________________
૪૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ જો સત્સંગ નિરત થઈશ તો તું થઈશ=શીલસંપન્ન થઈશ. હવે અસજનની ગોષ્ઠીમાં=દુર્જનોના સમુદાયમાં, પડીશ તો તું પડીશ શીલથી પડીશ.”
તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને
“સંગ સર્વાત્મના ત્યાજ્ય છે=સંપૂર્ણ ત્યાજ્ય છે. જો તે=સંગ, ત્યાગ કરવો શક્ય નથી તો તે સંગ, સજ્જનની સાથે કરવો જોઈએ. સંતપુરુષો સંગનું=સંગરૂપ રોગનું, ઔષધ છે.”
ત્તિ ૪' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૧૪ ભાવાર્થ - (૧૪) સપુરુષોનો સંગ કરવો તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે :
આલોકમાં અને પરલોકમાં હિત કરનારી પ્રવૃત્તિ તે સદાચાર છે અને આવા સદાચારવાળા પુરષો સાથે ગૃહસ્થ સંગ કરવો જોઈએ; કેમ કે ખરાબ પુરુષો સાથે સંગ કરવાથી શીધ્ર ગૃહસ્થનું શીલ નાશ પામે છે. અર્થાત્ સુંદર આચારો નાશ પામે છે.
તેમાં અપકૃત શ્લોકની સાક્ષી આપી. તેનો અર્થ એ છે કે જો તું સત્સંગમાં નિરત રહીશ તૈો સુંદર ગુણવાળો થઈશ અને અસત્ પુરુષોના સંગમાં પડીશ તો તું શીલથી પતન પામીશ.
આ વચનથી એ ફલિત થાય કે ગૃહસ્થો ધર્મપરાયણ થઈને જીવતા હોય. આમ છતાં આત્મામાં અનાદિનો મોહ પડેલો છે. તેથી જો અસતુ પુરષો સાથે સંગ કરવામાં આવે તો ખરાબ સંસ્કારો શીધ્ર જાગ્રત થાય છે. તેથી ધર્મી પણ ગૃહસ્થ અનુચિત પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય છે. પરંતુ જેઓ સુંદર આચારવાળા પુરુષો સાથે સંગ કરે છે તેઓને તેમના સુંદર આચાર જોઈને સુંદર આચાર કરવાની પ્રેરણા મળે છે. માટે ગૃહસ્થ આલોક અને પરલોકના હિતાર્થે ઉત્તમ પુરુષો સાથે સંગ કરવો જોઈએ.
વળી, તેમાં બીજા શ્લોકની સાક્ષી આપી. તેનાથી એ પ્રાપ્ત થાય કે સર્વ પાપોનું બીજ સંગ છે; કેમ કે સંગની વાસનાથી આત્મા કર્મ બાંધે છે. અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. માટે વિવેકી વ્યક્તિએ સર્વ સંગનો ત્યાગ કરીને યતિધર્મ સ્વીકારવો જોઈએ. અને સંગનો ત્યાગ ગૃહસ્થને શક્ય ન જણાય તો તેણે ઉત્તમ પુરુષો સાથે સંગ કરવો જોઈએ; કેમ કે આત્મામાં અનાદિથી લાગેલો સંગરૂપ રોગ છે. તેનું ઔષધ સંતપુરુષો છે; કેમ કે સંતપુરુષો સદા ભંગને છોડીને અસંગી થવા માટે ઉદ્યમ કરનારા છે અને તેમના સંગથી અસંગ થવાની પ્રેરણા મળે છે, જેથી અનાદિનો સંગનો રોગ વધતો નથી પરંતુ ક્રમસર નાશ પામે છે. ૧૪
ટીકા :
तथा कृतस्य ज्ञता ज्ञानम् अनिह्नवः, एवं हि तस्य महान् कुशललाभो भवति, अत एव कृतोपकारं शिरसि भारमिव मन्यमानाः कदापि न विस्मरन्ति साधवस्तदुक्तम्