________________
૩૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ અનુપલક્ષ્યમાણદ્વારાદિના વિભાગપણાને કારણે અત્યંત પ્રચ્છન્ન, તે જ અતિગુપ્તક, સ્વાર્થમાં “' પ્રત્યય છે. તેથી ત અતિપ્રકટ અતિપ્રકટ, ન અતિગુપ્ત અનતિગુપ્ત ત્યારપછી અનતિપ્રકટ અને અનતિગુપ્ત એ પ્રમાણે દ્વન્દ સમાસ કરવો. તેમાંeતેવા સ્થાનમાં, ગૃહ કરવું જોઈએ નહિ એમ અન્વય છે; કેમ કે અતિપ્રગટ સ્થાનમાં કરાતું ગૃહ ચારેબાજુથી નિરાવરણ હોવાને કારણે ચોરાદિ નિઃશંક મનવાળા અભિભવ કરે અને અતિગુપ્તમાં સર્વથી ગૃહાત્તરોથી વિરુદ્ધપણું હોવાને કારણે સ્વશોભાને પ્રાપ્ત કરતું નથી=ઘર પોતાની શોભાને પ્રાપ્ત કરતું નથી, અને અગ્નિ આદિના ઉપદ્રવોમાં દુઃખેથી નિર્ગમત અને પ્રવેશ થાય. ૭મા IIકા ભાવાર્થ :(૭) અનતિપ્રગટ અને અનતિગુપ્ત એવા સુંદર પાડોશીવાળા સ્થાનમાં અનેક નિર્ગમત્કાર વગરના ગૃહનું સ્થાપન તે સામાન્યથી ગૃહસ્થ ધર્મ છે - ગૃહસ્થ ગૃહનું સ્થાપન કેવા સ્થાને કરવું જોઈએ ? તેનું સ્વરૂપ બતાવે છે –
જે સ્થાન શલ્યાદિ દોષથી રહિત હોય અર્થાત્ જે ભૂમિમાં હાડકાદિ શલ્ય ન હોય તેવા સ્થાને ગૃહ કરવું જોઈએ. વળી દુર્વાર, બહલ, પ્રવાલાદિ નામની વનસ્પતિ જ્યાં ઘણી હોય, વળી જે જમીનની માટીના વર્ણ, ગંધ વગેરે પ્રશસ્ત હોય અને જ્યાંથી સુસ્વાદુ જલનો ઉદ્ગમ થતો હોય અને જે ભૂમિમાંથી નિધાનાદિ પ્રાપ્ત થતાં હોય તેવી ભૂમિમાં ગૃહ કરવું જોઈએ. જેથી ગૃહસ્થને ગૃહસ્થજીવનમાં ઉપદ્રવો પ્રાપ્ત ન થાય અને ધર્મપરાયણ ગૃહસ્થ પરસ્પર અવિરુદ્ધ એવા ધર્મ, અર્થ, કામ ત્રણ પુરુષાર્થને સમ્યક સેવીને આલોક અને પરલોકનું હિત સાધી શકે. જો તે ગૃહસ્થ અસ્થાને=પૂર્વમાં વર્ણન કર્યું એવા લક્ષણ વગરના સ્થાને, ગૃહ કરે તો ગૃહસ્થજીવનમાં અનેક જાતની આપત્તિ આવે જેથી આ લોક અને પરલોકને હિતકારી ત્રણ પુરુષાર્થને ગૃહસ્થ સાધી શકે નહિ. વળી, તેવા સુલક્ષણવાળા સ્થાનમાં પણ જ્યાં ધર્મપરાયણ એવા સુંદર પાડોશી વસતા હોય તેવા સ્થાને ગૃહસ્થ ગૃહ કરવું જોઈએ; કેમ કે સંસર્ગને કારણે ગુણ-દોષની પ્રાપ્તિ થાય છે. તેથી સારા પાડોશીવાળા સ્થાનમાં ગૃહ કરવાથી તેના સંસર્ગને કારણે પણ ગુણની વૃદ્ધિ થાય છે. અને ખરાબ પાડોશીવાળા સ્થાનમાં ગૃહ કરવાથી તેના સંસર્ગને કારણે દોષોની વૃદ્ધિ થાય છે. માટે વિવેકી ગૃહસ્થ સુંદર ગુણવાળા અને સુંદર પાડોશીવાળા સ્થાનમાં ગૃહ કરવું જોઈએ. પરંતુ જે-તે સ્થાનમાં અને ખરાબ પાડોશીવાળા સ્થાનમાં ગૃહ કરવું જોઈએ નહિ. વળી, સુંદર ભૂમિના ગુણો અને દોષોનું પરિજ્ઞાન ગૃહસ્થ શકુનથી, સ્વપ્નથી કે ઉપશ્રુતિ વગેરેથી=શિષ્ટ લોકોમાં થતી વાતો વગેરેથી જાણી લેવું. જેમ સુંદર પાડોશીવાળી સુંદર ભૂમિમાં ગૃહ કરવું આવશ્યક છે તેમ ગૃહ અતિપ્રકટ ન જોઈએ અને અતિગુપ્ત ન જોઈએ. અતિપ્રગટ એટલે નજીકમાં બીજું ગૃહ ન હોય પરંતુ બીજાં ગૃહ ઘણાં દૂર દૂર હોય અને અતિ ગુપ્ત એટલે ચારેબાજુથી સંનિહિત ગૃહોથી અતિ પ્રચ્છન્ન હોય અર્થાતુ ચારેબાજુથી નજીક રહેલાં ગૃહોથી ઢંકાયેલું હોય. અતિ પ્રગટ સ્થાનમાં ગૃહ કરવાથી ચારેબાજુ ખુલ્લું હોવાને કારણે ચોરો વગેરે નિઃશંકમાનવાળા થઈને રાત્રિ આદિ સમયમાં પ્રવેશ કરે તો તેઓથી થતા ઉપદ્રવને કારણે ગૃહસ્થને અનેક પ્રકારના ક્લેશની પ્રાપ્તિ થાય. તેથી