________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪.
"प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः, शिरसि निहितभारा नालिकेरा नराणाम् । उदकममृतकल्पं दद्युराजीवितान्तं, नहि कृतमुपकारं साधवो विस्मरन्ति" ।।१।। इति १५ ।। ।।९।। ટીકાર્ચ -
તથા ....તિ અને કરાયેલાની જ્ઞતા=જ્ઞાન અનિદ્ભવ, તે કૃતજ્ઞતા છે. આ રીતે તેને કૃતજ્ઞતાવાળા પુરુષ, મહાન કુશલનો લાભ થાય છે. આથી જ કરાયેલા ઉપકારને માથા ઉપર રહેલા ભારતી જેમ માનતા સાધુપુરુષોત્રસજ્જન પુરુષો, ક્યારેય પણ વિસ્મરણ કરતા નથી=કોઈના કરાયેલા ઉપકારનું ક્યારેય વિસ્મરણ કરતા નથી. તે કહેવાયું છે –
પ્રથમ વયમાં પીવાયેલું પાણી અલ્પ સ્મરણ થાય છે. માથા પર નિહિત કરાયેલા=સ્થાપન કરાયેલાં, ભારવાળાં એવાં નારિયેળો-વૃક્ષ પર લટકતાં ભારવાળાં એવાં નારિયેળો, મનુષ્યોને અમૃત જેવું પાણી આપે છે. કરાયેલા ઉપકાર આજીવન અંત સુધી સજ્જન પુરુષો વિસ્મરણ કરતા નથી જ.”
તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૧૫ા III ભાવાર્થ(૧૫) કૃતજ્ઞતા તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
પોતાના ઉપર કરાયેલા ઉપકારનું જ્ઞાન=કરાયેલ ઉપકારનું અવિસ્મરણ તે કૃતજ્ઞતા ગુણ છે. અને જે જીવો પોતાના ઉપર કરાયેલા ઉપકારને ભૂલતા નથી તેવા જીવોને મહાન એવા કુશલનો લાભ થાય છે; કેમ કે કૃતજ્ઞતા ગુણને કારણે પ્રાયઃ જીવની પુણ્યપ્રકૃતિ જાગ્રત થાય છે અને તેની ઉત્તમપ્રકૃતિને કારણે લોકોમાં તે આદરપાત્ર બને છે. તેથી આલોક અને પરલોકમાં મહાન કુશલનો લાભ થાય છે. આથી જ ઉત્તમ પુરુષો પોતાના ઉપર કરાયેલા ઉપકારને માથા પર રહેલા ભારની જેમ માનતા, ક્યારેય પણ ઉપકારને ભૂલી જતા નથી. તેથી જેમનાથી ઉપકાર થયો છે તેમની સાથે ઉપકારની અભિવ્યક્તિ કરે તેવું ઉચિત વર્તન સદા કે છે. તેમાં સાક્ષી આપે છે. તેનો અર્થ એ છે કે એકદમ બાલ્યાવસ્થામાં પીવાયેલું પાણી અલ્પ સ્મરણમાં રહે છે તેમ જે જીવો બાળ જેવા છે તેમના ઉપર કોઈ ઉપકાર કરે તો તેઓ તેટલો કાલમાત્રમાં તેનું સ્મરણ રાખે છે. પોતાનું પ્રયોજન સિદ્ધ થયા પછી ઉપકારને સ્મરણમાં રાખતા નથી અને વૃક્ષ ઉપર લટકતાં નારિયેળ મસ્તક ઉપર નિહિત ભારવાળાં દેખાય છે. અર્થાત્ વૃક્ષના મસ્તક પર લટકતાં નારિયેળ ભારવાળાં દેખાય છે. તેઓ મનુષ્યોને અમૃત જેવું પાણી આપે છે. તેમ ઉત્તમ પુરુષો કોઈના દ્વારા કરાયેલા ઉપકારને પોતાના માથા ઉપર રહેલા ભારની જેમ માનતા હોવાને કારણે જીવન સુધી તે ઉપકારને ભૂલતા નથી પરંતુ ઉપકારીના ઉપકારને સદા સ્મૃતિમાં રાખીને તેમની સાથે તે પ્રકારનું ઉચિત વર્તન કરે છે. ૧પ IIII. ટીકા :
तथा अजीर्णेऽजरणे पूर्वभोजनस्य, अथवाऽजीर्णे परिपाकमनागते पूर्वभोजनेऽर्द्धजीर्णे इत्यर्थः, अभोजनं भोजनत्यागः, अजीर्णभोजने हि सर्वरोगमूलस्य वृद्धिरेव कृता भवति । यदाह-“अजीर्णं