________________
૩૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ ટીકાર્ચ -
તથા રૂતિ | અને અરય શત્રુઓ, તેઓનો ષવર્ગશત્રુઓનો ષવર્ગ, અયુક્તિથી=અયોગ્ય રીતે, પ્રયોગ કરાયેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ છે. જે કારણથી તેઓ=અયુક્તિથી પ્રયોગ કરાયેલા કામક્રોધાદિ, શિષ્ટ ગૃહસ્થોના અંતરંગ શત્રુનું કાર્ય કરે છે. - ત્યાં=અરિષવર્ગમાં (૧) પર પરિગૃહીતા અથવા નહિ પરણેલી સ્ત્રીઓમાં દુરભિસંધિeખરાબ
અભિલાષ, કામ છે. (૨) વિચાર્યા વગર બીજાને કે પોતાને અપાયનોઅનર્થનો, હેતુ એવો અંતરંગ કે બહિસ્કૂરણ સ્વરૂપ ક્રોધ છે. (૩) દાન યોગ્યમાં સ્વધનનું અપ્રદાન અને અકારણ પરધનનું ગ્રહણ લોભ છે. (૪) દુરઅભિનિવેશનો આરોહ અથવા ઉચિત કહેવાયેલાનું અગ્રહણ માન છે. (૫) કુલ, બલ, ઐશ્વર્ય, વિદ્યા, રૂપ આદિથી અહંકારનું કરણ અથવા પરના પ્રધષનું કારણ મદ છે. (૬) લિલિમિત અને દુઃખ ઉત્પાદનથી અથવા પોતાના ધૂત, પાપઋદ્ધિ આદિ અનર્થના સંશ્રયણથી મનનો પ્રમોદ હર્ષ છે, તેથી આ અરિષવર્ગનું ત્યજત અનાસેવન, ગૃહસ્થનો ધર્મ છે તેમ અવય છે. અને આમનું અરિષવર્ગનું, ત્યજકીયપણું અપાયનું હેતુપણું હોવાથી છે=અનર્થ હેતુપણું હોવાથી છે, જે કારણથી કહે છે –
દાંડક્ય નામના ભોજે કામથી બ્રાહ્મણ કન્યાને ગ્રહણ કરતા બંધુ સહિત રાષ્ટ્રનો વિનાશ કર્યો. કરાલ એવો વિદેહ=ભયંકર એવો વિદેહનો રાજા, કામથી નાશ પામ્યો.
ક્રોધથી જન્મેજય નામનો રાજા બ્રાહ્મણોમાં વિક્રાંત=બ્રાહ્મણો ઉપર પ્રહાર કરતો, નાશ પામ્યો. ભૃગુઓમાં= ભૃગુવંશીઓમાં, પ્રહાર કરતો તાલજંઘ રાજા નાશ પામ્યો.
લોભથી ઐલ નામનો રાજા ચાતુર્વર્ણના અત્યાહારયમાણ=ધનને ગ્રહણ કરતો, નાશ પામ્યો. સૌવીરનરેશ અજબિંદુ-સૌવીરનગરનો રાજા અજબિંદુ, લોભથી વિનાશ પામ્યો.
માનથી રાવણ પરદારાને નહિ આપતો વિનાશ પામ્યો. માનથી દુર્યોધન પાંડવોને રાજ્યના અંશને નહિ આપતો વિનાશ પામ્યો.
દંભથી ઉદ્ભવ=દંભવાળો, ભૂતનો અવમાની=પોતાની સંપત્તિના અભિમાનવાળો, એવો હૈહય દેશનો રાજા અર્જુન મદથી વિનાશ પામ્યો.
હર્ષથી વાતાપિ નામનો અસુર અગમ્ય ઋષિને પીડા કરતો હતો. અને વૃષ્ણિસંઘ=યાદવવંશ, દ્વૈપાયનને પીડા કરતો હતો. (કૌટિલીય અર્થશાસ્ત્ર ૧/૬)
ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. કા. ભાવાર્થ - (૪) અરિષડ્રવર્ગનો ત્યાગ સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
ગૃહસ્થ માટે અયુક્તિથી પ્રયોગ કરાયેલા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ અરિષવર્ગ છે; કેમ કે શિષ્ટ ગૃહસ્થના શિષ્ટપણાનો વિનાશ કરવાનું કારણ તે છ શત્રુઓ છે. તેથી ધર્મપ્રધાન એવા શિષ્ટ