________________
૪૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ ભાવાર્થ :(૧૦) સર્વજીવોમાં અનિંદાપણું અને રાજાદિમાં વિશેષથી અનિંદાપણું તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે.
સદ્ગહસ્થ કોઈપણ જીવોની નિંદા કરે નહિ. અર્થાત્ હલકી કોટિના જીવો હોય, ઉત્તમ કોટિના જીવો હોય કે મધ્યમ કોટિના જીવો હોય તોપણ તેઓની નિંદા કરે નહિ; કેમ કે પરની નિંદા કરવામાં ઘણા દોષો છે? તે દોષો બતાવવા જ ઉમાસ્વાતિજી મહારાજે “પ્રશમરતિ'માં કહ્યું છે કે જે જીવો બીજાને પરિભવ થાય તેવો પરિવાદ કરે=નિંદા કરે, અને પોતાનો લોકો આગળ ઉત્કર્ષ બતાવે તે જીવ નીચગોત્ર કર્મ બાંધે છે જે નીચગોત્ર કર્મ દરેક ભવમાં વિપાક બતાવે અને અનેક ભવકોટિ સુધી છૂટે નહિ તેવું બંધાય છે. માટે સગૃહસ્થે કોઈને પીડાકારી થાય તેવી અન્ય વ્યક્તિના અવાસ્તવિક દોષોની કે વાસ્તવિક દોષોની પણ નિંદા કરવી જોઈએ નહિ. ફક્ત તે જીવોના હિત અર્થે વિવેકપૂર્વક તેને, તેના દોષો બતાવીને સુધારવા યત્ન કરવામાં આવે તો કોઈ દોષ નથી. પરંતુ કોઈના પણ દોષ જોઈને પોતાના અસહિષ્ણુ સ્વભાવને કારણે તેની નિંદા કરવામાં આવે તો નીચગોત્ર કર્મબંધની પ્રાપ્તિ થાય છે. આ રીતે સર્વજીવો વિષયક અવર્ણવાદ ત્યાજ્ય છે. વળી, ઘણા લોકોને માન્ય એવા રાજા, અમાત્ય, પુરોહિત આદિના વિષયમાં અવર્ણવાદ તો અત્યંત ત્યાજ્ય છે; કેમ કે તેઓને ખ્યાલ આવે કે આ પુરુષ મારી નિંદા કરે છે તો પ્રાણનાશ આદિનો પણ પ્રસંગ આવે. “આદિથી અન્ય અનર્થોની પ્રાપ્તિ પણ થાય. આથી ગૃહસ્થ વિશેષથી રાજા આદિ વિષયક નિંદા કરવી જોઈએ નહિ. ૧ના III ટીકા -
तथा आयस्य वृद्ध्यादिप्रयुक्तधनधान्याधुपचयरूपस्योचितश्चतुर्भागादितया योग्यो वित्तस्य व्ययो भर्त्तव्यभरणस्वभोगदेवाऽतिथिपूजनादिषु प्रयोजनेषु विनियोजनम्, तथा च नीतिशास्त्रम्- :
“पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय घट्टयेत् । થર્મોમોયો પર્વ, પાઉં ભવ્યપોષm I?” केचित्त्वाः"आयादर्द्धं नियुञ्जीत, धर्मे समधिकं ततः । શેષ શેષ ર્વોત, યત્નતતુચ્છદિમ્ III”
आयानुचितो हि व्ययो रोग इव शरीरे कृशीकृत्य विभवसारमखिलव्यवहारासमर्थं पुरुषं करोति । पठ्यते च"आयव्ययमनालोच्य, यस्तु वैश्रमणायते । વિરેવ ઉન્નેન, સોડત્ર વૈ શ્રમત્તે ” રૂતિ શા