________________
૪૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ ધર્મપરાયણ એવું ગૃહસ્થજીવન જોશ વગરનું પ્રાપ્ત થાય છે.
આ રીતે નીતિશાસ્ત્ર અનુસાર આયવ્યયનું સ્વરૂપ બતાવ્યા પછી કેટલાક આલોક કરતાં ધર્મને જે અધિક મહત્ત્વ આપે છે તેનું ઉદ્ધરણ ટાંકે છે –
તેઓ કહે છે કે વ્યાપારાદિથી જે ધન પ્રાપ્ત થાય તેમાંથી સગૃહસ્થ અર્ધથી અધિક ભાગ ધર્મમાં વ્યય કરવો જોઈએ. અને અવશેષ જે ધન છે તેનાથી તુચ્છ ઐહિક એવું સર્વકૃત્ય કરવું જોઈએ. અર્થાત્ ભાવિ માટે સંગ્રહ પણ તેમાંથી કરવો જોઈએ અને પોતાના તેમ જ ભર્તવ્યનું પોષણ પણ તેમાંથી કરવું જોઈએ અને વ્યાપારમાં પણ અધિક ધનનું યોજન તેમાંથી જ કરવું જોઈએ. આ પ્રકારનું અર્ધથી અધિક ધર્મમાં વ્યય કરવાનું કથન જે લોકોને આજીવિકાની ચિંતા ન કરવી પડે તેટલા પ્રમાણમાં વિપુલ ધનની પ્રાપ્તિ થતી હોય તેવા લોકોને આશ્રયીને છે, પરંતુ જેઓ આ રીતે ધર્મમાં અર્ધથી અધિક ધનનો વ્યય કરે તો શેષ ધનથી પોતાની આજીવિકા પણ ચાલે નહિ અને ભર્તવ્યનું પોષણ પણ થઈ શકે નહિ તેવી સ્થિતિ હોય તો ક્લેશની પ્રાપ્તિ થાય. માટે તેવા જીવોને આશ્રયીને પ્રથમ વિકલ્પ અનુસાર ચાર ભાગ કરીને ધનનો વ્યય કરવો જોઈએ. પરંતુ જે કંઈ ધન પ્રાપ્ત થાય છે તે ધન તત્કાલ જ ભોગાદિમાં કે ધર્માદિ કૃત્યમાં વાપરીને ભાવિના વિચાર વગર જીવન જીવવું સગૃહસ્થને ઉચિત નથી.
વળી, જેઓ આય કરતાં અધિક વ્યય કરે છે તેવા પુરુષોનો વૈભવ ધીરે ધીરે ક્ષણ થાય છે. અને વૈભવને કારણે સમસ્ત ઉચિત વ્યવહારો જે સગૃહસ્થ કરે છે તે કરવા માટે તે અસમર્થ થાય છે. જેમ રોગ શરીરને કુશ કરે છે તેમ તેવા પુરુષનો વ્યય તેના વૈભવને ક્ષીણ કરે છે અને આ રીતે ગૃહસ્થના વૈભવ ઉપર જીવનારા સર્વ ઉચિત વ્યવહારો નાશ પામવાથી તે પુરુષને ક્લેશની પ્રાપ્તિ થાય છે. જેથી આલોક-પરલોક ઉભયલોકનું અહિત થાય છે માટે સગૃહસ્થે પોતાના આયને અનુરૂપ જ વ્યય કરવો જોઈએ, યથાતથા નહિ. આ પ્રકારની ઉચિત પ્રવૃત્તિ ગૃહસ્થનો ધર્મ છે; કેમ કે તેનાથી જ શુદ્ધ ધર્મનું પાલન થાય છે. ૧૧ાા ટીકા -
तथा विभवादीनां वित्तवयोऽवस्थानिवासस्थानादीनामनुसारत आनुरूप्येण वेषो वस्त्राभरणादिभोगः, लोकपरिहासाद्यनास्पदतया योग्यो वेषः कार्य इति भावः । यो हि सत्यप्याये कापण्याद् व्ययं न करोति, सत्यपि वित्ते कुचेलत्वादिधर्मा भवति, स लोकगर्हितो धर्मेऽप्यनधिकारी स्यात्, प्रसन्ननेपथ्यो हि पुमान् मङ्गलमूर्तिर्भवति मङ्गलाच्च श्रीसमुत्पत्तिर्यथोक्तम् -
"श्रीर्मङ्गलात्प्रभवति, प्रागल्भ्याच्च प्रवर्द्धते । दाक्ष्यात्तु कुरुते मूलं, संयमात्प्रतितिष्ठति ।।१।।"
मूलमित्यनुबन्धनम्, प्रतितिष्ठतीति प्रतिष्ठां लभत इति १२।। ટીકાર્ય :
તથા રૂતિ | અને વિભાવાદિના=વિત, વય, અવસ્થા, નિવાસસ્થાન આદિના અનુસારથી