________________
પ૨
ધર્મસંગ્રહ ભાગ-૧ /પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
વળી, અજીર્ણ થયું હોય તેનાં વ્યક્ત ચિહ્નો બતાવે છે –
જે પુરુષે જે આહાર ગ્રહણ કર્યો હોય તે પચ્યો ન હોય પરંતુ વિકૃતિ થઈ હોય તો તેના મનમાં ખરાબ ગંધ આવે છે અને વાછૂટ થાય તેમાં પણ ખરાબ ગંધ આવે છે. વળી, મળશુદ્ધિ થતી નથી. પરંતુ વારંવાર જવાની શંકા થાય છે અને થોડો થોડો મળ આવે છે. વળી, શરીરમાં જડતા પેદા થાય છે. પથારીમાં પડ્યા રહેવાનું જ મન થાય છે, આહારની અરુચિ થાય છે અને ખરાબ ઓડકાર આવે છે. આ સર્વ ગ્રહણ કરાયેલો આહાર નહિ પચવાને કારણે થયેલી વિકૃતિનાં લિંગો છે.
વળી, અજીર્ણના કારણે દેહમાં ઉપદ્રવ થાય છે, તેમ બીજા પણ ઉપદ્રવો થાય છે. અજીર્ણને કારણે ક્યારેક મૂચ્છ આવે છે. ક્યારેક મન પરનો કાબૂ જવાથી જેમ-તેમ પ્રલાપ તે પુરુષ કરે છે. વળી, ક્યારેક દેહની તેવી અસ્વસ્થતા થવાને કારણે તે પુરુષ ફરી ફરી અધિક પ્રમાણમાં ઘૂંકવાની પ્રવૃત્તિ કરે છે કે દેહમાં અસ્વસ્થતા થાય છે. વળી પોતાને માનસિક ભ્રમ થાય છે. અતિશય પ્રમાણમાં અજીર્ણ થયું હોય તો મૃત્યુ પણ થાય છે.
આ સર્વ અજીર્ણના ઉપદ્રવોને જાણીને બુદ્ધિમાન પુરુષે અજીર્ણમાં ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને અજીર્ણ ન થાય તે રીતે જ આહાર ગ્રહણ કરવો જોઈએ, જેથી આ લોક અને પરલોકનું હિત થાય. ૧૧ાા ટીકા -
तथा काले बुभुक्षोदयावसरलक्षणे सात्म्यात् । "पानाहारादयो यस्याऽविरुद्धाः प्रकृतेरपि । સુત્વીય ધ્યન્ત, તત્સાભ્યમિતિ નીયતે II”
इत्येवंलक्षणादलौल्यतश्च, चकारो गम्यः, आकाङ्क्षातिरेकादधिकभोजनलक्षणलौल्यत्यागात् भुक्तिर्भोजनम्, अयमभिप्रायः-आजन्म सात्म्येन भुक्तं विषमपि पथ्यं भवति, परमसात्म्यमपि पथ्यं सेवेत न पुनः सात्म्यप्राप्तमप्यपथ्यम्, सर्वं बलवतः पथ्यमिति मन्वानः कालकूटं खादन्सुशिक्षितो हि विषतन्त्रज्ञो म्रियत एव कदाचिद्विषात्, सात्म्यमपि च लौल्यपरिहारेण यथाग्निबलमेव भुञ्जीत, अतिरिक्तभोजनं हि वमनविरेचनमरणादिना न साधु भवति । “यो हि मितं भुङ्क्ते स बहु भुङ्क्ते" [] अक्षुधितेन ह्यमृतमपि भुक्तं भवति विषम्, तथा क्षुत्कालातिक्रमादन्नद्वेषो देहसादश्च भवति, विध्यातेऽग्नौ किं नामेन्धनं कुर्यादिति १७ ।। ટીકાર્ચ -
તથા — વિતિ છે અને કાલે=ભૂખના ઉદયના અવસર લક્ષણકાળમાં, સામ્યથી=ઉદ્ધરણમાં આપેલા એવા લક્ષણવાળા સાભ્યથી અને અલૌલ્યથી આકાંક્ષાના અતિરેકથી અધિક ભોજનલક્ષણ બોલ્યા ત્યાગથી, ભક્તિ=ભોજન, છે.