________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
પ૭
ભાવાર્થ :(૧૯) ગહિંત એવાં પાપસ્થાનોમાં અપ્રવર્તન તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
લોકમાં પણ મદ્ય-માંસસેવન, પરસ્ત્રીગમનાદિ નિંદ્યકૃત્ય કહેવાયાં છે અને લોકોત્તર ધર્મમાં પણ આ સર્વ પ્રવૃત્તિ નિંદ્ય કહેવાઈ છે. તેથી તેવી પ્રવૃત્તિ સારા ગૃહસ્થો ક્યારેય કરે નહિ એટલું જ નહિ પરંતુ મનવચન-કાયાના કોઈ વ્યાપાર તે પ્રવૃત્તિમાં ન થાય તેમ અત્યંત યત્ન કરે છે. આ પ્રકારના સામાન્ય પણ પાપની નિવૃત્તિથી આચારની શુદ્ધિ થયે છતે આ ગૃહસ્થ કુલાદિમાં ઉત્પન્ન થયો છે. તે પ્રકારનું માહાભ્ય તે પુરુષનું ઉત્પન્ન થાય છે.
કેમ આચારની શુદ્ધિથી પુરુષનું માહાત્મ ઉત્પન્ન થાય છે ? તેમાં સાક્ષી આપતાં કહે છે – હિન આચારવાળાનું સારું કુલ પ્રમાણ નથી અર્થાત્ સફળ નથી, તે પ્રમાણે મારી મતિ છે. અને હલકા પણ કુલમાં થયેલાના સુંદર આચાર હોય અર્થાત્ મદ્ય, માંસાદિના ત્યાગરૂપ સુંદર આચાર હોય તો તેઓ વિશેષ ગણાય છે. માટે સુંદર કુલની ઉત્પત્તિ માત્ર સારા કુલથી થતી નથી પરંતુ ઉત્તમ આચારથી થાય છે. આથી ગૃહસ્થો અત્યંત નિંદનીય એવા આચારોથી હંમેશાં દૂર રહે છે જે તેઓનો ધર્મ છે. ૧લા II૧૦ll ટીકા :
तथा भर्त्तव्यानां भर्तुं योग्यानां मातापितृगृहिण्यपत्यसमाश्रितस्वजनलोकतथाविधभृत्यप्रभृतीनां, भरण-पोषणम्, तत्र त्रीण्यवश्यं भर्त्तव्यानि, मातापितरौ, सती भार्या अलब्धबलानि चापत्यानीति यत उक्तम्"वृद्धौ च मातापितरौ, सती भार्यां सुतान् शिशून् ।
પ્યશાં વૃત્વ, મર્તવ્યન્મિનુરબ્રવીત્ III” विभवसम्पत्तौ चान्यानपि । अन्यत्राप्युक्तम् - "चत्वारि ते तात गृहे वसन्तु, श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे ।
सखा दरिद्रो भगिनी व्यपत्या, जातिश्च वृद्धो विधनः कुलीनः ।।१।।" इति २० ।। ટીકાર્ચ -
તથા .. કૃતિ છે અને ભર્તવ્યનું ભરણ-પોષણ કરવા યોગ્ય એવાં માતા-પિતા, પત્ની, પુત્ર, સમાશ્રિત સ્વજનલોક અને તેવા પ્રકારના નોકર વગેરેનું, ભરણ પોષણ, કરવું જોઈએ. ત્યાં=ભર્તવ્યમાં, ત્રણનું અવશ્ય પોષણ કરવું જોઈએ. ૧. માતા-પિતા ૨. સતી સ્ત્રી ૩. અલબ્ધબલવાળા એવા પુત્રો. આ ત્રણનું અવશ્ય પાલન કરવું જોઈએ. જે કારણથી કહેવાયું છે –
વૃદ્ધ માતા-પિતા, સતી ભાર્યા, શિશુ અવસ્થાવાળા પુત્રોને સેંકડો અકર્મ કરીને પણ પોષણ કરવાં જોઈએ, એમ મનું કહે છે.”