________________
પ૯
ધર્મસંગ્રહ ભાગ-૧) પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ ટીકા :
तथा दीर्घकालभावित्वाद्दीर्घस्यार्थस्यानर्थस्य च दृष्टिः पर्यालोचनं सुविमृश्यकारित्वमित्यर्थः, अविमृश्यकारित्वे हि महादोषसम्भवात् यत उक्तम्"सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् ।
वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः ।।१।।" इति २१।। ટીકાર્ય :
તથા રિ અને દીર્ઘકાલભાવિપણું હોવાથી દીર્ઘ એવા અર્થતી અને અર્થની દૃષ્ટિ=પર્યાલોચન, તે દીર્ધદષ્ટિ છે સુંદર વિચારપૂર્વક કરવાપણું છે એ પ્રકારનો અર્થ છે; કેમ કે અવિચારપૂર્વક કરવાપણામાં મહાદોષનો સંભવ છે. જે કારણથી કહેવાયું છે –
સહસા ક્રિયાને કરવી જોઈએ નહિ; કેમ કે અવિવેક પરમ આપત્તિનું સ્થાન છે. વિમુશ્યકારી જીવોને=વિચારક જીવોને ગુણમાં લુબ્ધ એવી સંપત્તિ સ્વયં જ વરે છે."
તિ' ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ૨૧ ભાવાર્થ:(૨૧) દીર્ધદષ્ટિ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
સંસારમાં વિચારક જીવો દીર્ઘદૃષ્ટિવાળા હોય છે. દીર્ઘદૃષ્ટિથી પદાર્થને જોઈને પ્રવૃત્તિ કરવી તે પણ ગૃહસ્થનો ધર્મ છે. આથી દીર્ઘદૃષ્ટિવાળા ધર્માત્માઓ આલોક અને પરલોકમાં વ્યાઘાત ન થાય તેવી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. દીર્ઘદૃષ્ટિનો અર્થ કરે છે. દીર્ઘ એવા અર્થ અને અનર્થની દૃષ્ટિ=દીર્ઘ એવા અર્થ અને અનર્થનું પર્યાલોચન તે દીર્ધદષ્ટિ અને ધર્મી જીવ આજીવન સુધીનું આલોકનું પણ હિત વિચારે છે, તેમ પરલોકનું પણ હિત વિચારે છે અને આલોક-પરલોકને સામે રાખીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેવો પુરુષ દીર્ઘદૃષ્ટિવાળો છે. અવિચારક રીતે પ્રવૃત્તિ કરવામાં મહાદોષનો સંભવ છે. તેમાં સાક્ષી આપી તેનું તાત્પર્ય એ છે કે વિચારક પુરુષે કોઈ ક્રિયા અંદરથી ઇચ્છા ઊઠે કે સહસા કરવી જોઈએ નહિ, પરંતુ તે ક્રિયાનું ભાવિ અને વર્તમાનમાં ફળ શું છે? પરલોકમાં ફળ શું છે? તેનો વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ; કેમ કે તેવો વિચાર કર્યા વગર અવિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તો તે અવિવેક, પરમ આપત્તિનું સ્થાન છે. અર્થાત્ તે અવિવેકથી આલોકમાં પણ આપત્તિ આવે અને અંતે પરલોકમાં પણ આપત્તિ આવે. વળી, જેઓ વિચારપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમાં માર્ગાનુસારી બુદ્ધિરૂપ ગુણ છે અને સંપત્તિ હંમેશાં જીવના ગુણમાં લુબ્ધ હોય છે. તેથી જે જીવોમાં વિચારપૂર્વક કરવાની માર્ગાનુસારી બુદ્ધિ છે તેઓના ગુણમાં લુબ્ધ થયેલ લક્ષ્મી બાહ્ય સંપત્તિ દ્વારા કે અંતરંગ સંપત્તિ દ્વારા તે પુરુષને વરે છે. આથી જેઓ વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા છે તેઓને ક્વચિત્ કર્મના દોષથી બાહ્ય આપત્તિ દેખાય તોપણ તેની ઉત્તમ પ્રવૃત્તિને કારણે પ્રાયઃ પુણ્યપ્રકૃતિ જાગ્રત થાય. કદાચ આ ભવમાં પૂર્વભવનું બાધક કર્મ વિશિષ્ટ હોય તો સંપત્તિ પ્રાપ્ત ન થાય તોપણ