________________
કે નિર્બળ દક્ષ સારા કે પ્રમાદી? સંસાર એક દિ ખાલી થશે કે કેમ? ભવસિદ્ધિક તથા અભયસિદ્ધિક આદિનું વિવેચન હૃદયંગમ બન્યું છે. ત્રીજામાં નરકનું વર્ણન, વિષ્ણુએના ભાગવતમાં પણ આ વિષય કેવી રીતે ચર્ચા છે? તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય મર્યાદા વર્ણવાઈ છે. ચોથામાં પુદ્ગલેનું પરિણમન, તેની વિચિત્રતા, તેની અનંત શક્તિ, પરમાણુનું લક્ષણ, તેમાં વર્ણ—ગંધ-રસ-સ્પર્શ કેટલા હોય છે? ચાર અને આઠ સ્પર્શીનું વર્ણન, સ્કંધ કેને કહેવાય? બે પ્રદેશથી લઈયાવત અનંત અનંત સ્કંધ હોય છે, તેનું સંઘટન અને વિધાન, ભેદ-છદ, તેમાં વદિ તથા પરિવર્તન કેવી રીતે થાય છે? જુગલપરાવર્ત કોને કહેવાય? અને તેને પ્રકારે. પાંચમામાં કષાય, પાપસ્થાનકે અને લશ્યા વગેરેનું વિવેચન છે. છઠ્ઠામાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણનું રહસ્ય, વાસ્તવમાં ગ્રહણ શી ચીજ છે, પર્વ રાહુ અને નિત્ય રાહુ કેને કહેવાય છે? તેમના વિમાનેનું વર્ણન, ગ્રહણ અશુભ શા માટે મનાય છે? તેને ફેટ તથા ચંદ્રબલ અને તારાબળનું સ્વરૂપ પણ દર્શાવાયું છે. સાતમા ઉદ્દેશામાં લેકને વિસ્તાર, આકાર, પ્રકાર, શાશ્વત અને નિત્ય સ્થિતિ. નરકાવાસની સ્થિતિ, સંખ્યા તથા જીવની રખડપટ્ટી શા માટે ? દેના ભેગ વિલાસનું પરિણામ. જીવ માત્ર સાથે થયેલા અનંત સંબંધ, નાટકમાં જેમ એકની એક વ્યક્તિ વિવિધ પાઠ ભજવે છે અને વિવિધ વેશપરિવર્તન કરે છે તેમ પ્રત્યેક જીવ કર્મોના પરિણામે કેવી કેવી ગતિમાં પરિભ્રમણ કરે છે અને કેવા કટુ વિપાકે ભેગવે છે ઈત્યાદિનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. નાગપૂજા શા માટે? દેના ચાર પ્રકાર-દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, ભાદેવ અને દેવાધિદેવનું સ્વરૂપ, તેમની જઘન્ય ઉત્કૃષ્ટ આયુસ્થિતિ, વૈક્રિય શરીરની