________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
૩૩
થવા માટે ગૃહસ્થ અંતરંગ શત્રુનું કાર્ય કરનારા એવા આ છ શત્રુનો ત્યાગ કરવો જોઈએ. તે અરિષડૂ વર્ગનું સ્વરૂપ આ પ્રમાણે છે –
૧. અસમંજસ કામ - પર દ્વારા ગ્રહણ કરાયેલી સ્ત્રીમાં અથવા નહિ પરણેલી સ્ત્રીમાં ખરાબ અધ્યવસાય કામ છે.
૨. અસમંજસ ક્રોધ:- વિચાર્યા વગર સ્વ અને પરના અનર્થનો હેતુ અંતરમાં સ્કુરાયમાન થતો અથવા બહાર દેખાતો એવો ક્રોધ તે અસમંજસ ક્રોધ છે. અને સદ્ગહસ્થ આ રીતે વિચાર્યા વગર ક્યાંય ગુસ્સો કરે નહિ. પ્રસંગે કોઈના હિતાર્થે કે કોઈ પ્રયોજનથી ક્રોધ કરે તો હિતાહિતનો વિચાર કરીને કરે.
૩. અસમંજસ લોભ - દાનયોગ્ય એવા પાત્રમાં પોતાના ધનનું અપ્રદાન અને કોઈ કારણ વગર પરના ધનનું ગ્રહણ કરવું તે અસમંજસ લોભ છે. આવો લોભ શિષ્ટપુરુષના શત્રુનું કાર્ય કરે છે માટે શિષ્ટપુરુષોએ તેનો ત્યાગ કરવો જોઈએ.
૪. અસમંજસ માનઃ- દુરભિનિવેશનો આરોહ અથવા યુક્તિયુક્ત કહેવાયેલા કથનનું અગ્રહણ તે અસમંજસ માન છે. જે જીવોને પોતાના કથનમાં ખોટો આગ્રહ હોય છે. તે દુરભિનિવેશવાળા છે અથવા કોઈ વ્યક્તિ યુક્તિયુક્ત કથન કરે છતાં તેને સ્વીકારે નહિ પરંતુ પોતે જે માને તેનો આગ્રહ રાખે તે અસમંજસ માન છે. જે શિષ્ટત્વનો નાશ કરનાર હોવાથી શિષ્ટપુરુષોએ તેનો ત્યાગ કરવો જોઈએ.
૫. અસમંજસ મદઃ- પોતાનું કુલ, પોતાનું બળ, પોતાનું ઐશ્વર્ય, પોતાની વિદ્યા કે પોતાનું રૂપ આદિથી અહંકાર કરવો તે અસમંજસ મદ છે. અથવા પરને ઉતારી પાડવાની પ્રવૃત્તિનું કારણ અસમંજસ મદ છે. આવો મદ શિષ્ટપુરુષ કરે નહિ.
૭. અસમંજસ હર્ષ - નિર્નિમિત્ત અન્યને દુઃખ ઉત્પાદન દ્વારા હર્ષ તે અસમંજસરૂપ હર્ષ છે. જેમ રમૂજને કારણે ગુણસેન કુમારને પુરોહિતપુત્ર અગ્નિશર્માને ગધેડા પર બેસાડીને તેની મશ્કરી કરવાથી જે હર્ષ થતો હતો તે હર્ષ નિર્નિમિત અન્યને દુઃખ ઉત્પાદનરૂપ હોવાથી અસમંજસ હર્ષ છે. અથવા જુગાર, પાપવાળી ઋદ્ધિ આદિ અનર્થના આશ્રયણથી મનનો જે પ્રમોદ તે અસમંજસ હર્ષ છે. જેમ કેટલાક જીવોમાં જુગાર રમીને ધનની પ્રાપ્તિ થાય અથવા તો ખોટાં-સાચાં કાર્ય કરીને ધનની પ્રાપ્તિ થાય, તે વખતે જે મનનો પ્રમોદ થાય તે અસમંજસ હર્ષ છે અને આવો હર્ષ શિષ્ટપુરુષો ધારણ કરે નહિ.
અરિષવર્ગનું આવું સ્વરૂપ જાણ્યા પછી અસમંજસ કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ આદિ સર્વ શિષ્ટપુરુષોને ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે તેનાથી આ ભવમાં જ અનર્થ થાય છે. જેનાં દૃષ્ટાંતો કૌટિલ્યના અર્થશાસ્ત્રના ઉલ્લેખથી ગ્રંથકારશ્રીએ બતાવ્યાં છે. કા ટીકા :
तथा इन्द्रियाणां श्रोत्रादीन्द्रियाणां जय अत्यन्ताऽऽसक्तिपरिहारेण स्वस्वविकारनिरोधः, इन्द्रियजयो हि पुरुषाणां परमसम्पदे भवति, यदाह