________________
૩૭
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
पुनः किंभूते स्थाने? 'अनतिप्रकटगुप्तके' अतिप्रकटमसंनिहितगृहान्तरतयाऽतिप्रकाशम्, अतिगुप्तं गृहान्तरैरेव सर्वतः सत्रिहितैरनुपलक्ष्यमाणद्वारादिविभागतयातीव प्रच्छन्नम्, तदेवातिगुप्तकं स्वार्थे कः नातिप्रकटम् अनतिप्रकटम्, नातिगुप्तकमनतिगुप्तकम्, ततोऽनतिप्रकटं चाऽनतिगुप्तकं चेति द्वन्द्वस्तस्मिन्, अतिप्रकटे स्थाने क्रियमाणं गृहं परिपार्श्वतो निरावरणतया चौरादयो निःशङ्कमनसोऽभिभवेयुः, अतिगुप्ते च सर्वतो गृहान्तरैर्निरुद्धत्वान्न स्वशोभां लभते, प्रदीपनाद्युपद्रवेषु च दुःखनिर्गमप्रवेशं च स्यात् ७।।।७।। ટીકાર્ચ -
તથા .... – . અને તૈક=બહુ, નિર્ગમદ્વારા=નિઃસરણમાર્ગો, જેમાં વિદ્યમાન નથી તેવું જે પ્રમાણે થાય=બહુ નિર્ગમઢારો વગરનું થાય, તે પ્રકારના ઘરનું વિનિવેશન=સ્થાપન, ગૃહસ્થ કરવું જોઈએ; કેમ કે બહુ નિર્ગમ દ્વારોમાં નહિ દેખાતા નિર્ગમસ્થાનથી પ્રવેશ કરતા દુષ્ટલોકોના આગમનમાં સ્ત્રી, ધન, આદિનો વિપ્લવ થાય=વિનાશ થાય.
(અહીં=અનેક નિર્ગમારવાળા ઘરમાં અનેક દ્વારતાના પ્રતિષધથી વિરોધિવિધિનો આક્ષેપ થાય છે, તેથી પ્રતિનિયત દ્વારથી સુરક્ષિત ગૃહવાળો ગૃહસ્થ થાય. એ પ્રમાણે પ્રાપ્ત થાય છે.) તેવા પ્રકારનું ગૃહ પણ સ્થાનમાં જ કરવું યુક્ત છે અસ્થાનમાં નહિ. વળી શલ્યાદિદોષથી રહિત બહલ, દૂર્વાપ્રવાલ, કુશસ્તબ, પ્રશસ્તવર્ણ - પ્રશસ્તગંધવાળી માટી, સુસ્વાદુ જલના ઉદ્ગમ અને વિધાનાદિવાળું સ્થાન છે અને સ્થાનના ગુણ-દોષનું પરિજ્ઞાન શકુન, સ્વપ્ન, ઉપકૃતિ વગેરે નિમિત્તાદિ બળથી જાણવું. વળી તે સ્થાનને જ વિશેષથી બતાવે છે –
સુંદર પાડોશીવાળા સ્થાનમાં ઘર કરવું જોઈએ=શોભન શીલાદિ સંપન્ન એવા પાડોશી જ્યાં છે તે સ્થાનમાં ઘર કરવું જોઈએ. વળી, ખરાબ પાડોશીવાળા સ્થાનમાં સંસર્ગથી ગુણ-દોષો થાય છે એ પ્રકારનું વચન હોવાથી નિશ્ચિત ગુણહાનિ ઉત્પન્ન થાય છે. એથી તેનો નિષેધ છેખરાબ પાડોશીવાળા સ્થાનમાં ઘર કરવાનો નિષેધ છે. વળી, ખરાબ પાડોશીઓ શાસ્ત્રમાં પ્રસિદ્ધ આ છે.
ખરિઆ=દ્વિઅક્ષરિકાવાળા, જ્યાં રહે તે ગૃહસ્થને માટે અનાયતન છે. તિરિક્બજોણી તિર્યંચો, જ્યાં રહેતા હોય તે પણ અનાયતન છે. તાલાયર ચારણો, જ્યાં રહેતા હોય તે અનાયતન છે. શ્રમણ-શાક્યાદિ સાધુ, જ્યાં રહેતા હોય તે અનાયતન છે. માહણ=બ્રાહ્મણો, જ્યાં રહેતા હોય તે અનાયતન છે. સુસાણ=મશાન, તે અનાયતન છે. વગુરિ=શિકારી, ગુમ્પિઅન્નગુલ્મિકા ગોસિપાલા, હરિએસ=હરિએસા, પુલિદ=ભીલ, મછંધા=મસ્યગંધા, આ બધા જ્યાં રહેતા હોય તે અનાયતન છે=ગૃહસ્થને રહેવા યોગ્ય સ્થાન નથી.” (ઓઘનિર્યુક્તિ, ગા. ૭૬૭) વળી, ગૃહસ્થ કેવા સ્થાનમાં ઘર કરવું જોઈએ ? તે બતાવે છે –
અતિપ્રકટ કે અનતિગુપ્ત સ્થાનમાં ગૃહ કરવું જોઈએ. અતિપ્રકટ અસંનિહિત ગૃહાત્તરપણું હોવાને કારણે અતિપ્રકાશક અને અતિગુપ્ત=સર્વત =ચારે બાજુથી; સંનિહિત એવા ગૃહાતરો વડે જ