________________
૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ ૫. જે વિવાહમાં માતા, પિતા, બંધુની સંમતિ ન હોય પરંતુ પરસ્પર કન્યા અને વર વચ્ચે અનુરાગ થવાથી સંબંધ થાય તે ગાંધર્વ વિવાહ છે.
૩. કોઈ પિતા કોઈ સાથે શરત કરે કે આ કાર્ય તું કરીશ તો તને આ મારી કન્યા આપીશ. એ પ્રકારના પણબંધથી કન્યા આપે તે આસુરવિવાહ છે; કેમ કે તે રીતે કરવાથી કન્યાનું અહિત થવાનો સંભવ રહે.
૭. કોઈ માતા, પિતા કન્યા આદિની ઇચ્છા વગર પોતાના બળથી કન્યાનું ગ્રહણ કરે તો તે રાક્ષસવિવાહ છે. ૮. સૂતેલ પ્રમત્તકન્યાને ગ્રહણ કરે તે પૈશાચવિવાહ છે.
આ ચાર વિવાહ અધર્મરૂપ છે. આ અધર્મરૂપ વિવાહથી પણ વર-કન્યાને અનપવાદ પરસ્પર રુચિ થાય અર્થાત્ પોતાના કુળને ઉચિત ધર્મ કરવામાં વ્યાઘાત ન થાય તેવી પરસ્પર રુચિ થાય તો તે ચાર પ્રકારના અધર્મરૂપ વિવાહ પણ ધર્મરૂપ બને છે; કેમ કે શુદ્ધ સ્ત્રીની પ્રાપ્તિ કરવી તે વિવાહનું ફળ છે. અને આ અધર્મરૂપ ચારેય પ્રકારના વિવાહથી પણ કોઈને ધર્મમાં સહાયક થાય તેવી સ્ત્રીની પ્રાપ્તિ થઈ હોય તો તે વિવાહથી તે ગૃહસ્થનું હિત થાય છે, માટે તે વિવાહ પણ ધર્મરૂપ કહેવાય છે. ધર્મમાં સહાયક એવી શુદ્ધ સ્ત્રીની=પત્નીની, પ્રાપ્તિનું ફળ :
૧. સુંદર પુત્રની સંતતિની પ્રાપ્તિ છે. ૨. અનુપહિત ચિત્તવૃત્તિ છે=પરસ્પર ક્લેશ નહિ થવાથી બંનેની ચિત્તવૃત્તિ હણાતી નથી પરંતુ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત કૃત્યને અનુકૂળ ચિત્તવૃત્તિ રહે છે. ૩. ગૃહકૃત્યનું સુવિહિતપણું ગૃહસ્થનાં ગૃહકૃત્યો સારી રીતે થાય તે, શુદ્ધ સ્ત્રીના લાભનું ફળ છે. ૪. અભિજાત્ય આચારોનું વિશુદ્ધપણું પોતાના કુળના સુંદર આચારોનું વિશુદ્ધ પાલન, શુદ્ધ સ્ત્રીના લાભથી થાય છે. ૫. દેવ, અતિથિ, બાંધવાદિનો નિર્દોષ સત્કાર એ સુંદર પ્રકૃતિવાળી સ્ત્રીની પ્રાપ્તિથી થાય છે. તેથી ગૃહસ્થનું જીવન કાલુષ્ય વગરનું અને સ્વમુલને ઉચિત એવા આચારોને પાળવા માટે સમર્થ બને છે. સ્ત્રીના શીલના રક્ષણના ઉપાયો - વળી, સ્ત્રીના શીલના રક્ષણના ઉપાયો આ છે –
૧. ગૃહકૃત્યોમાં સ્ત્રીને પ્રવર્તાવવી. જેથી યુવાવસ્થામાં નવરી - એકલી બેસીને નિરર્થક વિચારોમાં ચિત્તને પ્રવર્તાવી કામવિકારથી તે પીડાય નહિ.
૨. પરિમિત અર્થનો સંયોગ :- પુરુષ આખો દિવસ ધન પાછળ રહે તો સ્ત્રીની ઇચ્છા સંતોષાય નહિ તેથી સતત અસંતુષ્ટ મનવાળી તેને વિકારો સતાવે તેથી કુલીન પણ સ્ત્રીશીલનું રક્ષણ કરી શકે નહિ માટે પુરુષે પરિમિત અર્થઉપાર્જનમાં યત્ન કરવો જોઈએ.
૩. અસ્વતંત્રતા : યુવાન સ્ત્રીને એકલી ઇચ્છા પ્રમાણે જવાની સ્વતંત્રતા આપવામાં આવે તો ગમે ત્યાં જાય, ગમે તે પ્રવૃત્તિ કરે જેથી યૌવનના ઉન્માદને કારણે શીલ નાશ થવાનો પ્રસંગ આવે તેથી તેને સ્વતંત્રપણાથી જવાનો નિષેધ કરવો પરંતુ સદા વડીલોને પૂછીને જ ઉચિત સ્થાને જવાની અનુજ્ઞા આપવી. તે સ્ત્રીના શીલના રક્ષણનો ઉપાય છે.