________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
ટીકાર્થ ઃ
તા ...
કૃતિ।। અને આયને=વૃદ્ધયાદિને પ્રયુક્ત ધન-ધાન્યાદિના ઉપચયરૂપ આયર્ન, ઉચિત એવો=ચાર ભાગાદિપણાથી યોગ્ય એવો, ધનનો વ્યય તે આય-ઉચિત વ્યય છે. વ્યયના બે ભાગ બતાવે છે. ૧. ભર્તવ્યનું ભરણ ૨. સ્વભોગ, દેવ અતિથિ, પૂજનાદિ પ્રયોજનમાં વ્યય અને તે રીતે= પૂર્વમાં કહ્યું કે ચાર ભાગાદિપણાથી ધનનો વ્યય કરવો જોઈએ તે રીતે, નીતિશાસ્ત્ર છે.
૪૩
“આયથી=ધનના લાભથી પાદ=ચોથો ભાગ, નિધિને કરે=સંગ્રહને કરે. પાદને=ચોથા ભાગને, ધનવૃદ્ધિમાં યોજન કરે. ધર્મ અને ઉપભોગમાં પાદનેચોથા ભાગને કરે અને ભર્તવ્યપોષણમાં પાદને કરે=ચોથા ભાગનો વ્યય કરે."
વળી કેટલાક કહે છે
“આયથી સમધિક અર્ધ ધર્મમાં વાપરે તેનાથી શેષ વડે–તેનાથી શેષ ધન વડે, યત્નથી તુચ્છ ઐહિક શેષ કૃત્યો કરે.” શરીરમાં રોગની જેમ આયથી અનુચિત વ્યય વૈભવસારને કૃશ કરીને=શ્રેષ્ઠ વૈભવનો વિનાશ કરીને, અખિલ વ્યવહારમાં અસમર્થ પુરુષને કરે છે. અને કહેવાય છે
-
-
“આય વ્યયનું અનાલોચન કરીને વળી જે ધનનો વ્યય કરે છે, તે અચિર જ કાલથી=અલ્પ જ કાળથી, અહીં=જગતમાં, ધન વગરનો થાય છે."
‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ‘વે’ પાદપૂર્તિ અર્થે છે. ૧૧।।
ભાવાર્થ :
(૧૧) આય-ઉચિત વ્યય તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે ઃ
ગૃહસ્થ પાસે જે ધન હોય તે ધન દ્વા૨ા વેપાર, વાણિજ્ય આદિથી તેની વૃદ્ધિ કરે છે અને તે વૃદ્ધિરૂપ જે ધન તે ‘આય’ છે. તેનો ચાર ભાગાદિપણાથી ગૃહસ્થે વ્યય ક૨વો જોઈએ અને તેમાં બે ભાગથી વ્યય બતાવે છે. વ્યય બતાવે છે. એક ભાગ ભર્તવ્યના પોષણમાં વાપરવો જોઈએ અને એક ભાગથી પોતાના ભોગ અને દેવતા, અતિથિ, પૂજનાદિ પ્રયોજનમાં વા૫૨વો જોઈએ.
આની સાક્ષી રૂપે નીતિશાસ્ત્રનો પાઠ આપે છે
તેથી એ પ્રાપ્ત થાય કે વ્યાપારાદિથી જે ધન પ્રાપ્ત થાય તેના ચાર ભાગ કરવા જોઈએ. એક ભાગ ભાવિ માટે સંગ્રહ કરવો જોઈએ, એક ભાગ ધનની વૃદ્ધિ માટે યોજન ક૨વો જોઈએ, એક ભાગ ધર્મ અને સ્વના ઉપભોગમાં વા૫૨વો જોઈએ અને એકભાગ પોતાના ઉપર આધારિત હોય તેવા સર્વના પોષણ માટે વા૫૨વો જોઈએ. આ રીતે વ્યય કરવાથી સદ્ગૃહસ્થ જીવનમાં નિશ્ચિત રીતે ધર્મ, અર્થ અને કામ ત્રણ પુરુષાર્થ સેવીને આલોક અને પરલોકના હિતને સાધે છે; કેમ કે વૃદ્ધાવસ્થામાં કે કોઈ એવા વિષમ સંયોગોમાં ઉચિત ધનસંચય કરેલો હોવાથી ગૃહસ્થને ચિંતા કે દરિદ્રતા પ્રાપ્ત થતી નથી. અને તે ગૃહસ્થ જેમ સ્વભૂમિકાનુસાર ભોગાદિમાં પ્રયત્ન કરે છે તેમ સ્વભૂમિકાનુસાર ધર્મમાં પણ પ્રયત્ન કરે છે. જેથી