________________
૧૫
ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૩
વળી, સર્વજ્ઞના વચનાનુસાર કરાયેલું અનુષ્ઠાન પણ મૈત્રાદિભાવપૂર્વક કરવામાં આવે તો ધર્મ બને, અન્યથા, નહિ. તેથી એ ફલિત થાય કે જે મહાત્માનું ચિત્ત જગતના સર્વ જીવો પ્રત્યે સ્નેહના પરિણામરૂપ મૈત્રી ભાવવાળું છે તેથી કોઈ જીવનું અહિત ન થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરનારું છે. વળી, તે મહાત્માને ગુણવાન જીવોના ગુણના પક્ષપાતનો પરિણામ છે, દુઃખી જીવો પ્રત્યે કરુણાનો પરિણામ છે અને અયોગ્ય જીવ પ્રત્યે દ્વેષ ન થાય પરંતુ મધ્યસ્થ ભાવ રહે તેવો પરિણામ છે, તેવા મહાત્મા પોતાની શક્તિનો ગોપવ્યા વગર, ભગવાને પોતાની ભૂમિકા અનુસાર જે અનુષ્ઠાન જે રીતે કરવાનું કહ્યું છે તે રીતે કરતા હોય તો તેઓનું અનુષ્ઠાન ધર્મ છે.
અહીં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. શંકા કરીને સમાધાન કરે છે – પૂર્વમાં કહ્યું એ રીતે અવિરુદ્ધ વચનથી, શાસ્ત્રમાં કહ્યું તે પ્રમાણેનું અનુષ્ઠાન ધર્મ છે. તેમ સ્વીકારીએ તો વચનાનુષ્ઠાન ધર્મ છે એ પ્રમાણે પ્રાપ્ત થાય. અને તેમ સ્વીકારીએ તો પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં ધર્મનું લક્ષણ પ્રાપ્ત થાય નહિ; કેમ કે પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાન ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે યથાર્થ થતું નથી. માટે પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાનમાં ધર્મનું લક્ષણ જશે નહિ. અને અસંગાનુષ્ઠાન ભગવાનના વચનથી નિયંત્રિત પ્રવૃત્તિરૂપ નથી પરંતુ જીવના અસંગ ભાવ સ્વરૂપ પરિણામોને કારણે સહજથી ઉચિત પ્રવૃત્તિરૂપ છે માટે અવિરુદ્ધ વચનથી જે કરાતું હોય તે ધર્મ તે પ્રકારનું લક્ષણ અસંગાનુષ્ઠાનમાં ઘટે નહિ. આ પ્રકારની શંકા કરીને તેનું સમાધાન કરતાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. કહે છે. પ્રસ્તુત ધર્મનું લક્ષણ પ્રત્યાદિ ચાર અનુષ્ઠાનમાં સંગત છે; કેમ કે વચનના વ્યવહારની ક્રિયારૂપ ધર્મનું જ અહીં લક્ષ્યપણું હોવાને કારણે પ્રીત્યાદિ ત્રણ અનુષ્ઠાનમાં અવ્યાપ્તિ નથી.
આશય એ છે કે ભગવાનના વચનાનુસાર જે ઉચિત વ્યવહાર છે તે વ્યવહાર અનુસારી ક્રિયારૂપ ધર્મને જ ગ્રંથકારશ્રીએ લક્ષ્ય કરીને ધર્મનું લક્ષણ કર્યું છે. તેથી પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાનવાળા જીવો પણ જે ધર્મની ક્રિયા કરે છે તે ભગવાને બતાવેલા વ્યવહારને અનુરૂપ ક્રિયા સ્વરૂપ છે. ફક્ત ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરવાની ઇચ્છાથી તેઓ કરતા હોય છે. છતાં તથા પ્રકારની શક્તિના સંચયના અભાવને કારણે ત્રુટીવાળું અનુષ્ઠાન બને છે. માટે ભગવાને બતાવેલ ક્રિયાનુસાર કરવાની ઇચ્છાથી પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાન થતું હોવાથી ધર્મનું લક્ષણ ત્યાં સંગત થાય છે. અને અસંગાનુષ્ઠાનવાળા જીવો જે કાંઈ ઉચિત પ્રવૃત્તિ કરે છે તે સર્વ ભગવાનના વચનના સ્મરણપૂર્વક નહિ હોવા છતાં ભગવાને બતાવેલ વ્યવહાર અનુસાર ક્રિયારૂપ છે. તેથી અસંગાનુષ્ઠાનમાં પણ પ્રસ્તુત ગ્રંથમાં કરાયેલ ધર્મનું લક્ષણ અવ્યાપ્ત થતું નથી.
વસ્તુતઃ પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન ઇચ્છાગત જાતિવિશેષ છે. અર્થાત્ પ્રીતિ અનુષ્ઠાનમાં કરાતા અનુષ્ઠાન પ્રત્યે પ્રતિ વર્તે છે અને ભક્તિ અનુષ્ઠાનમાં અનુષ્ઠાનથી નિષ્પન્ન થતા ગુણો પ્રત્યે ભક્તિ વર્તે છે. તેથી અનુષ્ઠાન કરવાની ઇચ્છાગત પ્રીતિત્વ અને ભક્તિત્વ જાતિ છે. તેથી પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાનનો ભેદ છે. અને ભગવાનના વચનના સ્મરણથી નિયંત્રિત પ્રવૃત્તિવાળું વચનાનુષ્ઠાન છે અને આ ત્રણેયથી ભિન્ન અનુષ્ઠાન અસંગાનુષ્ઠાન છે. અર્થાત્ પ્રીતિ કે ભક્તિપૂર્વક અનુષ્ઠાન કરાતું નથી કે