________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
૩૫
ઇન્દ્રિય ઉ૫૨નો અસંયમ તે-તે ઇન્દ્રિયને ૫૨વશ થઈને ગૃહસ્થ દ્વારા અકાર્ય કરાવે છે માટે પાંચેય ઇન્દ્રિયોનો, અત્યંત આસક્તિના પરિહારથી ગૃહસ્થે નિરોધ કરવો જોઈએ. આ રીતે ઇન્દ્રિયોના અસંયમનું અને ઇન્દ્રિયોના સંયમનું ફળ બતાવીને ઉપદેશ આપતાં કહે છે કે આપત્તિનો માર્ગ કે સંપત્તિનો માર્ગ જે તમને ઇષ્ટ હોય તે માર્ગે તમે જાવ. તેથી એ ફલિત થાય કે આપત્તિનો માર્ગ કોઈને ઇષ્ટ નથી અને સંપત્તિનો માર્ગ સર્વને ઇષ્ટ છે માટે સર્વજીવોએ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો જોઈએ. વળી કહે છે કે ઇન્દ્રિયો જ સ્વર્ગ-નરક ઉભયરૂપ છે. નિગૃહીત ઇન્દ્રિય સ્વર્ગ માટે થાય છે અને અનિગૃહીત ઇન્દ્રિય નરક માટે થાય છે. તેથી એ ફલિત થાય કે જે જીવોને ઇન્દ્રિયો પર સંયમ છે તેઓ કોઈપણ ઇન્દ્રિયને પરવશ થઈને અસદાચાર સેવતા નથી. જેથી તેઓની નિગૃહીત ઇન્દ્રિયો સદાચારના સેવન દ્વારા સ્વર્ગનું કારણ બને છે અને જેઓની ઇન્દ્રિય નિગૃહીત નથી પરંતુ યથેચ્છ પ્રવર્તે છે, તેઓ ઇન્દ્રિયને ૫૨વશ સર્વ પાપો કરીને નરકમાં જાય છે.
અહીં ‘ઇન્દ્રિયજય’નો અર્થ કરતાં કહ્યું કે અત્યંત આસક્તિના પરિહારથી સ્વ-સ્વ વિકારનો નિરોધ ઇન્દ્રિયજય છે. તેથી પ્રશ્ન થાય કે અત્યંત આસક્તિનો પરિહાર કેમ કહ્યો ? વસ્તુતઃ સર્વથા આસક્તિના પરિહારથી ઇન્દ્રિયોના વિકારનો નિરોધ તે ઇન્દ્રિયજય કહેવાય એમ કહેવું જોઈએ. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે સર્વથા ઇન્દ્રિયોનો જય મુનિને જ છે. અને અહીં મુનિના ઇન્દ્રિયજયનું વર્ણન પ્રસ્તુત નથી. પરંતુ, સામાન્યથી ગૃહસ્થધર્મનું વર્ણન પ્રસ્તુત છે. અને ગૃહસ્થો ઇન્દ્રિયની લાલસાને કારણે યતિધર્મ સ્વીકારી શકતા નથી તોપણ વિવેકી ગૃહસ્થોએ અત્યંત આસક્તિના પરિહારથી ઇન્દ્રિયોનો નિરોધ કરવો જોઈએ. તે બતાવવા માટે ‘ઇન્દ્રિયજય'નો અર્થ કર્યો કે અત્યંત આસક્તિના પરિહારથી સ્વ-સ્વ વિકારનો નિરોધ ‘ઇન્દ્રિયજય’ છે. પા
ટીકા ઃ
तथा उपप्लुतं स्वचक्रपरचक्रविक्षोभात् दुर्भिक्षमारीतिजनविरोधादेश्चास्वस्थीभूतं यत् स्थानं ग्रामनगरादि तस्य विवर्ज्जनं परिहरणम्, अत्यज्यमाने हि तस्मिन् धर्मार्थकामानां पूर्वार्जितानां विनाशेन नव्यानां चानुपार्जनेनोभयलोकभ्रंश एव स्यात् ६ ।। ।।६।।
ટીકાર્ય :
तथा સ્વાત્ । અને ઉપપ્પુત=સ્વચક્ર અને પરચક્રના વિક્ષોભથી=વિરોધથી, અને દુર્ભિક્ષ, મારી, ઇતિ અને જનના વિરોધાદિથી, અસ્વસ્થીભૂત જે ગ્રામનગરાદિ સ્થાન તેનું વિવર્જન=પરિહરણ= ત્યાગ, તે ઉપપ્પુત સ્થાનનું વિવર્જન છે અને તે નહિ ત્યાગ કરાયે છતે પૂર્વમાં અજિત એવા ધર્મ, અર્થ, કામનો વિનાશ થવાથી અને નવીન એવા ધર્મ, અર્થ, કામનું ઉપાર્જન નહિ થવાથી ઉભયલોકનો ભ્રંશ જ થાય. ŞII IIÇII