________________
૨૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ ઉપરમનો પ્રસંગ હોવાથી=જ્ઞાન અને ક્રિયાના નાશનો પ્રસંગ હોવાથી, અધર્મ જ થાય. અને કહેવાય છે –
“વૃત્તિનો ઉચ્છેદ થયે છતે આજીવિકાનો ઉચ્છેદ થયે છતે ગૃહસ્થની સર્વક્રિયાઓ સીાય છે. વળી નિરપેક્ષને આજીવિકાના ઉચ્છેદ પ્રત્યે નિરપેક્ષ એવા ગૃહસ્થને, સંપૂર્ણ સંયમ જ યુક્ત છે સંગત છે.” (પંચાશક-૪/૭) ૧૫ ભાવાર્થ :
ગૃહસ્થને વ્રતગ્રહણ પૂર્વે અને વ્રતગ્રહણ કર્યા પછી સેવવા યોગ્ય આચારો પાંત્રીસ છે. તે પાંત્રીસ આચારો સામાન્યથી ધર્મરૂપ છે. તેમાં પ્રથમ “ન્યાયાર્જિત ધન' છે. (૧) ન્યાયાર્જિત ધન પ્રાપ્ત કરવું તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે -
ન્યાયાર્જિત ધન તે સામાન્યથી ગૃહસ્થ ધર્મ છે. જે ગૃહસ્થ સ્વામીદ્રોહ આદિ ગર્લ્સ પ્રવૃત્તિના પરિહારથી અર્થ ઉપાર્જન કરે છે. તેઓથી ઉપાર્જિત ધનને ધર્મ કહેવાય છે.
અહીં પ્રશ્ન થાય કે ધર્મ તો જીવનો અંતરંગ પરિણામ છે તેને બદલે સદાચારથી ઉપાર્જિત ધનને ધર્મ કેમ કહ્યો ? તેથી કહે છે –
જેમ ધર્મ આ લોક અને પરલોકમાં હિતકારી છે. તેમ ન્યાયાર્જિત એવું ધન ગૃહસ્થને આ લોક અને પરલોકમાં હિતકારી છે માટે ધનને જ ધર્મ કહેલ છે.
ન્યાયાર્જિત ધન આ લોકમાં હિતકારી કઈ રીતે છે ? તેથી કહે છે –
ન્યાયપૂર્વક કમાયેલું ધન હોવાથી ગૃહસ્થને રાજાદિ તરફથી ભય રહેતો નથી. અને તે ધનનાં ફળ પોતે ભોગવે છે અને પોતાની ઇચ્છાનુસાર મિત્ર-સ્વજનાદિમાં તેનો ઉપયોગ કરે છે. તેથી તેનું ધન આ લોકમાં હિતકારી છે. વળી, આ રીતે પ્રાપ્ત થયેલું ધનું ભદ્રક પ્રકૃતિવાળા જીવો સત્પાત્રમાં વાપરે છે. અર્થાત્ ભગવદ્ભક્તિ, સુસાધુની ભક્તિ આદિમાં તેનો ઉપયોગ કરે છે. અને દીનાદિ જીવો પ્રત્યે કૃપાથી ધનનો ઉપયોગ છે. તેથી તે ધનથી, તે આત્માનું પરલોકમાં હિત થાય છે. અને ધર્મ હંમેશાં આ લોક-પરલોકમાં હિત કરનાર છે તેથી ન્યાયાર્જિત ધનને ધર્મ કહેલ છે.
વસ્તુતઃ ધન કમાતી વખતે અન્યાયના પરિહારનો જે ઉત્તમ પરિણામ છે અને પ્રાપ્ત થયેલા ધનનો સતુપાત્રાદિમાં વ્યય કરે છે તે વખતે થતો જીવનો પરિણામ ધર્મ છે તોપણ તે પરિણામના અંગભૂત એવા ધર્મને પણ અહીં ધર્મ કહેલ છે. વળી, અહીં ગૃહસ્થપણામાં આવું ધન ધર્મનિષ્પત્તિમાં પ્રધાન કારણ છે માટે સૌ પ્રથમ ન્યાયાર્જિત ધનને ધર્મ કહેલ છે અને જે ગૃહસ્થ પાસે ધન નથી તે ગૃહસ્થ પોતાનો નિર્વાહ કરી શકતા નથી અને પોતાનો નિર્વાહ દુષ્કર હોવાથી તે ગૃહસ્થથી શ્રુત અધ્યયન અને ધર્મની ક્રિયા પણ થતી નથી. તેથી તેઓને અધર્મની જ પ્રાપ્તિ થાય છે. તેથી એ ફલિત થાય કે ગૃહસ્થ અવસ્થામાં શાસ્ત્ર-અધ્યયન અને ઉચિત ધર્મક્રિયા કરવામાં પ્રધાન કારણ એવું ન્યાયપૂર્વક પ્રાપ્ત થયેલું ધન છે. માટે વિશેષ પ્રકારના ધર્મની નિષ્પત્તિનું કારણ હોવાથી ન્યાયાર્જિત ધનને ધર્મ કહેલ છે. ના