________________
૫૩
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ સામ્યના સ્વરૂપને બતાવનાર શ્લોકનો અર્થ આ પ્રમાણે છે.
જેની પ્રકૃતિના પણ પાન-આહારાદિ અવિરુદ્ધ છે અને સુખીપણા માટે કલ્પાય છે તે સામ્ય છે. એ પ્રમાણે કહેવાય છે.”
આ પ્રકારનો અભિપ્રાય છે – આજન્મ=આજીવન, સામ્યથી ખાધેલું વિષ પણ પથ્થ થાય છે. પરંતુ સામ્ય પણ પથ્ય સેવવું જોઈએ. વળી, સામ્ય પ્રાપ્ત પણ અપથ્ય સેવવું જોઈએ નહિ. કેમ સામ્ય પ્રાપ્ત પણ અપથ્ય સેવવું જોઈએ નહિ ? તે સ્પષ્ટ કરે છે – બળવાતને સર્વ પથ્ય છે. એ પ્રમાણે માનતો કાલકૂટ વિષને ખાતો સુશિક્ષિત પણ વિષતંત્રને જાણનારો કદાચિત્ વિષથી મરે જ છે. અને સાભ્ય પણ ભોજન લીલ્યના પરિહારથી પોતાના જઠરાગ્નિના બલ પ્રમાણે જ ખાવું જોઈએ. જે કારણથી અતિરિક્ત ભોજન વમન-વિરેચનમરણાદિ વડે સુંદર થતું નથી. વળી લૌલ્ય પરિહાર વિષયક સ્પષ્ટતા કરે છે – “જે મિત=પરિમિત, ખાય છે તે બહુ ભોજન કરે છે.” અક્ષધિત વડે ખવાયેલું અમૃત પણ વિષ થાય છે. અને મુત્કાલના અતિક્રમથી=સુધાકાલને ઓળંગીને ભોજન કરવાથી, અન્નનો દ્વેષ અન્નની અરુચિ, અને દેહનો નાશ થાય છે, કેમ કે અગ્નિ બુઝાયે છતે ઇંધન શું કરે? અર્થાત્ સુધાકાળને ઓળંગ્યા પછી ભોજન કરવામાં આવે તો જઠરાગ્નિરૂપ અગ્નિ શાંત થયે છતે ભોજન રૂપsઇંધન પચે નહિ.
ત્તિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. ૧૭ ભાવાર્થ :(૧૭) કાલે સાભ્યથી અને અલૌલ્યથી ભુક્તિ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે.
ગૃહસ્થ ભૂખના ઉદયના અવસરરૂપ કાલમાં સામ્યથી અને અલૌલ્યથી ભોજન કરવું જોઈએ. સાભ્યનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે –
પોતાના શરીરની પ્રકૃતિ સાથે વિરુદ્ધ ન હોય તેવાં પાન અને આહારાદિ વાપરવાથી સુખનું કારણ થાય છે અને તેવાં આહાર-પાન સામ્ય કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે દરેક જીવોના શરીરની પોતાની પ્રકૃતિ હોય છે અને તે પ્રકૃતિને જાણીને કેવા પ્રકારનાં આહાર-પાન પોતાની પ્રકૃતિને અવિરુદ્ધ છે તેનું જ્ઞાન કરીને તેવાં જ આહાર-પાન ગૃહસ્થ કરવાં જોઈએ. જેથી તે આહાર પચીને સુખની નિષ્પત્તિનું કારણ બને છે. તે સામ્ય ભોજન કહેવાય. અર્થાત્ પોતાના દેહની પ્રકૃતિને અનુરૂપ ભોજન કહેવાય. વળી તે ભોજન ઇચ્છાના અતિશયને કારણે અધિક પ્રમાણમાં કરવામાં આવે તો તે ભોજનગત લોલુપતા છે. તેવી લોલુપતાનો ત્યાગ કરીને પોતાના દેહની સ્વાભાવિક શક્તિ અનુસાર પ્રમાણોપેત ભોજન ગૃહસ્થ કરવું જોઈએ. સાભ્યભોજન કરવાથી શું થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –