________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ થાય તે ઉચિત વિવાહ કહેવાય. વળી, શીલ એટલે મદ્ય, માંસ, રાત્રિભોજન આદિ જે અનુચિત પ્રવૃત્તિ છે તેનો પરિવાર જે કુલમાં થતો હોય તે શીલવાળાં કુળો કહેવાય. સમાનકુળ અને સમાનશીલવાળા સાથે વિવાહ કરવો તે સામાન્યથી ગૃહસ્થનો ધર્મ છે; કેમ કે તેમ કરવાથી ગૃહસ્થનું જીવન પરસ્પર ક્લેશ વગરનું અને આલોક-પરલોકના હિતનું કારણ બને તેવું થાય છે. જો કે ભોગની પ્રવૃત્તિ ધર્મમય બનતી નથી, તોપણ ગૃહસ્થને તે પ્રકારની માનસિક સ્થિતિ છે તેથી પૂર્ણ સંયમ પાળી શકે તેમ નથી, તેવા ગૃહસ્થ સમાન કુલ-શીલવાળા સાથે વિવાહ કરે તો અન્ય ઉચિત ધર્મની પ્રવૃત્તિઓ તેઓ કરી શકે છે. તેથી તે અન્ય ઉચિત પ્રવૃત્તિમાં કારણ વિવેકપૂર્વકનો કરાયેલો વિવાહ છે. જેથી આવા વિવાહકર્મને પણ ધર્મ કહેલ છે.
અને વિવાહના વિષયમાં લૌકિકનીતિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
બાર વર્ષની સ્ત્રી અને સોળ વર્ષનો પુરુષ વિવાહયોગ્ય છે; કેમ કે બાર વર્ષની કન્યા થયા પછી તે પ્રકારના દેહના વિકાસને કારણે વિકારો થવાનો પ્રારંભ થાય છે અને તે ઉંમરમાં વિવાહ થાય તો તે શીલની મર્યાદાવાળી થઈ શકે અને જો વિલંબથી વિવાહ કરવામાં આવે તો માનસ વિકારાદિને કારણે કુલીન પણ ગૃહસ્થની પુત્રી શીલસંપન્ન બને નહિ. તેથી લોકનીતિ અનુસાર બારવર્ષની કન્યા અને સોળ વર્ષના પુરુષને વિવાહયોગ્ય કહ્યો છે. પુરુષ પણ સોળ વર્ષનો થાય ત્યારે દેહના વિકાસ અનુસાર વિકારવાળો બને છે. તેથી તે સમયે લગ્ન થવાથી કુલની મર્યાદાને સાચવનાર બને છે. વિલંબથી લગ્ન કરવામાં કુલમર્યાદા ભંગ થવાના પ્રસંગો આવે.
વળી, વિવાહપૂર્વકનો સ્ત્રી-પુરુષનો પરસ્પર વ્યવહાર કુટુંબનું ઉત્પાદન કરે છે અર્થાત્ પુત્રાદિ પરિવારનું ઉત્પાદન કરે છે અને કુટુંબનું પરિપાલન કરે છે. તથા ચાર વર્ણને કુલીન કરે છે.
વળી, સ્ત્રી-પુરુષનો વિવાહ યુક્તિથી વરવાની ક્રિયા છે અને તે અગ્નિદેવાદિની સાક્ષીએ પાણિગ્રહણરૂપ છે. આ વિવાહને લોકમાં આઠ પ્રકારનો કહ્યો છે. ૧. જેમ કોઈ પિતા કન્યાને અલંકારોથી અલંકૃત કરીને આપે તો તે વિવાહ બ્રાહ્મવિવાહ છે. ૨. કોઈ પિતા પોતાના વૈભવના વ્યયથી અર્થાત્ ઠાઠમાઠથી કન્યાનું દાન કરે તે પ્રાજાપત્ય વિવાહ છે. ૩. ગાયના યુગલના દાન-પૂર્વક કન્યાને આપે તે આર્ષવિવાહ છે. ૪. યજ્ઞ માટે આવેલા બ્રાહ્મણને કન્યાના પ્રદાનરૂપ દક્ષિણા આપે તે દેવવિવાહ છે.
આ ચાર વિવાહ લોકમાં ધર્મ તરીકે સ્વીકારવામાં આવે છે; કેમ કે આ રીતે વિવાહ થયેલ હોય તો તે ગૃહસ્થ ઉચિત રીતે દેવાદિના પૂજનાદિ પોતાના આચારોનું સભ્યપાલન કરી શકે તેમાં તે વિવાહ અંતરંગ કારણ બને છે. આશય એ છે કે જે પિતાએ પોતાનાં કુલ-શીલાદિનો વિચાર કરીને પુત્રીને આ ચાર પ્રકારના વિવાહથી આપેલ હોય તે કન્યા પણ ઉચિત વરને પ્રાપ્ત કરીને ગૃહસ્થને ઉચિત દેવપૂજાદિ સર્વ વ્યવહાર સમ્યફ કરી શકે અને તે પુરુષ પણ ઉચિત કન્યાને પ્રાપ્ત કરી દેવા-પૂજાદિ સર્વ વ્યવહાર સમ્યફ કરી શકે છે. તેથી આ ચાર વિવાહ ધર્મની નિષ્પત્તિનાં અંગ હોવાથી ધર્મરૂપ કહેવાય છે.