________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / બ્લોક-૫ થી ૧૪
ન્યાયાર્જિત ધન :
ત્યાં ત્યાઘાજિત ધન નામના પ્રથમ ગૃહસ્થ ધર્મમાં, ન્યાય શું છે? તે સ્પષ્ટ કરે છે. સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વસિત પુરુષને ઠગવું, ચૌર્યાદિ, ગર્ધ પ્રવૃત્તિથી અર્થનું ઉપાર્જન કરવું, તેના પરિહારથી અર્થતા ઉપાર્જનના ઉપાયભૂત પોતપોતાના વર્ણને અનુરૂપ સદાચાર થાય છેઃનીતિ છે તેનાથી ન્યાયથી, અજિત=સંપાદિત એવું ધન, એ જ ધર્મ છે. અહીં પ્રશ્ન થાય કે ન્યાયાર્જિત ધન જ ધર્મ કેમ છે ? એથી કહે છે –
હિં=જે કારણથી, વ્યાયાજિત એવું ધન અશકતીયપણાથી સ્વશરીર દ્વારા તેના=ધનના, ફળનો ભોગ હોવાથી અને મિત્ર-સ્વજનાદિમાં સંવિભાગકરણ હોવાથી ઈહલોકના હિત માટે છે. જે કારણથી કહે છે.
સર્વત્ર પવિત્ર, વીરપુરુષો સ્વકર્મના બળથી ગર્વિત હોય છે અને સ્વકર્મથી નિંદિત એવા પાપી સર્વત્ર શંકિત હોય
સપાત્રમાં વિનિયોગને કારણે=ન્યાયાર્જિત ધનનો સપાત્રમાં વિનિયોગ કરવાને કારણે અને દીનાદિમાં કૃપાથી વિતરણ કરવાને કારણે પરલોકના હિત માટે થાય છે અને ધાર્મિક પુરુષના ધનનું શાસ્ત્રાન્તરમાં દાનનું સ્થાન કહેવાય છે અને તે “યથા'થી બતાવે છે.
પાત્રમાં અને દીનાદિવર્ગમાં પોષવર્ગના અવિરોધથી વિધિપૂર્વક દાન ઇચ્છાય છે. અને પોતાનાથી અપાતું એવું જે વિરુદ્ધ નથી=દાયક અને ગ્રાહક બંનેને બાધાકારી નથી, એવું દાન ઇચ્છાય છે” એમ અવય છે. (યોગબિંદુ શ્લોક૧૨૧).
વળી અન્યાયોપાત્ત અન્યાયથી મેળવેલું ધન લોકઠયમાં પણ અહિત માટે જ છે. આલોકમાં વિરુદ્ધકારી જીવોનેઅન્યાયથી ધન મેળવનારા જીવોને, વધ-બંધનાદિ દોષો છે અને પરલોકમાં તરકાદિગમનાદિ દોષો છે. જોકે કોઈક જીવને પાપાનુબંધી પુણ્યના ઉદયથી ઈહલોકિક આપત્તિ દેખાતી નથી, તોપણ ભવિષ્યમાં પરલોકમાં, અવયંભાવિ જ છે=નક્કી આપત્તિ છે. જે કારણથી કહેવાયું છે –
પાપ વડે જ અર્થરાગમાં અંધ થયેલા પુરુષ ક્વચિત્ જે ફળ પ્રાપ્ત કરે છે તેzતે પાપ, બડિશ આમિષની જેમ=માછલી પકડવાના કાંટા ઉપર રાખેલા માંસના ટુકડાની જેમ તેનો નાશ કર્યા વગર જીર્ણ થતું નથી=નાશ પામતું
નથી.”
એથી ન્યાય જ પરમાર્થથી અર્થઉપાર્જનના ઉપાય, ઉપનિષદ્ છે=રહસ્ય છે, જેને કહે છે –
“જેમ દેડકાંઓ પાણીના હવાડા તરફ આવે છે, જેમ પક્ષીઓ પૂર્ણ સરોવર તરફ આવે છે, તેમ શુભકર્મોને વિવશ=પરવશ, સર્વસંપત્તિઓ આવે છે.”
અને આવું ઘન ગૃહસ્થપણામાં પ્રધાનકારણપણાથી ધર્મપણારૂપે આદિમાં બતાવેલું છે. અન્યથા તેના અભાવમાં ધનના અભાવમાં, નિવહતા વિચ્છેદને કારણે ગૃહસ્થતા સર્વશ્રત અને ક્રિયાના