________________
૩૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
ભાવાર્થ :
(૬) ઉપઠુત સ્થાનનો ત્યાગ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે - સહસ્થ ધર્મ, અર્થ, કામ ત્રણમાં પુરુષાર્થ કરનારા હોય છે અને તેમાં પણ ધર્મને પ્રધાન કરનારા હોય છે. તેથી સદ્ગહસ્થના ધર્મ, અર્થ, કામના પુરુષાર્થ આલોક-પરલોક માટે હિતકારી હોય છે અને તેવા સગૃહસ્થો કોઈ ગામ-નગરમાં રહેતા હોય અને તે ગામ, નગર સ્વચક્ર અને પરચક્રના વિક્ષોભથી અસ્વસ્થીભૂત હોય અર્થાત્ ગામવાસી લોકો દ્વારા ત્યાં ઉપદ્રવો થતા હોય તે સ્વચક્રના ઉપદ્રવો છે. અથવા તો અન્ય રાજાઓના તે નગરમાં વારંવાર ઉપદ્રવ થતા હોય તો તે નગર પરચક્રના વિક્ષોભવાળું છે અથવા તો તે નગરમાં દુર્ભિક્ષ, મારી કે અન્ય ઉપદ્રવો થયા હોય જેથી ગૃહસ્થની જીવનવ્યવસ્થા સારી રીતે થઈ શકતી ન હોય તેવા ઉપદ્રવવાળા નગરનું સગૃહસ્થ વર્જન કરવું જોઈએ. તે સગૃહસ્થના ધર્મનું અંગ છે; કેમ કે તે સ્થાનનું વર્જન કરવામાં ન આવે તો પોતે જે ધર્મનું સેવન કરેલું છે તેનાથી જે સુંદર ચિત્ત બન્યું છે તેનો વિનાશ થાય. વળી, જે પોતે અર્થ ઉપાર્જન કર્યું છે અને જે ભોગસામગ્રી ભેગી કરી છે તે સર્વનો વિનાશ થાય અને તેથી તે સદ્ગુહસ્થ આલોકમાં પણ દુઃખી થાય છે અને પરલોકમાં પણ દુઃખી થાય છે. વળી તેવાં ઉપદ્રવવાળા સ્થાનમાં રહેવાથી ધર્મ, અર્થ અને કામના નવીન ઉપાર્જનમાં સમ્યક્યત્ન થતો નથી અને ધર્મનું સેવન નહિ થવાથી ઉત્તમચિત્ત થતું નથી. અર્થ અને ભોગ સામગ્રી નહિ મળવાથી ચિત્ત હંમેશાં કાલુષ્યવાળું રહે છે. તેથી આલોકમાં ક્લેશને પામે છે અને જન્માતંરમાં દુર્ગતિને પ્રાપ્ત કરે છે. માટે સગૃહસ્થ ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવો જોઈએ. કા કા ટીકા :
तथा न विद्यन्ते नैकानि बहूनि निर्गमद्वाराणि निःसरणमार्गा यत्र यथा स्यात्तथा, गृहस्य अगारस्य, विनिवेशनं स्थापनम्, बहुषु हि निर्गमेषु अनुपलक्ष्यमाणनिर्गमप्रवेशानां दुष्टलोकानामापाते स्त्रीद्रविणादिविप्लवः स्यात् [अत्र चानेकद्वारतायाः प्रतिषेधेन विरोधिविधिराक्षिप्यते, ततः प्रतिनियतद्वारसुरक्षितगृहो गृहस्थः स्यादिति लभ्यते?], तथाविधमपि गृहं स्थान एव निवेशितुं युक्तम् नास्थाने, स्थानं तु शल्यादिदोषरहितं बहलदूर्वाप्रवालकुशस्तम्बप्रशस्तवर्णगन्धमृत्तिकासुस्वादुजलोद्गमनिधानादिमच्च स्थानगुणदोषपरिज्ञानं च शकुनस्वप्नोपश्रुतिप्रभृतिनिमित्तादिबलेन । स्थानमेव विशिनष्टि 'सुप्रातिवेश्मिके' इति, शोभनाः शीलादिसंपन्नाः प्रातिवेश्मिका यत्र तस्मिन्, कुप्रातिवेश्मिकत्वे पुनः ‘संसर्गजा दोषगुणा भवन्ति' [ ] इति वचनात् निश्चितं गुणहानिरुत्पद्यत इति तनिषेधः, दुष्णातिवेश्मिकास्त्वेते शास्त्रप्रसिद्धाः । “खरिआ तिरिक्खजोणी, तालायरसमणमाहण सुसाणे । વરિ અદવા ગિમ, અરિ ઉર્જિત મછંધા III” [ોનિવૃત્તિ: T-૭૬૭]