ લોલપતાથી અધિક ભોજન કરવું જોઈએ નહિ; કેમ કે અધિક ભોજન કરવાથી વમનાદિ અસુંદર દોષો થાય છે. વળી, આયુર્વેદમાં કહ્યું છે કે જેઓ પરિમિત ભોજન કરે છે–પોતાના જઠરાગ્નિને અનુરૂપ પરિમિત ભોજન કરે છે. તેઓ નીરોગી રહેવાથી ઘણું ભોજન કરે છે. વળી જેઓ ભૂખ ન હોય છતાં પથ્ય પણ આહાર કરે છે તેઓનો તે પથ્ય પણ આહાર વિષ બને છે=આરોગ્યનો નાશ કરનાર બને છે. વળી, ગૃહસ્થ પ્રતિદિન નિયતકાળે ભોજન કરવું જોઈએ. પરંતુ નિયતકાળનો અતિક્રમ કરવો જોઈએ નહિ; કેમ કે નિયતકાળે જ ભોજન કરનારને તે ભોજનના કાળે જઠરાગ્નિમાંથી રસ ઝરે છે અને તે વખતે સુધા લાગે છે. કોઈ અન્ય પ્રવૃત્તિને કારણે જો ગૃહસ્થ તે સુધાના કાળને અતિક્રમ કરીને ભોજન કરે તો ભોજન પ્રત્યે અરુચિ થાય છે અને તે ભોજન પચતું નથી તેથી દેહનો નાશ થાય છે. માટે દેહના સમ્યક પાલનાર્થે ગૃહસ્થ સાભ્યપૂર્વક, લોલુપતાના પરિહારથી સુધાના નિયતકાળે ભોજન કરવું જોઈએ, પરંતુ પ્રતિદિન ભોજનના કાળનો ફેરફાર કરીને અનુકૂળતા મુજબ ભોજન કરવું જોઈએ નહિ.