________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
સગૃહસ્થે ભાવિમાં ચોરાદિના ઉપદ્રવથી ક્લેશ ન થાય તેની ઉચિત વિચારણાપૂર્વક ગૃહ ક૨વું જોઈએ. વળી, અતિગુપ્ત ગૃહ હોય તો ગૃહાન્તરથી નિરુદ્ધ હોવાને કા૨ણે અર્થાત્ બીજાં ગૃહોથી ઘેરાયેલું હોવાને કારણે, ગૃહની શોભા પ્રાપ્ત થતી નથી અને સગૃહસ્થોને તેના કારણે હંમેશાં ચિત્તમાં ક્લેશનો સંભવ રહે છે; કેમ કે સગૃહસ્થ સંપૂર્ણ નિરપેક્ષ પરિણામવાળા નથી. વળી અતિગુપ્ત ગૃહ હોય તો અગ્નિ આદિનો ઉપદ્રવ થાય ત્યારે તેમાંથી નીકળવું દુષ્કર બને અને પોતાની સારભૂત વસ્તુ ગ્રહણ ક૨વા માટે પ્રવેશ ક૨વો દુષ્કર બને. તેથી ક્લેશની પ્રાપ્તિ થાય, માટે ગૃહસ્થે તે રીતે ગૃહ કરવું જોઈએ કે જેથી ક્લેશના નિમિત્તનો પરિહાર થાય અને સ્વસ્થતાપૂર્વક ધર્મપ્રધાન ત્રણ પુરુષાર્થને સાધી શકે.
૩૯
(ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની ટિપ્પણી પ્રમાણે એ અર્થ છે કે અનેક દ્વારનો નિષેધ ક૨વાથી વિરોધિવિધિ આક્ષિપ્ત થાય છે. તેથી પ્રતિનિયત દ્વારોથી સુરક્ષિત ગૃહવાળો ગૃહસ્થ થાય. આ વચનથી એ પ્રાપ્ત થાય કે ધર્મપરાયણ ગૃહસ્થને ગૃહ કેમ કરવું તેની ઉચિતવિધિ શાસ્ત્ર બતાવે છે. જો કે, શાસ્ત્ર ગૃહસ્થના આરંભમાં પ્રવૃત્તિ કરાવે નહિ પરંતુ ગૃહસ્થનું જીવન આલોક અને પરલોકમાં સુખાકારી થાય તે રીતે ધર્મપ્રધાન એવા ત્રણ પુરુષાર્થને સેવી શકે માટે ગૃહસ્થને ઉપકારક એવી ગૃહનિર્માણની વિધિ શાસ્ત્ર બતાવે છે જેથી તે દોષરૂપ નથી.) ના I૭ના
ટીકા ઃ
तथा पापानि दृष्टादृष्टापायकारणानि कर्माणि तेभ्यो भीरुकता भयम्, तत्र दृष्टापायकारणानि चौर्यपारदारिकत्वद्यूतरमणादीनि इहलोकेऽपि सकललोकसिद्धविडम्बनानि, अदृष्टापायकारणानि मद्यमांससेवनादीनि शास्त्रनिरूपितनरकादियातनाफलानि भवन्तीति दृष्टादृष्टापायहेतुभ्यो दूरमात्मनो व्यावर्त्तनमिति तात्पर्यम् ८ ।।
ટીકાર્ચઃ
Fe.....
• તાત્પર્યમ્ ।। અને પાપો દૃષ્ટ-અદૃષ્ટ અનર્થનાં કારણો એવાં કર્મો છે=કૃત્યો છે અર્થાત્ વર્તમાનમાં અને પરલોકમાં અનર્થનાં કારણ એવાં કૃત્યો છે. તેનાથી ભીરુકતા=ભય, તે પાપભીરુકતા છે. તેમાં દૃષ્ટ અપાયકારણ ચોરી, પારદારિકપણું, દ્યૂતરમણાદિ આલોકમાં પણ સકલલોકસિદ્ધ વિડંબનાનાં કારણો છે અને અદૃષ્ટ અપાયકારણ=પરલોકના અનર્થનાં કારણ એવાં મઘ, માંસ સેવનાદિ શાસ્ત્રમાં નિરૂપિત નરકાદિ યાતનાના ફલવાળાં થાય છે. તેથી દુષ્ટ અને અટ્ઠષ્ટ અપાયના હેતુથી આત્માને દૂર વ્યાવર્તન કરે અર્થાત્ આત્માને દૂર રાખે એ પ્રકારનું તાત્પર્ય છે. ૮।।
ભાવાર્થ:
(૮) પાપભીરુતા તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે ઃ
જે કૃત્યો દૃષ્ટ અપાયનાં કારણ હોય અર્થાત્ વર્તમાનમાં અનર્થનાં કારણ હોય અને જે કૃત્યો અદૃષ્ટ અપાયનાં કારણ હોય અર્થાત્ પરલોકમાં અનર્થનાં કા૨ણ હોય તે કૃત્યો પાપો કહેવાય. અને તેવાં કૃત્યોથી