________________
૩૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / શ્લોક-૫ થી ૧૪ તે શિષ્ટાચારનું સ્વરૂપ “યથા'થી બતાવે છે – “૧. લોકાપવાદભીરુપણું ૨. દીનાદિના ઉદ્ધરણમાં આદરયત્ન ૩. કૃતજ્ઞતા ૪. સુદાક્ષિણ્ય સદાચાર કહેવાય છે. ૫. સર્વત્ર નિંદાનો સંત્યાગ ૬. સજ્જનનો વર્ણવાદ=સજ્જનની પ્રશંસા. ૭. આપત્તિમાં અદૈવ્ય. ૮. તેની જેમ સંપત્તિમાં અત્યંત નમ્રતા. ૯. પ્રસ્તાવમાંઅવસરે, મિતભાષીપણું ૧૦. અવિસંવાદન=પરસ્પર મનવચનકાયાના યોગોનું પરસ્પર વિસંવાદરહિતપણું. ૧૧. પ્રતિપન્ન ક્રિયા=સ્વીકારાયેલાં અથવા સ્વીકારેલાં વ્રતોની ઉચિત આચરણા અને ૧૨. કુલ ધર્મનું અનુપાલન=પોતાના કુલને ઉચિત ધર્મનું પાલન. ૧૩. અસદ્વ્યયનો પરિત્યાગ. ૧૪. સ્થાનમાં જ સદા ક્રિયા=ઉચિત સ્થાને જ સદા પ્રવૃત્તિ. ૧૫. પ્રધાન કાર્યમાં આગ્રહ આત્માને હિતકારી એવાં શ્રેષ્ઠ કાર્યોમાં આગ્રહ ૧૬. પ્રમાદનું વર્જન મદ્યપાનાદિનો ત્યાગ. ૧૭. લોકાચારની અનુવૃત્તિ=સુંદર લોકોના આચારનું સેવન. ૧૮. સર્વત્ર ઔચિત્યનું પાલન. ૧૯. કંઠગત પ્રાણો વડે પણ ગહિત કૃત્યોમાં પ્રવૃત્તિનો અભાવ=પ્રાણાંતે પણ કુલને દૂષિત કરે તેવા નિદનીય અકાર્યનો ત્યાગ.” (યોગબિંદુ શ્લોક - ૧૨૬-૧૩૦)
ઇત્યાદિ=પ્રસ્તુત શ્લોકોમાં કહેલા શિષ્ટાચારોથી અન્ય શિષ્ટાચારોનું ગ્રહણ છે. તેની=શિષ્ટાચારની, પ્રશંસા=પ્રશંસન પુરસ્કાર આગળ કરવું એ પ્રકારનો અર્થ છે.
તે શિષ્ટાચારનું પ્રશંસન “તથા થી બતાવે છે – “ગુણોમાં યત્ન કરો, આટોપ વડે શું પ્રયોજન છે? ઘંટ વગાડવાથી ક્ષીર વિવજિત એવી ગાય વેચાતી નથી.” અને “અહીં=જગતમાં, લઘુ પણ શુદ્ધ આચારવાળા જીવો પ્રસિદ્ધિને પામે છે; ઇતર=મોટા પણ અશુદ્ધ આચારવાળા જીવો પ્રસિદ્ધિ પામતા નથી. અંધકારમાં પણ હાથીના દાંત દેખાય છે. હાથી દેખાતો નથી.”
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. મા ભાવાર્થ - (૩) શિષ્ટાચાર-પ્રશંસા તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે :
જેઓ સંયમમાં હોય, જ્ઞાનવૃદ્ધ હોય તેવા ત્યાગીઓની સેવાથી ઉપલબ્ધ થયેલા વિશુદ્ધ શિક્ષાવાળા મનુષ્યવિશેષો, શિષ્ટો છે. અને તેવા શિષ્ટપુરુષો જે આચરણા કરે તે શિષ્ટાચાર કહેવાય. તેવા શિષ્ટપુરુષોની આચરણાની હંમેશાં જે પ્રશંસા કરવી તે ગૃહસ્થનો સામાન્યધર્મ છે. તેથી જે ગૃહસ્થો ઉચિત પ્રવૃત્તિના પક્ષપાતી હોય તેઓ હંમેશાં શિષ્ટપુરુષોના આચારો પ્રત્યેના પક્ષપાતવાળા હોય છે. અને શક્તિ પ્રમાણે તે આચારોને જીવનમાં સેવવાનો પ્રયત્ન કરનારા હોય છે.
અહીં શિષ્ટાચારનું સ્વરૂપ યોગબિંદુના પાંચ શ્લોકોના ઉદ્ધરણથી બતાવેલ છે તે વિશેષથી યોગબિંદુ” ગ્રંથથી જાણવું. શિષ્ટાચારનું પ્રશંસન કઈ રીતે કરવું જોઈએ ? તે સ્પષ્ટ કરે છે – ગુણોમાં યત્ન કરવો જોઈએ. આટોપ વડે પ્રયોજન શું છે ? અર્થાત્ સ્વયં ગુણોમાં યત્ન ન કરતા હોય