Book Title: Granthtraya Anushilan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
Catalog link: https://jainqq.org/explore/004899/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારી શ્રી પ્રશમરતિ શ્રી યોગષ્ટિ સમુયો ( 666 ગ્રંથશ્રય અનુશીલના સંકલન : સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ Eggsી સંકલન : સુનંદાબહેન વોહોરા AAA | શ્રી શાંતસુધારસ II), શ્રી પ્રશમરતિ 'શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય) l - Fee all I Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથણય અનુશીલના સંકલન : સુનંદાબહેન વોહોરા પ્રકાશક : આનંદ સુમંગલ પરિવાર અમદાવાદ-અમેરીકા. પ્રથમ આવૃત્તિ : માર્ચ, ૨૦૧૦ ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક (૨૬૦૯) નકલ : ૮00 પ્રાપ્તિ સ્થાન : સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : (૦૭૯) ૨૬૫૮૭૯૫૪ સમય : સાંજે ૫ થી ૭ મુદ્રક : પરાગભાઈ શાહ શાલિભદ્ર ઓફસેટ પ્રિન્ટર્સ ગંજબજાર, જુના માધુપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : (૦૭૯) ૨૨૧ ૨૧ ૨૨૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩. પૂ. આચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ જન્મ : વિ.સં. ૨૦૦૨ દીક્ષા : વિ. સં. ૨૦૧૩ આચાર્યપદ : વિ.સં. ૨૦૪૫ ધત ત્વ, ‘નાસી જાસી, હમ થિર વાસી...' ‘યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રન્થ ભીતરી દશાને ચકાસવા માટેનો ગ્રન્થ છે. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં સાધકની ભીતરી દશા કેવી હોય છે ? આઠ દૃષ્ટિની સજઝાયની એક કડી યાદ આવે; ‘બાલ્ય ધૂલીઘર લીલા સરખી, ભવલીલા ઈહાં ભાસે રે...' વૈભાવિક ક્રિયાઓ અર્થશૂન્ય લાગવા માંડે છે અહીં. નાનાં બાળકો વરસાદથી ભીંજાયેલી રેતમાં ઘર બનાવે અને પછી પાટુ મારી તોડી નાખે; એનો લગાવ-એટેચમેન્ટ એ ઘર સાથે નથી હોતો; આવું જ વલણ સાધકનું પાંચમી દૃષ્ટિમાં હોય છે. સ્થિરા દૃષ્ટિમાં ભેદાનુભૂતિ સ્પષ્ટ થયેલ હોય છે ત્યારે, વિભાવોના કોચલાથી પોતાના શુદ્ધ સ્વરૂપને છુટું પાડી શકાયું છે. પૂ. આનંદઘનજી મહારાજ કહે છે ‘નાસી જાસી, હમ થિર વાસી...' નાશવત્ત છે તે જવાનું છે, શરીર આદિ; પણ હું તો અનશ્વર છું, શાશ્વત છું. ઋષિવાણી યાદ આવે. ‘સનોદચં શાશ્વતીયં પુરાT:, ન હન્યતે હજમાને શરીરે...' ગીતાકાર આ જ શૃંખલામાં આગળ વધતાં કહે છે. “નૈનં છિન્નત્તિ શસ્ત્રાનિ, નૈનં વદતિ પાવર :” ન એને-આત્માને શસ્ત્રો છેદી શકે, ન એને અગ્નિ પ્રજાળી શકે. | આ અવિનાશીપણાની વાતની સરસ અભિવ્યક્તિ આઠદૃષ્ટિની સજઝાય (યોગદૃષ્ટિ સમુચ્ચયને સામે રાખીને મહોપાધ્યાય યશોવિજયજીએ રચેલી ગુજરાતી કૃતિ)માં આવી. Page #5 -------------------------------------------------------------------------- ________________ ‘અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનન્દ ઘન સુજસ વિલાસી, તે કિમ પરનો આશી રે...' સ્થિરા દૃષ્ટિમાં સાધકે પોતાના શાશ્વતીના લયને અનુભવે છે અને સ્વથી ભિન્ન પર-પુદ્ગલસમૂહને ઈન્દ્રજાળ જોતો હોય એ રીતે જુએ છે. વાસ્તવિક તો છે સ્વની જ દુનિયા. પૌગલિક દુનિયા તો છે આભાસી વિશ્વ, પડછાયાની માયાવી સૃષ્ટિ. | આ જ વાતની પુષ્ટિ મહોપાધ્યાયજીએ સમાધિશતકમાં કરી છે. ‘આતમભાવે મગન , સો સબ પુદ્ગલ ખેલ; ઈન્દ્રજાળ કરી લેખવે, મિલે ન તિહાં મન મેલ...' આત્મભાવમાં ડૂબેલ સાધક પુદ્ગલોના ‘ખેલ’ને ઈન્દ્રજાળની જેમ જુએ છે અને તેથી તેનું મન પુદ્ગલોના ખેલમાં ભળતું નથી. એક એક દૃષ્ટિનું આવું સચોટ વર્ણન ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રન્થમાં છે. એ ભૂમિકા પ્રાપ્ત કરવા માટે હૃદયની ભોમકાને શુદ્ધ કરવા માટે ‘શાંતસુધારસ’ ગ્રન્થ છે. અનિત્યાદિ ભાવનાઓનું અનુશીલન દેખાતા અનિત્ય-શરીરાદિને પેલે પાર રહેલ નિત્ય તત્ત્વ-આત્મ તત્ત્વ-જોડે આપણું અનુસંધાન રચી આપે છે. | ‘પ્રશમરતિ પ્રકરણ’ પ્રશમના આનંદને માણવાની કળાઓ શીખવીને ભીતરી આનંદલોકમાં સાધકનો પ્રવેશ કરાવે છે. | આવા ત્રણે ગ્રન્થરત્નોનું સંક્ષેપમાં અનુશીલન વિદુષી સુનંદાબહેને કર્યું છે. આ સંક્ષિપ્ત અનુશીલન ભાવકને તે તે ગ્રન્થને મૂળમાં વાંચવા માટે લાલાયિત કરશે. સુનંદાબહેન દ્વારા સ્વાધ્યાયનાં પુષ્પો પ્રભુચરણે સતત ધરાતા રહે એ જ મંગળ કામના. મહા વદિ-૮, ૨૦૬ ૬ ગિરનાર તીર્થ ali Ranga (યશોવિજય સૂરિ) Page #6 -------------------------------------------------------------------------- ________________ | ગ્રંથલેખનના સંદર્ભમાં - લગભગ ૧૯૮૯માં પૂજયપાદ આચાર્યશ્રી ભદ્રંકરસૂરીજીની નિશ્રા મળી. ત્યાર પછી જયારે લેખન થતું ત્યારે તેમના શુભાશિષરૂપ વચનો ગુંજતા. “નવતત્વ સરળ રીતે લખો, બધું સરળ લખવું.'' લગભગ ૧૯૯૧માં પૂજયપાદ આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજીની નિશ્રા મળી. તેઓએ તત્ત્વબોધ આપ્યો અને શુભાશિષ આપી કે “તત્ત્વબોધ ગ્રહણ ક્રો અને અન્ય જિજ્ઞાસુઓને શીખવો.” હમણાંજ બે વર્ષ પહેલાં પૂજયપાદ આગમવેત્તા શ્રી જંબૂવિજયજી કહેતા ‘‘તાત્ત્વિક વિષયમાં દેશ પરદેશમાં જિજ્ઞાસુઓ રસ લેતા થયા છે તેમાં સ્વપર શ્રેય છે.'' | વળી પ્રસ્તુત ગ્રંથમાં તો પૂજયપાદ આચાર્યશ્રી યશોવિજયસૂરિજીએ શુભાશિષ આપી છે કે આ સંક્ષિપ્ત અનુશીલન “ભાવળે તે તે ગ્રંથને મૂળમાં વાંચવા માટે લાલાયિત ક્રશે.” વળી ત્રણે ગ્રંથના મૂળ રચયિતાઓએ પણ પ્રકાર્યું છે કે અમે અમારા શ્રેય માટે આ નિરૂપણ કર્યું છે તેનો ભવ્યજીવો લાભ લેશે તે સૌનું કલ્યાણ છે. અર્થાત્ આ ગ્રંથલેખન મેં તો અનુપ્રેક્ષાના હેતુએ જ કર્યું છે. એમાં મેં આનંદ અનુભવ્યો, તેનો લાભ જિજ્ઞાસુઓને મળે એવી ભાવનાએ પ્રકાશિત કર્યું છે. લગભગ સીત્તેર જેવા પ્રકાશનોને જિજ્ઞાસુઓએ આનંદથી ઝીલ્યા છે. પૂજયપાદ આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીની શુભાશિષ મળી હતી કે “બહેન શુભ વિચારની છાબ લઈને આવે છે તેને સૌએ સુસ્વાગતમ્ ક્રવાનું છે. મારે પણ એ જ કહેવાનું છે કે સૌ સહૃદય આવકાર આપતા જ રહ્યા છે. આ પૂજયશ્રીઓના શુભાશિષ, મિત્રોનો સહૃદય આવકાર અને મારી લેખનરૂચિ, ત્રિવેણી સંગમનો સુભગ છે. આપણે સૌ પ્રસ્તુત ગ્રંથને અનુપ્રેક્ષામાં ઉતારી અનુભૂતિમાં જઈએ તેવી અભ્યર્થના. તે આ પ્રકાશનમાં ત્રણ ગ્રંથમાં વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ઉત્તરો ઉત્તર તાત્વિક ભૂમિકાનો વિકાસક્રમ છે. ૧. શ્રી શાંત સુધારસ યથાવામ ગ્રંથ છે. વિવિધ ભાવનાઓના ચિંતન દ્વારા જિજ્ઞાસુઓ શાંતરસ-સ્વાભાવિક-આત્મિક રસ માણી શકે તેવું છે. તેની ફળશ્રુતિ વૈરાગ્યનું સુખ છે. ૨. શ્રી પ્રશમરતિ ગ્રંથ સવિશેષ સાધુજનો માટે વૈરાગ્યરૂપી સુખના Page #7 -------------------------------------------------------------------------- ________________ વૈભવનો પ્રેરણાયુક્ત બોધદાયક ગ્રંથ છે. વળી તેમાં વિવિધ વિષયો સાધકને માટે નવીનતા અને રસપ્રદ સામગ્રી પૂરી પાડે તેવા છે. તેના સ્વાધ્યાય વડે જિજ્ઞાસુઓને આત્મલાભ થશે તે નિઃશંક છે. (૩) શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ નિતાંત તાત્ત્વિક છે. તેનું લેખન કરવા જેટલો મારો અભ્યાસ નથી પરંતુ લગભગ ત્રણેકવાર સ્વાધ્યાય કર્યા પછી મારા જેવા સાધકો ગ્રહણ કરે તેટલા જ ભાગનું અવતરણ કર્યું છે. જેથી આપણે આપણા શ્રુતવૈભવનો મહિમા સમજી શકીએ. તાત્વિક સાધનામાં યોગષ્ટિ ધણી જ ઉપયોગ થઈ શકે તેમ છે. ખરેખર તમે અહોભાવપૂર્વક સ્વાધ્યાય કરજો. નિર્દોષ પ્રસન્નતા પામશો. તે સંસ્કાર જન્માંતરીય બની સ્વપર સૌનું કલ્યાણ હો તેવી ભાવના સાથે. સુનંદાબહેન વોહોરા આવકાર અને સહકારના સત્સંગી મિત્રોને અભિવાદન શ્રી ધીરેન્દ્ર પ્રાણલાલ શાહ, એટલાન્ટા-અમેરીકા. સ્વ. શ્રી સુધાબહેનના સ્મરણાર્થે. શ્રી દીલીપભાઈ તથા સંઘવી પરિવાર, અમદાવાદ. શ્રી જયોતિબહેન કિરીટભાઈ શાહ, રાલે-અમેરીકા. શ્રી પ્રિતમબહેન સજ્જનસીંગ સીંઘવી, અમદાવાદ. શ્રી હર્ષિદાબહેન મહેન્દ્રભાઈ શાહ, એલ.એ.-અમેરીકા. શ્રી લક્ષ્મીબહેન ધરમશી શાહ, ન્યુજર્સી-અમેરીકા શ્રી ચંદ્રિકાબહેન મહેન્દ્રભાઈ પૂનાતર, મુંબઈ. ૧. ૨. 3. ૪. ૫. ૬. 9. ૮. શ્રી કંચનબહેન બાબુભાઈ શાહ, અમદાવાદ. (પ્રદીપભાઈ) શ્રી રજનીભાઈ શાહ, મુંબઈ ૯. ૧૦. શ્રી વીણાબહેન મહેન્દ્રભાઈ ખંધાર, એલ.એ.-અમેરીકા. ૧૧. શ્રી પલ્લવીબહેન સતીશચંદ્ર શાહ, ન્યુજર્સી-અમેરીકા. ૧૨. સ્વ. શ્રી અજીતના સ્મરણાર્થે, મૃદુલાબહેન, અમદાવાદ. ૧૩. શ્રી ઉષાબહેન જયોતિન્દ્રભાઈ શાહ, અમદાવાદ. ૧૪. શ્રી પ્રભાબહેન વી. શાહ, અમદાવાદ. ૧૫. શ્રી પાયલબહેન શાહ, અમદાવાદ. ૧૬. શ્રી મોનાબહેન ભૂપેન્દ્ર ોહોર, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ * સ્મરણાંજલિ * સ્વ. શ્રી સુધાબહેન તમારી ચિરવિદાયને લગભગ બે વર્ષ પૂરા થયા છતાં તમારી અંતિમ સમયની સ્વસ્થ મુદ્રા અમારા ચિત્ત પર અંકિત થયેલી છે. તમે સ્નેહભર્યું જીવન જીવ્યા અને અંત સમયે સમતાથી વિદાય થયા. તેમાંથી અમને ઘણી પ્રેરણા મળી છે. તેના કારણે શુભભાવથી પ્રેરાઈને અમે આત્મશ્રેયરૂપ પ્રસ્તુત ગ્રંથ તમારા સ્મરણાર્થે સૌને હાર્દિક ભાવે ભેટ ધરીએ છીએ. પ્રભુ તમારા આત્માને શાંતિ આપે તેવી અભ્યર્થના સાથે. લી. ધીરેન્દ્ર પ્રાણલાલ શાહ નિરાલી, સિદ્ધાર્થ ‘‘ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણી કહ્યો છે એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું માહાતમ્ય છે, એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને સુ વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ૯૩૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક રહસ્યોની ચિંતનયાત્રા ક જ (માધ્યમ : બાર ભાવનાઓ - અન્ય ભાવનાઓ સહિત) " : મા * - આધાર ગ્રંથો ૧. શ્રી શાંતસુધારસ : પૂ. 6. શ્રી વિનયવિજયજી મહારાજ આ વિવેચનકાર : પૂ. આ. શ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજ ક ૨, ધ્યાનદીપિકાઃ પૂ. શ્રી કેસરસૂરીશ્વરજી મહારાજ , કાર છે. છે s; છે. જો : - સંપાદક : સુનંદાબહેન વોહોરા છે ભગવાન મહાવીરે આ ભાવનાઓને નૌકાની ઉપમા આપી છે. નોકા સમુદ્રી યાત્રિકોને નિર્વિઘ્ન આનંદપૂર્વક સામે પાર લઈ જાય છે, તેમ આ ભાવનારૂપી નોન સાધને સંસારસાગરની || પેલે પાર મુક્તિથાને પહોંચાડે છે. સાધકે જીવન પર્યંત આ | ભાવનાઓમાંથી કોઈ પણ ભાવનાથી ભાવિત રહેવા પ્રયત્ન ક્રવો. જે સાધક આ ભાવનાઓનું છ માસ સુધી અનપેક્ષણ કરે છે તે || ચિત્ત વિશુદ્ધિ પામીને આંતરિક આનંદને માણે છે. ચિંતનયાત્રા ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુવે નમઃ ‍‍ “ વૈશ્વિક રહસ્યોની ચિંતનયાત્રા ඕ ඕ ඕ‍ થોડાં વર્ષો પહેલાં શ્રી શાંતસુધારસનું અધ્યયન કર્યું હતું. ત્યાર પછી પૂ. આ. શ્રી રત્નસુંદરજીને વંદન કરવાનું બન્યું ત્યારે તેઓશ્રીએ સંકેત કર્યો હતો કે ભાવનાઓની અનુપ્રેક્ષા કરો. તેમના આદેશને શિરોધાર્ય કર્યો. ત્યારે જ મનમાં એ ચિંતનની નોંધ લખવાની ભાવના હતી. પરંતુ તે મુલત્વી રહેતું. પરંતુ વળી ૨૦૦૯માં મનમાં પુનઃસ્ફુરણા થઈ. બાર ભાવનાઓની અનુપ્રેક્ષાનો પ્રારંભ કર્યો. તેમાં જે જે ભાવો થતાં તેની નોંધ કરતાં વિસ્તાર થતો ગયો અને તે લેખન બની ગયું. વિશ્વની રચના એટલે જડ ચૈતન્ય પદાર્થોના સંયોગ વિયોગ, તેના વાસ્તવિક સ્વરૂપને સમજવા, આ ભાવનાઓ વૈરાગ્યની જનની છે. વિશ્વમાં સૂક્ષ્મ જંતુથી માંડીને મહામાનવોની ચેતનાશક્તિના પ્રવાહમાં સમ-વૈષમ્ય જોવા મળે છે, તેને પ્રસ્તુત ગ્રંથમાં વિવિધ ભાવનાઓના ચિંતન દ્વારા અવતરિત કર્યું છે. ભૌતિક પદાર્થો અને અનેક સંયોગો સાથે નિરંતર સંબંધ ધરાવતી ચેતનની અનન્ય અને અદ્ભૂત શક્તિને સામાન્ય બુદ્ધિથી સમજી શકાતી નથી. ઘેરા ચિંતન દ્વારા તેને સમજી શકાય તેમ છે, તેનું માધ્યમ આ ભાવનાઓ છે. માનવ માત્ર કે જીવમાત્ર સુખ અને શાંતિ ઈચ્છે છે, પરંતુ પ્રાયઃ દુઃખ જોવા મળે છે, તેવી વિષમતાનું કારણ તે જાણતો નથી. આ ભાવનાઓ સાચા સુખ શાંતિનો અભિગમ પ્રદાન કરી શકે છે. તેથી ગ્રંથકાર ‘ઉ. શ્રી વિનયવિજ્યજી’એ આ ગ્રંથનું નામ ‘શ્રી શાંતસુધારસ' આપ્યું છે, તે યથાર્થ છે. જો કે આ એક ધાર્મિક અવતરણ હોવા છતાં જીવનની શાંતિ પ્રાપ્ત કરવાની તેમાં અનેક ચાવીઓ આપી છે. તેને ચિંતન દ્વારા આત્મસાત્ કરી શકાય તેમ છે. Jain Education tenational આત્મશાંતિની શોધ આત્માની સમશ્રેણીમાં કરવાની છે, તે કેવળ બુદ્ધિ દ્વારા થઈ શકે તેમ નથી. હજારો માઈલનો પ્રવાસ કરનારો માનવ એક તસુથી પણ નજીક એવી આત્મશાંતિને માણી શકતો નથી કારણકે તે એનાથી અજ્ઞાત છે. કેવળ જ્ઞાન દ્વારા જ એ આત્મશાંતિ પામી શકે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથમાં જણાવ્યું છે કે અનુપ્રેક્ષા એટલે વારંવાર ચિંતવવું. ચિંતન-વિચાર તો અનેક પ્રકારના હોય છે. અત્રે ચિંતનની વિશિષ્ટતા બાર ભાવનાઓથી જણાવી છે કે “ભવ્યજનાનંદજનની''. ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્તિ નિફ્ટ હોય તેમને આનંદ આપનારી આ અનુપ્રેક્ષા હીશ.” - સાધનાત્માને જે સાંભળતા આંતરિક આનંદ મળે તેવી આ ભાવનાઓ બાર પ્રકારની છે. અત્યંત નાજુક વ્યાખ્યા બતાવે છે કે જે વિનાશી છે તે અનિત્ય, જેમાં કોઈ શરણ નથી તે અશરણ છે. પરિભ્રમણરૂપ સંસાર છે. જયાં એકમાં સુખ છે તે એકત્વ છે. જે સર્વથી ભિન્ન છે તે અન્યત્વ છે. સપ્તધાતુયુક્ત મલિન દેહ અશુચિ છે. કર્મ વર્ગણાનું આત્મ પ્રદેશે આવવું તે આસવ છે. તે કર્માસવનું અટકવું તે સંવર છે. તે કર્માસવનું નિર્જરવું તે નિર્જરા છે. જીવાદિ છ દ્રવ્યોના સમૂહનું સ્વતંત્ર પરિણમન તે લોક છે. અતિદુર્લભતાએ જેની પ્રાપ્તિ થાય છે તે બોધિદુર્લભ છે. જીવને દુઃખમુક્ત કરાવનાર સ્વસ્વરૂપધર્મ તે ધર્મ પ્રભાવના છે. આનું વિસ્તૃત સ્વરૂપ હવે જોઈશું. તેને જાણજો અને માણજો. આ ઉપરાંત અન્ય ભાવનાઓનો સંગ્રહ સાથે પ્રકાશ્યો છે. હે ભવ્યાત્મા ! આ દુષમ કાળમાં કેવા ઉત્તમ યોગ, સત્ સાહિત્યની ઉપલબ્ધિ અને સક્ષમ ઈન્દ્રિયાદિ મળ્યા છે. કોઈ પુણ્યશાળી, આત્મશાંતિનો શોધક જ એ સમજી શકશે. પૂર્વના આરાધનના બળે, વર્તમાનની ઉત્તમ ભાવનાનું કંઈક અવેજ તારી પાસે હોય તો આ ભવમાં ભૂલ્યા વગર પૂર્વના પ્રવાહને આગળ વધારજે અને સુખ સાગરમાં ડૂબકી લગાવજે. વાસ્તવમાં આ વિવિધ ભાવનાઓ પાત્ર જીવો માટે વૈરાગ્યપ્રેરક, હિતકારી, શાંતિદાતા છે. અત્રે વિશેષતા એ છે કે દરેક ભાવના સ્વને ઉદ્દેશી ચિંતનરૂપે છે. કેવળ અનુલેખન નથી. તેથી સાધક પોતાને એ પદ્ધતિથી જોડશે કે તેની ચિંતન યાત્રા કરશે તે અવશ્ય જીવનને સાર્થક કરશે. ચાલો આપણે એ ભાવના સાગરના પ્રવાસી થઈએ. - સુનંદાબહેન વોહોરા ચિંતનયાત્રા Page #13 -------------------------------------------------------------------------- ________________ આધારિત ગ્રંથ, ગ્રંથકર્તા અને ભાવાર્થ લેખકનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત શાંતસુધારસ ગ્રંથના મૂળ નિર્માતા પૂજ્યપાદશ્રી વિનયવિજ્યજી મહોપાધ્યાય છે. ગ્રંથના વિવેચનકાર સ્વ. આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજ છે. જેમણે આ ગ્રંથને જનભાષમાં અવતરિત કર્યો છે. જેમાં બારભાવનાઓનું મનનીય સ્વરૂપ આલેખ્યું છે. લગભગ ત્રણસો વર્ષ પહેલા ગ્રંથકાર પૂ. ઉ. શ્રી વિનયવિજયજીએ જૈનશાસનની શોભારૂપ ગદ્ય અને પદ્યમાં અમૂલ્ય તત્ત્વજ્ઞાનનો વારસો સુસંસ્કારરૂપે આપ્યો છે. શ્રી શાંતસુધારસ ગ્રંથ તેમાનું એક ઉત્તમ સર્જન છે. ગદ્ય પદ્યરૂપે થયેલી આ સંકલના અદ્ભૂત છે. તે જેઓ જાણશે તે જ માણશે. બુદ્ધિપ્રધાન યુગમાં જીવને શાંતિ માટે શાંતસુધારસ ઉપકારી છે. વળી અત્રે અન્ય ગ્રંથોનો પણ આધાર પ્રસ્તુત છે. “શાંતસુધારસ” ગ્રંથની સરળ પ્રવચનરૂપે પ્રસાદી ધરાવનાર સ્વ. પૂ. આ. શ્રી ભદ્રગુપ્તવિજયજીએ સ્વાધ્યાય પ્રેમીજનોને એક ઉત્તમ અવસર આપ્યો છે. તેનું અધ્યયન કરશે તે પામશે. આ ઉપરાંત પૂજ્યશ્રીએ અન્ય ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે. તે માણવા જેવું છે. તેઓશ્રીના સ્વમુખે એ સ્વાદ માણવાનું મળ્યું હતું તે મારું સદ્ભાગ્ય છે. આ વિજ્ઞાનયુગમાં વિવિધક્ષેત્રે અનેકપ્રકારનું સાહિત્ય પ્રગટ થતું રહ્યું છે. તેમાં આત્મકલ્યાણકારી સાહિત્ય સંખ્યાની દૃષ્ટિએ અલ્પ છતાં તે અમૂલ્ય છે. જેમ અગણિત તારાઓ છતાં એક સૂર્યનો પ્રકાશ પૃથ્વીને પ્રકાશે છે. તેમ તાત્ત્વિક સાહિત્ય જીવમાત્રની ચેતનાને પ્રકાશિત કરે છે. સુખને ઝંખતા માનવને “શાંતસુધારસ’’ જેવા ગ્રંથો-સાહિત્ય અમૃત સમાન સુખ આપે છે. યદ્યપિ આ ભાવનાઓને વિષે અનેક ગ્રંથો ઉપલબ્ધ છે. તેમાં શાંતસુધારસ લોકભોગ્ય છે. જગતના અનેકવિધ રસ પૈકી નવરસ પ્રસિદ્ધ છે તેમાં શાંતસુધારસ સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી છે, તે રસાધિરાજ છે. દુન્યવી અન્ય આઠ રસને ભાવનાની જેમ તત્ત્વરૂપ વિચારી શકાય. જ્ઞાનીજનો કાદવમાં ખીલતા કમળના સૌંદર્યને જૂએ છે. કાદવને જોતા નથી તેમ આઠ રસોની તાત્ત્વિક્તા સમજવા જેવી છે. Jain Eò ચિંતનયાત્રાonal Page #14 -------------------------------------------------------------------------- ________________ - $ 4 આઠ રસની તાત્ત્વિક સમજ શૃંગારરસ - સાધક માટે આનંદની અનુભૂતિરૂપ હોય છે. ૨. કરૂણારસ - જ્ઞાનીજનોને દુઃખીજીવો પ્રત્યે કરૂણારસ હોય છે. ૩. ભયાનકરસ - સંસાર દુઃખથી ભરેલો ભયાનક છે. ૪. બિભત્સરસ - વિષયો વિષ્ટારૂપ બિભત્સ છે. ૫. રૌદ્રરસ - કષાયો પ્રત્યે રૌદ્રતા રાખી દૂર કરવા. ૬. હાસ્યરસ - ચિત્તની પ્રસન્નતારૂપ, હાસ્ય અન્યોન્ય સુખરૂપ હોય છે. વીરરસ - સંયમ માર્ગે શૂરવીર રહેવું. વિસ્મય - સંસારની વિચિત્રતા જોઈ જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે. ૯. શાંતરસ - રસાધિરાજ જીવનમાં શાંતિ આપે છે. તે આત્મશાંતિરૂપે પરિણમી મુક્તિ આપે છે. વાસ્તવમાં આ શાંતસુધારસ ગ્રંથ એટલે વૈરાગ્યની જનનીરૂપ અનિત્યાદિ બારભાવનાનું સ્વરૂપ છે. જે વૈરાગ્ય જીવને સર્વ ઉપાધિરહિત આત્મશાંતિ પ્રદાન કરે છે. તેમાં એ વૈરાગ્યને ઝળહળતો રાખવામાં મૈત્રી આદિ ચાર ભાવનાઓ કળશરૂપ છે. આથી આ ભાવનાઓનું સેવન સાધક, સાધુગણ, યોગીજનો કરે છે. ભાવનાઓથી ભાવિત ચિત્ત પવિત્ર બને છે, તેથી કર્મ નિર્જરા માટે પણ આ ભાવનાઓનું ચિંતન મનન કરી ભાવિત થવું. આ ભાવનાઓથી સાધુજનોના મહાવ્રતની દઢતા વધે છે. સવિશેષ શ્વેતાંબર મૂર્તિપૂજક, દિગંબર મૂર્તિપૂજક તથા સ્થાનક્વાસી સર્વ જૈનપંથને અનુસરનારા સૌને આ બાર ભાવનાઓ સુપ્રાપ્ય અને સુવાચ્ય તો છે જ, તે સુપાચ્ય ક્રવાની છે. શાંતસુધારસમાં શબ્દરૂપે બાર ભાવનાઓથી ભાવિત આત્માને મળતું શુદ્ધસ્વરૂપ છે તેથી તે સુધારસ છે, સર્વ વિભાવજનિત પરભાવોથી મુક્ત આત્મશાંતિ પ્રદાતા છે. તેના રસાસ્વાદ માટે છ માસ કે દીર્ઘકાળ આ ભાવનાઓથી ચિત્તને ભાવિત કરવાથી શાંતરસનો આસ્વાદ મળે છે. શાંતસુધારસનો એક ઉત્તમભાવ એ છે કે તેમાં અતિન્દ્રિય સુખનો આનંદ સમાયેલો છે તે ઈન્દ્રિયાતીત છે, અનિર્વચનીય છે. ચિંતનયાત્રા Page #15 -------------------------------------------------------------------------- ________________ • અનુક્રમણિકા ૦ જે $ શ્રી શાંતસુધારસ આધારિત ૧. અનિત્ય ભાવના અશરણ ભાવના સંસાર ભાવના ૪. એકત્વ ભાવના ૫. અન્યત્વ ભાવના અશુચિ ભાવના આસવ ભાવના ૮. સંવર ભાવના ૯. નિર્જરાભાવના ૧૦. લોકસંસ્થાન ભાવના ૧૧. ધર્મ પ્રભાવ ભાવના (ધર્મ દુર્લભ ભાવના) ૧૨. બોધિ દુર્લભ ભાવના ધ્યાન દીપિકા આધારિત ૧૩. મૈત્રી આદિ ચાર ભાવનાઓ ૧૪. જ્ઞાનાદિ ભાવનાઓ Jain Edu ચિત્રtional For Private & Lonal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતસુધારસ ગ્રંથનું પેય અને પાથેય ************ શાંતરસના પેય, પાથેય અને પાચન માટે ગ્રંથકાર સૌ પ્રથમ ભૂમિકાપાત્રતા સૂચવે છે. જેમ કુશળ વૈદ્ય રોગીને ઔષધ આપતા પહેલા મળ વિસર્જન કરાવે છે, જેથી ઔષધનું યોગ્ય પરિણામ આવે. તેમ શાંતસુધારસમાં દોષવર્જન માટે ગ્રંથકાર દોષ દર્શાવી તેનું વિસર્જન કરાવે છે. દોષવાળો જીવ ભાવનાઓથી ભાવિત થતો નથી. યદ્યપિ ભાવનાઓથી દોષ દૂર થઈ શકે છે. પ્રસ્તુત ગ્રંથમાં અનિત્યાદિ બાર ભાવનાનું સ્વરૂપ દર્શાવતા પહેલાં દોષદર્શન કરાવે છે. દોષ કયા છે ? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, ક્યાય, યોગ. સ્વરૂપ પ્રાપ્તિ કે મુક્તિગમનના સાધકને બાધક મુખ્ય પાંચ દોષ છે. જે શાંતરસને દોષિત કરે છે. વળી સંસારરૂપી વનમાં ભ્રમણ કરાવે છે. પાંચ દોષ-આસવ. : (૧) મિથ્યાત્વ : પૌદ્ગલિક ભૌતિક પદાર્થોમાં, પરભાવમાં સ્વાત્મતુલ્ય ભાવ થવો, તે નિમિત્તે થતાં શુભાશુભ ભાવને, સુખદુઃખાદિને, કર્મજનિત અવસ્થાઓને પોતાની માનવી, પુણ્યયોગથી મળતી સામગ્રીને સુખરૂપ માની તે રીતે જીવન જીવવું, સ્વસ્વરૂપ આત્મ સ્વભાવ સુખરૂપ છે. તે માનવું નહીં. જે પદાર્થો મારા નથી તેમાં સ્વાત્મબુદ્ધિ કરવી તે ભાવરૂપ નિશ્ચય મિથ્યાત્વ છે. સત્ દેવાદિ, સત્ ક્રિયા, (અહિંસારૂપ) આત્મત્વમાં અશ્રદ્ધા કે અનિર્ણય અને અસત્ દેવાદિ, હિંસા, અસત્ ક્રિયા, દેહાદિમાં મમત્ત્વભાવ, એ વ્યવહાર મિથ્યાત્વ છે. સર્વજ્ઞ પ્રણિત જીવાદિ તત્ત્વનું અશ્રદ્ધાન આ મિથ્યાત્વનો દોષ ગાઢ અંધકાર જેવો છે. જે જીવનના વાસ્તવિક વિકાસથી જીવને દૂર રાખે છે. આ મૂળ દોષ જ આત્માની આગળની પ્રગતિ રૂંધે છે અને ગતિચતુષ્ટય પામે છે. માટે ગુરુગમ વડે જીવને નિયંત્રણમાં રાખી મુક્તિના મૂળ સાધન સમ્યકત્વને પ્રાપ્ત કરવું. (૨) અવિરતિ : પાપાદિ કાર્યોનો અવિવેક. વ્રત, નિયમ વગરનું સ્વચ્છંદી જીવન, વિષયમાં આસક્ત અને ક્રોધાદિ કષાયોમાં પ્રવૃત્ત માનવજીવન ધર્મની ભાવનાથી ભીંજાયેલું ન હોય તો મન પર કોઈ નિયંત્રણ ચિંતનયાત્રા ૧૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ રહેતું નથી. તપેલો લોઢાનો ગોળો રગડે ત્યાં ત્યાં રહેલા જીવો હાનિ પામે. તેમ વ્રત, નિયમ, પ્રતિજ્ઞા જેવા વિવેક જન્માવનારા પ્રકારોનું સેવન ન કરે તો તેને પેલા ગરમ ગોળાની જેમ પોતાનું જીવન હાનિરૂપ છે. જે અવગતિનું કારણ છે, એ દુઃખને દૂર કરવા આદરપૂર્વક નિયમબદ્ધ જીવન જીવવું. નિયમપાલનમાં માનસિકશારીરિક લાભ છે. આત્મિકભાવની વિશેષતા છે. (૩) કષાય : કષ = સંસાર, આય = વૃદ્ધિ. ક્રોધાદિ કષાયની વૃદ્ધિ. વિવેકહીન જીવનને કારણે નિમિત્ત મળતા કે પૂર્વસંસ્કારવશ જીવ ક્રોધી, માની, માયાવી કે લોભી બની સ્વ-પર અહિત કરે છે. આ કષાયોના ઉદયમાં જીવ માનવજીવનરૂપી સોનાની મેખને રાખ કરી અવગતિ પામે છે. કષાયમુક્તિ એ મુક્તિગમનનું આવકારભર્યું વલણ છે. માટે જાગૃત રહીને કષાયવશ ન થવું. વાસ્તવમાં આત્મા સ્વયં કષાયી નથી. (૪) પ્રમાદ : મુખ્યપણે ધર્મ કે ધર્મના માર્ગનો અનાદર, તેની પ્રાપ્તિના અવલંબનરૂપ દેવાદિના માર્ગની અરૂચિ આ દોષને ‘પ્રમાદોહિ મૃત્યુ’ કહ્યું છે. તેમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોની લોલુપતા, હિંસાદિ પાંચ અવ્રત, ક્રોધાદિ ચાર કષાય, ચાર વિકથા કરવી, રાગાદિભાવ કરવા, આત્મા પરમાત્માના સ્વરૂપનું અજ્ઞાન સેવવું વિગેરે પ્રમાદ છે. આળસ, નિદ્રા, તો પ્રમાદ છે પરંતુ ધર્મમાર્ગનો અનાદર ભયાનક છે. જે અવગતિનું કારણ છે. માટે જીવનને ઉન્નત બનાવવા કોઈ સંતસમાગમ રાખવો. સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય કરીને પણ આ શત્રુથી દૂર રહેવું. પ્રમાદ માનવ જીવનની આત્માની અચિંત્ય શક્તિને પ્રગટ થવા દેતો નથી માટે તેને દૂર કરવામાં શ્રેય છે. (૫) યોગ : ૧. પારમાર્થિક યોગ ૨. પૌદ્ગલિક યોગ (યોગ=જોડાવું.) પારમાર્થિક યોગ એટલે આત્મામાં ઉપયોગનું જોડાવું-ઠરવું. પૌદ્ગલિક યોગ એટલે મન, વચન, કાયાનું આત્મશક્તિની સ્ફૂરણાવડે સક્રિય થવું. તેના બે પ્રકાર છે. શુભયોગ અને અશુભયોગ. મન વડે અશુભ ભાવ કરવા કે ચિંતવવું તે અશુભમનોયોગ. વચન વડે અપ્રિય કે અસત્ય બોલવું તે અશુભવચનયોગ. શરીર વડે આરંભ સમારંભની પ્રવૃત્તિઓ કરવી તે અશુભકાયયોગ. મન વડે શુભભાવ કરવા તે ચિંતનયાત્રા ૧૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ શુભ મનોયોગ. વચન વડે પ્રિય અને સત્યવાણી બોલવી તે શુભ વચનયોગ. શરીર વડે સત્કાય કે શુભક્રિયાઓ કરવી તે શુભકાયયોગ. આમ આ યોગો નિરંતર સક્રિય હોય છે. અશુભયોગો વડે અશુભ આસ્રવ થાય છે તે પાપરૂપ છે પરિણામે દુઃખદાયી છે. શુભયોગ વડે શુભાસ્રવ થાય છે તે પુણ્યરૂપ હોવાથી સુખદાયી છે. પરંતુ બન્ને આસ્રવ હોવાથી કર્મબંધનું કારણ છે. બંને આરવ રહિત નિરાસવ તે આત્મગુણ છે. જીવ આ ચારે ગતિમાં ભટકયો છે. છતાં હજી મોહવશ બોધ પામ્યો નથી. જો તેનું ભાગ્ય ઉઘડે અને આવા ગ્રંથનો બોધ ગ્રહણ કરે તો દુઃખથી મુક્ત થવાનો સંભવ છે. આ ભાવનાઓ જીવને દુર્ગાનથી દૂર રાખે છે. રાગ જેવા પરિબળો આગ જેવા છે, છતાં જીવને પુણ્યના બાગમાં એ સુખ પાછળ દોડતું દુઃખ દેખાતું નથી. વળી શુભભાવના રહિત જીવ નિરંતર પાપોનું પોષણ કરે છે. આ ભાવનાઓથી ભાવિત જીવમાં હેય ઉપાદેયનો વિવેક જન્મે છે. ત્યારે તેને સદ્ગુરુનો યોગ મળે છે. ત્યાં તે બોધને ગ્રહણ કરી આગળનો વિકાસ સાધે છે. વાસ્તવમાં જીવમાત્ર ભાવ, પરિણામ કે ઉપયોગ વગરનો નથી. છતાં ગુણવાન, વિવેકવાન જીવો જ આ ભાવનાઓથી ભાવિત થઈ દીર્ઘ સંસારનો સંક્ષેપ કે નાશ કરી શકે છે. મોટે ભાગે જીવને અશુભભાવની ધારા રહે છે. તેથી જીવે પ્રથમ શુભભાવનાઓ માટે સત્સંગનું સેવન કરવું. શુભભાવ વડે મનની શુદ્ધતા જળવાય છે. ત્યારે શુભધ્યાનની પાત્રતા આવે છે. ત્યારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી જીવ મુક્ત થાય છે. ધર્મધ્યાન તો સમદષ્ટિજીવ કે મુનિજનોને હોય છે. તેથી આ બારભાવનાને ધર્મધ્યાનનું પ્રવેશદ્વાર કહ્યું છે. ધર્મધ્યાનને પાત્ર થવા માટે અવશ્ય આ બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરવી. કથંચિત તમે વિદ્વાન, તપસ્વી, ધ્યાન, યોગી, ભક્ત, ગૃહસ્થ કે સાધુ હો પરંતુ તમારા અંતઃકરણમાં આવી વૈરાગ્યયુક્ત ભાવનાઓ નહીં હોય તો તમારી બધી ધારણાઓ, યોજનાઓ વ્રતાદિ અભિલાષાઓ નિષ્ફળ જશે. સાંસારિક પદાર્થોનો રાગ તમારા વિવેકને આગમાં હોમી દેશે. તમારો આત્મા કલુષિત થશે. ચાર ગતિના દુઃખના દાવાનળમાં તમે નષ્ટ ભ્રષ્ટ થઈ જશો. જૈન શાસનના સાધકો શ્રી વજસ્વામીના શુભનામથી પરિચિત હોય ચિંતનયાત્રા ૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ છે. ગુરુ ગૌતમસ્વામીના ઉપદેશથી તેમણે પુંડરિક અને કુંડરિકનું ચરિત્ર દેવપણું છતાં રોજ ૫૦૦ વાર અધ્યયન કર્યું. વૈરાગ્યની, સંયમની ભાવનાથી ભાવિત થયા. દેવપણું તો આયુષ્ય પૂરુ થતાં છૂટી ગયું, પણ પેલી વૈરાગ્ય ભાવનાનો સંસ્કાર સાથે ગયો. એક ગૃહસ્થને ત્યાં પુત્રરૂપે જન્મ થયો. તે ગર્ભમાં હતો ત્યારે તેના પિતા દીક્ષિત થઈ ગયા હતા. બાળક છ માસનો થયો અને શબ્દ શ્રવણ થયું કે આના પિતાએ તો સંયમ લીધો છે અને પેલો જન્માંતરીય સંસ્કાર પ્રગટ થયો. સંયમ, સંયમ ! છ માસનો બાળક બોલે કેવી રીતે ! તેની ભાષા રડવાની હોય, તે રડયા જ કરે રડયા જ કરે. માએ કંટાળીને બાળકને તેના પિતા મુનિ મહારાજને વહોરાવી દીધો. પિતાના ગુરુ જ્ઞાની હતા. તેમણે બાળકનું ભાવિ ભાખી લીધું કે આ તો યુગપુરુષ છે. તેનું શિક્ષણ શરૂ થયું. તે કાળે તે સમયે વજસ્વામી પૂર્વધર થયા. મોક્ષમાર્ગી થયા. આવા જન્માંતરીય સંસ્કાર સાથે જીવો આ કાળે પણ સરળતાથી સંયમમાર્ગે સંચરે છે. શુદ્ધ ભાવનાથી ભાવિત થયેલો સંસ્કાર જન્માંતરીય થઈ સાથે આવી આગળના માર્ગને ખુલ્લો કરે છે. માટે ભવ્યાત્માઓ આ ભાવનાથી ભાવિત થજો. ચાલો, હવે ભાવનામાં શુભ પ્રવેશ કરીએ. હા, પણ આ લેખન કેવળ વાંચવા માટે નથી. ચિંતન કે અનુપ્રેક્ષા જો તેને માટે નિયત સમય, એનંત સ્થાન, સ્વચ્છ આસન, શ્વેત વસ્ત્રપરિધાન અને સવિશેષ સ્વસ્થ ચિત્ત વિષે ખૂબ કાળજી રાખો તો સફળતા છે જ. છ માસપર્યત નિયમિતપણે આ ભાવનાઓનું ચિંતન કરવાથી આત્મવિશુદ્ધિ અવશ્ય થાય તેમાં શંકા નથી. આત્મવિશુદ્ધિ એજ આનંદાનુભૂતિ છે. લેખકનો આ આત્મસાદ છે, અનુભવ છે. ભાવના સૌ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ વહાલા હજો, સગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુઃખીયા પ્રતિ કરૂણા, અને દુશ્મન પ્રતિ માધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. ચિંતનયાત્રા ૧૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧. અનિત્ય ભાવના ‘વિધુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ'' શ્રીમદ્ રાજચંદ્ર અનિત્ય એટલે જે સ્થાયી, શાશ્વત, નિત્ય કે કાયમી નથી. વાસ્તવમાં પાંચે ઈન્દ્રિયોના વિષયો, દેહાદિ, તેને ખાતર એકઠું કરેલું ધન, યશકીર્તિ સર્વ જળના પરપોટા જેવા નાશવંત છે. સ્ત્રી, પુત્રાદિ પરિવાર, અનેક પ્રકારના સુખભોગના સાધનો કાળક્રમે નષ્ટ થનારા છે. તેમાં જીવે એક ક્ષણ પણ મોહ કરવા જેવો નથી. વીજળી જેવાં ચપળ ક્ષણિક સુખો, ક્ષણે ક્ષણે ક્ષીણ થતું આયુષ્ય સર્વે અનિત્ય છે. સંસારી જીવ જે પદાર્થો ક્ષણિક છે, તે નિત્ય રહે, મળે તેવી આશાવશ પ્રવૃત્તિ કરે છે. આથી તેને નિત્ય, શાશ્વત, સ્વાધીન એવા આત્મા, ચેતન પ્રત્યે દ્રષ્ટિ જતી નથી. સર્વ દુઃખનું મૂળ અનિત્યની ચાહના છે, જે પદાર્થોને તારે ત્યજવાના છે, તે પદાર્થો તને ત્યજી દેવાના છે તો પછી તેનો મોહ શા માટે ? જન્મ સ્વયં મરણ સહિત છે. યૌવન વૃદ્ધાવસ્થા સહિત છે. લક્ષ્મી અસ્થાયી છે. તે રાખ્યા રહે તેમ નથી. તેવો પ્રયાસ કરવો તે વ્યર્થ છે. વળી બધા જ પદાર્થોમાં જીવને - પ્રાણી માત્રને દેહ પ્રત્યે વધુ નેહલગાવ હોય છે. જે અશાંતિનું કારણ છે. જીવે કેટલાયને અતિ વહાલો દેહ અહીં જ મૂકીને જતા જોયા છે. વળી એ દેહને સ્વજનો જ અગ્નિને અર્પણ કરે છે. વળી જીવ સ્વયં કંઈ લઈ જઈ શકતો નથી માટે સંયોગ વિયોગ જનિત પદાર્થોનો હર્ષશોક ન કરવો. જીવનું દેહમાં રહેવું તે આયુષ્યકર્મને આધીન છે. સ્વયં આયુષ્ય પણ પૂર્વજન્મમાં બંધાયેલા આયુષ્યને આધીન છે. તે આયુષ્ય દરેક ક્ષણે ઘટતું જાય છે તે અસ્થિર, અનિત્ય, વિનશ્વર છે. તે સંસારીના જ્ઞાનમાં પણ આવતું નથી. “અતુલ બલ સુખર જિનવર જિસ્યાજી, ચક્રી હરિબલ જોડી; ન રહ્યા અણે જુગ કોઈ થિર થઈજી, સુરનર ભૂપતિ જોડી.’’ આમ શરીરબળ, સંપત્તિબળ વગેરેનું મળવું અને વિખરાવું નિયમથી છે છતાં તેને નિત્ય માની ટકાવવા પ્રયત્ન કરવો તે મોહભાવ-અજ્ઞાન છે. ચિંતનયાત્રા ૧૫ અનિત્ય ભાવના Page #21 -------------------------------------------------------------------------- ________________ અતિ બળવાન એવા ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર, જિનેન્દ્ર પણ નિયત આયુષ્યમાં એક ક્ષણ માત્રની વધઘટ કરી શકયા નથી. આયુષ્યકર્મ સુધી જ આ દેહ સાથે જીવનો સંબંધ છે. સગા સ્વજનનું પણ એમ છે. પછી તું કયાં, તારો દેહ કયાં, તારી સુખસંપત્તિ કયાં? આયુષ્ય લગી. પછી સર્વે ન્યારું છે. આમ નિત્યસ્વરૂપ ચેતના સિવાય પદાર્થમાત્ર નશ્વર છે. દુનિયાનો એવો ક્રમ જોઈ ચતુર માનવી સંસાર ત્યજી શાશ્વત પંથે ચાલી નીકળ્યો. આ પ્રમાણે વારંવાર અનુપ્રેક્ષા કરવી. - સવારે જોયું તે સાંજે બદલાઈ જાય છે. સવારે પુષ્પો ખીલે છે સાંજે એ જ કરમાય છે. સવારે સ્નાનથી સ્વચ્છ લાગતું શરીર સાંજે મલિન દેખાય છે. સવારે કરેલું ભોજન હોજરીમાં મલિન પદાર્થ બને છે. સવારે કોઈના પર સ્નેહ ઠવલાયો, સાંજે સૂકાઈ જાય છે. પૌગલિક પદાર્થોના સ્પર્ધાદિ નિરંતર પરિવર્તન પામે છે. એ ક્ષણિકતાનો બોધ પામવાને બદલે જીવો તેમાં અહં મમત્વ કરે છે. એ જ દેહમાં રહેલા શાશ્વત સુખરૂપ નિત્ય એવા ચૈતન્ય પ્રત્યે જીવને પ્રેમ થતો નથી. ઘંટી ફેરી આટો ખાયો, ખરચી ન બાંધી તેં વાટમેં, સોતા સોતા કાલ ગવાયો, અબહુ ન જાગ્યો તું ઘટ મેં, ઈતની સુન જગમેં હે ચેતન, જ્ઞાનાનંદ પાયો ઘટ મેં.” અરે ! ભાઈ “મૃત્યરૂપી નદીના કિનારા પર આ તારો દેહમઠ વસ્યો છે. કિનારો ગમે ત્યારે ધસી જશે, ત્યારે તારો આ મઠ પણ ભોય ભેગો થઈ જશે.” - દેવલોકના દેવો કરોડો વર્ષોના આયુષ્યવાળા છતાં મરણને શરણ થાય છે. સંસારમાં પુણ્યબળે મળેલા સુખ શાશ્વત નથી અને પાપજન્ય મળેલા દુઃખ પણ શાશ્વત નથી. મૂઢ જીવ બંનેમાં રાગ દ્વેષના ભાવ કરી મૂંઝાય છે. એ મૂઢ જીવ જાણતો નથી કે જગતના પ્રલોભનીય પદાર્થો અનિત્ય છે. સ્વરૂપમાં આનંદ છે. માટે પ્રશમભાવમાં રહી તે આનંદ તારામાં છે તેને પ્રાપ્ત કર. આ દેહની અંદર રહેલો આત્મા વિશુદ્ધ, સદા આનંદમય, સુખમય છે. જ્ઞાનામૃતથી ભરેલો છે. ઉપશમરસનો દરિયો છે. તેવા આત્મામાં નિમગ્ન થા ત્યાં અનંત, અપાર આનંદ માણી લે. દૃષ્ટાંત : એક ગામમાં દિવ્યવાણી થઈ કે દરેકે પોતાના સુખ દુઃખના પોટલા લઈ ગામ બહાર ઉદ્યાનમાં આવવું. પરમાત્મા કરૂણાભાવે તમારા ચિંતનયાત્રા અનિત્ય ભાવના ૧૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ દુઃખના પોટલાના બદલામાં સુખનું પોટલું આપશે. આ સૂચના પ્રમાણે સૌએ ઉદ્યાનના તંબુમાં પોટલા ગોઠવી દીધા. પછી દિવ્યવાણી થઈ કે જેને પોતાનાથી વધુ સુખી લાગે તેનું પોટલું દરેકે બદલી લેવું ત્યાર પછી સૌ તંબુમાં પાછા ગયા આખરે દરેકને લાગ્યું કે મારા પોટલા કરતા કદાચ બીજાના પોટલામાં વધુ દુ:ખ હશે તો ! આમ વિચારી દરેક પોતાનું પોટલું લઈ વિદાય થયા. સુખ કે દુઃખ સ્થાયી નથી પછી બીજાના પોટલામાં કેવી રીતે વિશ્વાસ આવે ? - જ્ઞાનીજનો કહે છે કે લક્ષ્મી, યશકીર્તિ, સમૃદ્ધિ, પરિવાર, દેહ, સગાના સંબંધ દરેક ક્ષણિક છે. તે વસ્તુઓ રહેશે અને તમે વિદાય થશો અથવા તે તે વસ્તુઓ તમને છોડીને જશે. માટે અનિત્યાદિ ભાવનાથી ભાવિત થઈ નિત્ય એવા આત્માને ભજવો. | હે જીવ ! તું જાણે છે કે ચક્રવર્તીઓની સમૃદ્ધિ, માનસન્માન, લાખો પુત્રો, અનેક પત્નીઓ, પરિવાર પણ નાશ પામ્યા છે; તો તારી પાસે એક તણખલા જેટલું પણ નથી અને તે પદાર્થોનો રાગ અનેકગણો છે. જેના કારણે જીવ પાપબંધ કરે છે, પરિણામે કષ્ટ ભોગવે છે. છતાં પણ જો તારી પાસે વૈભવ છે જ તો તેના નિમિત્તે નિઃસ્પૃહભાવે દાનાદિ કરી આત્મહિત સાધી લે. સાધર્મિકની સેવા કરી લે, નહી તો લોભ, માન જેવા વિનાશી વિકલ્પોથી સ્વયં તારા સ્વભાવની શુદ્ધતા નષ્ટ થશે. અને તું અવગતિ પામીશ. અનુપ્રેક્ષાઃ હે જીવ! તુ સ્વયં ત્રિકાળી ધ્રુવ નિત્ય છું. તેનું તને ભાન નથી એટલે નિત્યતાને તું પૌલિક પદાર્થો પર આરોપ કરે છે કે મારો દેહ નિત્ય રહે. મારા સ્ત્રી આદિ પરિવારનો વિયોગ ન થાય. મારા ધન, માલ, માન, સદા ટકયા રહે. મારી કામનાઓ નિત્ય સફળ થાય. આ સર્વેને નિત્ય ટકાવવા તને પ્રેરણા કયાંથી મળે છે? ભાઈ તારું મૂળ સ્વરૂપ અખંડ-નિત્ય છે એટલે તને નિત્યના ભાવ થાય છે. પણ દિશા ઉંધી હોવાથી તારી દશાં પણ ઉંધી થઈ છે. છતાં હવે નિત્ય સ્વરૂપને સ્વીકારીને અનિત્યને ત્યજી દે તેમાં તને સુખ છે. આ પ્રમાણે ચિંતન કરવું. અનિત્યને અધુવ કહેવામાં આવે છે. અધુવ એટલે અસ્થાયી. વિશ્વમાં જે કોઈ સંયોગથી ઉત્પન્ન થાય છે તે નિયમથી વિનાશી છે. દરેક પદાર્થોની નવી પર્યાયો-અવસ્થાઓ સમયે સમયે બદલાતી રહે છે. આપણો દેહ પણ સમય આવે બીજા દેહને ધારણ કરે છે. વળી જગતમાં જે દ્રશ્યમાન ચીજો ચિંતનયાત્રા ૧૭. અનિત્ય ભાવના www.jainelibrary:org Page #23 -------------------------------------------------------------------------- ________________ છે તે સર્વે વિનાશી છે. તેથી જ્ઞાની પરવસ્તુમાં અહં મમત્વ કરી મૂંઝાતા નથી. મારે પણ એમજ કરવું જોઈએ. જન્મ છે ત્યાં મરણ છે. તે પ્રમાણે યુવાની વૃદ્ધાવસ્થા સહિત છે. યુવાની દરેક ક્ષણે વૃદ્ધાવસ્થા તરફ જતી હોય છે. અજ્ઞાની બુઢાપામાં મૂંઝાય છે, આકૂળ થઈ નવા કર્મ બાંધે છે. સાંયોગિક દરેક વસ્તુનો અવશ્ય વિયોગ હોય છે. માટે જીવે નિર્ણય કરવો કે હું જ્ઞાયક સ્વરૂપ, શાશ્વત, સહજ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છું. એમ ભાવના કરી પરિણતિને પવિત્ર કરો. મોક્ષના કારણભૂત સમ્યકત્વને પ્રાપ્ત કરવું જેથી ભવનો ક્ષય થાય. વળી જેમ ધનાદિ વિનશ્વર છે, તેનો મોહ બંધનું કારણ છે. તેમ ઈન્દ્રિયાદિના વિષયો, તેના નિમિત્તે મળતા પદાર્થો વિનશ્વર છે તેના અહે મમત્વ બંધનકારી છે. છતાં માનવમાત્રને સાધનની આવશ્યકતા હોય છે. તે આવશ્યકતાની મર્યાદા કરવી. યોગીજનો તે તે પદાર્થોના રાગાદિભાવ રહિત હોવાથી અલ્પાંશે તેનો ઉપયોગ કરવા છતાં તેઓને તે પદાર્થોના નિમિત્તો બંધનરૂપ થતા નથી. આ પ્રમાણે અનિત્ય પદાર્થોના વિકલ્પોનો ત્યાગ કરવો. અને નિત્ય એવા ત્રિકાળી શુદ્ધાત્મા જ ઉપાદેય છે તેમ દઢ શ્રદ્ધા કરવી. અનિત્ય પદાર્થોમાં ઉપયોગ ભમે છે ત્યારે જીવ આકૂળ થાય છે પરંતુ મૂછવશ તે જાણી શકતો નથી માટે હે જીવ! વિચાર કર, વિરામ પામ અંતરમુખ થા, સ્વાત્માનું લક્ષ્ય કર. આ મનુષ્ય જન્મ સાર્થક કર. અનિત્ય ભાવના : (હરિગીત) ચંદ્ર સૂરજ ને તુ પણ આવે અને વળી જાય છે. આયુષ્ય વીતે કઈ રીતે ના ખબર પડતી કાંઈ તને પર્વત પતિત નદી સરિત જલ અવિરતપણે વહી જાય છે. કરવત કાપે કાષ્ટ જયમ, તેમ શ્વાસ તુજ આયુષ્યને. ક્ષણે ક્ષીણ થઈ રહ્યું, યૌવન તારું ભાઈ આ જયમ અંજુલિનું નીર અને તુષારબિંદુ ધૂપમાં મેઘધનસમ નગર આ, વળી ધન અને પણ સંપત્તિ સંસારની પ્રત્યેક વસ્તુ અસ્થિર તેમ જ જાણવી. - - ચિંતનયાત્રા ૧૮ અનિત્ય ભાવના Page #24 -------------------------------------------------------------------------- ________________ *************** ( ૨. અશરણ ભાવના : * *************** અશરણ ભાવનાનો પ્રારંભ કરતાં ગ્રંથકાર સાધક સામે લાલબત્તી ધરે છે. હે જીવ! તું જાણે છે કે પોતાના અતુલબળથી છ ખંડનું આધિપત્ય ધરાવનાર ચક્રવર્તી વળી, જેની સેવામાં હજાર દેવો પણ હાજર હોય. છતાં આયુકર્મ પૂર્ણ થતાં નિર્દય યમરાજ આંખના પલકારામાં તેને ઉપાડી લે છે. જો તેણે સંસાર ત્યાગ કર્યો નથી તો તેની મરણ શય્યા પાસે લાખો પુત્રો, પત્નીઓ સ્વજનો અરે ! હકીમો સૌ નતમસ્તકે ઉભા હોય છતાં એ ચક્રવર્તીનો કાળ પલક વારમાં કોળિયો કરી લે અને જીવ અસહાય થઈ તેને આધીન થઈ જાય, અવગતિએ જાય. આવા સંસારને જ્ઞાનીઓએ ભીષણ - ભયંકર કહ્યો છે. જીવોના મોહાદિ પરિણામરૂપ લાકડાથી સંસાર સદાય દાવાનળની જેમ જલતો રહે છે. ચારે ગતિમાં જીવને મરણ પાસે કોઈ શરણ નથી. જીવ માત્ર અનેક પ્રકારના ભયથી આકાંત છે. તેમાં પણ મૃત્યુનો ભય જીવને વધુ મુંઝવે છે. યુવાનીના જોરમાં માનવ ધરતીને ધ્રુજાવે તેવા ઘમંડમાં હોય છે. પરંતુ જયાં વૃદ્ધાવસ્થા આવી કે તેના ગાત્રો ગળવા માંડે છે. આ વૈજ્ઞાનિક યુગની જીવનને લંબાવવાની ભ્રામક તરકીબોથી જીવ અનેક ઉપાયો યોજે છે, તો પણ તેને મૃત્યુ છોડતું નથી. આ સંસાર પૂર્વે અનેક પ્રલયોથી નષ્ટ થયો છે ત્યાં કોણ કોને શરણ આપે ! હે જીવ! આ પ્રમાણે વિચારી જોજે, ચિંતન કરજે. જીવને યમરાજની નોટિસો મળે તો તે વકીલરૂપી ડોકટરને રોકીને યમરાજ સામે કેસ માંડે છે. અને ડોકટરને આશરે જઈ ઉપાયો યોજે છે. વાળ શ્વેત થયા ડાઈ લગાવી ક્ષણમાત્રમાં કાળા કરી દર્પણમાં જૂએ છે અને સાંત્વન લે છે કે હું હજી યુવાન છું. બીજી નોટિસ મળે છે. દાંત વિદાય માંગે છે. અરે ! તેના તો કેટલાયે ઉપાયો મળી રહે છે. ખોલી લગાવે, ચાંદી પૂરાવે, રૂટકેનાલ કરાવે, દાંત ચકમકતા કરાવે, ચોકઠું મઢાવે પણ અંતે એ સઘળું લાકડા ભેગું થવાનુ. જમની દાઢમાં બેઠેલા તને કોઈ ઉપાયો બચાવી નહિ શકે. અરે ! હજી ગયા વર્ષે દાંત નવા મૂક્યા હતા, પણ મૃત્યુને દાંત સાથે સંબંધ નથી. આયુકર્મ પૂરું થયું કે તારો કેસ રદબાતલ થવાનો જ. મરણ પાસે તું અશરણ છું. ચિંતનયાત્રા અશરણ ભાવના ૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ ' અરે ! આ શું હજી તો મને છ દસકા થયા છે અને આંખમાં શું થયું ? મને બધુ બે કેમ દેખાય છે ? ગભરાયો દોડ્યો સદ્ગુરુ એવા આંખના નિષ્ણાત ડોકટરને ત્યાં, નિદાન થયું કે મોતિયો છે. તરત જ સર્જરી થઈ લેન્સ મૂક્યા. અને જીવ રાજી થયો કે પચાસ હજાર ખર્ચ થયું પણ હવે પહેલા કરતા સારું દેખાય છે. અને ફાંકડો થઈ ફરવા લાગ્યો. ત્યાં વળી કોઈ મિત્રે કહ્યું હમણાં તમને કંઈ ઓછું સંભળાય છે ! પ્રારંભમાં તો માન્યું નહિ પણ, કાન કંઈ તેનું કહ્યું શાના માટે દોડ્યો કાનના ગુરુજન પાસે વળી પચાસ હજારનું દેવું ચૂકવી ઈયરફોન મૂકયા. મિત્રને કહેવા લાગ્યો. હવે તો પહેલા કરતા સારું સંભળાય છે. શું સાંભળે છે તે તો તું જાણે છે. તેમાં તારું ભલું શું થયું? યમરાજ પણ મનમાં મલકે છે કે ભાઈ, આ બધી મરણ નજીકની નોટિસ છે. તું તારા અન્ય લેણા પૂરા કરી લે પછી તને કોઈ બચાવી નહિ શકે. પુણ્યયોગે કોઈ નિમિત્ત કાર્યગત થાય પણ તને કાળથી કોઈ બચાવી નહિ શકે. ત્યાં તો સાત દસકે પહોંચ્યો અને હાર્ટ બોલવા લાગ્યું. આમ તો સૌ સ્વજન કહેતા કે એમનામાં પ્રેમ જ ક્યાં છે? (હાર્ટ) પણ હૃદય રોગનો હુમલો થયો ત્યારે જણાયું કે હાર્ટ તો છે. વળી બાયપાસ સર્જરીનું સદગુરુએ એક થીંગડું મારી આપ્યું. વળી પાછા ભાઈ મલકાયા. યમરાજની નોટિસો નોંધતા ગયા. આખરે અશાતા વેદનીયનો પ્રબળ ઉદય આવશે ત્યારે તે સર્વ નિરર્થક જવાનું છે.' વળી ત્યાં તો ઢીંચણ બોલવા લાગ્યા. અરે ભાઈ હવે તો જપો. પણ ગુરુએ કહ્યું, ઢાંકણી બદલો, દોડતા થઈ જશો. અને ભાઈને હજી દોડવું છે. તેને ખબર નથી કે તે આ ચૌદ રાજલોકમાં કરોડો કિલોમીટર દોડ્યો છે. ઢીંચણ વગર પણ દોડયો છે. મિત્રોએ સલાહ આપી કે ઢાંકણી બદલો સારું થશે. વળી ભાઈએ એક ગુરુ પાસે તેનો ઉપાય યોજયો. દોડી તો ન શકયા પણ ધીમું ચાલતા થયા. હા પણ હજી થાકયા ન હતા. પુણ્યોયોગે ધર્મની કે ગુરુની પ્રણાલિમાં કંઈક ભાવ જાગ્યો. પણ શેરડીના છેલ્લા કુચાના રસ જેવો કસ બાકી હતો, અને આ અધ્યાત્મમાર્ગ તો શૂરવીરનો છે. છતાં ક્ષમાદિક ગુણોના સેવન દ્વારા તને ગુરુજનો પાસેથી કંઈક રસાયણ મળશે. તેને પ્રાપ્ત કર. બીજી દોડ છોડી દે. ચિંતનયાત્રા ૨ અશરણ ભાવના Page #26 -------------------------------------------------------------------------- ________________ જેમ ભૌતિક પદાર્થમાત્ર અનિત્ય છે. તેમ આ જગતમાં છઘ0ની જીવનનૌકા અશરણ છે. જીવો જગતમાં જેનું શરણ લે છે તે જ માતાપિતા અશરણ છે. મરણને આધીન છે તે તને કેવું શરણ આપશે ? પુણ્યકર્મનો ઉદય હોય તો રોગનો ઉપચાર શકય બને, શત્રુથી કોઈવાર બચી જવાય. ધનાદિ આપત્તિમાં કોઈની સહાય મળે. પણ આ યમરાજના તેડા આગળ તે બધું વ્યર્થ. મોટા સમ્રાટો, ઋષિઓ કાળને આધીન છે. તું તેમાનો એક સભાસદ છે. માતા પિતાદિક ગણ જોતા, અમ લે જનને તાણી રે, મરણ થકી સુરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈન્દ્રાણીરે,” કો નવિ શરણં કો નવિ શરણં. તું ખાટલે પડ્યો હોઈશ, હોસ્પિટલને શરણે પડયો હોઈશ, દેવ દેવી જેવા ડોકટરો નર્સો, શ્વેતવસ્ત્રમાં તારા ખાટલાને વિટળાયા હશે. માતા, પિતા, પત્ની, પુત્રાદિ સ્વજન ટોળે વળ્યા હશે. અને તારા છેલ્લા શ્વાસ ચાલતા હશે ત્યારે તને કોઈનું શરણ નહિ મળે. હા, પણ જો તે આત્મા-પરમાત્માને ભજયા હશે. તો તું અંતરમાં સમાધિમાં હશે ખરો. સમાધિના શરણે દેહ છૂટે તો સાર્થકતા છે. જીવમાત્રનું જીવન આયુષ્યકર્મને આધીન છે. એક પળનો પણ તેમાં ફેરફાર થતો નથી કે કોઈ બચાવી શકતું નથી. હે જીવ, ચિંતન કર કે મરણ સમયે સ્વજન, પરિવાર, ધન, માન કંઈજ સાથે નથી આવતું. તે સર્વે સંબંધો આ જીવનના આયુષ્યકાળ સુધીના છે. પછી તું કયાં અને સ્વજનો કયાં? જીવને એમ લાગે કે આ સૌ મારા પર કેવો પ્રેમ રાખે છે? મારા વગર કેવી રીતે જીવશે? ભાઈ, આ જગત એક નાટક જેવું છે. નાટક એટલે કે ના તેવું. એ સ્વજન જ તારા દેહને અગ્નિને સોંપી દેશે. તારા મૃત્યુ સાથે બધું જ સમાપ્ત થશે. જાણે તું જભ્યો જ નહોતો. જ્ઞાનીઓ કહે છે તું કોણ છું કયાંથી આવ્યો તે વિચારજે. “તું કોણ અને આવ્યો ક્યાંથી, એ ભેદ નહિં સમજે મનમાં, કર્મ પ્રમાણે જન્મ જ ધરતો, નહી # પાપ એ ક્રાર કરતો, જીવ જન્મતા ભૂલે સઘળું, હું અહીંયા તું ત્યાં, પડી માયાના બંધનમાં.” તો હવે ગયેલા ગયા, પણ રહેલાએ વિચારવાનું છે કે રહે છે શું અને જાય છે શું? રહ્યું છે (દેહ) તેને રખાતું નથી અને જાય છે તેને કોઈ જોતું કે રોકતું નથી. માટે ભાઈ આ દેહમાં રહેલા આત્માને શાશ્વત જાણ ચિંતનયાત્રા અશરણ ભાવના Page #27 -------------------------------------------------------------------------- ________________ અને તેની રક્ષા કર. ભોગાદિથી નિવૃત્ત થઈ ધર્મમાર્ગે પ્રયાણ કર ત્યાં તને શરણ મળી રહેશે. જેમાં તારો આત્મા રક્ષિત થશે અને સંસારથી મુક્ત થશે. સર્વાનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, તેના વિના કોઈ ન બાંહ્ય સહાશે. - શ્રીમદ્ રાજચંદ્ર દષ્ટાંત : યુવાન મુનિ અનાથી જંગલમાં કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા. ત્યાંથી મગધ સમ્રાટ શ્રેણિકરાજાની સવારી જતી હતી. સમ્રાટે જોયું કે અહો! આવા સુકુમાર યુવાનને શું દુઃખ પડયું હશે? તે મુનિ થઈ ગયો છે ! મુનિ પાસે જઈને સમ્રાટ વિનયપૂર્વક કહે છે કે તમને સંસારમાં કંઈ દુઃખ હોય તો હું નિવારી દઉં ! હું સમ્રાટ છું તમારું દુઃખ દૂર કરી દઈશ. શા માટે આ યૌવનને કષ્ટ આપી વેડફી રહ્યા છો? તમને કોઈ રક્ષણ નહિ હોય તો તમારો રક્ષક બનીશ. મુનિ કહે અરે સમ્રાટ ! તમે પોતે જ મૃત્યુ રોગાદિથી રક્ષિત છો? જો તમે જ મૃત્યુ આદિને આધીન છો તો મને શું રક્ષણ આપશો? સમ્રાટ વિચારમાં પડયા કે મારી સેના કેટલી મોટી ! મારે અંતઃપુરમાં રાણીઓ અને રાજવૈદ્યો કેટલા? હા, પણ મુનિ કહે છે કે મૃત્યુથી કોઈ બચાવી નહીં શકે. શ્રેણિક રાજાને વિચારમાં પડેલા જોઈ મુનિ પુનઃ બોલ્યા. હે સમ્રાટ ! હું પૂર્વે રાજકુમાર હતો. મને ભયંકર રોગ થયો. મારા માતા-પિતા, પત્ની કોઈ રોગ લઈ ન શક્યું. કોઈ વૈદ્યો મને નિરોગી કરી ન શકયા. હું અસહ્ય વેદના ભોગવી રહ્યો હતો. ત્યારે મેં સંસારનું સ્વરૂપ અને દેહની નશ્વરતાનું સ્વરૂપ વિચાર્યું. છેવટે મારો મોહ દૂર થયો. મેં તેજ સમયે નિર્ણય કર્યો કે પ્રાતઃકાળે આ રાજ્ય ત્યજી મારે ધર્માચાર્ય પાસે પ્રવજયા ગ્રહણ કરવી. આ શુભ સંકલ્પ પ્રથમ તો રોગ શમી ગયો. મેં પ્રાતઃકાળ થતા નિર્દોષ ચારિત્ર ગ્રહણ કર્યું. પછી સ્વયં મારો આત્મા જ પરમાત્મારૂપે અનુભવ્યો, હું સનાથ થયો. આ બોધ સાંભળી શ્રેણિકરાજા બોધ પામ્યા કે ધર્મનું શરણ જ સાચું શરણ છે. તે સિવાય આત્મા અનાથ છે. સંસારી જીવો ભૌતિક સુખ માટે દેવોની પાસે યાચના કરે છે, તે અસંખ્ય વર્ષના આયુવાળા દેવો પણ મરણ પાસે અશરણ છે. ઈદ્રની સેવા લાખો દેવો કરે પણ મરણથી બચાવી ન શકે. તો માનવનું મરણથી બચવાનું શું ગજુ ! ઘર કેટલા સજાવ્યા, જાણે ચિંતનયાત્રા અશરણ ભાવના Page #28 -------------------------------------------------------------------------- ________________ મરવાનો નથી. ધન કેટલું ભેગું કર્યું ! આખરી વિદાયવેળાએ એક રજકણ પણ લઈ જઈ ના શકયો. પૂરી જીંદગી તે કોના સુખ માટે આવો શ્રમ ઉઠાવ્યો ? ભેગું કરેલું ભેગું ન આવ્યું. જનારા ગયા, રહેલા જવાના છે, માટે બહુમૂલ્ય આ માનવજન્મનો વિચાર કરીને પુનઃ જન્મમરણથી છૂટવા ધર્મનું શરણ ગ્રહણ કરી લે. રત્નત્રય પરમ શરણ્ય છે. શાશ્વત એવા સહજ જ્ઞાન સ્વભાવની રૂચિ કરવી તે સમ્યગ્દર્શન છે. નિજસ્વરૂપનું જ્ઞાન કરવું તે સમ્યજ્ઞાન છે અને સમસ્ત પરભાવોથી મુક્ત થવું તે સમ્યચારિત્ર છે. જીવો આવા અનુપમ સાધનોને છોડીને અશરણ્ય સાધનો શોધે છે. દેવ, ગ્રહ, જયોતિષી જેવા પાસે શરણ માંગે છે જે સ્વયં અશરણ છે. અરે તે જે માતાને ઉદરે જન્મ લીધો તે સ્વયં અશરણ છે. પિતા જે તને રક્ષક લાગે છે તે અશરણ છે. સાચું શરણ એક ધર્મ છે. ક્ષમાદિ, રત્નત્રય, દયાદિ ધર્મનું સેવન તને મૃત્યુ થવા છતાં પુનઃ મૃત્યુથી બચાવશે. “માયાજાળ તણી મેં જાણી જગત લાગે છે ખારું, ઉદયરત્ન એમ જાણી પ્રભુ તારું, શરણ ગ્રહ્યું છે મેં સારું.' સાચો સાધક જગતના સંબંધોની માયાને જાળ, ફસાવાનું સાધન જાણી ધર્મનું, સર્વજ્ઞનું શરણ સ્વીકારી લે છે તે સંસારની દુઃખરૂપી વૈતરણીને તરી જાય છે. અનુપ્રેક્ષા : હે જીવ ! ચિંતન કર કે આયુષ્યને આધીન જીવન, યમરાજના તેડા આવે ત્યારે દેવ, દેવેન્દ્ર ચક્રવર્તી કે મનુષ્ય કોઈ તેમાંથી છૂટી શકતા નથી. વળી ઈન્દ્રિયોના વિષયોને આધીન, નવરસવાળા સુખોને ભોગવીને પણ જો મરણ જ થવાનું હોય તો તે વિષયોના રસનું પ્રયોજન શું છે ? તે પદાર્થો મેળવવા, સત્તા, સ્ત્રી આદિ મેળવવા માટે કરેલા ઘોર કર્મોના વિપાક સિવાય જીવને કશું મળતું નથી. ખરું શરણ તારો શક્તિવાન આત્મા જ છે. તેને ઓળખી તેનો જ આશ્રય લે. તેને બદલે દેહાદિનો આશ્રય કરી જીવ ભય, રોગ અને આધિ વ્યાધિ ઉપાધિ સિવાય શું મેળવે છે ? તે હે ચતુર વિચારી જો. હવે ચિંતન કરજે કે ઈંદ્રાદિ સર્વનું જીવન આયુકર્મને આધીન છે. આયુકર્મના ક્ષયથી દેહનો વિયોગ થાય છે. કોઈ કોઈને આયુકર્મ આપી શકતો નથી કે પોતે વધારી શકતો નથી. સ્વયં તીર્થંકર જેના અનંતચતુષ્ટ પ્રગટ થયા છે તે પણ આયુષ્ય ફેરફાર કરી શકતા નથી. આયુકર્મ પર પ્રકૃતિ છે, આત્મા પરનો કર્તા નથી સ્વરૂપમાં સ્થિત તે તેનું કર્તવ્ય છે. ચિંતનયાત્રા ૨૩ અશરણ ભાવના Page #29 -------------------------------------------------------------------------- ________________ ચિંતન કર કે હે જીવ! અશરણ એવા સંસારમાં શરણનું કોઈ સાધન નથી. પરંતુ સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વનું શુદ્ધ સ્વરૂપ જ શરણરૂપ છે, જે પરમાર્થરૂપ અને મોક્ષ છે, તેનું જ શરણ ગ્રહણ કર. વળી ઉત્તમ ક્ષમાદિ સ્વભાવરૂપ આત્મા જ ખરેખર શરણરૂપ છે. જે તારા સ્વરૂપમાં જ છે, માટે બીજાના શરણની માટે આવશ્યકતા નથી. સ્વના આશ્રયે ન ટકાય તો શુદ્ધ સ્વરૂપે પ્રગટ એવા પરમાત્માનું શરણ અહોભાવપૂર્વક ગ્રહણ કરજે. સદ્ગુરુની નિશ્રામાં રહેજે. જીવન છે ત્યાં સુધી દયામૂળ ધર્મ આરાધજે. અંતમાં સ્વરૂપદષ્ટિ પ્રાપ્ત કરી સ્વના આશ્રયે રહેજે. શાસ્ત્રકાર કહે છે કે શરણ તો જયાં રક્ષણ થતું હોય તેને કહેવામાં આવે છે. જયાં કાળનું ભક્ષણ હોય કે કોઈ નિમિત્ત વડે નાશ પામતો હોય તો તે શરણ કેમ કહેવાય? અશરણ ભાવના : (હરિગીત) ભવ વન વિશે આ આત્મમૃગ છે કાલસિંહના મુખમહીં લૂંટી રહૃાા જે કાયાનગરી કાંઈ કાંઈનું ચાલે નહીં રાજપાટ વા ધનસંપત્તિ કે મંત્રાયંત્રસેના વડે કોઈ બચાવી નવ શકે આ આત્મરૂપી મૃગને પામ્યા શ્રી કૃષ્ણ મૃત્યુને, બસ એક તર જ વાગતાં બળદેવ સમ ભ્રાતૃ અને ખુદ ચક્રરત્ન હોવા છતાં ના શરણ સાચું બીજું કાંઈ, છે દેવગુરુ ને ધર્મ વિણ ભ્રમ કારણે ભટકી રહ્યો, રે વ્યર્થ આયુ ગુમાવી જીવ. સંસાર ભાવના : (હરિગીત) દ્રવ, ક્ષેત્ર, કાળ ને ભાવ, ભવ, પરિવર્તન સહે છે જીવ આ જન્મ જરા ને મૃત્યુના દુઃખ પણ સહે છે જીવ આ છેદનભેદન નરક મહી ને બંધન-વધ પશુગતિ વિશે રાગાદિથી દુઃખ સ્વર્ગમાં, ના ક્યાંય સુખ છે જીવને એકેન્દ્રિય બને યદિ પુણ્યફળથી, તોય તેને સુખ ક્યાં ? અલ્પ સમય સર (ગ્રહ) પછી જાળ અને ખુરપી જ હા ને સુખ માનુષ જનમમાં, છે અનેકવિધ દુઃખદ ખરે, પંચમગતિનું સુખ વડે જે શુભને અશુભથી પર બને. ચિંતનયાત્રા ૨૪ અશરણ ભાવના Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩. સંસાર ભાવના જૂ ક ક # # # $ % સુદ ( @ ગ્રંથકારે સંસારને ભયાનક ઘનઘોર વન કહ્યું છે. તે વન લાભના દાવાનળથી ભડકે બળે છે. વળી જીવ તેમાં તૃષ્ણા, મમત્વ, અહંના લાકડા હોમે જાય છે. આથી તે દાવાનળ બૂઝાતો નથી. છતાં આશ્ચર્ય કે જીવો તપ્ત થવા છતાં એ દાવાનળમાં આરામથી જીવે છે. વળી સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. ગમે તેટલી સરિતાઓ ઠલવાય તો પણ સમુદ્ર ધરાતો નથી. તેમ જીવને ગમે તેટલા ભોગો મળે તે ધરાતો નથી. નિત નવું માંગ્યા જ કરે છે. સંસારને અંધકારની ઉપમા આપવામાં આવી છે. ભલેને રોજ સૂર્ય ઉગે પણ ઘૂવડ જેવા જીવને કંઈ પ્રકાશ મળતો નથી. તેમ માનવને કયારેક ધર્મના સાધનો મળે પણ તે અજ્ઞાનના અંધકારમાં એ સાધનો જોઈ શકતો નથી, તેથી આત્મહિત કરી શકતો નથી. સંસાર ભાવના એટલે સંસારને ભાવવાનો-ગમાડવાનો નથી. તેની ભયંકરતા જોઈને સંસારથી મુક્ત થવાનું માનવદેહે કર્તવ્ય છે. રોજ સવાર પડે પ્રાણી જાગૃત થાય છે છતાં મોહનિદ્રાથી ઘેરાયેલો તે સદા ઉંઘતો જ હોય છે. તેણે આસવના દ્વાર સદા ખુલ્લા જ રાખ્યા છે. જેના દ્વારા તે કર્મજાળમાં ફસાતો જ રહે છે. સંસારરૂપી રણમાં ગ્રીષ્મઋતુરૂપી આધિ, વ્યાધિ અને ઉપાધિમાં ઘેરાયેલા જીવની ધર્મના જળ વગર તૃષા કેવી રીતે છીપે ? ધર્મરૂપી શીતળ જળની પ્રાપ્તિ કયાંથી થાય? સંસાર મૃગજળ-ઝાંઝવાના નીર જેવો છે. મૃગને તો એક જ મૃગજળ હોય છે, પણ માનવને કેટલા મૃગજળ? ધન, માલ, ઘર, યશ, પરિવાર, વસ્ત્ર, અલંકાર, આવા તો કેટલાયે મૃગજળ કે જેની પાછળ તે દોડયા જ કરે છે. ઝાંઝવાના નીરથી તૃષ્ણા છીપાતી નથી તેમ ભૌતિક પદાર્થોની તૃષ્ણા છીપાતી નથી. આ વૈજ્ઞાનિક યુગમાં વાસનાને ઉત્તેજિત કરે તેવા નિત નવા સાધનો પ્રસાર પામે અને માનવ તે મેળવવા દોડે, કયાં અટકવું તેની તેને ખબર નથી. - મિથ્યાત્વ-દર્શનમોહ અને કષાયના પરિણામથી સ્વદોષે જ જીવ સંસારમાં જન્મમરણ કરી અનેક દેહ ધારણ કરે છે તે જ સંસાર છે. એક વિચાર કે તૃષ્ણાથી વળી નવા પર્યાયોમાં જવું તે સંસાર છે. એમ સંસાર સરતો રહે છે. ચિંતનયાત્રા સંસાર ભાવના ૨૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ હે જીવ! સંસાર અનાદિ છે. અનાદિકાળ રહેવાનો છે. જીવમાત્ર અને તું પણ અનાદિના છો, અનંતકાળ રહેવાના છો, તેનો અર્થ તેમાં રહેવાનું નથી. આ ચૌદ રાજલોકમાં ચારગતિરૂપ સંસાર છે, પણ લોકાગ્રે પંચમગતિ છે. માનવ જન્મની સાર્થકતા તે ગતિમાં પ્રયાણ કરવાની છે. અર્થાત્ આત્માને સંસારથી મુક્ત કરી જે સ્વસ્વરૂપનું સ્થાન છે ત્યાં અનંતકાળ સમાધિ સુખમાં રહેવાનું છે. જે મોક્ષ કહેવાય છે. જીવ મોહ છોડે તો મોક્ષ તો તેનું સ્વરૂપ છે, તે તત્પણ પ્રગટ થાય પછી સંસારનું પરિભ્રમણ સમાપ્ત થાય છે. “ન સા જાઈ ન સા જોણી ન ત ઠાણે ન તં કુલું, ન જાયા ન મુઆ પત્થ સર્વે જીવા અનંતસો.” એવી કોઈ જાતિ નથી એવી કોઈ યોનિ નથી એવું કોઈ સ્થાન નથી કે જયાં સર્વે જીવો અનંતવાર જન્મ્યા કે મર્યા ન હોય. કહેવાતા દરેક સંબંધો અનેકવાર ભોગવ્યા ન હોય. તે સંબંધોના અનેકવાર સંયોગ વિયોગ થયા ન હોય, ત્યારે જીવ શોકથી દુઃખી થયો ન હોય? આમ કર્મનો નચાવ્યો આ નટ હજી નાચ્યા કરે છે. પણ ભાઈ ! વિરામ પામ, જાગૃત થા, અને રત્ન ચિંતામણિ જેવો ધર્મ મળ્યો છે તેને આરાધી લે. શાંત સુધારસનું પાન કરી લે. ક્ષણે ક્ષણે સરતા સંસારમાં તને કંઈ પ્રાપ્ત થવાનું નથી. તું જેને વિકાસરૂપ વિજ્ઞાનયુગ કહે છે તે સ્વયં એક મહાજાળ છે. અને એક જ્વાળા જેવો છે. પરંતુ પ્રલોભનની મોહજાળમાં તું એવો અંધ થયો છું કે તારા સ્વયં સુખને જોઈ શકતો નથી. સંસારમાં કોઈ એક સ્થળ કે ક્ષેત્ર નથી કે જયાં જીવે તે સેવ્યું ન હોય. વાસ્તવમાં સંસારનો અર્થ પરિભ્રમણ છે. એક સંસાર બહારનો છે અને બીજો જીવમાત્રમાં કલેશ-મોહરૂપ સંસારસ્વતઃ મનમાં છે. સંકલ્પ વિકલ્પરૂપ આ સંસાર વણથંભ્યો સર્યા જ કરે છે. “સરતિ-સંસરણ ઈતિ સંસાર' એક ભવમાંથી અન્ય ભવમાં, એક ભાવમાંથી અન્યભાવમાં, એક પદાર્થમાંથી અન્ય પદાર્થમાં ભમ્યા જ કરે છે. આ સંસરણ કોઈ જબરજસ્તીથી કરાવતું નથી. જીવને પોતાના સહજ સુખરૂપ સ્વરૂપની પ્રતીતિ ન હોવાથી આ સંસરણ-પરિભ્રમણ ચાલુ છે. છતાં પરિભ્રમણ એ જીવનો સ્વભાવ ન હોવાથી મહાપુરૂષો ગૃહસ્થાવસ્થામાં ભૂમિકાનુસાર ધર્મપ્રવૃત્તિ કરતા રહ્યા, પરોપકારાદિ કરતા રહ્યા. અને જ્ઞાન દ્વારા આત્મઅનુભવમાં રહી વિકલ્પોની જાળને તોડી અનુક્રમે માત્ર આત્મધ્યાનમાં રહી કર્મોને નષ્ટ કરી સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ થયા. ચિંતનયાત્રા સંસાર ભાવના ૨૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ સંસાર એ જીવનું સ્વરૂપ નથી કે છોડયું છૂટે નહિ. જીવને પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ પરિભ્રમણનું કારણ છે. ભલે તે અનાદિનું હોય પરંતુ તેનો ક્ષય જ્ઞાની કે યોગી ક્ષણમાત્રમાં કરે છે. “કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર સંસારમાં તારું કાર્ય કેવળ જન્મવું, ધન કમાવું. વ્યાપાર વ્યવહાર કરવો, દેહ ચાવવો, પરિવારમાં ખૂપ્યા રહેવું અને આયુ ક્ષય થયે વિદાય થવું તે નથી. ભાઈ ! જ્ઞાની કહે છે તારો જન્મ, જન્મ ન થવા માટે છે, નિર્વાણ માટે છે ચતુર થઈને આ ફંદામાં તું કયાં ફસાયો ! એ તરફથી દષ્ટિ પરિવર્તન કરી તેને આત્મામાં સ્થિત કર, તેમાં આનંદ પામ તને અનંત સુખની પ્રાપ્તિ થશે. નદીમાં રહેવાવાળો કાચબો પોતાનું ડોકું બહાર કાઢે ત્યારે કેટલાયે પક્ષીઓ તેને ચાંચ મારી હેરાન કરે, બિચારો દુઃખી થાય. પણ જો તે પોતાનું ડોકું પાણીમાં ડૂબાડે તો દુઃખથી છૂટે. તેમ ભાઈ તું તારા ઉપયોગને બહાર રાખીશ તો કર્મોરૂપી પક્ષીઓ તને હેરાન કરશે પણ જો તું તારો ઉપયોગ આત્મામાં લગાવીશ તો તને અનંત સુખ પ્રાપ્ત થશે. પરાવર્તન શું છે ? આ સંસારના પરિભ્રમણના ભયાનક પરાવર્તનને જીવો જાણતા નથી. વળી તે બૌદ્ધિક સ્તરે સમજાય તેવા નથી, કથંચિત જાણે તો પણ પોતાને તેમાં કંઈ લાગતું નથી તેમ માને છે. પણ ભાઈ, કર્મસત્તા ભૂલ થાપ ખાતી નથી તો હવે એ પરાવર્તન શું છે તે જાણવા પ્રયત્ન કરીએ. આ પરાવર્તન પાંચ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ દ્રવ્ય પરાવર્તન (પુલ) : પુદ્ગલ દ્રવ્યનો ગ્રહણ અને ત્યાગ. લોકના અસંખ્યાત પ્રદેશ રહેલા અનંત પ્રકારના જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિના, ઔદારિક આદિ શરીરના તથા નોકર્મના સર્વ પુદ્ગલોને મોહનીયકર્મ વડે સમયે સમયે જન્મ મરણ વડે જીવ ગ્રહણ ત્યાગ કરે છે. તે પણ પહેલા જન્મ જેવા ગ્રહણ કર્યા તેવા જ પુનઃ ગ્રહણ કરે ત્યારે તે દ્રવ્યપરાવર્તનમાં ગણાય. વચમાં જન્મ મરણ સમયે અન્ય પ્રકારના પુગલો ગ્રહણ કરે તે આ પરાવર્તનની ગણત્રીમાં ન આવે. આ પ્રમાણે લોકમાં રહેલા તમામ પુદ્ગલોનો ગ્રહણ ત્યાગ ગણવો તે દ્રવ્ય પરાવર્તન. ક્ષેત્ર પરાવર્તન : સમગ્ર લોકાકાશના દરેક પ્રદેશે શ્રેણીના ક્રમમાં ઉપજે અને મારે તે ક્ષેત્ર પરાવર્તન. ક્રમ ત્યજીને અન્ય ક્ષેત્રે પ્રદેશ ઉપજે ચિંતનયાત્રા સંસાર ભાવના ૨૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ કે મરે તે ક્ષેત્રપરાવર્તનની ગણત્રીમાં ન આવે. તે જ ક્ષેત્રના ક્રમે બીજા જ પ્રદેશે જન્મ મરે તે ગણત્રીમાં આવે. કાળ પરાવર્તન : ઉત્સર્પિણી કે અવસર્વિણીના કોઈ એક કાળના પ્રથમ સમયથી માંડીને અનંતકાળ સુધી અનુક્રમ પ્રમાણે ઉપજે ને મરે વચ્ચે અક્રમ સમય ગણત્રીમાં ન આવે. જેમ કે એક ઉત્સર્પિણીના પાંચમાં આરામાં ૨૦૬૫માં અમુક માસમાં, અમુક દિવસે, અમુક સમયે ઉપજે મરે પછી પાછો તે જ ક્રમમાં તે સમયના બીજા જ સમયે ઉપજે મરે તે ગણાય, પરંતુ વચમાં બીજા આરા કે વર્ષ, તારીખ કે સમય અક્રમમાં થાય તે ગણત્રીમાં ન આવે. ભાવ પરાવર્તન : કષાયાદિ ભાવો અસંખ્યાત લોક પ્રમાણ છે. દરેક કર્મની પ્રકૃતિની જે સ્થિતિ છે (જેમકે જ્ઞાનાવરણની ત્રીસકોટાકોટિ છે) તે પ્રકૃતિઓ અનંત છે તે દરેકને અનુક્રમે એક સમયથી માંડીને અધિક સમય સુધી ભોગવે તેમાં અનંતકાળ જાય. ત્યારે ભાવ પરાવર્તન પૂરું થાય. ભવ પરાવર્તન : જેમકે નરક ગતિનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. ત્યાં જન્મ, મરે, પછી બીજી વાર તે જ ગતિના તે જ સ્થાને પહેલાના સમય પછીના એક સમય અધિક આયુષ્ય લઈને જન્મ, મરે, પછી તે જ સ્થાને ત્રણ સમય અધિક એમ તે જ સ્થાનનું જે આયુષ્ય હોય તે પૂરું કરે. વચમાં અન્યત્ર જન્મે મરે તે ગણત્રીમાં ન આવે. વળી તે જ સ્થાને વધતું ઓછું થાય તે પણ ગણત્રીમાં ન આવે. ત્યારે ભવ પરાવર્તન પૂરું થાય. ચારે ગતિમાં આ પ્રમાણે ગણવું. સામાન્ય રીતે આ પ્રમાણે ટૂંકમાં સમજવું કે આકાશના એક છેડાના પ્રથમ પ્રદેશે જીવે ત્યાંના જે પુગલો ગ્રહણ કર્યા, તે કાળ અન્વયે અવસર્વિણીના પાંચમાં આરાના જાન્યુઆરીની તારીખ ત્રીજીએ નવ વાગે અદ્યવસાય (ભાવ) ગ્રહણ કર્યા અને છોડયા. ઉપજયો અને મર્યો. પછી તે જ કાળે, તે જ આરાના તે જ માસે તે જ તારીખે તે જ સમયે નવ વાગે તેની લગોલગ બીજા સમયે જે ભાવ ગ્રહણ કર્યા હતા તેવા જ ભાવ થાય તે પરાવર્તન ગણાય. વચમાં અન્યત્ર જન્મ, અન્ય પુદ્ગણો ગ્રહે, અન્ય કાળે, અન્ય ભાવે ઉપજે કે મરે તે પરાવર્તનની ગણત્રીમાં ન આવે. આ વાંચીને થશે કે આ કેવી મગજમારી? ભાઈ, આ મગજમારી નથી. પણ જીવની અનંતકાળની કથા અને વ્યથા છે કે કયાં કેવા સ્થાનોમાં અજ્ઞાનવશ કર્મસત્તાના સંકજામાં સપડાઈને રખડ્યો . આમ તો જીવને સુખ ગમે છે સુખની શોધમાં ભમે છે. પણ સુખ કયાં છે તે ખબર નથી ચિંતનયાત્રા સંસાર ભાવના ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ તેથી દુઃખ પામે છે. સુખ તો જીવના અંતરાત્મામાં જ રહેલું છે. ત્યાં દષ્ટિ કરે તો સુખ પામે. જ્ઞાનીજનોએ સંસારને નિઃસાર જોયો, અને તે બુદ્ધિમાન ત્યાં જ સુખ શોધે છે. સંસારમાં તો તું નિપુણ છે. તો પછી સાચું સુખ શોધવામાં કેમ ભૂલ કરે છે ? મિથ્યાભાવમાં ફસાયો છું. સદ્ગુરુ કે શાસ્ત્રબોધ દ્વારા હવે ચેતી જા અને જયાં સુખ છે ત્યાં તારા જ સમભાવભર્યા આત્મા પ્રત્યે દૃષ્ટિ કર તો તને સાચા સુખની પ્રાપ્તિ થશે. અને આ દુઃખદાયી પરાવર્તનથી મુક્ત થઈશ. આવા દુઃખદાયક પરાવર્તનથી અને ભવભ્રમણથી મુક્ત થવા સર્વજ્ઞ એવા વીતરાગનો કહેલો સૈદ્ધાંતિક ધર્મ ગ્રહણ કર. જિનવાણીનું શ્રવણ કર અને આત્મચિ પ્રત્યે તારા પરિણામને જોડી દે. પછી સંસાર ભયાવહ છતાં તું નિર્ભય છું. જિનવાણી ઉત્કૃષ્ટ નિમિત્ત છે. તે વચનો દ્વારા કંઈક જીવો ઉપાદાનને જાગૃત કરી તરી ગયા. જેને ઉપાદાન જાગૃત ન કર્યું તેવા આપણે હજી આ સંસારમાં રઝળીએ છીએ. નિમિત્ત તો શ્રેષ્ઠ અને સબળ છે પણ ઉપાદાન નબળું તો ફળ પ્રાપ્તિ શકય નથી. વળી પુનઃ પુનઃ આત્મ ભાવના જાગૃત રાખવી. વારંવાર ભાવના કરવી કે હું વર્તમાન પર્યાય જેટલો નથી, પૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ છું. સંસાર અસાર છે તેમાં સારભૂત સભ્યત્વાદિ આત્મગુણ છે. સંસાર પરિભ્રમણનું કારણ સ્વઉપાર્જિત કર્યો છે. તે જીવ સાથે સહજ મળની જેમ ચોંટેલા છે. છતાં સ્વભાવગત નહિ હોવાથી નષ્ટ થઈ શકે છે. જીવ કર્મોના ઉદયબંધ સાથે ગ્રસિત હોવાથી તેનો નાશ કરવો વિકટ લાગે છે. પરંતુ જો સરૂનો યોગ મળે જીવ પ્રથમ અશુભભાવખરાબ કર્મો, પાપજનિત ક્રિયાઓ ઘટાડતો જાય, પછી સ્વજ્ઞાનક્ષયોપશમજ્ઞાન વડે શુભકર્મોને-પુણ્ય કાર્યોને સેવતો જાય. તેથી અશુભનો ભાર ઘટવાથી આત્મબળ વધતા શુભકર્મોને પણ ત્યજી શકે છે કે, શુભાશુભ કર્મોમાં હર્ષ શોક કરતો નથી સમભાવે ભોગવી લે છે. સવિશેષ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરતો રહે છે. છેવટે શુભાશુભ બંને કર્મોનો છેદ થતાં જીવ સંસારથી મુકત થાય છે. શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય, અશુભ રે નરાદિ ફળ, ભૈરહિત ન ક્યાંય. -શ્રીમદ્ રાજચંદ્ર કોઈ જીવો માને કે અમને રાગ નથી. પણ ધારો કે તમારા દિકરાને કોઈએ નુકશાન કર્યું તો નુકસાન કરનાર પ્રત્યે તમને ઠેષ થશે કારણ કે ચિંતનયાત્રા સંસાર ભાવના ૨૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ દિકરા પ્રત્યે રાગ છે. એમ સંપત્તિ આદિ માટે સમજવું. તમે ઈસ્ત્રીટાઈટ વસ્ત્રો સજ્યા કે ચૂંથાયેલા કપડા પહેર્યા, કપડાંને શું રાગાદિ થશે? પણ તને ઈસ્ત્રીવાળા ગમશે તે રાગ, અને ચૂંથાયેલા નહિ ગમે તે દ્વેષ. આમ આત્મા સ્વભાવે તો નિર્વિકાર છે પણ પુગલના સંયોગે સ્વયં રાગાદિ રૂપે પરિણમે છે તે જ તેનો સંસાર છે. ગુણ શુદ્ધતા તે સ્વભાવ છે. દોષ તે બીજું પાસું છે, વિકૃત છે, અશુદ્ધ છે. હવે જીવ એકાંતે વિચારજે કે તે શા માટે આ સંસારના આવા દુઃખોને સહન કર્યા અને હજી કરે તેવા લક્ષણને સેવે છે? ચારે ગતિમાં કયાંય સુખ પામ્યો નથી એ દુઃખોને જાણી લે. નરનું દુઃખ : સ્વયં કરેલા નિર્દયતાભર્યા પાપના ઉદયથી જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંના દારૂણ દુઃખોની વેદના અન્ય કોઈ રીતે કહી શકાતી નથી. જીવ અજ્ઞાનવશ ક્રૂર રીતે હિંસા, અસત્ય, ચોરી, બળાત્કાર કે પરધનહરણ જેવા પાપો કરી આ કર્મ બાંધે છે. આ નરકમાં નારકીનું શરીર જ સ્વયં દુઃખદાયી અને ધૃણાજનક હોય છે. પરસ્પર છેદન તાડન એ જ ધંધો હોય છે. પરમાધામી દેવો દ્વારા શરીરના ટૂકડા થાય છે, ભેદાય છે, ત્યારે કોઈ બચાવી શકતું નથી. ક્ષેત્રાકૃત વેદના પણ અસહ્ય હોય છે. અતિશય ઠંડી કે ગરમી અને દુર્ગધ સહન કરે છે. અતિશય ક્ષુધા તૃષા લાગે પણ ખાવા પીવાનું મળે નહિ. પૂર્વના વેરીઓ અહીં જન્મીને અન્યોન્ય મારે કાપે, આવા અનેક દુઃખો જીવ પોતાના જ ઘોર કૃત્ય વડે પામે છે. માટે જીવે કોઈ પ્રકારે દૂર પરિણામ સેવવા નહિ. તિર્યંચગતિના દુઃખો : નારકમાંથી નીકળી મહદ્ અંશે જીવ તિર્યચપણું પામે છે. ત્યાં ગર્ભથી જ તેનું દુઃખ શરૂ થાય છે. નાના પ્રાણીઓ સિંહ જેવા મોટા પ્રાણીઓથી કે શિકારીઓથી ઘાત પામે છે. તેઓને સુધા - તૃષા ઘણી સહન કરવી પડે છે. સિંહ વનનો રાજા પણ પાંજરામાં પૂરાયો કે બકરી કરતાં પણ રાંક થઈ જાય છે. આ યુગમાં કતલખાનાની વાત જાણો છો એટલે પૂરો ખ્યાલ આવશે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પશુપક્ષી સૌ તિર્યંચ છે. વનસ્પતિમાં જાણે જીવ ન હોય તેમ તેનો ઉપયોગ થાય છે. કીડી, મંકોડાને તો જાણે કોઈ જીવ તરીકે જોતા જ નથી અને દેડકા, વાંદરા, મરઘા, અધધધ તેમને મારવાની પદ્ધતિ પણ ભયંકર છે. તે હવે તો ટીવી જેવા સાધનો દ્વારા જણાય છે. એ સર્વે પૂર્વે કરેલા કર્મોનો વિપાક જાણી તેવા પાપોથી દૂર રહેવા વિચારવું. - મનુષ્યગતિના દુઃખો : ગર્ભથી ઉંધે મસ્તકે રહેવાનું દુ:ખ શરૂ થાય ચિંતનયાત્રા - 30 સંસાર ભાવના Page #36 -------------------------------------------------------------------------- ________________ છે. બાળ અવસ્થા તો ત પરાધીન, દુઃખે માથું અને મા પેટ પંપાળે, પોતે બોલી તો શકે નહિ. તેમાં પણ મા મૃત્યુ પામે ત્યારે ભારે દુઃખ ભોગવવું પડે. વળી શરીરમાં અશાતાના ઉદયે પીડા ભોગવવી પડે. ઈષ્ટના વિયોગનું દુ:ખ ભોગવવું પડે. વળી નીચ ગોત્રમાં તો દરિદ્રતાના દુઃખો સહન કરવા પડે. કોઈ પુણ્યશાળી જીવોને કંઈક સુખ હોય તો પણ તે પરાધીન છે. વળી ઘણું પુણ્ય હોય તો પણ સ્ત્રી, પુત્રાદિના વિયોગનું દુઃખ, માનસિક ચિંતાનું દુઃખ આવા અનેક પ્રકારના દુઃખોથી મનુષ્ય ઘેરાયેલો છે. તેથી બોધ પામી ધર્મ, ભક્તિ, પરોપકાર, દયા, વ્રત, જેવા સાધનોનું આરાધન કરવું જેથી દુઃખથી રક્ષણ મળે છે. દેવગતિના દુ:ખો : સામાન્ય રીતે એવું મનાય છે કે દેવલોક, સ્વર્ગ, વૈકુંઠમાં સુખ જ સુખ છે. યદ્યપિ દેવના શરીર સુંદર શુભપુદ્ગલોના, રોગ રહિત હોય છે. એ ભૂમિ ભોગભૂમિ છે, છતાં ત્યાં સૌ પ્રથમ દુઃખ એ છે કે એ ભોગ ભૂમિમાં જન્મેલા દેવોના શરીર નશ્વર છે, આયુષ્યકર્મને આધીન છે. અર્થાત મૃત્યુ છે. જયાં મૃત્યુ છે ત્યાં દુઃખ છે. વળી પુણ્યકર્મ પ્રમાણે ઉપરના દેવલોકની રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ વિશેષ હોય છે. તે નીચેના દેવો જુએ છે અને ઈર્ષાથી બળતા રહે છે. દેવાંગનાઓનું ચ્યવન થતાં વિરહાગ્નિથી બળે છે. હજારમાંથી એક દેવી ઓછી થાય તો પણ લોલુપતાથી દુઃખી થાય છે. રોગ નથી પણ ભોગની દોડનું દુઃખ વિશેષ છે. વળી મિથ્થામતિ દેવ ભોગ તૃષ્ણાને પરિણામે મૃત્યુ પામી પ્રાયે એકેન્દ્રિયના પૃથ્વી, પાણી કે વનસ્પતિના સ્થાનોમાં જન્મ લે છે, તે અવધિજ્ઞાનથી જાણે છે અને દુઃખી થાય છે. આમ દેવલોકમાં પણ દુઃખ તો છે જ. સંસારમાં કયાંય રોકાવા જેવું નથી ભલે તે સ્વર્ગ હોય કે માનવલોક હોય. અનુપ્રેક્ષા : સંસાર એટલે ચાર ગતિનું ચક્ર. ફૂટબોલની જેમ જીવ જન્મ મરણ દ્વારા ફેંકાય છે. પુણ્યયોગે કોઈ ગતિમાં કંઈક સુખ મળ્યું તો તે ચાર દિવસની ચાંદની જેવું અને અંતે દુઃખવાળું છે. માટે જ્ઞાની પુરુષો સંસારના આવા કરૂણ અંજામને જાણી બોધ ગ્રહણ કરી સાચા સુખને માર્ગે વળી ગયા. સંયમમાર્ગ પ્રારંભમાં પહાડ તોડવા જેવો છે પણ પરિણામે સુખદાયક છે. ચાર દિવસના ચાંદરણા પર જૂઠી માયા શા માટે, જે ના આવે સંગાથે તેની મમતા શા માટે ?” ચિંતનયાત્રા ૩૧. સંસાર ભાવના Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪. એકત્વ ભાવના આત્મા સ્વયં એકાકી છે. સ્વયં ભગવાન છે. જ્ઞાનદર્શનમય છે. બાકી સર્વ બાહ્ય સંયોગો મારા આત્માથી ભિન્ન છે. હું તો સિદ્ધ બુદ્ધ પૂર્ણાનંદી છું. પૂર્ણ સુખી છું. શુદ્ધ નિશ્ચયનય આધારિત આ ભાવના નિત્ય ભાવવાની છે. જો આ ભાવના આત્માશ્રયી હશે તો પાપોનો નાશ થઈ આત્મસ્વરૂપ પ્રગટ થશે. દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂ૫ રે.” - ચેતન જ્ઞાન અજવાળીએ. હું મન, વચન કે કાયા રૂપ પૌદ્ગલિક તત્ત્વ નથી. હું તો કર્મ રહિત શુદ્ધાત્મા છું. હું જન્મમરણ રહિત અક્ષય સ્થિતિવાળો, કર્મ કલંક રહિત પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છું. હું તો સ્વગુણભોગી છું મારે વળી વિષય ભોગ કેવા? આ રીતે નિરંતર ભાવના કરતા જીવને એકાકીપણાનું માહાભ્ય આવે છે. એકાકીપણાનો ભય ટળી જાય છે. હું એકલો છું મારું કોઈ નથી તેવી દીનતા ટળી જાય છે. એકત્વભાવનાને આત્માકાર કરવા નિશ્ચયદેષ્ટિને લક્ષમાં લેવી કે હું નિતાંત એક છું. પરમાત્મસ્વરૂપ છું. પૂર્ણ સુખ-આનંદ મારાં સ્વરૂપને આધીન છે. સ્વરૂપ સાથે અભેદ થતાં સંસારની સર્વ જંજાળ ટળે છે. આત્મસ્મરણના આનંદમાં જીવ એકરૂપ મગ્ન થઈ મહાલે છે. તપ, સંયમ વ્રતાદિથી જે કાર્ય નથી થયું તે સ્વરૂપપ્રાપ્તિ આ ભાવનાથી થાય છે. અને સંસારના બંધનનો અંત આવે છે. “હું એહનો એ માહરો, એ હું ઈણ બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ.” સંસાર ભાવનામાં આપણે જોયું કે આંખ બંધ થતાં આ જગતના મારા તારા સર્વ ભાવો વિરામ પામે છે, એક સ્વપ્ન પૂરું થાય છે. અહીં કહે છે હું તારો કે કોઈ મારું એ ચેતનના જડ ભાવો છે, રાગાદિ તરંગો છે. તેને કારણે ચેતન પોતાનું ચેતનપણું ભૂલી પોતાને દેહાદિરૂ૫ માની સંસારમાં ભળે છે. - ચિંતનયાત્રા રે રે Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાઈ, તે સ્વયં જોયું છે કે જીવ જન્મે છે એકલો, મરણ પામે છે ત્યારે પણ એકલો જ જાય છે. પ્યારો મનાતો દેહ પણ મૂકીને એકલો જાય છે. પછી મારા માનેલા સ્વજન, પરિવાર, ધન, માન, યશ વિગેરે. જે નંબર બે ત્રણ વાળા છે તે તો કયાંથી સાથે આવે? વળી શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક વહાલા સ્વજનો પણ લઈ શકતા નથી તે જીવ એકલો જ ભોગવે છે. આ જીવે પરમાં સ્વપણાનો આરોપ કરી એકત્વ કર્યું છે. તે પણ ખૂબ ગાઢ કર્યું છે. તેથી વારંવાર અનેક રીતે એકત્વની ભાવના ઘૂંટીને જડ અને ચેતન બંને પદાર્થોથી અહં મમત્વનો ત્યાગ કરવાનો છે. હું દેહ નહિ, સ્ત્રી નહિ, પુરૂષ નહિ, બાળ યુવાન કે વૃદ્ધ નહિ, હું સેવક નહિ, સ્વામી નહિ, કોઈ રાય કે રંક નહિ, નારકાદિ કોઈ ગતિવાળો નહિ, રૂપાળો કે કદરૂપો નહિ. હું માતા નહિ કે પિતા નહિ, હું પતિ નહિ પત્ની નહિ. જોકે જીવને આ બહું ખૂબ ઘૂંટાયું છે તેથી આવું બોલવું કે ભાવવું ચિત્તમાં આવતું નથી. જો જીવ વિચારે તો સમજાશે કે જો સાચું હોય તો બધું જન્માંતરે જતા સાથે આવે. આમ પોતાના નિયત કરેલા વ્યક્તિત્વને ભૂલી જા કે તે હું નથી, નથી, નથી. અરે ! તે મારું કરીને રાખેલા ધન સંપત્તિ ઘરનો એક કણ પણ સાથે નથી આવતો તે જ પૂરવાર કરે છે જડ કે ચેતન કોઈ પદાર્થો તારા થયા નથી, થવાના નથી. તું સદ્ગુરુને પૂછ કે તારા આત્માને પૂછ કે મારું શું છે? હું કોણ છું? આત્મા જ્ઞાન-દર્શનયુક્ત છે. અન્ય પદાર્થોવાળો નથી અને કાળાંતરે થતો પણ નથી. “હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન-દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે.” યોગીજનોએ આ વીતરાગવાણીને આત્મસાત્ કરી જંગલની વાટ પકડી જે પોતાનું છે તેવા સ્વરૂપને પામી ગયા. સ્વરૂપલક્ષી પરિવારમાં સ્થિર થઈ ગયા. જંગલમાં તેમની સાથે પરિવાર છે તે જાણવા જેવો છે. - સમતારૂપી મા, વૈરાગ્યરૂપી પિતા, ક્ષમારૂપી પત્ની, શુદ્ધતારૂપી ભગીની અને આનંદરૂપી ભાઈ, આત્માના જેટલા ગુણો તેટલો વિશાળ પરિવાર? પછી દીનતા શું કે એકલવાયા શું? આ જન્મે કે લાખ જન્મ સુખનો માર્ગ એકત્વમાં છે. દષ્ટાંત મિથિલા નગરીના નરેશ નમિ રાજર્ષિનું દૃષ્ટાંત પ્રચલિત છે. ચિંતનયાત્રા ૩૩ એકત્વ ભાવના Page #39 -------------------------------------------------------------------------- ________________ દેહ દાહજ્વરથી ઘેરાયેલો છે. પ્રિય રાણીઓ ચંદન ઘસી રહી છે. ત્યારે દરેકે પહેરેલા કંકણનો અવાજ ગુંજે છે તે રાજા ખમી શકતા નથી. તેથી દરેક રાણીઓએ સૌભાગ્યનું એક કંકણ રાખીને બીજા ઉતારી દીધા. અવાજ બંધ થવાથી રાજાને થયું કે ચંદન ઘસવાનું બંધ થયું હશે? મને જલ્દી ચંદનનો લેપ કરો. આ દાહજ્વર અસહ્ય છે. ચંદન ઘસવાનું ચાલુ રાખો. “સ્વામી, ચંદન ઘસવાનું ચાલુ છે. દરેક રાણીઓએ હાથ પર એક જ કંકણ રાખ્યું છે, એટલે અવાજ બંધ થયો છે. રાજા વિચારે છે કે : એક જ કંકણ ? એક એટલે કંઈ અવાજ-વિકલ્પ નહિ ? આ વિચારધારા આગળ વધી, જીવ એકલો આવ્યો છે, એકલો જશે. આ દુઃખ પણ એકલો જ ભોગવું છું. વૈદ્યો, હકીમો, મંત્રીઓ, રાણીઓ મારો પડતો બોલ ઝીલીને સુખ ઉપજાવવા મથે છે પણ આ શું? આ કોઈ મારા રોગને લઈ શકતા નથી હું એકલો જ ભોગવું છું. આ વિચારધારા ઘેરી બની. તેમાં જન્માંતરીય સંસ્કાર ભળ્યો. શાંત ચિત્તે ચિંતન થતુ રહ્યું અને વૈરાગ્યધારા અંતરથી પ્રગટ થઈ. આ રાજ, રાણીઓ, પુત્રાદિ કંઈ જ મારું નથી. હું એકલો છું. મારો એક સુશાશ્વત જ્ઞાન-દર્શનયુક્ત જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.” મારો જ્ઞાન-દર્શનયુક્ત આત્મા છે. બાકી સર્વે પર સંયોગો છે. એ વૈરાગ્યની ધારામાં મિથિલાનરેશે નિર્ણય કર્યો કે પ્રાતઃકાલે આ સંસારનો ત્યાગ કરી લેવો. એમની આ દઢતા ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણી. ઘણા પ્રલોભનો આપ્યા. પણ પેલી વૈરાગ્ય ધારાથી એ પ્રલોભનો પીગળી ગયા. દેહ પણ જાણે સાથ આપવા સ્વસ્થ થઈ ગયો અને પ્રાતઃકાળે રાજા મુનિ બન્યા. ધર્મનો પ્રભાવ આવો છે. ધર્મ રક્ષતિ રક્ષિત હું એક છું મારું કોઈ નથી. હું પૂર્ણાનંદ છું. “તે માટે નિજભોગી, યોગીસર સુપ્રસન્ન, દેવ નરક તૃણ મણિ, ભાસે જેહને મન.” નિશ્ચય દૃષ્ટિ યુક્ત જે સાધક આ ભાવના ભાવે છે તે એક છતાં અનેકરૂપ બને છે. સમસ્ત ચૈતન્યને સમભાવથી જાણે છે. મારા તારાના ભેદ ભૂસાય છે. યોગી સદા પ્રસન્ન છે. તે જાણે છે કે પરદ્રવ્યાદિમાં પરપર્યાયમાં રમવું એટલે સંસારમાં ભમવું. પરભાવનું કર્તુત્વ છૂટે આત્મતત્ત્વ ઓળખાય, સ્વરૂપમાં રહેવું તે જ મુક્તિ છે. ચિંતનયાત્રા એકત્વ ભાવના ૩૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ સંસારી-અજ્ઞાની જીવ સ્પર્ધાદિના પદાર્થોને સુખના સાધન માને છે તે મહા અનર્થ છે. જેમ કોઈ સજ્જન પરસ્ત્રીને પોતાની માનવાનો વિકલ્પ નથી કરતો તેમ સાચો સાધક કે મોક્ષાર્થી પરપરિણતિ, પરભાવાદિને પોતાના માનતો નથી, સ્પર્શતો નથી, એક સ્વાત્માને જ ભજી એકત્વ દેઢ કરે છે. મુનિ સ્વાત્મામાં જ સંતુષ્ટ હોવાથી દરેક સ્થિતિમાં આનંદપૂર્ણ હોય છે. અનેક ઉત્કૃષ્ટ ભાવનાથી ભાવિત યોગી સદાય શાંતસુધારસમાં મગ્ન હોય છે. નિર્વિકલ્પ મુજરૂપ હૈ, દ્વિધાભાવ ન સુહાઈ. આત્મજ્ઞાની-યોગીજનોની અંતરયાત્રામાં કોઈ વિકલ્પ-વિભાવની જગા જ નથી. ત્યાં કેવળ સ્વાત્માને જ સ્થાન છે. તેમનું મન, બુદ્ધિ, ચિત્ત સર્વે પરમાત્મમય હોય છે. એવું કયારે બને? હે સાધક ! પ્રથમ જો તારો નિર્ણય થયો હોય કે હું પરમાત્મસ્વરૂપ છું તો તારી જાત - ભાત બદલી નાખ, વિષયોથી વિમુખ થા, તો તારો અંતરાત્મા જ તને માર્ગ બતાવશે અથવા તને તેવા યોગ મળી જશે. રાયે સાયે ધ્યાનમાં નાચે વિષય ન કોઈ, નાચે રાચે મુગતિરસ, આતમજ્ઞાની સોઈ.” આત્મજ્ઞાની એકત્વમાં ધ્યાનમાં મગ્ન છે ત્યાં તેમને કોઈ વિષય સતાવતો નથી. એકત્વ સાથે સમત્વ જોડાય છે. સમત્વ એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સંયોગમાં ન રાગ ન ષ. આંખ ખુલ્લી કે બંધ છે રૂપ દેખાશે, પણ ન રાગ ન ટ્વેષ. કાન ખુલ્લા છે, શબ્દ સંભળાય છે, ન રાગ ન ટ્વેષ. નાક ખુલ્લું છે, દુર્ગધ કે સુગંધ આવી, ન રાગ ન ટ્વેષ. જીભને રસ સ્પેશય છતાં રસાનુભૂતિ નહિ, ન રાગ ન ટ્વેષ. દરેક ઈન્દ્રિયને નિરંતર સ્પર્શ ચાલુ છે. પણ તેમાં ન રાગ દ્વેષ. આ રીતે વિષયોથી વિમુખ થવાની ટેવ પાડવી. વારંવાર પ્રયોગ કરવાથી ઈદ્રિયો તમને સાધનામાં અનુકૂળ થશે. જીવન પર્યત આ સાધના કરો. જો તમારે શાંતસુધારસનું પાન કરવું છે તો આ ઉપાય સચોટ છે. વિકલ્પોની જાળ તૂટશે. અને એકત્વ ભાવના દેઢ થશે. ભાઈ, આ જગતમાં તારા પુણ્યયોગમાં ઘણા ભાગ પડાવશે, પણ પાપ, રોગ કે દુઃખ ઉદયમાં આવ્યું તો કોઈ ભાગ નહિ પડાવે. કદાચ ચિંતનયાત્રા ૩પ એકત્વ ભાવના Page #41 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય હશે તો તારી સેવા ચાકરી થશે, ત્યારે પણ તું દુઃખ તો એકલો જ ભોગવશે. કદાચ તું શ્રીમંત હશે તો હોસ્પિટલનો એ.સી., આઈ.સી.યુ.નો ખાસ ઓરડો હશે, ચાંદીની પ્લેટમાં આહાર હશે. ડોકટરો, નર્સે હાજર હશે. તેમ છતાં તારા હૃદયરોગનું દર્દ કોઈ રજ માત્ર લઈ નહિ શકે. માટે નમિરાજાની જેમ એકત્વ ભાવના કરી આત્મહિત કરી લે. વાસ્તવમાં જીવ માત્ર પોતાનામાં એકલો જ છે. વિશ્વના તમામ પદાર્થો સ્વયં એકલા જ છે. હું સ્વયંમાં એક જ છું. તેવી પ્રતીતિ થતાં દુઃખનું કારણ રહેતું નથી. ઉપયોગ-પરિણામ જો સ્વનો આધાર ત્યજી દે તો તેનું બીજું ઠેકાણું તો છે નહિ. પૌલિક સંસ્કારવશ સ્વનો આધાર છોડીને અન્ય સ્થાને તે શાંતિ પામતો નથી. સ્વમાં જ વિશ્રામ છે. “કર્મ ક્લંક નિવારીને નિજ રૂપે હો રમે રમતા રામ, લહત અપૂરવભાવથી ઈણ ભાતે હો તુમે પદ વિશરામ” કોઈ યુવાન-યુવતી મોહના આવેગમાં નદીમાં પડતું મૂકી ડૂબી જાય તો તે બંને સાથે મર્યા કે વ્યક્તિગત મર્યા? અરે હજારો માનવો ધરતીકંપમાં સાથે મર્યા એમ બોલીએ ત્યારે પણ દરેક વ્યક્તિ એકલી જ મરતી હોય છે. પુત્રના મરણથી માતાપિતા સાથે રડવા લાગ્યા. ત્યારે પણ દુઃખ તો વ્યક્તિગત જ થાય છે. આમ સર્વ સ્થાને જીવ એકલો જ હોય છે, તે પછી સંસારમાં હો કે મોક્ષમાં હો, દરેક દ્રવ્ય સ્વંતત્રપણે એકાકી છે. મરણ કરતા પણ જન્મ ભયાનક છે. જન્મ પછી મૃત્યુ હોવું ભયાનક છે. કારણકે પુનઃ જન્મનું દુ:ખ ઉભું છે. જે જીવ જન્મ અને મરે નહિ તે નિર્વાણ પામી મુક્ત થાય છે. તેને પુનઃ જન્મનું દુઃખ નથી. માટે તન, મન, ધન, વચન તારે જે કંઈ ચૂકવવું પડે તે ચૂકવીને પણ પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિ કર. હું સ્વયં એક છું. અસંખ્ય પ્રદેશે અનંત ગુણોનો પિંડ છું, કિલ્લો છું, તેને કોઈ ભેદી ન શકે. પરંતુ જીવે વિભાવભાવથી જીવનબોજ વધારી દીધો છે. હું સ્વયં એક છું અન્ય મારું નથી, તેવો નિર્ણય દઢ કરી લે પછી દુઃખ નથી. માનવ ઘરબાર વસાવીને માને છે આ સર્વ મેં કર્યું, મારાથી પરિવાર આદિ સુખી છે. તેને માટે કેટલો શ્રમ ઉઠાવ્યો. પણ એ સર્વે મિથ્યા છે. તે તે પ્રકારોમાં અહં મમત્વ કરી તેં મિથ્યાત્વને ગાઢ કર્યું, રાગાદિ ભાવની અવસ્થા નિરંતર બદલાતી રહે છે અને તું માને છે કે આ મારો પ્રેમ સ્થાયી છે. તે વિભાવ મારા સાથી છે. ભાઈ કર્મોદયની પરંપરામાં તું ચિંતનયાત્રા એકત્વ ભાવના Page #42 -------------------------------------------------------------------------- ________________ ફસાયો છું સ્વયં સ્વભાવ સિવાય તારું કંઈ નથી. એ સર્વેનો ગોટો વાળીને તારામાં જ વિશ્રામ કર. ત્યાં તને પરમ શાંતિ મળશે. રામ નિગ્રંથ મુનિ બન્યા, દેવલોકમાં સીતાજીએ અવધિજ્ઞાનમાં જોયું, પૂર્વ જન્મની અત્યંત પ્રીતિના લગાવના સંસ્કાર સાથે આવે છે. સીતાજીએ વિચાર્યું કે અરે ! રામ તો મુક્તિ પામશે, પછી મને કયાં મળશે ! માટે તેમને ધ્યાનમાં અવરોધ ઉભો કર્યો, જેથી રામ નિર્વાણ ન પામે. હજી થોડો વખત તેમનો સંપર્ક રહે પછી નિર્વાણ સાથે પામશું. ગાઢ પ્રીતિનો સંસ્કાર સમકિતધારી જીવને પણ મૂંઝવે છે. આશય નિર્વાણનો હતો. જગતના સુખભોગનો ન હોવા છતાં રામ સાથે રહેવાનો મોહ જમ્યો. રામ તો ધ્યાનમાં લીન છે. સીતાએ અનુકૂળ ઉપસર્ગ કર્યો, હે રામ! બચાવો તેવા ઉદ્દગાર કાઢે છે. પરંતુ રામ તો અંતરાત્મામાં સ્થિર છે ત્યાં સીતા કોણ અને બચાવનાર કોણ? રામ દઢ રહ્યા એકત્વ સાચું કર્યું. એકત્વ ભાવના : (હરિગીત) જન્મ મરે જીવ એકલો, વળી એકલો સુખદુઃખ વિશે સંબંધ કોઈને કાંઈ ના આયુષ્ય પૂર્ણ થતાં અરે ભાર્યા ન જાયે સંગ, ને પરિવાર પણ મરઘટ સુધી પત્ની, પિતા ને પુત્ર, નિજ નિજ સ્વાર્થને રોવે અહીં પંખી કરે જયમ રાતવાસો, વૃક્ષની શાખા પરે, મેળા મહીં આ જિંદગીના, જીવ જાણવો એવી રીતે, ગજ એક વા ગજ બે ઊડી, અંતે અરે થાકી જતાં ચાલી પડે આ આત્મપંખી, કોઈ ન સંગી સાથમાં. અન્યત્વ ભાવના : (હરિગીત) ભ્રમ કારણે આ આત્મમૃગ ભવવન વિશે રખડે અરે પણ ઝાંઝવાનાં નીર આ તો, પ્યાસ ના એની છીપે નીર ના મળે ને થાકી જઈ અંતે ગુમાવે પ્રાણ તે પર વસ્તુ માને નિજની કે ભેદ એને ના દિસે. ચેતન સ્વયં તુ, દેહ નહીં, એ જડ, તું તો જ્ઞાની છે. દિસે એક (અભિન્ન), ભિન્ન પડે યતનથી, જેમ નીર ને ક્ષીર છે. છે રૂપ તારું સૌથી ન્યારું, ભેદ જ્ઞાનથી તું જાણ એ. સામર્થ્ય સંપૂરણ થકી ઉદ્યમ સદા તું ધાર રે. ચિંતનયાત્રા ૩૭ એકત્વ ભાવના Page #43 -------------------------------------------------------------------------- ________________ ૫. અન્યત્વ ભાવના છે એકત્વ અને અન્યત્વ ભાવનાનો તફાવત એ છે કે એકત્વ ભાવના દર્શાવે છે કે જીવો અનંતા છતાં દરેક જીવ માત્ર એક છે સ્વતંત્ર પરિણામી છે. અન્યત્વ ભાવના દર્શાવે છે કે જીવ, અજીવ સર્વે પદાર્થો અન્યોન્ય નિતાંત ભિન્ન છે. આ ભાવનામાં આચાર્યશ્રી પ્રકાશે છે કે પરાઈ વ્યક્તિ-શત્રુ ઘરમાં ઘૂસે ત્યારે વિનાશ કરે છે. તેમ જ્ઞાનાદિ ગુણોથી સમૃદ્ધ આત્મામાં ઘૂસી ગયેલા કર્મોના પરમાણુઓ કેવા ભયંકર કોને નિમંત્રે છે? તેનો વિચાર કરી હે આત્મા ! તું પારકી પંચાત છોડી દે. પૌલિક પ્રકારોની મમતાને આધીન થઈ પીડાનો શિકાર શાને બને છે ! આત્મામાં કર્મોનો સંયોગ એટલે પરનો પ્રવેશ. જયાં સુધી અજ્ઞાનવશ કર્મોનો પ્રવેશ રહેશે ત્યાં સુધી અજન્મા, અમરણ ગુણવાળો આત્મા જન્મમરણનું દુઃખ પામતો રહેશે. અનાદિ કાળથી જીવ દુર્દમ્ય દુઃખો ભોગવતો આવ્યો છે. એટલા માટે જ્ઞાનીજનો ભેદજ્ઞાનની ચાવી જીવોને બતાવે છે કે જીવકર્માદિ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન છે. દેહાદિ પુદ્ગલથી ભિન્ન છે. પુલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, લક્ષણવાળા છે. અને તે આત્મા જ્ઞાન-દર્શનાદિ ગુણવાળો છે. કયાં ગંગૂ તેલી અને કયાં રાજા ભોજ ? “પુદ્ગલથી ન્યારા સદા જે, જાણ અફરસી (સ્પશદિ) જીવ, તાકા અદ્ભવ ભેદજ્ઞાનથી, ગુરુગમ કરો સદીવ.” દેહાદિમાં મારાપણાની માન્યતા એકાએક દૂર થતી નથી. ગુરુગમ, ગુરુનું સાન્નિધ્ય, ગુરૂઆશા દ્વારા ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પૌદ્ગલિક પદાર્થોના નિમિત્તને આધીન જીવ વિષયી અને કષાયી બને છે એટલે તેનામાં કર્માદિ પરપદાર્થોનો પ્રવેશ થાય છે, તેથી જીવ ક્રોધાદિ કષાયોમાં ફસાય છે. છતાં આ પ્રવેશ સાંયોગિક છે સ્વાભાવિક નથી. તેથી ભેદજ્ઞાન વડે પરપ્રવેશથી આત્મા મુકત થાય છે. પૌદ્ગલિક પદાર્થોનો રાગ એ કષાય. તેના સંગથી જીવના પરિણામ વિકારી બને છે. દેહાદિના રાગથી જીવ જન્મ, જરા અને મરણને આધીન થાય છે. વિષયોમાં ફસાઈને કર્મબંધ કરે છે, વળી એ કર્મબંધની વિચિત્રતાથી જીવ રાય - રંક, ગોરો - કાળો, રૂપાળો - કુરૂપ, ઉંચો - નીચો, જેવા ભેદ પામે છે. શુદ્ધાત્મામાં આવી વિચિત્રતા કે વિષમતા છે નહીં. અરે આત્મા સ્ત્રી, પુરૂષ, તિર્યંચ દેવ કે નારકી પણ નથી, યુવાન કે વૃદ્ધ નથી. કામી ક્રોધી કે લોભી નથી છતાં એક પુદ્ગલને આધીન થઈ કેવી ચિંતનયાત્રા ૩૮ અન્યત્વ ભાવના Page #44 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર ઉપાધિઓ ધારણ કરે છે? અરે ! જેને તું તારા માને છે તે માતા, પિતા, પુત્રાદિ પરિવાર, પ્રાણપ્રિયા તે પણ તારા નથી. તે તે સંબંધો તે અનંતવાર કર્યા, ભોગવ્યા અને છોડવા પડ્યા. શુદ્ધાત્માને આની સાથે કંઈ સંબંધ નથી. અજ્ઞાનવશ જીવ આ ચક્કરમાં ફસાયો છે. માટે નિશ્ચયથી જાણ કે તું શુદ્ધાત્મા. છું. તારામાં પરનો કે તેના મમત્વનો પ્રવેશ જ નથી તો પછી તે પદાર્થો તારા થાય જ કેવી રીતે ! તું સર્વથી ભિન્ન સદાય ન્યારો છું. “તું નહિ કેરા કો નહિ તેરા ક્યા રે મેરા મેરા ! તેરા હૈ તો તેની પાસે અવર સબ અને, આપ સ્વભાવમેં રે અવધુ સદા મગનમે રહના.” વળી આચાર્ય ભગવંત કહે છે કે હે આત્મન ! તું જેને માટે જે મેળવવા ભરપૂર પ્રયત્ન કરે છે, જાતજાતના ઉપાયો કરે છે, ઘડીમાં હસે છે ઘડીમાં રડે છે. ઓરે, ઓરે, સમજ મુરખ મન તે સર્વે સંયોગવાળા છે તેનો અવશ્ય વિયોગ છે. એવા પરાયા પદાર્થોના સંયોગમાં શાને સુખ દુઃખ માને છે ? તું તો સુખનો ભરેલો સાગર છું. એ પદાર્થોથી ભિન્ન થઈ, ભેદજ્ઞાન કરી લે તો તને તારા સાચા સુખનો પરિચય થશે. ભાઈ ! એકવાર, એકવાર પ્રયોગ તો કર. તમે ઈનિઝ બુદ્ધિ ત્યજી જ્ઞાતા બની જાણો, જુઓ કે આ તો સંયોગ વિયોગ ના ખેલ છે. પદાર્થોમાં સુખ દુઃખ નથી પણ જીવને ભ્રમ થાય છે. તે ભ્રમ ભેદજ્ઞાન વડે દૂર કરવાનો છે કે હું તો આ સર્વેથી ભિન્ન છું. ન્યારો છું. અન્યત્વ ભાવના ભાવતા જે પરની આસક્તિ ત્યજી દે છે તે આત્મસાધક સ્વસ્થ રહે છે. અર્થાત સ્વમાં રહે છે, તે જ સુખ છે. જોકે અનાદિનો મહાવરો એકાએક છૂટી નહિ જાય. જો ગુરુગમે બોધ પામે તો પ્રયત્ન સાધ્ય છે. મારો આત્મા બહારના સંયોગ, પદાર્થો, વ્યક્તિ, ધનાદિ, હો વગેરેથી જુદો છે. તેવું વારંવાર ચિંતન કરવું. ઘૂંટયા કરવું. તો કંઈક પરિણામ નિપજશે. ઘંટો ઘંટો કે - વાસ્તવમાં આત્મા શરીરથી સ્વભાવ વડે તન્ન ભિન્ન - જુદો છે. આત્મા જ્ઞાનાદિ લક્ષણવાળો છે, સુખ અને આનંદથી ભરેલો છે. શરીર સ્પર્ધાદિ લક્ષણવાળું અને સાત મલિન ધાતુથી ભરેલો કોથળો છે. છતાં અજ્ઞાનવશ જીવ દેહ અને દેહ સાથે મળેલા માતા, પિતા, પુત્ર વિગેરે મળેલા સગપણના ગળપણથી ઐકયતા માને છે. શરીર એટલે પુદ્ગલ, તે ગળે અને સડે. જાડું થાય પાતળું થાય, કાળું હોય ગોરું હોય, શરીર સાથે ઐક્ય હોવાથી જીવ તેને સારું રાખવા પ્રયત્ન કરે છે. જાડું હોય તો તેને પાતળું કરવા અને કાળું હોય તો ગોરું અન્યત્વ ભાવના ચિંતનયાત્રા ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ કરવા મથે છે. પણ શરીર તો એના ધર્મ પ્રમાણે ચાલે છે. તે જડ તારાથી ભિન્ન તું કંઈ ફેરફાર ન કરી શકે, કંઈ ફેરફાર થતો લાગે છે તે નિમિત્ત સંબંધ છે. જેમકે, ડાઈ કરી ધોળા વાળને કાળા કરે તે સાચો ઉપાય નથી. વળી આત્માનો સ્વભાવ જાણવાનો છે. દેહમાં તે ગુણ હોય તો શબ ખાવા પીવા જાણવાની ક્રિયા કરી શકે પણ તેમ થતું નથી. વળી આત્મા આનંદમય છે. જીવ ઈન્દ્રિયના વિષયથી વિરકત થાય, મન સંકલ્પ વિકલ્પોથી શાંત થાય તો આત્માનો નિરામય આનંદ મળે. ઈદ્રિય વડે અનુભવાતો આનંદ ગુણ તો આત્માનો છે પણ તે પુલ મિશ્રિત છે તેથી તે આનંદનો આભાસ માત્ર છે, અશુદ્ધ છે. અજ્ઞાનદશા છતાં કંઈ પણ જણાય છે, આનંદ કે સુખ લાગે છે તે ખરેખર આત્માના સ્વભાવને આભારી છે. તે સ્વભાવ પર કર્માણુઓનું આવરણ છે તેથી આત્માનો શુદ્ધ સ્વભાવ (આનંદ) શુદ્ધપણે અનુભવમાં આવતો નથી. યોગીજનોએ સ્વપુરૂષાર્થ વડે શુદ્ધદશા પ્રગટ કરી પછી જેમ રાંધેલું અનાજ ઉગતું નથી તેમ પુનઃ જીવને કર્માણ લાગતા નથી. “ક્તકો પલવત પયડી પુરૂષતણીરે જોડી અનાદિ સ્વભાવ, અન્ય સંયોગે જિહાં લગી આભારે, સંસારી કહેવાય.” -શ્રી પદ્મપ્રભુસ્વામી, શ્રી આનંદઘનજી ખાણમાં સોનું માટી અનાદિથી મિશ્ર-મલિન હોય છે. તે અગ્નિમાં તપવાથી છૂટા પડે છે. તેમ જીવ કર્મપ્રકૃતિ વડે અનાદિથી મલિન થયે સંસારી કહેવાય છે. પણ જો તે તપાદિ દ્વારા કર્મને તપાવે, શુદ્ધ સ્વભાવમાં રહે તો શુદ્ધ સોનાની જેમ શુદ્ધાત્માપણે પ્રગટ થાય. જીવ અને દેહ સ્વભાવે ભિન્ન છે છતાં અધ્યાસથી ઐકયતા માને છે. “જીવ દેહ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે.' -શ્રીમદ રાજચંદ્ર જીવ દેહ સાથે તો શું પણ દેહ ઉપરાંત વાડી, ગાડી, લાઠી, સાડી, ધન માન સર્વે સાથે એક્ષણાની અજ્ઞાનદશા વર્તે છે. એટલે સ્વરૂપને ભૂલીને જીવ દરેક પદાર્થો સાથે મારાપણાથી વર્તે છે. જ્ઞાનીજનો કહે છે ભાઈ, આ જન્મ-મરણાદિ તારા તો નથી, તે તારામાં વ્યાપી જતા પણ નથી. એ સર્વે તારા જ્ઞાનમાં જણાય છે અને તું માને છે કે જે જણાય છે તે હું છું. ભાઈ જણાય તે તું નહિ, પણ જાણનાર તે તું છો. માટે તારું સ્થાન જયાં છે ત્યાં ફરી જા તો બધા દુ:ખનો અંત આવશે. Jain Ridhulall national For Private Personal Use Only 34-42 Headery.org Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવથી દેહ ભિન્ન છે તેમ જીવથી જીવમાત્ર પણ ભિન્ન છે. તું દેહ સાથે, પત્નિ સાથે, અન્ય પદાર્થો સાથે એક થવા મથે છે. અનાદિનો તારો આ શ્રમ વ્યર્થ ગયો છે. માટે સમજ, છોડ આ પળોજણ અને સ્વમાં ઠરી જા. સ્વભાવમાં ઠરવા માટે અભ્યાસ કર. તારા દેહથી શરૂ કર, થોડા દિવસ નિરંતર ભાવ ટકાવી રાખ હું આ દેહ નથી, હું મન કે વાણી નથી, હું સ્ત્રી કે પુરૂષ નથી, હું પતિ-પત્ની આદિ નથી, હું કાળો ગોરો નથી, સુખી કે દુઃખી નથી, શ્રીમંત કે ગરીબ નથી, શત્રુ કે મિત્ર નથી. તે બધાને બાદ કરતાં છેવટે જે વિચારનારો તું જ રહેશે તે જ તારું સ્વરૂપ છે. એક એક સંબંધોથી ભિન્ન ભાવ ઘૂંટયા કર તો ઐકયનો કંઈક અંધકાર દૂર થશે અને જ્ઞાન પ્રકાશમાં તું જે છું તે તને જણાશે. “જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન; સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે. સ્વરૂ૫ ચેતન નિજ જડ છે સંબંધ માણ; અથવા તે ડ્રોય પણ પરદ્રવ્યમાંય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર જે તારાથી ભિન્ન છે તેમાં ઈનિઝ બુદ્ધિ શા માટે કરે છે. તેના સંયોગ વિયોગમાં સુખ દુઃખ શા માટે માને છે ? સ્મશાનનો રખેવાળ કોણ જાણે રોજ કેટલાયે શબના અગ્નિસંસ્કાર કરતો હશે, જોતો હશે પણ પોક મૂકીને કયારેય રડતો નથી. તેના જેવી જ વાસ્તવિકતા સંયોગ વિયોગમાં જ્ઞાની જુએ છે. આ પ્રકારે સર્વ પદાર્થની ભિન્નતા અનુભવી સ્વરૂપમાં રહેવું તે માનવનું કર્તવ્ય છે. જીવ પોતાના કર્મજન્ય વિચિત્ર પરિણામથી સ્વયં વિભિન્ન દેહ ધારણ કરે છે. એક દેહ છોડી જાય છે ત્યાંથી પલકવારમાં તો બીજા દેહનું નિર્માણ કરી લે છે. છતાં જીવ શરીરથી ભિન્ન છે. શરીર સાથે જીવનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે, જે સ્થાનમાં જીવના પ્રદેશો છે તે સ્થાનમાં દેહના સ્કંધો રહેલા છે. દેહના રોમે રોમમાં જીવપ્રદેશ ક્ષીરનીરવત્ રહેલા છે. દેહમાં જયાં પોલ છે તાં જીવપ્રદેશો નથી. કર્મવશ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પરંતુ દેહ જીવ એક નથી. અગાઉ જણાવ્યું તેમ લક્ષણથી ભિન્ન છે. પરંતુ એક ક્ષેત્રાવાહ ઘનિષ્ઠ સંબંધ હોવાથી અજ્ઞાનવશ દેહને સર્વસ્વ અજ્ઞાની માની બેઠો છે. મૃત્યુ સમયે વિચારે છે કે - ચેતન પૂછે રે કાયા માન તું વાત મારી, જીવનભર રહા ભેગા હવે થવું એકલા રે ? કાયા બોલે વેણ મીઠા સાંભળ ચેતન હંસા, અમે જડ તું ચેતન અનાદિના જુદા જુદા રે. ચિંતનયાત્રા ૪૧ અન્યત્વ ભાવના Page #47 -------------------------------------------------------------------------- ________________ જીવ સમજાવે કાયા, લાલન પાલન મેં તો કીધું રે; રેશમના ચીર, હીરા, મોતીથી મઢી દીધું રે. કાયા બોલે ચેતન ભોળા, તું ભીંત ભૂલ્યો રે, પુગલના ખેલ, તેમાં તું કેમ નાચો રે. માટીના પૂતળાને હરખ શોક કંઈ નહિ રે.” જીવ અજીવ સર્વ પદાર્થોથી ભિન્ન છતાં ચર્મચક્ષુ વડે જોતા એવું લાગે છે કે જાણે જીવ દેહ, જીવ-જીવ, એક જ છે. ભીડમાં મનુષ્યને સારું લાગે છે. અરે મારે તો કેટલા વિશાળ સંબંધો છે. હું કયારેય એકલો પડતો નથી. રાત્રે ઉંઘમાં પણ કેટલાય વિકલ્પો લઈને સૂએ છે. વાસ્તવમાં ગૃહ, પરિવાર તને બંધનું કારણ નથી. જોકે શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્ત્રી આદિ નરક નિગોદના કારણ છે, અર્થાત્ તેમના પ્રત્યેની તારી આસક્તિ, ઐક્યતાના મોહજનિત પરિણામ મુખ્ય કારણ છે. અન્યને દોષ ન આપ. ગૃહસ્થી હો તો નિર્દોષ પ્રેમથી, અનાસક્ત ભાવે કુટુંબનો નિર્વાહ કર અને જિનવાણીનું લક્ષ્ય રાખ કે હું આ સર્વથી ભિન્ન છું. તારી આ ભાવના તને સત્યમાર્ગે લઈ જશે. - તું દેહાદિથી ભિન્ન છે તે સમજાવ્યા પછી ગ્રંથકાર તને તત્ત્વદૃષ્ટિથી સમજાવે છે કે તારામાં જે રાગાદિ પરિણમન થાય છે તે તારું સ્વરૂપ નથી. મોદાદિ જનિત ભાવો તારા આત્મામાં થતાં હોવા છતાં તારા સ્વરૂપથી તન્ન ભિન્ન છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા રાગાદિ ભાવ તારા કેમ થાય? તું તો ગુણોનો અખંડ પિંડ છે. તેમાં પરપરિણમનનો પ્રવેશ નથી. પરંતુ અનાદિના કર્માવરણથી જીવ સંયોગને સ્વભાવ માની સંસારમાં ભ્રમણ કરે છે. અને જે જીવો પર પરિણતિને ત્યાગીને સ્વના આશ્રયે ભિન્નતા અનુભવે છે તે સ્વસ્વરૂપે-પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે જે પોતાનું ન હતું તેવા પર ઘર, નગર, પત્ની, પુત્ર આદિમાં મારાપણું છૂટી ગયું. જીવમાં થતા રાગાદિ વિકલ્પો મારા ન હતા તે છૂટી ગયા. અંદર બહાર બધું જ પરાયું છૂટી ગયું. એટલે આત્મા પરમાત્મા સ્વરૂપે જેવો હતો તેવો પ્રગટ થયો. ન પુણ્ય, ન પાપ સર્વ કર્મ પ્રકૃતિથી ભિન્ન સ્વસ્વરૂપે પ્રગટ થયું. અન્યત્વ ભાવનાનું પ્રયોજન એ છે કે જીવ દેહથી ભિન્ન સ્વાત્માની ઉપાસના કરીને શાશ્વત આનંદ પ્રાપ્ત કરે. આત્મા જ્ઞાનમાત્ર મોહક્ષયનું કારણ છે જે જ્ઞાન તું અનાદિથી વિસરી ગયો તે જ્ઞાનસ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરી તેના આશ્રયે બોધ પામી તારા સ્વરૂપમાં જ સમાઈ જા. ત્યાં નિરવધિ સુખ છે. - - Jain Ed----------------------- ચિનયાત્રા ------------------------------------ ૪૨ - jarrembrary.org અન્યત્વ ભાવના Page #48 -------------------------------------------------------------------------- ________________ . ૬. અશુચિ ભાવના પ્રસ્તુત ભાવનામાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી પ્રકાશે છે કે આ દેહ કેવો અશુચિયુક્ત છે કે જેમ શરાબથી ભરેલા અસ્વચ્છ ઘડાને ખાલી કર્યા પછી માટીથી સાફ કરવામાં આવે, અરે ગંગાના પવિત્ર જળથી સાફ કરવામાં આવે તો પણ તે સ્વચ્છ થતો નથી. ભાઈ, તારું આ શરીર એક નહિ પણ અનેક પ્રકારના મલિન હાડકા, મળ મૂત્ર, શ્લેષ્મ, રકત, ચરબી અને વીર્યથી અત્યંત ખરડાયેલું છે. તેને ગમે તેટલીવાર સ્વચ્છ કરે તો પણ તે સ્વચ્છ થતું નથી. આ દેહ માનવદેહ છે, જીવ તેનું નિમિત્ત લઈને મોક્ષપંથનું પ્રયોજન કરે તો તે દેહ મહત્વનો છે. પરંતુ જેમ આગળ અનિત્ય, એકત્વ અને અન્યત્વ ભાવનામાં દર્શાવ્યું કે મોક્ષ સાધક આત્માને સ્વજન, ધન, માન વગેરેની આસક્તિ બાધક છે. તેના કરતાં દેહાસક્તિ અત્યંત બાધક છે. અરે ! સાધુ મહાત્માઓ સંસારાદિ સર્વ સંગપરિત્યાગ કરે છે પણ તેમને દેહની સાથે જીવવાનું છે. દેહનો ત્યાગ કરી શકાતો નથી, તે સાધનાનું બાહ્ય નિમિત્ત છે છતાં તેની આસક્તિનો નિતાંત ત્યાગ કરવાનો છે. શરીરને સાથે રાખવું અને તેનું મમત્વ ત્યજવું તે કઠિન વાત છે. તે માટે દેહની અશુચિની સપ્ત ધાતુને સામે રાખવી. અરે ! શરીરનું એક રક્તનું ટીપું પડે તો પણ આંખને ગમતું નથી. સુંદર દંતપક્તિમાં પરૂ થાય તો તે રાખવા ગમતા નથી. સવારે સૌ પ્રથમ મળત્યાગ કરે તે પણ જોવા ગમતા નથી. આમ પૂરું શરીર જ ગંદકીયુક્ત છે. ફકત ચામડીથી મઢેલા દેહમાં છૂપાયેલી આ ગંદકી જીવ જાણે તો છે પણ બહાર દેખાતી નથી એટલે દેહના રૂપાદિને જોઈને જીવ મલકાય છે. પોતાના જ મુખમાં મૂકેલું સ્વાદિષ્ટ મનગમતું ગુલાબજાંબુ મુખમાં મૂક્યું, જીભના ટેરવે સ્વાદ જાણ્યો, ત્યાં તો તે મુખમાંથી સરીને બહાર પડયું, પછી શું કરે ! પાછું મુખમાં ન મૂકે, ભાઈ, તારા મુખમાંથી નીકળેલું છે, મનગમતું છે, પાછું મૂકીને પુનઃ સ્વાદ તો લે, પણ ના, નહિ મૂકે, હવે તેને તેમાં ગંદકી લાગે છે. આ તારો પૂરો દેહ તેનાથી પણ વિશેષ ગંદકીવાળો છે. મૂકેલા અત્તરના પૂમડાને પણ દુવાસિત કરે છે. તે તું જાણે છે છતાં દેહની આસક્તિ કેટલી રાખે છે ? આ દેહના સ્પર્શથી કહેવાતી સુંદર તનયાત્રા ૪૩ અશુચિ ભાવના ww.jainelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓ પણ મલિન બને છે. તેમાં રાચવા જેવું શું છે ? વળી સુધરેલા વૈજ્ઞાનિક યુગમાં આવા સંસ્કારનું શિર્ષાસન જ થઈ રહ્યું છે. માતા અને સત્વશાળી પત્ની સમાન લાખો સ્ત્રીઓના શરીરને નિર્લજ્જ રીતે અનેક સાધનો દ્વારા બતાવવામાં આવે છે તે કરોડો મનુષ્યો જુએ છે અને વિકૃતિને પોષે છે, રાચે છે. તેવા મૂરખજનોને આનો ખ્યાલ આવવો મુશ્કેલ છે કે રોમેરોમે રોગના ભરેલા, સાત ધાતુની ગંદકીથી ભરેલા આ દેહમાં તું શું રાચે છે ! કૃમિ જેવા અનંત જીવાતથી ભરેલા શરીર પાછળ આ શી ઘેલછા છે! વળી જૂના કાળ કરતા આ વૈજ્ઞાનિક યુગમાં જોઈએ તો દેહની ઉત્પત્તિ કેવી ગંદકીમાં થાય છે તેની વધુ સ્પષ્ટતા વૈજ્ઞાનિક સાધનો દ્વારા બતાવે છે. કેવળ શોણિત શુક્ર જેવા મલિન પદાર્થોના મિશ્રણથી બનેલું શરીર, ગર્ભાવાસમાં મળતો આહાર તારા જોવામાં આવે તો સમજાય કે પેટમાં કેવો આહાર આરોગ્યો હતો ! તું જેને શણગારે છે, સેન્ટલોશન ચોપડે છે તે કેવી રીતે ઉત્પન્ન થયો છે ? ખાણ મૂાને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને જ સાર્થક આમ.” શ્રીમદ્ રાજચંદ્ર મળમૂત્રથી ભરેલું છતાં માનવદેહની એક મહત્વતા છે કે તે મોક્ષ સાધનામાં બાહ્ય નિમિત્ત છે. સ્ત્રી કે પુરૂષનું શરીર સાત ધાતુનું છે. છતાં સ્ત્રી પ્રદર્શનની ચીજ ન બનતા સતીત્વ ધારણ કરે તો પવિત્રતા પામી મુક્તિ માર્ગે જાય છે. તેમ પુરૂષ સ્ત્રીની અને સ્વદેહની આસક્તિ ત્યજી સંયમ માર્ગે જાય તો મુક્તિ પામે છે. તપ સંયમથી દેહ કૃશ થાય તો તેમાં રહેલું આત્મત્વ પુષ્ટ થાય છે માટે તપ સંયમ દ્વારા કાર્ય સાધી લેવું. જન્મ મરણથી મુક્ત થવા માટે માનવદેહ મળ્યા પછી શરીરબળ, મનબળ અને સંઘયણબળ જરૂરી છે તે કેવળ શરીરને દુષ્ટપુષ્ટ રાખવાથી મળતું નથી પરંતુ પુણ્યકર્મોના ઉદયથી મળે છે. તે પુણ્યકર્મો દેવગુરૂ ધર્મ તત્વની આરાધનાથી મળે છે, દેહ વિકાર પોષણ માટે નહિ પણ નિર્વિકાર થવા માટે છે તેમ માની ભવ્ય જીવ શરીરની મલિનતા જોઈને બોધ પામે છે. માટે જીવન સમાપ્ત થાય તે પહેલા આ દેહ વડે આત્મભાવનાથી જીવન સાર્થક કરી લે. જગતમાં કોણ જાણતું નથી કે માનવનું શરીર અનેક પ્રકારની અશુચિથી ચિંતનયાત્રા ४४ અશુચિ ભાવના Page #50 -------------------------------------------------------------------------- ________________ ભરેલું છે. આત્માને શરીરથી જુદો જાણ્યા પછી પણ દેહનો નેહ છૂટતો નથી તો હવે દેહની અશુચિનો વિચાર કર તો કંઈ બોધ પ્રાપ્ત થાય. દેહના સર્જનનું મૂળ પુરૂષનું વીર્ય અને સ્ત્રીનું શોણિત (રક્ત) છે. આ બંનેનું મળવું તેમાંથી તારો દેહ બન્યો છે. બીજ જ મલિન છે. તો તેના પર ફલિત થતું બધું જ મલિન હોય. સ્ત્રીના દેહમાં ધારણ થતું આ બીજ ગર્ભ વળી યોનિમાં રહેલા મલિન પદાર્થોથી પોષાઈને વૃદ્ધિ પામે છે. શરીર તથા અંગોપાંગનો વિકાસ થાય છે. સમય થતા જન્મ થાય છે. જન્મ થયા પછી જેમ જેમ શરીર વિકસતુ જાય છે તેમ તેમ શું વિકસતું જાય છે ? તે તો નરી નજરે દેખાય છે. જેમ લીમડાના મૂળથી પાંદડા સુધી બધું જ કડવું તેમ આ શરીરનો દરેક ભાગ અશુચિથી ભરેલો છે. લીમડા સાથે સરખાવા જેવું પણ નથી. લીમડાનું કંઈ પણ ખાવ કડવું લાગે, પણ મલિન ન લાગે. અને દેહનો કોઈ ભાગ કાપીને હાથમાં લો જોવો ગમશે નહિ. અરે ! પોતાના જ મુખમાંથી મીઠો મનગમતા પેંડાનો ટૂકડો પણ મુખમાંથી નીકળ્યો એઠાં થયો પાછો મુખમાં ન મૂકાય. ભાઈ જ્ઞાનીઓ કોને એઠું કહે છે તે સાંભળ. “સકલ જગત તે એંઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા...ફાન.' -શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર) આ વિશ્વરૂપ ચૌદરાજલોકના આકાશના એક એક સૂક્ષ્મ પ્રદેશને જીવે જન્મ મરણ કરીને સ્પર્યા છે. વળી દરેક પુગલને અનેકવાર જન્મ મરણ કરી ગ્રહણ કર્યા છે. તેને જ્ઞાનીઓ એઠું કહે છે, છતાં આ દેહમાં કંઈ અસુખ લાગતું નથી. કેટલાય જન્મ ધારણ કર્યા અને સ્વપ્ના સેવ્યા. આંખ બંધ થતા એ સ્વપ્ન સમાપ્ત, વળી નવું સ્વપ્ન શરૂ થાય છે. આમ જીવ ચારે ગતિમાં દેહ ધારણ કરી દુઃખ પામે છે. છતાં તે દુઃખરૂપ જણાતું નથી, તે કેવું અજ્ઞાન છે? વળી કોઈને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ નથી. દેહનો સ્વભાવ જ વિનાશી છે. જન્મ ધર્યો છે તો તેનું પાલન પોષણ ભલે થાય તેમાં આસક્ત ન થવું. સાત્વિક રીતે પોષણ કરવું. સાત્વિક ખોરાકથી વિકાર ઓછા થશે અને આરાધના સારી થશે. માનવનો દેહ મળે તે વ્યર્થ ન જાય. જમ્યો, મર્યો, પુનઃ જન્મ તે વ્યર્થ છે. આ શરીરનું સાધન વ્રત, તપ, જપ જેવા કાર્યોમાં, જ્ઞાન ધ્યાન ચિંતનયાત્રા ૪૫ અશુચિ ભાવના Page #51 -------------------------------------------------------------------------- ________________ સમાધિમાં ઉપયોગી છે. જે જ્ઞાનીઓ મુક્ત થયા તેમણે માનવદેહમાં રહેલા આત્મામાં મોક્ષ સાધ્યો પછી નિર્વાણ પામ્યા જેથી પુનઃ જન્મ લેવાનો ન રહ્યો. પ્રાણી માત્રાના શરીર અને તેની ઈદ્રિયોના વિકાસ સાથે મલિનતા - અશુચિનું પ્રમાણ પણ વધે છે. તેમાં સૌથી વધુ અશુચિ માનવ દેહમાં પેદા થાય છે. તિર્યંચ પંચેન્દ્રિય પશુ-પક્ષીના દેહ પણ અશુચિથી ભરેલા છે. પરંતુ માનવનો દેહ વધુ અશુચિવાળો છે. તે જે કંઈ પદાર્થો વાપરે તેની પણ ગંદકી કેટલી? જેમકે આહારના સાધનો, ફળફળાદિના કૂચા, છાલ, છોતરા અને પ્લાસ્ટીકની કોથળીઓ. આમ ચારે બાજુ કચરાના ઢગલા દેખાય છે. પશુઓના નિમિત્તે આવા ઢગલા હોતા નથી. કથંચિત તે ઢગલા ભૂંડ જેવા પ્રાણીઓ સાફ કરે છે. પણ ટન બંધ કચરા માનવના શરીરના નિમિત્તે થાય છે. પશુઓના પિંડની વસ્તુઓ મલિન છતાં તે વ્યવહાર કાર્યમાં આવે છે. જેની રાખ થવાની છે તેવી કાયાને લાખની માનીને તું બેઠો છું તે ભ્રમ છે. વળી દેહનું કારખાનું એવું છે કે એને બેસ્ટ આપો તે વેસ્ટ કરી આપશે. જેમકે રસગુલ્લા, શ્રીખંડ જેવા પદાર્થોનો આહાર કર્યો, તેની ખૂબ પ્રશંસા કરી, પણ તેનું પરિણમન તો વિષ્ટામાં થયું. કાનમાં અત્તરનું પૂમડું મૂક્યું બીજે દિવસે તે ગંધાઈને રહ્યું. શરીરે સુગંધી સાબુ લગાડયો, શરીરને સ્પર્શીને તે ગંદો થયો. સેન્ટ, લોશન, ચંદન લગાડયા, તે તો સુગંધી પદાર્થો હતા પણ શરીરની મલિનતા સાથે મલિન બન્યા. માટે વિચાર કરજે કે આ દેહને કેટલું અને શું આપવું? જે કયારે પણ સ્વચ્છ થવાનું નથી. તેને માટે આટલો શ્રમ? આ વાંચીને તું કંઈક અમલ કરજે ને ન જોઈતા પદાર્થોનો ઉપયોગ બંધ કરજે. તને કંઈ અસુખ નહિ થાય પણ તે તે પદાર્થોના આરંભના પાપથી જરૂર બચીશ. દાડમની કળી જેવા બત્રીસ દાંતમાંથી એક સડી ગયો, પડાવ્યો પછી ડબ્બીમાં મૂકીને ઘરે કોણ લાવે? દાંત તો તારો પણ હવે? વાસ્તવમાં માનવ દેહ વૈરાગ્ય ઉપજાવવાનું શીધ્રસાધન છે આમાં તને સમજાવા જેવું શું છે? બુદ્ધિમાનને ઝાઝું કહેવાનું પણ શું હોય? માટે આ દેહ જેને માટે ધર્યો છે તે કાર્ય સાર્થક કરી લે. આત્મા અનંત નિર્મળ ગુણોનો અખંડ-શાશ્વત પિંડ છે. દેહ તન્ન મલિન પદાર્થોનો પિંડ છે. પરંતુ ચામડીથી મઢેલો છે તેથી તને તે રૂપાળો લાગે છે. જો કોઈ જગાએથી ચામડી નીકળી જાય તો તે તને ધૃણાસ્પદ લાગે છે. Jain Epiritui national અશુચિ ભાવનy.org For Private Ersonal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ માતાના ગર્ભમાં પ્રથમ માસે માંસના લોચાની જેમ રહે છે. બીજા માસે પરપોટા જેવો બને છે, ત્રીજે માસે શરીર કઠણ બને છે. ચોથા માસે માંસ પિંડ આકાર લે છે. પાંચમા માસે હાથ, પગ, મસ્તક જેવા આકાર ફૂટે છે. છ માસે અંગોપાંગની રચના થાય છે. સાતમા માસે કેશ, રોમ, નખ આદિ બને છે. આમ સાત માસમાં દેહની પ્રક્રિયા પૂરી થાય છે. જો કોઈ સાત માસે જન્મ લે તો તેનું શરીર પર્યાપ્ત હોય છે. પાંચમે કે આઠમે માસે ગર્ભ બાળક હલન ચલન શરૂ કરે છે. અને નવ માસે બાળકને ગર્ભની બહાર નીકળવાની સંજ્ઞા થાય છે. માતા જન્મ આપતા પીડા ભોગવે છે. બાળક પણ જન્મ થતાં પીડા ભોગવે છે. અશુચિથી ભરપૂર યોનિમાં નવ માસ ઉંઘે મસ્તકે રહીને જન્મ ધારણ કરે છે. એટલે જાણે એને મલિનતા રૂચિ કે સદી ગઈ હોય તેવું લાગે છે ! જાણે કે તેને પુનઃ દેહ મળવાનો ન હોય તેમ સાચવે છે, શોભાવે છે. બુદ્ધિમાનો પણ મૂર્ખ ઠરે તેવું આ શરીર છે. માનવના ફકત મુખનો વિચાર કરો, જેને સજાવી તું દર્પણમાં જૂએ છે ત્યારે પણ એ મુખ પર સૌથી વધુ મલિન સ્થાનો છે. બે કાનમાં મેલ હોય છે. નાકના બે છિદ્ર લિંટથી ભરેલા હોય છે. બે આંખોમાં ચિકાશ ઝરતી હોય છે, મુખમાં નિરંતર લાળ ઝરતી જ હોય છે. એ સર્વે બહાર નીકળે ત્યારે મુખ મહા અપવિત્ર દેખાય કે નહિ? પરંતુ માનવ તો મુખના સૌંદર્ય પાછળ ઘેલો બને છે. જાણે મુખ સોના હીરાથી મઢેલું હોય ? તેમ પોતે સ્વયં તેને સજાવે છે. તિર્યંચ અને મનુષ્યનું શરીર ઔદારિક વર્ગણાનું બને છે. તે જીવ જયારે કર્મવશ તે વર્ગણા ગ્રહણ કરીને શરીર બનાવે છે ત્યારે અશુચિ પેદા થાય છે. તે જ દેહમાં આશ્ચર્યજનક, અદ્ભૂત અતિ પવિત્ર જ્ઞાન સ્વરૂપ તત્ત્વ રહેલું છે. તે પ્રત્યે જીવની દૃષ્ટિ જાય તો આ દેહનો નેહ છૂટે. અગર તો અશુચિથી ભરેલા આ દેહમાં અનુરક્ત જીવને તો પુનઃ૨પિ જનમ પુનઃરપિ મરણમ. ભાગ્યમાં લખાયા છે. જીવ કયાંથી આવ્યો કયાં જન્મ લેશે તેની સુધબુધ છે નહી. દરેક જન્મે જે જાતિમાં જન્મ્યો ત્યાં નવી નવી આકાંક્ષાઓ ઉપજે છે. તેનો અંત ફક્ત જન્મ મરણથી મુક્તિ થવામાં છે. શરીર ભલે અશુચિમય હોય તેની એક એક ધાતુની મલિનતાનો વિચાર કરે તો દેહ જ વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવો છે. તેની દરેક ધાતુનો વિચાર કર તને જુગુપ્સા થશે. પણ ભાઈ અશુચિ આદિને જાણનાર આત્મા ચિંતનયાત્રા ४७ અશુચિ ભાવના Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાપવિત્ર જ્ઞાનવાન છે, તેની ઉપાસના કર. આમે તને અશુચિની રૂચિ નથી તેને ગૌણ કરી પવિત્રતમ એવા આત્માની-સ્વભાવની ઉપાસના કર તો આ મલિનતાથી મુક્ત થઈશ. માનવદેહની સાર્થકતા મુક્ત થવામાં છે. જેમ તારું શરીર અશુચિથી ભરેલું તેમ સ્ત્રી પુત્રનું પણ તેવું જ છે તેના આલિંગનમાં તુ સુખ માને છે. પુદ્ગલનો આ લગાવ જીવને મૂર્ખ બનાવે છે માટે ચેત નર ચેત. અશુચિને ત્યજીને પરમપવિત્ર તત્ત્વ એજ અવગાહનમાં છે તેનો આદર કર. વાસ્તવમાં દેહની અશુચિ એ દ્રવ્ય-બાહ્ય અશુચિ છે. ભાવઅશુચિ એ મલિનભાવો, રાગાદિ પરિણામો, ક્રોધાદિ કપાયો, વિષયાસક્તિ છે આ ભાવ અશુચિથી કર્મબંધ થાય છે અને તેને કારણે દેહ ધારણ કરવો પડે છે પછી સર્વ ઉપાધિ જીવને વીંટળાઈ વળે છે. માટે ભાવશૌચ માટે આત્મગુણોનો વિકાસ કરવો, જેથી ભાવશુદ્ધિ થતાં દેહ જ ધારણ થવાનું મટી જાય, જીવ નિર્વાણ પામે અશરીરી બને. ચિંતન કરજે કે શરીરની સાત ધાતુમાત્રના વિચારથી પણ મને ગ્લાનિ થાય છે. જે એવા દેહ પ્રત્યે અનુરાગ કરતો નથી તે આત્મસ્વરૂપના ધ્યાનમાં લીન રહી આત્મ સાર્થક કરે છે. આવા અશુચિમય દેહને વિચારવાથી વૈરાગ્ય પ્રગટ થાય તો આ ભાવના સાર્થક છે. અશુચિ ભાવના : (હરિગીત) પોષે સદા, મુરઝાય તો પણ, ધોવે છતાં મેલું રહે, નિશદિન કરે ઉપાય તો પણ, રોગ છે ફેલી રહે માતા-પિતાની વીર્યરજથી છે દેહ તારો આ બન્યો પરૂ, લોહી, નસ ને હાડ-માંસ, અનેક વ્યાધિ થકી ભર્યો કેસર ચંદન પુષ્પ પણ સ્પર્શે અગર આ દેહને અશુચિત્વને પામે જ નિશ્ચિત, દેહ મલની ઝારી છે, તું વ્યર્થ પડિયો છિદ્રયુક્ત, ચૂસે અને રોવે અરે, સિંચે ભૂમિ યદિ ધ્યાનની, ધર્મ અનંત આવી મળે. ચિંતનયાત્રા ૪૮ અશ્િચ ભાવના Page #54 -------------------------------------------------------------------------- ________________ છે ૭. આસવ ભાવના પ્રસ્તુત ભાવનામાં આચાર્યશ્રી પ્રકાશે છે કે જેવી રીતે ચારે બાજુ વેગથી વહેતા ઝરણાં તળાવને પૂર્ણતયા ભરી દે છે તેમ આ જીવને અનેક પ્રકારના આસ્રવ પરભાવથી ભરીને આકુળ વ્યાકુળ અસ્થિર અને મલિન બનાવે છે. આ આસ્રવ શું છે કે જીવની દુર્દશા કરે છે ? આસ્રવ એ જીવની અજ્ઞાન દશાનું વરદાન છે. વળી તેની પાસે તેના વિવિધ પ્રકારો છે. તેમાં મુખ્ય પ્રકાર પાંચ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ. તેમાં બીજા સહકારી પ્રકારો બેતાલીસ છે. જે ભેગા મળીને અજ્ઞાની જીવને મૂંઝવે છે. આ પ્રકારો અગાઉ જણાવ્યા છે. અહીં આસવરૂપે છે. (૧) મિથ્યાત્વ : આત્માનો મૂળ અંતરંગ શત્રુ કે જેમાં મોહનું સામ્રાજ્ય વર્તે છે, જે જીવમાં મિથ્યાભાવો પેદા કરે છે. દેહાદિક પરમાં આત્મબુદ્ધિ, સુખબુદ્ધિ અને મારાપણું કરાવી આત્મસ્વભાવનું વિસ્મરણ કરાવે છે, જે જન્મ મરણનું પ્રબળ કારણ છે. સદેવ, સદ્ગુરુ અને સતુધર્મ પ્રત્યે તેને અસદ્ભાવ હોય છે. એટલે સનો માર્ગ તેને મળતો નથી. જોકે આસ્રવ જીવની પોતાની જ અજ્ઞાન અવસ્થામાં થાય છે તે સંયોગજન્ય છે. તેથી નાશ થઈ શકે છે. (૨) અવિરતિ : મિથ્યાત્વની પકડને લીધે જીવને ઉપકારી એવા વ્રત, તપ કે સંયમનો અભાવ થાય છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વિગેરે દોષોથી વિરમવું નહિ તે આ અવ્રતો છે. (3) પ્રમાદ : સંયમના અભાવે જીવ ઈન્દ્રિયાદિ વિષયમાં લુબ્ધ બને છે, સાંસારિક પ્રવૃત્તિઓનો આદર કરે છે. વિષય કષાયના સેવનરૂપ પ્રમાદ વડે પીડા પામે છે. (૪) ક્યાય : મુખ્ય રાગ-દ્વેષ, તેના અંતરગત ક્રોધ, માન, માયા, લોભ, વળી તેના વિવિધ કષાયરૂપ રસના પોષણ માટે તેનું સૈન્ય વિશાળ છે. મૂળ કષાય રાગ-દ્વેષ છે. જીવ પર વસ્તુ, વ્યક્તિ કે સંયોગોમાં નિરંતર રાગાદિભાવ કરીને આસ્રવ કરે છે. (૫) યોગ : મન, વચન, કાયાની આત્મફુરણી વડે થતી ક્રિયાઓ તે યોગ છે. મનના સંકલ્પ વિકલ્પો, વચનનો ભાષા દ્વારા ઉપયોગ અને કાયાની વિવિધ પ્રવૃત્તિ તે પૌલિક યોગ છે. આવા મિથ્યાત્વાદિ વિવિધ ચિનયાત્રા આસ્રવ ભાવના Page #55 -------------------------------------------------------------------------- ________________ કારણો દ્વારા કર્મપરમાણુઓનું આત્મા પ્રદેશોમાં ગ્રહણ થવું તે આસ્રવ છે. ત્યાર પછી જીવના અધ્યવસાય અનુસાર તે પરમાણુઓ સાત કે આઠ પ્રકૃતિરૂપે પરિણમે છે તે કર્મબંધ. કાયાવામનઃ કર્મયોગઃ સ સવ:'' વર્યા-તરાય કર્મના ક્ષયોપશમથી યા ક્ષયથી એટલે અંતરાય ઘટવાથી કે ક્ષય થવાથી પુગલના આલંબનથી થનારા આત્મપ્રદેશોનો પરિસ્પદ તે યોગ આત્માની ફુરણાથી મનાદિ સક્રિય બને છે. ઔદારિકાદિ શરીર વર્ગણાના પુગલોના આલંબનથી જે પરિસ્પદ તે કાયયોગ. મતિશ્રુતાવરણના ક્ષયોપશમથી (કંઈક ઉઘાડથી) આંતરિક સ્કૂરણા-વચન લબ્ધિ થતાં ભાષાવર્ગણાના આલંબનથી પરિસ્પદ તે વચનયોગ. મતિજ્ઞાન તે મન અને ઈન્દ્રિયો દ્વારા થતો બોધ છે, તેમાં મતિજ્ઞાનનો ઉઘાડ થતાં (ાયોપશમ) આંતરિક મનની શક્તિ વડે મનોવર્ગણાના આલંબનથી આત્મપ્રદેશોનું પરિસ્પદ તે મનોયોગ છે. આ ત્રણે યોગ આસવરૂપ છે. ચૌદ રાજલોકના પૂરા પ્રદેશમાં કાર્મણવર્ગણાના અનંત પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભર્યા છે. અનંત અનંત જીવો, પ્રતિ સમયે અનંત અનંત કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે છતાં તેનો સંગ્રહ ત્રિકાળવાર્તા છે. ખૂટે તેવો નથી. વળી આ પદ્ગલિક પરમાણુઓ ચેતનરૂપ નથી, જડ છે તેને ગ્રહણ કરીને જીવને કંઈ લાભ નથી પરંતુ ઉપયોગની મલિનતા અને ચંચળતાને કારણે આ પરમાણુઓનો સંયોગ થાય છે. - આસવના પાંચ મૂળ કારણો બતાવી હવે તેનો વિસ્તાર બતાવે છે. પાંચ ઈદ્રિયોનો અસંયમ પાંચ હિંસાદિ અવ્રત (અવિરતિ) ચાર ક્રોધાદિ કષાયો ત્રણ મનાદિ યોગ પચીસ અસત્ ક્રિયાઓ કુલ આરંભ પરિગ્રહને લગતી તમામ પ્રવૃત્તિ તેમાં થતા રાગાદિ ભાવો ભયંકર આસવ છે. પાંચ ઈન્દ્રિયોની અસંયમની ભયંકરતા, તેના અનેક ભેદમાં મુખ્ય પાંચ ભેદ છે. એકેન્દ્રિયથી માંડીને પાંચ ઈદ્રિય ધરાવતા જીવો અજ્ઞાનવશ સ્પર્શના સુખને આધીન થઈ સવિશેષ કામ વિષયને કિ ઇ જ દ ર ચનયાત્રા Jain Edecatch thelational For Private & Osonal Use Only આસવ ભાવના .org Page #56 -------------------------------------------------------------------------- ________________ આધીન થઈ ભયંકર આસ્રવ કરે છે. રસનેન્દ્રિયની લુબ્ધતા દ્વારા મૃત્યુ તરફ ધકેલાય છે. રસના પદાર્થોમાં આસક્ત થઈ તે મેળવવા જીવો પ્રાણ ગુમાવે છે. ધ્રાણેન્દ્રિયવશ, ભ્રમરથી માંડીને મનુષ્ય લુબ્ધ બની મૃત્યુ પામે છે. ચક્ષુન્દ્રિયમાં પતંગિયું લુબ્ધ બની જલી જાય છે. માનવ પણ સૌંદર્યમાં લુબ્ધ બની ભવ વ્યર્થ ગુમાવે છે. શ્રવણેન્દ્રિયના સુખમાં હરણનું ટોળું શિકારીનો ભોગ બને છે. મધુર સંગીતના સૂરમાં લુબ્ધ બની તે શિકારીને જોઈ શકતા નથી. તે શિકારીની સામે જઈ મરણને શરણ થાય છે. માનવ પણ સૂરા અને સુંદરીના આકર્ષણનો ભોગ બની જીવન વ્યર્થ ગુમાવે છે. ઈન્દ્રિયોની પ્રકૃતિ અતૃપ્ત છે. જડ અને ચેતન પદાર્થોમાં ઈન્દ્રિયોની લોલુપતા કયારેય શાંત થતી નથી. એ સદેવ અતૃપ્ત રહે છે. માટે જેણે સંસારના બંધનથી મુક્ત થવું છે તે જીવે ઈન્દ્રિય પરવશતા ત્યજવી, તેના પર વિજય મેળવવા પ્રચંડ પુરૂષાર્થ કરવો જોઈશે. અવ્રતના આસવ-અવિરતિ : (પાપ પ્રવૃત્તિ) હિંસા : જગતમાં જીવો જડ શરીરના પોષણ માટે ઈચ્છાપૂર્તિ માટે સત્તાદિ માટે અનેક પ્રકારની હિંસા કરે છે. હિંસાયુક્ત વ્યાપારાદિ કરે છે. જીવોનો વધ કરવો કે દુઃખી કરવા, પ્રમાદથી કે અજાણતા પણ પ્રાણીવધ થવો વિગેરે હિંસાના પરિણામ આસવ છે. અસત્ય : સ્વાર્થથી કે પ્રમાદથી, લાભના લોભથી અસત્ય બોલવું, કોઈની વસ્તુ, માલ, મિલક્ત પડાવી લેવા, છેતરવા વગેરે અસત્ય-જુઠાણાથી થતા આસ્રવ છે. ચોરી અદત્ત, કોઈના અધિકારની વસ્તુ પૂછયા, આપ્યા વગર કે છૂપાવીને લેવી, કરચોરી, વસ્તુને બદલી નાખવી. કોઈ લેખન પદ થોડા ફેરફાર કરી પોતાના નામે ચઢાવવા તે ચોરીથી થતાં આસવ છે. મૈથુન : જોડવાની ક્રિયા, કામના પૂર્તિ, સ્ત્રી પુરૂષને અન્યોન્ય રતિક્રિયાનું સેવન જેમાં પ્રચુર રાગભાવની ઉત્તેજના હોય છે. યોનિદ્વારમાં રહેતા અનંત જીવોની હિંસા થાય છે. સ્વસ્ત્રીથી અસંતોષ, અત્યંત અસંયમ તથા પરસ્ત્રીસેવન તે મૈથુન છે. વળી અન્યના વિવાહ, લગ્ન કરી આપવા તે મૈથુનના અનુમોદનના પ્રકારમાં છે. તેથી આસવ થાય છે. પરિગ્રહ : સંપત્તિ કે સામગ્રીમાં, પરિવારાદિમાં, મમત્વ મૂછ તે પરિગ્રહ છે. દ્રવ્યથી ધન્ય ધાન્યાદિ નવ પરિગ્રહ છે અને ભાવથી ચૌદ ચિંતનયાત્રા - ૫૧ આસ્રવ ભાવના Page #57 -------------------------------------------------------------------------- ________________ પરિણામરૂપ પરિગ્રહ છે. આ તમામ મોહ અને મૂછજન્ય હોવાથી આસવના કારણ છે. કષાયયુક્ત આસ્રવ : તે ક્રોધ, માન, માયા, લોભ. મિથ્યાત્વાદિના આસવને સહાયક આ ચાર કષાય છે. તે આત્માના કલેશજનિત પરિણામ છે. રાગ-દ્વેષનો વિસ્તાર છે. જયાં સુધી જીવનો રાગાદિભાવનો સંક્ષેપ કે સંક્ષય નહિ થાય ત્યાં સુધી આ કષાયની જડ આત્મપ્રદેશોમાં વ્યાપીને રહેવાની છે. ક્રોધથી સૌજન્ય અને પ્રીતિનો નાશ થાય છે. માનથી જીવના નમ્રતા ગુણની હાનિ થાય છે. માયાથી જીવની સરળતા છૂટી જાય છે. લોભ તો પાપનું મૂળ છે. આ સર્વે આસવના કારણો છે. પ્રમાદ : આ કષાયો પ્રમાદનું કારણ છે, અથવા પ્રમાદવશ થતાં હોવાથી તેને કષાયમાં ગણ્યા છે. વળી ઈન્દ્રિયોના અસંયમ, અવ્રત પણ પ્રમાદવશ થતા હોય છે. પ્રમાદ એ અજ્ઞાનના જેવો દોષ છે તે આસવનું કારણ છે. યોગની વ્યાખ્યા આગળ બતાવી છે. આ યોગ શુભ અને અશુભ બંને પ્રકારે છે. અશુભયોગ અશુભ આસવ છે. ૧. મન, વચન, કાયાનો અસંયમરૂપ અશુભ યોગ. ૨. રાગ દ્વેષના પરિણામરૂપ અશુભ યોગ. ૩. માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય રૂપ અશુભ યોગ. સંસારમાં પદ્ગલિક પદાર્થો મેળવવા માટે અન્યને છેતરવા, સ્વાર્થ ખાતર કપટ કરવું, વાણી અને વર્તનમાં ભેદ પાડવો, ધર્મના ક્ષેત્રે તપાદિ કાર્યોમાં છેતરપીંડી કે કપટ કરીને સારું માનવું તે માયાશલ્ય છે. - કુવાદિની માન્યતા, લોકોત્તર દેવમાં લૌકિક ઈચ્છાપૂર્તિ તે મિથ્યાત્વશલ્ય છે. નિયાણું કરવું. ધર્મના અનુષ્ઠાન કરીને સાંસારિક સુખની ઈચ્છા કરવી. શલ્ય: મહાદોષ, કાંટો ભોંકાય તેવા તીવ્ર દોષ. (૧) રસગારવ : સ્વાદની લોલુપતા, ગૃદ્ધિ. ઋદ્ધિગારવ : તપાદિથી પ્રાપ્ત લબ્ધિનો માનાદિમાં ઉપયોગ. શાતાગારવ : શારીરિક સેવાની અપેક્ષા તેમાં સુખબુદ્ધિ. મોટા શ્રતધારો અને પૂર્વધરો પ્રમાદવશ આ અશુભ યોગમાં ફસાઈને આસ્રવ દ્વારા દુર્ગતિ પામે છે. (૩) Jain Edferta pitational For Private & sonal Use Only આસવ વિના.org Page #58 -------------------------------------------------------------------------- ________________ (૪) ગારવયોગ : ઉપર પ્રમાણે ત્રણ ગારવ અશુભ છે. (૫) જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના-જ્ઞાન દર્શન અને ચારિત્રના આઠ આઠ દૂરાચારો છે. (૬) સંજ્ઞાઓ : આહારસંજ્ઞા : તપાદિ કરે પણ કરતા પહેલા અને પછી આહાર-સ્વાદનો અસંયમ. વળી જીવમાત્ર આહાર સંજ્ઞાને આધીન હોય છે. વનસ્પતિ જેવા એકેન્દ્રિય પણ અનુકૂળ જમીનમાં ઉગે છે. ભયસંજ્ઞા : જીવને રોગ મરણાદિનો નિરંતર ભય હોય છે. મૈથુનસંજ્ઞા, કામ વાસના, પરિગ્રહ સંજ્ઞા : એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવમાં કામવાસના અને શરીરના મમત્વની આ સંજ્ઞા હોય છે જે આસવનું કારણ છે. બાહ્ય સામગ્રીઓ પરિગ્રહ છે. (૭) ચાર વિકથાઓ : સ્ત્રીપુરૂષકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા. સત્સંગ કે ધર્મકથા સિવાયના બધા જ વાર્તાલાપો વિકથા છે. (૮) દુર્ધ્યાન ઃ ઈષ્ટનો રાગ, અનિષ્ટનો દ્વેષ, રોગથી ચિંતા, ભોગની અભિલાષાના નિરંતર પરિણામ, તે આર્તધ્યાન, ક્રૂર અને કઠોર પરિણામ રૌદ્રધ્યાન. આ બંને અશુભ આસવ છે. (૯) અશુભ લેશ્યા : : કૃષ્ણ, નીલ, કાપોત, કષાયમાં ભળેલા અધ્યવસાય. (૧૦) અશુભયોગ : આઠ મદ-અહંકાર-અભિમાન તે જાતિ, કૂળ આદિ. જીવ સ્વભાવથી દ્યૂત થાય છે ત્યારે રાગાદિ વિભાવ દશાના નિમિત્તે આ કર્મોનો જીવના પ્રદેશો સાથે સંબંધ થવો તે આસ્રવ છે. આસ્રવ અને બંધ સાથે ચાલે છે. જેને કારણે જીવ દુઃખ પામે છે. આપણે જોયું કે મન, વચન, કાયાના યોગ દ્વારા કર્માસવ થાય છે. મન સતત રાગાદિ ભાવમાં પ્રવૃત્ત રહે છે તે મનોયોગ દ્વારા આસવ છે. વચન-બોલવું. આપણે વ્યક્ત, અવ્યક્ત સતત બોલતા રહીએ છીએ તેમાં આપણા પરિણામ ભળે છે, તેથી જે સ્પંદન થાય છે તે વચનયોગથી આસવ છે. તે પ્રકારે શરીર દ્વારા થતી અનેક ચેષ્ટાઓથી સ્પંદન થાય છે તે કાયયોગથી આસવ છે. આ અશુભ આસવ છે. આ જ યોગને શુભમાં જોડવાથી શુભાસ્રવ બને છે. મનથી શુભભાવના કરવી, વચન હિતાવહ બોલવા, શરીર દ્વારા સત્કાર્યો કરવા. તે પરિણામથી શુભાસવ થાય છે. આમ યોગવડે આસ્રવ થયા જ કરે છે. દસ ગુણસ્થાનક સુધી કષાય હોવાને કારણે સંપરાયિક આસ્રવ હોય છે. ૧૧ થી ૧૨, ૧૩ સુધી ઘાતીકર્મ ઉપશમ કે ક્ષય હોવાથી, યોગ હોવા છતાં ઈર્યાપથ આસવ ચિંતનયાત્રા ૫૩ આસવ ભાવના Page #59 -------------------------------------------------------------------------- ________________ અર્થાત ત્રણ સમય પૂરતો હોય છે. ફકત સાતવેદનીયનો આસ્રવ આવે ને જાય પણ રસ કે સ્થિતિબંધ થતો નથી. ચૌદમાં ગુણસ્થાને નિરાસવ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જઠરાગ્નિમાં પચીને સાત ધાતુમાં વહેંચાય છે. તેમ કાર્મણવર્ગણા જીવના સંબંધમાં આવીને સાત કે આઠ પ્રકૃતિમાં વહેંચાય છે. આહારનો કેટલોક અંશ જલ્દી બહાર નીકળે છે તેમાં શક્તિ ઓછી હોય છે. જે અંશો લાંબો વખત રહે છે તેમાં શક્તિ વધુ હોય છે. જેમ કે મળ મૂત્રમાં કંઈ બળ નથી તે કેવળ મળ જ છે. રૂધિરમાં કંઈક બળ છે. વીર્યમાં સર્વાધિક બળ છે. તે જેટલું વધુ ટકે તેટલું તેનું બળ વધુ, તે પ્રમાણે કર્મોનું છે. જેમાં કષાયનો રસ ઓછો તે કર્મનિષેકો જલ્દી નિર્ભર છે. જેમાં રસ અધિક તે ઘણા સમય પછી નિર્જરે છે. આસવ અનુપ્રેક્ષા સમજવાનો હેતુ આસવને રોકવાનો છે. રાગાદિ ભાવ, આસવભાવ, કષાયભાવ અહિતકર છે, હેય છે, ત્યાજ્ય છે. હું જ્ઞાનમય છું, આનંદમય છું તે ઉપાદેય ભાવ છે. મુનિજનો સર્વ વિભાવ ભાવને હેય માનીને સમભાવમાં રહીને નિરાસ્રવ થાય છે, સ્વરૂપમાં લીન રહેવું ને આસવથી મુક્ત થવું તે અનુપ્રેક્ષાનો સાર છે. શુભ કે અશુભ આસવ કર્મબંધનું કારણ છે. શુભાસ્રવ પુણ્યબંધનું કારણ છે. વળી બંધ કયારે પણ મુક્તિનું કારણ ન બને. માટે પુણ્યને ધર્મ ન માનવો, અશુભઆસવથી છૂટવા વચમાં પુણ્યયોગ્ય અનુષ્ઠાનો અવલંબન છે. જેથી મનુષ્યગતિ, આર્યક્ષેત્ર, દેવગુરુનો યોગ જેવા સાધનો મળે પરંતુ તે ફકત બાહ્ય અપેક્ષિત સાધન હોવાથી આખરે છોડવાના છે. પુણ્યાનુબંધી પુણ્ય સાધનરૂપે સહાયક બને માટે જીવે શુભ આસ્રવને ગૌણ કરી સંવર ધર્મની આરાધના કરવી. આસ્રવ ભાવના : (હરિગીત) જીવપ્રદેશમાં આવે વ્યાસવ, સરવરનીર યમ નીકમાં કેવળ બને કારણ પુદ્ગલ જીવના પરિભ્રમણના શુભ વા અશુભ આસવભાવ, ભાવી રહ્યો છે જીવ જે કર્તા બને પુણ્ય પાપનો વળી બંધનું કારણ બને દ્વાદશ અવિરત, યોગ પંદર, મિથ્યાત્વ પાંચ જે વર્ણવ્યા પચીસ કષાયો, મળી સત્તાવન, છે કારણ કર્માગમનનાં મોહભાવની મમતા તજી, વળી તજી દઈ પર પરિણતિ સંવૃત નિરાસવ જ્ઞાનીજનનું ધ્યેય મોક્ષ જ પ્રાપ્તિ. For Private & Personal use_only___ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૮. સંવર ભાવના છે. ત્રિક આસવ નિરોધ : સંવર : આસવના રોકાવા સિવાય સંવર-ધર્મ-આધ્યાત્મિક વિકાસ થતો નથી. જેમ નાવમાં છિદ્રો પડે ને પાણી ભરાય તો નાવ ડૂબી જાય તેથી સૌ પ્રથમ છિદ્રો પૂરી દેવા જોઈએ. તેમ જીવના આધ્યાત્મિક વિકાસને રૂંધતા આસવના મુખ્ય ૪૨ છિદ્રો પૂરવાના છે. શાસ્ત્રકારશ્રી સંવરના પ૭ ભેદ બતાવે છે. સંવર કેવી રીતે કરશો ? ૧. ત્રણ ગુપ્તિ : મન, વચન, કાયાના યોગનો નિગ્રહ કરવો તે ગુપ્તિ. (૧) મનગુપ્તિ : મનથી દુર્થાન ત્યજવું. સંકલ્પવિકલ્પ શમાવવા મૌન પાળવું. સાધુજનોએ આજીવન અને શ્રાવકે સામાયિકમાં કે પૌષધમાં ગુપ્તિધર્મ પાળવાનો છે. નિરંતર થતી બાહ્ય પ્રવૃત્તિને રોકી એકાંતમાં શુભધ્યાન, ધર્મધ્યાન કે શુકલધ્યાનની ભાવના કરી વિકલ્પોનો નિરોધ કરવો તે મનગુપ્તિ છે. વચન ગુપ્તિ: મૌન ધારણ કરવું. સમિતિમાં હિતકારી વચન બોલવાના છે પણ ગુપ્તિમાં તો વાચિક અને માનસિક મન પાળવાનું છે. તેનો મુકરર સમય પણ નિશ્ચિત રાખવો. વાસ્તવમાં યોગનિરોધ તે સાચો સંવર છે. (૩) કાયપ્તિ : શરીરની ચેષ્ટાનું નિયમન અથવા આસનસ્થ રહેવું. સાધુનું જીવન ગુપ્તિયુક્ત હોવું જોઈએ. જરૂરી શરીરની ચેષ્ટા, હલન, ચલન, ઉઠવું, બેસવું બધી જ ક્રિયાથી વિરામ પામી આસનસ્થ થવું. કાયા અમુક સમય આસનસ્થ રહે તેમ કેળવવી. પાંચ સમિતિઃ સમ્યકપ્રકારે, જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી. સાધુજનો ગમનાગમન સમયે વસ્તુ કે આહારાદિક્રિયા સમયે અન્ય જીવને હાનિ ન થાય તેમ પ્રવર્તે. હિતકારી અને પરિમિત, પ્રિય વચન બોલે. મળમૂત્ર કે અનઉપયોગી વસ્તુઓનું વિસર્જન યત્નાપૂર્વક કરે. સમિતિ અને ગુપ્તિ અન્યોન્ય પૂરક છે. છતાં ગુપ્તિ આંતરિક સાધના છે. સમિતિમાં પર જીવોની જયણાની વિશેષતા હોય છે. બધી જ વિષમતાથી મુક્ત તે સમિતિ - ગુપ્તિરૂપ સંવર છે. ૩. બાવીસ પરિષદ : પરિષહ આવતા કોને સમભાવે સહન કરવા. ચિંતનયાત્રા ૫૫ સંવર ભાવના Page #61 -------------------------------------------------------------------------- ________________ મુખ્યત્વે આ પરિષહ મુનિધર્મમાં છતાં વ્રતધારી શ્રાવકને પણ આવશ્યક છે. પરિષહ સહન કરવામાં રાગદ્વેષ ક્ષીણ થતા સંવર થાય છે. (૧) ક્ષુધા પરિષહ : નિર્દોષ આહારની અપ્રાપ્તિ છતાં સદોષ આહાર લેવો નહીં, પણ ક્ષુધા સહન કરવી. (૨) તૃષા પરિષહ : તરસ લાગે ત્યારે અળગણ કે સચિત પાણી પીવું નહીં, તૃષા સહન કરવી. (૩) શીત પરિષહ : સખત ઠંડીમાં અગ્નિ જેવા સાધનોનો ઉપયોગ કરવો નહીં, ઠંડી સહન કરવી. (૪) ઉષ્ણ પરિષહ : અતિશય ગરમી છતાં વાયુ કે પંખા જેવા સાધનોનો ઉપયોગ કરવો નહીં, ગરમીની પીડા સહન કરવી. (૫) દંશ પરિષહ : મચ્છર આદિના ઉપદ્રવથી ત્રાસ ન પામવો, સહન કરવું. (૬) અચેલક પરિષહ ઃ મૂલ્યવાન વસ્ત્રો કે ઉપકરણ ન રાખવા, મલિન કે જીર્ણ વસ્ત્ર મળે તો ખેદ કરવો નહીં. (૭) અતિ પરિષહ ઃ દુઃખમાં ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિમાં ખેદ ન કરવો. (૮) સ્ત્રી પરિષહ : સ્ત્રીના મનોહર રૂપાદિ જોઈ મોહ પામવો નહીં. (૯) ચર્યા પરિષહ : અપ્રતિબદ્ધ વિહાર કરવો. પ્રતિકૂળતા સહન કરવી. (૧૦) નિષદ્યા પરિષહ : સ્મશાન કે નિર્જન સ્થાનમાં ધ્યાન કરતાં ઉપસર્ગ થાય તે સહન કરવા. (૧૧) શય્યા પરિષહ ઃ સંથારો કરવામાં જે પ્રતિકૂળતા આવે તે સહન કરવી. : (૧૨) આક્રોશ પરિષહ : કોઈના કઠોર વચન સહન કરવા. (૧૩) વધ પરિષહ : કોઈ મારે, પ્રહાર કરે તો સહન કરવા પણ દ્વેષ ન કરવો. : (૧૪) યાચના પરિષહ ઃ સંયમને યોગ્ય વસ્તુ મેળવવા શ્રાવકો પાસે સંકોચ ન રાખવો. (૧૫) અલાભ પરિષહ : નિર્દોષ ભિક્ષા ન મળે તો ઉદ્વેગ ન કરવો. (૧૬) રોગ પરિષહ ઃ રોગ સમયે ઔષધ-સેવાની અપેક્ષા વગર સહન : કરવું. (૧૭) તૃણસ્પર્શ પરિષહ : વિહારમાં કે સંથારામાં કાંટા વગેરેના સ્પર્શથી ક્ષોભ કે દુઃખ ન માનવું. ચિંતનયાત્રા ૫૬ સંવર ભાવના Page #62 -------------------------------------------------------------------------- ________________ (૨૧) (૨૨) (૧૮) મલ પરિષહ : શરીરની મલિનતા કે પરસેવાથી ઉદ્વેગ પામી સ્નાનની ઈચ્છા ન કરવી. (૧૯) સત્કાર પરિષહ : ભક્તો તરફથી મળતા સત્કારમાં રાજી થવું નહીં. (૨૦) પ્રજ્ઞા પરિષહ : જ્ઞાન હોવા છતાં ગર્વ ન કરવો. અજ્ઞાન પરિષહ : જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન માટે દુઃખ ન લગાડવું, પણ જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્યમ કરવો. સમ્યકત્વ પરિષહ ઃ જિનેશ્વરનાં વચનમાં શંકા ન કરવી. શાસ્ત્રોનાં સૂક્ષ્મ રહસ્યો સમજવા પ્રયત્ન કરવો, પણ શંકા ન કરવી. ૪. દસ યતિધર્મ : સંવર આરાધનાના આધ્યાત્મિક વિકાસમાં અત્યંત ઉપકારી દસ પ્રકારના ધર્મના ભેદ - ગુણ બતાવ્યા છે. દોષોના વિસર્જનરૂપ આ ગુણો યતિઓ પ્રાણાંતે પાળીને મુક્ત થયા છે. ક્ષમા : આત્માનો આંતરિક ગુણ છે. જો તે સ્વભાવરૂપ બને તો બહારની તમામ પ્રતિકૂળતાઓ, ઉપસર્ગો, અપમાન જેવા પ્રસંગે સહજ ક્ષમા પ્રગટ થાય છે. જે કરૂણાભરી હોય છે. જેમાં દયાની પ્રધાનતા હોય છે. માર્દવ : નમ્રતા, વિવેક, વિનય છે. આઠ પ્રકારના મદની સામેનું બળવાન સાધન છે, જે જીવને અસદ્ગતિથી બચાવે છે. ગમે તેવા બળવાન માંધાતાઓ પણ માનને કારણે અધોગતિ પામ્યા છે. માટે નમ્ર રહેવું. આર્જવ : સરળતા, નિઃસ્પૃહતા, સ્વદોષને જેવા છે તેવા જોવા અને દૂર કરવા, માયા પ્રપંચ જેવા કુટિલ દોષોને દમવા. સરળ જીવો ધર્મને સત્વરે ધારણ કરે છે. શૌચઃ મનની પવિત્રતા, લોભ - તૃષ્ણા જીવના પરિણામને મલિન બનાવે છે. માટે તેની સામે જાગૃત રહી મનને નિર્મળ રાખવું. સંયમઃ ઈન્દ્રિયોના વિષયો પ્રતિ સંયમ ધારણ કરવો. હિંસાદિથી ઉપશાંત થવું. વિકૃતવૃત્તિઓનો વિરોધ કરવો. ત્યાગ : પરિગ્રહાદિની મૂછ પાપ છે તેને ઘટાડવા ગુરુજનો પાસે ત્યાગના નિયમ ધારણ કરવા. આહારાદિમાં, બાહ્ય આરંભના કાર્યોમાં જેમાં વિશેષ હિંસાદિ લાગે તેવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. ચિંતનયાત્રા ૫૭ સંવર ભાવના Page #63 -------------------------------------------------------------------------- ________________ સત્ય : મનુષ્યને મહામૂલી વાચા મળી છે તેને પુષ્પ જેવી કેળવો. પુષ્પ કોમળ, સુંદર અને સુવાસિત હોય તેમ વાણી પણ એવી હોવી જોઈએ. સત્ય છતાં હિત, મિત અને પ્રીતવાળી હોય. તપ : સકામ નિર્જરા માટે ઈચ્છા નિરોધ તે તપ છે. તેના બાર પ્રકારનું સેવન કરતા લક્ષ તો ઈચ્છાઓ શાંત થવાનું હોય. તપ, ધ્યાન અને સ્વાધ્યાય કરે છતાં ઈચ્છાઓ તો એજ પ્રકારે રહે તો તે બાલતપ છે. તેનાથી સકામ નિર્જરા ન થાય તો પરિભ્રમણ ટળે નહિ આહારાદિ દરેક વસ્તુઓની તૃપ્તિ થવી તે સંવર છે. તે તપ છે. (૯) બ્રહ્મચર્ય : દસ ધર્મમાં મહાન તપ છે. વાસ્તવમાં વાસનાઓનો ત્યાગ તે સ્થૂલ છે, પરંતુ ઉપયોગનું આત્મભાવમાં રમણ થવું કે આત્મામાં જેટલી સ્થિરતા તેટલી બ્રહ્મચર્યની દૃઢતા છે. તે માટે સાધુ કે સાધકે કામોત્તેજક આહાર કે લોકસંપર્કથી દૂર રહેવું. (૧૦) આર્કિચન્ય': અપરિગ્રહી સાધુને સંયમ પૂરતા પરિમિત ઉપકરણ સિવાય કંઈ જ ખપે નહિ. ઉપકરણ પણ પૌદ્ગલિક છે. તેના પ્રત્યે મૂર્છા તે મહાદોષ છે. ઓઘો સુંદર છે. પાત્રા સુંદર રંગવાળા છે. આંખને ગમે છે તેવો વિચાર પણ મૂર્છા છે. વસ્ત્રાદિની પણ ખૂબ મર્યાદા રાખવી. સાધક ભાવિ સાધુનાં ભાવવાળો હોય તેણે પણ ખૂબ મર્યાદા કરવી. ભૂતકાલીન પાપોને નષ્ટ કરવા અને વર્તમાનકાલીન પાપોથી દૂર રહેવા આ ધર્મપાલન અત્યંત જરૂરી છે. સંવર અંતર્ગત સંક્ષિપ્ત બાર ભાવના : વિકટ પંથ એવો મોક્ષ સંવર દ્વારા નિકટ બને છે. તે માટે ભાવનાઓથી ભાવિત થવું. આ ગ્રંથનું સત્વ અને તત્ત્વ બાર ભાવના જ છે. જેનું વિસ્તૃત વર્ણન અન્યત્ર કરેલું છે. પ્રસંગોચિત તેનો સંક્ષેપ આ પ્રમાણે છે. (૧) અનિત્યતા : આ સંસારમાં સર્વ પૌદ્ગલિક પદાર્થો, સર્વ સ્થાન અને પરભાવો અનિત્ય છે. તેમાં રાચવા જેવું શું છે ! તેનું ચિંતન કરવું. આત્મા નિત્ય શાશ્વત છે તે મારું સ્વરૂપ છે. અશરણતા ઃ જન્મ, મરણ, રોગાદિથી આ જીવ અશરણ છે તેનું ચિંતન કરી વૈરાગ્ય ભાવની વૃદ્ધિ કરવી. (૨) (૩) એકત્વ : હું એકલો જન્મ્યો, એકલો જ મરણ પામીશ. સુખદુઃખનો અનુભવ એકલો જ કરીશ. મારા આત્મા સિવાય મારું કોઈ નથી એમ ચિંતન કરવું. (6) (૮) ૫. ચિંતનયાત્રા ૫૮ સંવર ભાવના Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪) અન્યત્વ : અઢળક સંપત્તિ, સ્વજન, પરિવાર સર્વે અજ્ઞાનથી મારા લાગે છે પણ હું સર્વથી ભિન્ન છું. અશુચિત્વ : આ શરીર ચામડીથી મઢેલું છે. તેમાં રહેલા પદાર્થો બહાર નીકળે તો જીવ છળી જાય તેવા ગંદા છે. તેનાથી વિરક્ત થવાનું ચિંતન કરવું. સંસાર : સંસાર નિરંતર પરિવર્તનશીલ છે. એકાંતે દુઃખદાયક છે. બાળકથી લઈને વૃદ્ધાવસ્થા બદલાતી રહે છે. ભવાંતરે પિતા પુત્રપણે થાય, પત્ની માતાપણે થાય છે. વિભાવદશાથી નિરંતર પરિવર્તન પામી જીવ કર્મથી લેપાય છે તેમાં રાચવું શું ? આસવ : મિથ્યાત્વાદિ જીવની વેભાવિક દશાથી કાર્મણવર્ગણાનો આસ્રવ થાય છે જેથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી દુઃખી થાય છે તેમાં આસવ કારણ છે માટે તેના કારણોનો ત્યાગ કરવો. સંવર : એ આત્મશક્તિ છે. આસવથી આવતો કર્મનો પ્રવાહ આત્મશક્તિથી જ રોકાય છે. તે સિવાય જગતમાં બીજું કોઈ સાધન નથી તે સંવરના ભેદોની સાધના કરી આ પ્રવાહ કેમ રોકાય તેનું ચિંતન કરવું. નિર્જરા : સંવરથી આસવની નીકનું દ્વાર બંધ થયું. પછી જે આત્મપ્રદેશો પર જામીને પડેલા કર્મોનો નાશ વિવિધ તપ દ્વારા કરવાનું ચિંતન કરવું. લોકસંસ્થાન: ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વમાં ત્રણ લોક અને ચાર ગતિમાં જીવ અણહેતુ અજ્ઞાનથી જન્મ મરણના દુ:ખ પામે છે. સુખ મળતું નથી તેમ ચિંતવવું. (૧૧) ધર્મ દુર્લભ-ચિંતનઃ ભવભ્રમણથી મુક્ત થવા સર્વજ્ઞ પરમાત્માએ અનુપમ ધર્મના વિવિધ પ્રકાર દર્શાવ્યા છે, તેમાં મુખ્ય શુદ્ધાત્મ ધર્મની ઉપાસના કરવી. (૧૨) બોધિ દુર્લભતા : માનવદેહ, આર્યકૂળ, શાસ્ત્રશ્રવણ, કર્મભૂમિ જેવું ક્ષેત્ર મળ્યા છતાં જો જીવ બોધ પામી સમ્યકત્વ પ્રાપ્ત કરી ન શકે તો તે દુર્લભતા છે. ચારિત્ર પાંચ ઃ ચારિત્ર : વીતરાગ સ્વરૂપ આચરણ. સ્થિરતાનો વિકાસ. સ્વરૂપ રમણતા. ચારિત્રગુણનો વિકાસક્રમ પાંચ પ્રકારે ચિંતનયાત્રા પ૯ સંવર ભાવના Page #65 -------------------------------------------------------------------------- ________________ (૧) સામાયિક: પ્રાથમિક આત્મવિશુદ્ધિ, આત્મશક્તિને પ્રગટ કરનાર, નિર્જરાનો અપૂર્વ લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થભાવ રાખનાર, સમ્યગદર્શનજ્ઞાનચારિત્રનો લાભ આપનાર. છેદોપસ્થાપના પૂર્વના ચારિત્રકાળનો છેદ અને પુનઃ મહાવ્રતોનું સ્થાપન. લઘુદીક્ષાર્થીને વડી દીક્ષા આપવી. લીધેલા મહાવ્રતોનો ભંગ થવાને કારણે પુનઃ મહાવ્રતોનો સ્વીકાર. આ પ્રકાર પ્રથમ અને ચરમ બે તીર્થંકર પ્રભુના સમયમાં હોય છે, બાવીસ જિનના સમયમાં નથી. પરિહાર વિશુદ્ધિઃ પરિહાર–ત્યાગ, વિશુદ્ધિ=વિશેષ શુદ્ધિ. ગચ્છનો ત્યાગ કરી અમુક સાધુજનો વિશેષ તપ આચરે તથા એકાંતમાં રહી ઉગ્ર સાધના કરે. સૂક્ષ્મ સંપરા ચારિત્ર: સૂક્ષ્મ-અતિઅલ્પ, સંપાય-લોભ કષાય. ક્રોધ, માન, માયાના કષાય ક્ષય થયા હોય અને લોભ કષાયનો અતિ સૂક્ષ્મપણે ઉદય વર્તે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર છે. યથાખ્યાત ચારિત્ર: યથાર્થ સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર, મોક્ષના કારણભૂત ચારિત્ર છે. આ ચારિત્ર પ્રગટયે કેવળજ્ઞાન પ્રગટે છે. પ્રથમ સામાયિક ચારિત્ર વ્રતધારી શ્રાવકને મર્યાદિતપણે હોય છે. પછીના ચાર ચારિત્ર મુનિને જ હોય છે. દેશ કાળ પ્રમાણે જાણવું. આમ અશુભભાવોથી રક્ષણ કરવા શુભભાવોને પુષ્ટ કરવા આ બાર ભાવનાઓનું અનુપ્રેક્ષણ પુનઃ પુનઃ કરવાથી જીવ વૈરાગ્યથી વાસિત થશે. સંવર ભાવના ઃ (હરિગીત) નીક બંધ કરતાં આવવું જળનું જાઓ રોકાય છે. સૌ આસવો સંવર થકી તે રીતે અટકી જાય છે. સમિતિ મહાવ્રત પાંચ-પાંચ, મન વચન કાયની ગુપ્તિ ને બાવીસ પરિષહ, ધર્મ દશવિધ, ભાવના વળી બાર છે. આ ભાવ સત્તાવન બને, જે આસવને રોકતાં સ્વપ્ન દશાથી જાગ જીવ, શાને રહા તું ઊંઘમાં ? શુભ ને અશુભથી રહિત થે, શુદ્ધ ભાવ સંવર પામીને બૂરી છિદ્રને, મઝધારથી, તુજ નાવ પાર લગાવી લે. - - - ચિંતનયાત્રા ૬૦ સંવર ભાવના Page #66 -------------------------------------------------------------------------- ________________ ****** ૯. નિર્જરા ભાવના ************* નિર્જરાતત્ત્વ એક જ પ્રકારનું છે, તેનાથી ભાવિત થવા તેના તપની મુખ્યતાએ બાર ભેદ બતાવ્યા છે. જેમ અગ્નિ એક જ પ્રકારનો છે પણ કોલસા, લાકડા ચકમક જેવાને કારણે અગ્નિને અલગ નામથી ઓળખવામાં આવે છે તેમ નિર્જરાના સાધનરૂપ તપના બાર ભેદો છે. નિર્જરા એટલે બંધાયેલા કર્મોનું ક્ષણે ક્ષણે શુદ્ધ પરિણામ દ્વારા નિર્જરવું, ખરી જવું, દૂર થવું. ‘‘જયાં આત્મરમણતારૂપ બ્રહ્મચર્ય હોય, આદરપૂર્વક જિનપૂજા હોય, કષાયોનો જય અને જિનાજ્ઞાની ઉપાસના હોય તેવું તપ શુદ્ધ છે, જેના વડે નિર્જરા પણ શુદ્ધ હોવાથી કર્મક્ષય થાય છે.’’ તપસ્વી આંતરિકપણે સાવધાન ન રહે તો તે તપથી કર્મો તપવાને બદલે સ્વયં તપી જાય છે, તે માટે સતત જાગૃતિ રાખી દુર્ધ્યાનથી દૂર રહેવું. મન, વચન, કાયાના યોગોનો સંયમ રાખવો જેથી પ્રમાદ ન થાય. ઈંદ્રિયોનું શમન સમજણપૂર્વકનું હોવું તે તપ છે. ધર્મક્રિયાને કષ્ટદાયક ન માનવી. જેમ જેમ દેહાધ્યાસ છૂટે તેમ આંતરિક આનંદ વૃદ્ધિ પામે. એ આનંદ વગર તપસ્વીમાં શુષ્કતા આવે છે. જ્ઞાની તપસ્વી કઠોર તપશ્ચર્યામાં પણ પ્રસન્ન હોય છે. કારણ કે તપથી કર્મનો ક્ષય થતો તે અનુભવે છે. જે તપ મોહાદિ બંધનને તોડવા સમત્વ સહિત કરવામાં આવે છે તે તપ મુક્તિનું સાધન બને છે. જે તપ આકાંક્ષામોહ પ્રેરિત છે તે દેવલોકના સુખને અંતે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. માસક્ષમણને પારણે માસક્ષમણ કરનારા પણ તપથી તપ્યા અને ભૂલ્યા. કોઈ ક્રોધથી, કોઈ માનથી, કોઈ ભોગના લોભથી, કોઈ કપટથી છેતરાઈ ગયા, તેજ તપથી મુક્તિનું શિર્ષાસન થઈ ગયું. જો કે કાળલબ્ધિએ સત્ય સમજતા મુક્તિ વર્યા. 66 "" કીધા કર્મ નિકંદવા રે લેવા મુક્તિનું દાન, હત્યા પાતિક રે નહિં કોઈ તપ સમાન. છૂટવા જીવ માત્ર દુ:ખ સહીને નિર્જરા તો કરે છે. તો પછી ધર્મમાર્ગમાં તપ દ્વારા શું વિશેષતા છે ! જીવો સુખદુઃખના શુભાશુભ કર્મના અનુભવ કરતાં પુનઃ રાગદ્વેષના ભાવ કરી તેવા કર્મો બાંધે છે એટલે કર્મની જાવક થાય વળી આવક થતી રહે છે પરંતુ કર્મનો નાશ થતો નથી. નિર્જરામાં તત્ત્વરૂપે એ બતાવવું છે કે અકામ નિર્જરા કરતા સકામ નિર્જરા સત્ પુરુષાર્થથી સાધ્ય છે. સવિશેષ જેની રાગ દ્વેષની ચિંતનયાત્રા ૬૧ નિર્જરા ભાવના Page #67 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથિ તૂટી છે, ભદાઈ છે, તેવા ત્યાગી-જ્ઞાની, અનાસક્ત, સમ્યમ્ દષ્ટિ, જીવોની નિર્જરા સકામ છે. પુનઃ તેવા કર્મો બંધાતા નથી જે દીર્ઘ સંસારીપણે ભોગવવા પડે. કર્મ વૃક્ષનું મૂળ તેમણે છેદી નાંખ્યું છે. તેથી નવીન કર્મફળ આવતું નથી. અનિચ્છાએ અજાગૃતાવસ્થામાં ઉદય આવી કર્મ સહજ રીતે ખરે કે ઓછા થાય તે અકામ નિર્જરા છે. જેમ ઝાડના ડાબા પાંખડા કપાય અને મૂળ જમીનમાં જીવંત રહે તો પુનઃ ડાળા પાંખડા ફૂટે. તેવી અજ્ઞાની જીવોની દશા છે, જેથી ઉદયકર્મ ભોગવે અને નવા બાંધે. અનાદિકાળથી તેમ થતું આવ્યું છે. વળી જ્ઞાનીજનોનો પુરૂષાર્થ એવો હોય છે કે ઘણા લાંબા સમયે કર્મ ઉદયમાં આવવાનું હોય છે તેને પુરૂષાર્થ દ્વારા ઉદીરણા કરી કર્મફળ ભોગવી લે છે, વળી નવું ન બંધાય તેવી જાગૃતિ રાખે છે. આમ સર્વ કર્મનો ક્ષય નિર્જરાની આત્મશક્તિ દ્વારા કરે છે. કર્મ તેના વિપાકે ઉદયમાં આવે ત્યારે તેની અસર પણ વધુ હોય છે. અને જીવ જાગૃત ન હોય તો નવા કર્મ વધુ બંધાય છે. ઉદીરણામાં સાધકની તૈયારી હોવાથી સહજરૂપે કર્મનો ક્ષય કરે છે. કોઈ આવેશથી કે દુઃખથી કંટાળી, કષાયોની ઉત્તેજના દ્વારા આપઘાત કરે તો તે ઉદીરણા નથી તે વધુ કર્મબંધનકર્તા છે. કદાચ તે વખતે સહન કરી લે તો પણ તે હિતકારી નથી કારણકે મૂળમાં કષાયનો ભાવ છે. કષાય બંધનું કારણ દેહ જ છે તેવું નથી. કેવળજ્ઞાનીને દેહ તો હોય જ છે, બંધનું ખરું કારણ રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ, માયા જેવા અશુભ ભાવો છે. જે અશુભ બંધનું કારણ છે. પરોપકાર, વ્રતાદિ, ધર્મક્રિયા, ગુણોનું સેવન શુભભાવો છે જે શુભબંધનું કારણ છે. બંનેનું નિર્જરવું તે કર્મક્ષયનું કારણ છે. આ તપના મુખ્ય બે પ્રકાર છે. ૧. બાહાતપ ૨. અત્યંતર તપ બાહ્ય તપના છ પ્રકાર : (૧) અનશન : ઉપવાસાદિ તપ કે સમયની મર્યાદામાં ચારે આહારનો ત્યાગ. બહારમાં ભોજન ત્યાગ કર્યા પછી ભોજનના વિકલ્પનો પણ ત્યાગ કરવો. અને ઉપવાસ કરી અન્ય આરંભાદિ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી આત્માના ભાવમાં સ્થિર થવું આત્મા સમીપ રહેવું. સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરી આવશ્યક અવલંબન ગ્રહણ કરી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં નિવાસ કરવો. દીર્ઘ સમયના ઉપવાસ છતાં ભોજનનો વિકલ્પ ન ઉઠે તેવું બળ આત્મસ્વરૂપની શુદ્ધ શ્રદ્ધાનથી ટકે છે. મુનિ મહાત્માઓમાં એવું બળ ચિંતનયાત્રા નિર્જરા ભાવના Page #68 -------------------------------------------------------------------------- ________________ હોય છે. બાહા તપ છતાં અત્યંતર દશા નિર્મળ હોય છે. () અવમોદર્ય : બીજું બહિરંગ તપ ઉણોદરી છે. અનશનની જેમ ઉણોદરી તપ વિચારણીય છે. બાહા તપ છતાં જીવના અંતરંગ પરિણામ શુદ્ધ હોવા કઠિન છે. ભૂખ લાગી હોય, ભાવતા ભોજન મળ્યા હોય, મુખમાં પાણી છૂટતું હોય અને ભૂખ કરતા ઓછું ખાવું? શું અનુભવ છે ? ભોગના પૂરા સાધન મળ્યા પછી થોડું ભોગવીને છોડી દેવા માટે આત્મવિશુદ્ધનું બળ જરૂરી છે અનશન ન કરી શકે તો ઉણોદરી કરી લેવું. (૩) વૃત્તિપરિસંખ્યાન તપ - વૃત્તિ સંક્ષેપ : ભોજન લેતા પહેલાં કોઈ નિયમ કે નિમિત્ત ધારણ કરવું કે આજે આ વ્યક્તિના હાથે ભોજન લેવું અથવા કોઈ અતિથીને જમાડીને ભોજન લેવું. ખાસ કરીને મુનિજનો અભિગ્રહ ધારણ કરે છે. તેમાં સામાન્ય રીતે વસ્તુઓ-ભોજનના દ્રવ્યોની સંખ્યા નક્કી કરવી. તેમાં પણ અંતરંગ પરિણામની વિશુદ્ધિ કઠિન છે. સંખ્યા નક્કી કરી પણ મનગમતી વસ્તુઓ ગ્રહણ કરી તો રાગાદિભાવનું પોષણ થતાં નિર્જરા સંભવ નથી. બાહ્ય તપમાં પણ અંતરંગ વિશુદ્ધિ હોવી જરૂરી છે. અનશન કે ઉણોદરી ન કરી શકે તો વસ્તુઓની મર્યાદા રાખજે. (૪) રસપરિત્યાગ: દરેક બાહ્ય તપમાં અંતરંગ પરિણામની વિશુદ્ધિ નિર્જરાનું કારણ છે. તમે ભલે તપસ્વી છો પણ આહાર રસપૂર્વક લો છો કે મધ્યસ્થી રહો છો ? તપની પૂર્ણાહુતિ પછી સ્વાદજય કેવો રહે છે ! રસના પ્રકાર પાંચ કે છ છે. તેમાં મીઠું નમકને તો આપણે રસમાં ગણતા જ નથી. કેમ? મીઠાઈ વગર ચાલે પણ રસોઈ મીઠા વગર ન ભાવે ને ! દૂધ, દહીં, ઘી, તેલ, ગળપણ અને મીઠું-નમક. બધા રસોનો ત્યાગ કયારેક થાય તો ઉત્તમ છે. અગર રોજ ક્રમથી એક એકનો ત્યાગ કરો. આ બહિરંગ તપ છે છતાં નિર્જરાનું કારણ છે, તેમ જ્ઞાનીજનોની અંતરંગ દશાની વિશુદ્ધિની સંભાવના છે. વૃત્તિસંક્ષેપ નથી કરી શકતો, તો પછી રસ ત્યાગ કરજે. (૫) વિવિક્તશય્યાસન તપ લીનતા : વાસ્તવમાં આ તપ એકાંત સ્થાનમાં રહીને જ્ઞાન ધ્યાનની આરાધના માટે છે. રાગાદિભાવથી દૂર રહેવા માટે છે. અથવા જે જે પૌદ્ગલિક પદાર્થોથી, ભોજનાદિથી, અનુકૂળ પદાર્થોની પ્રાપ્તિમાં સુખ ઉપજવું વગેરે નિમિત્તથી રાગાદિ વિકાર પેદા થાય છે, તેથી તપસ્વી જ્ઞાની પુરૂષો એકાંતમાં રહે છે. છતાં આ તપ ત્યાગી-સંસારી બધા ન કરી શકે. તે દેખાય તેવું છે. તેથી બાહ્ય તપ છે. તેનો સામાન્ય અર્થ છે કે બેસતાં કે સૂતાં અંગોપાંગ સંકોચી રાખવા. આસન જય કરવો કંઈ તપ નથી કરતો તો પછી આ તપથી દેહાધ્યાસ ઘટાડજે. ચિંતનયાત્રા નિર્જરા ભાવના Page #69 -------------------------------------------------------------------------- ________________ (૬) કાયકલેશતપ : કાયાને કલેશ ઉપજાવવો તેવો અર્થ નથી. તપાદિ દ્વારા નિર્મળ પરિણામ થાય ત્યારે કથંચિત તપથી કાયા ક્ષીણ થાય તો તેની ચિંતા ના કરવી. શરીરનો ધર્મ જાડા પાતળા થવાનો છે. કોઈપણ બાહા તપ દ્વારા શરીરને સક્ષમ રાખવાનું છે. જેથી ઠંડી ગરમી કે અન્ય પ્રકારમાં આકૂળતા ન થાય. પરિણામ નિર્મળ રાખવા. આ તપ જ્ઞાનીઅજ્ઞાની સૌ કરે છે. તે બાહા તપ ભલે હો, પરંતુ જ્ઞાની તો નિરહંકારપણે વૈરાગ્યભાવનાયુક્ત હોવાથી નિર્જરા થાય છે. ગુરુજનોએ કરૂણા કરી કર્મક્ષય માટે આ ઉપાય બતાવ્યા છે તેનું ચિંતન કરવું, સેવન કરવું. અવ્યંતર તપના છ પ્રકાર : (૧) પ્રાયશ્ચિત તપ : એટલે ઈચ્છાઓનું શમી જવું, નિરોધ થવો. અંતરંગ પરિણામની વિશેષતાથી તે તપ અત્યંતર કહેવાય છે. જાણે અજાણે દોષ થાય તેનો પરિહાર કરવો. ગીતાર્થ ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત લેવું તે પ્રાયશ્ચિત છે. જ્ઞાની નિરંતર જાગૃત છે છતાં છકાય જીવની રક્ષામાં કે અન્ય જીવોને દુઃખનું નિમિત્ત થતાં તે દોષનો પક્ષપાત ન કરતાં તેનો પરિહાર કરવો. વ્રત, તપ, સંયમ વગેરેમાં પ્રમાદથી જાણે અજાણે દોષ થઈ જાય તો તેને પોષવો નહિ પરંતુ પ્રાયશ્ચિત કરી પવિત્ર થવું. શુદ્ધ થવું. (૨) વિનયતપ : આ તપ માત્ર શરીરની ચેષ્ટા નથી કે માત્ર બાહ્ય દેખાવ નથી. વિનય અંતરંગ ગુણ છે, તે નિર્દોષ પ્રેમ, અંતરંગ શ્રદ્ધા અને નમ્રતા યુક્ત છે. તે કોઈના દોષ જોતો નથી. સ્વયંનો દોષ દૂર કરવા પ્રયત્ન કરે છે. શુદ્ધાત્માનો વિનય કરે છે. વળી ગુરુજન આદિનો ભાવપૂર્વક વિનય કરે છે. નિશ્ચયથી જડ અને ચેતનના ધર્મને સારી રીતે સમજી રાગાદિનો ત્યાગ કરે છે. નિશ્ચયથી વિનયનું ફળ ઉપદેશ શ્રવણની પ્રાપ્તિ તે વડે તત્ત્વજ્ઞાન છે, તત્ત્વજ્ઞાન વડે વિરતિ, વિરતિથી સંવર નિર્જરા છે અંતે ભવથી મુક્તિ. (3) વૈયાવૃત્ત : ગુરુજનો, જ્ઞાની, તપસ્વીની નિઃસ્વાર્થભાવે સેવા કરવી. તે અંતરંગભાવ બહાર દેખાતો નથી. યદ્યપિ બહારથી સેવા કરે અને અંતરંગ ભાવના ક્લિષ્ટ હોય તો તે નિર્જરાનું કારણ નથી. વૈયાવૃત્તનો મુખ્યભાવ તો સંસારના કારણોથી નિવૃત્તિ છે. વિભાવોના કારણોની ઉપેક્ષા છે, તેવા પુરૂષોની વૃત્તિ તે વૈયાવૃત્ત કહેવાય છે. વૈયાવૃત્તના દશ ક્ષેત્ર છે. જેમાં ચતુર્વિધ સંઘ, ગ્લાન, નૂતન સાધુજનો વગેરેનો સમાવેશ થાય છે. (૪) સ્વાધ્યાય : સ્વાધ્યાય કરનારની ચેષ્ટા દેખાય છે છતાં અંતરંગ અવસ્થા નિર્મળ હોવી તે અંતરંગ તપ છે. સ્વ-આત્માનું અધ્યયન, નિરીક્ષણ, આત્મચિંતન, આત્મશિક્ષણ જેમાં હોય છે તે સ્વાધ્યાય છે. જેના ભાવો ચિંતનયાત્રા નિર્જરા ભાવના ૬૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વાત્મોત્કર્ષના છે તે પણ સ્વાધ્યાય છે. તેના વડે નિર્જરા સંભવ છે. સ્વાધ્યાય શ્રેષ્ઠતપ છે. તેનું પાંચ ભેદે સેવન કરવાથી મુક્તિનું કારણ બને છે. (૫) કાયોત્સર્ગ : વ્યુત્સર્ગ = સમસ્ત બાહ્ય પદાર્થોનો ત્યાગ તે વ્યુત્સર્ગ, દેહભાવનો ત્યાગ થઈ આત્મરમણતા તે કાયોત્સર્ગ છે. જયાં દેહમમત્વનો ત્યાગ થાય છે ત્યાં પ્રાયઃ અન્ય પદાર્થોનો ત્યાગ થાય છે તે નિર્જરા છે. રણમેદાને લડતા યોદ્ધાઓ દેહના મમત્વનો ત્યાગ કરી મોતનો દાવ લગાવે છે પણ જીત મેળવવાની, માનાદિની અપેક્ષા છે તેથી તે કાયોત્સર્ગ નથી. કોઈ અત્યંત આવેશમાં આવી અગ્નિસ્નાન કરે છે. એક અવાજ પણ કરતો નથી છતાં તે દેહભાવરહિત દશા નથી તેથી તે નિર્જરા નહિ પણ કર્મબંધનું કારણ છે. કાયોત્સર્ગમાં એકાંત ક્ષેત્ર, મૌન અને ધ્યાનની મુખ્યતા છે. જેની અંતરંગ દશા નિર્મળ છે તેનો વ્યુત્સર્ગ નિર્જરાનું કારણ છે. (૬) ધ્યાનતપ :ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે. તે શાસ્ત્રોક્ત પ્રમાણે ચાર પ્રકારના છે. આર્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન. પ્રથમના બે ધ્યાન અશુભ છે. પછીના બે ધ્યાન શુભ છે. શુદ્ધ ધ્યાનનું ફળ કર્મ નિર્જરા છે. અશુભધ્યાન પાપબંધનું કારણ છે. ધર્મધ્યાનાદિ કર્મક્ષયનું કારણ છે. ચિત્ત વિષયાદિ પદાર્થોમાં એકાગ્ર બને છે તેવા અશુભધ્યાન વડે અસદ્ગતિ થાય છે. ચિત્ત શુભ અનુષ્ઠાનમાં એકાગ્ર બને તે શુભધ્યાન છે. તે મનુષ્યાદિ શુભગતિનું કારણ છે. વૈરાગ્યભાવના સાથે જ્ઞાનીનું ધ્યાન નિર્જરાનું કારણ છે. ધર્મધ્યાન તથા શુકલધ્યાનથી નિર્જરા થાય તે મુક્તિનું કારણ હોવાથી તે અપેક્ષાએ શુદ્ધધ્યાન છે. યોગ નિરોધ થયા પછી ચૌદમા ગુણ સ્થાનકે ધ્યાનાંતર દશા હોય છે. કેવળજ્ઞાન પરમાત્માને શુદ્ધોપયોગ હોવાથી તે દશા ધ્યાનાંતર છે. ધ્યાન દ્વારા અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા થાય છે. ધ્યાનના અધિકારી મુનિઓ છે. છતાં ભૂમિકા અનુસાર સાધકે ચિત્તની એકાગ્રતા કેળવવા ધ્યાન કરવું. ચોથા સમ્યકત્વ ગુણસ્થાન કરતાં પાંચમા દેશવિરતિનો કષાય રસ ઘટવાથી તથા વ્રત પચ્ચખાણ સહિત હોવાથી, વૈરાગ્યભાવની વૃદ્ધિ હોવાથી નિર્જરા વિશેષ છે. તેના કરતાં સર્વવિરતિધર મુનિની નિર્જરા ઘણી વિશેષ છે. ગુણશ્રેણીમાં આરૂઢ યોગી તો કર્મોનો નાશ તીવ્રતાથી કરે છે. આમ થવાનું કારણ આત્મભાવની સ્થિરતા અને ઊંચી વૈરાગ્યદશા છે. કર્મની વિચિત્રતા સામાન્ય જીવ જાણી શકતો નથી. કર્મનિર્જરા જોઈ શકાતી નથી. વિશિષ્ટ મુનિજનો, જેમને વિશિષ્ટ અવધિજ્ઞાન હોય, દેવો કે જેમને વિશિષ્ટ અવધિજ્ઞાન હોય તો કર્મસ્કંધો ખરતા જાણી શકે છે. ચિંતનયાત્રા ૬૫ નિર્જરા ભાવના Page #71 -------------------------------------------------------------------------- ________________ અર્થાત વિશુદ્ધ ભાવવાળા મુનિઓ અવધિજ્ઞાન દ્વારા કર્મોનું નિર્જરવું જાણી શકે છે. જે જીવો પ્રયોજનભૂત આત્મીય શુદ્ધ તત્ત્વના જ્ઞાતા છે તે જીવો અવશ્ય કર્મની નિર્જરા કરી મુક્તિ પામે છે. ચિંતન : નિર્જરા તત્વમાં ચિંતન કરી શકાય કે હું શુદ્ધ નિર્જરા વડે કર્મોનો ક્ષય કયારે કરીશ ? સમ્યક્ત્વની પ્રાપ્તિ સહિતની મારી નિર્જરા જ કર્મ ક્ષયનું કારણ બને છે. વિકલ્પોની જાળથી મુક્ત થઈ હું ધર્મધ્યાન વડે ચિત્ત શુદ્ધ કરું. જેથી યોગ્યકાળે મને શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય. અને હું કેવળજ્ઞાન પામી મુક્ત થાઉં. બાર પ્રકારના તપો દ્વારા નિદાન રહિત, સમ્યક્ દૃષ્ટિ-જ્ઞાની પુરૂષને મુખ્યત્વે વૈરાગ્યભાવને કારણે કર્મોની નિર્જરા થાય છે. જેને સંસારવાસગર્ભાવાસ, દુઃખથી છૂટવું છે. તેણે એવી આરાધના કરવી જોઈએ કે જેથી કર્મોની નિર્જરા થાય. આવતા કર્મો અટકે-સંવરભાવના યુક્ત જ્ઞાની પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. નિર્જરાનો અર્થ કર્મોનું આત્માથી છૂટા પડવું. જ્યાં સુધી પરદ્રવ્યો-પરભાવ સાથે જીવના રાગાદિભાવ છે ત્યાં સુધી કર્મોનો સંવર કે નિર્જરા સંભવ નથી. કેવળ શુભાશુભ કર્મબંધ થયા કરે છે. ઉદયમાં આવેલા કર્મો જીવ માત્રને ફળ આપીને નિર્જરે છે. તે નિર્જરાભાવનાનો હેતુ નથી. સમસ્ત કર્મ ઉદયમાં આવીને ખરી જાય તે શુદ્ધ નિર્જરા ઉપાદેય છે. જ્ઞાનીપુરૂષને પ્રથમ એ નિર્ણય હોય છે કે હું કર્મોના વિપાક રહિત શુદ્ધ ચૈતન્યમાત્ર છું. તેવી દૃઢ શ્રદ્ધાથી કર્મોની નિર્જરા થાય છે. એવી નિર્જરા મિથ્યાર્દષ્ટિ જીવને હોતી નથી. જ્ઞાની પુરૂષના તપાદિ નિદાન રહિત હોય છે. ધર્મના બદલામાં દેવાદિ સુખ ઈચ્છવા તે ધર્મ તો નથી પણ તે સંવર કે નિર્જરાને પાત્ર પણ નથી. નિર્જરા ભાવના : (હરિગીત) ખૂબ તાપ પડતાં જે રીતે, સાગર નીર શોષાય છે. ત્યમ સંવરે રોકેલા કર્મો, નિર્જરા થકી ખરી જાય છે. સંગ ઉદયભોગ વિપાક, જ્યમ સહકાર વૃક્ષે કેરી છે અવિપાક બીજી એ રીતે (જ્યમ) માળી થકી ક્યારા વિશે કર્મ સ્વયં ઉદયે ખરે, તવ કામ નહીં, સવિપાક છે ટળે ભ્રમણ, કર્મો ખરે, ઉદ્યમ થકી, અવિપાય છે, સંવર સહેલી નિર્જરાની, જ્ઞાની જનો સૌ કહી ગયા સંવર સહિત જે તપ કરે, નિશ્ચિત વરતો શિવરમા. ચિંતનયાત્રા દ નિર્જરા ભાવના Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૦. લોકસંસ્થાન ભાવના *** ************ બાર ભાવનામાં ચૌદ રાજલોક અર્થાત લોકાનુપ્રેક્ષાનું ચિંતનરૂપ સ્થાન છે. લોક શું છે ? જે માં જીવ, અજીવ (પુદ્ગલ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાલ છ દ્રવ્યો રહેલા છે તે લોક છે. આ છ દ્રવ્યો આકાશમાં રહેલા છે. આકાશમાં અવગાહન-પોલ છે જેમાં સમસ્ત પદાર્થો રહી શકે છે. સમસ્ત આકાશ અનંત છે તેની મધ્યમાં લોક રહેલો છે. આકાશ કે જેમાં છ દ્રવ્યો છે તે લોકાકાશ અસંખ્યાતપ્રદેશ છે. તે સિવાય આકાશ (સમસ્ત) અનંત છે. લોકનો આકાર પુરૂષ આકૃતિ સમાન છે. તે ચૌદ રાજલોક પ્રમાણ છે. લોક કોઈએ બનાવ્યું નથી કોઈ બનાવતું નથી. સ્વતઃ અનાદિ અનંત નિત્ય સ્વયંભૂ છે. લોકભાવનાની અનુપ્રેક્ષા કરવાનો હેતુ અમુક અંશે મનની ચંચળતાને શમાવવાનો છે. યદ્યપિ ચૌદ રાજલોક એટલે વિશાળ ફલક છે, તેને વિવિધ પ્રકારે વિચારમાં લેવામાં કોઈવાર ચિત્ત ચંચળ બને છે, પરંતુ જેમ તોફાની ઘોડાને રણની રેતીમાં ખૂબ દોડાવવાથી થાકીને ઉભો રહી જશે, તેમ ચપળ મનને ચૌદરાજલોકમાં દોડાવ્યા પછી તે એક વિષય પર સંયમમાં આવશે. સવિશેષ તો લોકના વિષયો અને પદાર્થો વિવિધ છે, પણ ત્યાં રાગ દ્વેષ જેવા ભાવ કરવાનું કારણ મળતું નથી એટલે મન મધ્યસ્થ બની અનુપ્રેક્ષા કરે છે. તેને બદલે ઘર ભલે નાનું હોય પણ તેના પદાર્થોનો વિચાર કરવામાં જીવને રાગાદિ ભાવ ઉપજે છે તેથી કર્મબંધ થાય છે. વળી ઘર સમૃદ્ધ હોય તો તેના દરેક પદાર્થોમાં જીવને અહમ્-મમત્વ થવાથી કર્મબંધ થાય છે. લોક એટલે ચૌદ રજ્જુ પ્રમાણ અતિ વિશાળ ક્ષેત્ર જે પુરૂષાકારે છે. તેમાં ચાર ગતિ છે. જીવ કર્મ પ્રમાણે આ ગતિઓમાં ચોર્યાશી લાખ યોનિમાં જન્મ મરણ વડે પરિભ્રમણ કરે છે. તેમાં ઉર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોક એમ ત્રણ લોક છે. અજ્ઞાન અને અહંકારને કારણે જીવ આ લોકમાં દુઃખરૂપ જન્મ મરણ પામે છે. જો અજ્ઞાન અને રાગાદિથી મુક્ત થાય તો તે લોકાગ્રે પંચમગતિરૂપ સિદ્ધશીલા પર સિદ્ધલોકમાં શાશ્વત ચિંતનયાત્રા લોકસંસ્થાન ભાવના Page #73 -------------------------------------------------------------------------- ________________ સુખ પામે તેવી તેની આત્મશક્તિ છે. પરંતુ આત્માથી જ અબોધ જીવઆત્મા આ સુખને કે તેના સ્થાનને જાણતો નથી એટલે મોહવશ જન્મ મરણની પરંપરાને પામે છે. જીવ તો નિત્ય છે તે મરતો નથી પણ અવસ્થાઓ બદલે છે. સિદ્ધપણુ તે જીવનો સ્વભાવ છે તેથી તે પ્રગટ થતા જીવ જન્મ મરણ રહિત શાશ્વત સુખ પામે છે. ચૌદ રાજલોકમાં વચમાં ત્રસનાડી છે જેમાં ત્રસ (હરતા ફરતાં) અને સ્થાવર જીવરાશિ રહેલી છે. તેથી આ ત્રસનાડી કહેવાય છે. લોકની રચના અત્યંત વિરાટ છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે મનાતી દુનિયાપૃથ્વી આ લોકની રચનામાં બિંદુ જેટલી છે. ચૌદ રાજલોક એટલે કરોડો કિલોમીટરનું ક્ષેત્ર. કોઈપણ પ્રકારના વાહન દ્વારા પહોંચો છો તે તો ગણત્રીનું ક્ષેત્ર છે. જયાં વાહનથી નથી પહોંચાતું ત્યાં સર્વજ્ઞનું જ્ઞાન પહોંચે છે. તે જ્ઞાનમાં જે જણાયું અને પ્રગટ થયું તે બુદ્ધિગમ્ય ન બને તો શ્રદ્ધાશાસ્ત્ર-ગમ્ય માનજો અને સ્વીકારજો. પુરૂષાકારે રહેલા ત્રણે લોકમાં નીચેથી જોશો તો સાતરજ્જુ પ્રમાણ સાતનારક છત્રાકારે આવેલી પૃથ્વી એકબીજાથી ઘણા અંતરે ઘનવાત તનવાત (જાડો-પાતળોવાયુ) ઘનોદધિ (જળરાશિ) તનોદધિ (જાડુ પાણી, પાતળુ પાણી) તેના આધારે આકાશ પછી નરકની પૃથ્વીના (પાથડા-ફલેટ જેવું) પછી ઘણા યોજને ઘનવાત આદિ આવે પછી બીજી પૃથ્વીના નારકના પાથડા આવે એમ સાત પૃથ્વી. તેમાં સાંકડી કુંભીઓમાં નારકીઓનો અતિ પીડાથી જન્મ થાય. ત્યાં અન્યોન્ય મારે કાપે, પરમાધામી દેવો તેઓને મારે કાપે, ક્ષેત્રની અતિ ઠંડી અતિ ગરમીની વેદનાઓ, ક્ષુધાતૃષાની દારૂણ વેદનાઓ આ જીવો પૂર્વના પાપના ઉદયે ભોગવે છે. માનવ સૃષ્ટિમાં મનાતો ચક્રવર્તી પણ પાપના યોગે આ ક્ષેત્રમાં જન્મે અને દારૂણ દુઃખ ભોગવે. અનેક પ્રકારના હિંસા, જુઠ, ચોરી જેવા અપકૃત્યોનું ફળ ભોગવવાનું આ સ્થાન છે. મિથ્યાદષ્ટિ મહા આરંભી, પરિગ્રહની મૂર્છાવાળો, ક્રોધાદિ કષાયોની તીવ્રતાવાળો, કૂર પરિણામવાળો, વિષય લોલુપ, આવા પરિણામવાળો નરકાયુ બાંધી તે તે નરકમાં ઉત્પન્ન થઈ દારૂણ દુઃખ ભોગવે છે. એ દુઃખમાંથી કોઈ છોડાવી શકતું નથી. આયુષ્યપણ દીર્ઘ અને નિકાચિત હોય છે. જીવ માત્ર આ સ્થાનમાં જઈ ચૂક્યો છે. પણ પાછો તે દુઃખોને ભૂલી જાય છે. અને પુનઃપુનઃ ત્યાં જન્મે છે. તેના નિવારણ માટે આ લોક ભાવનામાં લોકનું ચિંતન કરી કર્મનો ક્ષય કરવાનો ચિંતનયાત્રા -થાન ભાવન Page #74 -------------------------------------------------------------------------- ________________ છે. લોકાકાશ કરતા અલોકાકાશ અનંત ગણું છે. અલોક એટલે જયાં ધર્મા-અધર્માસ્તિકાય જેવા દેવ્યો નથી તેથી ત્યાં જીવાદિનું ગમનાગમન પણ નથી. અપોલોક પછી તિર્યકલોક (તિર્ણ-આડુ, મધ્ય-મૃત્યુલોક) એક રજ્જુ પ્રમાણ છે. હજારો યોજન પ્રમાણ આ લોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. લોકપુરૂષનો મધ્યભાગ સુશોભિત છે. તેમાં સુંદર નામયુક્ત દીપસમુદ્ર ક્રમથી ગોઠવાયેલા છે. જંબુદ્વીપ એક લાખ યોજન તેને ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો ઘાતકીખંડ તેને ફરતો કાલોદધિ સમુદ્ર તેને ફરતો પુષ્કર દ્વીપ, તેને ફરતો પુષ્કર સમુદ્ર. આમ દ્વીપોની રચના એકથી બીજાની બેગણી વલયાકારે છે. જંબૂઢીપ મધ્યમાં છે તેને ફરતા અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. જંબૂદીપની મધ્યમાં મેરૂપર્વત છે. તેની ઉંચાઈ એકલાખ યોજન છે. જેમાં પાંડુકવન આદિ શીલાઓ છે જયાં તીર્થકરના જન્માભિષેક થાય છે. અસંખ્ય દ્વીપોમાં પ૬ અકર્મભૂમિ છે જયાં યુગલિકો વસે છે તેઓ ભદ્રિક છે, તેથી દેવગતિ પામે છે પણ અકર્મભૂમિની જેમ મોક્ષગતિ પ્રાપ્ત નથી થતી કારણ કે ત્યાં તીર્થકરની ઉપસ્થિતિ જેવા બાહા નિમિત્તો નથી. સંસાર ત્યાગ જેવા વૈરાગ્યના પરિણામ નથી. તેમ પરિગ્રહની મૂછના પાપ નથી. પંદર કર્મભૂમિ છે જયાં તિર્યંચો અને મનુષ્યો વસે છે. જેમાં અસિ (શસ્ત્ર) મસી (લેખનવિદ્યા) અને કૃષિ ધંધા વ્યાપારની વિશેષતા છે. આ ભૂમિમાં ચોથા આરામાં તીર્થકરાદિની ઉપસ્થિતિ હોય છે. તેથી જીવો મોક્ષ માર્ગની સાધના કરી મોક્ષ પામે છે. જન્મમરણથી મુક્ત થાય છે. વિશેષ વિગત શાસ્ત્રથી જાણી લેવી. ત્રીજો લોક ઉર્ધ્વલોક-દેવલોક છે. બ્રહ્મલોક સુધી પાંચ રજુ પ્રમાણ છે. તેની ઉપર લોકાત એકરાજ પ્રમાણ છે. જો કે ભુવનપતિ અને વ્યંતર દેવોના સ્થાન પ્રથમ રત્નપ્રભા પૃથ્વીમાં આવેલા છે. ચર જયોતિષ દેવોના વિમાનો મેરૂપર્વતને ફરતા છે અને ઉર્ધ્વલોકના જયોતિષ દેવના વિમાનો સ્થિર છે. તે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાના નામે ઓળખાય છે. ફરતા જયોતિષ દેવોના વિમાનો પરથી સમય-કાળ, અર્થાત દિવસ, રાત કે ભૂત, ભવિષ્ય વર્તમાનકાળ નક્કી થાય છે, જે ત્રણે લોકને લાગુ પડે છે. તે એક સમયથી માંડીને અવસર્પિણી, ઉત્સર્પિણીના આરા પ્રમાણ હોય છે. વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં છે. નવરૈવયક તથા પાંચ અનુત્તર દેવના ચિંતનયાત્રા લોકસંસ્થાન ભાવના Page #75 -------------------------------------------------------------------------- ________________ વિમાનો ઉત્તરો ઉત્તર અધિક સમૃદ્ધિ, શક્તિવાળા છે. તેઓને ગમનાગમન નથી, કે કોઈ કલ્પનો આચાર નથી, બધા દેવોનું આધિપત્ય સમાન છે. દેવલોક મહઅંશે ભોગભૂમિ છે. શરીર શુભ પુગલોના છે. સપ્તધાતુ ન હોવાથી રોગ કે વૃદ્ધાવસ્થા નથી. દીર્ઘ આયુષ્ય છતાં મૃત્યુને આધીન હોવાથી આ ભૂમિ પણ દુઃખરૂપ જ માનવી. લોકાંતે સિદ્ધશીલા છે. જે અઢીદ્વીપની જેમ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. જન્મ જરા મરણથી કે દેહથી મુક્ત આત્મા સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી આ સ્થાને અનંતકાળ સુધી સમાધિ સુખમાં વસે છે. જે પંચમ ગતિ કહેવાય છે. સિદ્ધાત્મા કે મુક્તાત્માના સુખને કોઈ પદાર્થ સાથે સરખાવી શકાય તેવું નથી તે નિરાબાધ અને શાશ્વત છે. સંક્ષેપમાં વિચારવું હોય તો સાત નરકનું પ્રમાણ સાત રાજલોક પ્રમાણ છે. મધ્યલોક- તિલોક-મનુષ્યલોક એક રાજ પ્રમાણ છે ? બ્રહ્મદેવલોક સુધીનો પાંચ રાજ પ્રમાણ પહોળો સિદ્ધશિલા પાસે એક રાજ પ્રમાણ પહોળો - નારકીઓ અને ભવનપતિ દેવો અધોલોકમાં છે. બંને ક્ષેત્રો વચ્ચે ઘણું અંતર છે. તેથી અન્યોન્ય કોઈ સંબંધ નથી. વ્યંતરદેવોનું સ્થાન, મનુષ્યો, તિર્યંચો, ફરતા જ્યોતિષદેવો, વનસ્પતિ, સ્થાવર જીવો, દ્વીપ, સમુદ્રો, તિર્યગ -મધ્યલોકમાં છે. વૈમાનિક (અનુત્તર આદિ સહિત) દેવોનું સ્થાન ઉર્વીલોકમાં છે. અંતના સર્વાર્થ સિદ્ધ વિમાનના ક્ષેત્રથી બાર યોજના દૂર સિદ્ધશીલા આવેલી છે. જયાં અશરીરી શુદ્ધાત્માઓ અનંત અવ્યાબાધ સુખમાં અનંતકાળ સુધી સુસ્થિત છે. ! લોક સ્વરૂપનું ચિંતન આ રીતે કરવું કે આ લોકમાં અનંતાનંત જીવો છે. નિગોદ, નરકાદિ સ્થાનો કેવળ દુઃખથી ભરેલા છે. દેવલોકમાં પણ લોભ ઈર્ષા જેવા દોષોથી જીવોને તૃપ્તિ નથી. ઉપરના દેવો પણ શુદ્ધાત્મા જેવું સુખ પામતા નથી. મનુષ્યમાં પણ ક્વચિત ધર્મ કે પુણ્યના યોગે સુખ દેખાય છે તે નાશવંત છે. તિર્યંચોની દશા પરાધીનતા અને અન્યોન્ય ભયથી આક્રાંત છે. આમ સંસાર દુઃખથી ભરેલો છે. માટે જીવે સંસારથી મુક્ત થવાની ભાવના રાખવી. આ ઉપરાંત જે વર્ણન લખ્યું છે તે ચિંતનમાં લેવું. ચૌદ રાજલોકનો એકે પ્રદેશ એવો નથી કે જયાં જન્મ મરણથી સ્પર્શ કર્યો ન હોય. આ Page #76 -------------------------------------------------------------------------- ________________ પરિભ્રમણ એ જ દુઃખદાયક છે. પરિભ્રમણથી મુક્તિ એ જ માનવના જીવનનું સાફલ્ય છે. મને આ પરિભ્રમણમાં શું મળે છે ! મારે સાચું સુખ જોઈએ છે તે તો સ્વસ્વરૂપમાં છે તેને આ ક્ષેત્રોમાં શોધવાથી કેવી રીતે મળશે ? માટે શુદ્ધધર્મ-વીતરાગધર્મનું આલંબન લઈ સ્વરૂપદ્રષ્ટિ પ્રાપ્ત કરી શાશ્વત સુખ પામવાની ભાવના કરવી. લોક એટલે જીવ, અજીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાળ આ છ દ્રવ્યોનું સ્વગુણાત્મક સ્વતંત્ર પરિણમન છે. તે એક એક આકાશ પ્રદેશ પર વ્યાપીને રહ્યા છે. તલમાં તેલ જેમ વ્યાપીને રહ્યું છે, તેમ લોકમાં નિગોદાદિ જીવો ઠાંસીને ભર્યા છે. નરી નજરે તે દેખાતા નથી એવા સૂક્ષ્મ જીવોનું દેખાવું કેવળીગમ્ય છે. સંસારી જીવને જયાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી જન્મ મરણરૂપ, વિવિધ પરિવર્તન થયા કરે છે. ધારો કે તમારું ધન, યશાદિ વૃદ્ધિ પામ્યા તો તમે સુખી થયા. ધનાદિની હાનિ થઈ તો તમે દુ:ખી થયા. આમ રાગાદિ ભાવનું પરિણમન થવું તે આત્માનો વિભાવ છે. સંસારી જીવના પરિણમનમાં કર્મના સંયોગે વિચિત્રતા છે તેથી સુખાદિ એક સમાન નથી ટકતા. કયારેક ક્રોધ થયો, વળી માયા થઈ એમ નિરંતર પરિણામ પરિવર્તિત થયા કરે છે. સિદ્ધના જીવ સાથે કોઈ વસ્તુનો સંયોગ નથી, તેથી તેઓની અવસ્થાપર્યાય બદલાતી હોવા છતાં એક સમાન છે. તેમાં અતંર પડતું નથી. તેમનું જ્ઞાન પૂર્ણ છે, જેવું જાણે છે તે નિરંતર જાણે છે. તેઓ નિરંતર આનંદનો અનુભવ એક જ રૂપમાં કરે છે, પહેલા ઘણો કાળ જેવો આનંદ ભોગવ્યો તેવો જ બીજા સમયે ભોગવે, અનંત સમય સુધી એ જ ધારા એ આનંદનો અનુભવ કરે છે. તેમનું પરિણમન સમાન જ રહે છે કારણ કે તે સંયોગાધીન નથી સ્વતંત્ર છે. લોકમાં દ્રવ્યો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યના નિયમને આધીન રહી નિરંતર પરિણમનશીલ હોવા છતાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે, પરરૂપે પરિણમતા નથી. જેમ દાળમાં નાખેલા બધાજ પદાર્થો એક વસ્તુમાં છતાં પોતાનો સ્વભાવ છોડતા નથી. મીઠું, ગળપણ દરેક પોતાનો સ્વભાવ જાળવી રાખે છે. તે વસ્તુનો એક અગુરુલઘુ નામનો ગુણ છે, તેથી જીવ પુદ્ગલ એક ક્ષેત્રમાં હોવા છતાં જીવ જીવરૂપે રહે છે, પુદ્ગલ પુદ્ગલ (જડ) રૂપે રહે છે. ચિંતનયાત્રા ૩૧ લોકસંસ્થાન ભાવના Page #77 -------------------------------------------------------------------------- ________________ લોકનું સ્વરૂપ અતિ ગૂઢ અને વિશાળ છે. તેનું સૂક્ષ્મ સ્વરૂપ કેવળી ગમ્ય છે. છતાં લોકસંસ્થાનની ભાવના એ માટે કહી છે કે જીવ એમ સમજે કે મને માનવજન્મનો કેવો અવસર મળ્યો છે. તેમાં વળી ઉચ્ચ કુળ, ધર્મશાસન, શારીરિક બૌદ્ધિક ક્ષમતા, મળી છે તો આ સંસારના ગહન વનમાંથી નીકળી જવાનો પુરૂષાર્થ કરી લે. અનંત ચતુષ્ટય પામીને, પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરી લે. સંસારથી મુક્ત થવાનો ઉપાય જાણવો અને આદરવો જોઈએ પુનઃપુનઃ આ અવસર નહિ મળે. સંસારમાં બીજું કોઈ સાધન નથી કે તને પૂર્ણ સુખ આપી શકે, પુણ્યના યોગે તને સુખાભાસ કે પરિવારાદિમાં સ્વાત્મ બુદ્ધિ થાય છે. પરંતુ તે કોઈ તને આત્મ શાંતિ આપવા સમર્થ નથી. ચક્રવર્તી, ઈન્દ્રાદિ જયાં સુધી જન્મ મરણને આધીન છે ત્યાં સુખ નથી. વાસ્તવમાં આત્મજ્ઞાન રહિત જીવ પુણ્ય પાપમાં પરિવર્તન કરે છે. પરને પોતાના માનીને મિથ્યાભાવનું પોષણ કરવું તે મહાપાપ છે. આ પુણ્ય કે પાપ કોઈ જીવની રક્ષા કરે તેમ નથી. તારા સ્વરૂપનું ભાન જ તારી રક્ષા કરશે. ધર્મ જ રક્ષણ કરશે માટે ધર્મનું શરણ ગ્રહણ કર. ચોદરાજના વિશ્વમાં રહેલા જીવો સ્વકર્મવશ પરિભ્રમણ કરે છે. તેમાં કોઈ સુખ પામ્યું નથી. આયુષ્યકર્મને આધીન જીવને સુખ કયાંથી હોય માટે જ્ઞાની ભગવંતો લોકાગ્રે શાશ્વત સ્થાન પામવા નિરંતર આત્મધર્મને આરાધે છે, અને પામે છે. લોક ભાવના : (હરિગીત) જે લોક, અલોક આકાશમાં, આધાર વિણ ને સ્થિર હા પુરુષાકૃતિ ભુજ કટી પરે, છ દ્રવ્ય એ રીત જાણવા છે અમિટ એ તો અનાદિથી કર્તા ન હત કોઈ છે જીવ પુગલોનાં પરિભ્રમણમાં, કર્મ માત્ર નિમિત્ત છે. પુણ્યપાપથી જીવ જગતમાં સુખી અગર તો દુઃખી બને કૃત કર્મ રીત ફળ ભોગવે, ને દોષ અવરને શિર ધરે ! બધી આશ જગની ત્યજી દઈ, કરે મોહકર્મનો નાશ જો નિજપદમાં સ્થિર બની જઈ, જીવલોક અગ્રે બિરાજતો. ચિંતનયાત્રા ૭૨ સ્થાન ભાવના Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ધર્મ પ્રભાવ ભાવના (ધર્મ દુર્લભ ભાવના) ગ્રંથકારે પ્રથમ ભૂમિકા માટે પ્રકાશ્ય છે કે જિનેશ્વર ભગવંતોએ ગૃહસ્થને યોગ્ય દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મ બતાવ્યા છે. વાસ્તવમાં ધર્મ આત્માનો સ્વભાવ છે. જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર (સુખ) અને વીર્ય-લબ્ધિનું યથાર્થ શ્રદ્ધાન, જ્ઞાનસ્વરૂપમાં જ સ્થિરતા તે સ્વાનુભવધર્મ છે. અજ્ઞાનવશ રાગ દ્વેષની તીવ્રતાથી સ્વભાવ વિકારી બને છે માટે પ્રથમ રાગ દ્વેષનો ત્યાગ કરી આત્મામાં સ્થિર થવું. સંસાર પ્રત્યે વિરક્ત બનો સમભાવી બનો, પરમાનંદરૂપ ધર્મ સ્વયં પ્રગટ થશે. આત્મામાં જ સ્વભાવધર્મનો અનુભવ થશે. જગતના છએ દ્રવ્યો સ્વપરિણામી છે. સર્વ જીવો સત્તા અપેક્ષાએ એક સમાન શુદ્ધ સ્વરૂપી છે. જે કંઈ ભેદ દેખાય છે તે કર્મની વિષમતાને આશ્રયી છે. શુદ્ધ નિશ્ચય દૃષ્ટિથી જીવ માત્રને સમભાવી જોતાં રાગદ્વેષના વિકાર નષ્ટ થઈ જશે. ધર્મના અચિંત્ય પ્રભાવથી ત્રણેલોકને જીતી શકાય છે. અર્થાત મોક્ષ પ્રાપ્ત થાય છે. આવો મહાનધર્મ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી કર્મની ચક્કીમાં જીવ પિસાતો રહે છે, મહાદુઃખ પામે છે. જિનેશ્વર કથિત ધર્મ મંગલરૂપ છે. જેના હૃદયમાં ધર્મનું સ્થાન છે તેને સર્વત્ર મંગલ છે. જેણે ધર્મ ધારણ કર્યો તેના પાપ કે દુઃખ નાશ પામે છે. અર્થાત જે ધર્મને ધારણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે. ધર્મને હૈયામાં વસાવતા પહેલા ખેતર ખેડવા માટે જેમ તૈયારી કરવી પડે છે તેમ અનાદિના સંસ્કાર દૂર કરવા ભૂમિકા કરવી પડે છે. તે માટે સાધકે પ્રથમ ચાર ધર્મ ધારણ કરવાના છે. ક્રમે કરીને સ્વભાવધર્મમાં સ્થિર થવાનું છે. દાનધર્મ જે પરપદાર્થો પોતાના માન્યા છે તેનો ત્યાગ કરવો. અથવા ધન સંપત્તિ આદિનો સદ્વ્યય કરવો. જેથી ભૌતિક પદાર્થોની આસક્તિ દૂર થતા ગુણવૃદ્ધિ થાય છે. દાનથી પરિગ્રહની મૂછ ઘટે છે, મૂછ ઘટવાથી મોહનીયકર્મ મોળું પડે છે, મિથ્યાત્વ દૂર થતાં સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, જે મોક્ષપ્રાપક છે. આમ દાનથી-ત્યાગથી પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય. જેમ શાલિભદ્રના જીવે પૂર્વ જન્મમાં રૂચતો આહાર ત્યાગ કરી નિર્દોષભાવે ચિંતનયાત્રા ૭૩ ધર્મ પ્રભાવ ભાવના Page #79 -------------------------------------------------------------------------- ________________ આહારદાન કર્યું, પરિણામે રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત થઈ અંતે તે સર્વનો ત્યાગ કરી મોક્ષગામી બન્યા. દ્રવ્યદાન કરતા ભાવદાનની, પરિણામશુદ્ધિની વિશેષતા છે. જેની પાસે પરિગ્રહ છે તેણે દાનધર્મને સ્વીકારવો અને મૂછ ઘટાડવી. દાનથી પરિગ્રહ સંજ્ઞાનો સંસ્કાર મંદ પડે છે. શીલધર્મ : શીલ સુખોનું ધામ છે. જેના વડે દુઃખદારિદ્ર દૂર થાય છે, શીલ તો શ્રેષ્ઠ શણગાર છે. શીલથી જીવનનું સત્વ અને તત્ત્વ પ્રગટ થાય છે વ્રતમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે તેમ ગૃહસ્થજીવનમાં શીલ શ્રેષ્ઠ ધર્મ છે. શીલ વડે વ્રતની દઢતા થાય છે. શીલથી મૈથુન સંજ્ઞાનાં સંસ્કાર શિથીલ થાય છે. જીવનમાં પવિત્રતા વધે છે. શીલમાં પાંચ વ્રત પણ સમાય છે. તપધર્મ : પૂર્વના કઠિન કર્મોને નષ્ટ કરવા તપ મહાન ધર્મ છે. ઈન્દ્રિયોના વિષયોનું વિષ તપ દ્વારા દૂર થાય છે, સંયમ રૂપ અમૃતની પ્રાપ્તિ થતાં જીવ તપ દ્વારા પરંપરાએ મોક્ષગામી બને છે. ઘનઘોર વાદળા પવનથી વિખરાઈ જાય છે તેમ નિકાચિત કર્મોનું પણ તપ દ્વારા દહન થાય છે. તપ દ્વારા સંતોષ, શાંતિ, અભયદાન જેવા ગુણો વિકાસ પામે છે. તપથી આહાર સંજ્ઞાનું બળ મંદ પડે છે. બાર તપથી ઈચ્છાઓની અતૃપ્તિનો નાશ મુખ્યપણે દર્શાવ્યો છે. તપકર્મ નિર્જરાનું બળવાન સાધન છે. ભાવધર્મ ઃ બધા જ પ્રકારમાં ભાવધર્મની મુખ્યતા છે, ભાવધર્મ એટલે ચિત્ત શુદ્ધિ, જે સ્વભાવરૂપ ધર્મ છે. ભાવધર્મ દ્વારા જીવ મિથ્યાત્વનો નાશ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. પરિણામે આત્મા સ્વભાવધર્મને પામીને શાશ્વત સુખ પામે છે. જન્મ મરણના દુઃખથી મુક્ત થાય છે. ભાવની શુદ્ધિ દ્વારા ભય જેવી સંજ્ઞાનું બળ ઘટે છે. “વત્યુ સહાવો ધમ્યો'' ધર્મ આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવની અંતર્ગત અનેક ગુણોનો ભંડાર સમાયેલો છે. તે અન્વયે દસ યતિધર્મનો સમાવેશ થાય છે. ક્ષમાદિ દશવિધ ધર્મ સંસારનો વિરોગ ટળવાનું રસાયણ છે. ભાવ શુદ્ધિનું અમોઘ સાધન છે. સંસારી જીવોને ક્ષમાદિ ધર્મ પામવો દુર્લભ છે. સંયમધારી મહાત્માઓને તે ધર્મ સુલભ છે. અન્યત્ર તેનો વિસ્તાર આપ્યો છે. આવો ધર્મ દુર્લભ છતાં મનુષ્ય દેવગુરૂની આજ્ઞા દ્વારા સુલભતાથી સાધ્ય કરી શકે છે. દુર્ગતિમાંથી રક્ષણ આપનાર આ ધર્મ છે. તેનું આરાધન કરનાર શૌર્યવાન અને ધર્યવાન જોઈએ. ધર્મ એ ગૂઢ રહસ્ય છે. તે ગહન ચિંતન, મનન અને ધ્યાન દ્વારા પ્રાપ્ત છે. ધર્મ સ્વયં સ્વભાવ છે. ચિંતનયાત્રા ७४ ભાવ ભાવના Page #80 -------------------------------------------------------------------------- ________________ સાધુજનો વિકટ એવા સંસાર વનને-ભવ વનને ઉત્તમ ક્ષમાદિ ગુણો દ્વારા જ ઉલ્લંઘી જાય છે. તેઓને જ્ઞાન - ધ્યાનમાં ક્ષમાદિ ધર્મ સહાયક બને છે. તે વડે નિર્ભયપણે એકાંતમાં કાયોત્સર્ગ-ધ્યાને રહી સાધુજનો મોક્ષને પ્રાપ્ત કરે છે. ક્ષમાદિ ધર્મોનું વિવેચન સંવરભાવનામાં આપેલું છે. જન્મ, જરા, મરણ, રોગ, શોક, દુઃખ, દારિદ્ર, ભય, નિરાધારતા વગેરે જેવી ઉપાધિથી ધર્મ સિવાય કોઈ રક્ષણ કે શરણ આપી શકે તેમ નથી. જીવ ધર્મને માને કે ન માને પણ તેને દુઃખ ગમતું નથી. તે દુઃખથી રક્ષણ આપનાર ધર્મ છે. ધર્મ કેવળ રૂઢિ શબ્દ નથી પણ જીવમાત્રની ચેતનાની શુદ્ધિનો મર્મ સમજાવનાર શ્રુત શબ્દ છે. દાનાદિ ઉપરાંત જીવની કક્ષા આગળ વધે ત્યારે ઉત્તમ ક્ષમા, સરળતા આદિ ધર્મો - લક્ષણ ગુણ પ્રગટે છે, તે ધર્મનો પ્રભાવ છે, એ ગુણો સાધુજનો પ્રાણાતે પાળે છે. ત્યાર પછી સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન, સમ્યગ્રચારિત્ર અને સમ્યગ કપરૂપ ધર્મ સ્વયં જીવને ધારણ થાય છે. જે અનંતર મોક્ષનું કારણ છે. દાનાદિ ધર્મમાં તત્ત્વદૃષ્ટિનો બોધ પામે તે પછી ગુણોનો વિકાસ સરળ છે. પરંતુ લોક પ્રવાહથી થયેલો ધર્મ ઘણો વ્યાપક હોય તો પણ તે રૂઢ શબ્દ બને છે. તેથી ભાવ શ્રુતજ્ઞાનરૂપે પરિણમતું નથી માત્ર ક્રિયારૂપ હોય છે. તત્ત્વત્રયની દૃષ્ટિએ સર્વજ્ઞ વિતરાગ દેવ, નિગ્રંથગુરુ અને દયામૂળ ધર્મ છે. દયામૂળ ધર્મનું રહસ્ય ગૂઢ છે તેનો તાત્વિક અર્થ છે સર્વજીવ પ્રત્યે સમભાવ. તેમાંથી દાનાદિ ધર્મો ફલિત થાય છે. જે પરંપરાએ ભાવશુદ્ધિ દ્વારા મોક્ષનું કારણ બને છે. મનુષ્ય જન્માદિ જીવને પુણ્યયોગે મળે છે પણ ધર્મ તો મહત્વપુણ્યના યોગે મળે છે. જે ધર્મ જીવોને જીવન માટે આધારભૂત છે. અનાદિકાળમાં અનેક વાર મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા છતાં જન્મમરણના હેતુ હજી રહયા છે તેથી સમજાય છે સમભાવરૂપ ધર્મની દુર્લભતા છે. તે સમભાવ કે સમત્વ માટે સાધકે ક્ષમાદિ દસ ધર્મોનું પાલન કરવું. સંવર ધર્મમાં તેનું અવતરણ કરેલું છે. પરંતુ સાધકને પુનરાવર્તન એ સ્વાધ્યાયનો પ્રકાર હોવાથી અત્રે કરેલું પુનરાવર્તન દોષ નથી. પરંતુ તે વડે તે ભાવનાઓ પુષ્ટ થાય છે. સંક્ષિપ્ત દસ ધર્મ લક્ષણ : ક્ષમા સાધકને શત્રુ ન હોય છતાં એવા પ્રસંગે ક્ષમાભાવ રાખવો, ચિંતનયાત્રા ૭૫ ધર્મ પ્રભાવ ભાવના Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળતાઓ સહી લેવાથી કમળ દૂર થાય છે. માઈવ : નમ્રતા. અહંકારથી અહિત છે. નમે તે પ્રભુને ગમે, તે સૌને ગમે. અહંકાર એમ નિવર્તન પામતો નથી માટે સત્સંગ, સંતનો બોધ ધારણ કરવો જેથી અહંકાર નષ્ટ થાય, નમ્રતા ધારણ થાય. આર્જવ : કોમળતા - સરળતા. માયા કરીને શું લઈ જવાનું છે? માટે સરળતા રાખવી. માયાથી ભેગું કરેલું ભેગું આવતું નથી. શૌચ : સંતોષ, લોભનો પ્રતિપક્ષ ગુણ છે. લોભના અનેક પાપો છે. તે વડે દુઃખ મળે છે, માટે સંતોષ રાખવો. તપ : શરીરને તપ વડે તપાવવાથી કર્મ તપે છે, બળે છે. આત્મશક્તિ વિકસે છે. માટે બાહા અત્યંતર તપ કરવું. ત્યાગ : ઈન્દ્રિયો અને મનને વશ રાખવા, ત્યાગ દ્વારા નિયમન કરવું. સત્ય : આચાર, વિચાર અને વાણીમાં સત્યને વળગી રહેવું. સત્ય આત્મશક્તિનું અંગ છે. સંયમ : મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને રોકવા શુભ આચરણ કરવું સંયમથી જીવને પવિત્ર રાખવો. શુદ્ધ ભાવનું લક્ષ રાખવું. બ્રહ્મચર્ય : નવ પ્રકારથી વાડયુકત વિષયવાસનાનો સંયમ કરવો. આચિન્ય ઃ અપરિગ્રહ - બાહ્ય વસ્તુનો ત્યાગ કરવો, સંયમના સાધનોમાં મર્યાદા રાખવી. દેહાદિના મમત્વનો ત્યાગ કરવો. સ્વભાવરૂપ ધર્મમાં કોઈ ભેદ નથી. નિશ્ચયરૂપે ત્રિકાળી શુદ્ધાત્મા સ્વાધીન છે. કર્મના સંયોગને કારણે ઉપચારથી આત્મા કર્મવશ પરાધીન મનાયો છે. કર્મસાપેક્ષ અશુદ્ધતા અને કર્મક્ષયથી શુદ્ધતા એવા ભેદ નિશ્ચયથી નથી પરંતુ સ્વસ્વરૂપનું જીવને ભાન ન હોવાથી અજ્ઞાનને કારણે આવા ભેદ છે. જે વ્યવહારનયથી સમજાવવામાં આવ્યા છે. તે ભેદની વિચિત્રતા જાણીને, વળી જે પરિભ્રમણનું કારણ છે તેવા કર્મ સંયોગથી મુક્ત થવા નિશ્ચયથી જીવે શુદ્ધાત્માનો આશ્રય ગ્રહણ કરવો. બીજા અવલંબનો ભૂમિકા પ્રમાણે જ્ઞાનીને કે સાધકને હોય છે, પરંતુ કર્મક્ષય તો શુદ્ધાત્માના આશ્રયે થાય છે. દાનાદિ તથા યતિ ધર્મ દર્શાવ્યા પછી હવે આત્માના સ્વગુણ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર છે. જે ગુણો દ્વારા જીવ સ્વધર્મમાં પ્રવેશ કરી, ત્રણેની એકતા સાધી શુદ્ધ પરિણતિ દ્વારા કેવળજ્ઞાન ચિંતનયાત્રા ૭૬ ધર્મ પ્રભાવ ભાવના Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરી આયુષ્યપૂર્ણ થતાં સ્વસ્વરૂપને, સિદ્ધતાને પામે છે. ધર્મપ્રભાવ ભાવનાનું ચિંતન : ચાર ગતિમાં મનુષ્ય વિચારશીલતા પામ્યો છે. માટે ચિંતવવું કે મને આર્યકુળ, માનવદેહ, ધર્મના સાધનો, દેવગુરુનો યોગ મળ્યો છે. સ્વધર્મ પામવામાં મને શું નડે છે ? મારો પ્રમાદ, અજ્ઞાન, સંસારના સુખભોગની અભિલાષા, પરિગ્રહ અને પરિવારની મૂછ, દેહાત્મબુદ્ધિ નડે છે. વાસ્તવમાં સ્વરૂપના અજ્ઞાનના કારણે આ નિમિત્તોમાં હું પરાધીન થયો છું. - હું કોણ છું? કયાંથી આવ્યો? શું લાવ્યો? શું લઈ જઈશ? સુખી કે દુ:ખી ? હું ધર્મ પામ્યો છું? આ પ્રશ્નોના જવાબ મેળવવા ચિંતન કરવું. સદ્ગુરુના બોધે તેમાં ઉંડા ઉતરવું. સદ્ભાગ્યે એમ લાગે કે મેં તો અવળો માર્ગ પકડયો છે, તરત જ પાછા ફરવું અને સગુરુ આજ્ઞાએ સાચો રાહ પકડવો. અંતરાય આવશે તેને પુરૂષાર્થપૂર્વક, સમતાથી ત્યજવા. - વાસ્તવમાં અંતરાય પોતાની અવળી માન્યતામાં છે તેમ વિચારવું. આનંદઘનજીએ પ્રકાડ્યું છે કે - “આતમબુદ્ધ કાયાદિક ગ્રહયો બહિરાતમ અધરૂપ, (પાપ) સુજ્ઞાની, કાયાદિનો સાખીધર રહ્યો, અંતરઆતમ રૂપ, સુજ્ઞાની, જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની, અતીન્દ્રિય ગુણ ગણ આગરું, પરમાતમ પદ સાધ. સુજ્ઞાની. પીંજરાનો પોપટ ભૂંગળી પકડીને બેઠો છે, તે માને છે કે ભૂંગળી છોડી દઈશ તો પડી જઈશ તેથી ભૂંગળીને જોરથી પકડી રાખે છે. તેમ અજ્ઞાન વશ જીવ સંસાના પદાર્થો, પરિવાર, પરિગ્રહ, પરભાવને પકડી રાખે છે. એના વગર કેમ જીવાય? માટે ચિંતવવું કે પૂર્વે આવા ઘણા પદાર્થો ત્યજીને આવ્યો છું. આ પદાર્થો પણ ત્યજીને જવાનો છું. જે આવવાનો છે તે તો મારો સ્વાત્મા, તો પછી તેને જ મારો કરું, શુદ્ધ રાખું તો સાચું સુખ પામું. - સર્વજ્ઞ પ્રભુએ જેને ધર્મ કહ્યો છે, તેવા આત્માના શુદ્ધ પરિણામને તો હું હજી ધ્યાવતો નથી, કે હું તો સર્વથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ શુદ્ધાત્મા છું. આ દેહાદિ સ્વરૂપ હું નથી અને કોઈ મારા નથી. એકવાદિ ભાવનાઓનું અનુસંધાન કરી ધર્મભાવના, શુદ્ધાત્માની ભાવનાને પુષ્ટ કરવી, દિવસમાં બે પાંચ વાર મનમાં ધારણ કરવું કે હું શુદ્ધાત્મધર્મવાળો છું. આ સર્વ સંયોગો કર્માધીન છે તે સ્વભાવરૂપ નથી માટે મારે તેનું તાદાગે ત્યજી ચિંતનયાત્રા નવ ભાવના Page #83 -------------------------------------------------------------------------- ________________ દેવું અને સ્વભાવ પ્રત્યે લક્ષ્ય કરવું. સમગ્ર વિશ્વના જે જે પરિબળો છે તે પણ નિયમથી ચાલે છે. જેમકે સૂર્ય અને ચંદ્ર ગૂઢ એવા ધર્મના નિયમથી પ્રતિદિન ઉદય થાય છે. વળી તીવ્ર તાપથી તપ્ત એવી ધરતીને સમય પ્રમાણે મેઘ વરસીને શીતળતા આપે છે. માનવને ભૌતિક જગતના પ્રલોભનોએ દોડતો કર્યો છે, તેથી સંવેદનશીલતા બૂઝાઈ ગઈ છે. સૂર્ય, ચંદ્ર ઉગે છે, આથમે છે તેને તેમાં કંઈ વિશેષતા જણાતી નથી. સૂર્ય, ચંદ્ર મેઘ એ જીવ સૃષ્ટિને જીવન આપવામાં સહાયક છે. તેને કોઈ દિવસ તો આવકારથી જુઓ. અરે ! જગતમાં તારું પુણ્ય પરવારે ત્યારે માતા-પિતા, સ્વજનમિત્રો, ભાઈ-બહેન, સો તારા તરફથી મુખ ફેરવી લેશે. અરે ! ખૂદ તારું શરીર પણ રોગથી ઘેરાઈ જશે ત્યારે તને જો સાચું રક્ષણ મળશે તો ધર્મના પ્રભાવથી મળશે. હા, પણ તે માટે તારે જીવનમાં સદેવ ગુરુ ધર્મમાં શ્રદ્ધા રાખી, અને તેમના શરણમાં સમર્પિત થઈને રહેવું જરૂરી છે. “ધખો મંગલ મુક્કિડું, અહિંસા સંજમો તવો, દેવા વિ નર્મસંતિ, જસ્ય ધમ્મસયે મણો.” અહિંસા, સંયમ અને તપ ઉત્તમ ધર્મ છે, જે આવો ધર્મ ધારણ કરે છે તેને દેવો નમે છે. અર્થાત્ ભવરોગ જેવા દુઃખો દૂર થાય છે. અને શાશ્વત એવું સુખ પ્રાપ્ત થાય છે. ધર્મ ભાવના : (હરિગીત) છે અનેકવિધ ધર્મો જગતમાં, નહીં આત્મને કાંઈ કામના, હિતકર નથી, નથી સત્ય પણ, જૂઠાં જ જૂઠાં જાણવા; સ્વચ્છંદી થઈ કરી પાપ કોક જ ક્ષણિક વિચારતાં, કર્તા પર ઢોળી દઈ, સહુ જગતમાંહી રખડતા; વીતરાગ સર્વજ્ઞ દોષ વિણ પાવન શ્રી જિનવાણી છે, સાત તત્ત્વને જે વર્ણવે, તે સર્વને સુખદાયી છે; એનું જ ચિંતન ફરી ફરી અને ઉરમાંહી જે શ્રદ્ધા ધરે, “મંગત” પૂર્ણ પ્રયત્નથી, નિશ્ચિત ભવ ઉદધિ તરે. ચિંતનયાત્રા ૭૮ ધર્મ પ્રભાવ ભાવના Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બોધિ દુર્લભ ભાવના પરમ ઉપકારી ગ્રંથકારશ્રી પ્રકાશે છે કે હે વિશાળ બુદ્ધિવાળા જીવો જે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર છે, દુષ્માપ્ય છે, આગામી ભવને ઉજ્જવળ કરનાર છે તેવી બોધિ દુર્લભરૂપ ભાવનાની ઉપાસના કરો. હે ચેતન! તમે ચિંતન કરો કે મને મહાભાગ્યે આ ઉત્તમ સંસ્કારવાળો મનુષ્ય જન્મ મળ્યો. તિર્યંચમાં જન્મ્યો હોત કે અરે દેવલોકમાં જન્મ્યો હોત તો પણ મને આવો દુર્લભ ધર્મ કયાંથી પ્રાપ્ત થાત? ભલે ભરપૂર સુખ ન હોય, પણ તીવ્ર પ્રકારના દુઃખ પણ નથી. વળી મને કર્મભૂમિધર્મપ્રાપ્ત ભૂમિ મળી છે. જયાં તીર્થકરનું શાસન પ્રવર્તે છે. ધર્મપુરૂષાર્થ કરવાની જયાં પૂરી અનુકૂળતા છે. વળી હજી મારા દેહાદિ સક્ષમ છે. આરાધનામાં સહાયક છે. વૃદ્ધાવસ્થા આવી નથી, મૃત્યુ નિશ્ચિત છે તેમ સમજીને આ પ્રાપ્ત અવસરમાં ધર્મપુરૂષાર્થ કરી લઉં, ગયો સમય પાછો નહિ આવે. પુણ્યોદયે ગુરૂજનોનું સાન્નિધ્ય પણ મળ્યું છે. તેમ બોધનું શ્રવણ એ બોધિરત્ન છે. મને મળેલું આ બોધિરત્નનું મારે રક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ. મારા બધાજ સાંસારિક કાર્યો ગૌણ કરી આ પ્રાપ્ત ધર્મને આરાધવો જોઈએ. દેવગુરુની આ કૃપાને મારે મારા હૃદયમાં બહુમાનપૂર્વક ધારી રાખવી જોઈએ. વળી જીવે વિચારવું કે આ બોધિતત્ત્વ, સમ્યકત્વ મારો આત્મિક ગુણ છે. મારી શ્રદ્ધારૂપ પરિણતિ છે. જેના વડે અનાદિનું ભવભ્રમણ ટળી મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે. આવું મહિમાવાન બોધિરત્ન મળ્યા પછી હવે જગતના પદાર્થોની આકાંક્ષા મારે શા માટે કરવી? આ બોધિરત્ન પ્રાપ્ત થયે મને આત્મિક આનંદ મળવાનો છે. જે કષ્ટ કે સંકટમાં પણ ટકવાવાળો છે. આ બોધિરત્નની નિપજ તત્ત્વશ્રદ્ધાના પરિણામથી અને સદેવ, સતુગુરુ અને સતુધર્મની શ્રદ્ધાથી છે. જે શ્રદ્ધાનો સંસ્કાર અને જન્માંતરે સાથ આવવાનો છે. ભવમુક્તિ ન થાય ત્યાં સુધી તે મને સાથ આપશે. વળી તે સ્વર્ગમાં વિશ્રામ કરાવી આખરે મોક્ષ સુધી પહોંચાડે તેવી બોધિરત્નની ખૂબી છે. યદ્યપિ તેની પ્રાપ્તિ દુર્લભ છે છતાં ભવ્યાત્મા દેવગુરુકૃપાએ તે પ્રાપ્ત કરે છે. ચિંતનયાત્રા બોધિ દુર્લભ ભાવના Page #85 -------------------------------------------------------------------------- ________________ જીવ અને કર્મનો સંબંધ અનાદિનો છે, તે સાંયોગિક છે. તેથી જીવ સબળ અને સતુપુરૂષાર્થ કરે તો આત્મશુદ્ધિ વડે તે આ બોધિરત્ન પ્રાપ્ત કરી શકે છે. સંસારના પરિભ્રમણનો કાળ જયારે મર્યાદિત થાય છે ત્યારે તેને એવો યોગ મળી રહે છે. વળી ભવ્યત્વ પરિપાક થતાં અપૂર્વ શ્રદ્ધા અને આત્મવિશુદ્ધિ વડે તે બોધિરત્ન-સમ્ય દર્શન પ્રાપ્ત કરે છે. ત્યારે તેનામાં પાંચ લક્ષણો પ્રગટ થાય છે. ઉપશમઃ તેનો સ્વભાવ કર્મના કટુ વિપાક ફળમાં શાંત હોય છે. સંવેગ સાંસારિક સુખનો રાગ જાય છે, મોક્ષભાવની તીવ્ર ઈચ્છા. નિર્વેદ : સાંસારિક સુખથી વિરક્તિ. અનુકંપા દુ:ખી જીવોના દુઃખ દૂર કરવાની નિઃસ્પૃહપણે ભાવના. આસ્તિક્ય ઃ જિનથિત તત્વોની પરમ શ્રદ્ધા. બોધિરત્નનો મહિમા જાણી જીવે ચિંતવવું કે જો મને ધર્મબીજ મળ્યું ન હોત તો મિથ્યાત્વરૂપી અંધારા કૂવામાં જીવન પૂરું થાત, પરિણામે અધોગતિ પામત. મિથ્યાત્વના ઉદયમાં મને સત્ તત્ત્વની શ્રદ્ધા ન હતી. અને અતત્ત્વની શ્રદ્ધામાં મિથ્યા જન્મ ગુમાવી દેત. વળી મોહ માયા એ મિથ્યાત્વના સાથીઓ છે. જાળમાં ફસાયેલા પક્ષીઓ જેમ હું તેમની માયાજાળમાં ફસાઈને વૃથા જન્મ ગુમાવી દેત. કદાચ કંઈ ધર્મ પામ્યો હોત તો પણ મિથ્યામતિને કારણે આંતર વિકાસ થઈ શકતો નથી. કે શુદ્ધાત્માનું ભાન પણ મેળવી શકતો નથી. વળી અનેક પ્રકારના ગચ્છ, મત, પંથના પ્રકારો અસ્તિત્વમાં છે તેમાં જીવની મતિ મૂંઝાઈ જાય અને કુદેવાદિમાં ભટકાઈ જાય માટે આનંદઘનજીએ પ્રકાણ્યું કે - અભિનંદન જિન દરિશન તરસીએ, દરિશન દુર્લભ દેવ મત મત ભેદ રે જ જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ' “તરસ (માસ) ન આવે તો મરણ જીવનતણો, સીઝે જે દરિશન કાજ, દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદધન મહારાજ.” પણ ભાઈ, એ વાત જવા દે તને શુદ્ધ ધર્મ અને તેના દાતા માર્ગદર્શક મળ્યા છે. વૃદ્ધાવસ્થા પછી અનુક્રમે મરણ આવે તે પહેલાં જીવન સાર્થક કરી લે. તન, ધન, યૌવનમાં ફસાતો નહીં એ ચાર દિવસના ચાંદરણા જેવા છે. “ચાર દિવસના ચાંદરણા પર જૂઠી માયા શા માટે, જે ના આવે સંગાથે તેની માયા શા માટે ?'' ચિંતનયાત્રા બોધિ દુર્લભ ભાવના ૮O Page #86 -------------------------------------------------------------------------- ________________ કોઈ मृत्यु પામે છે ત્યારે કેવળ આત્મા જ અન્યત્ર જાય છે. બીજા સાધનો કે દેહ પણ અહીં રહે છે. માટે આત્મરક્ષા કરી લે, દેહરક્ષા થવી સંભવ નથી. તે તો અગ્નિસંસ્કાર પામી નષ્ટ થાય છે. અતિ દુર્લભ તેવો માનવદેહ તને કાકતાલિય ન્યાયે મળી ગયો છે ? તેમાં કંઈ પુણ્ય ભળ્યું એટલે ધન, યૌવન, પરિવાર પામ્યો, તેમાં ક્ષણ ક્ષણ કરતાં તારું આયુષ્ય અંજલિજળની જેમ સરતું જાય છે. તારી નજર સામે કેટલાય વિદાય થયા, તેથી બોધ પામ, મારે ખાલી હાથે વિદાય થવું નથી. મારે આ જન્મમાં અમૂલ્ય મુક્તિદાયક બોધિરત્નની પ્રાપ્તિ કરવી જ છે. તેની ગુરુગમે ઉપાસના કર અને ચાર ગતિના દ્વારને બંધ કરવા સંકલ્પ કર. આ ઉપાસનાની કેટલીક સમજ કેળવી લે. પાત્રતા કરી લે. પાત્રતા માટે શું કરવું ? જીવાદિ નવતત્ત્વનું અધ્યયન કરવું. નવકાર મહામંત્રને હૃદયસ્થ કરવો. નવપદને આત્મામાં ધારણ કરવા ધ્યાન કરવું. સતદેવની ભક્તિ, ગુરુનો સમાગમ, સાધુજનોની વૈયાવચ્ચ કરવી, શાસ્ત્ર શ્રવણ કરવું. શ્રાવક ધર્મને ઉચિત આવશ્યક ક્રિયાઓ પવિત્ર ભાવે કરવી. દાન, શીલ, તપ, ભાવની આરાધના કરવી. વિષયોની મર્યાદા કરવી. કષાયો ઉપશાંત કરવા. મિથ્યામતિનો સંપર્ક ન કરવો, તેવા પ્રકારોનું સેવન ન કરવું. તપ, વ્રત, પચ્ચખ્ખાણ દ્વારા સંયમ કેળવવો. આવા ઘણા અમૂલ્ય રત્નોને ભેગા કરી તેના બદલામાં એક સમ્યક્ત્વ ગુણનો પ્રકાશ કર. પછી મિથ્યાત્વ ભાગી જશે. “સમક્તિ સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી, મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી.'' મલ્લિજિનસ્તવન. શ્રી આનંદઘનજી સૂર્યનો પ્રકાશ થતા અંધકાર દૂર થાય તેમ સમ્યક્ત્વ પ્રગટ થતા તેના ચમત્કારથી મોહ, માયા, મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થશે. તે દોષો તારા ઘરમાંથી દૂર થઈ જશે. અનાદિથી અનેક ભવભ્રમણ પછી પણ મનુષ્યપણુ મળવું દુર્લભ છે, તેના કરતા પણ ઘણી દુર્લભતા આ બોધિરત્નની પ્રાપ્તિની છે. ધર્મ ચિંતનયાત્રા ૮૧ બોધિ દુર્લભ ભાવના Page #87 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવરૂપ બોધિ જે પરમ સુખદાયક છે, તે માટે જ્ઞાનીઓ કહે છે કે જીવો ! પ્રમાદ છોડો, વિષયાસક્તિ છોડો અને આ બોધિને પામો. આ બોધિરત્ન મહારસ પણ છે. જેમાંથી આત્મસ્વભાવ પ્રગટ થાય છે. સોનાના થાળમાં ધૂળ ભરવી, અમૃતજળથી પગ ધોવા, ઐરાવત જેવા હાથી ઉપર સૂકા લાકડાનો ભાર ભરવો, અને ચિંતામણિ રત્નથી કાગડાને ઉડાવવો, ચતુર માનવ સંસારમાં આવી મૂર્ખતા ન જ કરે, તો ભાઈ વિચાર કે આ ધર્મમાર્ગમાં, પરમાર્થમાર્ગમાં પ્રમાદ કરી કેમ મૂર્ખાઈ કરે છે ? હે જીવ! ચિંતન કરજે કે આર્ય દેશાદિ, સામગ્રી મળ્યા પછી તેનાથી ભવનિતારક હેતુ ન સર્યો તો આ સંસારમાં મોટાઈ મળી કે સંપત્તિ મળી તેથી શું? મહાન પદવીઓ મળી તેથી શું? અને વિદ્યાધર કે દેવ થયો તો પણ શું? કદાચ શાસ્ત્રજ્ઞાન મળી ગયું તો પણ શું? જો આ ભવમાં આ મોક્ષદાયક બોધિરત્ન ન મેળવ્યું તો બધું જ વ્યર્થ છે. હવે ધાર કે તું બોધિરત્ન પામ્યો પણ પછી ત્યાં જ રોકાઈ જવાનું નથી. સમ્યત્વ પામીને જો સર્વવિરતિ જેવા ચારિત્રને પામતો નથી તો સંભવ છે કે તને મળેલું રત્ન ખોવાઈ જશે. કારણ કે આ તો શુભ પ્રારંભ છે. તારે પૂર્ણતા પામવા તો ચારિત્ર ગ્રહણ કરી શ્રેણિએ ચઢી ધર્મ ધ્યાન અને શુકલધ્યાન સુધી પહોંચવાનું છે જે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે આવશ્યક છે, પછી જીવ તું મુક્ત છે. બોધિરત્ન પ્રાપ્તિની તે ફલશ્રુતિ છે. બોધિ દુર્લભ ભાવના : નિગોદથી સ્થાવર દુર્લભ, ને તેથી દુર્લભ ત્રસ ગતિ તેથીય દુર્લભ મનુષભવ, જે ઝંખતો પણ સુરપતિ તેમાંય ઉત્તમ દેશ વળી સુસંગ અને કુળ જૈનનું દુર્લભ સમ્યફ, સંયમ દુર્લભ, ગુણસ્થાનક પાંચમું આરાધીને ત્રણ રતનને, દીક્ષા ગ્રહે છે મુનિવરો દુર્લભ વ્રતને પાળતાં શુદ્ધ ભાવ શું પ્રગટે અહો ! જે બોધિ જ્ઞાનની પ્રાપ્તિ અત્યંત દુર્લભ જીવને કેવળ જ્ઞાન લહ્યા પછી, નહીં રખડતો ભવવન વિશે. ચિનયાત્રા બોધિ દુર્લભ ભાવના Page #88 -------------------------------------------------------------------------- ________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ૧૩. મૈત્રી આદિ ચાર ભાવનાઓ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ભાવના અને ધ્યાન જેવા વિષયોના અનેક પ્રકાર છે. સાધકની ભૂમિકા અનુસાર તેનું અનુશીલન કરવાનું છે. શાંતસુધારસ વગેરે ગ્રંથોમાં બાર ભાવના ઉપરાંત અન્ય ભાવનાઓનું નિરૂપણ કરેલું છે. તેમાં મૈત્રી, મોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાની વિશેષતા એ છે કે બાર ભાવનાના ચિંતન, અનુપ્રેક્ષા દ્વારા સાધકને વીતરાગભાવનો સ્પર્શ થાય છે. ત્યાર પછી મૈત્રી આદિ ભાવનાઓ વડે તેમાં સ્થિરતા આવે છે. જે ધર્મધ્યાનરૂપે પરિણત થાય છે માટે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ગ્રંથકારે જણાવ્યું છે કે સાધુએ મહાવ્રતની સ્થિરતા માટે મૈત્રી આદિ ચાર ભાવનાને ચિંતવવી અને આચરવી. જેથી આત્મા સ્વભાવમાં લીન થાય છે. યોગબિંદુસાર ગ્રંથમાં ચાર ભાવનાનો સાર આ પ્રમાણે કહ્યો છે. મિત્રી : અન્યના હિતની ચિંતા. પ્રમોદ : ગુણો પ્રત્યે આદર અહોભાવ. રુણા : દુઃખી જીવોનું દુઃખ દૂર ક્રવાનો પ્રયત્ન - ભાવના. માધ્યસ્થ : હીન બુદ્ધિવાળા અવિનીત પ્રત્યે ઉદાસીન રહેવું કે ઉપેક્ષા કરવી. આ ચાર ભાવનાઓનું બહુમૂલ્ય એ છે કે તેના અધિકારી વિવેકીજન છે. વિવેકી એટલે જેણે પરમાર્થ, આત્મા, મોક્ષનું ચિતંન કર્યું છે. તેની પ્રાપ્તિની ભાવના કરી છે. વળી જેની આત્મદષ્ટિ કે પરમાર્થદષ્ટિ ખુલી છે તે ચાર ભાવનાથી ભાવિત થવાનો અધિકારી છે. જેના પરિણામે તે શ્રેણિને ઘોગ્ય ધર્મધ્યાનમાં આરૂઢ થઈ શકે છે. વળી મૈત્રી આદિ ભાવનાઓની વિશેષતા એ છે કે આ ભાવનામાં પ્રવેશ કરનાર જિનાજ્ઞાધારક છે, દેવગુરુના ઉત્તમ ગુણોથી, પરિચિત, પ્રમોદભાવવાળો છે. જિનવાણીનો ગ્રાહક છે. વ્રતધારી અને સંયમી છે. ઈર્ષા, માયા, છળ, પ્રપંચ જેવા દુષ્ટ ભાવોથી મુક્ત છે. ગંભીરતા જેવા શ્રાવકના ગુણોથી વાસિત છે. હે જીવ! મૈત્રી આદિ ભાવનાઓનું આ મૂલ્ય જાણી ચિંતન કરજે કે જીવનમાં મૈત્રી આદિ ભાવનાઓનો વિચાર અને આચાર કરવા જેવો છે. હવે તારું જીવન તો કાળના ઝપાટે વહ્યું જાય છે. અન્ય ઉપાધિને ચજીને આ ભાવનાઓનું બળ વધારી દે. આ સર્વ સંબંધો પંખીના મેળા જેવા છે. આજે અહીં તો કાલે કયાં ? માટે દુર્ભાવ ત્યજીને મૈત્રી જેવા માવથી જીવનને ધન્ય બનાવી દે. ચિંતનયાત્રા મૈત્રી આદિ ચાર ભાવના For Private Co Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧. મૈત્રી ભાવના : સર્વ જીવો પ્રત્યે નિવૈર બુદ્ધિ, પૂર્ણ વાત્સલ્યભાવ, સર્વજીવની હિતચિંતા, ભેદ રહિત સમભાવ, આમ મૈત્રીભાવનું ફલક અમર્યાદ છે. માતા બાળકની હિતચિંતા કરે તે તો સીમિત છે. જયારે આ ભાવનાનો ભાવિક વિશ્વ સાથે પવિત્ર માતાતુલ્ય હિતચિંતા કરે છે. એટલે એવા અધિકારનું સામાન્ય માનવનું ગજુ જ નથી. ત્યાગી, મહામુનિઓ એના અધિકારી છે જે દસ ક્ષમાધર્મના ધારક છે. જેને શત્રુ મિત્રના ભાવ નથી. સમદર્શી છે. યપિ સૌ જીવોમાં પરમાત્મદર્શન એ તાત્વિક મૈત્રી છે. પાંચ સાત મિત્રો સાથે સમાનભાવ ધારણ ન કરી શકે તેવા જીવનું આ મહાશક્તિ યુક્ત મૈત્રીભાવનાનું શું ગજું ! જે મહામાનવે મૈત્રી ભાવનું રસાયણ પચાવ્યું છે તે ભાવના કરે છે કે જગતના એકેન્દ્રિયથી માંડીને સૌ જીવો માનવદેહ ધારીને જન્મમરણથી કયારે મુક્ત થશે ? સૌ આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થાઓ. મૈત્રીભાવ એ આધ્યાત્મિક તત્ત્વ છે. એથી આ ભાવનાનું જેણે રસપાન કર્યું છે તેવા મહામાનવ જ સમગ્રસૃષ્ટિ પ્રત્યે આવી નિર્મળ દૃષ્ટિ કરી શકે. ન સામાન્ય સાધક કથંચિત આટલી ઉંચાઈએ ચઢી ન શકે પણ એનું ચિંતન અને ભાવના કરી, ઉપશાંત થઈ શકે સૌ જીવોનું હિત ઈચ્છે, અને પ્રસંગ આવે તેવું આચરણ કરી શકે. કર્મની ગતિ વિચિત્ર અને વૈષમ્ય છે. તમને કયારેક પ્રતિકૂળતાઓ કરનારા મળે. વૈર રાખનારા મળે, વિરોધી મળે, અપમાન કરનારા મળે. સ્વજનો સાથે સંઘર્ષ થાય ત્યારે તમારે ચિંતવવું, અહો ! જ્ઞાનીજનોએ તો બોધ આપ્યો છે, કે આ તો કર્મના ખેલ છે તેને તું આધીન થતો નહિ તારે કોઈ શત્રુ નથી કે મિત્ર નથી. તું તો મૈત્રીભાવને ધારણ કરનારો શુદ્ધાત્મા છું. પરમ સુખથી ભરપૂર છું. ર. પ્રમોદભાવના (ગુણ પક્ષપાત પરસુખતુષ્ટિમુદિતા) જે તારા નથી તેવા અન્યના ગુણમાં સુખમાં આનંદ કે સંતોષ માણવો. યદ્યપિ ગુણોની અને ગુણપ્રમોદની પરાકાષ્ઠા તીર્થંકરની કોટિના જીવોમાં હોય છે. જેને કારણે સહજપણે જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા પૂર્ણ આત્મશુદ્ધિ કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. સામાન્ય સાધક ગુણપ્રમોદની ભાવના વડે શુદ્ધ થઈ પરંપરાએ મુક્તિ પામી શકે. તમારે વાચાનો ઉપયોગ કરવો છે તો પરમાત્મા, ગુરુજનો, જ્ઞાનીઓ કે ગુણવાનોના ગુણગાન કરતા રહો. જેથી વાચાનો દુરુપયોગ નહિ થાય. વળી વ્યવહાર પ્રયોજનમાં તમે અસત્ય, માયા જેવા પ્રકારથી બચી જશો. તે માટે તમે તમારી જાતને કેળવી લો અને જાગૃત રહો કે મારે મૈત્રી આદિ ચાર ભાવના ચિંતનયાત્રા ૮૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ કોઈની નિંદા કરવી નહિ કે સાંભળવી નહિ. અસત્ય વદવું નહીં. ગુણાનુરાગી બનો તેમાં સ્વ-પર શ્રેય છે. હે જીવ! તું વિચારજે, ચિંતન કરજે કે તું જયાં વસે છે ત્યાં કોઈ દાની, જ્ઞાની, મુનિ, તપસ્વી, ત્યાગી, વ્રતી, સંયમી જેવા મહાનુભાવો વસે છે. તેમના પ્રત્યે સભાવના રાખવી. તેઓ સંપૂર્ણ નથી, હું પણ સંપૂર્ણ નથી. તેમ તેઓના ગુણ જોવા અને તેનાથી આનંદિત થવું. વળી એકાંત મળે ત્યારે સત્પુરૂષોના જીવનપ્રસંગોનું ચિંતન કરવું. શાલિભદ્ર, સ્થૂલિભદ્ર, ગજસુકુમાર, સુકોશલમુનિ, અમરમુનિ, સતી સુલસા, સુભદ્રા, કુંતી, સીતા, ચંદનબાળા, જેવા ગુણવાનોના ગુણમાં લીન થવું જેનાથી તેમના જેવા ગુણોની જીવમાં ક્ષમતા વધે. “ઉત્તમસંગે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી” જીવ એકવાર ગુણસેવક થા પછી તને વર્તમાનમાં પણ ગુણવાનોનો ભેટો થશે. કોઈના તપ દાનની વૃદ્ધિમાં શંકા કે અસૂયા તો લાવતો જ નહિ. હું એવા મહાપાપમાં શા માટે પડું? મને મેવા મિઠાઈ મળે છે શા માટે કૂસ્કીમાં હાથ નાખું? ભલે કોઈ જીવ જ્ઞાની ન હોય, મિથ્થામતિ હોય છતાં તેનામાં સત્ય, દયા, પરોપકાર જેવા ગુણો હોય તો તેના ગુણોથી પ્રસન્ન રહેજે. જે સંસારભાવથી વિરકત છે તેના ગુણો ગ્રહણ કરવા. હે માનવ ! તું વિચારજે કે કેટલા પુણ્ય તને વિચાર શક્તિસહિત વાચા મળી છે. તેને વ્યર્થ ન કર પરંતુ પરગુણ પ્રશંસામાં સાર્થક કરજે. તું સુખી, સૌ સુખી. 3. કરૂણા ભાવના : “મહામોહ પંજર વિષે જગત જીવ મુંઝાય, કર્મવશ તે બાપડા આમ તેમ અથડાય, ક્રૂર ધર્મનિંદમાં સહુ, કરૂણા પાત્ર ગણાય, સજ્જનને તે ઉપરે, ઘટે ન ક્રોધ જરાય.” દીન દરિદ્રી દુઃખી કે ધર્મ વિહોણા જીવો પરિસ્થિતિવશ કંઈ અપરાધ કરે તો સાધકે તેમના પર ક્રોધ ન કરતા કરૂણા રાખવી. તેઓ પરિસ્થિતિવશ આ પ્રમાણે વર્તે છે, કર્મનો ભોગ થયેલા તે જીવો દુ:ખી છે તેમના પર કરૂણા રાખવી. પુત્રનું દુઃખ જોઈ માને કેવું દુઃખ થાય છે ? તેમ વિચારી કરૂણા રાખવી. વળી આપણને જેના ઉપકારથી આ માનવદેહ અને ધર્મ મળ્યો છે તે ભગવંત તો કરૂણાના સાગર હોય છે આપણે તેમાંનો એક અંશ સ્વીકારી લઈએ તો સ્વપર શ્રેય છે. ચિંતનયાત્રા ૮૫ મૈત્રી આદિ ચાર ભાવના Page #91 -------------------------------------------------------------------------- ________________ કરૂણાને પાત્ર જીવોને જોઈને જીવે એમ ચિંતવવું કે આ જીવોએ ક્રૂરતા, અસત્યાચરણવશ પૂર્વે કર્મ બાંધ્યા છે તેનું ફળ ભોગવી રહ્યા છે. માટે મારે પ્રભુનું શરણ સ્વીકારી ધર્મમય, સત્યમય, પરોપકારમય જીવન જીવવું જેથી લોક કરૂણાને પાત્ર ન બનું, પણ પ્રભુની કરૂણાને પાત્ર બનું તો જન્મ મરણથી મુકત થઈ શકું. આ કરૂણાના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય કરૂણા (૨) ભાવ કરૂણા દ્રવ્ય કરૂણા : જરૂરિયાતવાળા જીવો, ધન્ય ધાન્યથી દુઃખી હોય, રોગાદિથી પિડાતા હોય, માનસિક રીતે પીડા પામતા હોય, તેમના વધબંધન છેદન થતા હોય તેમને સહાયક બનવું તે દ્રવ્ય કરૂણા છે. નિશ્ચયથી આત્મસમ ગણીને વ્યવહારથી જે દુઃખીને મદદ કરશે તેની કરૂણા સહજ બનશે. ભાવ કરૂણાઃ અજ્ઞાનવશ પાપાચરણ કરનારા વિપરીત માર્ગે ચાલનારા ધર્મભાવનાથી વિમુખ, એવા જીવોને ધર્મમાર્ગે વાળવા, પ્રેમથી સાચો રાહ બતાવવા ધીરજપૂર્વક તેમને બોધ આપી સત્સંગ માર્ગે લઈ જવા તે ભાવ કરૂણા છે. આવી ભાવના સ્વાર શ્રેયરૂપ છે. આવી ભાવ કરૂણાથી સહાયકનું ચિત્ત નિર્મળ થાય છે. તે જીવનમાં સાચો આનંદ માણી શકે છે. અર્થાત્ સુખ માણી શકે છે. ૪. માધ્યસ્થભાવના : માધ્યસ્થભાવના નિર્લેપતાથી ટકે છે. ત્રણે ભાવનાનું હાર્દ આ ભાવનામાં સમાય છે. તમારી મૈત્રી, પ્રમોદિતા કે કારૂણ્ય ત્રણે ભાવના અપેક્ષા રહિત હોવી જોઈએ. હું પરભાવોનો કર્તા, હર્તા, પ્રેરક કે સહાયક નથી, એવા આત્મભાન સહિત જ્ઞાની કોઈ પરિસ્થિતિમાં મૂંઝાતા નથી. રાગ દ્વેષ અને મોહગ્રસિત જીવ માધ્યસ્થભાવમાં ટકી શકતો નથી. માધ્યસ્થભાવ તૂલ્યભાવરૂ૫ છે. નીતિમાન વ્યાપારી ત્રાજવાની દાંડીને સમતોલ રાખે છે તેમ સાધક-જ્ઞાની, સુખ દુઃખ, હર્ષશોક, ગમાઅણગમાના સંયોગમાં ચિત્તને-ભાવને સમતોલ રાખે છે. માધ્યસ્થ ભાવનાથી ભાવિત સાધક નિઃસ્પૃહ હોય છે. ઉપકારના બદલામાં તેને કોઈ વિકલ્પ હોતા નથી. ઉપકારક તરફથી અપકાર થાય તો પણ તેનું ચિત્ત ચપળ થતું નથી. સ્વયં પૌદ્ગલિક સુખોની સ્પૃહા રાખતો નથી. માધ્યસ્થી ચિંતન કરે છે કે મારો આત્મા સ્વમાં સંપૂર્ણ સુખી છે મારે અન્ય પદાર્થોની સ્પૃહા શા માટે ? સ્વજનોની ચાહનાની સ્પૃહા શા માટે ? ત્યાગી હોય તો ચિંતવે છે કે મારે લોકેષણા શા માટે ? લોક મારું શું ભલું કરવાનું છે ! તેથી લોકસંપર્ક છતાં ઉદાસીનભાવે રહે છે. ચિંતનયાત્રા ચાર ભાવના Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉદાસીનભાવ એટલે જડચેતન પદાર્થો પ્રત્યે ન રાગ ન ષ. એ સાધુ સુખી છે, જે જડથી ઉદાસીન છે તેની આત્મવૃત્તિ નિર્મળ હોય છે. જે મુક્તિનું કારણ બને છે. કોઈ વંદક હોય કે નિંદક હોય, તમારી હિતકારી વાત સાંભળે કે ન સાંભળે, તમારા સ્વજનો પણ તમને અવગણે તો પણ સાધકે મૂંઝાવું નહિ પણ મધ્યસ્થ રહેવું કે આ તો પૂર્વસંચિત કર્મોનો ઉદય છે. કોઈનો દોષ નથી. અરે અજ્ઞાની જીવો અજ્ઞાનવશ દેવની, ગુરુની, ધર્મની, શાસ્ત્રની, ગુણીજનોની નિંદા કરે તો પણ સાધકે ઉત્તેજિત ન થવું. તેને કરૂણાથી સમજાવવો, ન સમજે તો તેની પ્રત્યે ઉપેક્ષા કરી શાંત રહેવું. વળી જગતનું રૂડું કરવાનું આપણા હાથમાં નથી માટે સદેવ આત્મભાવમાં રહેવું, પરના વિકલ્પનો ત્યાગ કરવો. નિશ્ચયથી આત્મા નિર્વિકાર, નિમોંહ, વીતરાગ, ચૈતન્યસ્વરૂપ છે. પછી મારે પરનિમિત્તથી શા માટે રાગાદિ કષાયો Wવા ? આત્મવૃત્તિમાં સ્થિર રહી આત્મહિત કરવું. જેમાં સઘળું સુખ સમાયું છે. ચારાભાવનાનો સારાંશ : પ્રાણોને ધારણ કરનારા સર્વ જીવો તે સુખમાં હો કે દુઃખમાં હો તેઓ શત્રુભાવે હો કે મિત્રભાવે હો, તે સર્વ પ્રત્યે હિતબુદ્ધિ રાખવી તેને જ્ઞાનીઓ મૈત્રી ભાવના કહે છે. વળી આત્મદષ્ટિએ જોતાં સર્વનું જ્ઞાન, સ્વરૂપ, શક્તિ સમાન છે. તેથી શત્રુમિત્રાદિ ભેદ કરવાની જરૂર નથી. સમગ્ર સૃષ્ટિમાં જીવતત્ત્વ સમાનભાવે છે માટે સૌ પ્રત્યે મૈત્રીભાવના રાખવી. - જિનપ્રણિત ધર્મવાળા, જ્ઞાનચક્ષુવાળા, તપશ્ચર્યા કરવાવાળા કષાયરહિત, ઈન્દ્રિય સંયમવાળા ગુણવાનોના ગુણો પ્રત્યે આનંદ પામવો તેની અનુમોદના કરવી તે પ્રમોદભાવના છે. પ્રમોદ યથાર્થ સર્વવ્યાપી મૈત્રીને લાવે છે. ગુણશોધકને સર્વત્ર ગુણ દેખાય છે. છતાં એવી યોગ્યતા ન હોય તેણે દેવાધિદેવ, સદ્ગુરુજનો તથા સત્સંગીઓમાંથી ગુણો મેળવવા, જેમ કીડી કાંકરીના ઢગલામાંથી સાકરની કણ શોધી લે છે તેમ સાધકે દેખાતા દુર્ગુણીમાંથી પણ ગુણ શોધી લેવો તેમાં પોતાને શાંતિ અને આનંદ મળે છે. પ્રમોદભાવના દ્વારા જીવ સદગુણી બની અનુક્રમે ધર્મધ્યાનને પાત્ર થયે યોગ્યકાળે શુકલ ધ્યાનમાં આરૂઢ થઈ મુકિત પામે છે. કર્મવશ પ્રાણી દુઃખ સહન કરે છે, સંસારના ભીષણ વનમાં ભટકે છે. ધર્મમાર્ગની સામગ્રી મળવા છતાં તેના તરફ એ દુર્લક્ષ કરે છે. વળી ચિંતનયાત્રા ૮૭ મૈત્રી આદિ ચાર ભાવના Page #93 -------------------------------------------------------------------------- ________________ મિથ્યામતોની વાતો સાંભળી અવળો માર્ગ પકડે છે. ક્રોધાદિ કષાયોના અગ્નિમાં નિરંતર શેકાતો રહે છે. તે જીવોની દશા જોઈ હૃદયમાં કરૂણા લાવવી અને ચિંતવવું કે દેવગુરુકૃપાએ મને પુણ્ય સામગ્રી મળી છે તો નિશ્ચયથી મારા આત્માને સંસારથી મુક્ત કરું અને અન્ય જીવોને ધર્મમાર્ગે લઈ જવા પ્રેરણા આપી કરૂણાભાવના ભાવવી. દરેક જીવ ઉદય કર્મને આધીન છે. તેની પાસે તમારી માન્યતા પ્રમાણે વર્તવાની આશા રાખીને દુઃખી ન થવું પણ મધ્યસ્થતા રાખવી કે જવા દો સૌ સ્વકર્મને આધીન છે. જીવનમાં બધું જ મેળવ્યું, છ ખંડનું આધિપત્ય મેળવ્યું પણ પછી શું ? જે મેળવ્યું તે જો મૂકી જવાનું હોય તે શા કામનું ? બોધિદુર્લભ ભાવનામાં જ્ઞાનીજનો કહે છે તે બધું મેળવ્યું પણ જો બોધિ પામ્યો નહીં તો તું કંઈ જ પામ્યો નથી. અને જો બોધિ પામ્યો અને બીજું કંઈ ન પામ્યો તો પણ ઘણું પામ્યો. મૃત્યુ પછી બધું જ છૂટી જાય છે. તું ઈચ્છે કે ન ઈચ્છે છોડવું પડે છે. કારણ કે તે કશું આપણું હતું નહિ, છે નહિ, અને થવાનું નથી. હા, છતાં આપણી સંપત્તિ છે તેને કંઈ આંચ આવતી નથી. જીવ જયાં હોય ત્યાં તે હોય છે તે આ દુર્લભબોધિ છે, તે જ નિજી સંપત્તિ છે. વર્તમાનમાં તે આવરાઈને રહી છે. આવૃત્ત બોધિરૂપ સંપત્તિ માનવજન્મમાં શોધવી દુર્લભ છતાં સુલભ છે. “દર્શન દુર્લભ ના લભ કપા થકી” જન્મ અને મૃત્યુ પછી નરક કે તિર્યંચમાં જન્મ્યા છતાં તેનું અસ્તિત્વ અકબંધ રહે છે. તેની શોધ કરવી તેમાં મનુષ્યજન્મની સાર્થકતા છે તે આ ભાવનાનો સાર છે, બધી ભાવનાઓનું રહસ્ય એ છે કે સાધક આ ભાવનાઓથી ભાવિત થઈ સ્વરૂપાનંદને સ્પર્શ કરી લે. આ ભાવનાઓના મર્મને પકડી વિષયકષાયની જાળમાંથી મુક્ત થઈ જાય. પરપદાર્થોની આસક્તિની આગ બૂઝાઈ જાય. ભાવનાઓમાં રમણ ક્રતા સાધક આ જીવનમાં જ દિવ્ય મુકતાનંદનો સ્પર્શ કરી લે છે. તેનો કષાયાગ્નિ શાંત થઈ જાય છે. પર દ્રવ્યો પ્રત્યે આસકિત છે તે નષ્ટ થઈ જાય છે. અજ્ઞાનનું ઉન્મેલન થાય છે. અને હૃદયમાં બોધ-પ્રદીપ પ્રજવલિત થઈ જાય છે” (જ્ઞાનાર્ણવ.આ.શ્રી શુભચંદ્ર) બોધિ-સમ્યકત્વ તે આત્માનો ગુણ છે. તેનો સંબંધ આત્મા સાથે છે. જગતના બાહ્ય પદાર્થો સાથે નથી. તેથી બહારથી પ્રાપ્તવ્ય નથી. સ્વથી સ્વમાં જ પ્રાપ્ત છે. માટે આ ભાવનાનું એકાંતે ચિંતન, મનન, આરાધન કરી મળેલા અવસરને સાર્થક કરી લેવો. ચિંતનયાત્રા ८८ દિ ચાર ભાવના Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૪. જ્ઞાનાદિ ભાવનાઓ ધ્યાનદીપિકા ગ્રંથમાં આચાર્યશ્રી કેસરસૂરીજી પ્રકાશે છે કે જન્મ, જરા, મરણના ભય વડે વિશ્વ પીડાયેલું છે તે જોઈને અણગારો નિઃસંગપણું ધારણ કરવા ધ્યાનયોગમાં ભાવનાનો આશ્રય કરે છે. નિઃસંગપણા સિવાય મન નિશ્ચલ રહેતું નથી. વાસ્તવમાં નિઃસંગપણું તે મહાત્માઓનું આત્મધ્યાન છે. જે જીવમાં સમપણું હોય, આત્મસ્વરૂપના ચિંતનને માટે તે ઉત્સુક હોય, તે મનની શુદ્ધિ વડે વૈરાગ્ય પ્રેરિત ભાવનાથી ભાવિત થાય છે. જેમ ચાંદીના વાસણને સોનાનો પૂટ આપવાથી તે સોના જેવું થઈ જાય છે. તેવી રીતે અનાદિકાળથી પુલોના પરિચયથી, રાગદેષના ભાવથી જીવને બ્રાંતિ થઈ છે કે પોતે રાગાદિરૂપ છે. સાધક વિચારે છે કે મારો સ્વભાવ તો રાગાદિરૂપ નથી. તેથી તે આ ભાવનાઓ દ્વારા પૂટ લગાવી મનને રાગાદિ ભાવથી મુક્ત કરી સ્વભાવને ગ્રહણ કરવા જે ચિંતન કરે છે તે ભાવના છે. અનિત્યાદિ ભાવના ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ચાર ભાવનાઓ છે. જ્ઞાનભાવના : આત્મ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. પણ પરપદાર્થોના પરિચયે સ્વભાવને ભૂલી ગયો છે. મનને જ્ઞાન વડે વાસિત કરવું તે જ્ઞાન ભાવના, જેમાં આત્મ સ્વરૂપનો નિર્ણય થાય છે તે સ્થિર થવામાં સહાયભૂત થાય છે. તેના સંસ્કારો મન ઉપર દઢ થાય તે માટે પ્રથમ ગુરુ પાસે જ્ઞાનના ગ્રંથો ભણવા, વારંવાર તેનો સ્વાધ્યાય કરવો અંતરચક્ષુની જેમ શાસ્ત્રચક્ષુ છે. માર્ગે લઈ જનાર અનુપમ સાધન છે. યદ્યપિ શાસ્ત્રજ્ઞાન તે દ્રવ્યશ્રુત છે. તેને સાધકે ભાવથુતરૂપે પરિણાવવાનું છે. આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે તેવી શ્રદ્ધા વડે પરભાવમાં જતાં જ્ઞાનને સ્વ પ્રત્યે વાળી મિથ્યાજ્ઞાન ત્યજી સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનભાવના છે. દર્શનભાવના દર્શનભાવના સમ્યગુ દર્શનની કે સમક્તિ ભાવની દર્શક છે. તે મોક્ષના દ્વાર સમાન છે. સમક્તિરહિત જીવ અન્ય ગમે તેવા પ્રકારે સાધનાપંથે ચાલે તો પણ મોક્ષપંથે પહોંચી શકતો નથી. મોક્ષપંથે રાજા રંક, પંડિત કે અભણ, ઉંચા કે નીચનો ભેદ નથી, પરંતુ સ્વરૂપના ચિંતનયાત્રા ૮૯ જ્ઞાનાદિ ભાવના Page #95 -------------------------------------------------------------------------- ________________ બોધ વગર આ માર્ગની પાત્રતા થતી નથી. સન્દેવ, સદ્ગુરુ, સદ્ધર્મની, અપૂર્વ શ્રદ્ધાયુક્ત સાધક મોહનીયકર્મની સાત પ્રકૃતિનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ કરે છે ત્યારે તેને દર્શનભાવનાની (સમક્તિ) પ્રાપ્તિ થાય છે. આ ભાવનાથી ભાવિતાત્મામાં સંવેગમોક્ષપ્રાપ્તિની પરમ જિજ્ઞાસા, કષાયોની વિરક્તિ, ઉપશાંતતા, ભાવનાની સ્થિરતા, વ્રતાદિમાં દેઢતા, જિનાજ્ઞામાં અપૂર્વ શ્રદ્ધા અને જીવો પ્રત્યે અનુકંપા, વાત્સલ્ય જેવા ગુણો સહજ હોય છે. આવા અનુપમ ગુણો કયારે પ્રગટે ? દેહાદિ પૌદ્ગલિક સુખ ક્ષણિક છે તેવું ભાસે, તેની આસક્તિ ઘટે, તેમાં અસારતા લાગે, અન્ય જીવો પ્રત્યે વૈર, અસૂયા જેવા દોષો તેના મનમાં ઉઠે નહી, સમતાને ધારણ કરનારો હોય, દુ:ખ સહીને અન્યને સુખ પહોંચાડનારો હોય. આશા તૃષ્ણાથી દૂર રહેનારો, સાંસારિક આરંભના પાપોથી ડરનારો તેવા આરાધક જીવમાં ગુણરાશિ એકઠી થાય. મોક્ષ જેવા આખરી, નિત્ય, અનુપમ, નિરામય સુખ પ્રાપ્ત કરવાની, સમક્તિ એ ગુરૂચાવી છે, તો સમ સંવેગાદિ ગુણો તે ચાવીના રક્ષક છે. જયાં સુધી જીવને આલોક - પરલોકના સુખની તૃષ્ણા છે. સ્વાર્થ જેવા દોષોથી ગ્રસિત છે. આત્મસ્વરૂપની નિષ્ઠા નથી. તે માટેના કોઈ અનુષ્ઠાનોમાં રૂચિ નથી તેવા જીવોને આ અમૂલ્ય તત્ત્વ હાથમાં આવે તેવી શકયતા નથી. ઘણા જન્મોની ઘણી પુણ્યરાશિ એકઠી થઈ હોય તેને સ્વરૂપ પ્રત્યે પ્રીતિ થાય છે. તેને સ્વરૂપના બોધ દાતા પ્રત્યે આદર થાય છે. તેનો સમાગમ સેવે છે ત્યારે તેને પૂર્વની આરાધના સાથે વર્તમાનની આરાધનાનું બળ પ્રેરક બને છે. ચારિત્ર ભાવના : જ્ઞાન-દર્શન-ભાવનાથી ભાવિતાત્માને આત્માની આગળની પ્રગતિનો અભિગમ વૃદ્ધિ પામે છે તેથી કષાયની અતિમંદતા થાય છે, અને સાધકમાં વૈરાગ્યભાવોનું પૂર આવે છે, ત્યારે તેનામાં ચારિત્રભાવનાનો પ્રકર્ષ થાય છે. ચારિત્ર એટલે સંસારનો, સંસારના સંસ્કારોનો છૂટકારો. અસંગદશાનો અભ્યાસ, નિષ્પાપ જીવન, દેહધર્મની ગૌણતા અને ધ્યાન, સ્વાધ્યાયાદિની વિશેષતા હોય છે. કારણકે સંસાર ત્યાગ કર્યા પછી પુરાણા ઈન્દ્રિયાદિ વિષયોના, કષાયોના, સંજ્ઞાઓના, સ્વજન પરિજનના રાગાદિના ભાવોના ચિંતનયાત્રા ૯૦ જ્ઞાનાદિ ભાવના Page #96 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારથી મુક્ત રહેવું દુષ્કર છે. તેને સહસા અટકાવી શકાતું નથી. તેથી દેવગુરુના ગુણમાં મન જોડી પુરાણા સંસ્કારને દૂર કરવા. ચારિત્ર એટલે સાધુ દશા છે, જેમાં પાંચ મહાવ્રત, પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિ, પાંચ શુદ્ધ આચાર જેવું આત્મિક બળ જોઈએ. એટલે સાધુજનો ગુરુકુળ સેવે છે. જ્ઞાન, ધ્યાન અને ગુપ્તિ, એમાં નિરંતર લીન રહે તો ચારિત્ર ભાવના ઉજ્જ્વળ રહે. ચારિત્ર એટલે આત્મરમણતા છે. “સમક્તિ વિણ ચારિત્ર નહિ ચારિત્રવિણ નહિ મુક્તિ, મુક્તિના સુખ છે શાશ્વતા, તે કેમ લહિયે યુક્તિ.' ચારિત્ર ભાવનાના બળ વગર જ્ઞાનદર્શનની નિર્મળતા વૃદ્ધિ પામતી નથી. તેથી ચારિત્રની વ્યવહારિક આરાધનામાં ઘણું મનોબળ જોઈએ છે. સમ્યગ્ ચારિત્ર એટલે સ્વમાં સ્થિતિ, સ્વરૂપમાં રમણતા, સ્વભાવ ત્યજી વિભાવમાં ન જવું તે સમ્યગ્ ચારિત્ર છે. કર્મોનો ક્ષય થવાથી આત્મા કૃતકૃત્ય બને છે. પછી તેને કંઈ કરવાનું રહેતું નથી. આયુષ્ય પૂર્ણ થતાં તે સિદ્ધ બુદ્ધ થાય છે તે જ્ઞાનાદિ ભાવનાનું આખરી પરિણામ છે. આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે તેનું અંતિમ ચરણ જ્ઞાનરૂપે પ્રગટે છે. વૈરાગ્ય ભાવના : વાસ્તવમાં ચારિત્ર ભાવનાની ફળશ્રુતિ વૈરાગ્ય છે. વૈરાગ્યરહિત ચારિત્ર ન ટકે, ચારિત્ર વગર વૈરાગ્ય ટકે નહિ. ઈન્દ્રિયોના વિષયો પર સંયમ, આસક્તિરહિત મનોભાવના, તત્ત્વોનો અભ્યાસ અને ચિંતન, અને જગતના સ્વરૂપનો યથાર્થ બોધ જરૂરી છે. વળી આત્મજ્ઞાન વગરના વૈરાગ્યનું પરિણામ બાહ્માંડબર છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નીજ ભાન.'' શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર, શ્રીમદ્ રાજચંદ્ર. જગત વિષયના વિકારથી ગ્રસિત છે. વ્યાકુળ છે. વળી દેહ છે, એટલે મન ઈન્દ્રિયો પણ છે. તેમાં પુરાણા સંસ્કાર છે. વિષયોના, વાસનાના સંસ્કાર કયારે પણ તૃપ્ત થતા નથી. એટલે સાધક જો રાગાદિથી મુક્ત વૈરાગ્યભાવનાથી વાસિત ન હોય તો સાધુતાના રાજમાર્ગે ચાલી શકે તેમ નથી. 66 - જગતના પદાર્થોનું સ્વરૂપ નિરંતર પરિવર્તનશીલ છે. પરંતુ પરભાવમાં રાચતા જીવને આ પરિવર્તનશીલતાનો ખ્યાલ આવતો નથી. જે સવારે ચિંતનયાત્રા ૯૧ જ્ઞાનાદિ ભાવના Page #97 -------------------------------------------------------------------------- ________________ જુએ છે તે બે કલાક પછી બદલાઈ જાય છે. માનવ જીવનમાં પણ કેટલી, અવસ્થાઓ બદલાય છે. સંબંધો કેવા પરિવર્તનશીલ છે. ક્ષણમાં રાગ ક્ષણમાં દ્વેષ, આમ નિરંતર જીવ વ્યાકુળ જ રહે છે. આ ભાવનાઓના અનુપ્રેક્ષણનો ખાસ વિધિ નથી છતાં નિયમબદ્ધ રહેવા સહજ અને સરળ પદ્ધતિ રાખવી આવશ્યક છે. તે માટે નિયત સ્થાન, નિયત સમય રાખવો જરૂરી છે. સ્વચ્છ શ્વેત વસ્ત્રો પરિધાન ક્રવા. તે માટે સ્વચ્છ આસન સાદુ અને શ્વેત રાખવું. આસન પર પદ્માસન કે સુખાસને બેસવું. પ્રથમ મનને સ્થિર કરવા ઉંડા શ્વાસ લેવા. મનને વિકલ્પરહિત શાંત કરવું. જેથી ભાવનાના અનુપ્રેક્ષણ સમયે સ્થિરતા ટકે અને સુસંસ્કારોનું સિંચન થાય. દરેક ભાવનાના થોડા વાક્યો કંઠસ્થ કરવા. પછી એક કે વધુ ભાવનાનું ચિંતન ક્રવું સરળ થશે. અનુક્રમે દીર્ઘ અભ્યાસથી ચિત્ત શુદ્ધ થવાથી ઉપયોગ સ્વયં આત્માભિમુખ બનશે તે ભાવનાયોગની સિદ્ધિ છે. 0 0 | સારાંશ (હરિગીત) જીત્યો ભરતખંડ જે મણે તે ચક્રી પણ છે ના રહા, રાવણ માર્યો જેમણે તે રામ લક્ષ્મણ ના રહ્યા, સંપત સર્વ, સત્યભામા, રૂક્ષ્મણી, શ્રી કૃષ્ણ પણ તે ના રહ્યા, સુવર્ણની લંકા અને વળી રંગમહેલ પણ ના રહા, ઝઝૂમી મર્યા રણમાંહી તે રે લોભી કૌરવ ના રહા, તયું રાજ્ય, પાંડવ વનમહીં ઉપસર્ગો, અગ્નિ તણા સહ્યા, મોહનિંદથી તું જાગ ચેતન, જાગ રે તું જાગ રે બાર ભાવના ગુરુ વર્ણવે કૃપા ગ્રહી તારા પરે. Jain 1રયાસોnational For Private G rsonal Use Only curity.org Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રામત ગ્રંથ સંક્ષિપ્ત ચિંતનિકા, - મૂળ રચયિતા : વાયક શ્રેષ્ઠ પૂજયપાદ શ્રી ઉમાસ્વાતિ આચાર્ય - વિવેચનકાર : આચાર્ય શ્રી ભદ્રગુપ્તવિજયજી " સંકલન : સુનંદાબહેન વોહોસ n પ્રસ્તુતિ છે વિવેચનકારશ્રીના હાર્દિક ઉગાર “રાત્રિના સમયે એકલો જયારે જ્ઞાનસાર, પ્રશમરતિ અને ભક્તપરિજ્ઞાપયન્ના અર્થ ચિંતન સાથે સ્વાધ્યાય કરતો ત્યારે કેટલો | બધો આંતર આનંદ અનુભવતો હતો ! વ્યવહારિક જીવનમાં અનેક | કંધો વચ્ચે એ વખતે નિર્ધદ્ધ આત્માનંદની અનુભૂતિ થતી હતી, | વર્ષો સુધી આ ત્રણે ગ્રંથોએ મારા મનને શાંતિ આપી છે. રસાયણ | આપ્યું છે. અમૃત આપ્યું છે.' (આપણે સો આ જ અમૃત પામીએ,) : -:::::: . : . ક : :: ::: Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૯૮ ૧૦૦ ૧૦૧ ૧૦૫ ૧૦૮ ૧૧૧ ૧૧૩ ૧૧૮ ૧૧૯ ૧ ૨૩ ૧૨૪ ૧ ૨૭ • અનુક્રમણિકા ૧. શ્રી પ્રશમરતિ ગ્રંથનું અધ્યયન ૨. વૈરાગ્યની અન્ય અવસ્થાઓ ૩. રાગની અવસ્થાઓ ૪. દ્વેષની અવસ્થાઓ ૫. સુખનો સ્વામી કલેશવાળો કેમ થયો ? કયારે થયો ? ૬. સંજ્ઞાઓનું સેવન કષાયી છે ૭. કર્મબંધના બિહામણા સહાયકો તથા પ્રકારો ૮. વિષયો દ્વારા કેવો વિનાશ? ૯. આત્મસાધકની તેર વિશેષતાઓ ૧૦. આત્મસાધકનું ચિંતન-ચિંતા ૧૧. વિનય મૂલો ધમ્મો ૧૨. અવિનીતનું પતન ૧૩. કષાયો સહિત જેના દ્વારા આત્મા લેપાય તે વેશ્યા છે ૧૪. વૈરાગ્યભાવ કેમ પ્રગટે ? ૧૫. શ્રી આચારાંગસૂત્ર અધ્યયન ૧૬. સુખ વૈરાગ્યનું ૧૭. પ્રવજયા ૧૮. નવતત્ત્વનું ચિંતન ૧૯. જીવના ભેદ પ્રભેદ ૨૦. આત્મા-સતુ-અસતું ૨૧. અજીવતત્ત્વ ૨૨. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ૨૩. રત્નત્રયનો આરાધક કોણ? ૨૪. મોક્ષનું સુખ અનંત અવ્યાબાધ કેમ? ૨૫. ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ ૨૬. સંજ્ઞાના વિશિષ્ટ પ્રકારો ૨૭. સંસારભરૂ મુનિ ધર્મધ્યાની હોય છે. ૨૮. સમુઘાત ૨૯. યોગ નિરોધ ૩૦. ગ્રંથકારનું નિવેદન પ્રશમરતિ ૧૩૧ ૧૩૫ ૧૩૭ ૧ ૪૨ ૧૪૭ ૧૫૧ ૧૫૩ ૧ ૫૫ ૧૬૬ ૧૭૨ ૧૭૩ ૧૭૯ ૧૮) ૧૮૩ ૧૮૬ ૧૮૮ For Private Personal use only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રી સદ્ગુરુવે નમઃ : પ્રાસંગિક : લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે પ્રસ્તુત શાસ્ત્રના રચયિતા પૂજયપાદ વાચકશ્રેષ્ઠ આચાર્યશ્રી ઉમાસ્વાતિ થઈ ગયા. તેઓએ પાંચસો જેવા ગ્રંથોની રચના કરી હતી, આપણે ભાગે તે પૈકી આંગળીના વેઢા જેટલા ગ્રંથો પણ ઉપલબ્ધ નથી. છતાં પણ જે ઉપલબ્ધ છે તેમાં અપૂર્વ અને ઉત્કૃષ્ટ તત્ત્વોનો સંગ્રહ થયો છે. શ્વેતાંબર તથા દિગંબર બંને આમ્નાયને માન્ય આ બહુશ્રુત મહર્ષિ હતા. પ્રસ્તુત પ્રશમરતિ ગ્રંથમાં પ્રથમ ગુણમાં તેઓએ મોક્ષ સુખ અનુભવીને એ માર્ગના પથિકોને પ્રશમસુખનો આસ્વાદ માણવા અદ્ભુત રહસ્યો દર્શાવ્યા છે, તે મહાઉપકારક છે. સંસ્કૃતભાષીય આ ગ્રંથના રહસ્યોને સદ્ગત આચાર્ય શ્રી ભદ્રગુપ્તજીએ લોક ભોગ્ય ગુજરાતી ભાષામાં રજૂ કરીને શાસન સેવા સાથે અર્થીજનો પર ઉપકાર કર્યો છે. તેઓએ સ્વયં પ્રશમ રસ માણ્યો અને તેને સરળપણે ગ્રંથાકાર આપી પુણ્યવાન જીવોને પ્રશમરસ માણવાનો ઉત્તમ અવસર આપ્યો, તે આપણું અહોભાગ્ય છે. તેઓની ઉપસ્થિતિમાં જયારે જ્યારે વંદનાર્થે જવાનું થતું ત્યારે તેઓ ખૂબ ભાર અને ભાવપૂર્વક કહેતા કે આ પ્રશમરતિ ગ્રંથ સવિશેષ સાધુસાધ્વીજનો કંઠસ્થ કરે, અર્થ ચિંતન કરે, અનુપ્રેક્ષા રે તો સમસ્ત શ્રમણ સંઘમાં પવિત્ર પ્રાણ પૂરાય અને શ્રાવકશ્રાવિકપણ જો આ ગ્રંથનું અધ્યયન કરે તો તેમના જીવનમાં નિર્દોષ આત્મિક શાંતિ અનુભવાશે. આધ્યાત્મિક માર્ગની રૂચિ થતાં મેં સામાજિક કાર્યોમાંથી નિવૃત્તિ લીધી. મને લાગ્યું કે જીવનને અધ્યાત્મ પંથે લઈ જવા જિનપ્રતિમા અને જિનવાણી પ્રકૃષ્ટ અવલંબનો છે. આથી ભક્તિયોગ સાથે શાસ્ત્ર અધ્યયન કર્યું. તેમાં સદ્ભાગ્યે કેટલાક સત્સંગી બહેનોએ રસપૂર્તિ કરી. ઈ.સ. ૧૯૮૨માં નિવાસે પાંચ સાત બહેનો સાથે સત્સંગ સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો. પૂજયશ્રીનો પરિચય ચાલુ હતો. તેમના આદેશ અને શુભાશિષથી અમારી કે.જી. ની શાળામાં અમે લગભગ ૧૯૮રમાં બાળભાષામાં શ્રી પ્રશમરતિના ગ્રંથનો સ્વાધ્યાય શરૂ કર્યો. જો કે તે સમયમાં ત્રણ ભાગ અમે પુરા કરી શકયા ન હતા. પ્રશમરતિ ૯૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી લગભગ ૧૯૯૮માં અમારી પ્રાથમિક શાળામાં (કે.જી. થી આગળ) અમે પ્રસ્તુત ગ્રંથનો ઘણા ટૂંકા પરિચયયુક્ત સ્વાધ્યાય કર્યો, તે પૂર્ણ થયો ન હતો. વળી અમારી માધ્યમિક શાળામાં કેટલાક સ્વાધ્યાયી નવા ઉમેરાયા એટલે ઈ.સ. ૨૦૦૭માં અમે પુનઃ સ્વાધ્યાયનો શુભ આરંભ કર્યો. અમને આજેય એમ જ લાગે છે કે પૂ. સાહેબજીના દિવ્યાશીષ અને અનુગ્રહ અમારી સાથે છે. એટલે જ અમે સૌ સ્વાધ્યાયમાં નિતનિત પ્રશમરસનું યથાશક્તિ પાન કરી શકીએ છીએ. સપ્તાહમાં બે જ દિવસ શાસ્ત્ર વાંચન થતું હોવાથી લગભગ અઢી વર્ષે સ્વાધ્યાયની મંજિલ પૂરી થઈ નથી, રોજ રોજના પ્રશમરસના પાનથી મન ભાવિત થતું રહ્યું અને મારી પુરાણી ટેવ મુજબ મને સંક્ષિપ્ત નોંધ લખવાની અંત:પ્રેરણા જાગી. જો કે પ્રસ્તુત ગ્રંથના લેખન માટે મારી કલમ ઘણી નાની છે. પણ મારા મનોભાવ હાર્દિક છે એટલે શુભારંભ થઈ જ ગયો. વળી ખાસ જણાવવાનું કે આમાં મારું કંઈ જ નથી જે કંઈ અવતરણ કે સંપાદન છે તે શ્રી ગુરુજનોનો અનુગ્રહ જ છે. મારી હાર્દિક શુભભાવના છે. સવિશેષ લેખન જીવને ઉદ્દેશીને છે. તેથી વારંવાર જીવનું સંબોધન આવશે. (તું, તારે, મારે, હે જીવ) પ્રશમરતિ એટલે પ્રશમભાવ. વૈરાગ્ય ભાવમાં પ્રીતિ. આ વૈરાગ્ય કાચા તાંતણા જેવો ક્ષણિક નહીં પણ પ્રકૃષ્ટ ભાવ. જેનું સેવન પરમ શાંતિદાયક છે. કમની અપૂર્વ નિર્જરા, કર્મનો ક્ષય કરવાનું અમોઘ ઔષધ છે. જીવોના રાગ-દ્વેષના ઝેર પુરાણા છે. તે સામાન્ય ઉપાયથી દૂર થાય તેવા નથી. પ્રતિક્ષણ જીવે પ્રશમ-વૈરાગ્યના પવિત્ર જળમાં સ્નાન કરવું પડશે. ચૌદ પૂર્વના કોઈ ખૂણે પડેલું આ રહસ્ય ગ્રંથકારે સ્વ-શ્રેય માટે શાસ્ત્રના પાને ચઢાવ્યું તેનો આત્માર્થીજનોને સહેજે લાભ મળ્યો છે. તે સૌએ ગ્રંથ પ્રકાશનમાં સર્વપ્રકારે લાભ લીધો છે. મહતું પુણ્ય છે. પ્રસ્તુત ગ્રંથમાં ઘણા પદાર્થો-વિષયો યોજવામાં આવ્યા છે. પરંતુ આ લેખનમાં તો મારી ભૂમિકા પ્રમાણે ઘણો સંક્ષિપ્ત ઉલ્લેખ કર્યો છે. જો કે આ લેખનમાં ઘણી પુનરૂક્તિ આવશે. પણ તે તો શ્રી ગ્રંથકારે જણાવ્યું છે કે અભ્યાસ માટે પુનરૂક્તિ દોષ નથી પરંતુ તેનાથી પદાર્થોની સમજ વધુ વિકસિત થાય છે. માટે સૌ પ્રેમથી ગ્રંથના રહસ્યોને આવકારજો. પ્રશમરતિ Page #102 -------------------------------------------------------------------------- ________________ = ૧. શ્રી પ્રશમરતિ ગ્રંથનું અધ્યયન KIXXIIIIIIIIIIIII મંગળ સ્તુતિ ગ્રંથના પ્રારંભમાં આચાર્યશ્રીએ ચોવીસ તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરી મંગળ પ્રવેશ કર્યો છે. આપણે પણ તે પરમાત્માઓને ભાવવંદના કરીને શ્રદ્ધાપૂર્વક અધ્યયન કરીશું. વળી પુનઃ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુઓને ભાવવંદન કરીને પ્રશમ-વૈરાગ્યભાવની પ્રીતિની વિશેષતા જણાવી છે. ગુરુ પરંપરાને જાળવી સ્વાનુભવયુક્ત પ્રશમરસ-વૈરાગ્યના રસને છલકાવી દીધો છે. તેમાં જિનવચનોનું અનુકીર્તન ગાયું છે. આપણે તે રસને ઝીલીએ અને અનુકીર્તન કરી આત્માને પાવન કરીએ. - પ્રશમ એટલે વૈરાગ્ય : અનાદિકાળથી જીવે રાગનું સેવન કરી ચૌદરાજલોકમાં ચક્કર લગાવ્યા છે. પુણ્યોદયે દિશા બદલીને વૈરાગ્યભાવમાં સ્થિર થતો જાય તો અનાદિના રાગાદિનું વિસર્જન થવા સંભવ છે. આ ગ્રંથનું અધ્યયન કરતા, શ્રવણ કરતા સૌએ ભાવના દઢ કરવી કે આ જીવે વૈરાગ્યથી વાસિત થવું છે. વૈરાગ્ય શબ્દથી મૂંઝાશો નહિ. પરભાવ એવા રાગથી મૂંઝાયા નહિ તેવા આપણે ભાવિક વૈરાગ્યથી કેમ મૂંઝાઈ જઈએ? રાગના કારણે ભય, ચિંતા છે. વૈરાગ્યમાં કંઈ માલમિલકત લૂંટાઈ જવાના નથી પછી ભય કેવો? ચિંતા કેવી? કોઈ સંયોગો, વ્યક્તિ કે વસ્તુના પરિચયમાં આવો ત્યારે તેને જાણો, ન કરો રાગ કે ન કરો વૈષ એનું નામ વૈરાગ્ય જેમાં ભય કે ચિંતા નહીં. છતાં રાગ કરવો છે તો દેવ-ગુરુ, ધર્મ, શુદ્ધાત્મા, મુક્તિ જેવી દશા કે દશાવાન પ્રત્યે રાગ કરો અને સંસારી પ્રયોજન જે આધિ, વ્યાધિ, ઉપાધિનું ગાઢવન છે તેના પ્રત્યે ઉદ્વેગ રાખો, આ છે સુખનો માર્ગ તે પ્રશમભાવની વિવિધતાથી પ્રાપ્ત થાય છે. જેમ સંસારમાં રખડી પડવાના અનેક સાધનો છે તેમ સંસારથી મુક્તિ મેળવવાના વિશેષ બળવાન પ્રશમરસના સાધનો છે. સૌ પ્રથમ જણાવ્યા પ્રમાણે સદેવ, (સર્વજ્ઞ વીતરાગ) સદ્ગુરુ (નિર્ગથગુરુ) સત્ય મૂળ દયારૂપ ધર્મ તેની સાથે જિન પ્રતિમા, જિનવાણી જેવા શ્રેષ્ઠ સાધનો છે. સંસારસાગરમાં દીર્ઘકાળથી ડૂબકી લગાવીને કંઈ મેળવ્યું નથી હવે જીવ પ્રશમરસમાં એકવાર ડૂબકી લગાવ તેમાં સુખ જ સુખ છે. પ્રશમરતિ ૯૭ શ્રી પ્રશમરતિ ગ્રંથનું અધ્યયન Page #103 -------------------------------------------------------------------------- ________________ XIIIIIIIIIIIXXXXXXX : ૨. વૈરાગ્યની અન્ય અવસ્થાઓ : વૈરાગ્યના મર્મને સમજવા તેના પર્યાયવાચી શબ્દોનું અનુશીલન કરી વૈરાગ્યભાવના પુષ્ટ કરવી છે. પ્રથમ-વૈરાગ્ય એ આત્મિકગુણ છે. માધ્યસ્થ : ઔદાયિક ભાવોના નિમિત્તોમાં ન રાગ ન ટ્વેષ. વૈરાગ્ય : વિરાગતા-ઈન્દ્રિયાદિ વિષયોમાં રાગ - દ્વેષની મંદતા. શાંતિ : રાગ-દ્વેષના ઉદય વગરની ચિત્તની સ્વસ્થતા. ઉપશમ : વર્તમાન સમયમાં રાગ-દ્વેષ દબાયેલા રહે, ઉપશાંત થાય. પ્રશમ રાગદ્વેષ રહિત આત્મવિશુદ્ધિ, ઉપશમમાં દબાયેલ છે પ્રશમમાં રાગદ્વેષનો અભાવ છે. દોષક્ષય ઃ વૈરાગ્યની પ્રબળતાને કારણે રાગદ્વેષ જેવા દોષનો ક્ષય થાય છે. કષાય જય : ક્રોધ, માન, માયા, લોભ પર આત્માનો વિજય. વૈરાગ્યના ભિન્ન ભિન્ન પર્યાયો-અવસ્થાઓમાંથી તમે ગમે તે એકને ગ્રહણ કરો, તેનું દઢતાથી સેવન કરો તે વીતરાગતા રૂપે પરિણમી જશે, તેનું એકમ એ પ્રશમરસ છે. એ પ્રશમભાવ આત્મશાંતિદાયક છે. જગતમાં અન્યત્ર એ શાંતિ મળતી નથી. હે જીવ! તમે શાંતિના ચાહક શા માટે અશાંતિ ઉભી કરો છો? વળી શાંતિ-પ્રશમના જેવા ભાવો જીવે બજારમાં લેવા જવાના નથી તે તારી ભાવનાની હાટમાં ભરેલા છે, તેનો પરિચય કરીને પ્રશમરસનું પાન કર. યદ્યપિ આ પ્રશમરસના અધિકારી નિષ્પાપ જીવનધારી મુનિઓ છે. છતાં ગૌણપણે સાધક એનો અભ્યાસ કરી શકે. જો વૈરાગ્ય નથી તો આત્મા રાગથી મલિન થાય છે. ૩. રાગની અવસ્થાઓ જો જીવ તું વિરાગ ભાવનું સેવન નહિ કરે તો રાગ તો તારા પ્રદેશે પ્રદેશે વ્યાપેલો છે. તેના પર્યાયવાચી નામો જાણીને તેનાથી દૂર થવા પ્રયત્ન કરજે કે રાગનો પરિવાર કંઈ ઉપયોગી નથી. ઈચ્છાઃ રાગનું મૂળ છે. પદાર્થો જોયા નથી, સાંભળ્યા નથી કે તેની પાછળ આંધળી દોડ મૂકે છે. મળી જાય તો રાજી થાય છે. પ્રશમરતિ ૯૮ વૈરાગ્યની અન્ય અવસ્થાઓ અને રાગની અવસ્થાઓ Page #104 -------------------------------------------------------------------------- ________________ મૂછ : ઈન્દ્રિયાદિ વિષયોના પદાર્થો મળ્યા કે તેમાં એકતાન થઈ જાય છે, ત્યાં તે આત્માના વૈભવને ભૂલી જાય છે. તેને જાણતો નથી સ્વીકારતો નથી. કામ ઃ વળી તે વિષયો મેળવવાની ઝંખનામાં રાત દિવસ ગાળે છે. સાપ તેનો આહાર મેળવે પણ ચાવી શકતો નથી એટલે તેને સ્વાદ આવતો નથી. એટલે “સાપ ખાય અને મૂખડુ થોથું” એ ઉખાણાના ન્યાયે ગમે તેટલું મળે તો પણ જીવ શાંતિ અનુભવતો નથી. જેમાં શાંતિ નથી તે શાંતિ કેમ આપી શકે ? સ્નેહ : કામનાથી ધરાતો નથી એટલે તે પદાર્થો પર અતિ લગાવ રાખીને મૂછની વૃદ્ધિ કરે છે. જડ પદાર્થોને કરેલો સ્નેહ જડતા વધારે છે. આ જડ પદાર્થો તને કંઈ ભાવ આપતા નથી તો પછી તું શાને માટે તેની પાછળ ઝૂરે છે ! ગૃધ્ધતા તે પદાર્થોથી ધરાતો નથી એટલે વધુ મેળવવાની લાલચમાં ફસાઈ જાય છે. મમત્વ : જીવની બાલીશતા જુઓ ! જડ પદાર્થો મેળવ્યા, રક્ષણ કર્યું, મૂકીને જવાનું છે છતાં મમત્વ-મોહનો પાર નથી. અભિનંદ : વળી મનગમતું મળ્યું એટલે રાજી થયો, વળી નવા પદાર્થો જોવા, તે મેળવવાના મનોરથો ઘડ્યા કરે છે. તે તે પદાર્થોની પ્રશંસા કરે છે. આમ નિરંતર પરિવાર, અમદા, પકવાન, પૈસો, પ્રેમ, પ્રતિષ્ઠા, પરિગ્રહ વગેરે મેળવવા પૂરી જીંદગી ગાળી નાખી. આયુષ્ય પૂરું થતાં વિદાય થયો, ગાંઠના ગુમાવીને ચારગતિના ચક્કરમાં પડયો. જો તે વિચારે કે જીંદગી ટૂંકી છે શા માટે જંજાળ લાંબી કરવી? તૃષ્ણા તો આકાશ જેવી ગહન છે તે પૂરી થવાની નથી તો સંતોષ કેમ ના રાખુ? છિદ્રોવાળું મન કયારેય ભરાવાનું નથી તો વ્યર્થ પરિશ્રમ શાને કરું? રાગની આગમાં બળી મરવું તેના કરતાં પ્રશમના બાગમાં શાંતિ મેળવવી હિતાવહ છે. તે માટે આગના વિવિધ નાટક્કે જાણીને નિર્ણય રવો કે સુખ તો રાગમાં નહિ પણ વિરાગમાં છે. માટે વૈરાગ્ય ભાવના વધે તેવા નિમિત્તોને સેવવા અને રાગના નિમિત્તોથી દૂર રહેવા પ્રયત્ન કરવો. રાગ સાથે દ્વેષ જોડાયેલો હોય છે. રાગદ્વેષ યુગલ છે. વૈરાગ્યના વિકાસથી બંને મંદતા પામે છે. પ્રશમરતિ રાગની અવસ્થાઓ Page #105 -------------------------------------------------------------------------- ________________ 1 2 IIIIIIIIIII ૪. દ્વેષની અવસ્થાઓ : રાગનો સહોદર દ્વેષ છે. રાગ દ્વેષનું યુગલ છે તે સાથે રહે છે. છતાં સંપીલું હોવાથી જીવના ભાવોમાં વારાફરતી ઝળકે છે. એક પદાર્થનું રાગથી સેવન કરીને થાકે ત્યારે દ્વેષ હાજર થાય છે. વળી બીજો પદાર્થ મળતા દ્વેષ વિરામ લે છે અને રાગ હાજર થઈ જાય છે. ઉપરના આ સાત ‘પ' માં આ રાગદ્વેષના ભાવ ભરીને જીવ તેની પાછળ વ્યર્થ જીવન ગુમાવે છે. રાગના લક્ષણ જોયા હવે વૈષના જૂઓ. દ્વેષની જુદી જુદી ચાલબાજી અહિતકારી છતાં જીવ અજ્ઞાનવશ તેનો ત્યાગ કરતો નથી પરિણામે દુઃખી થાય છે. ઈર્ષા : એક જાતની આગ છે. અન્યના સુખ સંપત્તિ તેના પુણ્યથી મળે છે પરંતુ ઈર્ષાળુ જીવ તે જોઈને દુઃખી થાય છે. કોઈવાર અન્યને બરબાદ કરવા જેવા અધમ કાર્યો કરે છે. ક્રોધ : પોતાને મનગમતું ન થાય. અથવા પોતે સબળો હોય તો નબળા પર ક્રોધ કરીને પોતે જ દુઃખી થાય છે. જેમકે “આગ ઉઠે જે ઘર થકી તે પહેલું પોતાનું ઘર બાળે.' કેષઃ જડ કે ચેતન પદાર્થોમાં જરાપણ પ્રતિકૂળતા થઈ કે અંતરદાહથી જીવ પીડાય છે. શ્રેષથી ભભૂકીને સ્વ-પર અહિત કરે છે. પરિવાદઃ અન્યના દોષ જોવા, જાહેર કરવા. આવી મનોવૃત્તિ દ્વેષનું ખતરનાક બીજુ પાસું છે. જે પોતાના દોષનો ગુણાકાર કરીને મળેલું માનવજીવન વ્યર્થ ગુમાવે છે. મત્સરઃ અન્યના ગુણ જોઈ ન શકે, પોતાના ગુણને વિકસાવે નહિ, અન્યને હલકો માને અને તિત્કાર કરે. અસૂયા પ્રેમભાવને ધારણ જ ન કરે. જયારે જુઓ ત્યારે દ્વેષની આગમાં બળતો જ હોય. તેને કારણે સૌને અપ્રિય લાગે, પોતાની વૈરવૃત્તિ ઉત્તેજિત બને અને અતિ ઉત્કટપણે ક્રોધ કષાયથી પીડા પામે. આ તમામ ટ્રેષના સૈન્યને હરાવવા તમને માનવજીવનમાં તક મળી છે. જો ચૂકી ગયા તો એ સંસ્કાર બની ભવાંતરે સાથે આવી એ જ આગમાં જન્મોના જન્મો ભરખાઈ જશે. તમે એવી યાતના ભોગવશો કે ત્યાં તમને કોઈનું રક્ષણ મળશે નહિ. માટે સદ્ગુરુના બોધે સત્સમાગમ દ્વારા પ્રશમરતિ ૧OO. દ્વેષની અવસ્થાઓ.org Page #106 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વરૂપને જાણો કે તમારી પાસે કેવી ગુણ સંપત્તિ છે. તમે શા માટે આવા દરિદ્રી બનો છો? ભલે થયું તે થયું હવે જાગો અને વૈરાગ્યભાવના - આત્મભાવના કેળવો, દ્વેષના એક એક સૈનિક કે સૈન્યના સામે ગુણોનું સૈન્ય કામે લગાડો. તે સૌ બહારના છે. તમારી ગુણ સંપત્તિ નિજી છે, તેથી તે દ્વેષનું સૈન્ય ટકી નહિ શકે તમે વિજય પ્રાપ્ત ક્રી પ્રશમરસનું સુખ પ્રાપ્ત કરશો. (IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII : ૫. સુખનો સ્વામી કલેશવાળો કેમ થયો? કયારે થયો? IIIIIIIIIIIIIIIIIIIIIIIII હવે ગ્રંથકારશ્રી જણાવે છે કે હે ભવ્યાત્મા, તું સ્વભાવે શુદ્ધ છતાં કષાયી કેમ છું? અને કયારે કષાયી થાય છે? આત્માના મૂળ સ્વરૂપમાં ક્રોધાદિ કષાયો, આર્તિ આદિ ધ્યાન, મિથ્યાભાવ છે નહિ પરંતુ પોતાની જ નબળાઈથી નિમિત્તાધીન થઈ રાગાદિ ભાવ પોતે જ કરી કષાયી બને છે. તેમાં કેટલાક પ્રકારોની વિશેષતાઓ દર્શાવી છે. જીવને કષાયના રંગે રંગવામાં મુખ્ય તો રાગ દ્વેષરૂપી બે યોદ્ધાઓ છે, રાગનો વિસ્તાર તે લોભ અને માયા છે. અને દ્વેષનો વિસ્તાર તે ક્રોધ અને માન છે. જીવના ભાવ કાજળઘેર્યા કષાયી રંગથી રંગાઈ જાય છે ત્યારે શુદ્ધાત્માને ક્રોધી, માની, માયાવી અને લોભીનું કલંક લાગે છે. આ કષાયને આધીન જીવ આ જન્મમાં બીજી અનેક આપત્તિનો ભોગ બને છે. અને એ નિમિત્તે બાંધેલ કર્મો સાથે ભવાંતરે બીજા જન્મમાં પણ દુઃખ જ પામે છે. ક્રોધનું દારૂણ પરિણામ જેમ કે ક્રોધથી પ્રીતિનો, અન્યના સભાવનો નાશ થાય છે. અને વેરભાવનો અનુબંધ થાય છે, અધોગતિ પામે છે. વર્તમાન આત્મશાંતિ ગુમાવે છે, અને મુક્તિથી તે ઘણો દૂર ફેંકાઈ જાય છે. આ તારા દેહ દેવળમાં શુદ્ધ તત્ત્વ વિલસે છે ત્યાં તું આવી મલિનતા શું કામ ધારણ કરવા ઈચ્છે છે ? તેમાં ભારે અહિત છે. એમ જાણી તે શત્રુને સત્વરે ત્યજી દે. તેમાં તે કંઈ મેળવ્યું નહિ. મિત્રો પણ શત્રુ બન્યા, પરિવાર તારાથી નારાજ રહેશે. પરિજન તો તારું મોં જોવા માગશે નહિ. કદાચ તું શ્રીમંત હશે તો તારી સાથેના સ્વાર્થના કારણે તારી ખુશામત કરશે પણ તારી પાછળ તો તું જ સમજી જા કે શું કહેતા હશે. પરિણામે પ્રશમરતિ ૧૦૧ સુખનો સ્વામી કલેશવાળો કેમ થયો? Page #107 -------------------------------------------------------------------------- ________________ આલોક અને પરલોકમાં દુઃખના પોટલા લઈને જવાનું અને સ્વ-પર બંનેને સંતાપમાં રહેવાનું, માટે હવે બોધ પામ, બોધ પામ, અટકી જા. સંતોના સમાગમથી કે શાસ્ત્રશ્રવણથી બોધ પામ. માનનું પરિણામ : ક્રોધનો સહોદરબંધુ માન. આ માનનું સૈન્ય પણ મોટું છે. માન જયારે મદનું કુરૂપ ધારણ કરે છે ત્યારે તેનો વિસ્તાર સવિશેષ આઠ પ્રકારે થાય છે. માનનો વિસ્તાર એટલે મદના આઠ પ્રકાર : ૧. જાતિ મદઃ મારી જાતિ, જ્ઞાતિ ઉંચી એટલે હું મોટો, મને સૌ માન આપે. હે જીવ! ઈન્દ્રિયોથી ઓળખાતી અનેક જાતિઓમાં કર્મવશતાથી જીવો જન્મે છે. કોઈ જાતિ શાશ્વત નથી તો પછી તેનો મદ શાને? હા તને ઉત્તમ જાતિ મળી હોય તો તે ઉત્તમ કાર્ય સાધ્ય કરી લે. આત્મકલ્યાણ કરી લે. ૨. કુળમદ : કદાચ લોક પ્રસિદ્ધ ઉત્તમકુળમાં પુણ્યયોગે જમ્યો, પણ તારી પાસે જ્ઞાન કે સદાચાર જેવા ગુણો નથી તો તે ઉત્તમકુળનો મદ કરવાથી શું હિત છે? કુળનું અભિમાન કરવાને બદલે મળેલા પુણ્યયોગનો સદાચાર, પરોપકારાદિ વડે સઉપયોગ કરી લે તેમાં તારું આત્મહિત છે. ૩. રૂપમદ : એટલે ચાર દિવસની ચાંદની જેવી યુવાની, તે દિવાની બનાવી જવાની. તેમાં તું મદ શું કરે છે? ચામડી મઢેલા આ સાત ધાતુના માળખામાં મદ કરવા જેવું શું છે? વળી વિચાર કે ચક્રવર્તી અને ઈન્દ્રના રૂપ પાસે તારા રૂપનું અવમૂલ્યન છે. માટે રૂપનો ગર્વ ત્યજી દે અને માનવદેહને સાર્થક કરી લે. ૪. બળમદઃ રૂપ, બળ કોના આધાર પર? શરીરના. શરીર કોના આધાર પર? ભાઈ ધરતી ધ્રુજાવનારા નરવીરો પણ જરા અને મૃત્યુ પાસે રાંક થઈ જાય છે. તારી પાસે એવું બળ જ કયાં છે ? છતાં તારી પાસે શારીરિક બળ છે તો તપ જેવા સાધન દ્વારા આત્માને પવિત્ર કરી આત્મશક્તિની વૃદ્ધિ કરજે, જન્માંતરે મુક્તિ પામીશ. ૫. લાભમદઃ પુણ્યયોગે જીવને સંસારમાં લાભાંતરાયના ઘટવાથી સુખ સામગ્રીનો યોગ-લાભ થાય છે. પણ ભાઈ ! તે કંઈ તારી સાથે આવવાના નથી. જીવને ખરો લાભ તો ધર્મલાભ કે આત્મગુણનો લાભ છે. દેવ, ગુરુ અને શાસ્ત્રશ્રવણનો યોગ તે મહાલાભ છે, તે લાભાંતરાયકર્મના ક્ષયોપશમથી મળે છે. માટે ભૌતિક પદાર્થો મળે કે ના મળે પણ આત્મહિતના સાધન મળે તે મુક્તિની સાધનામાં ઉપયોગી છે માટે બાહ્ય સામગ્રીના લાભનો લોભ ત્યજી દે. પ્રશમરતિ - ૧૦૨ સુખનો સ્વામી કલેશવાળો કેમ થયો? For Private & Personal use only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૬. બુદ્ધિમદ : આ બુદ્ધિમાં આત્મા શક્તિનો સહયોગ છે, છતાં એ બુદ્ધિ પદ્ગલિક છે. તેનો વિકાસ પણ જ્ઞાનાવરણના ક્ષયોપશમ ઉપર આધારિત છે. વળી તે જન્માંતરે સાથે આવતી નથી. અહીંના ક્ષેત્રે કોઈ ડોકટર કે વકીલની શ્રેષ્ઠ કારકીર્દિ હોય કે જેમાં બુદ્ધિની વિશિષ્ટતા છે તો પણ તે જન્માંતરે સાથે આવતી નથી. વળી ચૌદ પૂર્વધર કે કેવળજ્ઞાનીના શુદ્ધ જ્ઞાન પાસે આ બુદ્ધિબળ બિંદુ માત્ર નથી. તેની જાતનું પણ નથી. જ્ઞાન જીવનો ગુણ છે તે જેટલો નિર્મળ બને તેટલો જન્માંતરે સાથે જાય છે. અને પરંપરાએ જીવને મોક્ષપંથે પહોંચાડે છે. બુદ્ધિના કે જ્ઞાનના મદને અહિતકારી જાણી ત્યજી દે અને બુદ્ધિની સ્વ-પર શ્રેયરૂપ પ્રવૃત્તિ કરીને જીવન સાર્થક કરી લે. વિનયી અને વિનમ્ર બનીને શ્રુતસાગરમાં ભળી જાવાથી બુદ્ધિ પ્રજ્ઞા બને છે. ૭. લોકપ્રિયતામદ : તમારી લોકપ્રિયતા ભૌતિકતાની છે કે ગુણસંપન્નતાની છે? લોકપ્રિયતા એ સાધકનો ગુણ છે, જેને કોઈની પાસે કંઈ અપેક્ષા નથી. લોકપ્રિયતા માંગવાથી મળતી નથી. તું પરમાર્થ માર્ગનો સાધક છે તારે વળી માંગવાનું હોય? લોક નિંદા કરે કે વંદના કરે તમે તો આંબાની જેમ લચેલા છો. તમે દીન અને હીન નથી, ગુણોથી સંપન્ન છો તે તમારી લોકપ્રિયતાનું સબળ કારણ છે. તેથી તે વડે તમે સ્વ-પર શ્રેય સાધ્ય કરી શકો છો. તમારા સત્કાર્યોથી તમે અપેક્ષારહિત લોકપ્રિયતા મેળવી છે તે તો તમારું યશનામકર્મ છે. તમે નિર્લેપ છો, તેની પાછળ દોડ શા માટે? “અરે, પ્રારબ્ધ તો ઘેલુ ન માંગે દોડતું આવે !” માટે લોકમાં પ્રિય થવા માયા કપટ કરવા નહિ. ગુણો વડે લોકપ્રિયતા સહેજે મળશે. ૮. શ્રુતમદ : પરમાર્થના સાધનાપથની યાત્રામાં પડવાના અનેક વિઘ્નો આવે છે. કિનારે પહોંચ્યા પહેલા નાવ છોડી દે તો માનવ નદીમાં ડૂબી જાય. જ્ઞાનમાર્ગ મહા પુરૂષાર્થ અને જાગૃતિનો છે તેનું મોટું ભય સ્થાનક જ્ઞાનનો મદ છે. જીવનું મન:પર્યવ સુધીનું જ્ઞાન પણ પૂર્ણ શુદ્ધજ્ઞાન પાસે બિંદુ સમાન છે. પરંતુ જેમ દેડકાને કૂવો દરિયાથી મોટો લાગે છે તેમ અપૂર્ણ જ્ઞાનવાળો જયારે ગુરુની નિશ્રા ત્યજે છે ત્યારે તેની તેવી દશા થાય છે. શાસ્ત્રના સૂત્રોમાં અનેક રહસ્યો ભર્યા છે, તેમાંથી ભોંય પડેલા અલ્પ દાણા લેવાથી કંઈ શ્રુતજ્ઞાની થવાતું નથી. વળી શ્રુતજ્ઞાન પણ જો આત્મજ્ઞાન રહિત હશે તો તને મદથી ઘેરી લેશે અને મળેલું શ્રુતજ્ઞાન પણ કેવળ આ જન્મની સ્મૃતિ જેવું બની જશે. માટે પૂર્ણતા પામતા સુધી શ્રતમદને ત્યજી વિનયભાવે જ્ઞાનના ગ્રાહક થવું. પ્રશમરતિ ૧૦૩ સુખનો સ્વામી કલેશવાળો કેમ થયો? Page #109 -------------------------------------------------------------------------- ________________ આઠ મદ દ્વારા જોયું કે ગુણ જ અવગુણ બની જાય છે. પરમાર્થથી જોતાં જેના સવિચાર વડે જીવ આત્મવિકાસ કરે તેવા ઉચ્ચ કુળાદિના મદ, અહંકાર વડે સંસારવૃદ્ધિ કરે છે. કોઈપણ મદનો પ્રકાર હાનિકર્તા છે. મદના અહંકારરૂપી અંધકારમાં જીવને તેમાં અહિતનો ખ્યાલ નથી. પરંતુ કોઈ સદ્ગુરુ કે શાસ્ત્રબોધ મળી જાય તો તેને તેના દુષ્પરિણામોનો ખ્યાલ આવે છે. ગ્રંથકાર જાણે છે કે જીવ અનાદિથી પૌદ્ગલિક પરભાવોથી અભ્યાસી છે. આજ સુધીના જન્મોમાં એને સત્નો રંગ અનુભવ્યો નથી તેથી મદ જેવા અહિતકારી ભાવોને જાણ્યા નથી. મુનિઓ પણ ચળી ગયા તેવો આ દોષ સામાન્ય માનવી સોધ દ્વારા જ ગૌણ કરી શકશે. માયા : માયાની પ્રકૃતિવાળો જીવ શું મેળવે છે ? કદાચ માયા કરીને કે કોઈને છેતરીને સંપત્તિ મેળવી ત્યારે પણ આકુળતા ને દુ:ખ હતા પણ માયાએ તને જણાવા દીધું નહિ. માયાવી માણસનો કોઈ વિશ્વાસ ન કરે. સ્નેહીજનો પણ દૂર રહે. કોઈપણ ક્ષેત્રમાં તેનું માન હોતું નથી એકવાર ગુમાવેલા માન યશ પાછા મળતા નથી. તેની પાછળ સૌને અભાવ તિરસ્કાર જ હોય છે. ...' માયાવી કુંટુંબમાં, સ્વજનમિત્રોમાં, સમાજમાં એમ સર્વ ક્ષેત્રે તિરસ્કાર પામે છે. તે પોતાના દોષે દોષિત થાય છે અને પુનઃ દારૂણકર્મ બાંધે છે. માયાવી પ્રાયઃ તિર્યંચગતિનો યાત્રી બને છે. મોક્ષનો યાત્રી થવા જન્મેલો તું કયાં ઘકેલાઈ ગયો તેનો વિચાર કરજે. પછી ભલે તું ધનવાન હો કે ધર્મી, સાધક હો કે સાધુ, માયાના સંગથી તને આપત્તિઓ વિંટળાઈ જશે. માયા સાથે બીજા દોષોનું સેવન થવાનું. આથી તું માનવ હોવા છતાં પ્રકૃતિએ પશુ શા માટે બને ? તને જો સુખ વહાલું છે તો કોઈ સદ્ગુરુનો સંપર્ક કર અને માયાની ગુલામીમાંથી મુક્ત થા, તો સરળતાનો ગુણ તારા પુણ્યને પ્રગટ કરી સુખ આપશે. ન ધારેલા સુખ સંપત્તિનો સ્વામી થઈશ. સરળતા તારા આત્માનો ગુણ છે. પ્રશમરતિ સમક્તિનું મૂળ જાણીએ જી, સાચામાં સમક્તિ વસેજી, સત્ય વચન સાક્ષાત્; માયામાં મિથ્યાત્. રે પ્રાણી ન કરીશ માયા લગાર ઉદયરત્ન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ધ, મુક્તિપૂરી જાવા તણોજી, એ મારગ છે શુદ્ધ. રે પ્રાણી ન કરીશ માયા લગાર ૧૦૪ સુખનો સ્વામી કલેશવાળો કેમ થયો ? Page #110 -------------------------------------------------------------------------- ________________ લોભ : લોભને થોભ નહિ. બધા દોષોનો બાપ એ લોભરૂપી પાપ. અર્થાત્ બધા પાપોનું આશ્રય સ્થાન, લોભને કારણે મનુષ્ય અનેક પદાર્થોને ભેગા કરે, ભેગા કરવામાં માયા કરે. સંપત્તિ આદિ મળે, માન કરે અને જો તે ત્રણે દોષ સેવનમાં રાચેલાને કંઈ ખામી આવે તો ક્રોધ કરે. એટલે ક્રોધને પ્રથમ કહ્યો છે છતાં તેના મૂળમાં લોભ રહ્યો છે. મહા વિનાશકારી છે. લાખોપતિ, કરોડપતિ થવા ઈચ્છે, કરોડપતિ અબજોપતિ થવા ઈચ્છે તેમ કરતાં દુનિયાના બધા પદનો લોભ ભેગો ઈચ્છે ત્યાં તે સ્વયં લાકડા ભેગો થઈ જશે તે જાણતો નથી. વળી ધનાદિ મેળવવા અજંપો કેટલો ! મેળવ્યા પછી વધારવાની અને સાચવવાની કેટલી ચિંતા? વળી યોગાનુયોગ સંપત્તિ મળે અને ધર્મ સંસ્કાર ન હોય તો કેવી અવદશા? વ્યસનો, વિષયલંપટતા, જુગાર કેટલાય દુષણોનો ભોગ થવાનો છતાં સુખ તો લાખો યોજન દૂર રહેવાનું તેમાં જો દુષ્ટ તત્ત્વોમાં ફસાયો તો જેલવાસ પણ મળે. કેવી મૂર્ખામી ! જીવવા માટે ઝેર પીવાનું? પ્રાણ બચાવવા સિંહની જ ગુફામાં ? શાંતિ મેળવવા વૈર વધારવું ! શીતળતા મેળવવા અગ્નિ સ્પર્શ કરવો ? લોભ કદાચ થોડાં કર્મ બંધાવે, પણ લોભાંધ માનવ તો આ જીવનમાં જ નરક જેવી દશા સેવે છે અને ભાવિમાં નરકની ગતિમાં જાય છે. કોણ બચાવે ? સદ્ભાગ્યે કોઈ કલ્યાણ મિત્ર મળી જાય તો તારા ભાગ્ય. શેષ જીવન સુખમાં જાય અને ભવિષ્ય પણ સુધરે. તમે લક્ષણ જો જો લોભના રે, લોભે મુનિજન પામે ક્ષોભનારે. કવિ ઉદયરત્ન ભાળે મુદારે, વંદુ લોભ તેહને શું ખામણારે. : ૬. સંજ્ઞાઓનું સેવન કષાયી છે. તે જીવને સંજ્ઞાઓ કષાયમાં પ્રવૃત્ત કરે છે. જીવ જો સદ્ગુરુની કૃપાને પાત્ર નથી થયો, ધર્મભાવનાથી, શુદ્ધ ચિત્તવાળો નથી, કે પ્રભુઆજ્ઞાને સમજયો નથી તો તેની મહા અવદશા થાય છે. તે અનેક દોષોથી કષાયી બને છે. તેના ભયંકર પરિણામો વિષે વિચારજો કે જીવ કષાયી કયારે બને છે? રાગદ્વેષના માઠા પરિણામવાળો કષાયથી ભરેલો હોય છે. પાંચ ઈન્દ્રિયો મનને નિરંતર વૈષયિક કાર્ય સોંપે છે. વસ્તુ-પદાર્થ જાણે, જુએ, સાંભળે, સ્પર્શે કે સ્વાદ લે ત્યારે મન એકજ કાર્ય કરે તે પદાર્થોમાં રાગ અથવા ષ. પ્રશમરતિ ૧૦૫ સંજ્ઞાઓનું સેવન કષાયી છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ નિરંતર રાગદ્વેષના પરિણામવાળો જીવ કષાયને આધીન રહે છે. | મિથ્યાત્વ જેવા વિપરીત પરિણામવાળો, જે પદાર્થોમાં સુખ નથી ત્યાં સુખ માનવાવાળો સદેવાદિનો અનાદર કરવાવાળો નિરંતર કર્મ બાંધે છે. પાંચ ઈન્દ્રિયોનો અસંયમ, પાંચ અવ્રત, ચાર કષાય, મનાદિ યોગની વક્રતાને કારણે જીવ કષાયી પરિણામવાળો થઈ નિરંતર કર્મને નિમંત્રે છે. વળી પ્રિય વિષયો મેળવવાની ઝંખના, અપ્રિય વિષયોના વળગાડથી છૂટવા, મળેલી સાધન સામગ્રી, ભોગાદિને સાચવવા નિરંતર ચિંતા કરે છે. રોગાદિના ભયની નિરંતર ચિંતા દુર્ગાન - આર્તધ્યાન વડે જીવ કષાયી બને છે. આ આર્તધ્યાનને જો ત્યજતો નથી તો જીવના પરિણામ હિંસાદિ ક્રૂરતાવાળા બને છે ત્યારે તે રૌદ્રધ્યાની બને છે. હિંસા જેવા દુષ્ટ પરિણામ સાથે અસત્ય, ચોરી જેવા દોષો જીવને ઘેરી લે છે. ત્યારે જીવ કષાયી બને છે. તેને એ ભાન પણ રહેતું નથી કે હિંસા, અસત્ય જેવા પાપોનું પરિણામ ભયંકર દુઃખ છે. તે વિષે જીવ પૂરો અજ્ઞાની છે. આહારાદિ ચાર સંજ્ઞાઓ કષાયને સહાયક છે. ૧. આહાર સંજ્ઞા વળી આહારની લોલુપતા, ગમે તેટલા સ્વાદિષ્ટ ભોજન પૂરી જીંદગી સુધી આરોગે તો પણ તે તૃપ્ત થતો નથી. રાત દિવસ ખાઉં ખાઉં કર્યા જ કરે છે. તેવી ભયંકર આહાર સંજ્ઞાના પાપે જીવ કષાયી થઈ અધોગતિ પામે છે. ત૫ કરે તો પણ આગળ પાછળ આહાર સંજ્ઞા સેવાય છે. તેથી તપથી નિર્જરા થતી નથી. ૨. ભય સંજ્ઞાની ભૂતાવળમાં જીવ ભૌતિક સુખ પણ શાંતિથી ભોગવી શકતો નથી. સંપત્તિની સુરક્ષા, શરીરના રોગાદિ ભય, પરિવારની ચિંતા, આમ ચારે બાજુ ભયની ભૂતાવળમાં જીવ કષાયી પરિણામવાળો થઈ દુઃખી થાય છે. કથંચિત પશુપંખી કરતાં પણ માનવને ભયસંજ્ઞા વિશેષ હોય છે. ૩. મૈથુન સંજ્ઞાથી તો જીવની વાસનાની આગ બૂઝાતી નથી. જેમ જેમ વિષય સેવન કરે છે તેમ તેમ તે પાપને ઈધન મળી રહે છે. એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવો આ સંજ્ઞાને આધીન કષાયી થઈ અધોગતિ પામે છે. એકેન્દ્રિયાદિને દેહનું મમત્વ મૈથુન છે. ૪. પરિગ્રહની સંજ્ઞાથી જીવ માત્ર ગ્રસિત છે. એકેન્દ્રિય જેવા જીવો પ્રશમરતિ ૧૦૬ સંજ્ઞાઓનું સેવન કષાયી છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ તો કેવળ સ્પર્શેન્દ્રિયવાળા છે તો પણ આ સંજ્ઞા તેમને પીડે છે. જેમ જેમ ઈન્દ્રિયો વિકસે છે તેમ તેમ સંજ્ઞાઓ વિકસે છે. તેમાં વળી મનુષ્યને નવગ્રહ કરતાં પણ પરિગ્રહની પીડા ભારે હોય છે. છતાં મૂર્છાવશ તે જાણતો નથી એટલે કષાયોથી કલુષિત બને છે. કષાયોની વિનાશક કર્મની જાળને જાણો તેમાં ફસાવ નહિ. આ સર્વ પ્રકારના કષાયો દ્વારા જીવ આઠ કર્મની જાળમાં ફસાયેલો રહે છે. જેમ આપણે આહાર કરીએ પછી તેનું પાચન થઈ તે સપ્ત ધાતુમાં વહેંચાઈ જાય છે. તેમ જીવ કષાય વડે કર્મવર્ગણાને ગ્રહણ કરે છે તે સ્વયં આઠ કર્મમાં વિભાજિત થઈ કર્મત્વરૂપે પરિણમી તે પ્રકૃતિ-સ્વભાવ પ્રમાણે ફળ આપે છે. કષાયી જીવ વિષયોમાં આસક્ત બને પછી તેને કોણ બચાવી શકે ? વળી અતિ દુર્ઘટ એવા ક્રોધાદિ કષાયને વશ જીવ જે દુઃખો પામે છે તેનું કથન કોણ કરી શકે ? કષાયી પરિણામ દ્વારા બાંધેલા કર્મો જયારે ઉદયમાં આવે ત્યારે તે દુઃખે કરી ભોગવે છે. જ્ઞાનીજનો કહે છે કે આશ્ચર્ય છે કે જે કષાયોના વિપાકે જીવ દુ:ખી થાય છે, તે કષાયોને તે જાણતો નથી. એ કારણે દુઃખનો આરોપ તે અન્યના પરત્વે કરે છે અને કર્મને જટિલ કરે છે. આપણે આગળ જોયું કે એક એક કષાયો કેવા કેવા સ્વાંગ ધરીને આવે છે ? જીવ તેને અહિતકારી માનતો નથી. ક્રોધનો આવેશ, અહંકારનો હુંકાર, માયાનું છળ અને લોભની લાલચોની જાળમાં, ચેતનાશક્તિવાળો જીવ રાંક બની જાય છે, કયારેક તો ઉત્તેજિત થઈ હિંસા, અસત્ય જેવા ઘોર પાપો આચરે છે. હવે વિચારજો કે આના મૂળમાં કોણ છે ? તે શા માટે આવો જુલમ કરે છે ? આ પહેલાં એ દર્શાવ્યું છે કે રાગ અને તેની ઈચ્છા મૂર્છા આદિ વિવિધ અવસ્થાઓ, કાચંડાની જેમ વિવિધ રંગો બદલે છે. વળી આ રાગ ભય-ચિંતાનું કારણ હોવા છતાં જીવને તેમાં મીઠાશ વર્તે છે. રાગમાં માયા અને લોભની મુખ્યતા છે. દ્વેષ, ઈર્ષા, મત્સર આદિ વિવિધ અવસ્થાઓ એવી છે જેમાં ક્રોધ અને માનની મુખ્યતા છે. રાગ સાથે રહેલા માયા અને લોભનું મૂળ છે મમત્વ. ક્રોધ અને માનનું મૂળ છે અહંમત્વ એના મૂળ ઘણા ઉંડા પથરાયેલા હોય છે. તે કેવળ ઉપશમ ક૨વાથી અર્થાત વૃક્ષના ડાળા, પાંદડા કાપવાથી મૂળ છેદાશે પ્રશમરતિ સંજ્ઞાઓનું સેવન કષાયી છે ૧૦૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ નહિ. કષાયોને મૂળમાંથી ઉખેડવા જ્ઞાન અને વૈરાગ્યનું બળ જરૂરી છે. આ મમત્વની વાસનાનો વિસ્તાર વડના વૃક્ષ જેવો છે, વડની વડવાઈઓ ફૂટયા કરે છે તેમ માયા મમત્વનો વિસ્તાર વૃદ્ધિ પામે છે. મારો દેહ, મારા સ્વજનો, પરિજનો, મારી ધન સંપત્તિ, મારી ગાડી, વાડી, લાડી, મારા વસ્ત્રો અલંકારો અહો ! આવા કેટલાય પદાર્થો મેળવવા માયા સાથે લોભ પેદા થાય છે. તે સર્વેની રક્ષા માટે માયા પેદા થાય છે. માનવ પુણ્યયોગે મળેલી એ સામગ્રીની માયાજાળમાં સ્વયં ફસાય છે. દ્વેષના સાથી ક્રોધ અને માન તેનું પોષણ કરનાર અહમ્ છે. હું મોટો, શ્રીમંત, બુદ્ધિમાન, હું નેતા, પિતા, ભ્રાતા, હું શેઠ, મોટો વ્યાપારી આવા અહંમાં જીવ ફૂલણજી થઈ કેટલીયે વાસનાઓને પોષે છે. પરિણામે અશાંતિ ભોગવે છે. વળી આ રાગ દ્વેષના અન્ય સહાયકો તો ભારે બિહામણા છે. જે જીવને પોતાની પકડમાંથી છોડતા નથી. જ્ઞાનીજનો એનાથી ચેતીને સંસારની વેલ કાપીને વૈરાગ્યવાસી થઈ ચાલી નીકળ્યા. આપણે એ જ્ઞાનીજનોના બોધ પામી કંઈક વિચારીને જીવનને નિર્મળ કરવું. * ૭. કર્મબંધના બિહામણા સહાયકો તથા પ્રકારો : ભાઈ, પૂર્વે સાંભળ્યું છે પણ આ પુણ્યના યોગમાં તું દોડયો જ જાય છે, જીવનમાં તેના ભયંકર પરિણામોને વિચારવાનો તને અવકાશ કયાં છે ! છતાં હવે તને કંઈક બોધ રૂચ્યો છે તો સાંભળ આ સહાયકો કોણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, મનાદિ ત્રણ યોગો. મિથ્યાત્વ : જેની જનની મોહનીય છે. તેના બે ભેદ છે એક દર્શનમોહદૃષ્ટિનો વિકાર, બીજો ચારિત્રમોહ કષાયોથી ઘેરાયેલો. જયાં સુખ નથી ત્યાં તેને સુખ દેખાય છે. જયાં સાચા દેવાદિ નથી ત્યાં સુખની અપેક્ષાએ શરણ લે છે. આ દર્શનમોહ જીવને ગમે તે પ્રકારે જકડી રાખે છે. દુઃખ પામવા છતાં તેથી દૃષ્ટિમાંથી વિકાર શમતો નથી. કાદવમાં પગ ખૂંપે તેમ ખૂંપતો જાય છે. તત્ત્વ શ્રદ્ધા વિહોણો આ દોષને પોષતો જન્મમરણના દુઃખ વેઠે છે. અવિરતિ : પાપનિત પ્રવૃત્તિ. અવિરતિ આત્મહિત માટે વ્રત, નિયમ, સદાચાર, શીલના સત્વને આચરવા દેતી નથી. તેમાં દેહના કષ્ટ પ્રશમરતિ ૧૦૮ કર્મબંધના બિહામણા સહાયકો તથા પ્રકારો Page #114 -------------------------------------------------------------------------- ________________ માની વ્રતાદિથી દૂર ભાગે છે. ત્યાગવા જેવું છોડી શક્તો નથી. પાપ પ્રવૃત્તિથી ભરપૂર અવિરતિને છોડતો નથી. પ્રમાદ : વ્રતાદિ રહિત જીવ પ્રમાદી બને છે. સત્પુરુષાર્થને ઉપાદેય માનતો નથી. ઈન્દ્રિયોના વિષયનું સેવન, કષાયોથી રંજિત, વિકથાનો રસિયો અને અતિ નિદ્રા જેવા દુષણથી ઘેરાયેલો આત્મહિતને કયાંથી સમજે ? પ્રમાદને ગ્રંથકારે “પ્રમાદોહિ મૃત્યુ' કહ્યું છે. યોગ : મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ (જેમાં કષાય ભળેલો છે) તેને મન, વચન અને કાયાના યોગનો સહકાર મળે છે, ત્યારે મદિરા પીધેલો વાંદરો નાચ્યા કરે છે તેમ કર્મવશ થઈ જીવ સંસારમાં નાચે છે, રાચે છે પરિણામે કર્મના વિવિધ પ્રકારોથી બંધાય છે. યદ્યપિ અસંખ્યાત પ્રદેશી આત્માની શક્તિ અનંત છે તે કોઈ સામાન્ય ભારથી દબાઈ જાય તેવી નથી. કાર્પણ વર્ગણાના પુદ્ગલોનો અનંતનો જથ્થો આત્મપ્રદેશો પર આવરણ કરે છે. તે અનંત પ્રકારોને જ્ઞાનીજનોએ જીવને સંક્ષિપ્તથી બોધ થાય માટે આઠ ભાગ કરી સમજાવ્યા છે. તને આઠ સમજવાનો અવકાશ ન હોય તો એક મોહનીય સમજી લે કે તેનાથી શક્તિ કેટલી હણાય છે. તેનો તારા પર કેવો પ્રભાવ છે કે આત્મશક્તિનો જ હ્રાસ કરે છે. ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાં કાર્યણ પરમાણુઓ ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે જડ પદાર્થ છે. જડને પણ નિજી પ્રકૃતિ હોય છે. આ કર્મ ૫૨માણુનું કાર્ય છે કે ચેતનની અવસ્થામાં વિકૃતિ, વિભાવ, રાગ-દ્વેષ રૂપી મલિનતા આવે ત્યારે એ ચેતના પર પોતાનું રાજ્ય જમાવી દેવું. અર્થાત્ ચેતનના પ્રદેશો પર તે છવાઈ જાય છે તેને કર્માવરણ કહે છે. જેમ આપણે આહાર લઈએ અને તે સાત ધાતુમાં વહેંચાઈ જાય તેમ આ કર્મ પરમાણુઓ આઠ પ્રકૃતિમાં વહેચાઈ જાય છે. સાથે જીવના પરિણામ પ્રમાણે તેનો કાળ નક્કી થાય છે. સુખદુઃખની માત્રા નક્કી થાય છે. આ જડેશ્વરની લીલા જાણીને ચેતને ચેતી લેવા જેવું છે. ર્મપ્રકૃતિના મૂળ આઠ ભેદ ૧. જ્ઞાનાવરણ : જ્ઞાનને આવરણ કરે તે જ્ઞાનાવરણ કર્મ, આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેના જ્ઞાનગુણને આવરે છે તેથી આત્મા સ્વસ્વરૂપને ભૂલી, અજ્ઞાનવશ દેહાદિને સ્વસ્વરૂપે માને છે. ૨. દર્શનાવરણ : જ્ઞાન ગુણની જેમ આત્મામાં દર્શનગુણ છે, તેને પ્રશમરતિ ૧૦૯ કર્મબંધના બિહામણા સહાયકો તથા પ્રકારો Page #115 -------------------------------------------------------------------------- ________________ નિદ્રા જેવાં દોષોથી આવરણ થાય છે. વળી જીવને ઈન્દ્રિયો દ્વારા થતું સામાન્ય બોધરૂપ દર્શન આવરણ પામે છે. ૩. વેદનીય : જીવ સહજ રીતે સુખના અનુભવવાળો છે. તેને સુખને બદલે શરીરની શાતા અશાતારૂપ સુખ-દુઃખનો અનુભવ આ કર્મથી થાય છે. ૪. મોહનીય : જેના ઉદયમાં જીવ પરભાવમાં મૂર્છિત રહે છે, જાગતો છતાં ઉંઘતો રહે છે અને મિથ્યા માન્યતામાં ફસાય છે, ક્રોધાદિ કષાયોથી આવૃત્ત રહે છે. હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, ધૃણા વેદ જેવા દોષોથી પિડાય છે. આથી આત્મના ગુણોનો ઘાત થાય છે. ૫. આયુષ્ય : દેહમાં આત્માનું રહેવું તે આ કર્મની કૃપા છે. દેહનો સંયોગ એ જન્મ અને વિયોગ તે મૃત્યુ, તે આયુષ્ય કર્મ છે. ૬. નામ : દેહની વિવિધ રચના જેવી ગતિ, જાતિ વગેરે આ કર્મને આભારી છે. તેમાં શુભ અશુભના ભેદ છે. ૭. ગોત્ર : આત્મા ઉચ્ચ કે નીચ નથી. આ કર્મના બળે તેને ઉચ્ચ કે નીચ કૂળમાં જન્મ લેવો પડે છે. ૮. અંતરાય ઃ આત્માને આત્મરૂપે જીવવા ન દે. સ્વરૂપદૃષ્ટિને આવરે, શક્તિ સામર્થ્યને અંતરાય કરે ભૌતિક રીતે ઈચ્છિત સુખોની પ્રાપ્તિ થવા ન દે. પુરૂષાર્થ ફોરવી ન શકે. આ ઉપરાંત આઠે પ્રકૃતિના વિવિધ ભેદ છે. પરંતુ આટલું જાણે અને તેના કારણોને ત્યજી દે તો પણ જીવન સાર્થક થાય. વાસ્તવમાં આત્માની સત્તામાં, પ્રદેશમાં પરપદાર્થ જેવા કર્મોનો પ્રવેશ જ નથી. છતાં આત્મા પોતાના સ્વભાવરૂપ લક્ષ્મણરેખાની બહાર નીકળીને પરપદાર્થોને, પૌદ્ગલિક સુખોને પોતાના માનીને રાગાદિ કરે છે, એ છિદ્રનો આ કર્મપરમાણુઓ લાભ ઉઠાવીને જીવને એવો પકડે છે કે આજ સુધી અનંતકાળ જવા છતાં આપણે તેના સકંજામાંથી છૂટયા નથી અને હજી પણ આત્મજ્ઞાન રહિત જીવ છૂટી શકે તેમ નથી. પુણ્યયોગે જો સદ્ગુરુના બોધનો અવસર મળે, દૃઢતાપૂર્વક વિનયી થઈ આત્માનો આશ્રય કરે તો આવા ભ્રમણ અને ભ્રમથી છૂટી શકે તેમ છે. કારણકે કાર્યણ પદાર્થો કરતાં જીવની શક્તિ અનંતગુણી છે. સૌ પ્રથમ મિથ્યાત્વાદિનો ત્યાગ કરી સમ્યક્ત્વને પામે તો છૂટવાનો માર્ગ મોકળો થાય. પ્રશમરતિ ૧૧૦ કર્મબંધના બિહામણા સહાયકો તથા પ્રકારો Page #116 -------------------------------------------------------------------------- ________________ XXIXIXXIXIXIXXIKIKI : ૮. વિષયો દ્વારા કેવો વિનાશ? મૂળમાં કષાય (રાગદ્વેષ) અને વિષયોનું જોડલું જીવને વિષમ કર્મજાળમાં ફસાવે છે. ક્રોધાદિ કષાયમાં જીવ કેવો પરવશ બને છે તે જોયું. તે પ્રમાણે ઈન્દ્રયોને પરવશ થઈ જીવ કર્મબંધને ગાઢ કરે છે. ૧. સ્પર્શેન્દ્રિય ઃ અજ્ઞાનવશ જીવ એક એક ઈન્દ્રિય વશ થઈ મરણને શરણ થવા સાથે નવા કર્મબંધનું ઉપાર્જન કરે છે. જેમકે સ્પર્શેન્દ્રિયની બળવાન સંજ્ઞાથી હાથી કેવો ફસાય છે? જંગલવાસીઓ હાથીને પકડવા માટે મોટા પોલા ખાડા કરે તેના પર હાથીણી અથવા તેનું આબેહૂબ પૂતળું ગોઠવે, હાથી કામાતૂર થઈ હાથીણીને ભેટવા દોડે અને ખાડામાં પડે. જંગલવાસીઓ તેને પકડી તેના અંગોનો છેદ કરી નાંખે ત્યારે તે દારૂણ વેદના ભોગવે છે. સ્પર્શની વાસનાનું આ પરિણામ છે. તે જીવ મરણને શરણ થાય છે. ૨. રસનેન્દ્રિય માછીમારો જયાં માછલીઓનો વાસ છે ત્યાં કાંટામાં આહારનો પદાર્થ ભેરવે છે પછી તે કાંટો પાણીમાં ડૂબાડે છે. ત્યાં માછલીઓ તે પદાર્થ મેળવવા કાંટામાં મોં નાંખીને ફસાય છે. આ પ્રમાણે ઘણા પશુ પક્ષીઓ અને માનવ રસનેન્દ્રિયવશ ફસાય છે. મરણને શરણ થાય છે. ૩. ધ્રાણેન્દ્રિયઃ ભ્રમર કમળની પરાગમાં સુગંધવશ બેસે છે, તેમાં એવો લોભાય છે કે રાત થવા છતાં જતો નથી, પેલું કમળ બીડાઈ જાય છે તેમાં પૂરાઈને તે મરણને શરણ થાય છે. ૪. ચક્ષુરિન્દ્રિય : પંતગિયું દીવાની જલતી ઝગમગથી જયોતથી આકર્ષાઈ મરણને શરણ થાય છે. ૫. શ્રોત્રેન્દ્રિય જંગલના હરણાં શિકારીએ છેડેલા સૂરીલા સ્વરોથી આકર્ષાઈ સ્વરની દિશામાં દોડે છે. ત્યાં શિકારી તેમને પકડી તેમના ચામડા વગેરે માટે શરીરને છેદે ભેદે છે. આમ તે હરણાં મરણને શરણ થાય છે. માનવ હવે તારી કથની જો. ભાઈ ! તું એમ માને છે કે એ તો પશુઓ છે તેમની મારા જેવી બુદ્ધિ ન હોવાથી બિચારા ફસાય છે. પણ તારી વાત તું જ વિચારજે કે જયારે હું ટી.વી. જેવા કામોત્તેજક સાધનો સામે બેસે છે ત્યારે તારી બુદ્ધિમાનની દશા પણ પશુ કરતાં પણ ભૂંડી બને છે તે આ રીતે : ૧૧૧ વિષયો દ્વારા કેવો વિનાશ? - - - - - - -- ---- - -- - - -- - -- પ્રશમરતિ Page #117 -------------------------------------------------------------------------- ________________ ટી.વી. નું સાધન જોનારને પાંચે ઈન્દ્રિયોના વિષયોનું વિષ એક જ સાથે પૂરું પડે છે. જેમકે તમે એરકન્ડીશન રૂમમાં સુંવાળા સાધનોની સુવિધામાં બેસો છો. શરીરને સ્પર્શેન્દ્રિયથી સુખ ઉપજે છે. ત્યાર પછી તમે ટી.વી. સામે બેસીને આહાર કરો છો ત્યારે પદાર્થોના રસ અને સુગંધ ભોગવો છો, અને આંખ, કાન તો ટી.વી.ના દ્રશ્યો સામે જોડાયેલા છે, તેમાંથી વળી માનસિક કેટલાયે વિકારો ઉઠતા હશે તેનો કયારે પણ વિચાર કર્યો છે ? તું બુદ્ધિમાન છે તેનો આ કેવો ઉપયોગ છે, કે એક જ સાથે પાંચે ઈન્દ્રિયોને વશ થાય છે. મૃત્યુ તો તેના સમયે આવશે પણ આ પરવશતાનું મૃત્યુ તો ચાલુ જ છે. અરે ! કદાચ તું ધર્મોપદેશ સાંભળતો હશે તે શ્રવણનું ધોવાણ આ વિષયોના પોષણ દ્વારા ક્ષણમાત્રમાં થઈ જાય છે. માટે જો તારે માનવજીવનની ઉત્તમતા પ્રાપ્ત કરવી હોય તો તું સંયમમાર્ગે પ્રયાણ કર તે પ્રારંભમાં કઠીન પણ અંતમાં અમૃત છે. ઈન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ, ક્ષણભર જોતાં જે દિશે, તે પરમાત્મ સ્વરૂપ. -સમાધિશતક, ઉ. શ્રી યશોવિજયજી ઈન્દ્રિયોને શું દોષ આપશો ? એ ઈન્દ્રિયોના વિષયોમાં જીવ જ રાગ કે દ્વેષ યુક્ત શુભ કે અશુભ પરિણામ કરે છે તે પરિણામ જ કર્મબંધનો હેતુ બને છે. જે જીવો દેહ અને ઈન્દ્રિયોનું અસ્તિત્વ સ્વીકારે છે અને ચૈતન્યઆત્માનો સ્વીકાર જ કરતા નથી, તેમને આ કર્મસત્તા કે ધર્મસત્તાનું જ્ઞાન નથી. વળી ગત જન્મોમાં અજ્ઞાનવશ બાંધેલા કર્મો જીવને યથાસમયે ઉદયમાં આવીને સુખ કે દુઃખનો અનુભવ કરાવે છે. જીવ સ્વભાવમાં એટલે ધર્મસત્તાની રેખામાં રહે તો કર્મસત્તા કંઈ જ કરી શકતી નથી. વિભાવદશા એટલે આત્માના જ વિકૃત પરિણામ છે. આ ચિત્તપરિણામ જ કર્મબંધના મુખ્ય હેતુઓ છે. સદ્ભાગ્યે જો કોઈ પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ થાય તેમનો બોધ રૂચે તો આ કર્મસત્તાના સકંજામાંથી છૂટવાની શકયતા છે. અને બોધમાંથી જીવને તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થાય તો તે આ કર્મબંધના કારણોને-મૂળને જાણી તેનો છેદ કરી શકે. તે તત્ત્વબોધ દ્વારા દોષોને જાણે છે. તેને છેદવાનો ઉદ્યમ કરે છે. તે ઉપાયોને હવે ગ્રંથકાર જણાવે છે. પ્રશમરતિ વિષયો દ્વારા કેવો વિનાશ ? ૧૧૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨ ૯, આત્મસાધકની તેર વિશેષતાઓ પ્રથમ તો સાધકને રાગાદિભાવ દોષરૂપે જણાવા જોઈએ તે આત્માનું અહિત કરનારા છે તે સમજાવું જોઈએ. ત્યાર પછી તે રાગાદિ જાળને કેમ તોડાય તેની ચિંતા થવી જોઈએ. આવો ઉત્તમ સાધક સચિત હોય છે. શ્રી ગ્રંથકાર તેની વિશેષતા દર્શાવે છે. ૧. આ મહાજાળને તોડવા ઉધમશીલ : આ રાગાદિ મહાજાળનો વિચ્છેદ કરવામાં તે પ્રમાદ સેવતો નથી કે સંસાર છે આ તો બધું ચાલ્યા કરે, વળી આપણે યથાશક્તિ ધર્મારાધના કરીએ છીએ, એમ સંતોષ માની ન લે. રોગ દૂર કરવા જેટલો ઉધમશીલ છે તેનાથી વિશેષ રાગને દૂર કરવા તે ઉધમશીલ છે. તેને દેહાધ્યાસયુક્ત ભય નથી કે તપાદિ કરવામાં દેહને કષ્ટ પડશે. વળી તે એમ નથી કહેતો કે આપણા શરીર પણ બળવાન નથી કે વધુ કષ્ટ કરી શકીએ. તેને તો ભવનો ભય છે. તેથી તપાદિમાં કષ્ટ નહિ પણ કર્મ નષ્ટ થાય છે તેમ માને છે. ૨. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ સ્વાધ્યાય અને ધ્યાનમાં અનુરક્ત છે. વાસ્તવમાં સાધકનું ધ્યેય નક્કી છે તેને સંસારથી મુક્ત થવું છે, તેથી તેના સાધનોનું સેવન કરે છે મુક્તિના સાધનો સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, અને સમ્યગુચારિત્ર છે. તેમાં પ્રથમ શ્રદ્ધા તત્ત્વ છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનાં સમ્યગ દર્શનમ.” જિનપ્રણિત નવતત્ત્વાદિની યથાર્થ શ્રદ્ધા એટલે તેમાં શેય, ઉપાદેય, હેયનો વિવેક રાખવો. સમ્યગ્દષ્ટિનું અંતર એ જ પ્રમાણે વર્તે છે. આત્મહિતને કરનારા તત્ત્વોને જાણે છે, આદરે છે, ઉપાસે છે, શ્રદ્ધે છે. અહિત કરનાર તત્વોને ત્યજે છે. આત્માને જાણે છે, ઉપાસે છે. અજીવને જાણે છે, ત્યજે છે. ટૂંકમાં ય : જાણવા યોગ્ય જીવ-અજીવ. ઉપાદેયઃ આદરવા યોગ્ય, સંવર, નિર્જરા, મોક્ષ. અપેક્ષાએ ઉત્તમપુણ્ય જે ધ્યેય પ્રાપ્તિ થતાં છૂટી જાય છે. હેય : ત્યજવા યોગ્ય, પાપ, આસવ, બંધ. સમ્યગુષ્ટિ પાસે આ ગુરુચાવી છે, જેથી દઢ શ્રદ્ધાબળે આત્મવિકાસને પંથે આગળ વધે છે. અગ્નિ સ્પર્શની વેદનાથી જીવ જાગતો રહે છે તેમ સમ્યગુદૃષ્ટિ રાગની આગથી જાગૃત રહી આ વિવેકને જાળવે છે. પ્રશમરતિ ૧૧૩ આત્મસાધકની તેર વિશેષતાઓ Page #119 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર : “સમક્તિ વિણ ચારિત્ર નહિ ચારિત્ર વિણ નહિ મુક્તિ'' ચારિત્રરહિત ગમે તેટલા આરાધનાના ઉપાય યોજે પણ તે આ લોકમાં ઉપર, નીચે કે આડે અર્થાત ગતિચતુષ્ટય પામે સ્વરૂપચતુષ્ટય તો ચારિત્રથી પામે કારણકે તે એક અદ્ભૂત નિષ્પાપ જીવન છે. જે પરિણામે મુક્તિ દાતા છે. તપ ઃ ઈચ્છાઓનું, વાસનાઓનું શમી જવું, તૃપ્ત થવું. ધર્મારાધના માટે દેહને ટકાવવા જેટલી જરૂરિયાત પૂરી થતાં, તે મહાત્મા તપમાં લીન બને છે અને સકામ નિર્જરા થતી રહે છે. સ્વાધ્યાય : આ તપમાં સાધક, મહાત્મા પ્રમાદને પેસવા દેતા નથી. તપને વધુ ઉજ્જવળ ક૨વા સ્વાધ્યાયને પ્રાણ સમજે છે. ગુરુગમે વિનયપૂર્વક સૂત્ર અર્થને ભણે છે, પુનરાવર્તન કરે છે. પુનઃ પુનઃ તેમાં જ મગ્ન રહે છે. આવા સત્પુરૂષો પાસે સત્સંગ કથા જ હોય છે ત્યાં સંસારકથા તો નામશેષ થઈ હોય છે. જ્ઞાન-ધ્યાન : આ સ્વાધ્યાયના જ્ઞાનરસ-સુધારસનું પાન કર્યા પછી સાધકને અન્ય પ્રયોજન નથી તે તો ધર્મધ્યાનમાં ઝૂલતા હોય છે. આમ પ્રથમ વિધેયક-ઉપાદેયતાના નિમિત્તો દર્શાવ્યા છે. ત્યાજય શું છે તેની વિશેષતા હવે બતાવે છે. 3. સાધક હિંસા, અસત્ય, ચોરી, મૈથુન પરિગ્રહની મૂર્છાથી વિરક્ત છે. આ સાધક - સાધુ વ્રતથી યુક્ત છે અને અવ્રતથી વિરકત છે. હિંસાત્યાગ : અન્ય જીવની કે તેના પ્રાણોની હાનિ થાય તો પોતાના પ્રાણ જતા કરે કારણકે મહાત્મા-મુનિનો ધર્મ જીવરક્ષાનો છે. સાધકમાત્ર માટે આ હેતુ ઉપાદેય છે. કોઈને વધ, બંધન, છેદ કે માનસિક પીડા આપવા જેવા હિંસકભાવયુક્ત કાર્ય સાધક કરે નહિ. હિંસાયુક્ત ક્રિયા કે ભાવ થાય તેવો પ્રમાદ તેઓ સેવતા નથી. રાગાદિ ભાવ તે પરમાર્થ ભાવ હિંસા છે, તેવો બોધ ગ્રહણ કરવો. અસત્ય ત્યાગ : સાધકની વાણી મૃષા-અસત્ય ન હોય. હિત પરિમિત અને સૌમ્ય વાણી સત્ય છે. પરમાર્થથી પરપદાર્થોને મારા કહેવા તે અસત્ય છે. હિતાવહ વાણીનું વરદાન માનવને મળ્યું છે. તે અસત્યના શ્રાપમાં શા માટે ફેરવવું ? શ્રાપ એ અર્થમાં કે અસત્ય વાણી વદનારનો ભવાંતરે વાણી ન મળે તેવી ગતિમાં જન્મ થાય છે. શાસ્ત્રના વિધાનની કે ગુરુવાણીની ઉત્સૂત્રતા કરવી એ પાપજનક છે, અસત્ય છે. પ્રશમતિ આત્મસાધકની તેર વિશેષતાઓ ૧૧૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ ચોરીત્યાગ : પરધનકરણ : અન્યોન્ય સ્વેચ્છાએ વસ્તુની આપ-લે કરવી તે વ્યવહાર પ્રયોજન છે. પરંતુ માયા કપટથી અન્યની વસ્તુ કે ધનાદિ પોતાના કરી લેવા તે ચોરી કે પરધનહરણ છે. માલિકની રજા સિવાય વસ્તુ લેવી તે ચોરી છે. સવિશેષ દેહભાવને પોષવા પુદ્ગલો ગ્રહણ કરવા તે પરમાર્થથી ચોરી છે. દેવગુરુની આજ્ઞાથી વિપરીત વસ્તુઓને ગ્રહણ કરવી તે પરમાર્થથી ચોરી છે. જેનાથી આ સાધક મુક્ત છે તે આ માયાજાળમાં ફસાતો નથી. મૈથુન (અબ્રહ્મ) ત્યાગ : સાધકની વિશેષતા બ્રહ્મવ્રત છે. એટલે વેદ-વાસના-વિષય, કામક્રીડાથી સાધક વિરકત છે. વેદોદય સામે સાધક સાવધ છે. આત્મભાવમાં લીન રહે છે. મમત્વ-પરિગ્રહ ત્યાગઃ ધનાદિમાં મૂછ તે મમત્વ. પુણ્યયોગે મળેલી સામગ્રીમાં મારાપણાનું અહં અને મમત્વ તે દુઃખદાયક છે. સાધુને ઉપકરણાદિ કે સાધકને ધન્યધાન્યાદિ હોય તો તેને સાચવવા વગેરેમાં મમત્વ ભાવ ન હોય. તે મેળવવાના ભાવ થાય ત્યારે મળે તો રાજી અને ના મળે તો નારાજ, આ સર્વ પરિગ્રહ મૂછથી સાધક વિરકત છે. ૪. આહાર શુદ્ધિ : - સાધુજનોને નવકોટિ શુદ્ધ ભિક્ષા હોય, ઉપરાંત નિર્દોષ આહાર હોય, સાધક પણ અભક્ષ્ય આહાર, કંદમૂળ જેવા પદાર્થો, વધુ દોષવાળા પદાર્થો કે વ્યસનો ગ્રહણ ન કરે. ૫. જિનવાણીનો ચાહક : સર્વજ્ઞ પ્રણિત અર્થ, સૂત્રો, પરંપરાગત ઉપલબ્ધ શાસ્ત્રોને ભણે, ભણાવે, આદર કરે. જિન પ્રણિત ઉત્પાદ, વ્યય, ધ્રુવના સિદ્ધાંતને જાણી સંસારથી વિરકત થઈ મોક્ષમાર્ગની આરાધના કરે, જીવાદિ નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા અને તત્વ બોધ ગ્રહણ કરે તે પ્રમાણે આચરણ કરે, તો સાધુ કે સાધક આત્મનિષ્ઠ થઈ ભવમુક્તિ પામે. પદાર્થમાત્રના પરિવર્તનનેપર્યાયોને જાણે, અને ક્ષણિકતાનો બોધ પામે. દ્રવ્યની નિત્યતા જાણે અને તેનું અવલંબન લઈ આત્મનિષ્ઠ બને તે સાધકની વિશેષતા છે. ૬. લોક્ના પરમાર્થને જાણનાર : લોક એટલે જીવાદિ ૬ દ્રવ્યોનું સ્વતંત્ર અસ્તિત્વ અને પરિણમન જેમાં છે તે લોક (ક્ષેત્ર). જેને ચૌદરાજલોક કહે છે. તેમાં ચાર ગતિ છે, ચોર્યાશીલાખ જન્મસ્થાનો છે. જેમાં નિગોદ-સૂક્ષ્મ જીવોથી માંડીને મહાકાય પ્રશમરતિ ૧૧૫ આત્મસાધકની તેર વિશેષતાઓ Page #121 -------------------------------------------------------------------------- ________________ જીવો વસે છે. જેમાં નારક, તિર્યાય, મનુષ્ય અને દેવોનો સમાવેશ થાય છે. લોકાગ્રે મુક્તાત્મા, સિદ્ધાત્મા વસે છે. જેઓ સંસારની કર્મજનિત વિષમતા અને વિચિત્રતાથી મુક્ત છે. સાધક લોકના સ્વરૂપને જાણીને હેય અને ઉપાદેયનો વિવેક રાખે છે. પરમાર્થ ગ્રહણ કરે છે. જીવ ચૈતન્ય સ્વરૂપે સમાન હોવા છતાં અજ્ઞાનવશ કર્માધીન વિષમતાથી ગતિ આદિ, સુખદુઃખાદિ ભેદ જણાય છે. સ્વભાવે જીવ માત્ર પૂર્ણાનંદરૂપ અને સુખમય છે. તેથી સાધુ કે સાધક પૂર્ણાનંદરૂપ સ્વરૂપને ચાહે છે. સ્વસ્વરૂપમાં લીન થઈ સિદ્ધતા પામે છે. વળી જ્ઞાની-યોગી જાણે છે કે આ સંસારમાં અનંતવાર જન્મ લીધો પણ કયાંય સુખ પામ્યો નહિ. તેથી જગતના કોઈ પ્રલોભનો તેમને ચલિત કરતા નથી. . ચારિત્રની પવિત્રતા : - સાધુ શીલવાન હોય, બ્રહ્મચર્યવ્રત નવ વાડ યુક્ત છે. પરંતુ ચારિત્રની શીલતા તો અઢાર હજારની સમૃદ્ધિ યુક્ત હોય છે. તમને થશે કે શીલના અંગોનું આ કેવું સામર્થ્ય? તો ટૂંકમાં જાણો. ૧૦ યતિધર્મ ૪ સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહનો ત્યાગ. ૪૦. ઈન્દ્રિય - સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ, શ્રવણ, પંચેન્દ્રિય વિજેતા. ૨૦૦ ૧૦ કાય -પૃથ્વીકાય, અપ (પાણી), તેઉ (અગ્નિ), વાઉ, વનસ્પતિ, દ્વિન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવ વસ્ત્રાદિ (મૂળમાં પૃથ્વીકાયાદિ છે) ૨૦૦૦ ૩ યોગ - મન, વચન, કાયા ૬૦૦૦ ૩ કરવું, કરાવવું, અનુમોદવું. ૧૮,૦૦૦ શીલાંગાચાર દસ યતિધર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ (શુદ્ધિ), તપ, સંયમ, સત્ય, પવિત્રતા (શોચ), અકિચન્ય, બ્રહ્મચર્યનું પાલન. આ ક્ષમાદિ ગુણમાં વર્તતો સાધક સંજ્ઞા કે ઈન્દ્રિય વિષયનો નિગ્રહ પ્રશમરતિ ૧૧૬ આત્મસાધકની તેર વિશેષતાઓ Page #122 -------------------------------------------------------------------------- ________________ કરે છે. વળી પૃથ્વીકાયાદિના જીવોની હિંસા થાય તેવા આરંભ સમારંભ કરતો નથી, કરાવતો નથી કે અનુમોદન આપવા માટે મનાદિ યોગને જોડતો નથી. અહીં તો અઢાર હજાર શીલના અંગોના મર્યાદિત અધ્યવસાય દર્શાવ્યા છે. શ્રમણો અપ્રમત્તભાવે ધીર અને વીરપણે રહી સર્વતોમુખી આરાધના કરે છે અને મુક્તિ પામે છે. સામાન્ય સાધકે ભાવના તો આ જ કરવાની છે. અને ભૂમિકા પ્રમાણે આરાધના કરવાની છે. ૮. પરિણામની અપૂર્ણતા : અર્થાત્ અધ્યવસાયની વિશુદ્ધ ધારા અપૂર્વકરણ સમ્યકત્વ અને શ્રેણિમાં હોય છે. પૂર્વે કયારેય પણ આવું શુદ્ધિકરણ થયું નથી. તે વિશુદ્ધ ઉપયોગની ધારા બાહ્ય કોઈ અવલંબન પર આધારિત નથી. પૂર્વશ્રુત અને સ્વાત્મામાંથી એ પવિત્ર ઝરણું વહે છે. સાધુજનોના સંયમની પવિત્રતાનું અપૂર્વ પરિણમન ચરમસીમાનું હોય છે. તેથી સાધક કયાં તો સમ્યકત્વ પામે છે, આખરે શ્રેણિએ આરૂઢ થઈ મુક્તિ પામે છે. ૯. શુદ્ધના લક્ષની શુભ ભાવનાઓ : પાંચ મહાવ્રતોમાં દઢ રહેવા દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે. આ ઉપરાંત અનિત્યાદિ બાર ભાવના, ચાર મૈત્રી આદિ ભાવના, આ તો આત્માનો વૈભવ છે, અનેક ભાવનાથી ભરપૂર છે. આથી મહાવ્રતધારીને કોઈ પણ સમયે કોઈ ભાવના તો ચાલુ જ હોય. તેથી મહાવ્રત કષ્ટદાયક ન લાગે, વળી પ્રમત્તદશામાં ભક્તિ આદિ શુભભાવ હોય ત્યારે પણ જેટલા કષાયનો અભાવ છે તેટલી શુદ્ધતાથી નિર્જરા ચાલુ છે. ૧૦. શાસ્ત્ર સિદ્ધાંતોમાં ભાવનાજ્ઞાનનું ભાવન : ભાવનાજ્ઞાન પરિણતિરૂપ છે. તે પહેલા સાધક શ્રુતજ્ઞાન દ્વારા સિદ્ધાંતોને જાણે છે, તેના પર ચિંતન કરે છે તે ચિંતાજ્ઞાન છે, તે ચિંતનમાંથી જે શુદ્ધ અંતરધારા પ્રગટી તે ભાવનાજ્ઞાન છે. તે ધારામાં સાધક આત્માનંદને, સ્વસંવેદનને અનુભવે છે. તે સિવાય હું વિદ્વાન, શાસ્ત્રજ્ઞ છું તે ફોગટ પ્રલાપ છે. ભાવનાજ્ઞાન તો અનુભવાત્મક છે. ૧૧. વૈરાગ્ય-વીતરાગતાનું સુખ ઃ સાધક સાધનાની વિશેષતામાં આગળ વધતો જાય છે. પૂર્વે વિવિધ ભાવોલ્લાસ દ્વારા, હવે વૈરાગ્યપથમાં દઢ થયો છે. સાધુ-મુનિજીવનના પ્રાણ વૈરાગ્ય છે. પ્રથમ અંક છે તો પછીના મીંડાનું માહાભ્ય વધે છે. તેમ પ્રશમરતિ ૧૧૭ આત્મસાધકની તેર વિશેષતાઓ Page #123 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય સમેત જ્ઞાન, ધ્યાન, તપ, જપ, ભક્તિ, યુક્તિ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, સર્વે નિર્જરારૂપ બને છે. વિરતિને પ્રકાશિત કરનાર વૈરાગ્ય છે. વૈરાગ્યરહિત વિરતિ મેરૂ પર્વત પર એક ઓઘો વધુ મૂક્વા જેવી છે. આ વૈરાગી કેવો છે ? રાગના પ્રબળ નિમિત્ત છતાં રાગ વૈરાગીના મનને ડોલાવે નહિ. વૈરાગ્યમાં આત્મા તૃપ્ત થાય તેવું સુખનું સંવેદન છે. જડ કે ચેતન પદાર્થો પ્રત્યે સાધુ-સાધકને આકર્ષણ નથી. તે જ્ઞાન ધ્યાનમાં લીન છે. આત્માનંદમાં લીન હોય તેને રાગના સાધનોમાં આગ દેખાય. પછી તે પ્રત્યે આકર્ષણ શું ! આખરે આ વૈરાગ્ય પૂર્ણપણે પ્રગટ થતાં મુનિરાજ કેવલ્યના પરમસુખના ધામમાં સ્થિત થાય છે પછી અનંતકાળ એ શાશ્વત સુખના સ્વામી થાય છે. આ વીતરાગતાનું આખરી પ્રદાન છે. ૧૨. સંસારવાસથી પરાડ મુખ (વિમુખ) સાધક વીતરાગતામાં દુઃખ વગરના સુખનો અનુભવ કરે છે. તેને સંસારના દુઃખ ગભરાવતા નથી પણ સંસારના સુખ પ્રત્યે તે કાયર છે. એ સુખ પાછળ દુઃખ દોડતું આવે છે, એ જ્ઞાની-યોગીને સમજાય છે. સંસારના ભયાનક સ્વરૂપનો અનુભવ છે. ચારે ગતિના દુઃખોની વાસ્તવિકતા જાણે છે, તેથી સંસારવાસથી પરાડ·મુખ થાય છે. ૧૩. મોક્ષને જ સ્વહિત જાણનારા ઃ ભલે દેહ છે ત્યાં સુધી દેહને નિભાવે છે પરંતુ જ્ઞાની-યોગીનું મન તો સ્વરૂપમાં રમે છે. દેહનું દમન, કષાયોનું શમન, વિષયોનું વમન કરવામાં સ્વહિત જાણે છે. મન, વચન, કાયાના યોગને તે માર્ગે વાળે છે. ઉપયોગ ભાવમાં મુક્તિ ઝંખે છે. “એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ, કામ એમ આત્માર્થનું બીજો નહિ મન રોગ.' : × ૧૦. આત્મસાધકનું ચિંતન-ચિંતા : XILIA પ્રશમરતિ -શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ દ્વારા આત્મ સાધકની વિશેષતા જાણી. સાધક હવે પૂર્ણતા પામવાની ચિંતા સેવે છે કે દીર્ઘકાળે પુણ્યયોગે માનવદેહ મળ્યો, પૂર્વે પણ મળ્યો હતો છતાં મારો પ્રમાદ કેવો કે હજી મારું પરિભ્રમણ ટળતું ૧૧૮ આત્મસાધકનું ચિંતન-ચિંતા Page #124 -------------------------------------------------------------------------- ________________ નથી? આ સંસારની ચારગતિમાં મને શું મળે છે કે દુઃખ પડવા છતાં હું એ પળોજણ છોડી શકતો નથી ? શાતા અશાતાને આધીન, મરણને આધીન, સ્વજન ધનાદિને આધીન વળી તે સર્વ ક્ષણભંગુર છતાં તેમાં સુખની કલ્પના કરું છું. વળી વીતેલા આયુષ્યની એક પળ ઈન્દ્ર જેવા સમર્થ પણ પાછી મેળવી શકતા નથી તો તારું શું ગજું? એ સમયનો આજ દિન સુધી તે શું સઉપયોગ કર્યો ? કંઈ નહિ, થયું તે થયું હવે, ચેતી જા. વરસ દીનાકી ગાંઠની ઉજવે ગાય બજાય, મૂરખ મન જાણે નહિ વરસ ગાંઠ કો ખાય.” ભાઈ ! તું તારા સાઈઠ કે પંચોતેર વર્ષ ઉજવે, કદાચ શતાબ્દી પૂરી કરે, પછી શું? મુઠ્ઠી બાંધી આવેલો ખાલી હાથે જવાનું? આયુ ઘટે વય વધે તેમાં તું શું ઉજવે છે? જન્મની પળથી મૃત્યુનો પ્રારંભ થઈ જાય છે. સાઈઠ સીત્તેર કે સો વર્ષની આયુષ્યની ગાંસડી લઈ આવ્યો હતો તે વય વધતા ઘટતી જાય છે. “ક્ષણ ક્ષણ કરતા તો મારું આયુ વહી જાય, દિવસ ને રાત મને એમ કહી જાય.” સાધક ચિંતવે છે કે ભૂતકાળ ગયો, વર્તમાન પ્રમાણે ભાવિ ઘડાશે, માટે વર્તમાન જ સાધી લેવા જેવો છે. તે સાધ્ય તો શુદ્ધાત્મા કે સિદ્ધત્વ છે. સાધન સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે સાધનને સેવવા માટે સત્પુરૂષાર્થ છે. જે વર્તમાનમાં જ થઈ શકે છે. પુણ્યયોગે હજી તને દેહાદિ સાનુકૂળ છે. ભૂમિકા પ્રમાણે ઔચિત્ય આરાધન, તપ, જપ, ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સદ્ગુરુની નિશ્રા વગેરે મળ્યા છે. માનવજીવનની આંખની પલક જેટલો સમય રત્નચિંતામણિથી અધિક મૂલ્યવાન છે. તે જડ પદાર્થોને કંઠે બાંધ નહિ પણ આત્મસ્વરૂપમાં જોડી દે પછી જીવન સાર્થક છે. ૬ ૧૧. વિનય મૂલો ધમ્મો : સાધકનું સાધ્ય સિદ્ધત્વ કે શુદ્ધાત્મા છે. તો સાધન પણ તેવા જ જોઈશે. તે સાધનની પ્રાપ્તિની સુલભતા માટે સાધકને ગુણાત્મક ભાવના જરૂરી છે. શાસ્ત્રકારોએ પરમાર્થ માર્ગમાં વિનયને પણ ધર્મનું મૂળ કહ્યું પ્રશમરતિ વિનય મૂલો ધમ્મો ૧ ૧૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ છે. આ વિનયમાં ઘણી વિવિધતા છે. તેમાં એક પ્રકાર શ્રુતવિનય છે જે અન્ય વિનયનું માધ્યમ બને છે. વાસ્તવમાં સદ્ગુરુનું સાન્નિધ્ય-યોગ પરમાર્થમાર્ગમાં મૂળ હેતુભૂત છે. તેવો યોગ ક્વચિત મળતો હોય છે, મળે તો વિનય દ્વારા ગુરુગમ પ્રાપ્ત થાય ત્યારે શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાનનો સહજ ક્ષયોપશમ થાય, તે આત્મજ્ઞાનરૂપે પ્રકાશ આપે છે. તેમાં ગુરુવિનયની મુખ્યતા છે. જિનવર કથિત તત્ત્વબોધને પામવા સાધક સદાય તત્પર હોય છે તે માટે આગમ-શાસ્ત્રો આધારભૂત છે. જેમાં આત્મા, પરમાત્મા, સંસારમોક્ષ, જીવ-અજીવ વગેરેનાં સૂક્ષ્મ સ્વરૂપનો બોધ મળે છે. તે સાધકને આત્મહિતાર્થે પ્રેરક બને છે. - જ્ઞાની ગુરુ જાણે છે કે આ વિનીત શિષ્યનું કલ્યાણ શામાં છે ? તે પ્રમાણે તે જ્ઞાનાદિની આરાધના કરાવે છે. સાધક સ્વરૂપમાં સ્થિર થવા જેવો સ્વાવલંબી ન બને અને સામાન્ય સ્મૃતિજ્ઞાનના અહમાં આવી જાય તો કદાચ શાસ્ત્રજ્ઞાનનો ક્ષયોપશમ થાય પણ આત્મજ્ઞાન તો અલભ્ય થઈ જાય. વળી મોક્ષમાર્ગમાં શાસ્ત્રજ્ઞાન અવલંબન છે પણ આત્મજ્ઞાનનું પૂર્ણત્વ થવું તે સ્વરૂપ પ્રાપ્તિ છે. અર્થાત્ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી. આત્મજ્ઞાનથી નિવેડો છે. આત્મજ્ઞાન માટે શાસ્ત્રજ્ઞાન અવલંબન છે. નદી તરવા નાવ લેવી પડે, કિનારો આવે ત્યારે નદીમાંથી બહાર ઉતરાય. અધવચ્ચે નાવ છોડી દે તો ડૂબી જાય તેમ ગુરૂગમનું જાણવું. માટે વિનીત થઈ ગુરુ આજ્ઞાને શિરસાવંદ્ય માનવી. તેવા વિનીત શિષ્યો આત્મકલ્યાણ તરફ વેગથી પ્રયાણ કરતા હોય છે. વિનયવાનનું જીવન, કૂળ, વિદ્યા, વર્તન સર્વદીપી ઉઠે છે. અરે સંસારીને પણ વિનયથી ધન, માન, વિદ્યા, યશ ટકે છે, વિસ્તરે છે. પરમાર્થ માર્ગમાં હેય-ઉપાદેયના વિનય વડે પરંપરાએ મુક્તિ સુધી પહોંચાય છે. આ વિનયગુણમાં બાધક અહંકાર અને દંભ છે. માટે અધ્યાત્મસારમાં ગ્રંથકારશ્રી પ્રકાશે છે કે, “હે મુનિ તમે મોહ અને દંભનો ત્યાગ ક્રો, દંભ સાથે અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ સંભવ નથી. આત્માને હિતકારી ઉપાદેય છે. અહિતકારી દેય છે, આ વિવેક સાધન્ને આત્મસાત હોય છે.” કદાચ તમે મોટા પદ પર હશો તો તમારી સામે જીવો નમ્ર બની રહેશે, પણ પાછળ તો અસદ્ભાવ જ હશે. તેમાં શો લાભ? વળી અહંને કારણે પદ પરથી ઉતર્યા પછી આલોકમાં પણ તારા સામું જોશે નહિ, પ્રશમરતિ ૧૨૦ વિનય મૂલો ધમ્મો Page #126 -------------------------------------------------------------------------- ________________ પરલોકમાં તું ન માને કે માને પણ પરિણામ ફળ્યા વગર રહેશે નહિ. વિનીત બનો સુવિનીત બનો, તમારો સૌ આદર કરે, તમે પણ સૌનો હાર્દિક આદર કરો. સુવિનીત એને કહેવાય કે જે અનાદર કરનાર પ્રત્યે પણ સદ્ભાવ રાખે છે. વિનય અને પ્રશમભાવના વરેલા સાધકની જાદુઈ કળા છે. માન અપમાન, વંદક નિંદક, સૌને માટે સદ્ભાવ, પ્રેમ ઉદારતા હોય છે. પ્રશમરસ તો અહંથી ઉજ્જડ બનેલી ભૂમિને-જીવનને પણ નવપલ્લવિત કરે છે. પ્રથમ તો અમૃત છે. પવિત્ર સરિતાનું વહેણ છે. જે તેને ઝીલે છે તે તો પરમાનંદને પામે છે. તેવા સુવિનીતનો-પ્રશમરસના ધારકનો સંગ કરનાર પણ પાવન થાય છે તેવો વિનિયોગ બને છે. જેમ સતી સ્ત્રી આભૂષણો કે વસ્ત્રાલંકરથી જેટલી શોભતી નથી તેટલી શીલથી શોભે છે. શીલ જ તેનું આભૂષણ છે. તેમ સાધકના આભૂષણો શ્રતવિનય, ગુરુવિનય જેવા અભિગમથી શોભે છે. માટે સાધકમાત્રે પોતાના શ્રુતજ્ઞાન અને ચારિત્રને વિનયના, પ્રશમના ત્રાજવે તોલી જોવું? સાધકે સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર તે ત્રાજવેથી માપી જોવું. સપ્રમાણ તોલ સાધકને આધ્યાત્મિક સંપત્તિના શિખરે આરૂઢ કરે છે. વિનીત આરાધક ગુરુનિશ્રામાં આરાધન ક્રે છે. જ્ઞાનીજનો કહે છે કે વિનીત શિષ્ય સદ્ગુરુને આધીન થઈ વર્તે તો અંતર્મુહૂર્તમાં જ્ઞાન પામે જે સ્વબળે કોટિગમે પ્રાપ્ત કરી શકતો નથી. આ પારતંત્રમાં આત્મા જયોતિ પ્રગટવાનું સ્વાતંત્ર્ય સમાયેલું છે. કારણ કે અનાદિકાળનો અહંકારનો સંસ્કાર સ્વમતિએ નિવર્તન પામતો નથી. શિષ્ય તન, મન, ધન સદ્ગુરુને અર્પણ કરવા. સદ્ગુરુને શિષ્યના તન, મન, ધનની જરૂર નથી પણ શિષ્યનો અહંકાર તોડવાનો બોધ આપે છે. સમર્પણ ભાવ શિષ્યનો અહંકાર દૂર થવામાં પ્રબળ હેતુ છે. સવિશેષ ભક્તિમાં જેમ પ્રભુનું પુષ્ટ અવલંબન છે તેમ જ્ઞાનમાર્ગમાં ગુરુનું અદ્વિતીય સ્થાન છે. કારણ કે ભક્તિ સમર્પણના હેતુવાળી છે. જ્ઞાનમાર્ગ પુરૂષાર્થના હેતુ વાળો છે તેમાં ચૂકી જવાના અનેક નિમિત્તો છે. સ્થૂલભદ્રનું દષ્ટાંત શાસ્ત્ર વિદિત છે. માટે શાસ્ત્ર અધ્યયનમાં તેના અર્થ અને ગૂઢ રહસ્યો, શંકાના સમાધાનમાં, કાળાદિનું પ્રમાણ આદિમાં ગુરુજનોજ્ઞાનીઓ નિર્ણાયક છે. તેમને સમર્પિત થવું. શિષ્યનું કલ્યાણ જ્ઞાનથી, તપથી, કે ધ્યાનથી કેવી ભૂમિકામાં છે તે પ્રશમરતિ વિનય મૂલો ધમ્મો ૧ ૨૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની ગુરુ જાણે છે. માટે જ્ઞાનપિપાસુ શિષ્યે તેવા જ્ઞાનીગુરુનું સાન્નિધ્ય મેળવવું. ગુરુ જ્ઞાની, વાત્સલ્યયુક્ત હોય અને શિષ્ય વિનીત હોય એટલે દૂધમાં સાકર ભળે તેવું થાય છે. તેવા ગુરુનું સાન્નિધ્ય મેળવવાની જિજ્ઞાસા અને વિનયગુણ પ્રગટશે ત્યારે તમને તેવા સદ્ગુરુની પ્રાપ્તિ થશે. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, પે'ખે પરમ નિધાન, જિનેશ્વર, હૃદયનયણ નિહાળે જગ ધણી, મહિમા મેરૂ સમાન, જિનેશ્વર. -ધર્મજીન સ્તવન, શ્રી આનંદઘનજી જેણે ગુરુની આજ્ઞા શિરસાવંદ્ય જાણી છે તે સુપાત્ર ગુરુમાં રહેલા સઘળા જ્ઞાનનો પાત્ર બને છે. કદાપિ ગુરુના કડવા વેણ પણ હિતકારી લાગે છે. તેમના બોધામૃતમાં પાવન થયેલો પોતાનામાં રહેલું નિધાન અનુભવે છે. વાસ્તવમાં અહિતકારી ક્રિયાનુષ્ઠાનના અજ્ઞાનને-ક્સ્ટને દૂર કરવા જ્ઞાની સમર્થ છે. ક્યારેક કોમળતા અને ક્યારેક ઠોરતા જરૂરી હોય છે, ત્યારે તેનો ભેદ ન રાખતા તે બંને ભાવને હિતકારી જાણવા. કુંભાર માટીનો ઘડો ઘડે ત્યારે અંદરનો હાથ કોમળતાથી ફરે અને ઉપર ટપલા મારે પછી તે ઘડાને ભઠ્ઠીમાં નાંખે ત્યારે ઘડો સુંદર આકાર પામે, તેમ ગુરુ શિષ્યને પ્રમાદ કરતો જોઈ કઠોર વચનો ક્લે, અને અધ્યયન સમયે વાત્સલ્યથી જ્ઞાનનો બોધ આપે પછી ક્સોટિ કરી તપાવે ત્યારે ઘડાની જેમ શિષ્ય મોક્ષમાર્ગને યોગ્ય આકાર પામે છે. ગુરુજનના આવા કરૂણાભાવને નહિ સમજનારો શિષ્ય વિકલ્પમાં પડે અને સ્વચ્છંદપણે વર્તે, ગુરુનો આદર ન રાખે તો પતન થાય. ગુરુનું સાન્નિધ્ય ચંદન જેવું શીતળ હોય. શિષ્યના તાપ પાપ બધું જ તેનો સ્પર્શ પામી શીતળતા, પ્રશમભાવ અનુભવે છે. કચિત કોઈ સમયે બહાર ઉષ્ણતા જણાય તો પણ તેના અંતરમાં ચંદનની શીતળતા જેવું હોય છે તેમ તું જાણીને શીતળતા સન્મુખ થજે. જો કે આ લોકમાં માતા-પિતા, વડીલો વગેરે ઉપકારી છે પરંતુ સદ્ગુરુનો ઉપકાર તો આ ભવ અને ભવાંતરે પણ ઉપકારી છે. અરે તારી મુક્તિ સુધી તેમનો પ્રભાવ તને ભીંજવતો રહેશે. માતા-પિતા ભૌતિક રીતે ઉપકારી છે. પરંતુ ગુરુજનોની પવિત્રતા, નિષ્કામતા પરમાર્થ માર્ગમાં ઉપકારી છે. જેમ મોક્ષમાર્ગમાં દર્શન મૂલો ધમ્મો છે. તેમ ગુરુગમ લેવા વિનયધર્મ પ્રશમરતિ ૧૨૨ વિનય મૂલો ધમ્મો Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન છે. લાખો શાસ્ત્ર ભણે આત્મજ્ઞાન ન પગટે તે ગુરુવિનય વડે અંતર્મુહૂર્તમાં (થોડા સમયમાં) પ્રગટે. વિનય કેવો હોય ? આવો વિનીત સાધક પૂર્ણજ્ઞાન પામ્યા પછી પણ વિનયધર્મને ચૂકતો નથી. છતા નિરાકુલ છે. હું શુદ્ધ બુદ્ધ શુદ્ધાત્મા છું. આવું દિવ્યજ્ઞાન આત્મામાં પ્રગટ થાય છે ત્યારે આત્મા પૂર્ણાનંદને પ્રાપ્ત કરે છે. એના મૂળમાં ગુરુજનો પ્રત્યેના અનહદ આદરમાંથી સ્વાત્મામાં પ્રગટેલું ક્ષયોપશમ સમ્યજ્ઞાન છે. ગુરુજનોના કૃપામૃતમાંથી પ્રગટેલું એ આત્મજ્ઞાન પૂર્ણતા પામે છે. તે ભલે જ્ઞાનરહિત અવસ્થા હોય પરંતુ તેનો પ્રારંભ તો એ દિવ્યજ્ઞાન આપનારા ગુરુ આજ્ઞાની અપૂર્વ શ્રદ્ધાથી થાય છે. અંતમાં તે વિનીત સ્વાધીનતા પામે છે. આવું ગુરુ પાતંત્ર્ય અંતે સ્વતંત્રતામાં પરિણમે છે. જે સાધક આ વિનયમાર્ગ ચૂકી જાય છે તે કેવું પતન પામે છે તે હવે જોઈએ. ૬ ૧૨. અવિનીતનું પતન કોઈ વાર કાંઠે આવેલી નાવ ડૂબે તેવું આશ્ચર્ય સાધનામાર્ગમાં બને છે. થોડા આગમ-શાસ્ત્રપાઠનો અભ્યાસ થાય, વકતૃત્વ ક્ષયોપશમ થાય પછી ગુરુનિશ્રા ત્યજી દે ત્યારે કાંઠે આવેલી પેલી નાવ ડૂબે તેમ આવો અહંભય અવિનીત સાધક આત્મજ્ઞાનની પ્રાપ્તિ રહિત સંસારમાં ડૂબે છે. કારણકે ક્ષયોપશમ જ્ઞાન તે સ્મૃતિજ્ઞાન છે અનુભવજ્ઞાન નથી. વળી શાસ્ત્રોના અભ્યાસથી પ્રારંભની પવિત્રતાને યોગે કોઈ લબ્ધિ પ્રાપ્ત થઈ (આ કાળે એવું ક્વચિત બને છે એટલે એમાં મોટાભાગનો ભ્રમ છે) તો માનપાન વૃદ્ધિ પામે છે. મોહનીય રૂપાંતર પામી જીવને સમજાવે છે કે આ લબ્ધિનો, શક્તિનો, શાસ્ત્રજ્ઞાનનો ઉપયોગ જનઉત્કર્ષ માટે છે. તને કંઈ અપેક્ષા નથી ! શિષ્યોથી વિંટળાયેલા મહાશય સેવા લેવામાં શાતાગારવમાં ગરકાવ થાય છે, લબ્ધિના - રિદ્ધિના પ્રયોગમાં લોકસંપર્ક વૃદ્ધિ પામતા માનપાનમાં લુબ્ધ બને છે. અને લોકભાવના, શિષ્યોની ભાવનામાં ભિક્ષાચારીમાં રસાસ્વાદને પોષણ મળે છે. આમ શાસ્ત્રજ્ઞાનના જોરે આત્મજ્ઞાન રહિત અવિનીત ગારવથી પતન પામે છે. મોહનીયર્મની જાળમાં ફસાયેલા અવિનીત સાધક કે સાધુ પ્રશમરતિ ૧૨૩ અવિનીતનું પતન Page #129 -------------------------------------------------------------------------- ________________ અંધકારમય અજ્ઞાનમાં ફસાય છે. જેમ લોકમાં પ્રસિદ્ધિ મળે તેમ જાળમાં વધુ ફસાય છે. પછી સર્વાના વચન અને આજ્ઞા ગૌણ બને છે. વ્રતાદિ ગૌણ બને છે. સુખશીલતા પોષાય છે. અને નિશ્ચયની વાતો વહેતી કરી સ્વને અને પરને ભ્રમમાં નાંખે છે. હું શુદ્ધાત્મા છું. આ જે કંઈ થઈ રહ્યું છે તે તો તે તે સમયની અવસ્થા છે, જે નિરંતર બદલાય છે. આત્મા અવસ્થા જેટલો નથી. જ્ઞાતા, દેખા છે. આવું પોપટિયું રટણ પતન કરાવે છે. યદ્યપિ સર્વજ્ઞની વાણીનું વિધિપૂર્વક સેવન કરે તો તેમાં અભૂત પારમાર્થિક રસાયણ છે. તેમાં સ્વચ્છંદતા ભળે તો તે જન્મ મરણ રૂપે ફૂટી નીકળશે માટે વિનયપૂર્વક જ્ઞાની ગુરુને આધીન રહી પૂર્ણતા પામતા સુધી ભ્રમને ત્યજી સત્યને ગ્રહણ કરવું. અવિનીતનું એક અપલક્ષણ ગુરુ-જ્ઞાનીજનોના વચનની અવગણના. જેમ મેલેરીયાના દર્દીને સાકર કડવી લાગે, સર્પદંશવાળાને લીમડાનો કડવો રસ મીઠો લાગે, આ શારીરિક વિક્રિયાની જેમ અવિનીતને માનસિક વિક્રિયા હોય છે. પ્રથમ તો તેને જ્ઞાન, જાતિ, કુળ આદિનો અહમ્ છે, કષાયોની પ્રબળતા હિતકારી વચનોમાં પણ દ્વેષભાવ કરાવે છે. મોહનીયકર્મમાં ફસાયેલો સાધક સતુને (હિતને) અસત્ જાણે છે અને (અહિતને) હિત માને છે. તે દૂરંદેશી નથી, વર્તમાનમાં અહમૂના પોષણમાં ભાન ભૂલે છે. રાગાદિમાં, અહમુમાં, નિઃસત્વ બનેલો અવિનીત જ્ઞાની ગુરુને ઓળખી શકતો નથી. છતાં ગુરુની કરૂણા તેને ઉપકારી થાય છે. TIMMUNMIIIIIIIIIIIX ૧૩. કષાયો સહિત જેના દ્વારા આત્મા લેપાય તે વેશ્યા છે. TITL(11) . આત્માનું વિશિષ્ટ પરિણામ તે વેશ્યા છે. અર્થાત આત્માના એ પ્રકારના અધ્યવસાય તે વેશ્યા છે. લશ્યાના મુખ્ય બે પ્રકાર. ૧. દ્રવ્ય લેશ્યા ૨. ભાવ લેશ્યા. દ્રવ્ય લેશ્યા પૌલિક છે. તેને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. તેના છ પ્રકાર છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પા, શુકલ લેગ્યા. તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા છે પછીની ત્રણ શુભ લેશ્યા છે. ભાવ લેશ્યા : વર્ણાદિ નથી, કારણ કે તે જીવના પરિણામ છે. For Private ? ૨૪ કષાયો સહિત જેના દ્વારા આત્મા લેપાય ને લેહ્યા છે. તે પ્રશમરતિ Jain Educatchernational Page #130 -------------------------------------------------------------------------- ________________ જીવની સુગતિ કે દુર્ગતિનું કારણ બને છે. દ્રવ્ય લશ્યાનું નિમિત્ત પામી જીવમાં થતાં પરિણામ તે ભાવ લેશ્યા. શ્રી મલયગિરિજીએ વધુ સ્પષ્ટતા કરી કે મનાદિ યોગ હોય ત્યાં સુધી લેશ્યા હોય જ. વેશ્યા ઘાતી કે અઘાતી કર્મ નિમિત્તક નથી. તેરમા ગુણસ્થાનકે ઘાતી કર્મો નથી છતાં યોગ જનિત લેશ્યા છે. ચૌદમાં ગુણ સ્થાને અઘાતી કર્મ છે છતાં લેણ્યા નથી. એટલે યોગને આશ્રયી દ્રવ્ય લેગ્યા માનવી જોઈએ. મનોયોગના સહયોગથી ઉત્પન્ન થતાં પરિણામ તે ભાવ લેશ્યા. કૃષ્ણ, નીલ આદિ વર્ણો તે દ્રવ્યલેશ્યા, તેના નિમિત્તથી થતા પરિણામ છે, જે કર્મબંધનું નિર્માણ કરે છે. કષાયોદયથી રંગાયેલી યોગ પ્રવૃત્તિ તે ભાવ વેશ્યા છે. કષાય હોય ત્યાં લેશ્યા હોય. વેશ્યા હોય પણ કષાય ન હોય (કેવળજ્ઞાન). શુભ અશુભ બંને વેશ્યાઓના પરિણામ જઘન્યથી અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમ હોય છે. વળી તેમાં તરતમતા પણ હોય છે. છ લેશ્યાના પરિણામ : પ્રથમ ત્રણ અશુભ લેશ્યા છે. (૧) કૃષ્ણ લેશ્યા : પાંચ આસ્રવોમાં પ્રવૃત્ત, ત્રણ ગુમિઓથી અગુપ્ત, છ કાયની હિંસાથી અવિરત, તીવ્ર આરંભમાં પરિણત, ક્ષુદ્ર, સાહસિક, નિર્દય, નૃશંસ અને અજિતેન્દ્રિય જીવ કૃષ્ણ લેશ્યાવાળો જાણવો. (૨) નીલ ગ્લેશ્યા : ઈર્ષાળુ, કદાગ્રહી, અતપસ્વી, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વિષયી, દ્વેષી, રસલોલુપ, આરંભી, અવિરત, ક્ષુદ્ર અને સાહસિક જીવ નીલ વેશ્યાવાળો જાણવો. (૩) કાપોત લેશ્યા : વક્ર વચનવાળો, વિષમ આચારવાળો, કપટી, ગૂઢ, પોતાના દોષ છૂપાવનારો, પરિગ્રહી, મિથ્યાષ્ટિ, અનાર્ય, મર્મભેદી, દુષ્ટ વચન બોલનારો, ચોર મત્સર-સ્વભાવવાળો, જીવ કાપોત લેશ્યા વાળો જણાવો. દરેક લેગ્યામાં ભાવની તરતમતા હોય છે. આ ત્રણ લેશ્યા શુભ છે. (૪) તેજો વેશ્યા : નમ્ર, ચંચળતારહિત, નિષ્કપટ, કુતુહલરહિત, વિનીત, ઈન્દ્રિયોનું દમન કરનાર, સ્વાધ્યાયશીલ, તપસ્વી, પ્રિયધર્મા, દઢધર્મા, પાપભીરૂ, હિતૈષી જીવ તેજો વેશ્યાવાળો જાણવો. (૫) પદ્મ લેશ્યા : જેનામાં ક્રોધ, માન, માયા, લોભ અલ્પ હોય, પ્રશમરતિ ૧૨૫ કષાયો સહિત જેના દ્વારા આત્મા લેપાય તે લેગ્યા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ જેનું ચિત્ત પ્રશાત હોય, જે મનને વશ રાખતો હોય, મનોયોગ એ ઉપધાનવાળો હોય, અતિ અલ્પ ભાષી હોય, ઉપશાન્ત હોય અને જિતેન્દ્રિય હોય તે જીવને પદ્મ લેશ્યાવાળો જાણવો. (૬) શુકલ લેશ્યા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને જે ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવતો હોય, જેનું ચિત શાત હોય, જેનો આત્મા વશમાં હોય જે સમિતિ અને ગુપ્તિવાળો હોય, જે સરાગ સંયમી કે વીતરાગ હોય જે ઉપશાન્ત અને જિતેન્દ્રિય હોય તેને શુકલ વેશ્યાવાળો જાણવો. ઉપરની લેશ્યામાં પ્રથમની ત્રણ અશુભ લેગ્યા છે. મહઅંશે તે પ્રમાણે પરિણામ હોય છે. પછીની ત્રણ શુભ લેશ્યા છે તેના પરિણામ શુભ છે. દષ્ટાંત : લેગ્યા ઉપર ઉપનય ક્યા. છ મિત્રો ફરવા ગયા એમણે એક સ્થળે જાંબુનું વૃક્ષ જોયું. સહુને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. સહુના મનમાં જુદા જુદા વિચાર આવ્યા. પહેલા મિત્રે કહ્યું. વૃક્ષ ઉપર ચઢવાની મહેનત કોણ કરે? માટે વૃક્ષને કાપીને નીચે પાડો અને મજેથી ફળ ખાઓ. બીજા મિત્રે કહ્યું. આખા વૃક્ષને કાપી નાંખવાથી શું લાભ? વૃક્ષની મોટી મોટી શાખાઓને કાપીએ. ફળ મળી જશે અને વૃક્ષ બચી જશે, ત્રીજા મિત્રે કહ્યું મોટી મોટી ડાળો પણ શા માટે કાપવી જોઈએ? જે નાની ડાળીઓ ઉપર જાંબુ લાગેલા છે એ ડાળીઓ જ તોડીએ અને ફળો ખાઈએ વૃક્ષને વધુ નુકસાન નહીં થાય. ચોથા મિત્રે કહ્યું નાની ડાળીઓ શા માટે તોડવી જોઈએ? ફળના ગુચ્છાઓ તોડી લઈએ ! આપણે તો ફળ જ ખાવા છે ને ? ડાળીઓ તોડવાની જરૂર નથી. પાંચમા મિત્રે કહ્યું ગુચ્છા પણ તોડવાની જરૂર નથી. ગુચ્છામાં તો કાચાં પાકાં બધા ફળ હોય. આપણે તો પાકા ફળ જોઈએ છે, એટલે વૃક્ષને અને ડાળીઓને હચમચાવી નાંખો. પાકા ફળ ખરી પડશે. એ ખાઈશું. છઠ્ઠા મિત્રે સહુને પ્રેમથી સમજાવતાં કહ્યું શા માટે બિચારા વૃક્ષને કાપવું? શા માટે ડાળીઓ તોડવી? શા માટે વૃક્ષને હચમચાવવું? જુઓ, જમીન ઉપર અનેક પાકા ફળ પડેલા જ છે. તે લઈ લો અને ખાઓ. વ્યર્થ શા માટે વૃક્ષને નુકશાન કરવું. આ છ વેશ્યાઓને સ્પષ્ટતાથી સમજાવતી ઉપનયકથા છે. પહેલો પ્રશમરતિ ૧૨૬ કષાયો સહિત જેના દ્વારા આત્મા લેપાય તે લેશ્યા છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ મિત્ર એ કૃષ્ણ લેશ્યા છે. બીજો નીલ વેશ્યા, ત્રીજો કાપોત વેશ્યા, ચોથો તેજો વેશ્યા, પાંચમો પદ્મવેશ્યા અને છઠ્ઠો શુકલ લેશ્યાવાળો છે. તે તે લેશ્યાવાળાના કેવા કેવા વિચારો હોય, તે આ ઉપનયકથા સ્પષ્ટતાથી સમજાવે છે. આ વેશ્યાના માધ્યમથી આપણે આપણી જાતને તપાસવી અને શુભ અધ્યવસાયને સેવીને શુભ લેશ્યાને અપેક્ષાએ ટકાવવી. જો કે શુભ લેશ્યા એ બાધક તત્ત્વ હોઈ ત્યાજય છે. માટે આ પ્રશમરતિ ગ્રંથના માધ્યમથી વૈરાગ્યવાસી થવું. વૈરાગ્ય જ સુખદાયક છે. કે ૧૪. વૈરાગ્યભાવ કેમ પ્રગટે ? ? ΑΧΧΧΧΧΧΧΧΧΙΙΙ સંસારીને કે સંસારત્યાગીને રાગાદિભાવના સંસ્કારના મૂળ ઘણા ઉંડા અર્થાત દીર્ઘસુદીર્ઘકાળના છે. મૂળ છેદાય પછી જ ડાળાપાંદડા નષ્ટ થાય તેમ રાગાદિભાવ રોકાય તો સંસારભાવ નષ્ટ થાય. વાસ્તવમાં વૈરાગ્ય પેદા થવામાં આપણે બહુ દૂર દેશવિદેશ ખેડવાનો શ્રમ કરવાનો નથી. વૈરાગ્ય આત્માનો સ્વાભાવિક ગુણ છે તે સરળ અને સમીપ છે. પરંતુ જીવ અજ્ઞાનવશ રાગાદિ ભાવનું નિમિત્ત લઈ દૂર નીકળી ગયો છે. પતંગનો દોર ખૂબ લંબાણમાં છૂટો મૂકયો છે તેને ખેંચીને હવે યથાસ્થાને લાવવાનો છે. સૌ પ્રથમ દેહ તરફ દૃષ્ટિ કરો, ચામડીની અંદર તને બહુ ગમી જાય તેવું શું છે? જુગુપ્સિત પદાર્થો જોઈને જ પૂરા દેહનું અહમ્ મમત્વ ગળી જાય. તે તુ અશુચિ ભાવના દ્વારા સમજી લેજે. હવે ગ્રંથકાર વૈરાગ્ય પ્રગટ કરવાના બાહ્ય કારણો દર્શાવે છે. દેશ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવ આદિની આ સંસારમાં વિષમતા જોઈને તેના અધોગતિ આદિ પ્રકારો જોઈને જ્ઞાનીને વૈરાગ્ય પેદા થાય છે. સંસારી જીવોને આ વિષમતામાં દુઃખી જોઈને જ્ઞાનીજનોને કરુણા ઉપજે છે. દેશકાળની વિષમતા : ભલે દેશ વિદેશોમાં આકર્ષણનું વૈવિધ્ય જણાય છતાં એક બાજુ નિર્ધનતા, દુષ્કાળ, કુદરતના કોપ, રોગચાળા જેવા દુઃખદાયી વાતાવરણ હોય છે, જયારે કોઈ દેશોમાં સાધન સામગ્રીની વિપુલતા, સુકાળ, કુદરતની અનુકૂળતા હોવા છતાં માનવો વચ્ચે કયાંક પ્રશમરતિ ૧૨૭ વૈરાગ્યભાવ કેમ પ્રગટે ? Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ તો કયાંક વેર, આવી વિષમતાનું મૂળ તો શુભાશુભ કર્મનું ફળ છે. આવી વિષમતા જોઈ જ્ઞાની સમતાને - પ્રશમને આરાધી દુઃખ વગરનું સુખ પામે છે. કુળ : આત્માના મૂળ સ્વરૂપમાં ઉંચ નીચ કુળ જેવી વિષમતા નથી, પણ જગતની વ્યવહારિક રચનામાં ઉંચનીચના ભેદ માનવને પીડાકારી થાય છે. કર્ણ જેવો સમર્થ પરાક્રમી પાંડવોથી વિશેષ બળવાન, દાનવીર, કુંતીને પેટે જન્મેલો મૂળમાં ક્ષત્રિય જેવા ઉચ્ચકુળનો પણ ત્યજાયેલો સૂતપુત્ર તરીકે ઉછર્યો, અંગ દેશનો રાજા બન્યો પણ સમાજ વ્યવસ્થામાં કૂળ નીચું હતું તેથી દ્રૌપદીને સ્વયંવર મંડપમાં સર્વ રીતે યોગ્ય છતાં રાધાવેધ કરવાની તક ન મળી, તેનું લોહી તો ક્ષત્રિયનું હતું છતાં ક્ષત્રિય તરીકે શસ્ત્રવિદ્યા મેળવવામાં કુળ બાધક થયું. યુદ્ધ સમયે સેનાપતિપદે યોગ્ય છતાં ભિષ્મ પિતામહે તેને નીચાકૂળને કારણે યોગ્ય ન માન્યો. યદ્યપિ માનવ ગુણથી ઉચ્ચ હોવા છતાં જયાં સુધી તે સમાજ પર આધારિત છે ત્યાં સુધી ઉંચનીચના વિષમ ભેદો રહેવાના ને સહેવાના તે જોઈ જ્ઞાનીઓને વૈરાગ્ય ઉપજે છે. - વિજ્ઞાનની વિષમતા : માનવ બાહ્ય આકૃતિએ સમાન, મૂળ સ્વરૂપે સમાન છતાં કોઈ ભૌતિક જગતમાં અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. અને કોઈ મંદબુદ્ધિથી તિરસ્કૃત થાય છે. આધ્યાત્મિક જગતમાં સાધક પૂર્ણ જીવનના સોપાન ચઢતો જાય છે, જયારે કેટલાક આ પંથે નીકળવા છતાં, અજ્ઞાનદશામાં રવડે છે. આવી અસમાનતા-વિષમતા જોઈ જ્ઞાની વૈરાગ્ય પામે છે. - આયુષ્યની વિષમતા ? અરે કોઈ જીવ તો માતાના ઉદરમાં જ પૂર્ણવિરામ પામે છે. કોઈ પાંચ પચાસ વર્ષ જીવે છે. કોઈ આઠ નવ દસકા જીવે પણ પરાધીનદશામાં અર્થાત્ મરવાની રાહ જોતા દુઃખમાં દિવસો પસાર કરે છે. બળની વિષમતા એક માને પેટે જન્મેલું યુગલ, તેમાં એક બળવાન અને એક અપંગ આવી વિષમતા બળની છે. ભોગની વૈભવની વિષમતા પિતા તરફથી બંને ભાઈઓને સંપત્તિનો સમાન વારસો મળ્યો. થોડા વખતમાં એક દરિદ્રી થયો. એકની સંપત્તિ ચોગુણી થઈ એવું શા માટે ! કોણે આ વિષમતા કરી ? સમાજમાં કેટલાંય માનવો ઘણો પરિશ્રમ કરવા છતાં પેટ પૂરતું પામતા નથી અને કેટલાકને પ્રશમરતિ ૧૨૮ વૈરાગ્યભાવ કેમ પ્રગટે? Page #134 -------------------------------------------------------------------------- ________________ વૈભવ શોધતો આવે છે. આવી વિષમતા શાથી? હે જીવ! આ વિષમતા ઈશ્વર નીપજાવતા નથી. જીવ માત્ર પોતાની જ અજ્ઞાનતાને કારણે પુણ્ય-પાપને વશ આ વિષમતાને આધીન જીવે છે. એ પુણ્ય-પાપ જીવના જે શુભાશુભ ભાવ છે, જેના પરિણામે સુખ કે દુઃખ પામે છે તેથી જ્ઞાનીજનોને વૈરાગ્ય પેદા થાય છે. વૈરાગ્યને સેવવા અને ટકાવવા શુભધારાને વહેતી રાખો. શુભધારાને ધારણ કરો. કર્મોની અનેક પ્રકારની વિષમતાઓ જીવે પોતે જ ઈન્દ્રિયોના ભોગની લોલુપતા, ઉન્મત્તતા, અવિવેક, ધર્મવિહીન જીવન, સદાચાર જેવા ગુણોનું સેવન ન કરવાથી પેદા કરી છે. કયાંય સુખ હોય તો પણ તે જીવો આકૂળ છે. ધારો કે દસ વ્યાપારીમાં કોઈ એકનો નંબર પ્રથમ છે તો તેનું સુખ શું? તે નંબર ટકાવી રાખવાની આકૂળતામાં તે સુખે ખાઈ કે સૂઈ શકતો નથી. અજ્ઞાનથી ઘેરાયેલા સંતોષના સુખને માણી શકતો નથી તેના ઉપાય તરીકે જ્ઞાની શુભધારાને ધારણ કરવાના ઉપાયો બતાવે છે. સાધકે સદગુરુના માર્ગદર્શનથી ઉપાયો યોજવા જોઈએ. સાધકોને અનુસરીને ઉપાયોની વિવિધતા છે. કોઈ એક જ ઉપાયના એકાંતમાં ન જતાં પોતાની ભૂમિકા વિકસે તે પ્રમાણે અનુસરવું. પ્રથમ રાગદ્વેષને જીતવાના ઉપાયો સવિચાર, સદાચાર, સત્સંગ, ભક્તિ, સત્કાર્યો, સ્વાધ્યાય, વગેરેની આરાધના છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતવા સક્રિયાઓ, તપ, જપ વગેરે દ્વારા સંયમ કેળવવો જેથી શુભધારા વહેતી રહે અને જીવ ભાવશુદ્ધિ સુધી પહોંચી શકે. વિકાસના આવા અનેક સોપાન છે. ક્રમે ક્રમે ચઢતા રહેવાથી શુભધારા વહેતી રહેશે. જેનાથી અનુક્રમે શુદ્ધધારા વિકસીત થશે. યદ્યપિ શુભધારાનું સાતત્ય રહેવું કઠણ તો છે જ છતાં સત્પુરૂષાર્થ વડે તે શકય છે. તેમાં સ્વાધ્યાય, શાસ્ત્ર શ્રવણ કે અભ્યાસ વિશેષ પ્રેરક છે. તેમાં સદ્ગુરુની નિશ્રામાં શ્રવણ મનન ચિંતન થાય તો તે ઉત્તમ છે. આત્મ કલ્યાણના સાધકે આગમ-શાસ્ત્રોને અગ્રિમતા આપવી. આ આગમ શાસ્ત્રો ચારઅનુયોગમાં સમાય છે. ૧. દ્રવ્યાનુયોગનો અભ્યાસ ઈન્દ્રિયોના વિષયો અને કષાયોને શાંત કરવા માટે છે. ૨. ગણિતાનુયોગ મનની ચંચળતા દૂર કરવા માટે છે. પ્રશમરતિ ૧૨૯ વૈરાગ્યભાવ કેમ પ્રગટે ? Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩. ચરણાનુયોગ સઆચાર - સક્રિયા વડે સંયમ પ્રેરક છે. ૪. કથાનુયોગ જીવનના સંઘર્ષો અને અશુભ ભાવથી મુક્ત થવા માટે તે તે મહાપુરૂષોના જીવન ચરિત્રો પ્રેરક બને છે. સાધકે ભૂમિકા પ્રમાણે અભ્યાસ કરવો, જેથી શુભધારા વિકાસ પામે તો શુદ્ધભાવ પ્રત્યે જિજ્ઞાસા ટકે. ભૌતિક સુખની દોડમાં મનુષ્ય જીવનની અમૂલ્ય પળોને હોડમાં મૂકી દે છે. હાર્યો જુગારી જોરમાં રમે તેમ મનુષ્ય વૈભવની છોળોમાં વધુ ખૂંપતો જાય છે. ભલે તમે ધર્મ જેવી મૂલ્યવાન વસ્તુને જાણતા ન હો તો પણ તમારી બુદ્ધિમત્તા એટલું તો જોઈ શકે છે કે સંપત્તિ, શરીર, પરિવાર આદિ કેટલું પરિવર્તન પામતા હોય છે. ધન ધાન્યનો ભરોસો ભ્રમ બને છે. એક મંદીનું મોજું ફર્યું કે કરોડપતિ રોડપતિ બને છે. સંયોગજનિત પદાર્થોનો વિયોગ થાય છે. શરીર સમય જતાં મૃત્યુ તરફ ધકેલાઈ જાય છે. રાગ કયારેક ષમાં પરિણમે છે. હે જીવ! કોના ભરોસે જીવે છે. નશ્વર પદાર્થો સ્વયં ક્ષીણ થાય છે, તો જન્માંતરે કયાંથી આવે ! જયારે ધર્મસંસ્કાર રૂપીઈસ્યોરન્સ સાથે આવે છે. જે જે શુભાશુભ સંસ્કાર ગ્રહણ કર્યા છે તે જન્માંતરે સાથે આવે છે, અને સુખ દુઃખનું કારણ બને છે. ધર્મ એ શુદ્ધતત્ત્વ છે તેથી દુઃખ વગરના સુખનું કારણ બને છે. અંતે જીવને સ્વઆત્મપદની પ્રાપ્તિ કરાવે છે તે ધર્મ. એટલે રાગાદિ પ્રપંચ રહિત શુદ્ધ ભાવ છે. વિરલા જીવો જ તેની જિજ્ઞાસા સેવે છે. તેવી શુદ્ધ ભાવના વડે મુક્ત થાય છે. બુદ્ધિમાન વિચાર કરે કે જે સુખભોગ ટકતા નથી, ભયથી ભરેલા અને પરાધીન છે તે સુખનું સાધન કેવી રીતે બને? અત્રે ગ્રંથકાર જણાવે છે કે “પ્રશમ માં અર્થાત પ્રકૃષ્ટ વૈરાગ્યમાં સુખ છે. જેમાં ભય કે પરાધીનતા નથી કેમ કે વૈરાગ્ય એ શુદ્ધાત્માનો નિજી ગુણ છે જે ભેળસેળ વગરનો છે. બાહ્ય પદાર્થોથી અપેક્ષા રહિત છે. પ્રારંભમાં કદાચ ત્યાગ વૈરાગ્યનું સેવન કષ્ટરૂપ લાગે પરંતુ અંતે તે પરમ સુખરૂપે પ્રગટ થાય છે. વૈરાગ્યના-પ્રશમસુખના માર્ગે જતા પ્રથમ એક ભ્રમનો ત્યાગ કરવો પડશે અને તે છે ઈન્દ્રિયોના સુખોનું આકર્ષણ. સૌ જાણે છે કે ઈન્દ્રિયોનું મનાતું સુખ સમયથી મર્યાદિત છે. પદાર્થથી પરાધીન છે. સ્વભાવથી નશ્વર છે. તેમાં સુખ કેમ હોઈ શકે ? એ વાત તો પ્રચલિત છે કે વિષ ગ્રહણ એક જ વાર મૃત્યુ સર્જે છે. પ્રશમરતિ ૧૩૦ વૈરાગ્યભાવ કેમ પ્રગટે ? Page #136 -------------------------------------------------------------------------- ________________ જયારે વિષયોનું વિષ ભાવમરણની શ્રૃંખલા સર્જે છે. કદાચ આ જન્મે ઈન્દ્રિય વિષયોના સુખની અનુકૂળતા હોય તો પણ તેના ભોગ સમયે આકુળતાયુક્ત હોય છે. અને તેના વડે થતા કર્મબંધન તો અનેક ભવોના પરિભ્રમણનું કારણ બને છે. ભોગ કાળે તેમાં આકૂળતા છતાં જીવ અજ્ઞાનવશ સુખ માને છે. જયારે સુંદર આહારથી સજ્જ થાળ સામે હોય ત્યારે કયા પદાર્થો આરોગ્યું, ઝડપથી આરોગું તેવી આકૂળતા હોય છે વળી તે પુનઃ મળે તેવી આકૂળતા. વળી થોડું વધુ પડતા પદાર્થોનું સેવન પણ આકૂળતા લાવે છે. કામક્રીડામાં પણ આ જ આકુળતા હોય છે. વાસના ઉઠે ત્યારે ભોગવવાની આકૂળતા, ભોગવ્યા પછી જુગુપ્સિત પદાર્થની વિચિત્રતા સુખનું કારણ બનતી નથી કે પૂર્ણ થતી નથી, તે પુનઃ ઉઠે છે. આમ સર્વ પ્રકારે ઈન્દ્રિયોનું સેવન દુઃખદાયી છે તેમ વિચારી સંયમી જીવન જીવવા પ્રયત્ન કરવો. ૧૫. શ્રી આચારાંગસૂત્ર અધ્યયન તીર્થંકર પરમાત્મા ધર્મતીર્થની સ્થાપના કર્યા પછી સૌ પ્રથમ આચારનો ઉપદેશ આપે છે. જેના આધારે ગણધર ભગવંતો તે અર્થ ઉપદેશને સૂત્ર બદ્ધ કરે છે. તે દ્વાદશાંગીની રચનામાં મુખ્ય પ્રથમ આચારાંગ સૂત્ર છે. તે દર્શાવે છે, કે સાધુ કે સાધકોને સ્વરૂપ-સ્વભાવ શુદ્ધિ માટે શુદ્ધાચારનું કેવું મહાત્મ્ય છે. તેમાં મુખ્યત્વે સાધુજનો (સાધકો) માટે શુદ્ધાચારનું માહાત્મ્ય દર્શાવ્યું છે તે આચારોનું નિશ્ચય અને વ્યવહારથી પાલન થવું જરૂરી છે. મુખ્ય પાંચ આચારનું નિરૂપણ કર્યું છે. પાંચ આચાર : (૧) દર્શનાચાર (સમ્યક્ત્વાચાર) (૨) જ્ઞાનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર (૫) વીર્યાચાર. સાધુજનોના આ આચાર શાસ્ત્ર વિહિત છે. ૧. દર્શનાચાર : વ્યવહારથી જિનવચનમાં નિઃશંક થવું અને અપૂર્વ શ્રદ્ધા રાખવી તે સિવાય અન્ય વચનોથી પ્રભાવિત થવું નહિ. શંકા ઉઠે તો સદ્ગુરુ પાસે સમાધાન મેળવવું. નિશ્ચયથી સર્વજ્ઞ ભગવાન પ્રણિત આત્માના શ્રદ્ધા ગુણની પરિણતિ, સ્વરૂપ-તત્વદૃષ્ટિ વડે આત્માની સર્વ પદાર્થથી ભિન્નતાની શ્રદ્ધા તે શુદ્ધ પ્રશમતિ શ્રી આચારાંગસૂત્ર અધ્યયન ૧૩૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચાર છે. (સમ્યકત્વાચાર) ૨. જ્ઞાનાચાર : દર્શનાચારની શ્રદ્ધા વડે મતિ અને શ્રુતજ્ઞાનનો યથાર્થ બોધ થવો. વળી દર્શનાચારની શ્રદ્ધારૂપ પરિણતિથી અને પવિત્રતાથી અનુક્રમે અવધિજ્ઞાનાચાર, મન:પર્યવજ્ઞાનાચાર અને કેવળજ્ઞાનાચાર પ્રગટ છે, આમ મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાનના ક્ષયોપશમ દ્વારા તે તે જ્ઞાનાચાર પ્રગટે છે. કેવળજ્ઞાનાવરણ કર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાનાચાર પ્રગટે છે કારણકે તે પૂર્ણ જ્ઞાન છે, તેથી તે આવરણના ક્ષયથી પ્રગટે છે. નિશ્ચયથી જ્ઞાન સ્વરૂપ આત્માનો જ્ઞાયકસત્તા વડે સ્વીકાર કરવો. કે આત્મા ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક સ્વરૂપ એટલે સ્વપર પ્રકાશક છે પરંતુ કર્તા ભોક્તા નથી તે નિશ્ચયથી જ્ઞાનાચાર છે. ૩. ચારિત્રાચાર : રાગાદિભાવને ઉપશાંત કરે. કર્મોના સમૂહને ક્ષય કરતા જવું. તે માટે પાંચ સમિતિ ત્રણ ગુપ્તિની આરાધના કરવી. પાંચ મહાવ્રત પાળવા વિગેરે ચારિત્રાચાર છે. નિશ્ચયથી સ્વરૂપમાં સ્થિરતા, રમણતા અને વૈરાગ્યમય પરિણતિ તે શુદ્ધ ચારિત્રાચાર છે. તેના મુખ્ય અધિકારી સાધુજનો છે. ૪. તપાચાર : બાર ભેટવાળા તપાચાર છે તેના છ બાહા અને છ અત્યંતર ભેદ છે. બાહ્યતપ અત્યંતર તપની વાડ જેવા છે. અત્યંતર તપ શુદ્ધિનું કારણ હોઈ કર્મ નિર્જરા કરે છે. બાહ્યતપ : અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ આહાર સંયમ માટે છે. સંલીનતા (આસન સ્થિરતા), કાયકલેશ (કાયાનો સંયમ) કાયશુદ્ધિ માટે. . અત્યંતર : પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય મનની શુદ્ધિ માટે છે. ધ્યાન અને કાયોત્સર્ગ ચેતના શુદ્ધિ માટે છે. નિશ્ચયથી તપ ઈચ્છાઓના નિરોધરૂપ છે. વળી નિજગુણ પ્રાગટ્ય માટે તપ છે. ૫. વીર્યાચારઃ વીર્ય એટલે આત્મશક્તિ આગળના ચારે આચારોનું યોગ્ય પાલન કરવા માટે આત્મશક્તિનો ઉપયોગ અપ્રમત્ત રહીને કરવો તે વિર્યાચાર છે. આ આચારાંગના અધ્યયન માટે મુનિજનોને છકાયના જીવોની રક્ષા, પૌલિક ક્ષેત્રાદિનો ત્યાગ, પરિષદો પર વિજય અને દઢભાવપૂર્ણ સમ્યક્ત હોવું જરૂરી છે. પ્રશમરતિ ૧૩૨ શ્રી આચારાંગસૂત્ર અધ્યયન Page #138 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્રના અધ્યયનની પાત્રતા માટે સાંસારિક પ્રવૃત્તિ અને સંપર્કનો, ઉદ્વેગ જેવા દોષનો ત્યાગ, કર્મોનો ક્ષય થાય તે રીતે વિશુદ્ધિ, વૈય્યાવૃત્તમાં કુશળતા, ઈચ્છા નિરોધરૂપ તપ, સ્ત્રી આદિનો ત્યાગ વગેરે જરૂરી છે. આ આચારાંગ સૂત્ર અનેકરૂપ આરાધના અને આચારનું નિર્દેશક છે. વળી ભિક્ષાગ્રહણના દોષથી મુક્ત, સમિતિ ગુપ્તિનું પાલન, સ્થાન, નિષધા આદિ ક્રિયા દ્વારા જાગૃતિ બતાવી છે. દરેક મહાવ્રતની દૃઢતા માટે પાંચ પાંચ ભાવનાઓ અને ચારિત્રની સ્થિરતા માટે મૈત્રી આદિ ભાવનાઓથી સાધુ ભાવિત હોય છે. શિરમોર સમા ૧૮ હજાર શીલના અંગો રાગાદિ ભાવોને નષ્ટ કરે છે તેવા સાધુપણાની ભવ્યતા અદ્ભૂત છે. ચેતના પર છવાયેલા આવરણોને વિખેરી નાંખવાનો મહાયજ્ઞ મંડાયો છે. શુદ્ધ સ્વભાવ જ્ઞાયકપણારૂપ આત્મા પરના કર્મ કલંકના આવરણોને નષ્ટ કરવાના છે. (અઢાર હજાર શીલંકાચાર અન્ય આપેલા છે.) આચારાંગ સૂત્રની આચાર સંહિતામાં ઘણી વિશિષ્ટતાઓ રહેલી છે. શસ્ત્રપરિજ્ઞા : સૂક્ષ્મ જંતુથી માંડીને છકાયજીવ સુધીના કોઈ પણ જીવના વધનો ત્યાગ કરવાનો ઉપદેશ છે. જીવવધથી જીવ પોતાના પરિભ્રમણની વૃદ્ધિ કરે છે. લોકવિજય : લૌકિક ભાવોનું નિમિત્ત, પરિવાર આદિના રાગાદિ અને કષાય પર વિજય એ સાધુજીવનનું વિશેષ અંગ છે. શીત-ઉષ્ણતા, ક્ષુધા-તૃષા, ઠંડી-ગરમી જેવા પ્રતિકૂળ કે અનુકૂળ આક્તિ જેવા બાવીસ કે પરિષહો પર વિજય. સમ્યક્ત્વ : આમાં તત્ત્વની પ્રાધાન્યતા છે. જીવાદિ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા એ સાધુજીવનની વિશિષ્ટતા છે. લોકસાર : મુનિ સંસારના પ્રયોજનથી ઉદાસીન હોય છે. સંયમની ધાર પર ચાલે છે. મોક્ષમાર્ગને દેઢતાપૂર્વક સાધતો મોક્ષને પામે છે. ધૂત : સ્વજન પરિવાર પ્રત્યે નિર્વેદ ભાવવાળો હોય છે. અરે ! છેવટે દેહ અને ઉપકરણોનો પણ સ્વૈચ્છિક ત્યાગ કરી લે છે. જેનાથી પોતે ભિન્ન છે તેને ગ્રહતો નથી અને સ્વરૂપને છોડતો નથી. મહાપરિજ્ઞા : પાંચ વ્રતો ઉપરાંત આહાર શુદ્ધિનો ઉપાસક છે. લબ્ધિધારી હોવા છતાં તેનો ઉપયોગ પ્રદર્શન માટે કે ભૌતિક સુખ માટે કરતો નથી. પ્રશમરતિ શ્રી આચારાંગસૂત્ર અધ્યયન ૧૩૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન પરિજ્ઞા : ત્યાગવાલાયક પદાર્થોનો ત્યાગ, પુનઃ પ્રાપ્ત ન કરવાના પ્રત્યાખ્યાનને ધારણ કરે છે. સમ્યગ્દર્શનાદિને દઢતાપૂર્વક યથાર્થપણે ધારણ કરે છે. અર્થાત સાધુ રત્નત્રયીરૂપ પરિણતિના ધારક છે. વિમોક્ષ યતના સર્વ કર્મોનો સર્વથા ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. અંતે અનશન સહિત મોક્ષમાર્ગનું સેવન કરે છે. ઉપધાનશ્રુત : જેમાં ભગવાન મહાવીરની ઉગ્ર તપશ્ચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનું આદરપૂર્વક અધ્યયન કરે છે. આચારાંગ અને નિયુકતની ગાથાઓ ઉપર મહા પ્રજ્ઞાવંત શીલંકાચાર્યે ટીકા સંસ્કૃતમાં રચીને આ વિષય રસપ્રદ અને સુબોધ બનાવ્યો છે. ગણધરોની ગહન રચનામાંથી તારવેલા રહસ્યો ખરેખર અભૂત છે. માટે છે ભાવાત્માઓ! પરિભ્રમણની મુક્તિની ચાવીરૂપ આ ગ્રંથનું શ્રવણ, મનન ચિંતન કરી પાવન થવા પ્રયત્ન કરજો. વળી બીજા શ્રુતસ્કંધમાં તો સાધુ, સાધ્વીજનોને ભિક્ષા, શય્યા, ગમનાગમન, વસ્ત્ર, પાત્રાદિ, વસ્તિ-સ્થાનનું ગ્રહણ કરવા વગેરેનું સૂક્ષ્મ અવતરણ કર્યું છે જેથી સાધુ જીવન પ્રમત્ત દશાથી મુક્ત થઈ સમગ્ર જીવનને શુદ્ધ બનાવે. પંચ મહાવ્રતના દઢ પાલન માટે, એકાંત સ્થાન, અન્યોન્ય સજાતિય આલિંગન કરે નહિ. તેમાં રાગાદિ ભાવ રહિત હોય. વ્યુત્સર્ગ ક્રિયા: જે સ્થાનમાં રહ્યા ત્યાં મળમૂત્રાદિનો ઉત્સર્ગ યોગ્ય રીતે કરવો જેથી અન્યને કંઈ જુગુપ્સા ન થાય. શબ્દ ક્રિયા : શબ્દ શ્રવણ તો થવાનું પણ તેમાં ઈષ્ટાનિઝ બુદ્ધિ કરવાની નહિ. રૂપક્રિયા સ્ત્રી આદિ કે ભૌતિક પદાર્થોની સુંદરતાનું અવલોકન ન કરવું કે રાગદ્વેષ ન કરવા. પરક્રિયાઃ સાધુ શરીરની શોભા માટે પ્રયત્ન ન કરે. કોઈની પાસે સેવાની ઈચ્છા ન કરે. દેહભાવથી મુક્ત રહે. અન્યોન્ય ક્રિયા : રાગભાવે અન્યોન્ય દેહની માવજતનો મોહ ન રાખવો. વળી મહાવ્રતોની સ્થિરતા માટે પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત રહેવું જેથી પ્રમાદનું સેવન ન થાય. અનિત્યાદિ તથા મૈત્રી ભાવનાથી ભાવિત થઈ વૈરાગ્ય અને સમતાથી ભરપૂર રહેવું. (શ્રી તત્ત્વાર્થાધિગમમાં પ્રશમરતિ ૧૩૪ શ્રી આચારાંગસૂત્ર અધ્યયન Page #140 -------------------------------------------------------------------------- ________________ વિસ્તાર છે.) અઢાર હજાર શીલના આચારથી સાધુ રાગદ્વેષના મૂળિયાને મૂળમાંથી ઉખેડી નાંખે છે. કોઈ પ્રકારે શુદ્ધ બુદ્ધ આત્મા પર છવાયેલા ગાઢ આવરણોના જડને મૂળમાંથી નષ્ટ કરે છે. આચારાંગ સૂત્રમાં સાધુજીવનની ભવ્યતા, પવિત્રતા, અપ્રમાદ જેવા ગુણો ભરપૂર બતાવ્યા છે. તેનો ગુગમે અભ્યાસ કરવાથી તે સાધુ મહાત્મા કાળ કે કર્મથી પરાજિત થતા નથી. પણ જે આ મહાગ્રંથનું અભ્યાસ, મનન, ચિંતન નથી કરતા તે સાધુજનો કષાયાધીન થઈ સાધુપણુ ગુમાવે છે. જેમ જેમ જિનપ્રણિત તત્ત્વોનો અભ્યાસ વધશે તેમ તેમ યથાર્થતા સમજાશે. જીવનમાં આચારાંગના સૂત્રો આચાર દ્વારા એવા છવાઈ જશે કે તમારું બધું જ અસ્તિત્વ આચારાંગમય બની જશે. જેથી વિષય કષાયાદિ જેવા શત્રુ સ્વયં દૂર થઈ જશે. શ્રમણ કે શ્રમણીએ આચારાંગના મર્મને સમજીને પ્રસાદનો ત્યાગ કરીને તત્ત્વજ્ઞાનમાં ડૂબી જવું જોઈએ. જેથી ઈન્દ્રિયના વિષયો, તેના સંસ્કારો, કષાયોના વિકારો સાધનાથી વિચલીત ન કરે. સંયમના યોગોનું નિરંતર સેવન કરે. સર્વ સંગ પરિત્યાગ કર્યા પછી પણ જો અંતઃકરણની શુદ્ધિ થઈ નથી તો કર્મજનિત ઉપાધિ ટળતી નથી. નિશ્ચયથી તો આત્મસ્વરૂપમાં રમણતા, વૈરાગ્યથી ભરપૂર ઉપયોગને ચારિત્ર કહ્યું છે. તે જ શ્રમણપણું છે. બાહ્યવેષ કે બાહ્યાચારથી મુક્તિ નથી પરંતુ જેટલો કષાયાદિનો અભાવ, સ્વભાવ રમણતા તેટલો મુનિધર્મ છે. બાહ્યાચાર પણ અંતરંગ આચાર વગરનો વ્યર્થ છે. શ્રી આચારાંગ આદિ સૂત્રોની પવિત્રતા અને બોધનું માહભ્ય એ છે કે તેના અધ્યયન આરાધનાની પાત્રતા માટે સંયમધારીએ યોગ્દવહન કરવાના હોય છે. ત્યારપછી તેઓ અન્ય શાસ્ત્રનો વિનિયોગ કે અભ્યાસ કરી શકે છે. ક ૧૬. સુખ વૈરાગ્યનું : ગ્રંથકારશ્રી કહે છે કે હે મુનિરાજ, એકવાર નિર્ણય કરી લેવો કે મારે રાગાદિજન્ય સુખ નથી જોઈતું પણ નિર્ભેળ સુખ જોઈએ છે. આત્માનું સ્વાધીન સુખ પ્રાપ્ત કરવું છે તો પુરૂષાર્થમાં લાગી જાઓ તે તમારા આંતર વૈભવમાંથી પ્રગટ થશે, તે માટે આટલું કરો. પ્રશમરતિ ૧૩૫ સુખ વૈરાગ્યનું Page #141 -------------------------------------------------------------------------- ________________ “જાતીય વાસનાને, વિષયોને શાંત કરવા. ક્રોધાદિ કષાયોનો ઉપશમ રવો. હાસ્યાદિ, શોકાદિ પ્રસંગોમાં સ્વસ્થ રહેવું. પદ્ગલિક પદાર્થોની પ્રીતિનો ત્યાગ ક્રવો. અપ્રિય પદાર્થોમાં મૂંઝાવું નહિ. પ્રિયજનના વિયોગમાં શોક કરવો નહિ. ભય વડે આકાંત કે વ્યાકુળ થતા નહિ. નિંદા કે તિરસ્કારના પ્રસંગે મધ્યસ્થ રહેવું.” આવા પ્રકારે પ્રશાંત થયેલો આત્મા પરમસુખને માણે છે. એકવાર સપુરૂષોના વચનમાં પ્રતીતિ રાખી પગને ખોટા માર્ગેથી ઉપાડી લે છે. સાહસ કરી લે પછીની ખૂબી તેને જણાય છે. પ્રશાંતાત્માના સુખનું વર્ણન કેટલું થઈ શકે તે તો અનુભવે જ સમજાય તેવું છે. જેની દૃષ્ટિ મિથ્યાભાવથી મુક્ત છે તે સમ્યગુદૃષ્ટિ કે જેને જડ ચેતન પદાર્થોના લક્ષણનું જ્ઞાન છે, તે પ્રત્યેના ભિન્નતાનો નિશ્ચય વર્તે છે તેવા જ્ઞાની કે જે શુદ્ધાત્માના આશ્રયે સ્વરૂપ ધ્યાનમાં મગ્ન છે. જેની ઈચ્છાઓ શાંત થઈ છે. નિવગુણના વૈભવને જે માણે છે તે તપસ્વી જેવા પ્રશાંત આત્મા નિજાનંદમાં લીન છે. તે આનંદ અતીન્દ્રિય છે. વળી જે સ્વાત્મામાં મગ્ન છે, પરાગમાં ભ્રમરની જેમ ગુણોમાં લીન છે તે કદાચ શાસ્ત્રજ્ઞાન જાણતો ન હોય, ધ્યાનના લક્ષણો જાણતો ન હોય, કદાચ તપ કરી શકતો ન હોય તો પણ નિજાનંદને માણે છે. તેના મૂળમાં પ્રશાંતવાહિતા છે અર્થાત્ આત્મશાંતિરૂપ સ્વસંવેદનનું તે સુખ છે. તેનું વર્ણન વચનગોચર નથી. માત્ર અનુભવગોચર છે. નિજાનંદના સુખને માણવા સાધુ-સાધકને લોકસંપર્ક બાધક છે. કારણ કે આ સુખ કોઈ ચક્રવર્તી કે ઈન્દ્રના સુખથી પણ અધિક છે. ચક્રવર્તી આદિના સુખ બહારના સાધનોની અપેક્ષાવાળા છે. અન્યથી ભય સહિત છે. મારાથી બીજાનું સુખ વધી જશે? તેવી શંકાવાળું છે, તેથી મળેલા તે સુખના રક્ષણ માટે ઈન્દ્રિયાદિ કે આજનો સંપન્ન માનવ પણ સર્ચિત છે. ચિંતાથી ગ્રસાયેલાનું સુખ કેવી રીતે સુખ મનાય? દૃષ્ટાંત જ્ઞાની સાધુપુરુષ વિકલ્પોની જાળથી મુક્ત છે. એક સાધુના પાત્રા સાંજે ચોરાઈ ગયા. સાધુ વિચારે છે કે સવારે અગિયાર વાગે જરૂર પડશે તેનો વિકલ્પ હમણા શા માટે કરવો ! અને જ્ઞાન ધ્યાનમાં લાગી ગયા. પાત્રાદિના વિકલ્પોના દ્વાર જ બંધ પછી તેમને વ્યાકૂળતા શાની ? એવા સાધુ હંમેશા સ્વસ્થ હોય છે. ભાઈ તું જમ્યો ત્યારે વસ્ત્ર કે પાત્ર લઈને જન્મ્યો હતો? મરતાં તે સાથે લઈ જવાનો છું! તો પછી વચગાળામાં પ્રશમરતિ ૧૩૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રશાંત આત્મા શા માટે વ્યાકુળ થાય? યોગ્ય સમયે સાધુને પાત્રા અને ભીક્ષા મળી ગઈ. વળી સ્વજન આદિ ત્યાગીને નીકળેલા સાધુને પદાર્થોના અભાવમાં દુઃખ શું? એક મુનિરાજને અઠ્ઠાઈનું તપ હતું. તે વિહારમાં હતા ત્યાં આઠ દિવસ પૂરા થયા. જંગલ જેવું ક્ષેત્ર હતું. શિષ્ય પૂછ્યું કાલે આ ક્ષેત્રમાં પારણાનો જોગ કેવી રીતે મળશે? મુનિરાજ કહે તપના આરાધનના આનંદમાં વળી વિકલ્પ કેવો ? બીજે દિવસે સવાર થઈ. નિયમ મુજબ વિહાર શરૂ થયો. ત્યાં અચાનક કોઈ યાત્રાળુની ગાડીને ત્યાં જ પંચર પડ્યું. ગાડી અટકી. યાત્રાળુ પાસે કષ્ય બધી જ વસ્તુઓ હતી તેનો ધર્મલાભ લીધો. મુનિરાજે નિઃસ્પૃહભાવે પારણું કર્યું. વિકલ્પરહિત અનાકૂળ જ્ઞાની-તપસ્વીના પુણ્ય આ પ્રકારે પ્રગટ થતા હોય છે. વિકલ્પો તેમાં અંતરાય ઉભા કરે છે. કદાચ કંઈ પ્રયોજન કરવું પડે તો આકુળતા વગર કરવું. આચારાંગસૂત્રનો મર્મ આવો વેધરસ જેવો છે. OT ૧૭. પ્રવજયા (પ્રવજયા : પરભાવ વજર્ય) સંસાર ત્યાગ, પ્રવજયા, સાધુતા, સર્વ વિરતિ આ શબ્દો પર્યાયવાચી છે. ટૂંકમાં સંસારના પ્રયોજનથી, સંસારના સંસ્કારથી, લૌકિક વ્યવહારથી, ઔચિત્ય સિવાયના લૌકિક પરિચયથી મુક્ત થવું તે સંસારત્યાગ છે. પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તે આરાધના છે. નિષ્પાપ જીવનયુક્ત અને નિષ્પરિગ્રહી તે સાધુ છે. દેહાદિના અહં મમત્વ રહિત સર્વવિરતિ છે. સર્વસંગ પરિત્યાગ કર્યા પછી પણ જો લૌકિક પરિચય વ્યવહારની અપેક્ષા છે તો તે ઉપાધિ છે, સાધુની સમાધિ નથી. આથી ગ્રંથકાર હે છે કે લૌક્કિ પ્રવૃત્તિથી મુક્ત સાધુ દેવેન્દ્રથી પણ સુખી છે. વાસ્તવમાં નિષ્પાપ જીવનયુક્ત સાધુના સમાધિ રૂપ સુખને, સંવેદનને સરખાવી શકાય તેવા સંસારમાં પદાર્થ નથી. છતાં દેવેન્દ્ર સાથે સરખાવ્યું છે તે બોધનો એક પ્રકાર છે. કારણકે લોકસમૂહ ઈન્દ્રિયગોચર સુખને જાણે છે. દેવોને કમાવા કે સંસાર નિભાવવાની ઉપાધિ નથી. શરીરમાં અસૂચિ નથી. કુદરતી આફતનો ભય નથી. આવા કારણોથી દેવોને સુખી પ્રશમરતિ ૧૩૭. પ્રવજયા Page #143 -------------------------------------------------------------------------- ________________ કહ્યા છે. વાસ્તવમાં દેવો પણ ભયભીત છે. લોભી છે, મૃત્યુ છે, એટલે દુઃખ તો છે જ. એટલે દેવેન્દ્રોને સાધુની સમાધિ જેવું સુખ નથી. વીતરાગ જેવા કહેવાતા અનુત્તરવાસી દેવોને પણ આગામી જન્મનું દુઃખ છે. ગ્રંથકાર કહે છે કે સાધુ મહાત્માને આ જગતમાંથી કંઈ મેળવવું નથી. બાહ્ય સુખ અને દુઃખથી તેઓ મુક્ત છે. તેમને લોક અપેક્ષા નથી. દેહનિભાવ જેવો ઉપચારથી લોકવ્યવહાર હોય છે. પ્રશમ સુખના સ્વામી કે સાધુજનો! તમારે સાંસારિક લૌકિક સઘળી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. મનથી, વચનથી કે કાયાથી તેમાં પ્રવૃત્ત ન થવું. સ્વરૂપના સંવેદનમાં રહો એટલે તમે પ્રશમસુખના સાગરમાં છો. મનાદિ યોગને પરભાવથી મુક્ત રાખવા શાસ્ત્રજ્ઞાન નહિ ચાલે, પરંતુ આત્મજ્ઞાન, પરિણત જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન જે આત્મપ્રદેશે પ્રદેશે ઝળહળતા પ્રકાશ જેવું છે. અર્થાત્ તે સુખ પ્રશમરસના સાગર જેવું છે. નિવૃત્તિની ગુફામાં આ સુખ છે. અપ્રમત્તયોગીનું આ સુખ છે. ગ્રંથકારશ્રી કહે છે કે તે સાધુ! તમે સંસાર, સ્વજન, પરજન આદિનો ત્યાગ કરીને નીકળ્યા છો, અર્થાત્ જે વસ્તુ આત્માની નથી તે ત્યજી દીધું છે. માત્ર સાધનાનું બાહ્ય સાધન દેહ જ તમારી સાથે છે. તેના મમત્વનો પણ ત્યાગ છે પછી તમને ચિંતા, ભય, વિકલ્પ શો? તમે અંતર બાહા સ્વસ્થ છો. હવે તમારું કેન્દ્રસ્થાન સ્વરૂપચિંતન, સ્વરૂપનિષ્ઠા છે. તેને બાધક કરતાં રાગાદિ પણ ત્યજયા છે, અને ઈન્દ્રિયોને તો તમે સ્વવશ કરી છે. આવા અંતરદાહના ત્યાગી તમે સાધુ સ્વસ્થ છો. સ્વરૂપસ્થ, સ્વસ્થ સાધુ સદા સ્વમાં મગ્ન છે. આ જગતના માનાદિ, અહંકારાદિ તેમને પરાજિત કરતા નથી. તે સાધુ પુરૂષોએ પૌદ્ગલિક સર્વ પદાર્થોથી મનાદિ યોગથી, સ્વની ભિન્નતા જાણી છે તેથી તેઓ સદા સ્વરૂપસ્થ હોવાથી સ્વસ્થ છે. યદ્યપિ સાધુને ઉદર નિર્વાહ પણ સંયમ અર્થે કરવાનો છે તેથી જનસંપર્ક નિમિત્ત માત્ર છે તે લૌકિકવ્યવહાર બંધન કે બાધક નથી. ભિક્ષાદિ માટે ઉપચારથી લોકજનિત વિકલ્પ છે કે કેવા ગૃહસ્થના ઘરેથી ભિક્ષા લેવી કે જેથી આહારશુદ્ધિ અને લોકવ્યવહાર ઉચિતપણે જળવાય, અને લોકહિતનું પણ કારણ બને. એ લોકસંપર્ક એવો ન હોવો જોઈએ કે જેથી વૈરાગ્યના ભાવને બાધા પહોંચે. આહારમાં રસવૃત્તિનું પોષણ ન થાય. વિકાર પેદા ન થાય તેવી ભિક્ષાવૃત્તિ રાખવી જોઈએ. પ્રશમરતિ ૧૩૮ પ્રવજયા Page #144 -------------------------------------------------------------------------- ________________ સાધુએ જેમ લોકવિરૂદ્ધ ન જવું તેમ લોકની ખુશામતમાં પડીને સંયમની વિરાધના પણ ન કરવી. તેઓ જેમ સંયમપાલન માટે કે શરીરના નિભાવ માટે ઉપયોગી થાય છે તેમ સાધુજનોએ તેમને ધર્મનો સાચો લાભ આપવો. લોકસમૂહ આ કાળે ખૂબ સાધન સગવડવાળો બનતો જાય છે. તેથી તેઓ પોતાના સ્વજનો કે જે સાધુ થયા છે, તેમના પ્રત્યે સભાવ થાય, તેથી તેમને કિંમતી, અલંકારિક વસ્તુઓ વહોરાવવાનો ભાવ થાય તે સમજી શકાય છે છતાં ઔચિત્ય જાળવવું. ત્યાગ વૈરાગવાળા શ્રમણે આકર્ષક વસ્તુઓને સ્વીકારવી નહિ કારણકે તેમાં પૌદ્ગલિક ભાવ પોષાય છે જે મોક્ષમાર્ગને બાધક છે. વસ્તુઓનું તેમ સ્થાનનું છે. ગૃહસ્થ સદ્ભાવપૂર્વક સ્થાન આપે તો જ સ્થિરતા કરવી. સ્વચ્છતા અને સમય જાળવવા. આમ સંયમ સ્વીકાર્યા પછી તે શુદ્ધ અને દઢપણે પાળવામાં ત્રણે યોગની ખૂબ જાગૃતિ જરૂરી છે, અથવા અજાગૃતિના છિદ્રો દ્વારા કયારે મલીનતા મમતા પ્રવેશ કરી લે અને સંયમનું શિર્ષાસન થઈ જાય તે કળી શકાતું નથી આથી આ કાળમાં ત્યાગીજનો પણ ભોગીજનોના સંપર્કે શિથિલ બને તેવી સંભાવના છે. જેમકે, પ્રથમ પોતે તો ફોન કરે નહિ, કરાવે. પછી સાધન રાખતા થાય. સંયમ છે માટે અપવાદે અભક્ષ્ય ઔષધ પણ સેવે, આહાર અભક્ષ્ય ન ખપે તેમ ઔષધનું છે. અપવાદ તો પ્રાણ સાટે લેવાનો છે. દેહની મૂછ કે મનોભાવનાના પોષણ માટે આહાર કે ઔષધ નથી. તો જ સાધુજીવનનો આદર્શ ટકે. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળનું યોગ્ય ઔચિત્ય જાળવવું. સાધુચર્યા : સાધુજનો પ્રાયે તપસ્વી છે. મિતાહારી છે તેથી તેમને નિરોગીતાની બક્ષિસ છે, છતાં પૂર્વના કોઈ અપરાધથી અશાતા આવે ત્યારે સમાધિ ટકાવવા પ્રયત્ન કરે, ન છૂટકે ઔષધિનો ઉપયોગ કરે. અર્થાત આહાર, સ્થાન, વસ્ત્ર, પાત્ર વગેરે તમામ વસ્તુને જયણા અને જરૂરપૂર્વક જ કધ્ય છે. કશુ જ મર્યાદા બહાર નહિ. શુદ્ધધર્મના પાલનમાં અપરિગ્રહી સાધુને વર્તમાનજોગ હોય. જરૂરી સાધનો પણ અલ્પ હોય, વધુ નહિ. તેમને વળી શંકા શાની હોય કે જરૂર પડે વસ્તુ નહિ મળે તો ! શરીર કે ઉદર નિભાવના સાધન સિવાય એક સોય જેટલી પણ વસ્તુ વધારે ન હોય. વળી તેમાં ઈનિષ્ટ ભાવ ન હોય. દેહનું મમત્વ પ્રશમરતિ ૧૩૯ પ્રવજયા Page #145 -------------------------------------------------------------------------- ________________ છુટયું છે તેવો અપવાદ પણ સેવવો નથી. સાધુતા વડે સિદ્ધિ પ્રાપ્ત કરી સિધ્ધત્વ મેળવવાનું છે. સાધુના આહારાદિ ગ્રહણમાં એજ ભાવના કે સ્વસ્થ શરીરનો સંયમધર્મમાં સાથ લેવો છે. શુદ્ધધર્મનું પાલન કરવું છે. આત્માની રક્ષા કરવી છે. પ્રશમતિ એટલે ઝળહળતાં વૈરાગ્ય મોક્ષની નિકટતા અનુભવતા મુનિ. તેઓ જગતનું વિષમ સ્વરૂપ જાણે છે. દેહાદિના નિભાવ માટે લોકસંપર્ક કરવા છતાં તે કાજળની કોટડીમાં લેપાતા નથી. કાદવમાંથી માટી અને પાણીની સ્વચ્છતા ગ્રહણ કરી કમળનું સૌંદર્ય કેવી રીતે ખીલે છે ? મુનિને દેહાદિનો સંયોગ છે. તેને સાધન માની તેમાંથી સ્વની ભિન્નતા દેઢ કરી મુનિ સ્વરૂપાનંદમાં ઝૂલે છે. ત્યારે સ્વરૂપ સૌંદર્ય ખીલે છે. મુનિ તો નિગ્રંથ છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મ, ભવભ્રમણનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગો સાથે જેમની તદ્રુપતા નથી. અર્થાત રાગ દ્વેષની ગ્રંથિથી મુનિ મુક્ત છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ સંયોગ છે પરંતુ તેમાં કર્તાભાવ નથી તેથી મુનિ નિગ્રંથ છે. નિગ્રંથ મહાત્મા મહા વિવેકી છે. જ્ઞાન, ધ્યાન, તપ, મહાવ્રતની વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ છે. દોષોને દૂર કરે અને આત્મગુણની વૃદ્ધિ કરે. પરિષહો પર તેમનો સંયમ છે. પરિષહજય તે તેમનો સ્વાભાવિક જીવન ક્રમ છે. જ્ઞાન ધ્યાનાદિમાં સહાયક વસ્તુ કલ્પ્ય છે, તેને બાધક અંતરબાહ્ય વસ્તુ મુનિને ત્યાજય છે. પરદ્રવ્ય, પરપૌદ્ગલિક પદાર્થોમાં રાગ કે દ્વેષથી તેઓ દૂર રહી મોક્ષયાત્રામાં પ્રગતિ કરે છે. ભોજન, વસ્ત્ર, પાત્ર, વસ્તી, ઔષધ વગેરેની નિર્દોષતા જાળવે છે. કલ્પ્ય કે અકલ્પ્યનો વિચાર કરી તેનો ઉપયોગ રાખે છે. આરાધનાને બાધક હોય તો પણ અનુકૂળતાનો રાગ ત્યજી તે વસ્તુઓને ત્યજી દે છે. મુનિ મોક્ષમાર્ગે જવા નીકળ્યા છે ત્યાં અંશ માત્ર રાગાદિનો ભાવ યાત્રાને પૂર્ણ થવા દે નહિ, તેથી તેઓ જાગૃત છે. પૂર્ણતા, મોક્ષ, સ્વરૂપ પ્રાપ્તિ પામતા પહેલા મુનિરાજે, સાધકે કાંટાળી કેડી કંડારવાની છે કેમકે સંસારના સુખ, અનુકૂળતાઓ અને સમૃદ્ધિની છોળો કરતા આ તો અલૌકિક માર્ગ છે. એટલે બંનેના હેતુઓ જુદા જ રહેવાના. મોક્ષમાર્ગે દેહ, દેહભાવ ઈત્યાદિને જતા કરીને જ્ઞાનાદિ ગુણો અને સ્વરૂપનિષ્ઠા કેળવવાની છે. પ્રશમતિ ૧૪૦ પ્રવજયા Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના આગમોમાં સારભૂત વસ્તુઓનો મહાસંગ્રહ છે. વળી સાધુ તો આગમ ચક્ષુવાળો છે, અંતરીક્ષ વાળો છે. યદ્યપિ અનાદિના સંસ્કાર ભૂસવા પ્રયોજનભૂત ઉપાય કરવા જરૂરી છે. એકાંતમાં પણ એ સંસ્કાર તો સાથે જ રહે છે છતાં તે આત્મસ્વભાવના નથી. દૂર કરવાથી જાય તેવા સંયોગિક છે. વળી આ ઉપાયો અનેકવિધ છે. ગ્રંથકાર કહે છે કે સાધુનો આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્ર-રત્નત્રયયુકત છે રત્નત્રયીરૂપ આત્મા જ દેહાવગાહન છે. તે રત્નત્રય આત્માથી જુદા હોય તો મુક્તિનું સાધન-ધ્યેય ન બને. આ રત્નત્રય શું છે? જે આત્મા મોહનો ત્યાગથી આત્મામાં આત્મા વડે આત્માના સ્વરૂપને જાણે છે તે આત્મજ્ઞાન જ આત્માના દર્શન-જ્ઞાનચારિત્ર છે. આમ આત્મસ્વરૂપનો જ્ઞાતા થયેલો સાધુ જીવ સાથે જોડાયેલા કર્મોને સમભાવથી જુદા કરે છે. જે સાધુને ચેતન અચેતન પદાર્થોમાં ઈનિઝ બુદ્ધિ નથી તે સામ્યભાવે રહે છે. આ સામ્યભાવ અમૃત છે. સાધુ આત્મસંવેધ રસરૂપ સામ્યામૃતનું પાન કરે છે. હે મુનિ ! પૂર્ણતા પામતા સુધી સામ્યભાવને ટકાવવા વૈરાગ્યની જનની બારભાવનાનું નિરંતર અનુપ્રેક્ષણ કરવું. સાધુતા વૈરાગ્યથી વિકસે છે. નિરંતર આત્મગુણનો અભ્યાસી સાધુ લોક સંપર્કથી દૂર રહે છે. સાધુ જગતના મોહમય, વિચિત્ર પ્રકારોના દૃશ્યો જોવા માટે અંધ છે. વળી જગતના જડચેતન કોઈ પદાર્થોના રાગાદિ ભાવ વડે ગુણદોષ બોલવા માટે મૂંગા છે. વળી જગતના પૌલિક પદાર્થોના વર્ણન સાંભળવા બધિર છે. એમ શાસ્ત્રકાર જણાવે છે. હે મુનિ ! સાધુપણું એટલે સિદ્ધત્વ પ્રગટ કરવાનો અનુપમ લહાવો છે. પૂર્ણ સુખ પામવાનો અવસર છે. અનાદિકાળથી જીવે જગતના પ્રપંચો જોયા, જીભ મળી ત્યારે કેટલાયે પ્રલાપ કર્યા. હર્ષ શોક કર્યા હવે તે બોધ પામ્યો કે આત્માની શુદ્ધસત્તા પામવા માટે આ સર્વે નિરર્થક છે તેથી હવે સાધુ આત્મગુણોમાં લીન બને છે. આવા મહાત્માઓ વૈરાગી છે. આવા મહાત્માઓને મદ સ્પર્શતો નથી, કામવાસના સતાવતી નથી, મોહનીય કર્મ પજવતું નથી, મત્સર ઉઠતો નથી, રાગની મીઠાશ કે દ્વેષની વાશ જાણતા નથી, તેઓ નિરંતર અનાકૂળ છે. ગ્રંથકારે આ પ્રકારે સાધુતાનું અનુપમ સ્વરૂપ જણાવ્યું છે. સાધકે પણ ગૌણપણે આજ આચારાદિનું લક્ષ્ય સાધ્ય કરવાનું છે. પ્રશમરતિ ૧૪૧ પ્રવજયા Page #147 -------------------------------------------------------------------------- ________________ - ૧૮. નવતત્ત્વનું ચિંતન : (વિશ્વની અબાધિત રચના) IIIIIIIIIIII સાધક અવસ્થામાં મન પદ્ગલિક પદાર્થોમાં પ્રવૃત્ત થઈ ઈનિષ્ટ બુદ્ધિ કરતું હોય ત્યારે મનને પ્રથમ નવતત્ત્વાદિનું ચિંતન કરી તેમાં રોકવું. વળી આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા સાધકને માટે નવતત્ત્વાદિનું મનન, ચિંતન અતિ આવશ્યક છે. આ તત્ત્વોમાં વિશ્વની રચના સમાઈ જાય છે. જેથી જગતનું સ્વરૂપ જાણી સાધક વૈરાગ્ય પામે છે. આ તત્ત્વો જિનવર કથિત મહા વિજ્ઞાન છે. આ નવતત્ત્વો એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તેનું ચિંતન કરી તેનો મર્મ જાણવો. મુખ્યત્વે જાણવા યોગ્ય અને ઉપાદેય તત્ત્વ જીવ છે. એ જીવનો ચેતના પ્રવાહજયોતિ નવ તત્ત્વોને પ્રકાશિત કરે છે. એ સર્વ તત્ત્વોથી ભિન્ન એવા આત્માનું લક્ષ્ય કરી આત્મામાં રમણતા કરવી તે તત્ત્વોનો સાર છે. નવતત્ત્વનું ચિંતન કરવાની પદ્ધતિ આ પ્રમાણે છે. - (૧) જીવ : ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે, જાણવું તે જ્ઞાનની ક્રિયા છે. સંસારી જીવ આયુષ્યકર્મને યોગે જીવે છે. વળી અન્ય કર્મને યોગે નવા નવા શરીર ધારણ કરે છે. જીવ ઉપયોગ લક્ષણ યુક્ત છે. શરીરધારી જીવ પ્રાણોને ધારણ કરીને જીવે છે. પાંચ ઈન્દ્રિયો મન, વચન, કાયાબળ, આયુષ્ય, શ્વાસોશ્વાસ આ દ્રવ્યપ્રાણ છે. જીવના દર્શન, જ્ઞાન, ચારિત્ર (સુખ), વિર્ય (શક્તિ) આ ભાવપ્રાણ છે. સંસારી જીવને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ બંને હોય છે. સિદ્ધ-મુક્ત જીવને શુદ્ધ ભાવપ્રાણ હોય છે. નારક, તિર્યચ, મનુષ્ય, દેવ, જીવો છે. હું જીવ છું, શુદ્ધાત્મા, સિદ્ધ સ્વરૂપ છું. સંસારીપણું તે જીવની અશુદ્ધ અવસ્થા છે. તે સર્વ અવસ્થાથી હું ભિન્ન છું એમ ચિંતન કરવું. પોતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાવન કરવું. (૨) અજીવ જે ચેતના કે ઉપયોગ રહિત છે. આત્મા આ અજીવાદિ સર્વ દ્રવ્યોથી ભિન્ન છે. શરીરાદિ સાથે સાંયોગિક સંબંધ છે. તેમાં રાગદ્વેષ ભાવ કરી જીવ બંધનયુક્ત થાય છે. માટે અજીવનું સ્વરૂપ જાણી તેનાથી ભિન્ન સ્વરૂપને આરાધવું. અજીવાદિમાં સવિશેષ પદ્ગલિક કર્મપરમાણુઓનો સંયોગ છે, તેને આધીન ન થવું. તે અજીવ છે અને Jain E શમરતિernational For Private ૪ રsonal Use Only નવતત્ત્વનું ચિંતty.org Page #148 -------------------------------------------------------------------------- ________________ જીવ ચેતન છે. ખાટલા, પાટલા, વસ્ત્રો સર્વે અજીવ છે. હે જીવ ! તે પદાર્થોનું મમત્વ ત્યજવું. સ્વામિત્વ ત્યજી દેવું. ધર્માસ્તિકાય વિગેરે અજીવ તત્ત્વો છે. તે નિમિત્ત-સહાયક માત્ર છે. (3) પુણ્ય : સંસારી જીવોને દેવાદિ શુદ્ધ અવલંબનના નિમત્તે જે શુભભાવ થાય છે તેના વડે પુણ્યબંધ-આસવ થાય છે. તેના ઉદયથી સુખની સામગ્રી અને સુખનો અનુભવ થાય છે. આ સુખ પુણ્યઆશ્રયી હોવાથી તે આત્મ સુખ નથી પણ સુખાભાસ છે. આથી પુણ્ય ઉપાદેય નથી. પરંતુ પુણ્ય વડે મળતા માનવદેહ, ધર્મક્ષેત્ર, સત્ દેવાદિનો યોગ, શાસ્ત્રબોધ, જેવા નિમિત્તોથી જીવ સ્વના સત્ પુરૂષાર્થ વડે મોક્ષ પામે છે. તેથી પુણ્યની તે હેતુએ ઉપાદેયતા છે. છતાં પુણ્ય શુભ આસ્રવ હોવાથી તે અજીવ છે. ત્યાગવા યોગ્ય છે. કારણ કે આસવથી બંધ હોય છે. જેના વડે બંધ થાય તેના વડે મોક્ષ ન થાય. હે જીવ ! આવા નિશ્ચયનયને લક્ષ્યમાં લઈ પયયોગના સદુઉપયોગ વડે શુદ્ધાત્માનો આશ્રય કરી સાધના કરવી તે ધર્મ છે. પુણ્ય એકાંતે હેય નથી તેમ ઉપાદેય નથી. ભૂમિકાનુસાર વિવેકપૂર્વક આરાધના કરવી. (૪) પાપ : પદ્ગલિક પદાર્થોના પરિચયે જીવને રાગાદિભાવ અશુભભાવ થાય છે, તે પાપબંધનું કારણ છે. પુણ્યમાં રાગાદિભાવ પ્રશસ્ત હોવાથી તે શુભ છે. પાપનું પરિણામ અનેક પ્રકારના દુઃખ છે. દેહાદિના સુખ માટે જીવ પાપ બંધ પોતે જ કરે છે તે જીવની પાપ સ્વરૂપ વિભાવદશા છે, જે પરિભ્રમણનું કારણ બને છે. આત્મા નિર્દોષ સુખ અને આનંદનો સ્વામી છે, તે દેહાદિના મોહને કારણે ચારે ગતિમાં દુઃખ પામે છે. તેની નિરર્થકતા સમજી જીવે પાપના કારણોનો ત્યાગ કરી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિર થવું. સ્વભાવષ્ટિએ પુણ્ય અને પાપ બંને કર્મબંધરૂપ છે, જે દ્વારા જીવ સંસારમાં પ્રવેશ કરે છે. તે પુણ્ય હો કે પાપ હો તે બંધનું કારણ છે માટે પુણ્યનું ભલુ માનીને ઉપાસવું નહિ, બંને પુદ્ગલમયી છે. મોક્ષમાર્ગ જીવમયી છે. તેથી પુણ્ય-પાપના ભેદને ગૌણ કરી આત્મશ્રેયનું લક્ષ્ય રાખવું. (૫) આસવઃ વાસ્તવમાં પુણ્ય-પાપ બંને કર્મરજોને ગ્રહણ કરવારૂપ આસવ છે. આસવ એટલે શુભાશુભ ભાવ દ્વારા કર્મનું આત્મપ્રદેશે ગ્રહણ થવું. જીવ વિભાવદશામાં કાર્મણવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે ત્યારે પોતાના શુભાશુભ પરિણામ વડે પુણ્ય પાપના ભેદ પડે છે. તેમાં સુખનો પ્રશમરતિ નવતત્ત્વનું ચિંતન ૧૪૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કરાવે તે પુણ્ય પ્રકૃતિ છે અને પાપનો અનુભવ કરાવે તે પાપ પ્રકૃતિ છે. આસવો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના હેતુવાળા છે. ચેતનાની ફુરણા વડે થતી મન, વચન, કાયાની ક્રિયાને યોગ કહે છે. આ પૌગલિક યોગ છે. આ યોગ આત્માની સાથે કર્મોનો સંબંધ કરાવનાર હોવાથી આસ્રવ છે. અર્થાત્ કર્મોનું આવવું તે આસ્રવ છે. તે પૌદ્ગલિક છે. કષાય અને ઈદ્રિયોથી જીતાયેલો આત્મા જ સંસારી છે. તાત્વિક દૃષ્ટિએ વિયંતરાય કર્મના ક્ષયોપશમથી (કંઈક ઉઘાડથી) તથા પુદ્ગલોના આલંબનથી થતું આત્મપ્રદેશોનું કંપન-ક્રિયા તે યોગ છે. તે યોગ શુભ પ્રવૃત્તિ યુક્ત હોય તો પુણ્યાસ્રવ થાય અને અશુભ પ્રવૃત્તિયુક્ત હોય તો અશુભ આસવ થાય છે. બંને આસવ છે. પુણ્યથી સામગ્રી મળે પણ ધર્મ-નિર્જરા ન થાય. આથી તીર્થકર નામકર્મનો પણ ઉત્કૃષ્ટ નામકર્મની પ્રકૃતિમાં સમાવેશ થાય છે. જે છેવટે છૂટી જાય છે. કેવળ શુદ્ધ ભાવ જ ધર્મ છે. પૌદ્ગલિક પદાર્થોના નિમિત્ત થતાં અનેક વિકલ્પો આસવનું કારણ છે, જે સંસાર પરિભ્રમણનું કારણ છે. (૬) સંવર: આસવનો ભેદ જે જીવ અને કર્મવર્ગણાના ગ્રહણ થવા વાળો છે. સંવરતત્વ આત્મા સાથે થતાં કર્મવર્ગણાના સંયોગને રોકવાવાળો છે, તેથી તેના હેતુઓ આત્મલક્ષી છે. આત્મવિશુદ્ધિને કારણે આસવ રોકાય છે. તેના કારણો સમિતિ, ગુપ્તિ, પરિષહજય, ભાવના, સામાયિક આદિ દ્રવ્યસંવર છે. રાગાદિભાવનું રોકાવું તે ભાવસંવર છે. મુખ્યત્વે સાચા-ભાવસંવરના અધિકારી મુનિઓ છે. એટલે તેના હેતુઓ સાધુચર્યાના છે. તેને સાધકે ગૌણપણે આરાધવાના છે. ભાવશ્રાવક ગૌણપણે આરાધના કરી શકે. પૂર્ણસંવર સિદ્ધ ભગવંતોને છે. () નિર્જરા આવતા કર્મોને રોકવા તે સંવર. પૂર્વે બાંધેલા કર્મો જે આત્મપ્રદેશોને આવરણ કરી સત્તા જમાવીને બેઠા છે તેને નષ્ટ કર્યા વગર મોક્ષપ્રાપ્તિ સંભવ નથી. કર્મોને ક્રમે ક્રમે ક્ષીણ કે સર્વથા ક્ષય કરવાના આત્મલક્ષી હેતુઓને નિર્જરા કહે છે. તેનો મુખ્ય હેતુ તપ છે. “ઈચ્છા નિરોધ તપ” નિજ ગુણની અનુભૂતિ થાય તે તપ છે. ઈચ્છાઓ આકાશ જેવી છે તે એકાએક શાંત-નિરોધ થતી નથી તેનો ઉપાય યોજવો પડે છે. તે તપ બે પ્રકારે છે. (૧) બાહ્યતપ (૨) અત્યંતર તપ. આ બંને તપ વ્યવહાર અપેક્ષાએ ઉપાસી જીવે નિશ્ચયથી સ્વભાવમાં સ્થિરતા કરવાની છે તે ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા થાય છે. પરંતુ તે પ્રશમરતિ ૧૪૪ નવતત્ત્વનું ચિંતન Page #150 -------------------------------------------------------------------------- ________________ પહેલાની ભૂમિકા માટે વેલાના રક્ષણ માટે જેમ વાડ છે તેમ બાહ્યતપ છે. અત્યંતર તપથી કર્મક્ષયની ભૂમિકા પરિપકવ થાય છે ત્યારપછી ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા સાચી નિર્જરા થાય છે. તપસા નિર્જરાય. છ બાહયતપ : બાહયપણે થતા તપ જે કર્મને તપાવે. (૧) અનશન : વાસ્તવમાં આહારની આવશ્યકતા લાગે નહિ તે અનશન. મર્યાદાના સમય માટે ચારે આહારનો ત્યાગ તે અભ્યાસ છે. જે અંતસમયે સંલેખનાના ભાવ સુધી પહોંચાડે. (૨) ઉણોદરિ : મર્યાદિત માત્રામાં આહાર લેવો. (૩) વૃત્તિસંક્ષેપ : આહારની લોલુપતા ઘટાડી, વસ્તુઓ પરિમિત સંખ્યામાં ગ્રહણ કરવી જેથી સાધનામાં રૂર્તિ રહે. (૪) રસત્યાગ : આહારની લોલુપતા ઘટાડવા પ્રમાદ થાય તેવા ભારે આહારનો ત્યાગ કરવો. (વિગઈ ત્યાગ) જેથી સ્વાધ્યાય, ધ્યાન સરળતાથી થાય. (૫) સંલિનતા : આહારનાં સંયમથી શરીરની આસનસ્થ રહેવાની ક્ષમતા કેળવવી. પદ્માસન વગેરેથી અંગોપાંગ સંકોચવા તે સંયમમાં સહાયક છે. રાગાદિભાવનો સંકોચ કરવો. (૬) કાયકલેશઃ શરીર સાધનાને અનુરૂપ બધી મુદ્રાઓ અને ક્રિયાઓ સ્વસ્થતાથી કરી શકે તેવી ક્ષમતા કેળવવી. પ્રતિકૂળતામાં સમતા રહે. લોચાદિકમાં સ્વસ્થતા રહે. છ અત્યંતર તપ અંતરને ક્યાય, વિભાવ, પરભાવથી સ્વચ્છ રે. (૧) પ્રાયશ્ચિતઃ સંયમજીવનમાં સૂક્ષ્મ નિરીક્ષણ કરવું. કયાંય દોષ છૂપાઈને રહે નહિ. જે દોષ થાય તેનું ગુરુજનો પાસે પ્રાયશ્ચિત લેવું. જેથી કષાયભાવ શાંત થાય. (૨) વિનયઃ ગુરુજનો પાસે વિનમ્ર બનો. જયાંથી જ્ઞાનાદિ મેળવવા છે ત્યાં આદર, સેવા, આજ્ઞાપાલન અત્યંત જરૂરી છે. (૩) વૈયાવચ્ચ : ધ્યાન, સ્વાધ્યાય, તપ, સંયમ જીવન માટે અત્યંત જરૂરી છે તેમ ગુરુજનો કે ગ્લાનની સેવા અત્યંતર તપ-સાધનાનું એક અંગ છે. રાગ દ્વેષ મંદ થવાનો હેતુ છે. (૪) સ્વાધ્યાય : વ્યવહાર અપેક્ષાએ પાંચ ભેદ છે. મૂળ હેતુ સ્વનું અધ્યયયન છે. સ્વાધ્યાય એવા પ્રકારે થાય કે ઉપયોગને અંતરમાં જોડે જેમાં અંતર્મુખતા કેળવાય. પ્રશમરતિ નવતત્ત્વનું ચિંતન ૧ ૪૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ (૫) ધ્યાન : તપ સ્વયં નિજગુણની અનુભૂતિ માટે છે, ધ્યાન સ્વગુણમાં સ્થિતિ થવી તે છે. તેમાં દઢ થવા ભૂમિકા માટે ધર્મધ્યાનના ભેદ આપ્યા છે. અન્યત્ર પ્રસ્તુત છે. (૬) કાયોત્સર્ગ : દેહભાવથી મુક્ત થવું તે કાયોત્સર્ગ છે. હે મુનિ! સંયમની કસોટી દેહભાવથી મુક્ત થવા માટે, તપની આખરી ફળશ્રુતિ એ છે. કથંચિત ક્ષમતા ખૂટે ત્યારે ઔષધાદિ દાભાવે કરવા. સાધનામાં શરીર સાથ ન આપે ત્યારે પ્રારંભનું મર્યાદિત અનશન અહીં પૂર્ણતા પામે તેને સાધનામાં દેહનો ઉત્સર્ગ કહ્યો છે. (૮) બંધ : આત્માના વૈભાવિક પરિણામોને કારણે આત્માના પ્રદેશ અને કર્મરોનું ક્ષીરનીરવત્ જોડાવું તે કર્મબંધ છે. આસ્રવ થતાં બંધ અવશ્ય થાય છે તેથી આસવની જેમ બંધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય અને યોગ છે. આ ક્રમ ગુણસ્થાનકના વિકાસથી દૂર થાય છે. જેમકે મિથ્યાત્વના નાશ થવાથી સમ્યકત્વ ચોથું ગુણસ્થાનક પ્રગટે છે. અવિરતિના જવાથી દેશ કે સર્વવિરતિ પાંચમું કે છઠું ગુણસ્થાનક પ્રગટે છે. પ્રમાદ જવાથી સાતમું ગુણસ્થાનક પ્રગટે છે. કષાય જવાથી દસમું ગુણસ્થાનક પ્રગટે છે. ઘાતકર્મના નાશથી તેરમું ગુણસ્થાનક પ્રગટે છે. યોગ નિરોધ થવાથી ચૌદમું ગુણસ્થાનક પ્રગટે છે પછી જીવ કર્મથી સર્વથા મુક્ત થાય છે. પુનઃ બંધન થતું નથી. આ કર્મબંધના વિવિધ પ્રકારો છે તેમાં મુખ્ય ચાર પ્રકાર. (૧) પ્રકૃતિઃ બંધ થયા પછી તે કર્મ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિરૂપે ફળ આપવાની શક્તિ . (૨) સ્થિતિ : બંધાયેલા કર્મો આત્મ પ્રદેશો સાથે કેટલો કાળ રહેશે. (૩) રસઃ બંધ સમયના પરિણામ પ્રમાણે તે કર્મ મંદ, તીવ્ર સુખ-દુઃખરૂપ અનુભવ કરાવે. (૪) પ્રદેશ : બંધ-ઉદયમાં પુગલનો કેટલો જથ્થો વપરાશે. (વિશેષ વિસ્તાર અન્યત્ર જાણી લેવો) આમ કર્મ જડ પદાર્થ છતાં તેની સમસ્ત સંસારી જીવો પર વિલક્ષણ સત્તા છે. જે પ્રબળ આત્મશક્તિ વડે જ દૂર થાય છે. ત્યાં સુધી જીવ સંસારમાં પરિભ્રમણ કરી સુખ દુઃખનો અનુભવ કરે છે. તેથી હવે મુક્તદશા કહે છે. પ્રશમરતિ ૧૪૬ નવતત્ત્વનું ચિંતન Page #152 -------------------------------------------------------------------------- ________________ (૯) મોક્ષ : સર્વથા સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું તે મોક્ષ છે. મુક્તાત્મા સિદ્ધશીલા પર બિરાજે છે. અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી શાશ્વત સ્થિતિને પ્રાપ્ત કરે છે. તે આત્માઓને હવે જન્મ જરા મરણાદિના હેતુઓ નષ્ટ થવાથી પરિભ્રમણ સમાપ્ત થાય છે. દેહાદિના બંધનોથી સર્વથા મુક્ત છે. અનંત સમાધિના સુખમાં સ્થિતિ છે. તે સિદ્ધાત્માઓનું જ્ઞાનીજનો ધ્યાન ધરે છે અને પોતાના સિદ્ધસ્વરૂપને પ્રતીત કરે છે. તેની ઉપાસના કરે છે. સિદ્ધાત્માના અવ્યાબાધ સુખનું વર્ણન સર્વજ્ઞ પૂર્ણપણે કરી શકતા નથી તે માત્ર અનુભવ યુક્ત છે. સર્વ જીવોમાં આ સિદ્ધત્વ તિરોહિત રહેલું છે. સ્વભાવના આશ્રયે તે પદની પ્રાપ્તિ થાય છે. માનવ જીવનનું અગ્રીમ કર્તવ્ય સંસારથી મુક્ત એવી સિદ્ધદશાને પામવી તે છે. - ૧૯. જીવના ભેદ પ્રભેદ, HTT IIIIIIIIIII જીવના મુખ્ય બે પ્રકાર, મુક્તજીવ અને સંસારી જીવ. મુક્ત જીવ : સર્વથા સર્વ કર્મથી મુક્ત, જે પુનઃ કર્મથી બંધાતો નથી. જેને પુનઃ જન્મ મરણરૂપ સંસાર નથી તે લોકાગ્રે સિદ્ધશીલા પર અનંતકાળ સમાધિ સુખમાં રમણતા કરે છે. મુક્ત જીવ અશરીરી છે. તે સર્વ ધર્મ કે કર્મથી મુક્ત છે. હવે તેને સંસારના કોઈ હેતુઓ લાગુ પડતા નથી તે સિદ્ધાત્મા-શુદ્ધાત્મા કહેવાય છે. - મુક્તાત્મા તે દીર્ઘ કે હૃસ્વ નથી, તે ગોળ કે ચતુષ્કોણ નથી. તે લાલ કે લીલો નથી. તે શ્વેત કે કાળો નથી. તે સુગંધી કે દુર્ગધી નથી. તે તીખો કે કડવો નથી. તે ખાટો કે મધુર નથી. કર્કશ કે મૃદુ નથી. શીત કે ઉષ્ણ નથી. તે હલકો-ભારે નથી. તે સ્ત્રી કે પુરુષ નથી. તે યુવા કે વૃદ્ધ નથી. તે અશરીરી હોવાથી તેને પૌલિક કોઈ ધર્મ કર્મના વ્યવહાર નથી. જીવ પરને ભોગવતો નથી જ્ઞાનમાત્ર સ્વભાવથી જાણે છે. તો પછી મુક્તાત્મા કેવા છે? અરે ! મુક્તાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શી, અનંત સુખવાળા અને અનંત શક્તિવાળા છે. અક્ષય સ્થિતિવાળા અરૂપી, અગુરુલઘુ હોય છે. તેમના શાશ્વત સુખની દશા યોગીજનો જાણે છે. તે વચનાતીત છે. જીવના ભેદ પ્રભેદ પ્રશમરતિ ૧ ૪૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાત્માઓ અભેદ છે. સમાન છે. ઉપમા આપવાથી આપણી મતિ મપાઈ જાય તેવું તે અચિંત્ય સ્વરૂપ છે. સંસારી જીવ : ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ બાદર : નિગોદ તથા એકેન્દ્રિય જીવો સ્થાવર છે. સ્વયં હલન ચલન કરી શક્તા નથી. ત્રસ : બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય સ્વયં હલન ચલનવાળા છે. વાસ્તવમાં જીવમાત્ર સ્વભાવે ચેતનામય છે. પરંતુ કર્મની વિચિત્રતાથી અનેક ભેદ પડયા છે. જન્મ, જરા, મરણ, રોગ, શોકની વિચિત્ર દશાવાળા હોય છે. વળી આ સંસારી જીવ સ્ત્રી, પુરૂષ અને નપુંસક એમ ત્રણ લિંગવાળા છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, અને નારક ચારે ગતિમાં ભમતા જીવો ચાર પ્રકારે છે. અનુક્રમે પાંચ ઈન્દ્રિય ધરાવનાર પંચેન્દ્રિય પ્રકારે છે. સંસારી જીવનું કથન વિસ્તૃત છે, વિવિધ છે. ચૌદરાજલોક વ્યાપી છે, ચારગતિમાં ભમે છે. ચોરાશી લાખ સ્થાનોમાં જીવ કર્માધીન જન્મ ધારણ કરે છે. જીવનું લક્ષણ ઉપયોગ : જીવની ઓળખાણ ઉપયોગરૂપ પ્રગટ લક્ષણથી છે. જીવ માત્રનું લક્ષણ ઉપયોગ છે. તે મુખ્ય જ્ઞાન અને દર્શન બે પ્રકારે છે. ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર. આ વ્યાપાર પ્રવૃત્તિ ચેતનાશક્તિનું કાર્ય છે. અતિ પ્રકાશમય સૂર્યના ગોળામાં તે શક્તિ નથી કારણકે તે સર્વે જડ પદાર્થો છે. તેનાથી અનંત શક્તિ આત્માની છે. ગમે તેટલો કાળ જીવ દેહમાં રહે તો પણ તેના સ્પર્ધાદિ એકે લક્ષણ જીવમાં પ્રવેશ પામતા નથી અને ચેતનનો એકપણ પ્રદેશ જડમાં પ્રવેશ પામતો નથી. બંને લક્ષણથી નિતાંત ભિન્ન છે. ચેતનાશક્તિ જીવમાત્રમાં સમાન છતાં તેનો બોધ વ્યાપાર કર્માધીન વિષમ અને વિવિધ છે. કોઈની ગ્રહણ શક્તિ મંદ કે તીવ્ર હોય છે. તેથી જ્ઞાન-દર્શન ઉપયોગના ભેદ પડે છે. ચેતનાનો જ્ઞાન ગુણ મુખ્ય છે. મતિ શ્રુત આદિ તેની અવસ્થાઓ છે. વાસ્તવમાં આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી જાણવું તેનું કાર્ય છે. જાણેલા પદાર્થોમાં રાગાદિ કરવા તે મોહ કે અજ્ઞાન છે. જેને કારણે જીવ કર્મબંધ કરે છે. ઉપયોગ મુખ્યત્વે સાકાર અને નિરાકાર બે પ્રકારે છે. સાકાર ઃ જે બોધ ગ્રાહ્ય વિષયોને વિશેષરૂપે જાણે તે સાકાર જ્ઞાન પ્રશમરત ૧૪૮ જીવના ભેદ પ્રભેદ Page #154 -------------------------------------------------------------------------- ________________ છે, જે સવિકલ્પ કહેવાય છે. નિરાકાર : જે બોધ ગ્રાહી વિષયને સામાન્યરૂપે જાણે તે નિરાકારને દર્શન કહેવાય છે. તે નિર્વિકલ્પ બોધ છે. સાકાર ઉપયોગના જ્ઞાનના પાંચભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, અને કેવળજ્ઞાન. કેવળજ્ઞાન પૂર્ણ અને અખંડ છે. દર્શનના ચક્ષુ, અચા, અવધિ અને કેવળ આદિ ભેદ છે. કેવળદર્શન પૂર્ણ વિકસિત છે. સમ્યકત્વ સાથેનો બોધ જ્ઞાનરૂપ છે. સમ્યકત્વ રહિત બોધ અજ્ઞાન છે. જીવના ભાવ : જીવ ભાવાત્મક તત્ત્વ છે. તે ભાવ કેવળ સ્વભાવ છે. પરંતુ સંસારી જીવના જેટલા વિકલ્પો તેટલા ભાવો છે. શાસ્ત્રોકતપણે તેના મુખ્ય પાંચ ભાવો છે તેમાં ચાર કર્મ સાપેક્ષ છે. (૧) ઔદાયિક (૨) પારિણામિક (૩) ઔપશમિક (૪) ક્ષાયોપથમિક (૫) ક્ષાયિક. (૧) ઔદાયિક ભાવ : કર્મના ઉદયાધીન ભાવ થવા તે ઔદાયિકભાવ છે. જે એક પ્રકારની જીવની મલિન અવસ્થા છે. જેને કારણે જીવ કર્મની પરંપરા પામે છે. સંસારી જીવમાત્રને આ ભાવ પ્રધાનતાથી હોય છે. પારિણામિક ભાવ: તે દ્રવ્યના અસ્તિત્વથી જાતે જ ઉત્પન્ન થાય છે. આત્મદ્રવ્યનું સ્વાભાવિક નિમિત્ત રહિત પરિણમન કે જેમાં કંઈ ફેરફાર થતો નથી, જેમકે ચેતન ચેતન રૂપે જ પરિણમે જડરૂપે પરિણમે નહિ. તેના ત્રણ ભેદ છે. જીવત્વ, ભવ્ય અને અભિવ્યત્વ. જીવ કયારે પણ જડરૂપે પરિણમે નહિ ભવ્ય ગમે તેટલો કાળ સંસારમાં રહે તો પણ અભવ્યરૂપે પરિણમે નહિ. અભવ્ય ગમે તેટલું ચારિત્ર પાળે તો પણ ભવ્યરૂપે પરિણમે નહિ એને પરિણામિક ભાવ કહેવાય છે. આ ભાવ કર્મ સાપેક્ષ નથી. સાધકે સ્વભાવરૂપ પારિણામિક ભાવની શુદ્ધતાનું લક્ષ્ય કરી સાધના કરવી જોઈએ જે સ્વરૂપ પ્રાપ્તિનો મુખ્ય હેતુ છે. વળી કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ પરિણમન જ પારિણામિક ભાવ છે. ઔપશમિક ભાવઃ કર્મોના ઉપશમ (દબાવા)થી જીવને જે ગુણની પ્રાપ્તિ થાય તે એક પ્રકારની આત્મવિશુદ્ધિ છે, તે ઔપથમિકભાવ છે. જેમાં પ્રદેશોદય (ઉદયમાં નહિ આવેલા) અને વિપાકોદય (ઉદયજનિત) બંને પ્રકારના કર્મોદય અટકી જાય છે. તે પથમિકભાવ તેનો કાળ (૨) પ્રશમરતિ ૧૪૯ જીવના ભેદ પ્રભેદ Page #155 -------------------------------------------------------------------------- ________________ અંતમુહૂર્ત છે. અપેક્ષાએ શુદ્ધભાવ છે. ક્ષાયોપથમિક ભાવ : ઉદયમાં આવેલા કેટલાક કર્મોનો ક્ષય થાય તેવા પુનઃ ન બંધાય. સત્તામાં રહેલા કેટલાક કર્મોનો ઉપશમ થાય ત્યારે આ ભાવ હોય છે. તે પ્રાથે ચાર ઘાતકર્મોનો હોય છે. ક્ષાયિકભાવ : તે તે ગુણ સ્થાનકે તે તે કર્મપ્રકૃતિનો સર્વથા ક્ષય થવાથી જે ભાવ પ્રગટે તે ક્ષાયિકભાવ. જેમકે ચોથા ગુણસ્થાનકે દર્શનમોહની ત્રણ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કષાયની ચાર એમ સાત પ્રકૃતિનો ક્ષય થવો. સાધકે સાધનાકાળમાં ક્ષાયિકભાવનું લક્ષ્ય કરવાનું છે. તે પ્રમાણે આગળના ગુણ સ્થાનકે પ્રકૃતિનો ક્ષય થતો જાય. જો કે આ પાંચ ભાવોમાં પારિણામિક ભાવ સિવાય ચાર ભાવ કર્મ સાપેક્ષ છે. પરિણામિક ભાવનો સ્વભાવરૂપે પરમપારિણામિક ભાવે લક્ષ કરી તે ભાવ સાધ્ય કરવાનો છે તે અવસ્થા શુદ્ધ છે. નરકાદિ જેવી અવસ્થામાં પણ મૂળ સ્વરૂપે રહેલો આ ભાવ ક્ષતિ પામતો નથી. તે તો જેવો છે તેવો જ રહે છે. સમ્યગુષ્ટિ આત્માનું લક્ષ્ય આ ભાવ પ્રત્યે હોવાથી તે આગળના ગુણસ્થાનકને પ્રાપ્ત કરી મુક્તિ પ્રાપ્ત કરે છે. સિદ્ધાવસ્થામાં પારિણમિક ભાવ અને ક્ષાયિક ભાવ હોય છે. બીજા ત્રણ કર્મસાપેક્ષ હોવાથી તે સિદ્ધાવસ્થામાં હોતા નથી. જો કે ક્ષાવિકભાવ કર્મ સાપેક્ષ છે છતાં કર્મોનો ક્ષય થવાથી તે પુનઃ બંધ ઉદય પામતા નથી તેથી તે ભાવ સિદ્ધાવસ્થામાં રહે છે. સવિશેષ ચાર ઘાતકર્મોનો નાશ થવાથી જે ગુણ પ્રાપ્ત થાય છે તે ક્ષાયિક ભાવ છે. જીવના આઠ સ્વરૂપ : નિશ્ચયથી આત્મા કેવળ જ્ઞાયક સ્વરૂપ છે. વ્યવહારથી તેના આઠ ભેદ કહ્યા છે. ૧. દ્રવ્યાત્મા ૨. કષાયાત્મા ૩. યોગાત્મા ૪. ઉપયોગાત્મા ૫. જ્ઞાનાત્મા ૬. દર્શનાત્મા ૭. ચારિત્રાત્મા ૮. વિર્યાત્મા. આત્મતત્ત્વની વ્યાપક વિચારણા મોક્ષ માર્ગની આરાધનામાં સહાયક છે. તેનાથી સ્વતન્તભૂત જ્ઞાનાદિ ગુણો પ્રગટે છે. આત્મતત્ત્વને આ રીતે વિવિધ પ્રકારે જાણવાથી સ્વરૂપ રમણતા-સ્થિરતામાં સરળતા રહે છે. વળી સ્વભાવ તથા વિભાવદશાનો બોધ થાય છે. ૧. દ્રવ્યાત્મા : જીવદ્રવ્યમાં રહેલો દ્રવ્યત્વનો પરિણામ અનાદિ પારિણામિક ભાવ છે. તે દરેક અવસ્થાઓમાં ટકી રહે છે. ચેતન અચેતન બધા દ્રવ્યોમાં જે સ્થિર અંશ છે, તે સર્વ અવસ્થાઓમાં કાયમ રહે છે તેને પ્રશમરતિ ૧૫૦ જીવના ભેદ પ્રભેદ Page #156 -------------------------------------------------------------------------- ________________ અહીં આત્મા કહેવામાં આવ્યો છે. જીવ જેમ દ્રવ્યાત્મા છે તેમ અજીવ દ્રવ્યને પણ દ્રવ્યાત્મા કહ્યો છે. જેમ સર્વ દ્રવ્યમાં દ્રવ્યત્વ અનુચૂત છે તેવી રીતે અચેતન સર્વ દ્રવ્યોમાં પરમાણુ અનુચૂત-સ્થાયી છે તેથી તેને દ્રવ્યાત્મા કહે છે તેમાં ચૈતન્યની અપેક્ષા નથી. ૨. કષાયાત્મા : આત્મા સાથે ક્રોધાદિ કષાયો લાગેલા છે ત્યાં સુધી તે કષાયાત્મા છે. ૩. યોગાત્મા : યોગ એટલે વ્યાપાર પ્રવૃત્તિ. સંસારીજીવને મન, વચન, કાયાના યોગ હોવાથી તે યોગાત્મા છે. ૪. ઉપયોગાત્મા : જાણવા-જોવારૂપ જ્ઞાન દર્શન રૂપ વ્યાપાર તે ઉપયોગ, આ ઉપયોગ સર્વજીવને હોય છે. તે ઉપયોગાત્મા છે. ૫. જ્ઞાનાત્મા : સમ્યગ્દર્શનથી યુક્ત આત્માના જ્ઞાનરૂપ પરિણામ. આ પરિણામવાળા આત્માને જ્ઞાનાત્મા કહેવાય છે. સમ્યગ્દષ્ટ આત્મા જ્ઞાનાત્મા છે. ૬. દર્શનાત્મા : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન પરિણત આત્મા દર્શનાત્મા છે. જીવ માત્રમાં કોઈને કોઈ દર્શન હોય છે તેથી જીવ માત્ર દર્શનાત્મા છે. ૭. ચારિત્રાત્મા : પાપસ્થાનેથી મુક્તવિરતિધર્મ આત્મા ચારિત્રાત્મા છે. ૮. વીર્યાત્મા : વીર્ય, શક્તિ, સર્વ જીવોમાં આત્મશક્તિ હોય છે તે સર્વ જીવો વીર્યાત્મા છે. ૨૦. આત્મા-સ-અસત્ (ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય યુક્તમ્ સત્) પદાર્થ માત્ર ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણથી યુક્ત છે તે સત્ છે. જેમ કે આત્મા વર્તમાનમાં મનુષ્ય છે, તે અવસ્થા નાશ પામી તે વ્યય, દેવપણે ઉત્પન્ન થયો તે ઉત્પત્તિ, અને આત્મા એજ રહ્યો તે ધ્રુવ. વિશ્વના પદાર્થમાત્ર આ પ્રમાણે સ્વંતત્ર પરિણામી છે. તેમાં આ ત્રિપદીની અવશ્યભાવી મુખ્યતા છે. ઉત્પત્તિ : માટીના પિંડમાંથી ઘડો બન્યો તે ઉત્પત્તિ. વ્યય : ઘડો ફૂટી ઠીકરા થયા. પ્રશમરતિ ૧૫૧ આત્મા-સત્-અસત્ Page #157 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવ-માટી કાયમ રહી. આત્મા ધ્રુવ તત્ત્વ છે, તેનો નાશ નથી. તેની અવસ્થાઓ બદલાય છે. તે અવસ્થાઓ આત્માની ધ્રુવસત્તા પર આધારિત છે. આત્મા ન હોય તો ગતિ વગેરે અવસ્થાઓ કોના પર થાય? મનુષ્યાદિપણું કેવી રીતે ઘટે ! આત્મા ધ્રુવ તત્ત્વ છે. તેની સિવાય રાગાદિ અવસ્થાઓ, મનુષ્યાદિપણું, ઈન્દ્રિયપણું માર્ગણાસ્થાનો, ગુણ સ્થાનો, જ્ઞાનાદિ અવસ્થાઓ પર્યાયો છે, જે નિરંતર ઉત્પાદ અને વ્યયરૂપ છે. આ જગતનો કોઈ કર્તા કે નિયંતા નથી. કોઈ જગતને બનાવતું નથી કે બગાડતું નથી. પરંતુ વિશ્વ આ ત્રણ નિયમથી ચાલે છે. જગતના જડ ચેતન સર્વે પદાર્થો સ્વ-પરિણામી છે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં ડખલ કરતું નથી, કે અન્યરૂપે પરિણમતું નથી. જૈનદર્શનની સર્વજ્ઞ પ્રણિત આ ત્રિપદી અનન્ય છે. જે પ્રભુના શ્રીમુખેથી ગણધરોને બોધ આપવા પ્રગટ થઈ હતી. તેમાંથી શ્રી ગણધરોએ ક્રોડો શ્લોક પ્રમાણ દ્વાદશાંગીની રચના કરી તેવી અભૂતતા આ ત્રિપદીમાં છે. તેનું રહસ્ય જેને સમજાય તેને સંયોગ-વિયોગતાના દુઃખ સાર્શે નહિ. કારણ કે તેમાં રહેલા ઉત્પાદ વ્યયનો બોધ છે. ધ્રુવ પ્રત્યે દષ્ટિ રાખે તો શું નાશ પામ્યું નથી પછી શોક શો ? વિલ્પ શો ? મોહ શો ? જૈનેતરમાં આના જેવો બોધ રૂપકથી મળે પણ તે વ્યક્તિ સાપેક્ષ છે. જેમકે બ્રહ્મા જગતનું સર્જન કરે છે (ઉત્પાદ), મહેશ ધ્વંસ કરે છે (વ્યય), વિષ્ણુ રક્ષણ કરે છે (ધ્રુવ). જયારે જૈનદર્શનમાં સર્વજ્ઞ ભગવાને આ ત્રિપદી અત્યંત સ્વંતત્ર પરિણમનયુક્ત છે તેમ સમજાવ્યું તે યથાર્થ બોધદાયક છે. તે પ્રકારે અજીવ પોતાના પરિણામનો કર્તા છે. અને તેનું પરિણામ તે તેનું કર્મ છે. પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવથી કર્તા કર્મના ભાવ છે તે બંધ છે તે સંસાર છે. તે વ્યવહાર છે તેમ જાણવું. “નિશ્ચય રાખી લક્ષમાં જે આદરે વ્યવહારોજી, તે પુણ્યવંત પામશે, ભવથી પારોજી.” -ઉ. શ્રી યશોવિજયજી પ્રશમરતિ ૧ પ ર આત્મા-સોry.org Page #158 -------------------------------------------------------------------------- ________________ : ૨૧. અજીવતત્ત્વ છે જીવતત્ત્વનું નિરૂપણ કર્યા પછી હવે અજીવ તત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે. જીવનું લક્ષણ ચેતના છે. અજીવ, ચેતના (ઉપયોગ) રહિત છે. વિશ્વમાં આ બે દ્રવ્યોની મુખ્યતા છે. બીજા દ્રવ્યો તેનો વિસ્તાર છે. સર્વજ્ઞ પરમાત્માએ સૃષ્ટિની રચનામાં છ દ્રવ્યોનું સ્વતંત્ર પરિણમન દર્શાવ્યું છે. આ છ દ્રવ્યોમાં એક જીવ છે અને પાંચ અજીવ છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અજીવ અરૂપી છે. જે ઈન્દ્રિય અગોચર છે. પુલાસ્તિકાય અજીવ પણ રૂપી છે. જે સ્પર્ધાદિ લક્ષણયુક્ત છે. આ પ્રમાણે પાંચ અજીવ છે. જીવ સહિત છ દ્રવ્યો છે. આ છ દ્રવ્યોનું જ્યાં અસ્તિત્વ છે તેને “લોક' કહે છે. તે દ્રવ્યો અસાધરણ લક્ષણથી જુદા સમજાય છે, છતાં અન્યોન્ય સહાયક-નિમિત્ત છે. તેઓ બળાત્કારે અન્યોન્ય ફેરફાર કરતા નથી, દરેક દ્રવ્યો સ્વંતત્રરૂપે પરિણમી પોતાના જ ક્ષેત્રમાં રહી અન્યોન્યને નિમિત્ત થાય છે. ધર્માસ્તિકાય : જીવ અને પુદ્ગલને ગતિ સહાયક. (નિમિત્ત) અધર્માસ્તિકાય : જીવ અને પુદગલને સ્થિતિ સહાયક. આકાશાસ્તિકાય : દરેક દ્રવ્યોને અવગાહન-જગા આપવામાં સહાયક. પુદ્ગલાસ્તિકાય : સ્પર્શદિવાળું રૂપી છે. કાળ : વર્તના દરેક દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે તેમાં સમયાદિ વ્યવહારમાં કાળ નિમિત્ત છે. પ્રથમ ત્રણ દ્રવ્યો એક છે. લોકવ્યાપી છે. અસંખ્યાત પ્રદેશ છે. તેમાં આકાશના બે ભેદ છે. જયાં છ દ્રવ્યો છે તે લોકાકાશ છે. અલોકાકાશ જે અનંત પ્રદેશ છે. જયાં છ દ્રવ્યો નથી. કેવળ આકાશ છે. પુદ્ગલાસ્તિકાય : રૂપી છે, સંખ્યાત, અસંખ્યાત અને અનંત છે. ચૌદરાજલોક વ્યાપી છે. તે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોવાથી રૂપી છે. તેનું સૂક્ષ્મ સ્વરૂપ પરમાણુ છે, જે અવિભાજય છે. જીવને આ પુદ્ગલના સ્પર્ધાદિન નિમિત્તે રાગાદિ વિકાર થાય છે તે કર્મબંધનું કારણ છે. શરીરાદિના સંયોગ વિયોગ તથા મન વચન કાયાની સર્વ ક્રિયામાં પુદ્ગલદ્રવ્ય નિમિત્તરૂપે હોય છે સુખ દુઃખ જન્મ મરણ તે તેનું નિમિત્ત કાર્ય છે. જીવ અજ્ઞાનદશામાં વિભાવરૂપે પરિણમે છે, ત્યારે કર્મ પુગલો ગ્રહણ થાય છે તેને કર્મબંધ કહેવાય છે. પ્રશમરતિ ૧૫૩ અજીવતત્ત્વ Page #159 -------------------------------------------------------------------------- ________________ કાળ ઃ દરેક દ્રવ્યના પોતાના સ્વભાવને ત્યાગ કર્યા વગર પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિ તેવા પરિણામ તે આ કાળનો ઉપકાર કાર્ય છે. પાંચ દ્રવ્યોના પરિણમનમાં નિમિત્તરૂપ થવું તે કાળનું કાર્ય છે. નિશ્ચય કાળનું સ્વરૂપ-સમયરૂપ વર્તન છે. વ્યવહારથી કાળનું સ્વરૂપ-સમયથી માંડીને અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ અનંતકાળ છે. તે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એમ ત્રણ પ્રકારે છે. જમીનમાં વાવેલા બીના અંકુર ફૂટે, છોડ થાય તેના પર ફળ આવે તેમાં પ્રેરક કાળ છે. સ્ત્રી ગર્ભ ધારણ કરે અમુક સમયે બાળકને જન્મ આપે એ આ કાળનું નિમિત્ત કાર્ય છે. બાળ, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિ કાળની વર્તન છે. નવી વસ્તુ જૂની થવી તે કાળનું નિમિત્ત છે. પુગલદ્રવ્યના રૂપ રસાદિનું સ્વયંમેવ પરિવર્તન થવું તે કાળકૃત છે. જીવમાં રાગાદિભાવમાં ઉપયોગનું પરિવર્તન થવું તે કાળકૃત છે. જીવના જ્ઞાન દર્શનાદિ ઉપયોગનું પરિવર્તન થવું તે કાળકૃત છે. સમગ્ર વિશ્વમાં કાળનો પ્રભાવ અનેક રીતે છે. જીવ અજ્ઞાનવશ અનાદિકાળથી સંસારમાં જન્મમરણ વડે દુઃખ પામે છે. અને જયાં સુધી અજ્ઞાનવશ રહેશે ત્યાં સુધી દુ:ખ પામવાનો છે. જેમ કાળની આદિ નથી અનાદિ છે તેમ કાળ ભાવિમાં અનંત છે જેનો અંત નથી. તો શું જીવે અનાદિથી અનંતકાળ સુધી રખડયા કરવું? એનો અંત નથી ! છે. જીવે જન્મમરણથી મુક્ત થવું હોય કે સંસારમાં રહેવું હોય તે માટે સ્વતંત્ર છે. કારણ કે જીવને પોતાના જ અજ્ઞાનથી બંધ છે અને સ્વરૂપજ્ઞાનથી મુક્તિ છે. છ દ્રવ્યો નિત્ય સ્વતંત્ર પરિણામી છે. સતુદેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધા સહિત. છ દ્રવ્યોને ઉત્પાદાદિ ત્રિપદીથી વિચારતા જીવનો કર્તા ભોક્તા ભાવ છૂટી જાય છે. સાક્ષી ભાવ પ્રગટ થાય છે. શુદ્ધ સ્વભાવના આશ્રયે જીવ સત્ પુરૂષાર્થ, વ્રત તપ કરે તો મુક્ત છે. પરંતુ જીવે અનાદિથી પરના આશ્રયે વ્રત તપાદિ કર્યા છે તેથી કથંચિત પુણ્યથી સાંસારિક સુખ પામ્યો પરંતુ સ્વરૂપ સુખ પામ્યો નથી હવે જો સ્વભાવના આશ્રયે શુદ્ધધર્મના પરિણામ કરે તો સ્વરૂપ સુખ પ્રાપ્ત કરે. પ્રશમરતિ ૧૫૪ અજીવતત્ત્વ Page #160 -------------------------------------------------------------------------- ________________ xxxxxxx ૨૨. સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપસુખનો, શુદ્ધધર્મનો પ્રારંભ સમ્યગુદર્શનથી થાય છે. જે જીવનું દર્શન શુદ્ધ તેનું જ્ઞાન સમ્યગુ કહ્યું છે. તેમાં શુદ્ધ ચારિત્રનો અંશ હોય છે. સમ્યગ્દર્શન એ આત્માનો શુદ્ધ (શ્રદ્ધા) ગુણ છે, જે કેવળદર્શન થતાં પૂર્ણ થાય છે. સમ્યગુદર્શન નિસર્ગ અને અધિગમ-નિમિત્તથી બે પ્રકારે છે. સમ્યગુદર્શન જીવના શુદ્ધ પરિણામ, સહજ ભાવ કે સ્વભાવથી થાય છે તે નિસર્ગ છે, જે પ્રતિમા દર્શનથી, ગુરુગમથી, શાસ્ત્ર અધ્યયનથી કે ઉપદેશકના નિમિત્તથી પ્રાપ્ત થાય છે તે અધિગમ-નિમિત્તરૂપ છે. વ્યવહારનયની અપેક્ષાએ સદેવ, સત્ગુરુ અને સધર્માદિની અપૂર્વ શ્રદ્ધા, તે સમ્યગુ દર્શન. સર્વજ્ઞના બોધમાં અપૂર્વ શ્રદ્ધા, વિભાવ દશાથી મુક્ત થવા માટે ગુરુનિશ્રા અને આજ્ઞાપાલન સધર્મ એટલે દયામૂળધર્મ; જે પરિણામથી આત્મા શુદ્ધ થાય તે ધર્મ અર્થાત ક્ષમાદિ ગુણધર્મો, અહિંસાદિ વતો, દાનાદિ ધર્મો. જીવ ધર્મને ધારણ કરે તો તેને સંસારના દુઃખોથી રક્ષણ મળે. આ નિમિત્તો વ્યવહાર સમ્યકત્વના છે. જે નિશ્ચય સમ્યગ્રદર્શનનું કારણ બને છે. જીવ અને કર્મનો સંયોગ અનાદિકાળથી છે. સંસારી જીવ સામાન્યપણે સંપૂર્ણતયા કર્મોના પ્રભાવ નીચે છે. તેની દરેક વૃત્તિ પ્રવૃત્તિ કર્મપ્રેરિત છે. છતાં જીવ સ્વભાવે અકર્મા છે. જયારે સંસાર પરિભ્રમણનો કાળ મર્યાદિત થાય છે, અર્ધપગલપરાવર્ત જેટલો રહે છે ત્યારે તેને મોક્ષની રૂચિ થાય છે, તેને કંઈક પ્રશ્ન ઉઠે છે કે આ જીવ શું છે ? જગત શું છે? સુખ દુઃખનું કારણ શું છે? ઈચ્છા ન છતાં રોગાદિ કેમ થાય છે? આવા ઉહાપોહના કારણે તેને બોધશ્રવણની ભાવના થાય છે અને પુણ્યયોગે તેને આંતર બાહા તેવા નિમિત્તો મળે છે. સ્વપુરૂષાર્થ વડે આત્મવિશુદ્ધિ કરી સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે ત્યારે તેને સાચા સુખની અનુભૂતિ થાય છે. નિશ્ચયથી સ્વાનુભૂતિજન્ય શુદ્ધિ તે સમ્યકત્વ છે. અનંતાનુબંધી ચાર કષાયો અને દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓ એમ દર્શન સપ્તકનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે ત્યારે જીવને તે તે પ્રકારનું સમ્યગુદર્શન હોય છે જે ચોથું ગુણ સ્થાનક કહેવાય છે. પ્રશમરતિ ૧૫૫ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર Page #161 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન પ્રાપ્તિની પાત્રતા : સમ્યગદર્શન મૂલ્યવાન તત્ત્વ છે. મોક્ષનું પ્રવેશદ્વાર છે. તેના સંસર્ગથી જ્ઞાન પણ સમ્યમ્ બને છે. તે પાંચ લક્ષણ, આઠ ગુણ અને ૬૭ ભેદોથી વિભૂષિત છે. જેના વગર સ્વરૂપ પ્રાપ્તિ કે મુક્તિ નથી તે કેવું ચમત્કારિક હોય તે વિચારવું. સમ્યગ્દર્શન વગર જીવ અનંતકાળથી ભટકયો છે. તેની પ્રાપ્તિ થતાં ભવભ્રમણ સીમિત થઈ અંતે અંત પામે છે. તેવા સમ્યગુદર્શનને નમસ્કાર હો. સર્વ પ્રથમ આત્મવિશુદ્ધિ માટે વિષય કષાયથી વિરક્તિ થવી પાત્રતા માટે જરૂરી છે. આંતર બાહા પાત્રતા માટે કેવી સાનુકૂળતા જોઈએ તે જણાવે છે. ચારે ગતિમાં જીવ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. યદ્યપિ એટલું પૂરતું નથી. એ ગતિમાં જન્મેલો જીવ પર્યાપ્તિયુક્ત જોઈએ. પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ જોઈએ. સશીપણુ મન સહિત જોઈએ. (દ્રવ્યમન) સમ્યગદર્શનની પ્રાપ્તિ સમયે જીવ શુભ લેશ્યાવાળો હોય. તે સમયે શુભપ્રકૃતિના ઉદય બંધવાળો જોઈએ. વિશુદ્ધ અધ્યવસાયવાળો જોઈએ. અશુભ પ્રકૃતિના રસને અનંતગુણહીન અને શુભ પ્રકૃતિના રસને અનંતગુણ વૃદ્ધિએ બાંધનારો જોઈએ. આયુષ્ય સિવાયની સાતે કર્મની સ્થિતિ સાગર કોડાકોડી હીનબંધવાળો હોય. ઉત્તરો ઉત્તર ન્યુન ન્યુન કર્મબંધવાળો જોઈએ. મિથ્યાત્વ મોહનીયકર્મનો ઉપશમ થાય તો તે જીવ સમ્યગુદર્શનરૂપ વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. માત્ર જ્ઞાનનો ક્ષયોપશમ સમ્યગુદર્શનની પ્રાપ્તિમાં કાર્યકારી નથી. મિથ્યાત્વ મોહનીયના ઉપશમની પ્રક્રિયાના ત્રણ કરણ છે. કોઈ જીવને અનુભવ, સંવેદન કે પ્રશસ્ત અધ્યવસાય ઉત્પન્ન થયા હોય તો તેને મોહનીયકર્મનો ઉપશમ થાય છે. કરણ : આત્મપરિણામ, પ્રતિ સમયે ઉત્તરોઉત્તર અનંત અનંત ગુણ વધતા વિશુદ્ધ આત્મપરિણામ (અન્ય અર્થ પણ હોય છે) અત્રે સમ્યકત્વને આશ્રયી છે. પ્રશમરતિ ૧પ૬ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર Page #162 -------------------------------------------------------------------------- ________________ આવા આત્મપરિણામને દિવ્યવાણી દ્વારા પ્રસ્તુત કરવા તે સર્વજ્ઞ પરમાત્માનો ઉપકાર છે. તેઓના પૂર્ણ જ્ઞાનમાં જગતનું સ્વરૂપ જેવું જાણ્યું તેવું પ્રગટ થયું તે મુનિઓએ આગમમાં સંગ્રહિત કર્યું છે. ક્રમ અને વિશુદ્ધિની અપેક્ષાએ કરણના ત્રણ પ્રકાર છે. ૧. ચરમ યથાપ્રવૃત્તકરણ : જીવ જયારે આ કરણમાં આવે છે ત્યારે પ્રથમ સમયે અધ્યવસાયોની વિશુદ્ધિ અલ્પ હોય છે. બીજા સમયથી તે અનુક્રમે અનંતગુણી વિશુદ્ધિ થતી હોય છે. આ યથાપ્રવૃત્તકરણનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે ચરમ હોવાથી આગળ વધે છે. - ૨. અપૂર્વક્રણ : આત્મવિશુદ્ધિનો યથાનામ અપૂર્વ હોય છે. યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે જે ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ હોય તેના કરતાં અપૂર્વકરણના પહેલા સમયે આત્માની જઘન્યથી વિશુદ્ધિ અનન્તગુણી હોય છે. ત્યારપછી સમયે સમયે જઘન્ય આત્મવિશુદ્ધિ કરતાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. સમય એવો સૂક્ષ્મ છે કે જેના બે ભાગ ન થઈ શકે. પરંતુ જેમ નિર્વાણ પામતો શુદ્ધાત્મા તે જ સમયે લોકાગ્રે પહોંચે છે. તેમ આત્માના વિશુદ્ધ પરિણામના આવા ભેદ પડે છે તે ફકત કેવળજ્ઞાની પરમાત્મા જ જાણી શકે છે. તે સિવાય શાસ્ત્રગમ્ય કે શ્રદ્ધાગમ્ય જાણવું. અપૂર્વકરણમાં આત્મવિશુદ્ધિનું પ્રમાણ આ રીતે અનંતગુણ હોય છે. આ ક્રમે અપૂર્વકરણનો કાળ પૂરો થાય છે. તે અંતર્મુહૂર્તનો હોય છે. ત્યારે ચાર સૂક્ષ્મ ક્રિયાઓ કરે છે. જે પૂર્વે કયારે પણ થઈ ન હતી. (૧) સ્થિતિઘાત (૨) રસઘાત (૩) ગુણસંક્રમ (૪) અપૂર્વ સ્થિતિબંધ. સ્થિતિઘાત - અશુભ કર્મોની સ્થિતિ ઘટે. તે પ્રમાણે રસ ઘટે. ગુણવૃદ્ધિ થાય અને પુણ્યની વિશુદ્ધિનો અપૂર્વ સ્થિતિ બંધ થાય. અપૂર્વ એટલે પૂર્વે ક્યારે પણ આવા અધ્યવસાય થયા નથી. અનિવૃત્તિકરણ : આવી અપૂર્વ ક્રિયાઓની સૂક્ષ્મતા અને વિશુદ્ધિના વડે જીવ અનિવૃત્તિકરણ કરે છે. અહીં પણ આત્મા ઉત્તરોઉત્તર સમયે અનન્તગુણ વિશુદ્ધિ કરે છે. અહીં જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદ નથી સમાન છે. આ કરણમાં પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વ સ્થિતિબંધ થાય છે. અંતરકરણ : - હવે પછી વિશિષ્ટ અને મહત્વપૂર્વ સૂક્ષ્મક્રિયા થાય છે. તે અંતરકરણ. અહીં મિથ્યાત્વનો ઉદય નથી. વનમાં આગ બુઝાય તેમ મિથ્યાત્વની આગ પ્રશમરતિ ૧પ૭ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર Page #163 -------------------------------------------------------------------------- ________________ અહીં બુઝાય છે. જીવ આ આંતરિક વિશુદ્ધ ક્રિયામાંથી પસાર થઈ ઉપશમ સમક્તિ પામે છે. સૂક્ષ્મ અને શુદ્ધ આંતરિક પરિણામની દશામાંથી આત્મા પ્રસ્થાન કરે છે ત્યારે આ મુક્તિદ્વાર સમુ સમક્તિ પામે છે. તે વળી કેટલાય ગુણ વૈભવ સાથે પ્રગટે છે. જે લક્ષણો વડે જીવ સ્વયં સમજી શકે છે કે પોતે સમક્તિ પામ્યો છે. તત્ત્વરૂચિમય આ સમ્યગુદર્શન આધ્યાત્મિક વિકાસ માટે છે. તેમાં ભૌતિક જગતના સુખભોગ કે રૂચિને સ્થાન નથી અને જો એ રૂચિ હોય તો સમ્યગદર્શન નથી. વિશેષ ગુણો - લક્ષણો = શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય. પ્રશમ - સમ્યગ્દર્શન થતાં જીવને અતત્ત્વ આદિનો કદાગ્રહ રૂચિ ઉપશમ પામે છે. ઉદયમાં આવેલા, આવવાના કર્મો-વૃત્તિને શમાવે છે. ઉપશાંત થાય છે. સંવેગ - મોક્ષ પ્રત્યે રૂચિની વૃદ્ધિ. સાંસારિક પાપાદિમાં ભીરતા. નિર્વેદ - સાંસારિક પ્રવૃત્તિમાં અરૂચિ, ઈન્દ્રિય વિષયોમાં આસક્તિનું અલ્પ થવું. અનુકંપા - દુઃખી જીવોના દુઃખો દૂર કરવાની નિઃસ્પૃહ ભાવના. આસ્તિક - જીવાદિ તત્ત્વો અને સત્ દેવાદિમાં અપૂર્વ રૂચિ, શ્રદ્ધા. નિસંકિઅ, નિકંખિયા, નિર્વિતિગિચ્છા, અમૂઢદિહિઆ ઉલવૂહ, થિરીકરણે, વચ્છલ, પાવણે અઠ્ઠ. ૧. નિસંકિઅ - નિઃશંકિત - સંશયરહિત - શ્રદ્ધાવાન. ૨. નિકંખિઅ - નિકાંક્ષિત - અપેક્ષા-આશા રહિત. ૩. નિર્વિતિગિચ્છા - મધ્યસ્થ - અજુગુપ્સિત. ૪. અમૂઢદિઠ્ઠિઓ - અમૂઢદષ્ટિ - વિચક્ષણ - કુશાગ્ર. ઉવવૂહ - ઉપગૂહન. અન્યના દોષને ઢાંકે. થિરીકરણ - સ્થિતિકરણ - ધર્મથી ચલિત સાધકને સ્થિર કરે. વચ્છલ - વાત્સલ્ય - પ્રેમની નિર્મળતા. ૮. પભાવણે - પ્રભાવના - ધર્મભાવની પ્રભાવના. આ આઠ અંગોને વિસ્તારથી જાણો. ૧. નિઃશંક્તિ : શંકા સંશય રહિત સમ્યગુષ્ટિ આત્મા નિઃશંક છે. તે માને છે કે સદેવ, સતગુરુ, સતુધર્મ, સતુશાસ્ત્રો મારા સન્માર્ગમાં અવલંબનરૂપ પ્રશમરતિ ૧૫૮ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર Page #164 -------------------------------------------------------------------------- ________________ છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્ત્વો જ યથાર્થ છે. તત્ત્વોની શ્રદ્ધાને કારણે તે નીચેના સાત ભયોથી મુક્ત છે. જગત જેનાથી આક્રાંત છે, તેનાથી સમ્યગ્દષ્ટિ નિઃશંક છે તે જ તેમનું સુખ છે. સાત ભયથી મુક્તિ (નિસંકિઅ) ૧. આલોકભય ઃ આલોકમાં મારું શું થશે ? મારી આજીવિકાનું શું થશે ? તેવા ભયથી મુક્ત. આત્મા તેમનો આલોક છે. પરલોક તેમનો મોક્ષ છે. ૨. પરલોકભય : પરલોકમાં મારી કેવી ગતિ થશે ? તેવા ભયથી મુક્ત છે કારણ કે સમક્તિની પ્રાપ્તિ પછી અને હયાતીમાં પ્રાયે નીચી ગતિ નથી. ૩. મૃત્યુભય : મૃત્યુનો ભય નથી. મૃત્યુ થવાથી મારો નાશ નથી, હું તો અમર અને શાશ્વત છું. ૪. રોગભય : રોગ થવાથી મારે વેદના ભોગવવી પડશે તેવો ભય નથી. કેમ કે તે જીવે દેહ અને આત્માની ભિન્નતા જાણી છે, કે આત્માને રોગ નથી. ૫. અરક્ષાભય : પરિવારની રક્ષાનો ભય નથી. કારણ કે દરેક પોતાના શુભાશુભ કર્મો પ્રમાણે સુખદુ:ખ ભોગવે છે. કોઈ કોઈને સુખ દુ:ખ આપી શકતું નથી. ૬. અગુપ્તભય : પોતાનો ધન માલ ચોરાઈ જવાનો ભય નથી. તે સર્વે સંયોગાધીન પદાર્થો છે એમ જાણે છે. ૭. અકસ્માતભય ઃ અચાનક અકસ્માત થતા મારું કે પરિવારનું શું થશે તેવો ભય નથી. પ્રારબ્ધ અનુસાર જે બને છે, તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી, તેવી શ્રદ્ધા છે. ર. નિષ્કાંક્ષિત : સમ્યગ્દષ્ટ આત્મા ૫૨૫દાર્થોથી પ્રાપ્ત થતાં સુખથી આકાંક્ષા રહિત હોય છે. તેવા સુખો પુણ્યયોગે પ્રાપ્ત થવા છતાં આ જીવ તેમાં સુખબુદ્ધિ કરતો નથી. કારણ કે તેણે સ્વરૂપ સુખના સ્વાદથી તેવી ભ્રાંતિ ટાળી દીધી છે. તેથી બહારથી કંઈ પણ મેળવવાનું તેમને પ્રયોજન નથી. 3. નિર્વિતિગિચ્છા : માધ્યસ્થા - અગ્લાનિ. તિરસ્કારરહિત. સમ્યગ્દષ્ટ આત્માને વસ્તુના સ્વરૂપનો બોધ પ્રગટપણે વર્તે છે. તેથી તેમણે રાગ-દ્વેષ, સુગંધ, દુર્ગંઘ, પ્રશમરતિ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ૧૫૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્વચ્છ, મલિન પદાર્થોનો ભેદ વર્તાતો નથી. એટલે જેમ કોઈ પદાર્થો પ્રત્યે રાગ નથી, તેમ દ્વેષ નથી. નીરોગીને જોઈને સદ્ભાવ કે રોગીને જોઈને અસદ્ભાવ ઊપજતો નથી. જે પદાર્થો જેવા છે તેવા જાણી વિવેકપૂર્વક વર્તે છે. ૪. અમૂઢષ્ટિ : મૂઢતારહિત, વિવેકદૃષ્ટિ. સમ્યગુદૃષ્ટિ આત્મા સમભાવવાળો હોય છે. પરંતુ વિચક્ષણ હોય છે. હિતાહિતને બરાબર જાણે છે. મન, વચન, કાયાથી અજ્ઞાનીની પ્રશંસામાં પડતો નથી, અને તેનાથી પરાભાવ પામતો નથી. ૫. ઉપગૃહન : અન્યના દોષ ઢાંકવા. સમ્યગુદૃષ્ટિ આત્મા કોઈના દોષને જાણે છે, છતાં તેને દોષી તરીકે તિરસ્કાર નહીં. તેના દોષને ઢાંકે અને સાચી સલાહ આપી સાચા માર્ગે વાળે. ૬. સ્થિતિwણ : માર્ગથી ચલિતને માર્ગમાં સ્થિર કરે. કારણવશાત્ કોઈ જીવ ધર્મથી વિમુખ થતો હોય તો તેને ધર્મમાર્ગમાં સ્થિર કરવા પ્રયત્ન કરે. માર્ગથી ચલિત થયેલા જીવને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે. ૭. વાત્સલ્ય : સર્વ જીવો પ્રત્યે નિઃસ્પૃહ મૈત્રી. સમ્યગુદૃષ્ટિ આત્મા જ્ઞાનીજનો અને સાધર્મિક પ્રત્યે નિઃસ્પૃહ-નિર્મળ પ્રેમ-આદર-મૈત્રી જેવી ઉત્કૃષ્ટ ભાવના રાખે છે, સર્વાત્મામાં સમદષ્ટિ રાખે છે. ૮. પ્રભાવના : ધર્મની, ધર્મના શાસનની વૃદ્ધિ થાય તેવા જ્ઞાન પ્રસારક કાર્યો કરવા. લોકો ધર્મ પ્રત્યે સદ્ભાવવાળા થાય તેવી પ્રવૃત્તિ કરવી. સમક્તિ સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી. -શ્રી આનંદઘનજી, શ્રી મલિજિન સ્તવન આ સપરિવાર એટલે નિઃશંક્તિ આદિ આઠ ગુણો છે. સમ્યગુદર્શન પ્રગટવામાં મૂળ હેતુ. દર્શનમોહની મિથ્યાત્વ, મિશ્ર, અને સમક્તિ મોહનીય ત્રણ ચારિત્રમોહનીયની, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ (કષાય) ચાર પ્રશમરતિ ૧૬૦ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર 0 24 Page #166 -------------------------------------------------------------------------- ________________ એમ આ દર્શન સપ્તકનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવો તે મુખ્ય હેતુ છે. તે નિસર્ગ (સ્વાભાવિક) અને અધિગમ-નિમિત્તથી એમ બે પ્રકારે છે. નિસર્ગ-પરિણામ, સ્વાભાવિક, અપરોપદેશ, પર્યાયવાચી શબ્દો છે. અધિગમ-આગમ નિમિત્ત, શ્રવણ, શિક્ષા, ઉપદેશ વગેરે છે. દર્શન સપ્તકના ઉપશમથી ઓપશમિક સમ્યગુદર્શન છે. દર્શન સપ્તકના ક્ષયોપશમથી ક્ષાયોપશમકિ સમ્યગુદર્શન છે. દર્શન સપ્તકના ક્ષયથી ક્ષાયિક સમ્યત્વ છે. સાસ્વાદન : ઉપશમ સમ્યકત્વથી પાછા વળતા આ સમક્તિ હોય છે. વેદક-ક્ષાયિક સમ્યકત્વ પહેલાના સમયે વેદક સમક્તિ હોય છે. સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર ત્રણે સમૂહરૂપ જ મોક્ષના સાધન છે. કોઈ એક સાધન વડે મોક્ષ માર્ગ નથી. ત્રણે સાધન આત્મશુદ્ધિના છે. યદ્યપિ સમ્યગુદર્શન અને સમ્યગૂજ્ઞાન પ્રગટે ત્યારે સમ્યફચારિત્રના અંશો પ્રગટે છે. જેમ જેમ કષાયરહિત પરિણામની શુદ્ધિ થાય છે, તેમ જ્ઞાન દર્શન વિશુદ્ધ થાય છે. વળી ચારિત્રની સ્થિરતા અને નિર્મળતા પૂર્ણ થતા જ્ઞાન દર્શન પણ પૂર્ણ શુદ્ધપણે પ્રગટ થાય છે. આત્માનો આધ્યાત્મિક વિકાસ ચોથા ગુણસ્થાનકથી થાય છે. જગતના તત્ત્વનું યથાર્થ દર્શન થતાં નિશ્ચંત થાય છે. તેથી આત્માનુભૂતિ કરતો જાય છે. આંતરિક શુદ્ધિમાં આગળ વધતો પાંચમાં ગુણ સ્થાને પહોંચે છે. ત્યારે શ્રદ્ધા, જ્ઞાન સાથે આંશિક આચરણ આવે છે જે દેશવિરતિ કહેવાય છે. છઠ્ઠા ગુણ સ્થાનકે વિશેષ વિશુદ્ધિ હોવાથી ત્રણે સાધનોનો સુમેળ થાય છે. પછીના ગુણસ્થાનકે ત્રણેની વિશેષ શુદ્ધિ હોય છે. ત્રણેના અભેદ પરિણામથી આત્મા પૂર્ણ નિર્મળ થઈ પૂર્ણદશાને પ્રાપ્ત કરી સંસારથી મુક્ત થાય છે. સમક્તિ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. મિથ્યાત્વ સંસાર પરિભ્રમણનું કારણ છે. મિથ્યાત્વ : સમતિ નવિ લહયું રે એ તો રૂલ્યો ભવમાંહિ” જીવ જ્ઞાન વગર સંસારનું પરિભ્રમણ પામ્યો છે એમ નથી. જીવ સદા જ્ઞાન સહિત જ છે. પણ એનું જ્ઞાન વિપરીત છે પરને જાણવામાં રોકાયું છે તેથી તે મિથ્યાજ્ઞાન છે. જીવ મિથ્યાત્વના યોગે પરિભ્રમણ પામ્યો છે. મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધા, તત્ત્વનો અનિર્ણય કે અશ્રદ્ધા છે. પ્રશમરતિ ૧૬૧ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર Page #167 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ પ્રરૂપિત તત્ત્વોનો અસ્વીકાર તે મિથ્યાત્વ છે. સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ્ય, અજ્ઞાન તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વની વ્યાખ્યા એક વાક્યથી પૂરતી થાય છે કે પરમાં સુખબુદ્ધિ કે આત્મબુદ્ધિ. તેમ વળી તેની વ્યાખ્યાના અનેક પ્રકાર છે. એકાંતિક મિથ્યાત્વ=આત્મા શુદ્ધ જ કે નિત્ય જ છે. અથવા આત્મા અશુદ્ધ કે અનિત્ય જ છે. સાંશયિક મિથ્યાત્વ=આત્મા, પુણ્ય પાપ વગેરે છે કે નહિ. વૈનયિક મિથ્યાત્વ=બધા ધર્મો સરખા છે. માંસાહારીનો અને શાકાહારીનો ધર્મ તો છે ને? તેથી સરખા છે. અભિગ્રહિક=પોતે જે માને છે તે જ સાચું. વિપરીત જીવમાં અજીવની અને અજીવમાં જીવની માન્યતા. દેહને આત્મરૂપ માનવો અને આત્માને રાગી વગેરે માનવો. અગૃહિત મિથ્યાત્વ=પૂર્વ જન્મથી લાવેલા વિપરિત સંસ્કાર. ગૃહિત મિથ્યાત્વ આ જન્મમાં આત્માદિ તત્ત્વોની કે સદેવાદિમાં વિપરીત માન્યતા. મિથ્યાત્વ અજ્ઞાનરૂપ અંધકાર છે. અતત્ત્વમાં તત્ત્વ માને છે. મિથ્યાદૃષ્ટિજીવ સત્સંગ અને આગમના યોગથી સુદૂર છે. યદ્યપિ ભવ્યાત્મા ચરમાવર્તિમાં આવે પછી ઉત્તરો ઉત્તર વિકસિત દશામાં મિથ્યાત્વ મંદ થતું જાય છે. તેથી તે પહેલું ગુણસ્થાન કહેવાય છે. તેનો પ્રભાવ સમ્યગુદર્શનના કરણમાં અંતરકરણના અંત સમયે જાય છે. ત્યારે જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે. જ્ઞાનના ભેદો : આત્માનો મૂળગુણ જ્ઞાન સ્વરૂપ છે પરંતુ સમ્યગુદર્શન સહિતનું જ્ઞાન સમ્યગુજ્ઞાન છે. તે જ્ઞાનના પાંચ પ્રકાર છે. ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મન:પર્યવજ્ઞાન ૫. કેવળજ્ઞાન. ૧. મતિજ્ઞાન : આભિનિબોધિકજ્ઞાન (અર્વાભિમુખ નિયતબોધ) મન અને ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાન વ્યાપાર (પ્રવૃત્તિ) તે મતિજ્ઞાન. સ્મૃતિ, ધારણા, જાતિસ્મરણ તે મતિજ્ઞાનના પ્રકાર છે. ૨. શ્રુતજ્ઞાન : શબ્દાર્થ કે ભાષાના અવલંબનથી થતો બોધ તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિયોની અપેક્ષા હોવાથી તે મતિજ્ઞાન સહિત પ્રશમરતિ ૧૬૨ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર Page #168 -------------------------------------------------------------------------- ________________ હોય છે. મતિ શ્રુતના ક્ષયોપશમથી ગ્રહણ થાય તે શ્રુતજ્ઞાનના આગમશાસ્ત્રો આધારિત ઘણા ભેદ છે. જીવ મતિ-શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી દ્રવ્યોને જાણી શકે છે. છતાં તે સર્વ બદલાતી અવસ્થાઓને જાણે નહિ તેવું મર્યાદિત છે. જીવમાત્રમાં આ બંને જ્ઞાનનો અંશ હોય જ છે. નિગોદ જેવા જીવોને પણ આ બંને જ્ઞાનનો અંશ હોય છે. અર્થાત જીવ છે ત્યાં જ્ઞાન ઉપયોગ હોય છે. 3. અવધિજ્ઞાન મન અને ઈન્દ્રિયોની અપેક્ષા રહિત અતિઈન્દ્રિય જ્ઞાન છે. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની મર્યાદાવાળું છે. રૂપી પદાર્થોના પ્રત્યક્ષ જ્ઞાનની પ્રવૃત્તિ તે અવધિજ્ઞાન છે. જેમકે અમદાવાદમાં રહેલો અવધિજ્ઞાની મુંબઈના રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જાણે છે. અવધિજ્ઞાનના બે ભેદ છે. ૧. ભવપ્રત્યય, ૨. ગુણપ્રત્યય. ભવપ્રત્યય અવધિજ્ઞાન નારક અને દેવોને જન્મગતું હોય છે. જેમ માખી જેવા નાના જંતુને જન્મગત ઉડવાની શક્તિ હોય છે તેમ. ગુણપ્રત્યય-સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચને તપાદિ વડે લબ્ધિયુક્ત અવધિજ્ઞાન હોય છે. જેના છ ભેદ છે. આનુગામિક : સ્થળાંતરે પણ સાથે રહે. અનાનુગામિક : ઉત્પત્તિસ્થાનથી સ્થળાંતર થતાં ટકતું નથી. વર્ધમાન : પરિણામની વિશુદ્ધિ સાથે વૃદ્ધિ પામે. (ક્ષેત્રાદિ) અવસ્થિત : જન્માંતરે સાથે જાય. સવિશેષ તિર્થંકરના જીવને અનવસ્થિત : જળ તરંગની જેમ વધે-ઘટે પ્રગટ-અપ્રગટ થયા કરે. ૪. મન:પર્યવજ્ઞાન : તે અઢી દ્વીપમાં તથા સમુદ્રમાં રહેલા સંજ્ઞી (મનવાળા) પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે તે મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે. ઋજુમતિ વિષયને સામાન્યપણે જાણે. જેમ કે કોઈ મનુષ્ય ઘડાનો વિચાર કર્યો તે ઋજુમતિવાળો માત્ર તે જીવના ઘડાના વિચારને જાણશે. પરંતુ તેથી વિશેષ ન જાણે વળી કદાચિત ચાલ્યું પણ જાય છે. | વિપુલમતિ અઢી દ્વીપ સુમદ્રમાં રહેલા મનવાળા જીવોના મનોદ્રવ્ય ભાવને સર્વ પ્રકારે જાણે તેવું ઋજુમતિ કરતા વિશુદ્ધતર છે. જેમકે જીવના ઘડાના વિચારને તે ઘડાના પ્રકારને ઉત્પત્તિ આદિ પ્રકારને જાણે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી સાથે રહે છે. મન:પર્યવજ્ઞાન કરતા અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે. પણ જ્ઞાનની પ્રશમરતિ ૧૬૩ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર Page #169 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિએ સ્થળ છે. મન:પર્યવજ્ઞાન સૂક્ષ્મ છે. વળી આ જ્ઞાન સંયતિ મુનિને હોય છે, તેવું વિશુદ્ધ છે. ૫. કેવળજ્ઞાન : પરિપૂર્ણ શુદ્ધ અસાધારણ અનંત છતાં એક જ ભેદવાળું છે. ત્રણે કાળ ત્રણે લોકના દ્રવ્ય, ગુણ અને સર્વ પર્યાયોને રૂપી, અરૂપી પદાર્થોને યુગપતું જાણે તેવું અપેક્ષાએ દર્પણ જેવું શુદ્ધ અને પરિપૂર્ણ છે. નિશ્ચયથી કેવળજ્ઞાન પોતાના પ્રદેશમાં રમણતારૂપ છે. ચાર ઘાતકર્મનો નાશ થવાથી આ અનંતજ્ઞાન પ્રગટ થાય છે. જીવનું જ્ઞાન સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થાય છે. સમ્યગૃષ્ટિના ત્રણે જ્ઞાન સમ્યગૂજ્ઞાન છે. મતિ, શ્રુત અને અવધિજ્ઞાન મિથ્યાત્વ સહિતના મિથ્યાજ્ઞાન ગણાય છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ મતિ, શ્રુત જ્ઞાન અતિ અલ્પ છતાં મોક્ષાભિમુખ હોવાથી તે જ્ઞાનનો મહિમા છે. મિથ્યાષ્ટિ નવપૂર્વનું જ્ઞાન જાણે છતાં તે સંસારવૃદ્ધિનું કારણ છે. મોક્ષફળમાં ઉપયોગી નથી. તે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન કહેવાય છે. તે અજ્ઞાન સંસારવૃદ્ધિનું કારણ છે. મોક્ષ પામવાનું સાધન આત્મજ્ઞાન છે. સમ્યગ્રચારિત્ર : ચારિત્રના મુખ્ય પાંચ ભેદ છે. ૧. સામાયિક ૨. છેદોપસ્થાપનીય ૩. પરિહાર વિશુદ્ધિ ૪. સૂક્ષ્મસંપરાય ૫. યથાખ્યાત સમ્યગુચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમથી થાય છે. સર્વ પ્રથમ દર્શનમોહના ક્ષયાદિ અને અનંતાનુબંધી આદિ કષાયોના ક્ષયોપશમ આદિ થાય ત્યારે ચારિત્ર ધર્મ પ્રગટે છે. સામાયિક રાગદ્વેષની મંદતા સમ, વિશુદ્ધિનો લાભ-આય, સામાયિક તે સર્વ પાપવ્યાપારની નિવૃત્તિરૂપ ચારિત્ર છે. સામાયિક, પરિમિત કાળનું ગૃહસ્થને અને જીવનપર્યત સાધુજનોને હોય છે. છેદોપસ્થાપનીય : સાધુ-સાધ્વી પાંચ મહાવ્રતો ધારણ કરે. પછી ખંડન થયું હોય તો પુનઃ પાંચવતો આપવામાં આવે. (હાલ વડીદીક્ષા) પરિવાર વિશુદ્ધિ : ચારિત્ર ગુરુ આજ્ઞાથી વિશેષ સાધના માટે સમુદાયથી દૂર એકાંતવાસમાં જાય. તેનું ચોક્કસ પ્રકારનું વિધાન છે. તે શાસ્ત્રમાંથી જાણી લેવું. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર : દસમા ગુણસ્થાનકે મુનિમહારાજને હોય, જયાં કષાયની અતિ અલ્પતા છે. જે દસમાને અંતભાગે નાશ પામે છે. પ્રશમરતિ ૧૬૪ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર Page #170 -------------------------------------------------------------------------- ________________ યથાખ્યાત ચારિત્ર : અગિયારમા ગુણ સ્થાનકે કષાયના ઉપશમથી યથાખ્યાત ચારિત્ર હોય છે. બારમા ગુણ સ્થાનકે કષાયોનો અભાવ-ક્ષયથી યથાખ્યાત ચારિત્ર હોય છે. તેરમા ગુણ સ્થાનકે સયોગી કેવળીનું યથાખ્યાત ચારિત્ર હોય છે. ચૌદમા ગુણ સ્થાનકે કેવળજ્ઞાનીનું યથાખ્યાત ચારિત્ર હોય છે. અર્થાત બધા જ ગુણો ક્ષાયિક હોય છે. સિદ્ધભગવંતોને અપેક્ષાએ ક્ષાયિકચારિત્ર હોય છે. આમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર ત્રણેના અભેદ પરિણામને મોક્ષ કહે છે. દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષમાર્ગઃ મોક્ષ માર્ગનું સ્વરૂપ : મોક્ષ એટલે સર્વથા સર્વ કર્મનો ક્ષય અને આત્માના શુદ્ધસ્વરૂપનું પ્રગટ થવું. જીવનું સ્વસ્વરૂપે પૂર્ણ અખંડ અસ્તિત્વ. વળી સંસારથી સર્વથા મુક્ત થયું. આ મુક્તાત્માઓ હવે સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ કરતા નથી, તેથી તે મુક્તાત્માઓનું વિશિષ્ટ સ્થાન હોય છે તે સિદ્ધશીલા અથવા ઈષપ્રાગભારા પૃથ્વી છે. આ જીવો સાદિ અનંતકાળ સુધી સમાધિ સુખમાં રહે છે. પુનઃ દેહધારણ કરતા નથી. દેહ ધારણ કરવાનું કોઈ કર્મનું નિમિત્ત રહ્યું નથી. તે આત્માઓ પૂર્ણતા પામ્યા છે. જેથી પુનઃ જન્મ મરણ હોતા નથી. મોક્ષમાર્ગ એટલે આત્માની પૂર્ણ શુદ્ધિ અને કર્મ સંયોગથી પૂર્ણ મુક્તિ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર ત્રણેની અભેદ શુદ્ધ પરિણતિ તે મોક્ષ છે. સાધક દશામાં રત્નત્રયની ભેદાભેદ આરાધના છે છતાં ત્રણેમાંથી કોઈ એક સાધનથી મોક્ષ નથી. રત્નત્રયની સંયુક્ત આરાધનાથી મોક્ષ છે. જો કે સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન સાથે સમ્યક્ચારિત્ર આંશિક હોય કે ન પણ હોય ગુણસ્થાનકના વિકાસ સાથે ચારિત્રનું સાહચર્ય હોય છે. ચોથા ગુણસ્થાનકે જીવ નિર્ભ્રાત બને છે. તત્વાર્થની યથાર્થ શ્રદ્ધા યુક્ત હોય છે. જગતના સ્વરૂપને યથાર્થપણે જાણે છે. છતાં તે શ્રદ્ધા અને બોધરૂપે હોય છે. ગુણસ્થાનક એ આધ્યાત્મિક વિકાસ છે. તે આંતરિક શુદ્ધિથી શરૂ થાય છે. પાંચમાં ગુણસ્થાનકથી આંશિક ચારિત્ર એટલે સ્વભાવ પ્રત્યેની સ્થિરતા શરૂ થાય છે. આગળના ગુણસ્થાનકે રત્નત્રયનો સુમેળ પ્રશમરતિ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ૧૬૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ હોય છે. ચારિત્રની સ્થિરતા દર્શનને, જ્ઞાનને નિર્મળ કરે છે. દર્શન જ્ઞાનની શુદ્ધિ ચારિત્રની સ્થિરતામાં વૃદ્ધિ કરે છે. બારમા ગુણસ્થાનકે પૂર્ણ શુદ્ધ ચારિત્ર પ્રગટ થતાં તેરમું ગુણસ્થાનક પ્રગટ થાય છે. એટલે દર્શન જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થાય છે. અંતે ચૌદમાં ગુણસ્થાનકે જીવ મુક્ત થાય છે. સિદ્ધ થાય છે. IIIIIIIIIIIIIIIIIIIII ર૩. રત્નત્રયનો આરાધક કોણ ? હે આત્મન ! આ રત્નત્રય શુદ્ધાત્માની પાત્રતા છે. તેનો આરાધક ક્ષમાદિ ધર્મોનું પાલન કરે છે. ઔચિત્ય ક્રિયામાં શ્રદ્ધાશીલ અને અપ્રમાદિ હોય છે. રત્નત્રય એ તો તરણતારણ જહાજ જેવું છે. જેમ જહાજના ચાલકની કુશળતા જરૂરી છે તેમ રત્નત્રય જહાજના ચાલકની પાત્રતા અત્યંત જરૂરી છે. સમગુદર્શન એટલે સમ્યગુ શ્રદ્ધા. તે સંસારના પદાર્થોથી તદ્દ ભિન્ન પ્રકારની છે. ક્ષમા આદિ અનેક ગુણોથી વિભૂષિત છે. હેય, જોય, ઉપાદેયના વિનયયુક્ત છે. જડ ચેતનની ભિન્નતાની પ્રતીતિરૂપ હોય છે. આ જીવ આવશ્યક ક્રિયાધર્મ અને ભાવધર્મમાં નિપૂણ હોય છે. મૈત્રી આદિ ભાવનાથી વિભૂષિત હોય છે. તે સમયે ભૂમિકાને યોગ્ય ક્રિયા ધર્મનું પાલન કરે છે. અપ્રમત્ત રહીને શુદ્ધભાવમાં શ્રદ્ધાપૂર્વક ઉદ્યમશીલ હોય છે. સંપૂર્ણ વિશુદ્ધ આત્મ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસાવાળો હોય છે. તે માટે પરિષહો, ઉપસર્ગો, કષ્ટોને સમભાવે સહી લે છે, પરિણામે મુક્તિ પામે છે. ગ્રંથકાર આવા આરાધકને જણાવે છે કે હે આત્મન ! તારી આરાધના નિરતિચાર છે. આત્મભાવ અત્યંત શુદ્ધતામાં સ્થિરતા પામ્યા છે તો સંભવ છે કે તારી મુક્તિ આ ભવે કે ત્રીજા ભવે શક્ય છે. (દેશ કાળ પ્રમાણે) તારી આરાધના મધ્યમ કક્ષાની છે તો પાંચ સાત ભવે પણ તારી મુક્તિ છે. સંભવ છે કે તારી આરાધનાની ગતિ મંદ છે તો આઠ કે પંદર ભવ થાય, પણ કયારે ? તારી એ આરાધના નિરંતર ચાલતી રહે. જઘન્યથી મધ્યમ અને મધ્યમથી ઉત્કૃષ્ટ કક્ષાની થતી રહે તો તારા મોક્ષને રોકવાવાળી કોઈ શક્તિ નથી. તારી સ્વભાવ શક્તિનું સામર્થ્ય જ એ છે કે તને મુક્તિપૂરીમાં લઈ જાય. માટે રત્નત્રયના જહાજને સંભાળજે. પૂર્ણતા પામે બાહ્યઅવલંબન છૂટી જશે. પ્રશમરતિ ૧૬૬ રત્નત્રયનો આરાધક કોણ? Page #172 -------------------------------------------------------------------------- ________________ ધ્યાતા કેવો હોય ? ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહ્યું છે. ઉત્તમ સહનાવાળા તેના અધિકારી છે. વાસ્તવમાં મોક્ષમાર્ગનું ધ્યાન ધર્મધ્યાનથી છે. તેના અધિકારી મુખ્યપણે મુનિજનો છે. તે ધ્યાતા કેવા હોય ! પાપભીરૂ ઉત્તમ ક્ષમાદિ ગુણોથી વિભૂષિત અંતરઆત્માને આરાધી પરમાત્મપદને ઈચ્છવાવાળા, ગૃહ-જંગલમાં સમાનવૃત્તિવાળા, વંદક નિંદકમાં સમભાવવાળા, કનક પાષાણને સમ જાણવાવાળા, સ્વાધ્યાયમાં અપ્રમાદી હોય, ત્રણે યોગની સ્થિરતા અને શુદ્ધતાવાળા હોય છે. કારણ કે અધ્યવસાયની તેવી શુદ્ધિ હોય છે. નિરતિચાર ચારિત્રવાળા હોય છે. આ મુનિરાજ છઠ્ઠા સાતમાં ગુણસ્થાનવર્તી છે. જો કે ઘાતી કર્મોનો ક્ષય હજી થયો નથી. પરંતુ તેના રસ સ્થિતિ ઈત્યાદિના ક્ષયની શરૂઆત થઈ ગઈ છે. આ યોગીને ધ્યાનના કારણે અનેક રિદ્ધિ સિદ્ધિ, લબ્ધિઓ પ્રગટ થાય છે પણ યોગીને તેનું માહાભ્ય નથી. તેથી તેનો ઉપયોગ ક્રતા નથી. તેમ ક્રવું તે પ્રમાદ છે. તે ઉપરાંત આ યોગીજનો રસગારવ, ઋદ્ધિગારવ કે શાતાગારવથી રહિત હોય છે. આ સર્વ પ્રકારો સહજ પ્રાપ્ત થતા હોવા છતાં તેમાં લપાતા નથી. આત્મશાંતિ, સમભાવ, ચિત્તની અપૂર્વ પ્રસન્નતાનું પ્રશમસુખ પ્રાપ્ત હોય પછી અન્ય સુખની અપેક્ષા નથી. ઈન્દ્રાદિને અપ્રાપ્ય એવા આત્મિક સુખમાં મગ્ન યોગી પ્રશમસુખમાં છે. તેમની પાસે સુરવરાદિક કરતાં આંતરિક રિદ્ધિ સિદ્ધિ અમાપ છે, જે અવર્ણનીય છે. | મુખ્યત્વે આત્મસ્વભાવમાં રમણતા એ આ ધ્યાતાનું ધ્યેય છે, જેના વડે તે સિદ્ધત્વરૂપ અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરી સિદ્ધ અને મુક્ત થાય છે. “ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ કે, ભેદ છેદ ક્રશું હવે ટેકે, ક્ષીર નીર પેઠે તેમશું મળશું, વાચક યશ હે હેજે હળશું.” આવા ધ્યાતાનો ભાવમોક્ષ દેહ છતાં હોય છે. ત્યાર પછી દ્રવ્ય મોક્ષ નિર્વાણ થતાં થાય છે. પ્રત્યક્ષ સુખ પ્રશમનું-જયાં મોક્ષ જ છે. મુનિજનોની અત્યંત નિર્મળ અંતરદશાનું માહાભ્ય આચાર્યશ્રી અદ્ભુત રીતે જણાવે છે. સાચો સાધક તે જાણીને સાનંદાશ્ચર્ય અનુભવે છે. સ્વર્ગનું સુખ તે (ઈન્દ્રિયજનિત હોવાથી) પરોક્ષ છે પણ મોક્ષનું પ્રશમરતિ ૧૬૭ રત્નત્રયનો આરાધક કોણ? Page #173 -------------------------------------------------------------------------- ________________ સુખ તો અત્યંત પરોક્ષ છે ! (દેહ છૂટે નિર્વાણ થાય ત્યારે તે સુખની પ્રાપ્તિ થાય છે, જયારે પ્રશમ (અત્યંત શાંત અચલ આનંદપૂર્ણ) સુખ તો પ્રત્યક્ષ-તક્ષણે જ પ્રાપ્ત થાય છે. જે પરાધીન નથી કે સ્વર્ગે કે મોક્ષમાં જવું પડે. સ્વાભાવિક હોવાથી વિનાશી નથી. (સ્વર્ગની અપેક્ષાએ) સ્વર્ગના સુખ માનવજીવન માટે પરોક્ષ છે. આ દેહ છૂટે પુણ્યકર્મ જોરદાર હોય તો વળી જન્માંતરે સ્વર્ગનું સુખ મળે તે પણ કાળથી મર્યાદિત હોય છે. મોક્ષનું સુખ તો તેનાથી પણ દૂર તે ચરમદેહીને જ પ્રાપ્ત થાય. પ્રશમ સુખમાં મગ્ન મુનિરાજને સ્વર્ગના સુખની અપેક્ષા તો નથી પણ મોક્ષના સુખની પણ અપેક્ષા નથી કારણ કે તેમનો પ્રશમભાવ, ઉત્કૃષ્ટ નિર્મળભાવ, પૂર્ણ સમભાવ જ અત્યંત સુખરૂપ છે. તે સ્વાત્મામાંથી મળે છે. આત્માનું સુખ આત્માથી આત્મા અનુભવે તે પ્રશમ સુખ છે. તેમાં અન્ય સુખની અપેક્ષા જ નથી. પ્રશમરસના સ્વામી મુનિભગવંતો ખરેખર રાજાધિરાજ છે. દુનિયાની કોઈ સામગ્રીની જેમને અપેક્ષા નથી. તે સામગ્રી તેમના ચરણની દાસી છે. ચક્રવર્તીઓ પણ જેમને મહાન માને છે, ઈચ્છારહિત તેઓ જગતના સ્વામી છે. તેમની પાસે શમનું સામ્રાજય છે. - શ્રી જ્ઞાનસાર એવા મુનિ મહાત્માઓ જે મદ કે મદનથી અત્યંત દૂર છે. મનાદિ યોગોના, ઈન્દ્રિયોના વિકારથી વિરકત છે. કષાયથી વિમુક્ત છે. તે મુનિ મહાત્માના અંતરમાં જ મોક્ષ છે. તો પણ પૂર્ણ જાગૃત રહેજો. પૂર્ણતા પામતા પહેલા ચૂકી જવાના અનેક નિમિત્તો છે. માન સન્માનની આશા ત્યજી દેજો. આદર સત્કારની આશા ત્યજી દેજો. પ્રિય વચનોની આશા ત્યજી દેજો. અનુકુળતાની આશા ત્યજી દેજો. કરેલા ઉપકારના બદલાની આશા ત્યજી દેજો.” આવા પરભાવથી મુક્ત મુનિરાજ મોક્ષદશાને વરે છે સાક્ષાત અનુભવે છે. તમે સદૈવ સુખ ઈચ્છો છો ? તો આ રહ્યા તેના ઉપાયો. સ્પશદિ વિષયોને દુઃખરૂપ જાણો, આત્મગુણોમાં મગ્ન રહો. રાગ દ્વેષાદિ ભાવો દુઃખરૂપ છે માટે દેહાદિના મમત્વનો ત્યાગ કરી અંતરાત્મામાં સ્થિર થાવ, ત્યાં સુખ છે. મુનિરાજ-સાધકને વળી શત્રુ કયાંથી? જગત પૂરું આત્મવત્ છે તેને પ્રશમરતિ ૧૬ ૮ રત્નત્રયનો આરાધક કોણ? Page #174 -------------------------------------------------------------------------- ________________ શત્રુ મિત્રના ભેદ ક્યાંથી ! તે જાણે છે કે કર્મના ઉદયે રોગ, શોક, વૃદ્ધત્વ, મૃત્યુ આવે છે, તે કર્મપુદ્ગલો કર્મના છે હું તો તેનાથી ભિન્ન જ્ઞાતા છું પછી જીવને તે દશાની વ્યથા કયાંથી હોય? તે સદેવ સુખી છે. અશાતા ! શું છે? પૂર્વના અશાતા વેદનીય કર્મોનો ઉદય છે. મુનિ તેને સમભાવે જાણે છે કે તે દેહનો ધર્મ છે. વૃદ્ધત્વ? અરે ? એ તો શરીરની ક્રમિક અવસ્થા છે આત્મા બાળ, યુવા કે વૃદ્ધ નથી, તો મારે વૃદ્ધત્વનું દુઃખ શું? મૃત્યુ? તે તો જીવન પરિવર્તન છે, મુનિ મહારાજ જાણે છે કે મૃત્યુનું મૃત્યુ તે તો નિર્વાણ છે. પછી જન્મવાનું નથી તો મૃત્યુનો ભય શાનો? આધ્યાત્મિક વિકાસયાત્રામાં સર્વપ્રથમ સ્વજન પરિજનનું મમત્વ છૂટે છે. વૈભવ, સંપત્તિનું મમત્વ છૂટે છે, માન અપમાનમાં સમત્વ આવે છે. શરીર નિમિત્તક માયા છૂટે છે. કોઈ પ્રત્યે રાગ નહિ, દ્વેષ નહિ, સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ. આવી દશા હોય તેને સુખ શોધતું આવે છે. સદેવ સુખી નિગ્રંથ અને નિર્મોહી મુનિ છે. ધર્મધ્યાનમાં લીન, ગુપ્તિથી સુરક્ષિત, ષાય-વિષય, પરિષહ વિજેતા મુનિ નિર્બદ્ધ ભાવમાં સુખી છે. હંઢ છે ત્યાં રાગ-દ્વેષ, હર્ષ-શોક, સુખ-દુઃખ છે, મુનિ તો નિર્બદ્ધ છે. કયારેક ઉદયકર્મ આવે ત્યારે ધર્મધ્યાનની, કાયોત્સર્ગની ઢાલ તેમની પાસે તૈયાર છે. આધ્યાત્મિક દિવ્ય તેજમય તમારું જ્ઞાન સર્વ રીતે નિરંતર ઝળહળતું છે, તેથી પાપજનક વૃત્તિ તેમાં પ્રવેશ પામતી નથી. કયારેક મુનિ મૂંઝાય છે કે ધર્મધ્યાન, સ્વાધ્યાયમાં નિરંતર ઉદ્યમી છતાં જીવને વિકલ્પરહિત આત્મશાંતિ કેમ મળતી નથી ? હે મુનિરાજ! પરમ વિશુદ્ધિનું અસાધારણ કારણ પ્રશમભાવ છે. કષાયોની ઉપશાંતતાના મહાપુરૂષાર્થ વડે પ્રશમસુખના સ્વામી થશો. મૂંઝાશો નહિ. ગુરુનિશ્રામાં આત્મભાવે પુરૂષાર્થમાં તન્મય રહો પછી કોઈ વિન નથી. મુનિનો ગુણ વૈભવ : પ્રશમરસના સ્વામી મુનિ મહાત્માઓનો વૈભવ આશ્ચર્યજનક છે. રત્નત્રય તો મોટો ખજાનો છે. તેમાં વળી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ. પાંચ શુદ્ધાચાર તથા તપનાં આરાધક છે. આ ઉપરાંત સમ્યમ્ દૃષ્ટિ જ્ઞાની અધ્યાત્મ આદિ યોગ વડે ૧૮ હજાર શીલાંગને સહજપણે ધારણ કરે છે. તેમાં અન્ય વિશેષતાઓ પણ છે, તે આ પ્રમાણે : પ્રશમરતિ ૧૬૯ રત્નત્રયનો આરાધક કોણ? Page #175 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન : દેવ, ગુરુ, ધર્મની યથાર્થ શ્રદ્ધા. સભ્યજ્ઞાન : શાસ્ત્રાભ્યાસ વડે, સૂત્ર અર્થજ્ઞાનના આધારે સ્વરૂપ જ્ઞાન, આત્માનુભવ વડે તત્ત્વ બોધ. સભ્યશ્ચારિત્ર : ચારિત્રમાં શુદ્ધિ, સ્થિરતા, સમભાવમાં નિરંતર મગ્ન રહેવાનું છે. તપશ્ચર્યા : અપ્રમાદી રહેવા, સુખશીલતાના સંયમ માટે બાહ્ય અત્યંતર : તપ કરવું. ધ્યાન આરાધના : ધર્મધ્યાન શ્વાસ સાથે ટકવું જોઈએ. ભાવના : બારભાવનાથી ભાવિત રહેવું. યોગ : આત્મભાવમાં ટકવું. અણગાર : મુનિ એટલે અણગાર, સર્વસંગ પરિત્યાગી, સંસાર ત્યાગી એટલે નિઃસંગ. હવે અણગારને સંસારના સંબંધોનું કંઈ પ્રયોજન નથી. તેમનો પ્રવેશ આંતર જગત સાથે છે. જેમાં કેવળ સ્વરૂપનું લક્ષ્ય છે. શુદ્ધ આત્મભાવના છે. બાહ્ય જગતમાં કંઈ કરવાપણું નથી. સ્વયં જ્ઞાયક છે. આવા ભાવયુક્ત અણગાર નિઃસંગતાને કારણે નિર્ભય અને નિર્ભ્રાત હોય છે. અણગારના સંયમને, શીલને દેવેન્દ્રો પણ નમે છે. જો કે અણગાર માન અપમાનથી નિઃસંગ છે. અનેક લબ્ધિના સ્વામી છતાં અણગાર નિઃસ્પૃહ છે. રસ, ઋદ્ધિ કે શાતાના અનેકવિધ સુખમય પ્રકારો છતાં અનાસક્ત છે. શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અપમાને વર્તે તેજ સ્વભાવ જો; જીવીત કે મરણે નહિ ન્યૂનાધિક્તા ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો -અપૂર્વ અવસર. શ્રીમદ્ રાજચંદ્ર અણગારનું સામર્થ્ય અદ્ભૂત છે. ધર્મધ્યાની જયા૨ે શુકલ ધ્યાનમાં પ્રવેશ કરે છે ત્યારે કર્મો બળે છે. સ્વયં તો પ્રશમરસમાં ભીંજાયેલા છે. કર્મક્ષયથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. સ્વભાવના આશ્રયે અણગાર આત્યંતિક શુદ્ધિ દ્વારા કર્મથી મુક્ત થાય છે. ગ્રંથકારશ્રી પ્રકાશે છે કે આંતર જગતની-આધ્યાત્મિક જગતની કેટલીક શાશ્વત વ્યવસ્થાઓ છે. એક જીવે બાંધેલા કર્મોને બીજો આત્મા નાશ કરી શકતો નથી. કારણ કે એક જીવનાં કર્મો બીજા જીવમાં સંક્રાતિત થતા પ્રશમરતિ રત્નત્રયનો આરાધક કોણ ? ૧૭૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ નથી. જો તેમ થતું હોત તો સર્વજ્ઞ તીર્થકર બનનારા પરાર્થવ્યસની, અપાર કરૂણાવાળા, સર્વ જીવનું હિત ચાહનારા તેઓ શુકલધ્યાનના પ્રવેશ સમયે પોતાના ધ્યાનની પ્રચંડ આગમાં કર્મોને બાળે છે તેમ અન્ય જીવોના કર્મોને સંક્રમાવી બાળી શક્યા હોત. પરંતુ તે શકય નથી. તે અબાધિત નિયમ છે. દરેક જીવ પોતે પોતાના કર્મો બાંધે, ભોગવે કે ખપાવે. જે જીવે કર્મોનો ક્ષય કરવો હોય તેણે સ્વયં સ્વપુરૂષાર્થ વડે શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરવો. તે પોતાના કર્મો ખપાવી વીતરાગ થઈ શકે. સંસારથી મુક્ત થાય. મુનિની આંતરિક અનુપમ દશા : મુનિને-અણગારને આત્મ વૈભવની પ્રાપ્તિનું કારણ આધ્યાત્મિક વિકાસ છે. તેનો અભિગમ આ પ્રમાણે છે. જિનવરના વચનોમાં રહેલા ગુણોના સમૂહને ગ્રહણ કરે છે, દોષોનું વર્જન કરે છે. કર્મના વિવિધ વિચિત્ર પરિણામનું ચિંતન કરી જિનાજ્ઞાના પાલનમાં ઉદ્યમી અને ધ્યાન સ્વાધ્યાયમાં લીન રહે છે. સંસારના સંગથી સર્વદા ભીરુ, સૌ પ્રત્યે ક્ષમાશીલ, માન માયા જેવા પ્રપંચથી રહિત નિર્મળ ચિત્તવાળા સાધુ સંસારના સુખની તૃષ્ણાના વિજેતા હોય છે. જેને શત્રુ મિત્રના ભેદ નથી. વન હો કે નગર હો કોઈ અપેક્ષા નથી. અનુકૂળતા કે પ્રતિકૂળતામાં સમાનભાવ યુક્ત સાધુ છે. આત્મરમણતા એ સાધુની ચર્યા છે. જગતના સંબંધોથી નિઃસંગ છે. સ્વસંયમમાં આનંદપૂર્ણ હોવાથી અન્ય અપેક્ષા નથી. મુનિ ધ્યાન-સ્વાધ્યાયમાં તત્પર, મનાદિયોગોને સ્થિર કરી ઉપયોગને આત્મભાવમાં જોડી રાખે. ચારિત્રની શુદ્ધિ એ તો તેમનો પ્રાણ, પ્રમાદ રહિત, સદાય જાગૃત, પરમાનંદના અનુભવમાં ઓતપ્રોત, મુનિરાજની અંતરદશા હોય છે. આવી નિર્મળ દશા યુક્ત મુનિ ધર્મધ્યાનમાં પ્રવેશ કરી નિઃસંગતાના ઉત્કૃષ્ટ યોગથી શ્રેણિપર આરૂઢ થઈ યોગ્ય કાળે શુકલધ્યાન દ્વારા ઘાતકર્મનો ક્ષય કરી પૂર્ણાનંદને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. અણગાર શારીરિક શાતા, બાહ્ય ઋદ્ધિ, આહારાદિના કે ઈન્દ્રિયોના વિષયથી અનાસકત-નિર્મમ છે. યદ્યપિ ઋદ્ધિ લબ્ધિ તો તેમના ચરણની દાસીઓ છે છતાં મુનિ તે તરફ નિરપેક્ષ છે. પ્રશમરતિ ૧૭૧ રત્નત્રયનો આરાધક કોણ? Page #177 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્યકારી દેવેન્દ્રોની વિભૂતિ કરતાં અનેકગણી ઋદ્ધિના સ્વામી આત્માનંદમાં મગ્ન મુનિ છે. જો કે દેવલોકના સુખ-ઋદ્ધિ સાથે સરખામણી પણ વામણી લાગે તેવી મુનિની આંતરિક સમભાવની સમૃદ્ધિ ઋદ્ધિ છે. જાણે તે માણે, માણે તે જાણે તેને શું ઉપમા આપી શકાય? અહો ! ધન્ય તે મુનિવરા, ધન્ય તે વેળા, ધન્ય તે ક્ષેત્ર. 100 100 101 ર૪. મોક્ષનું સુખ અનંત અવ્યાબાધ કેમ? દેહ અને મનના સભાવથી શારીરિક અને માનસિક દુઃખ કે પરાધીન સુખનો અનુભવ થાય છે. શરીર અને મનના અભાવથી સિદ્ધાત્માને અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. દુનિયામાં સામાન્ય રીતે ચાર અર્થોમાં સુખ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ૧. વિષયોમાં ૨. વેદનાના અભાવમાં ૩. પુણ્યકર્મના વિપાકમાં ૪. મોક્ષમાં. ૧. વિષયોમાં સુખઃ આ સંસારમાં મધુર શબ્દો, સુંદર રૂપ, ભોજન, મૃદુ સ્પર્શ, ધન સંપત્તિ વગેરે માટે સુખ શબ્દ વપરાય છે. ૨. વેદનાના અભાવમાં સુખ શારીરિક રોગના અભાવમાં કે કોઈ આફત દૂર થાય ત્યારે જીવને લાગે છે હવે હું સુખી થયો. ૩. પુણ્યકર્મના ઉદયમાં સુખ : પુણ્યના ઉદયે સ્વજનાદિમાં સંપ હોય, વાડી બંગલા જેવા સાધન મળે, યશકીર્તિ મળે, ત્યારે જીવને લાગે કે હું સુખી છું. ૪. મોક્ષમાં સુખ : આ પ્રકાર ઉપરના ત્રણે સુખ કરતાં જુદો છે. આ સુખમાં બહારના કોઈ સાધનની અપેક્ષા નથી તે વધતું ઘટતું નથી. કોઈ બાધા પહોંચતી નથી તેથી આ સુખ અવ્યાબાધ શાશ્વત અને અનુપમ છે. સ્વાધીન, સ્વભાવભૂત તથા વચનાતીત છે. દુઃખના કારણો શરીર અને મન છે, શરીરને રોગાદિથી દુઃખ ભોગવવું પડે છે. માનસિક ચિંતાથી મન દુઃખ ભોગવે છે. કર્મ રહિત મુક્તાત્માને શરીર જ નથી તો પછી શરીરના રોગાદિનું દુઃખ વ્યાધિ ક્યાંથી હોય? મુક્તાત્માને મનાદિ યોગ જ નથી તો પછી માનસિક વ્યાધિ કયાંથી હોય? જગત સાથે કંઈ લેવાદેવાનો સંબંધ નથી તો પછી ઉપાધિ કયાંથી હોય? ન આધિ, વ્યાધિ કે ૧૭૨ મોક્ષનું સુખ અનંત અવ્યાબાધ કેમ? પ્રશમરતિ Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ પછી સમાધિ જ હોય. તે અનંત અવ્યાબાધ સુખ છે. મુક્તાત્માનું ઉર્ધ્વગમન જ હોય : જીવમાં ઉર્ધ્વગમનને યોગ્ય સંસ્કાર હોય છે. જેમ કુંભાર દંડાથી ચક્રને ગુમાવે છે, પછી દંડો લઈ લે છે છતાં ચક્ર ઘૂમે છે તેમ આત્મામાં ઉર્ધ્વગમનનો સ્વાભાવિક સંસ્કાર હોય છે તેથી ઉર્ધ્વગમન કરે છે. જીવ ઉર્ધ્વગમન કરે છે કારણ કે પૂર્વ પ્રયોગથી, અસંગતાને કારણે કર્મબંધનના નાશથી અને તેવા પ્રકારના ગતિપરિણામથી જીવ સંસારથી મુક્ત થઈ ઉર્ધ્વગમન કરી સિદ્ધશીલા પર એકજ સમયમાં સમાધિ સુખની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અસંગ : લેપ સહિત તૂંબડી તળાવને તળિયે જઈને બેસે. પણ લેપ રહિત થાય એટલે પાણીની સપાટ પર તરે. સંસારમાં જીવ કર્મ-કષાય સહિત હતો તેથી સંસારના સાગરમાં ડૂબેલો હતો. મુક્તાત્માને કર્મનો લેપ જ નથી તેથી સંસારસાગરથી ઉપર ઉર્ધ્વગમન કરી લોકાગ્રે સિદ્ધશીલા પર રહે છે. અબંધ થવાથી : અર્થાત કર્મનો ભાર ન હોવાથી ચાર ગતિમાં (નીચે) જતો નથી. વળી ધર્માસ્તિકાયના અભાવે અલોકમાં જતો નથી. યોગ અને ક્રિયાનો અભાવ હોવાથી તિર્કાલોકમાં જતો નથી. સર્વ પ્રકારે બંધ, અસંગ અને ઉર્ધ્વગમન સ્વભાવ હોવાથી તે ઉર્ધ્વગતિ કરે છે. દેહ અને મનના સદ્ભાવથી જીવને પૂર્વ કર્મના ઉદયે શારીરિક અને માનસિક દુઃખ થાય છે. સિદ્ધાત્માને શરીર અને મનનો અભાવ છે તેથી નિરામય સુખની પ્રાપ્તિ થાય છે. ૨૫. ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ સ્વરૂપ લક્ષે મોક્ષમાર્ગ તો એક છે, બે નથી. ભૂમિકાનુસાર સાધનામાર્ગના ભેદ છે. જિનશાસન શ્રમણોપાસક છે. છતાં સાધુજીવનનું સદ્ભાગ્ય ન હોય તો ગૃહસ્થદશામાં મોક્ષમાર્ગની આરાધના કરવી, તે આ પ્રમાણે છે. સૌ પ્રથમ જિનોક્ત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા કરજે. સન્દેવ, ગુરૂ, ધર્મમાં ઉદ્યમી થજે. આત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણયુક્ત આત્મભાવનું પોષણ પ્રશમરતિ ૧૭૩ ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ Page #179 -------------------------------------------------------------------------- ________________ કરજે. સમ્યકત્વ પામજે. સ્વભાવના આશ્રયે ધર્મ પામજે. પાંચ અવ્રત તે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહનો ત્યાગી થજે. અહિંસાદિ દેશવ્રતને ધારણ કરજે. તપ, દાન, દયા, પરોપકાર, ચેત્યાલયો, ધર્મના સ્થાનોનું નિર્માણ કરજે. રોજની આવશ્યક ક્રિયાઓ કરજે. ધર્મમય, અધ્યાત્મભાવના યુક્ત જીવન જીવજે. આમ શુદ્ધ જીવન જીવીને શ્રાવકો સમીપ મુક્તિગામી બને છે. કદાચ બે ચાર કે આઠ ભવ થાય તો પણ દેવ અને માનવજીવન મળે છે, જે ઉત્તરો ઉત્તર આત્મઉન્નતિ કરે છે. વીતરાગના વચનના શ્રવણથી પ્રભાવિત થઈ તરવાનો કામી થાય છે. સંસારથી વિરકત થાય છે. તે માટે જ્ઞાની, શ્રતધર, મુનિજનોનો સમાગમ કરે છે. સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે. શમ સંવેગાદિ લક્ષણથી વિભૂષિત હોય છે. આત્મ સાધનાને બાધક કારણોને ત્યજી દે છે. હિતકર સાધનોની ઉપાસના કરે છે. વ્યવહાર કરવા છતાં સ્વયં જ્ઞાતાભાવે રહે છે. મૈત્રી આદિ ચાર ભાવનાથી ભાવિત હોય છે. બાર વ્રત ધારણ કરી તેનું સાંગોપાંગ આરાધન કરે છે અને સર્વ વિરતિ ભાવને પોષતો રહે છે. એવો સમકિતિ સાધક અવશ્ય દેવલોકમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ પ્રભુના કલ્યાણકો, પ્રભુની ભક્તિમાં ઉત્સુક રહી સમકિતને નિર્મળ કરી, માનવદેહ ધારણ કરી સંયમની રૂડી આરાધના કરી અનુક્રમે મુક્ત થાય છે. જે શ્રાવક-ગૃહસ્થ ઘરવાસ ત્યજવા જેવું સામર્થ્ય ધરાવતો નથી, મહાવ્રતના પાલનમાં શક્તિમાન નથી. પરંતુ મોક્ષપંથનો અર્થ છે. તે સર્વજ્ઞ જિનેશ્વરના વચનમાં, આજ્ઞામાં શ્રદ્ધાવાન રહે કે સર્વજ્ઞના આ વચન મને સંસાર સાગરથી પાર ઉતારશે. તેમના આજ્ઞાપાલનમાં ઉલ્લાસિત થઈ ગુરુજનોની વિનયપૂર્વક ઉપાસના કરે સ્વાધ્યાય કરે તેને મહાવ્રતના યોગ મળે છે. - ઈન્દ્રિય વિષયોમાં સંયમિત રહે. કષાયોની મંદતા વાળો હોય, મિથ્યા માન્યતાથી ઉપશાંત થયો હોય, તેનું ભવ્યત્વ પરિપાક થયું હોય છે. હળુકર્મી હોઈ સાતે કર્મોની સ્થિતિ અંતઃકોડી સાગરોપમની થઈ હોવાથી તેનામાં સમ્યગદર્શનના ભાવ પ્રગટે છે. તે ગૃહસ્થને યોગ્ય વ્રતાદિનું પાલન કરે છે. કાળ અપેક્ષાએ અર્ધપુદ્ગલ પરાવર્ત બાકી રહે ત્યારે આ યોગ્યતા હોય છે. પ્રશમરતિ - ૧૭૪ ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાવશ્રાવકપણે રહી અહિંસાદિનું પાલન કરતો હોય છે. મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થભાવથી ભાવિત થયો હોય છે. સવિશેષ તત્ત્વના અભ્યાસ દ્વારા તેમાં શેય ઉપાદેય અને હેયનાં વિવેકવાળો મોક્ષમાર્ગમાં આગળ વધે છે. સંસાર પ્રત્યે નિર્વેદવાળો અને મોક્ષ પ્રત્યે સંવેગવાળો હોય છે. સંસારના સુખને ઈષ્ટ માનતો નથી. ચારિત્રની અસ્થિરતાથી ભૂમિકા પ્રમાણે રાગાદિભાવ થાય તો તેમાં તેને રંજ હોય છે, તેને હેય માને છે અને ભેદજ્ઞાનને માટે ઉદ્યમી રહે છે. સમ્યકત્વના પરિણામની વૃદ્ધિ માટે, દેશવિરતિ માટે, બારવ્રતનો આરાધક બને છે. અત્રે આ ક્રમ પ્રશમરતિ ગ્રંથના આધારે છે. આ બારવ્રતમાં પાંચ દેશવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. (૧) સ્થૂલ પ્રાણાતિપાત : વિરમણ વ્રત : સંકલ્પી હિંસાનો ત્યાગ કરે છે. પાપજનક પ્રવૃત્તિને અલ્પ કરે છે. જીવો પ્રત્યે દયાભાવ રાખે છે. સ્થાવરકાય હિંસામાં ઉપયોગપૂર્વક પ્રવર્તે છે. અતિ આરંભના કાર્યોથી પાછો પડે છે. (૨) સ્થૂલ મૃષાવાદ : (અસત્ય)ની વિરતિ. ઈરાદા કે સ્વાર્થ ખાતર તે અસત્યવચન બોલે નહિ, કોઈની થાપણ ઓળવે નહિ, સંબંધોમાં સંઘર્ષ થાય તેવા વચન ઉચ્ચારે નહિ, ખોટી સાક્ષી પૂરી અન્યની મિલ્કત પડાવે નહિ કોઈની અપ્રગટ વાત ખુલ્લી કરે નહીં, સત્ય છતાં હિત, મિત અને પ્રિય વચન બોલે. (૩) સ્થૂલ અદત્તાદાન વિરતિ અદત્ત એટલે ચોરી. કોઈ પ્રકારની લાલચથી માલિકને પૂછયા વગર વસ્તુ લેવી નહિ. ચોરીના કામમાં ભળવું નહિ. દાણચોરી જેવો ચોરીનો માલ લેવો કે વેચવો નહિ, ખોટા માપ કરવા નહિ, લોભવૃત્તિથી અલ્પ આપવું નહિ, અનીતિ આદરવી નહિઆવા ભાવવાળો હોય છે. (૪) સ્થૂલ મૈથુન વિરતિ ગૃહસ્થ સ્વદારામાં સંયમી હોય. પરસ્ત્રી સેવન વજર્ય હોય. તે પ્રમાણે સ્ત્રીએ પુરુષ માટે સમજવું. દેશવિરતિ થયો એટલે અન્યના વિવાહ આદિ કાર્યો ન કરવા. અન્યોન્ય સ્પર્શાસ્પર્શ ન કરવો. સ્વપત્ની સાથે પણ સંયમથી રહેવું. (૫) સ્થૂલ પરિગ્રહ વિરતિઃ પરિગ્રહ એટલે ધનાદિની મૂછ. ધન, ધાન્ય, રૂપુ, સોનું, નોકર-ચાકર, પશુપાલન, ઘર, ક્ષેત્ર (જમીન), કૂવો જેવા પરિગ્રહને આ કાળ પ્રમાણે તે રીતે વિચરવા. જેમ કે બાથરૂમમાં Jain Elgu? dternational For Private ? 94 sonal Use Only o Lez4 HÈ HE HOLY Page #181 -------------------------------------------------------------------------- ________________ એક બે નળથી ચાલે તો વધુ ન મૂકાવવા, ઓરડામાં બે લાઈટથી ચાલે તો વધુ ન મૂકાવવી વગેરે. વળી ધન ધાન્ય ઘર સોનું વિગેરેમાં પરિગ્રહ પરિમાણ કરવું. કપડાં વાસણ વિગેરે જરૂરી ચીજોનું પરિમાણ કરવું. હોય તેની મૂછ ઘટાડવી. વૃદ્ધિ થાય તો અન્યને નામે ચઢાવવું નહિ. તેનું પ્રથમથી જ આયોજન કરવું. જેટલા ઓછા પદાર્થો તેટલી મમતા ઓછી થશે હિંસાદિ પાપ ઘટશે. સંતોષ પેદા થશે. - આ પાંચ શ્રાવકના મૂળ દેશવ્રત કહેવાય છે. ત્રણ ગુણવ્રત અને શિક્ષાવ્રત ચાર છે. (૬) દિગુપરિમાણ વ્રત ઃ જુદી જુદી દિશાઓનું પ્રમાણ સ્વીકાર્યા પછી મનની ઈચ્છા શાંત કરવી. જગતમાં કશું શાશ્વત કે આશ્ચર્યજનક છે નહિ, બધું પરિવર્તનશીલ છે. ધનવૃદ્ધિ માટે ઘણી દિશાનું પ્રમાણ કરવું નહિ. ફરવાની, જોવાની, મહાલવાની વૃત્તિ પણ સીમિત કરવી, જોયા પછી શું મળે છે ? એક દેશ્ય ઉપર આંખ ક્ષણવાર ઠરી, ત્યાં બીજું દશ્ય જોવું તે કેવું ક્ષણિક હોય છે. તેમાં મળતો આનંદ પણ ટકતો નથી, વળી જીવ તું જાણજે કે આ દુનિયામાં ચૌદરાજ લોકમાં તું જન્મ મરણ કરી બધે જ ફરી આવ્યો છે. હવે તારે નવું જોવાનું શું છે? તું જે ઝાડપાન જળાશયો જૂએ છે ત્યાં બધે જન્મી ચૂક્યો છું, પછી નવીનતા શી છે? નિરર્થક ધન ખર્ચે છે, પરભાવમાં જાય છે અને કર્મના પાશથી બંધાય છે. તેમાં તને શું સુખ મળ્યું ? તેમ વિચારવું. (૭) દશાવકાશિ વ્રત : છઠું વ્રત કાયમ માટે લેવાનું વ્રત છે કે ઉપર નીચે આટલા અંતરમાં જઈશ. આ વ્રત રોજને માટે અંતર નક્કી કરવાનું છે. જેથી તે સિવાયના ક્ષેત્રની પાપક્રિયાના ભાગીદાર ન થવાય. જેટલો વિસ્તાર નક્કી કર્યો તેનાથી બહાર પોતે જવું નહિ કે નોકર આદિ દ્વારા તે મર્યાદાથી બહારકામ કરાવવા નહિ. કોઈને મોકલવા નહિ કે કંઈ મંગાવવું નહિ. કોઈ સાધકો વર્ષમાં એકવાર ઉપાશ્રયમાં રહીને દશ સામાયિક કરે છે. તેણે પણ ઉપર મુજબ મર્યાદા રાખવી. ત્યારે શબ્દાદિ સંકેતથી પણ કાર્ય કરવું કે કરાવવું નહિ બહારથી કંઈ મંગાવવું નહિ કે મોકલવું નહિ. (૮) અનર્થ દંડ: ગૃહસ્થજીવનમાં આવશ્યક કાર્યો કરવા પડે તેનો દંડ (બંધ) છે પણ તે અર્થદંડ મનાય છે. પણ પ્રયોજન વગર પ્રમાદથી આત્મા દંડાય તેવા કાર્યોને અનર્થદંડ કહેવાય છે. પ્રશમરતિ ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ ૧૭૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ જેમકે દુર્ધ્યાન કરવું. વિના પ્રયોજન પ્રવૃત્તિ કરવી, શોખ ખાતર નિરર્થક પાપના સાધનો વસાવવા. વસ્ત્ર, પાત્ર, અલંકારની વૃદ્ધિ કર્યાજ કરવી. વગર પ્રયોજને હાસ્યાદિ કુચેષ્ટાઓ કરવી, નાટક ટી.વી. જેવા સાધનોમાં રાચી રહેવું, મમત્વ રાખવું, વગેરેનો ત્યાગ કરવો છેવટે મર્યાદા બાંધવી. શિક્ષાવ્રત : (૯) સામાયિકવ્રત : બે ઘડી - ૪૮ મિનિટ આસનસ્થ થઈ પ્રતિજ્ઞાપૂર્વક આરંભ સમારંભ સાવધ પાપ વ્યાપારનો ત્યાગ કરવો. સામાયિક વ્રતમાં મન, વચન, કાયાની ગુપ્તિ કરવાની છે. એકાગ્રચિત્તે મંત્ર આરાધના, સ્વાધ્યાય આત્મચિંતન કરવું. અન્ય પ્રવૃત્તિ કરવી નહિ. અન્ય વાતચીત કરવી નહિ. કોઈને કાર્ય ચિંધવું નહિ મૌનપણે રહેવું ચિત્ત સ્થિર રાખી ઉપયોગશુદ્ધિની આરાધના કરવી સામાયિકમાં શ્રાવકસાધુ જેવો છે તેમ કહ્યું છે. (૧૦) પૌષધવ્રત : પર્વતિથિએ શ્રૃતિજ્ઞાપૂર્વક ચાર કે આઠ પ્રહરનું (દિવસ કે દિવસરાતનું) પૌષધવ્રત કરવું. અર્થાત્ સાધુજીવન જેવી ચર્ચા રાખવી. પૌષધવ્રત પાલનમાં આહારનો ત્યાગ, સ્નાન કે શરીરની વિશેષ શોભાનો, વ્યાપાર વ્યવહારાદિ કાર્યોનો સર્વથા ત્યાગ કરવો. બ્રહ્મચર્યનું પાલન કરવું. સાવદ્ય પાપ વ્યાપાર વજ્રર્ય કરવો. શકય તેટલું મૌન પાળવું. ઉપાશ્રયમાં રહેવું. કથંચિત ઉપવાસ ન થાય તો આયંબિલ કે એકાસનતપ કરવું. તેમાં સચિતનો ત્યાગ કરી, આહારાદિ દ્રવ્યની નિર્દોષતા જાળવવી. દ્રવ્યની મર્યાદા રાખવી. પ્રમાદરહિત જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય કે મંત્રાદિની આરાધના કરવી. ઉઠતા, બેસતા, વસ્તુ લેતા, મૂકતા, આસનાદિ પાથરતા, કુદરતી ક્રમ માટે જમીન વગેરે ચરવળાથી પ્રમાર્જીને જયણા જાળવવી જેથી મનના ભાવ કોમળ બને. સવિશેષ તે દિવસે આત્મચિંતન અને આત્મભાવનાનું વિશેષ લક્ષ્ય રાખવું. પ્રમાદનું સેવન ન કરવું. વસ્ત્રાદિમાં સાદાઈ રાખવી. સાંસારિક વાતચીત કરવી નહિ. (૧૧) ઉપભોગ-પરિભોગ પરિમાણ ઃ ભોગ વસ્તુનો એકવાર ઉપયોગ થાય જેમ કે આહારાદિ. પરિભોગ વસ્ત્રાદિનો જેનો વારંવાર ભોગ થાય. પ્રશમરત ૧૭૭ ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ Page #183 -------------------------------------------------------------------------- ________________ બંનેમાં પાપ લાગે છે. રાગાદિ ભાવ થાય છે માટે ભોગ કે પરિભોગના સાધનોનો વધારો ન કરવો અને વધારે પડતા વાપરવા નહિ તેનું ગણત્રીથી પરિમાણ કરી લેવું, જેથી ઘણા પાપથી બચી શકાય. વ્યસનાદિ તો ત વજર્ય કરવા. વસ્ત્ર, ઔષધ, આહાર, વિલેપન જેવી વસ્તુ નિર્દોષ વાપરવી. (ચરબીયુક્ત નહિ.) (૧૨) અતિથિ સંવિભાગવત : પૌષધવ્રત કરનારે પારણાને દિવસે સાધુ-સાધ્વીજનોને આદરપૂર્વક ઘરને માટે કરેલા ભોજનાદિ આપવા. તેમાં નિર્દોષ ગોચરીના નિયમો જાળવવા. ન્યાયપૂર્વકની સંપત્તિથી કરેલા કાર્યો ઉભયને લાભકર્તા છે. તે દિવસે એકાસનવ્રત કરવું. પરિમિત વસ્તુ વાપરવી. સંલેખના શરીર, કષાય, ઉપકરણ સર્વનો ક્રમે ક્રમે સંકોચ કરતો જાય. આ લોક કે પરલોકના સુખની આકાંક્ષાનો ત્યાગ કરે. જીવિત મરણની આશંસાનો ત્યાગ કરે છે. ચાર શરણ સ્વીકારી સમાધિપૂર્વક દેહત્યાગ કરે તે અનશન વ્રત છે. ગૃહવાસી મોક્ષમાર્ગની સાધના કરી શકે તેવી આ બારવ્રતોની પ્રાથમિક ભૂમિકા છે. તે માટે આ વ્રતો સાધકે ગ્રહણ કરવા અને શ્રદ્ધાપૂર્વક પાળવા. જિનશાસનની પ્રભાવના થાય તેવું પ્રેરણાદાયી જીવન જીવવું. પ્રશમરતિના ગ્રંથકાર પ્રકાશે છે કે હે આત્મન ! તને કેવો ઉત્તમ યોગ મળ્યો છે? ઉઠ, જાગૃત થા, પ્રમાદ ત્યજી આ અવસરને ધન્ય બનાવી દે. પ્રશાન્તાત્મા જ આવી ધર્મ આરાધના અને પ્રભાવના કરી શકે છે. માટે અંતર્મુખ થઈ, આત્મભાવમાં સ્થિર થઈ આત્મબળ વધારતો જા. અંતરના ઉલ્લાસપૂર્વક જિનપૂજા, જિનપ્રતિષ્ઠા, ગુરુસેવા વિવિધ પ્રકારે કરવી. જિનપૂજાના ફળરૂપે આત્માના મૂળ ગુણની વૃદ્ધિ કરવી. જેથી પરિણામોની શુદ્ધિ દ્વારા મોક્ષપંથની પ્રાપ્તિ થાય. હે જીવ! તુ દેશવિરતિમાં દઢ થયો છું તો હવે સર્વ વિરતિના ભાવ કરતો જા. જેથી ધ્યાન જ્ઞાનની વિશેષ આરાધનાના યોગ મળે. આરંભ સમારંભ સાવધ પાપવ્યાપારથી મુક્ત થઈ નિરંતર ગુરુનિશ્રાનો લાભ મળે. ગુરુગમ વડે ઉત્તમ સંયમ સાધી લે જેથી મોક્ષ પ્રાપ્તિ થાય, વચગાળે વિશ્રામ મળે તો સ્વર્ગ લોક પછી મોક્ષ થાય જ. પ્રશમરતિ ૧૭૮ ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ Page #184 -------------------------------------------------------------------------- ________________ - ર૬, સંજ્ઞાના વિશિષ્ટ પ્રકારો : જગતમાં જીવમાત્ર સંજ્ઞાસહિત હોય છે. આ સંજ્ઞા જીવમાં રહેલા પૌલિક ઓઘ સંસ્કાર છે. નિગોદથી માંડીને એકેન્દ્રિયાદિ સર્વ જીવોને સંજ્ઞા હોય છે. સંજ્ઞાના મુખ્ય બે પ્રકાર છે. (૧) જ્ઞાન સ્વરૂપ (૨) અનુભવ સ્વરૂપ. જ્ઞાન સંજ્ઞામાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન છે. અનુભવ સંજ્ઞામાં આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા પરિગ્રહ સંજ્ઞા. આ સંજ્ઞા અશાતા વેદનીય અને મોહનીયકર્મના ઉદયથી હોય છે. આ ચાર સંજ્ઞા ઉપરાંત ક્રોધાદિ ચાર અને ઓઘ તથા લોક સંજ્ઞા એમ છે સંજ્ઞાઓ ઉમેરતા દસ સંજ્ઞાઓ સર્વ સંસારી જીવોમાં હોય છે. આ સંજ્ઞાઓનો જીવ અભ્યાધિક અનુભવ કરે છે. આ દસ સંજ્ઞાઓને એક વૃક્ષના દૃષ્ટાંતથી સમજીએ. વૃક્ષોને જળ, હવા, પ્રકાશનો આહાર હોય છે. વૃક્ષોમાં પાન વગેરેનો સંકોચ થાય છે તે ભય સંજ્ઞા છે. વેલ વૃક્ષને વીંટળાય છે તે પરિગ્રહ સંજ્ઞા છે. કોઈ વૃક્ષો માદાવૃક્ષ સાથે હોય તો ફળ આપે છે તે મૈથુન સંજ્ઞા છે. રક્ત જળકમળમાંથી હુંકાર નીકળે છે તે ક્રોધ સંજ્ઞા છે. રૂદતી નામની વેલ ઝરે છે તેવું કંપન છે તે માનસંજ્ઞા છે. લતાઓ ફળ ઢાંકી રાખે છે તે માયા સંજ્ઞા છે. જમીનમાં દટાયેલા ધન પર બીલ જેવા વૃક્ષ પોતાના મૂળ પાથરે છે તે લોભ સંજ્ઞા છે. રાત પડે કમળ સંકોચાય છે તે લોક સંજ્ઞા છે. વેલ વૃક્ષ પર પ્રયત્ન વગર ચઢે છે તે ઓઘસંજ્ઞા છે. ઓઘસંજ્ઞા : મતિ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી શબ્દ વિષયક સામાન્ય બોધ તે જ્ઞાનરૂપ ઓઘસંજ્ઞા છે. જેમ સદ્ગુરુના વચનનું શ્રવણ કરે પણ કંઈ સમજ ન હોય તે ઓઘસંજ્ઞા. લોકસંજ્ઞા : કોઈ વાર વિશેષ બોધ થાય તે લોકસંજ્ઞા. સૌ કંઈ કરતા હોય ને પોતે તે પ્રમાણે ક્રિયા વગેરે કરે તે લોકસંજ્ઞા છે. નરકમાં મૈથુન સંજ્ઞાવાળા થોડા, આહારસંશાવાળા સંખ્યાતગુણા, પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાત ગુણા, તેનાથી વધુ ભયસંજ્ઞાવાળા છે. તિર્યંચમાં પરિગ્રહસંજ્ઞાવાળા ઓછા છે. મૈથુનસંશા, ભયસંજ્ઞા, આહારસંશા ઉત્તરો ઉત્તર સંખ્યાત ગુણા. મનુષ્યમાં ભયસંજ્ઞાવાળા સૌથી થોડા છે તેનાથી આહાર સંજ્ઞા, પ્રશમરતિ ૧૭૯ સંજ્ઞાના વિશિષ્ટ પ્રકારો સંજ્ઞાના વિAિ, Page #185 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહસંજ્ઞા અને મૈથુનસંજ્ઞાવાળા ઉત્તરોત્તર સંખ્યાત ગુણા. ઉત્તરોત્તર સંખ્યાત ગુણા દેવમાં આહારસંજ્ઞાવાળા સૌથી થોડા. ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાવાળા હોય છે. સંજ્ઞા વગેરે ભેદો વિકાર છે, પ્રકૃતિ છે. અજ્ઞાની સંજ્ઞા વગેરેના કારણે રાગાદિને પોતાનો સ્વભાવ માને છે. અને તેથી તેનો ભોક્તા બને છે. જ્ઞાની સ્વભાવથી વિરાગી છે તેથી તે પરનો કર્તા કે ભોક્તા નથી, તે જ્ઞાનસંજ્ઞા છે. વળી અભવ્ય તો કર્મના ઉદયને ત્યજી શક્તો નથી, પોતે જ્ઞાનસ્વરૂપ છે તેમ સ્વીકારતો નથી. જેમ સર્પ સાક૨વાળુ દૂધ પીવા છતાં નિર્વિષ બનતો નથી. તેમ અભવ્ય ગમે તેવા તપ, ત્યાગ, ધ્યાન, અધ્યયન કરે છતાં તેનું અભવ્યપણું બદલાતું નથી. કારણકે તેનામાં ભાવશ્રુત કે જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મ જ્ઞાનનો અભાવ છે. જેમ આકડાના પાનનું દૂધ ગમે તેટલું મેળવણ નાંખો તો પણ દહીં બનતું નથી. તેમ અભવ્યનો પરિણામ જ એ પ્રકારના છે કે તે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થતો કે પરિણમતો નથી. સંજ્ઞા : સારી રીતે જાણવું, તેના ત્રણ પ્રકાર છે. (૧) દીર્ઘકાલિકી સંજ્ઞા : લાંબાકાળનો વિચાર કરવાની શક્તિ. ત્રણે કાળ માટેના કામ કરવાની વિચાર શક્તિ છે. તેનું બીજુ નામ સંપ્રધારણ સંજ્ઞા. આ જીવોને મન હોવાથી સંશી છે. (૨) હેતુવાદોપદેશીકી સંજ્ઞા : માત્ર વર્તમાન કાળનોજ વિચાર કરવાની શક્તિ. આ જીવોને શાસ્ત્રકારો સંશી કહેતા નથી. કારણકે તે જીવો મન વગરના છે. પરંતુ જીવનું સ્વાભાવિક પ્રેરકબળ હોય છે. (૩) દૃષ્ટિવાદોપદેશીકી સંજ્ઞા : વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમવાળા અને હેય ઉપાદેયના પ્રવૃત્તિવાળા સમ્યગ્દષ્ટિજીવની વિચારણાને દૃષ્ટિ વાદોપદેશીકી સંજ્ઞા કહે છે. ત્રણેમાં આત્મહિતકારક દૃષ્ટિવાદોપશીકી સંજ્ઞા છે. ૨૭. સંસારભીરૂ મુનિ ધર્મધ્યાની હોય છે. " (ધર્મધ્યાન - શુકલ ધ્યાન) રાગી ધર્મધ્યાનના અધિકારી મુખ્યત્વે મુનિરાજ છે. આરંભ પરિગ્રહના ગૃહસ્થ ધર્મધ્યાનમાં કેવી રીતે ટકી શકે ? શીલાંગના ધારણ કરનારા, લોકસંપર્કથી મુક્ત છે એવા મુનિ ધર્મધ્યાનમાં લીન થઈ શુકલધ્યાનના આરાધક બની મુક્ત થાય છે. પ્રશમરતિ ૧૮૦ સંસારભીરૂ મુનિ ધર્મધ્યાની હોય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાનુસારી ધર્મધ્યાનના ચાર ભેદ છે. (૧) આજ્ઞા વિચય : આખ પુરુષ-સર્વજ્ઞનું વચન-પ્રવચન આગમ તેનો અર્થ નિર્ણય, તે વચનમાં રહેલી અનુપમ કલ્યાણકારિતા, સર્વ તત્ત્વોની પ્રદિપાદકતા તેની અપૂર્વ શ્રદ્ધા, આજ્ઞાના સ્વરૂપનો નિર્ણય કરવો તે વિચય. (ઉંડાણથી ચિંતન) (૨) અપાય વિચય : મિથ્યાત્વાદિ આસવ, પરિષહ, વિકથા, કષાય, સુખશીલતાપણાથી આત્માનું અકલ્યાણ છે તે સર્વ પાપજનિત છે તેમ પુનઃ પુનઃ ચિંતવવું. (૩) વિપાક વિચય : શુભાશુભ કર્મોના ફળનો વિચાર કરવો, પાપ કે પુણ્ય સંસાર વૃદ્ધિનું કારણ છે તેનો નિર્ણય કરવો. પાપથી દુઃખ છે. પુણ્યથી સુખ છે તેનો યથાર્થ નિર્ણય કરી શુભાશુભભાવથી મુક્ત શુદ્ધભાવનો નિર્ણય કરવો. (૪) સંસ્થાન વિચય ઃ લોકસ્વરૂપના ક્ષેત્રના આકારનું ચિંતન કરવું કે આ વિશ્વની રચના સ્વતંત્ર પરિણમનરૂપ છે તેમાં કોઈ જીવ કંઈ ફેરફાર કરી શકતો નથી. ચારગતિના દુઃખરૂપી આ સંસારથી મુક્ત થઈ લોકાગ્રે જવાની ભાવના કરવી. સેંકડો ભવોના ઉપાર્જન કરેલ કર્મોના ઈધનને બાળી નાંખવા માટે ધર્મધ્યાન અગ્નિ સમાન છે. અત્યંતર તપમાં શ્રેષ્ઠ તપ ધ્યાન છે. આંતરિક દશા છે. બહારમાં જે કંઈ કરાય છે તે ધર્મક્રિયા છે. ધર્મધ્યાન આંતરિક અવસ્થા છે. ધર્મધ્યાનની પુષ્ટિ માટે અનિત્ય, અશરણ, એકત્વ અને સંસારભાવનાનું ચિંતન કરવાથી આત્મા ઉજવળ બને છે. શુક્લધ્યાન : | ધર્મધ્યાનના અધિકારી મુનિ છે. તેમાં પણ શુકલધ્યાનના અધિકારી શ્રેણિએ આરૂઢ યોગી છે. ધર્મધ્યાન દ્વારા સ્થિર રહેલા મહાત્મા જયારે ક્ષપકશ્રેણિ માંડે ત્યારે તેમના શુદ્ધોપયોગના બળે ઘાતીકના મૂળ, સંસારવૃક્ષના મૂળ એવા મોહનીયકર્મનો જડમૂળથી નાશ કરે છે. જાણે પ્રચંડ આગ જેમ વૃક્ષને બાળીને ભસ્મ કરે તેમ શુકલધ્યાની અનાદિના કર્મના બીજને સ્વબળે, વિશુદ્ધિના બળે બાળીને ભસ્મ કરે છે. મુનિરાજની આ અપૂર્વ નિર્મળ દશાનું વર્ણન કોણ કરી શકે? - આ શુકલધ્યાનના ક્રમથી ચાર ભેદ છે. પ્રથમ બે ભેદ સયોગી પ્રશમરતિ ૧૮૧ સંસારભીરૂ મુનિ ધર્મધ્યાની હોય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ કેવળીને તેરમે ગુણસ્થાનક હોય છે. પછીના બે ભેદ અયોગી કેવળીને ચૌદમે ગુણસ્થાનકે હોય છે. (૧) પૃથ–વિતર્ક સવિચાર : ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનો ભેદ હોય છે. પૃથકત્વઃ ભાવોની વિષયની અનેકતા હોય છે. એક દ્રવ્યથી બીજા દ્રવ્યના ચિંતનમાં જાય. એક ગુણ કે એક પર્યાયના ચિંતનમાંથી બીજા ગુણ કે પર્યાયના ચિંતનમાં જાય. સવિતર્ક શ્રુત ચિંતનઃ પોતાના આત્માનુભૂત ભાવશ્રુતના આલંબને જે ભાવજન્ય-ચિંતન ચાલે તે સવિતર્ક. સવિચાર : સંક્રમ. ભાવોનો સંક્રમ એક અર્થના કે શબ્દના ચિંતનમાંથી બીજા અર્થના કે શબ્દના ચિંતનમાં કે એક યોગ પરથી બીજા યોગ પર જાય. શબ્દ, અર્થ અને યોગનું સંક્રમણ થાય છે. (૨) એકત્વ સવિતર્ક અવિચાર : એકત્વઃ પોતાના આત્મદ્રવ્યનું ચિંતન કરે અથવા એકજ ગુણ કે એકજ પર્યાયનું ચિંતન કરે. સવિતર્ક: ભાવશ્રુતના આલંબને પોતાના શુદ્ધાત્માનું ચિંતન. અવિચાર : શબ્દ અર્થ કે યોગોમાં સંક્રમ કર્યા વગર કોઈ એક શબ્દ અર્થ કે યોગનું ચિંતન કરે. તે ઘણું સૂક્ષ્મ અને સ્થિરતાવાળું છે. આ ધ્યાન ધ્યાવતા આત્મા સ્વાનુભૂતિ કરે છે ધ્યાતા અને ધ્યાનની એકતા છે. અને શુદ્ધોપયોગથી ઘાતકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામે છે. કેવળજ્ઞાન શાશ્વત છે, સર્વકાળ રહે છે, અનંત છે, મહા અતિશયવાળું છે. તેનાથી ચઢિયાતું બીજું જ્ઞાન નથી, અનુપમ છે, અનુત્તર, ઉત્કૃષ્ટ, આત્મસ્વરૂપ, લોકાલોને જાણનારું સંપૂર્ણ છે. અપ્રિતિહત, અવરોધ રહિત છે. પૂર્ણાનંદનું સ્થાન છે. (૩) ચૌદમું ગુણસ્થાન : (અંતર્મુહૂર્તકાળ પ્રમાણ છે.) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી : કાયયોગનો નિરોધ ત્રીજુ શુકલધ્યાન છે. કેવળજ્ઞાનીનું આ ધ્યાન કાયાની અત્યંત સ્થિરતારૂપ છે. (છદ્મસ્થનું ધ્યાન મનની સ્થિરતાવાળું હોય છે. કાયાની ક્રિયા ચાલુ હોય છે.) આ ક્રિયા અપ્રતિપાતી છે. જયારે કાયયોગ નિરોધ ક્રિયા ચાલતી હોય ત્યારે આત્મસ્પદાત્મિકા સૂક્ષ્મક્રિયા હોય માટે આ સ્થાનનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી છે. ત્યાર પછી જીવ નિર્વાણ પામે છે કે મુક્ત થાય છે ત્યારે છેલ્લા ભવનું જેવું સંસ્થાન (શરીર), ઉંચાઈ હોય તેની ત્રીજા ભાગની ઓછી પ્રશમરતિ ૧૮૨ સંસારભીરૂ મુનિ ધર્મધ્યાની હોય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ થાય છે. શરીરના નાક કાન જેવા પોલાણવાળા ભાગો કે જયાં આત્મપ્રદેશો નથી હોતા. કેવળજ્ઞાની જયારે કાયયોગનો નિરોધ કરે ત્યારે ત્રીજા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન દ્વારા શરીરના ખાલી ભાગો ઘનીભૂત થઈ જાય છે, ત્યારે શરીર સંકોચાય છે. તેથી આત્મપ્રદેશો શરીરને અનુરૂપ થઈ શરીરની આકૃતિ અને ઉંચાઈ ત્રીજા ભાગની ઓછી થાય છે. આ ક્રિયા પૂર્ણ થતાં શુકલધ્યાનનું ત્રીજુ ધ્યાન પૂર્ણ થાય છે. (૪) વ્યુપરતક્રિયા અપ્રતિપાતી : મનોયોગ, વચનયોગ, શ્વાસોચ્છવાસ અને કાયયોગ નિરોધની ક્રિયાથી નિવૃત્ત થયેલ આત્મા કર્મોની અપરિમિત નિર્જરા કરે છે. આત્માના અનન્ત વીર્યમાંથી અને શ્રેષ્ઠ સંયમમાંથી પ્રગટેલા અપૂર્વ બળ વડે આત્મા શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે, અત્યંત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. તેનો કાળ ૪, ૫, ન, ન, મ પાંચ હૂસ્વાસ્વર શબ્દ બોલવા જેટલો હોય છે. સર્વ સંવર કરનાર આત્મા શીલેશ કહેવાય છે. સર્વકર્મોનો સર્વથા નાશ થાય છે. ત્રણે શરીરથી સર્વથા મુક્ત થયેલો આત્મા લોકાગ્રે સાકારોપયોગથી ઋજુશ્રેણિએ એક જ સમયે સિદ્ધ થાય છે. મુક્તાત્માનું સુખ અવર્ણનીય છે તે સાદિઅનંત, અનુપમ અને અવ્યાબાધ છે. આત્મા મોક્ષ પામવાથી નાશ નથી પામતો કારણ આત્મા સ્વયં નિત્ય છે. કર્મોરહિત આત્મા ચારગતિમાં ફરતો નથી પણ લોકાગ્રે સ્થિર થાય છે. તે જ મોક્ષ છે. સિદ્ધાવસ્થા છે. ૧૨૮. સમુદ્દાત : ------ સમ્ = એકીભાવ, ઉત્ = પ્રબળતાથી, ઘાત : નાશ, સમુદ્દાત. વેદનાદિ સાથે એકીભૂત થઈને વેદનાદિના અનુભવજ્ઞાનમાં પરિણત આત્મા વેદનાદિ સમુદ્દાત કરે છે. એટલે ઘણા કાળ પછી જે કર્મો ભોગવવાના હોય તેવા કર્મોને પ્રબળ પ્રયત્નથી ઉદીરણા કરીને ઉદયમાં લાવે, ભોગવીને નાશ કરે. સમુદ્દાતના સાત પ્રકાર છે. (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણાન્તિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત (૫) તૈજસ સમુદ્દાત (૬) આહારક સમુદ્દાત (૭) કેવળી સમુદ્દાત. આ સાત સમુદ્ધાતમાંથી ૧ થી ૬ છદ્મસ્થ જીવને હોય છે. તેમાં અજીવનો જુદો છે. સાતમો સમુદ્દાત સર્વજ્ઞ કેવળીને હોય છે. પ્રશમરતિ ૧૮૩ સમુદ્દાત Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧) વેદના સમુઠ્ઠાતઃ વેદનાથી દુઃખી થયેલો આત્મા, અનંત કર્મોથી આવરાયેલો પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે અને શરીરના જે મુખ વગેરે પોલા ભાગો હોય તેને આત્મપ્રદેશોથી પૂરી દે છે, આ રીતે શરીર પ્રમાણ આત્મા વ્યાપક બનીને અંતર્મુહૂર્ત સુધી રહે, ત્યારે અશાતાવેદનીય કર્મનો ઘણો નાશ કરે. તેમાં અશાતાવેદનીય કર્મ કારણભૂત છે. (૨) કષાય સમુદ્ધાતઃ કષાયોથી વ્યાકુળ જીવાત્મા શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશોથી ભરી દે, તે શરીર વ્યાપી બનીને એક અંતર્મુહૂર્તમાં કષાય મોહનીયના ઘણા કર્મોનો નાશ કરે છે. ચારિત્રમોહનીય કારણભૂત છે. (૩) મરણાન્તિક સમુઘાત મૃત્યુના ભયથી વ્યાકુળ બનેલો જીવ જયારે એક અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશો વડે ભરીને, શરીર જેટલી જાડાઈ પહોળાઈવાળા બને. લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલો તથા ઉત્કૃષ્ટથી એક દિશામાં ઉત્પત્તિ સ્થાન સુધી અસંખ્ય યોજન જેટલો બને પછી અંતર્મુહૂર્ત કાળમાં આયુષ્યકર્મના ઘણા દલિકો નાશ કરીને મૃત્યુ પામે. આયુષ્યકર્મ કારણભૂત છે. (૪) વૈક્રિય સમુદ્દઘાત : વૈક્રિય શક્તિવાળો જીવ શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી, શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશો વડે ભરે છે. જાડાઈ, પહોળાઈ શરીર પ્રમાણ બને. પરંતુ લંબાઈ સંખ્યાતા યોજનની દંડાકૃતિ બનાવે. અંતર્મુહૂર્તકાળ આ પ્રમાણે રહીને વૈક્રિય શરીરના નામકર્મના ઘણા દલિકોનો નાશ કરે. નામકર્મ કારણભૂત છે. (૫) તૈજસ સમુધાત : તેજલેશ્યા નામની શક્તિવાળો જીવ વૈક્રિય સમુઘાતની જેમ સ્વશરીર જાડો પહોળો બને અને સંખ્યાત યોજન પ્રમાણ દંડાકૃતિ બનીને અંતર્મુહૂર્તકાળમાં તૈજસ અંશોનો નાશ કરે. તૈજસ નામકર્મ કારણભૂતો. (૬) આહારક સમુદ્યાત આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વધર આહારક શરીર બનાવે તેને વિસર્જન કરતાં સમુદ્યાત કરે, તેઓ શરીરમાંથી આત્મપ્રદેશો બહાર કાઢીને શરીર પ્રમાણ જાડાઈ, પહોળાઈ કરે, સંખ્યાતા યોજન પ્રમાણ દંડાકૃતિ બને, અંતર્મુહૂર્ત કાળમાં ઘણા બધાં જુના આહારક પુદ્ગલો નાશ કરે. આહારક નામકર્મ કારણભૂત છે. (૭) કેવળી સમુદ્યત : કેવળજ્ઞાનીનું આયુષ્યકર્મ એવું હોય છે કે તે ઘટી શકતું નથી. નિરૂપક્રમ હોવાથી જેટલું બાંધ્યું હોય તેટલું ભોગવવું પડે. જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોનો આયુષ્ય સાથે વિશેષ સંબંધ નથી. પ્રશમરતિ ૧૮૪ સમુઘાત Page #190 -------------------------------------------------------------------------- ________________ ને કર્મોનો નાશ થયા પછી કેવળી ભગવંતને આયુષ્ય હોય તેટલું જીવન હોય છે. પરંતુ વેદનીય નામ અને ગોત્ર આયુષ્યકર્મ પર નિર્ભર છે. એટલે તે ત્રણકર્મની સ્થિતિ આયુષ્યકર્મ જેટલી હોવી જોઈએ. પરંતુ કોઈવાર તેવું બનતું નથી. આયુષ્ય કરતાં તે ત્રણ કર્મની સ્થિતિ વધારે હોઈ શકે. હવે જે જીવનો જન્મ છે તે તો બાકીના કર્મો આગામી જન્મમાં ભોગવી લે. પરંતુ જે જીવો નિર્વાણ પામવાના છે તેમના ત્રણે કર્મો શેષ રહ્યા હોય કે જે શુક્લધ્યાનમાં ક્ષય થતાં નથી. અને કર્મો સાથે મોક્ષે જવાતું નથી. એટલે કેવળી ભગવંત સમુઘાત કરે છે. તેમાં વેદનીયાદિ કર્મોની સ્થિતિ ઘટાડીને આયુષ્યકર્મ પ્રમાણ કરવી પડે તેવો પ્રયોગ માત્ર કેવળજ્ઞાનીજ કરી શકે છે. તેવું સામર્થ્ય અન્ય જીવોમાં હોતું નથી. વળી બધા જ કેવળજ્ઞાનીને આ પ્રયોગ કરવાનો હોતો નથી. જે કેવળજ્ઞાનીને આયુષ્યકર્મ કરતાં અધિક સ્થિતિ વેદનીયાદિ કર્મની હોય તે જ કેવળજ્ઞાની તે ત્રણેની સ્થિતિ આયુષ્યકર્મ જેટલી કરવા સમુઘાત કરે. આત્માનું લોકવ્યાપી ઉત્કૃષ્ટગમન તે સમુદ્યાત. તેના સાત પ્રકાર છે. વેદનીય, કષાય, મરણાન્તિક, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવળી. પ્રથમ છ છઘસ્થ આત્માને હોય છે. તે પહેલા ક્રમમાં આવી ગયા છે. કેવળી સમુઘાતમાં કેવળજ્ઞાનીના શરીરમાંથી આત્મ પ્રદેશો શરીરનો ત્યાગ કર્યા વગર નીકળે, ત્યારે તેની જુદી આકૃતિઓ રચાય અને વિખરાય. કેવળજ્ઞાની પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે સમુદ્યાત કરે, આ પ્રયોગમાં કર્મબંધ થતો નથી. પરંતુ નિર્જરા-ક્ષય છે. આ પ્રયોગ ફકત આઠ સમયનો છે. આ ક્રિયામાં કાયયોગનો ઉપયોગ હોય છે. પ્રયોગ : પહેલા સમયે પોતાના શરીર પ્રમાણ પહોળો, અને ઉર્ધ્વ અધોલોક પ્રમાણ ઉંચો, પોતાના આત્માની દંડાકૃતિ બનાવે બીજા સમયે પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાં આત્માની કપાટો કૃતિ બનાવે (ચોરસ) ત્રીજા સમયે આત્માની મંથાન (વલોણું) આકૃતિ બનાવે. ચોથા સમયે આત્માના પ્રદેશો સમગ્ર લોકવ્યાપી બની જાય આ રીતે આત્મપ્રદેશો ફેલાવ્યા પછી પાંચમા સમયથી સંકોચે. પાંચમા સમયે મંથાનરૂપે બની સંવરે. છઠ્ઠા સમયે કપાટરૂપે બની સંવરે સાતમા સમયે દંડરૂપે બની સંવરે. આઠમા સમયે શરીરસ્થ બની જાય. આ સમુઘાતના પ્રયોગ દ્વારા કેવળજ્ઞાની મહાત્મા વેદનીયાદિ ત્રણે કર્મોની સ્થિતિ ઘટાડીને આયુષ્યસ્થિતિ પ્રમાણ કરે છે. આ અભૂત પ્રશમરતિ ૧૮૫ સમુઘાત Page #191 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યવાળો પ્રયોગ કેવળી ભગવંત જ કરે છે. આ પ્રમાણે સમુદ્દાતની ક્રિયાથી નિવૃત્ત થઈ કેવળજ્ઞાની મન, વચન અને કાયાના યોગનો નિરોધ કરે છે. અજીવ સમુદ્દાત : ઉપરના સાત સમુદ્દાત જીવો અનુભવે છે. જયારે અજીવ સમુદ્દાત અનુભવરૂપ નથી કારણ કે અજીવને અનુભવ ન હોઈ શકે. સ્વભાવથી ઉત્પન્ન થતા પુદ્ગલ પરિણામથી અચિત્ત મહાકંધ રૂપ સમુદ્દાત થાય છે. તેનો કાળ આઠ સમયનો છે. વેદનાદિ સમુદ્દાતમાં કર્મના અંશો નાશ પામે છે. આ સમુદ્દાતમાં જબરજસ્ત પરિણમન થતું હોય છે. : ૨૯. યોગ નિરોધ સમુદ્ઘાતથી નિવૃત્ત થઈ કેવળી ભગવાન યોગનિરોધને સ્વીકારે છે. મન-વચન-કાયાના યોગથી આસ્રવ થાય છે, આસવ બંધનું કારણ છે. કર્મના નાશ માટે યોગનિરોધ કરવામાં આવે છે. આ ક્રિયાનો કાળ અંતર્મુહૂર્તનો છે. મનાદિયોગના અવલંબનથી આત્મ પ્રદેશોનું પરિસ્કંદ તે યોગ છે. જે આસવનું નિમિત્ત છે. કેવળીને મનાદિ યોગ છે. ઘાતીકર્મ નથી એટલે ત્રણ સમયનો ઈર્યાપથ આસવ હોય છે. મોક્ષે જતાં પહેલા અંતર્મુહૂર્ત કાળ બાકી રહે ત્યારે કેવળી યોગનિરોધ કરે. સર્વ પ્રથમ બાદર કાયયોગ વડે મનોયોગને રૂંધે પછી સૂક્ષ્મ મનોયોગ કરી બાદર વચનયોગને રૂંધે, પછી સૂક્ષ્મ કાયયોગ કરી બાદર કાયયોગને રૂંધે પછી વળી તેમ કરીને સૂક્ષ્મ મનોયોગને રૂંધે. પછી સૂક્ષ્મ વચન યોગને પછી સૂક્ષ્મ કાયયોગને રૂંધે તે સમયે શુકલધ્યાનનો ત્રીજો પ્રકાર સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી છે. પ્રથમ બાદર કાયયોગ વડે મનોરૂંધન, પછી વચન યોગ અને છેવટે સૂક્ષ્મ કાયયોગ રૂંધે. આમ પર્યાપ્તિના ક્રમમાં મનોયોગ છેલ્લો-મોડો છે. પરંતુ નિર્વાણ સમયે તે પ્રથમ જાય છે, પછી વચનયોગ જાય છે. કાયયોગના અવલંબનથી સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી શુક્લધ્યાનથી ક્રિયાઓ સમાપન થઈ છે તે પછી હવે શુકલધ્યાનમાં ચોથો પાયો ધ્યાવે છે. શુકલધ્યાનનો ત્રીજો પ્રકાર તે નિર્વાણ અગાઉ પાંચ હૂસ્વાક્ષર કાળે થાય છે. અ, રૂં, ૩, ૬, રૃ બોલતા જેટલો સમય જાય તેટલા સમયમાં નિર્વાણ પામતો જીવ મુક્ત થવાનું કાર્ય સિદ્ધ કરી લે છે. તે શુકલધ્યાનનો ચોથો ભેદ છે. પ્રશમરતિ ૧૮૬ યોગ નિરોધ Page #192 -------------------------------------------------------------------------- ________________ બાદર કાયયોગના રૂંધન પછી સૂક્ષ્મકાયયોગ બાકી છે. પંચ હૃસ્વાક્ષરના કાળમાં શુકલધ્યાનના ચોથા પાયાને સમુચ્છિન્નક્રિયા કહે છે. અહી ક્રિયામાત્રનો નાશ છે કારણકે યોગનિરોધ થયો છે. મોક્ષે જતાં પહેલા સર્વકર્મોનો નાશ થવો જોઈએ. પછી અજન્મા બને છે. તે આત્મા લોકાગ્રે જઈને પવિત્ર એવા સિદ્ધક્ષેત્રમાં સાકારોપયોગથી સિદ્ધદશા પામે છે. સાદિ અનંતકાળ સમાધિ સુખ, અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. કેવળી અયોગી ગુણસ્થાનકના ચરમ સમયે ઔદારિક, કામણ, તેજસ ત્રણે શરીરનો ત્યાગ કરી, સ્પર્શરહિત ઋજુશ્રેણિથી એકજ સમયમાં તીરની જેમ અપ્રતિહત ગતિથી સર્વાગેથી નીકળી લોકાગ્રે પહોંચે છે. નિર્વાણ પામતા કેવળી ભગવંતને છેલ્લા ભવમાં જેવું શરીર હોય તેની ઉંચાઈ જેટલી હોય તેના ત્રણ ભાગ ઓછી અવગાહના રહે. તેમાં વજરૂષભનારાચ સંઘયણ અને સમચતુરન્સ સંસ્થાન હોય છે. જે તે નિર્વાણ પામતા જીવોનું છેલ્લા શરીર પ્રમાણથી '/, ભાગ ઓછો થાય એટલે કે, રહે. કારણકે શરીરના પોલાણના ભાગો પૂરાઈ જતા જે ઘન રહે તે અવગાહના હોય. ઉંચાઈમાં પણ નળીઓ વગેરેનું પોલાણ જતું રહે. વધારેમાં વધારે અવગાહના ૫૦૦ ધનુષની કાયાવાળાને એટલે '/, જતાં ૩૩૩ 1/, ધનુષ્ય રહે. તેમ દરેક અવગાહના વિષે સમજવું. યોગ નિરોધ એ એક ઘણી ઉત્કૃષ્ટ શક્તિ છે. છેલ્લા ૫ હૃસ્વસ્વરોના સમયમાં શૈલેશીકરણ-અતિ નિશ્ચળતા હોય છે. આનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે. અંતે રહેલી કર્મ પ્રકૃતિને ખપાવી દે છે. અને સિદ્ધસ્વરૂપે શાશ્વતપદને પામે છે. આખરી પદનું વર્ણન કેવળી ભગવંતો પૂર્ણ રીતે કરી શકતા નથી, તેવું અદભૂત અને સૂમ છે. છતાં સર્વજ્ઞના જ્ઞાનનો મહિમા છે કે આવા સૂક્ષ્મ રહસ્યો પ્રગટ થતા રહે છે. યોગનિરોધ પછી વિરાધના આરાધનાના ભેદ રહિત સમાપ્ત થાય છે. જીવ સંસારી મટી સિદ્ધ થાય છે. ચાર ગતિની ધરતી પરથી સદાય વિરામ પામે છે. સાદિ અનંતકાળ સમાધિમાં રહે છે. WWWw CCCCODDDDDDDDS પ્રશમરતિ ૧૮૭. ગ્રંથકારનું નિવેદન Page #193 -------------------------------------------------------------------------- ________________ : ૩૦. ગ્રંથકારનું નિવેદન : સમુદ્રમાંથી કાઢેલા જીર્ણ કોડી જેવી જિનશાસનરૂપ સમુદ્રમાંથી કાઢેલી આ ધર્મકથારૂપ પ્રશમરતિને ભકિતથી સાંભળીને ગુણદોષના જ્ઞાતા સજ્જનોએ દોષો છોડીને થોડા પણ ગુણ ગ્રહણ કરવા જોઈએ અને પ્રશમસુખમાટે સતત સર્વ પ્રકારે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આ આખરી નિવેદનમાં પણ ઋજુભાવે જણાવ્યું છે કે જિનશાસનના મૃતસાગરમાંથી અપેક્ષાએ આ પ્રશમરતિનું રજુ કરેલું મૃત કોડી સમાન ઘણું અલ્પ છે. મેં તો ફકત ભક્તિથી પ્રેરિત થઈ જિનશાસનરૂપ સાગરમાંથી આ ધર્મકથા ઉધૃત કરી છે. જે પરમાત્માનું ધર્મશાસન પામીને સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ આરાધી શકાય તે પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાભાવ ઉભરાય તે સ્વાભાવિક છે. ગ્રહણ કરેલા ગુણોથી જ સતત અને સમગ્રપણે પ્રશમસુખ માટે પ્રયત્નશીલ બની શકાય છે. દોષવાળો માનવ કયારે પણ પ્રશમરસનું સુખ અનુભવી નહિ શકે આ જીવનમાં પ્રશમસુખ માટે જ ઝઝૂમવાનું છે. અંતમાં જણાવે છે કે હે કરૂણાવંત ! આજના આ પ્રસંગે તમારા ચરણમાં ભક્તિપૂર્ણ હૃદયે પ્રણિપાત કરું છું. સૌ મુમુક્ષુઓ ઉપશમ રસને માણી વિષાદમુક્ત બને. આસક્તિ અને અભિમાનના આવરણો ચીરી શકે તે માટે પ્રશમરતિ ગ્રંથની રચના કરી છે. હે પિતા! તમારા આ બાળકને સ્નેહનું સિંચન કરી ભૂલો હોય તો માફ કરજો. શબ્દોની દીર્થયાત્રા પૂરી થઈ તેમાં આપનોજ અનુગ્રહ છે. છતાં અજાણતા થયેલી ભૂલોને ક્ષમા કરજો. સંકલનકારની ક્ષમાયાચના : પ્રસ્તુત ગ્રંથનો સંક્ષિપ્તસાર લખવાનો અધિકાર ન હોવા છતાં આ બાળચેષ્ટા કરી છે, તો હે પ્રભુ! આ સંકલનારને પણ ક્ષમા કરશો. જો કે આ લેખન સ્વસ્વાધ્યાયની નોંધ માટે કરવાની ભાવના હતી. પરંતુ ગ્રંથને સંક્ષિપ્ત કરતા પણ લેખ શતક પર પહોંચ્યો અને તેનું પ્રકાશન થાય તેવો સહજ યોગ અને માંગ થવાથી પ્રકાશન થયું છે. તે સ્વ-પર શ્રેયની ભાવનાવાળું છે તેથી પુનઃ ક્ષમાયાચના કરું છું. પ્રશમરતિ ૧૮૮ ગ્રંથકારનું નિવેદન www.gainelibrary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી યોમષ્ટિ સમુચ્ચય (આઠ દૃષ્ટિનો વિકાસક્રમ) મૂળ રચયિતા : પૂજયપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી આધાર ગ્રંથ : આઠ દૃષ્ટિની સજઝાય. (ઉ. શ્રી યશોવિજયજી) યોગદિષ્ટ સમુચ્ચય ૧. અનુવાદક : પં. શ્રી ધીરજલાલ મહેતા ૨. વિવેચન : પૂ. યુગભૂષણ વિજયજી મ. સા. પૂજયપાદશ્રીનું મંગલાચરણ “કર્મબંધના હેતુભૂત એવા મન, વચન, કાયાના યોગથી રહિત હોવાથી અયોગી તથા યોગીઓ વડે પ્રાપ્ય અને જિનોત્તમ એવા વીર પ્રભુને ઈચ્છાયોગથી નમસ્કાર કરી તે યોગની દૃષ્ટિઓના ભેદથી હું સંક્ષેપમાં યોગને સમજાવીશ.” ગ્રંથકાર શ્રી પૂજયપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી યોગદૃષ્ટિ સમુચ્ચય સંકલન : સુનંદાબહેન વોહોરા ૧૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧. મિત્રાદષ્ટિ તારાષ્ટિ બલાષ્ટિ દીપ્રાર્દષ્ટિ સ્થિરાદષ્ટિ કાન્તાદષ્ટિ પ્રભાદષ્ટિ ૮. પરાષ્ટિ ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૦ અનુક્રમણિકા 0 યોગદૃષ્ટિ સમુચ્ચય પાના નંબર ૨૦૧ ૧૯૦ ૨૧૨ ૨૨૨ ૨૨૬ ૨૫૧ ૨૬૫ ૨૭૭ વિજ્ઞપ્તિ આ યોગદૃષ્ટિનો ગ્રંથ પ્રથમ ભૂમિકાથી આખરની જીવનમુક્તદશા નિરૂપક છે. પ્રથમની ચાર દૃષ્ટિ સુધી તો સમજાયું તે લખ્યું પરંતુ પછીની દૃષ્ટિ માટે લખવાની મારી ભૂમિકા નથી છતાં તેનું અધ્યયન ગમતું ગયું. એટલે લાગ્યું કે ભૂમિકા નથી પણ ભાવના છે, તેથી જેટલું સમજાયું તેટલું અવતરણ ર્યું છે. તેમાં ક્ષતિઓ રહેવા સંભવ છે. તેને વિદ્વતજનો સુધારે અને ક્ષમા કરે તેવી અભ્યર્થના. વળી પૂ. શ્રીએ આશિષવચનોમાં જણાવ્યું છે તેમ આ અવતરણ મારા જેવા નાના ભાવિકોને ઉપયોગી થશે તેવી શુભેચ્છા સાથે વિરમું છું. -સુનંદાબહેન વોહોરા ૨૮૬ Page #196 -------------------------------------------------------------------------- ________________ XXXXXXXXXXXXXXXXIIIIIIIIIIII - યોગદષ્ટિ સમુચ્ચય (આઠ દૃષ્ટિનો વિકાસક્રમ) : MIIIIIIIIIIIIIIIIIIIIIII • પ્રાસંગિક ૦ લગભગ બારસો વર્ષો પૂર્વે સુરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિએ યોગમાર્ગને વિવિધ ગ્રંથો દ્વારા ખૂલ્લો કર્યો. યદ્યપિ જૈનદર્શનમાં યોગમાર્ગ પરંપરાએ પ્રગટ થતો જ રહ્યો છે. પૂજયશ્રીએ વિવિધ ગ્રંથોના સારરૂપે “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથની રચના કરી છે. જિજ્ઞાસુઓ માટે આ ગ્રંથનો અભ્યાસ સરળ છે. અધ્યાત્મભાવની રૂચિવાળા જીવો માટે પ્રેરક છે. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં આત્માને સ્વરૂપમોક્ષ સાથે જોડવાની પ્રવૃત્તિને-બોઘને યોગ કહે છે. આ યોગ તાત્વિક અને આધ્યાત્મિક હોવાથી પાગ જીવો એના અધિકારી હોય છે. મોક્ષ તે આત્માનું સ્વરૂપ છે, તેની પર મોહનીય આદિ કર્મોનું આવરણ છે. તે આવરણને દૂર કરવા મોક્ષ પ્રાપ્તિ માટેનું મૂળ કારણ સમ્યતાત્વિક બોધ છે. તે બોધને પ્રસ્તુત ગ્રંથમાં દષ્ટિ નામ આપવામાં આવ્યું છે. યોગ અસંખ્ય પ્રકારના છે. તેમાંના મુખ્ય બે પ્રકાર પ્રસ્તુત છે. (૧) આધ્યાત્મિક યોગ (પારમાર્થિક યોગ) (૨) પદ્ગલિક યોગ. (૧) આધ્યાત્મિક યોગ : મોક્ષેણ યોજનાદ્ યોગઃ આત્મસ્વરૂપ સાથે જોડાણ કરે. મોક્ષ સુધી પહોંચાડે તે પારમાર્થિક યોગ. પરમાર્થ યોગ સંપૂર્ણપણે મોક્ષસ્વરૂપ આત્મા સાથે જોડાણ કરનારો છે. તેના અસંખ્ય પ્રકાર છે. અર્થાત્ જે જે ભાવો સંસારથી વિમુખ અને આત્મસન્મુખ બને તે ભાવો-વ્યાપાર, પરિણામ તે પરમાર્થ યોગ છે. તેનો બોધ તે યોગદષ્ટિ છે. આ યોગ કર્મક્ષયનો હેતુ છે. (૨) પૌલિક યોગ : આત્મફુરણા વડે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ થાય તે પદ્ગલિકયોગ જે સંસાર પરિભ્રમણનો હેતુ છે. શ્રી ઉમાસ્વાતિ આચાર્યજી તત્ત્વાર્થસૂત્રમાં જણાવે છે કે : કાયાવા મનઃ કર્મયોગઃ સ આસવઃ મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ તે કર્મયોગ-પૌદ્ગલિક યોગ છે, જે આસ્રવ હોવાથી કર્મબંધનો હેતુ છે. મન, વચન, કાયાની ક્રિયા દ્વારા આત્મપ્રદેશોનું કંપન થાય છે તે કર્મબંધનું કારણ છે અથવા આત્માની ફૂરણા દ્વારા મનાદિયોગનું પ્રવર્તવું તે કર્મબંધનો હેતુ છે. યોગદષ્ટિ સમુચ્ચય ૧૯૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ આમ બંને પ્રકારમાં યોગ શબ્દનો પ્રયોગ સમાન છતાં બંનેનું કાર્ય તદ્દન ભિન્ન છે. પરમાર્થ યોગ કર્મક્ષયનો, મોક્ષનો હેતુ બને છે અને કર્મયોગ સંસારના પરિભ્રમણનો હેતુ બને છે. જીવના જે જે પરિણામ આત્મરૂપ હોય તે યોગ કર્મક્ષયનો હેતુ છે, અને એ જ આત્માના પરિણામમનાદિ યોગ વિભાવજનિત, ભોગ તરફ હોય તે કર્મબંધનો હેતુ છે, તે જીવો ઓઘદૃષ્ટિમાં છે. પારમાર્થિક યોગવાળા યોગદૃષ્ટિમાં છે. યોગમાર્ગના બોધને યોગદૃષ્ટિ કહી છે, તે આઠ ભાગમાં ઉત્તરોત્તર વિકાસક્રમથી કહેવામાં આવી છે. તેથી ગ્રંથનું નામ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'' સાર્થક છે. પૂર્વે કે આ જન્મમાં જીવોએ વિવિધ પ્રકારના ધર્મ અનુષ્ઠાન કર્યા છે અને કરે છે. તેના પરિણામે પુણ્યબંધ કરી દેવલોકના સુખ ભોગવે છે પરંતુ સંસારનું પરિભ્રમણ સમાપ્ત થયું નથી. હજી જન્મમરણના હેતુઓ નષ્ટ થયા નથી. તેથી માત્ર પુણ્યબંધના હેતુરૂપ તે ધર્મઅનુષ્ઠાનોને ઓઘદૃષ્ટિનો ધર્મ કહ્યો છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલા અનુષ્ઠાનો મોક્ષપંથી હોય પરંતુ જીવોના પરિણામને કારણે ભેદ પડે છે. યદ્યપિ સર્વજ્ઞવીતરાગપ્રભુએ બોધેલો ધર્મ મોક્ષ માટે જ છે પરંતુ જીવોની તે ધર્મ પ્રવૃત્તિ રાગાદિ દોષયુક્ત હોવાથી તે ધર્મપ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં સહાયક થતી નથી. આ ઓઘદૃષ્ટિવાળા જીવો વ્રત, તપ, યાત્રા, ઉપધાનાદિ ધર્મશ્રદ્ધાથી કરે છે. દેવગુરુજનોની ભક્તિ આદરથી કરે છે. શાસ્ત્રજ્ઞાન પણ ધરાવે છે. પરંતુ તત્ત્વબોધ કે આત્મબોધના અભાવે મોક્ષમાર્ગમાં આગળ વધી શકતા નથી. કથંચિત પુણ્યબંધથી દેવલોકમાં ઉત્પન્ન થઈ સંસારવૃદ્ધિ કરે છે. આ ઓઘદૃષ્ટિવાળા જીવોને ‘ભવાભિનંદી’ કહે છે. અર્થાત્ તે જીવો સંસારસુખના રસિયા હોય છે. આત્મિક સુખનો બોધ તે જીવો પામ્યા નથી. આત્મિક સુખનો કલ્પના-વિચાર પણ તેમને ઉદ્ભવતો નથી. મોટા અનુષ્ઠાનો કરે પરંતુ ત્યારે લોકવ્યવહાર અને લોકસંપર્કના રાગાદિભાવની મંદતા કરી શકતા નથી. યદ્યપિ પ્રયોજકો પણ તત્ત્વબોધ પર વધુ મહત્વ આપતા નથી. મહદ્અંશે આ અનુષ્ઠાનો ક્રિયાત્મક હોવાથી આરાધકોની ભાવદશા તાત્ત્વિકબોધ સુધી પહોંચતી નથી. જો કે આરાધકો અને પ્રયોજકો આત્મકલ્યાણનું લક્ષ્ય કહેતા હોય છે. પરંતુ આ અનુષ્ઠાનો પ્રાઃયે ધર્મરૂપ હોતા નથી. કારણ શું છે ? યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૯૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ ઓઘદૃષ્ટિવાળા જીવને યોગમાર્ગનો બોધ નથી, રૂચિ નથી, સુખ દુઃખરૂપ છે તે સમજણ નથી. એટલે ધર્મારાધન કરે છે પરંતુ હેય-ઉપાદેયનું જ્ઞાન ન હોવાથી તે તે અનુષ્ઠાનોને ધર્મરૂપ માની લે છે. તેમાં પોતાની પાત્રતા પ્રમાણે શુભભાવ વડે પુણ્ય ઉપાર્જન સુધી પહોંચે છે પરંતુ મોક્ષનો દ્વેષ, અરૂચિ, સાંસારિક રાગ, જેવા કારણોથી શુદ્ધધર્મ પામતા નથી. આવી ઓઘદૃષ્ટિના ધર્મથી યોગમાર્ગના ધર્મને જુદો સમજાવવા ગ્રંથકારે યોગદષ્ટિનું નિરૂપણ કર્યું છે. તે પાત્રજીવો માટે આત્મકલ્યાણરૂપ છે. યોગની વિશેષતા : “મોક્ષણ યોજના યોગઃ” આત્માને મોક્ષની સાથે જોડી આપે એવો ધર્મપરિણામ તે યોગ કહેવાય છે. આત્માના આધ્યાત્મિક વિકાસક્રમને યોગ કહેવાય. આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રનું અભેદ પરિણમન તે યોગ છે, જે મોક્ષનું અનંતર કારણ છે. નિશ્ચયથી મોક્ષ છે. જીવનની પરિપૂર્ણ વિકસિત અવસ્થા છે. પોતાની આત્મશક્તિને પ્રગટ કરી શુદ્ધ પરિણામો સાથે આત્માને જોડે તે યોગ કહેવાય છે. આત્માને આત્મા પ્રત્યે લઈ જનારા આત્મભાવોની પૂર્ણતાને યોગની ચરમ સ્થિતિ કહે છે. જીવને સંસારી-પદ્ગલિક સુખાદિના ભાવોથી મુક્ત કરાવે અને મોક્ષના-મુક્તિના ભાવ સાથે સંયુક્ત કરાવે તે યોગ. બોધ-દષ્ટિ, ચિત્તની સ્થિતિને નિર્મળ કરનાર યોગ છે જે સાધક આત્માને અંતિમ મંઝિલ સુધી પહોંચાડે છે. સહજ સ્વરૂપની પ્રાપ્તિ પ્રત્યેનો પુરૂષાર્થ તે યોગ છે. આત્માના ગુણોનો આવિર્ભાવ તે યોગ છે. તપ પણ યોગ છે. તપ દ્વારા થતી નિઝરણા તે યોગ છે. જે મન આત્મામાં લીન અને અમૂઢ (કુશળ) છે તે યોગ છે. આત્મા અને મોક્ષનો સંબંધ સમાધિથી થાય છે માટે સમાધિયોગ છે. સમ્યગુદર્શનથી શ્રદ્ધાવાન અને સંપન્ન છે તે યોગનો અધિકારી છે. સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર આ ત્રણેનું અભેદ પરિણામ એ ચેતનાની પરિપૂર્ણ અવસ્થારૂપ યોગ છે. નિશ્ચયદષ્ટિએ યોગનું આવું અનુપમ સ્વરૂપ છે. યોગદષ્ટિ સમુચ્ચય ૧૯૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારનયથી સમ્યજ્ઞાનાદિના કારણભૂત ગુરુગમ, ગુરુવિનયાદિના સમાગમને યોગ કહે છે. કારણમાં કાર્યનો ઉપચાર છે. જો તે ગુરુજનોનો સમાગમ સભ્યજ્ઞાનાદિનું કારણ ન બને તો તે યોગ નથી. જિનાજ્ઞાયુક્ત ભક્તિ આદિ આ યોગનો પ્રકાર છે. દયાદિરૂપ મૂળ ધર્મના પરિણામ તે આ યોગ છે. શાસ્રશ્રવણની તીવ્ર જિજ્ઞાસા આ યોગનો પ્રકાર છે. યોગ અસંખ્ય પ્રકારના છે. પ્રસ્તુત ગ્રંથમાં મર્યાદિતપણે ઉલ્લેખ કરીશું કારણકે : શાસ્ત્ર ઘણા મતિ થોડલી, મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ; સુયશ લહે એ ભાવથી, મનમોહન મેરે, ન કરે જૂઠ ડફાણ. -ઉ. શ્રી યશોવિજયજી દૃષ્ટિ એટલે સમજણ, જ્ઞાન, આશય, બોધ, અભિપ્રાય કે શ્રદ્ધા છે. જીવને જે બાજુ શ્રદ્ધા, દૃષ્ટિ થાય છે તે યોગમાં તે પ્રવર્તે છે. અનાદિકાળની મોહવશતાને કારણે જીવ માત્ર ઈન્દ્રિયજનિત સુખની લાલસાવાળા હોય છે. તેઓ પૌદ્ગલિક પદાર્થો મેળવવા, ભોગવવા અને સાચવવા નિરંતર પ્રયાસ કરે છે, તેમાં મહદ્અંશે દુઃખ જ પામે છે. દુઃખને કારણે ભયભીત હોય છે. તેમને આત્મિક કે પારમાર્થિક સુખનો બોધ નથી. આથી આ જીવો સાંસારિક સુખની સામગ્રીમાં વિઘ્ન આવે તો દુ:ખી થાય છે. આવા ઓઘદૃષ્ટિવાળા જીવોને તે ઈન્દ્રિયજનિત સુખ મેળવવાનું શીખવવું પડતું નથી. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સૌ જીવો તે પ્રકારનું સુખ શોધી લે છે. પરિણામે ઈષ્ટના સંયોગમાં સુખી અને વિયોગમાં દુઃખી થાય છે. યોગાનુયોગ જે જીવોની ભવસ્થિતિ પરિપાક થાય છે, તેનો કર્મમળ ઘટે છે, તેવા જીવો ચરમાવર્તમાં આવે છે. ત્યારે તે જીવોને મોક્ષ પ્રત્યેની, તે પામવાની ભાવનાના અંશો જાગૃત થાય છે. ત્યારે તેમને સમજાય છે કે પૌદ્ગલિક સુખ સાચું સુખ નથી. તે સુખ તેમને દુઃખરૂપ લાગે છે, પરંતુ હજી મિથ્યાત્વનું જોર હોવાથી તે સુખોનું આકર્ષણ થાય છે. છતાં આંશિક વૈરાગ્ય પણ મહત્વનો છે. આ જીવની પાત્રતા ચરમાવર્તની હોય છે. એટલે ભવભ્રમણની મર્યાદામાં આવ્યો કહેવાય. હારિભદ્રિ યોગદર્શનમાં જણાવ્યું છે કે ચરમાવર્ત એટલે ચૌદરાજલોકની અનંતવારની પ્રદક્ષિણાનો સંક્ષેપ થઈ જાય છે. આ છેલ્લું આવર્ત છે. આ જીવમાં કેટલુંક પરિવર્તન થાય છે. તેના લક્ષણો આ પ્રમાણે છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૯૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧. દુ:ખી જીવો પ્રત્યે હાર્દિક-અત્યંત દયા અને જિનાજ્ઞારૂપ દ્રવ્ય દયા-પરદયા ભાવદયા-સ્વદયાના પરિણામ થાય છે. તેમાં તેને પુણ્યની અપેક્ષા નથી. અન્યના દુઃખ દૂર કરવામાં પ્રયત્નશીલ હોય છે. સૂક્ષ્મ જીવો પ્રત્યે અહિંસાભાવ ધારણ કરે છે. ૨. ગુણીજનો પ્રત્યે બહુમાન : યોગદૃષ્ટિ કે સમ્યગ્દષ્ટિ જીવો પ્રત્યે તથા સહજ ક્ષમાદિ ગુણો, તેવા ગુણવાનો પ્રત્યે બહુમાન હોય છે. પોતે તેવા ગુણોનું ઉત્તમ પ્રકારે પાલન કરી શકતો નથી. પણ ગુણાનુસારી છે. ૩. ઔચિત્યનું સેવન : પોતાની ભૂમિકા પ્રમાણે સદાચાર, નીતિ, અનુકંપા, પરોપકારનું પાલન કરે છે. ખંતથી ધર્માનુષ્ઠાનો કરે છે. તપ, ત્યાગ કરે છે. છતાં મિથ્યાત્વના દોષે ઓઘષ્ટિમાં છે. છતાં અત્યંત અલ્પપણે વિકાસશીલ છે. આ જીવની યાત્રા આગળ વધે છે એટલે અપુનબંધકદશામાં આવે છે. આ જીવમાં પાપભીરુતા આવે છે. તેની પાપપ્રવૃત્તિમાં તીવ્રતા ઘટે છે. સીત્તેર કોડા-કોડી સાગરોપમ જેવી દીર્ઘ સ્થિતિ પ્રાઃયે બાંધતો નથી. મિથ્યાત્વની હાજરી છતાં કર્મભાર હળવો થાય છે. તેના લક્ષણો આ પ્રમાણે છે. (૧) મોક્ષનો અદ્વેષ-રૂચિ, સંસારના સુખમાં કંઈક દુઃખરૂપતા માને છે. એટલે હવે સંસારના રાગને બદલે મોક્ષમાર્ગની રૂચિ થાય છે. (૨) સંસારમાં છે પણ રાચી માચીને સંસારના કાર્યો કરતો નથી. (૩) પાપપ્રવૃત્તિથી ડરનારો હોય. બોધશ્રવણની જિજ્ઞાસા જાગે છે. આમ છતાં ઓઘદૃષ્ટિને કારણે તેના તપ, જપ, આરાધના, ઉપધાન, યાત્રા, ધર્મક્રિયાઓ નિર્જરાનો હેતુ બનતી નથી. શુભભાવને કારણે પુણ્યબંધ કરે છે. સંસારના સુખનો રાગ બાધક નીવડે છે. દુઃખરૂપ માનવા છતાં તે રાગ છોડી શકતો નથી. સંસારના પ્રયોજન ગૌણ કરી પૌષધાદિ કરે. પરંતુ નિવાસે જાય, ઘરની સુખ સંપન્નતામાં, પુત્રાદિ પરિવારમાં, રાગના ભાવ થાય. સૌના પ્રીતિભાવથી પ્રભાવિત થાય. પરિવારના દુઃખે દુ:ખી થાય. જો કે બધી ધર્મક્રિયા ભાવથી કરે. આશાતના રહિત કરે. ગુરુજનો પ્રત્યે ઉત્સાહથી વિનય વૈયાવૃત્ત કરે. પણ પેલું મિથ્યાત્વનું જોર તેને રાગથી ભિન્ન છું તેવું ભાન સુદ્ધા થવા ન દે. રાગાદિનો કર્તા થઈ ભોક્તા થાય. છતાં તેના કરેલા તપ, જપ આદિ તથા અન્ય લક્ષણો તેનો વિકાસક્રમ જાળવે છે તેથી તે હવે માર્ગાનુસારિતા-મોક્ષમાર્ગને યોગ્ય ગુણોમાં પ્રવેશ કરે છે. તેને કારણે તેનું મિથ્યાત્વ અત્યંત મંદ પડે છે. તેથી ભવસ્થિતિ પરિપાક થાય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૯૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ આ વિકાસક્રમ ઘણા પુણ્યોદયવાળો છે. સાધક યોગદૃષ્ટિ પ્રત્યે પ્રયાણ શરૂ કરે છે. ત્યારે તેવા યોગ મળી રહે છે. તે સ્વયં તેવા નિમિત્ત શોધી લે છે. યોગદૃષ્ટિ સ્વરૂપ-સ્વસંવેદન રૂપ છે. તે માટે પ્રારંભમાં સાધકને શુભ અવલંબનની શુભધારામાં રહેવાની આવશ્યકતા છે. પાત્રતા થતા શુદ્ધસ્વરૂપ પ્રત્યેની કેડી મળી રહે છે. અપુનબંધક દશાવાળો ક્રમશઃ વિકાસ પામતો, માર્ગાનુસારિતાના ગુણોને સેવતો સમક્તિની નજીક જાય છે. ત્યારે ચરમાવર્તની જેમ કરણઅધ્યવસાયમાં શુદ્ધિ થાય છે તે ચરમ યથાપ્રવૃત્તરણમાં આવે છે. આગળ જતાં ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. યોગીશ્રી આનંદઘનજી શ્રી સંભવનાથજીના સ્તવનમાં પ્રકાશે છે કે “ચરમાવર્તે હો ચરમકરણ તથારે ભવસ્થિતિ પરિપાક, દોષ ટળે દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.'' નદી-ઘોળ-પાષાણ ન્યાયે ભવસ્થિતિ પરિપાક થતાં સાતે કર્મની સ્થિતિ સાગર કોડાકોડી હીન અર્થાત્ ઘણી અલ્પ થવાથી તે જીવને મોક્ષની સાચી અભિલાષા થાય છે. પરપદાર્થોમાં સુખબુદ્ધિનો, મિથ્યાત્વનો દોષ શ્રદ્ધા અપેક્ષાએ ટળે છે. અને તેથી દૃષ્ટિમાં અજવાળું પ્રગટે છે. સાચા સુખનો અભિલાષ તેને બીજા યોગો મેળવી આપે છે, જેવા કે સદ્ગુરુજનોનો બોધ મળે. સન્દેવ, સુગુરુ અને તત્ત્વરૂપધર્મની સમજણ મળે તેનો ક્રમ આ પ્રમાણે છે. ૧. યોગાવંચકપણું : હવે આધ્યાત્મિક સુખરૂપ યોગ ગ્રહણ કરવા જેટલી તેનામાં વિશુદ્ધિ થઈ છે. યોગાવંચક મળેલા યોગની સફળતા અવંચક (સફળ) થાય છે. સુખાદિ પરિણામથી આત્મા છેતરાય નહિ. મોહનીય કર્મ ઉપશમ પામે છે. સદ્ગુરુ, શુશ્રુષા વગેરેનો યોગ થાય છે. સાધકજીવે પોતાની અંતરંગ દશાનું ઉપરના ભેદો વડે તારણ કાઢવું. ચરમાવર્તના લક્ષણથી જીવને તપાસવો. પ્રથમ સંસાર પ્રત્યેની સુખબુદ્ધિને ઉપશાંત કરવી. જેથી જીવ તત્ત્વનો બોધ ગ્રહણ કરી શકે છે. અનાદિના પરિભ્રમણ પછી સાધકને મહપુણ્યના યોગે આવો યોગ મળે છે. જે હવે રોકાતો નથી આગળ વધે છે. ૨. ક્રિયાવંચકપણું : ધર્મક્રિયા = શાસ્ત્રાનુસારી ગુરુવિનય વડે ભાવપૂર્વક ધર્મક્રિયા કરવી તેમાં ક્રિયાની સફળતા છે. ક્રિયાવંચકપણું જેમાં ભાવનાની શુભતા અને શુદ્ધતા અપેક્ષિત છે. આવી ધર્મક્રિયા ભાવશૂન્ય નથી. તે જાણે છે કે “તે ભક્તિ ફળતી નથી ભાવ શૂન્યાકારમાં,’ વાસ્તવમાં યોગાવંચકપણું ચોથા ગુણસ્થાને હોય છે, તેમ આ ક્રિયાવંચકપણું પાંચમે યોગષ્ટિ સમુચ્ચય ૧૯૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકે હોય છે. જયાં અલ્પાંશે પણ પાપનો પ્રતિઘાત હોય છે. અર્થાત અંશે પણ વિરતિના - પાપપરિહારના પરિણામ હોય છે. જૈનશાસનની બધી ક્રિયાઓ આત્મકલ્યાણરૂપ છે પરંતુ તેનો જીવના પરિણામ સાથે અવિનાભાવી સંબંધ છે. અનાદર કે ભાવ શૂન્યતાવાળી ક્રિયા સંસાર વૃદ્ધિનું કારણ છે. ૩. ફલાવંચકપણું : મોક્ષમાર્ગ યોગદષ્ટિથી શરૂ થાય છે. અને તેનું અંતિમ ફળ મોક્ષ છે. આરાધકને મોક્ષની પ્રાપ્તિ કરાવે તેવું પરિણામ તે ફલાવંચકપણું-પરિણામની સફળતા. તેમાં ઉચ્ચ કોટિનો શુદ્ધભાવ જરૂરી છે તે અપ્રમત્તયોગીશ્વરોમાં હોય છે. એટલે મુખ્યપણે ફલાવંચકપણું આવી ઉચ્ચ અવસ્થા સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. હે ચેતન! આ મોક્ષમાર્ગ છે. અનાદિની ગ્રંથિઓ, ભ્રમણાઓ,મિથ્યાત્વ જેવા દૂષણો, પરભાવો, અશ્રદ્ધાન, અધર્મના આચરણો જેવા, પહાડોને તોડવાના છે. આ કંઈ પત્તાના મહેલ જેવી બાળરમત નથી, રેતીનું ઘર બાંધવા જેવું કાચું કામ નથી. અંતરમાં જામેલા મલિનતાના સ્તરોને તોડવાના છે. તેમાં આત્મજ્ઞાન, પ્રજ્ઞાછીણી જેવા અમોઘ સાધનો જરૂરી છે. હા, પણ નિરાશ થવાનું નથી. ખેદ કરવાનો નથી પણ શૂરવીર થઈને ઝૂક્વાનું છે. ભવિતવ્યતાના યોગે તું નિગોદથી નીકળ્યો, ચરમાવતમાં આવ્યો, દેવગુરુકૃપાએ અપુનર્બધક અવસ્થા, પછી ચરમયથાપ્રવૃત્તકરણમાં આવ્યો. સખ્યત્વ પામવા માટે હવે અપૂર્વ પુરૂષાર્થ માટે શૂરવીર થા. હે ચેતન ! વિચાર કર, નિરાશ ન થઈશ. ભોગદષ્ટિવાળા જીવોની દશા દુઃખદાયક છે. તે જીવો મોક્ષના નામથી મૂંઝાય છે. તેમને આત્મસુખ કે મોક્ષના સુખની ખબર નથી. ઓઘદૃષ્ટિવાળા ક્રમે કરીને ધર્મના વિવિધ પ્રકારોને સેવે છે, તપ, ત્યાગ કરે છે. આગમાદિનો અભ્યાસ કરે છે. સંસારત્યાગ કરે છે. નિરતિચાર ચારિત્ર પાળે છે. છતા સ્વરૂપમય સ્વસંવેદન ન હોવાથી સંસારની વૃદ્ધિ થતી રહે છે. આવી આરાધનાને બળે ઘણો પુણ્યબંધ કરે છે પરિણામે દેવલોકમાં દીર્ઘકાળ રહી સંસારવૃદ્ધિ કરે છે. શુદ્ધધર્મનું ફળ દેવલોક નથી પણ મોક્ષ છે. એ આગળની યોગદષ્ટિનું પરિણામ છે. શું એ મહાનુભાવોને સ્વર્ગના સુખ અને મોક્ષના સુખનો તફાવત ખબર નથી? આગમનો અભ્યાસ છતાં શું ભૂલ થાય છે? સંસારના સુખ દુઃખરૂપ છે તે માનતા હોવા છતાં તે માન્યતાથી નિવેડો આવતો નથી. પણ તે સુખો સ્વરૂપથી દુઃખરૂપ છે. આત્મસુખ જ સુખ છે તેવું સંવેદન યોગદષ્ટિ સમુચ્ચય ૧૯૭. Page #203 -------------------------------------------------------------------------- ________________ થતું નથી તેથી પુણ્યરાશિ વૃદ્ધિ પામે છે પરિણામે સ્વર્ગે સિધાવે છે પણ મોક્ષ પામતા નથી. એ ઓઘદૃષ્ટિનું કંઈક પરિણામ છે તે જીવને મિથ્યાત્વ મૂંઝવે છે. ચરમ(છેલ્લું) યથાપ્રવૃત્ત¥ણ તે યોગાનુયોગ જીવના ભાવમલ અત્યંત ઘટવાથી આવી અવસ્થા આવે છે, તે જીવને આ ચરમયથાપ્રવૃત્તકરણથી વૈરાગ્યભાવનાની તીવ્રતા થાય છે. આથી જીવ આગળના અપૂર્વ પુરૂષાર્થ વડે ગ્રંથિભેદ કરી ઉપશમાદિ સમ્યકત્વને પ્રાપ્ત કરી અનાદિના સંસારનો સંક્ષેપ કરે છે. મુક્તિ માર્ગમાં આગળ વધે છે. ચરમયથાપ્રવૃત્તકરણ છતાં હજી મિથ્યાત્વ ગયું નથી. પરંતુ ભાવમલ ઘટવાથી ગુણવૃદ્ધિ થાય છે. જેને કારણે જીવ મુક્તિમાર્ગે પ્રયાણ કરી શકે તેવા શુભ નિમિત્તો મળતા જાય છે. મિથ્યાત્વ પ્રથમ ગુણસ્થાનક કહેવાય છે તેનો મર્મ એ છે કે ચરમાવર્ત, યોગાવંચક જેવા ગુણો વિકસ્યા હોય. મિત્રાદષ્ટિમાં જણાવ્યા છે તે ગુણો આવે ત્યારે મિથ્યાત્વ મોળુ પડે યોગદષ્ટિમાં પ્રવેશ થાય છે. અર્થાત આયુષ્ય સિવાયની સાતે કર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરમાં કંઈ ન્યુન થાય છે ત્યારે ગુણવૃદ્ધિ થાય છે. જો આવા ગુણો ન હોય તો તે જીવને અનાભોગિક જેવું ગાઢ મિથ્યાત્વ હોય છે. જે અનંત સંસારનું કારણ છે. ભાવમલનું અત્યંત ઘટવું અને ચરમાવર્ત વગરે દશા થવી તે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ગણાય છે. છતાં અલ્પાંશે પણ મુક્તિનો રાગ થાય ત્યારે યોગદષ્ટિનો પ્રારંભ થાય છે. મહાપુણ્યોદયે ચરમાવર્તમાં આવ્યો કે જીવનું ઉત્થાન થયું. ગુણો પ્રગટ થવા લાગ્યા. દુઃખી જીવો જુએ ને અત્યંત કરૂણા ઉપજે, કંઈ ઉપાય કરે ત્યારે તેને જંપ મળે. ગુણવાનોના સંપર્કમાં આવે ને હૃદયની ઉર્મિઓ જાગે, તેમનું બહુમાન કર્યા વગર રહી ન શકે. અને દેવગુરુ, લોકવ્યવહાર સર્વ સ્થાનોમાં ઔચિત્ય, સજ્જનતાપૂર્વકનું આચરણ, હૃદયના ભાવપૂર્વક કરે. જો જીવ સમીપ મુક્તિગામીની યોગ્યતાવાળો છે. તો ચરમયથાપ્રવૃત્તકરણને પામી તથાભવ્યત્વ પરિપાક થયે સમ્યકત્વ પામે છે. તેની વિશેષ વિચારણા અન્યત્ર આપી છે. મિથ્યાત્વના તીવ્ર ઉદયે મૂંઝાતો જીવ અનાદિકાળની મોહવશતાને કારણે ઈન્દ્રિયજનિત પૌલિક પદાર્થોની લાલસા, રાગ, અને દુઃખના કારણોથી ભયભીત હોય છે. આ જીવો સાંસારિક સુખની સામગ્રીના રાગી અને તેમાં વિન કરનારા કારણોથી દુઃખી હોય છે. તેઓ નિરંતર સંકલેશ પરિણામવાળા હોય છે. એ જીવોને ઓઘદૃષ્ટિ હોય છે. અનાદિકાલિન યોગદષ્ટિ સમુચ્ચય ૧૯૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયજનિત સુખના સંસ્કારો હોવાથી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ જીવને ભોગ, સુખ કેવી રીતે મેળવવા તે શીખવવું પડતું નથી. ઈન્દ્રિયના વિકાસ સાથે ભોગતૃષ્ણા વધે છે. ઈષ્ટના સંયોગમાં સુખી અને વિયોગમાં દુઃખી એવું જાણે કોઠે પડી ગયું હોય છે. છતાં એમ સમજવું કે ચેતના ઉર્ધ્વગામી છે, વિકાસશીલ તત્ત્વ છે. ભવસ્થિતિ પરિપાક થતા યોગાનુયોગ ચરમાવર્ત જેવો વિકાસલક્ષી યોગ થાય છે. એ ભવ્યાત્મા ત્યારપછી અપુનર્બંધકદશા પામે છે. તેમાં માર્ગાનુસારિતાના ગુણોનું સેવન કરી મિથ્યાત્વને અત્યંત મોળું પાડે છે. ત્યારે ભવિતવ્યતાને યોગે ચરમયથાપ્રવૃત્તકરણ જેવાં વિશુદ્ધ પરિણામ થાય છે. આ જીવની અંતરની અભિલાષા પ્રમાણે સદ્ગુરુનો યોગ મળે છે. તે અપૂર્વ ઉલ્લાસ વડે ગ્રંથિભેદ કરી, અનિવૃત્તિકરણના વિશેષ વિશુદ્ધ પરિણામ વડે અંતરકરણના સ્થાને પહોંચે છે. ત્યાં તે મિથ્યાત્વપરિણામથી મુક્ત થઈ ઉપશમાદિ સમ્યક્ત્વ પામે છે. જો કે હજી પણ માર્ગ તો વિકટ છે. પરંતુ માર્ગપતીત થયેલો હવે મુક્તિ પામે તેવી પાત્રતા નિર્માણ થઈ છે. યોગદૃષ્ટિના વિકાસપંથમાં આ મિથ્યાત્વ ગુણસ્થાનક અતિ મંદ થવાથી આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થાય છે. આ દૃષ્ટિઓ અનુક્રમે વિકસતી જાય છે. તે રીતે તેને ઉપમા આપી છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વનો ઉદય છતાં જીવ આત્મિકસુખની શ્રદ્ધાવાળો છે. મુક્તિ પ્રત્યે રૂચિવાળો છે. પ્રથમ દૃષ્ટિમાં તાત્વિકપણે બોધ પામવા સમર્થ નથી. છતાં આ જીવમાં શેય, ઉપાદેય અને હેયનો કંઈક વિવેક જન્મે છે. જો કે તેનામાં બોધની સ્થિરતા નથી. વીર્ય પણ અલ્પપણે ઉલ્લસે છે. તેથી અવેધસંવેદ્યપદે છે. અર્થાત પરપદાર્થના સુખની રૂચિવાળો છે. યોગની આઠે દૃષ્ટિ મોક્ષમાર્ગી છે, એટલે રત્નત્રયીરૂપ છે. માટે બોધ શબ્દથી રત્નત્રયીનો બોધ લેવાનો છે. અર્થાત જ્ઞેયાદિ વિવેક જાણવો. જીવાદિ તત્ત્વોમાં જેમાં પૌદ્ગલિક આર્ષણ છે તે પરપરિણતિરૂપ હોવાથી હેય છે. આત્મપરિણતિરૂપ તત્ત્વો-ગુણો ઉપાસવા યોગ્ય છે. આવો વિવેક ક્રમેક્રમે થવાથી અનુક્રમે વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. આથી આ દૃષ્ટિમાં જે રીતે તૃણાદિ બોધથી ઉપમા આપી છે. તે યથાર્થ છે. જીવે પોતે પણ તે તે પ્રમાણે પોતાની ભૂમિકાનો વિચાર કરવો. વળી દરેક દૃષ્ટિ સાથે અન્ય સંકલનાઓ પણ કરી છે. તેનો કોઠો જોવાથી ખ્યાલ આવશે કે યોગદૃષ્ટિનો વિકાસ ક્રમ કેવો રહસ્યમય છે. આ આઠ યોગદૃષ્ટિમાં જીવને બોધનો ક્રમિક વિકાસ હોય છે. તેથી બોધ, દોષક્ષય, ગુણવિકાસ, સાથે યોગના અંગોનું સેવન થતું રહે છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૯૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રથમથી ચાર દૃષ્ટિ યોગદાષ્ટ છે. છતાં મિથ્યાત્વના દોષની અલ્પ હાજરી હોવાથી સ્વસંવેદન નથી. પાંચમી દૃષ્ટિમાં પ્રવેશ થતા જીવનું યોગ્ય ઉત્થાન શરૂ થાય છે. તે આઠમી દૃષ્ટિમાં પૂર્ણતા પામે છે. આઠ દૃષ્ટિના બોધાદિનો ક્રમ આ પ્રમાણે છે. ૧. 2. ૪. 3. બલા ૫. ૬. દૃષ્ટિ બોધ મિત્રા તૃણાગ્નિના તણખા જેવો છાણાગ્નિના તારા <. દીપ્રા to. પ્રભા પ્રકાશ જેવો સ્થિરા રત્નના પ્રકાશ જેવો કાંતા તારાના પરા ઉદ્વેગ તણખા જેવો કાષ્ઠાગ્નિના ક્ષેપ તણખા જેવો દીપકના પ્રકાશ જેવો સૂર્યના પ્રકાશ જેવો ચંદ્રના પ્રકાશ જેવો દોષક્ષય | ગુણપ્રાપ્તિ ખેદ અદ્વેષ યોગષ્ટિ સમુચ્ચય ઉત્થાન તત્ત્વજિજ્ઞાસા તત્ત્વશુશ્રુષા તત્ત્વશ્રવણ યોગાંગ યમ ૨૦૦ નિયમ સુખાસન પ્રાણાયામ ભ્રાન્તિ તત્ત્વસૂક્ષ્મબોધ પ્રત્યાહાર અન્યમુદ્ તત્ત્વમીમાંસા ધારણા રોગ તત્ત્વપ્રતિપતિ ધ્યાન આસંગ | તત્ત્વપ્રવૃત્તિ સમાધિ આત્માની દશાને ચાર પ્રકારમાં સંયોજી છે. આ આઠે યોગદૃષ્ટિ છે. ઉપર પ્રમાણે અલ્પબોધથી શરૂ થાય છે તો પણ તે તત્ત્વની સમ્યક્ શ્રદ્ધાપૂર્વકનો બોધ છે. તેમાં રત્નત્રયીનો જ ઉત્તરોત્તર વિકાસ છે. સાધક ક્રમેક્રમે અહિતકર પ્રવૃત્તિ છોડતો જાય છે. અને હિતકર પ્રવૃત્તિની વૃદ્ધિ કરતો જાય છે. એ પ્રમાણે પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વના મૂળિયાને નષ્ટ કરતો જાય છે. આથી પરપરિણતિ અને સ્વપરિણતિ, પરરૂપ અને સ્વરૂપની સાચી ઓળખ થાય છે. તેથી પૌદ્ગલિક સુખનું આકર્ષણ ત્યજતો જાય છે. આત્મિક સુખના સત્પુરૂષાર્થ વડે મુક્ત દશા પામે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧. મિત્રાદેષ્ટિ મોક્ષમાર્ગની રૂચિ થયા પછી મુકિતની જિજ્ઞાસા-રાગ આ પ્રથમ દૃષ્ટિમાં હોય છે. આધ્યાત્મિક વિકાસનું આ પ્રથમ સોપાન છે. જીવને આત્મહિતની ચિંતા કરવા પ્રેરે છે. મિત્ર સમાન હોવાથી મિત્રા નામની ઉપમા આપી છે. તેના ચાર ક્રમ છે. (૧) બોધ-તૃણાગ્નિ જેવો (૨) ખેદ-દોષક્ષય (1) ગુણપ્રાપ્તિ અદ્વેષ (૪) પહેલું યોગાંગ-ચમ બોધ : મિત્રા દૃષ્ટિમાં બોધ તૃણના અગ્નિસમાન કહ્યો છે. અર્થાત્ ઘાસનું તણખલું સળગે અને પલકવારમાં ઓલવાઈ જાય. જો કે આ દૃષ્ટિનો બોધ, છે તો રત્નત્રયીરૂપ પણ તે અલ્પ માત્રામાં છે. તૃણ પ્રકાશ લાંબો સમય ટકતો નથી, તે પ્રકાશમાં કોઈ વસ્તુ શોધી શકાતી નથી. તેમ આ દૃષ્ટિમાં તત્ત્વનો બોધ ટકતો નથી. અતિ અલ્પ સમ્યગુબોધ થાય છે. વળી મિથ્યાત્વનો ઉદય છે એટલે સમ્યગુબોધ કરતા હજી વિપરીત બોધની માત્રા ઘણી છે. તેથી અનુબંધ પણ અશુભનો વિશેષ હોય છે. તેના પ્રમાણમાં શુભનો બંધ અલ્પ હોય છે. તે જે કંઈ ધર્મ કરે તે હજી સકામ નિર્જરારૂપ બનતો નથી. છતાં તે મોક્ષમાર્ગની સ્વરૂપ પ્રાપ્તિની રૂચિવાળો છે. મિત્રાદેષ્ટિવાળો જીવ સદ્ગુરુનો બોધ આદરથી શ્રવણ કરે છે. વૈરાગ્યનો બોધ સાંભળી તેનું અંતર દ્રવે છે. મનમાં ભાવ ઉઠે છે કે આવો વૈરાગ્ય કયારે પામું ? રત્નત્રયની આરાધના વિશેષપણે કયારે કરું ? સંસાર, સ્વજન પરિગ્રહનો ત્યાગ કયારે કરું? ઈન્દ્રિયોના સુખોની લાલસા કયારે યજું? સંસારમાં મને ઘણી સુખ સંપત્તિ મળી છે તે બંધનરૂપ છે. આમ ધર્મ શ્રવણ વખતે તેને ભાવ ઉઠે છે. પણ જયાં તે સ્થળ છોડે છે, સદ્ગુરુનો સમાગમ છોડે છે કે એ બોધ તૃણના અગ્નિની જેમ ઠરી જાય છે. જયાં વ્યવહાર ક્ષેત્રે પહોંચે છે ત્યાં વળી સંસારના પ્રયોજનમાં પ્રવૃત્ત થઈ જાય છે. સુખનો રાગ થાય છે. છતાં પેલા બોધના ભણકારા તેને સંભળાય છે એટલે બીજરૂપ સંસ્કાર પડે છે પરંતુ સ્થાયી થતા નથી. માટે જીવે પૂર્ણતા પામતા સુધી મહાપુરૂષાર્થ કરવાનો છે. સત્ સમાગમ નિરંતર સેવવાનો છે. કારણકે આ બીજરૂપ સંસ્કાર પણ મુક્તિનું બીજ છે. આ દષ્ટિનો બોધ અતિ અલ્પજીવી હોય છે. બોધમાં સ્થાયી બળ નથી હોતું. તેથી જ્ઞાન કે બોધના સંસ્કારો દૃઢ થતા નથી, જેથી જીવ બોધવચનોમાં દઢતાથી ટકી શકતો નથી. વળી પરમાર્થ તત્ત્વને જાણતો યોગદષ્ટિ સમુચ્ચય ૨૦૧ મિત્રાદષ્ટિ Page #207 -------------------------------------------------------------------------- ________________ નથી એનો અભ્યાસ કર્યો નથી. જો કે દેવ ગુરુજનો પાસે જાય છે. પરંતુ તેઓ પ્રત્યે હાર્દિક ભાવના હોતી નથી. છતાં મિત્રાદેષ્ટિ મુક્તિના આદરઅદ્વૈષવાળી હોવાથી તે યોગદષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિમાં થયેલો બોધ સાધકને આત્મહિત પ્રત્યે લઈ જાય છે તેથી તેને મિત્રની ઉપમા આપીને મિત્રાદેષ્ટિ કહેવાય છે. મિત્રાદેષ્ટિમાં બોધ ક્ષણજીવી હોવાથી ટકતો નથી. જેમ વિજળી પલવાર ઝબકે પણ કંઈક પ્રકાશ મળે છે. તેમ આ દૃષ્ટિમાં બોધનો અંશ અલ્પ છતાં જ્ઞાનમાર્ગના વિવેકવાળો છે. વળી મોક્ષમાર્ગનું બીજાધાન અહીં થાય છે કે જેને કારણે જીવ ભાવિમાં મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરશે. ખેદ-ક્ષય (દોષ નિવૃત્તિ) અનાદિકાલીન સાંસારિક સુખનો રસિયો જીવ ધર્મ, તત્ત્વ, પરમાર્થ કે યોગમાર્ગના શ્રવણથી દૂર ભાગતો હતો. કયાંક યોગ મળી જાય તો ખેદ પામતો હતો. કથંચિત ધાર્મિક ક્રિયાઓ, વ્રત, તપ કરે તો પણ તેની રૂચિ સાંસારિક સુખ પ્રત્યે હતી. આધ્યાત્મિક સુખની શ્રદ્ધા ન હોવાથી તેમાં સુખનો ભાવ થતો ન હતો. પુણ્યયોગે તેનો મિત્રાદેષ્ટિમાં પ્રવેશ થવાથી યોગમાર્ગમાં અલ્પાંશે રૂચિ થાય છે. તેથી પ્રથમ જે ખેદ થતો હતો તેને બદલે હવે અંશે પણ પરમાર્થમાર્ગ ઉપાદેય લાગે છે. અરૂચિ આળસે છે. મિત્રાદષ્ટિવાળા જીવને શાસનના કાર્યો, દેવગુરુ ધર્મના કાર્યોમાં આનંદ આવે છે. તેવા કાર્યો કરી ન શકે તો તેને ખેદ થાય છે. પોતાને ભાગ્યહીન સમજે છે. વળી પરમાર્થમાર્ગની સર્વક્રિયામાં તેને પ્રસન્નતાપૂર્વક રૂચિ હોય છે. શક્ય તેટલી ઉચિત ક્રિયાઓ કરે છે. તેમાં ભેદભાવ હોતો નથી. તે સમજે છે કે ભાવપૂર્વક થતી આ ક્રિયાઓ ગુણપ્રાપ્તિ અને ગુણવૃદ્ધિ માટે છે. એટલે તે ક્રિયાઓ કરવામાં ખેદ-થાક લાગતો નથી. પ્રારંભમાં ઉત્સાહપૂર્વક અનુષ્ઠાન કરે અને પછી ખેદ થાય તેવું પ્રાયે થતું નથી. ખેદ થવાનું મૂળ કારણ ગાઢ મિથ્યાત્વ છે. જે ધર્મમાર્ગમાં રૂચિ થવા દે નહિ. જેથી અનંતકાળ સંસારમાં ભ્રમણ કરતો રહ્યો છે. યોગમાર્ગમાં વિરલા જીવો પ્રવેશ કરી શકે છે. પ્રવેશ કર્યા પછી પણ ખેદ જેવા દોષથી કોઈવાર નિષ્ફળતા મળે છે માટે ગુરુજનોની નિશ્રા રાખવી. કારણ કે જો ખેદ-કંટાળો થાય તો આરાધેલો ધર્મ પણ નિષ્ફળ જાય છે. જો કે આ દૃષ્ટિવાળો સાધક પ્રાયે ખેદ જેવા દોષથી મુક્ત હોય છે. ધર્મઅનુષ્ઠાનમાં થાકતો નથી. ગુણ હીન પ્રત્યે અદ્વેષ : ખેદ દોષ ટળ્યા પછી મિત્રાદેષ્ટિના બોધ વાળો કોઈ ગુણહીન પ્રત્યે પ્રકોપ કરતો નથી. યોગદષ્ટિનો અલ્પાંશ પણ યોગદષ્ટિ સમુચ્ચય ૨૦૧૨ મિત્રાદેષ્ટિ Page #208 -------------------------------------------------------------------------- ________________ કેવો મહત્વનો છે. સાધકમાં નમ્રતાનો, સર્વજીવોમાં સમાનતાનો ગુણ પ્રગટ થાય છે. ગુણીજનોનું બહુમાન થાય છે. અલ્પાધિક ગુણવાળા, પોતાના કરતા હીન ગુણવાળા, સ્વધર્મી કે પરધર્મી હોય તો પણ આ દૃષ્ટિવાળા સાધકને પ્રમોદભાવ હોય છે. યોગષ્ટિ એ મોક્ષમાર્ગનું અંગ છે, તેમાં ગુણ પ્રત્યે દ્વેષ થાય તો તે બાધક બને છે. વળી દેવગુરુ કે ધર્મમાં કુશળતાપૂર્વક તેની શાસ્ત્રાનુસારી પરખ કરીને નિરપેક્ષભાવે ગુણાનુરાગ કરવાનો છે. તેમાં મારા કે અન્યના એવો ભેદ પડતો નથી. પરંતુ તે તે સ્થાને તે પ્રમાણે ગુણનું માહાત્મ્ય છે. હીનગુણનો અર્થ ઉન્માર્ગી નથી પણ માર્ગાનુસારિ જેવા ગુણો લેવાના છે. એવા ગુણો ન હોય તો તે પ્રત્યે તિરસ્કાર ન કરતા ઉદારતા રાખવી. “એ પ્રસંગથી મે કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે, જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અગ્નિસો લહીએ રે, વ્રત પણ યમ ઈહાં સંપજે, ખેદ નહીં શુભ કાજ રે, દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે.'' -આ. દે. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. યોગાંગ (યમ) : મિત્રાદેષ્ટિની વિશેષતાએ પરમાર્થ માર્ગની રૂચિ હોવાથી પ્રથમ તો તેને હેય ઉપાદેયનો કંઈક તાત્વિક વિવેક છે. જો કે હજી તેને સંસારત્યાગ જેવા સંયમનું બળ પેદા નથી થતું. પરંતુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા મહાવ્રતોમાં પૂર્ણ શ્રદ્ધા છે. પાલન કરી શકતો નથી તેનો ખેદ છે. આ દૃષ્ટિમાં બોધ અલ્પ છે, પરંતુ ભાવ ઉત્તમ છે. સંસારી છે એટલે સંસારના સુખનો રાગ છે. તેથી હિંસાદિ જેવા દોષોનું સેવન થાય છે, પરંતુ તેનો તેને રંજ છે. આથી અહિંસાદિ વ્રત પાળવામાં જાગૃત હોય છે. હજી સંસારમાં છું. હિંસા અસત્યાદિ થાય તો વાંધો નહીં, અથવા મોટી હિંસા ન કરું પણ નાની હિંસા થાય તો ચાલે તેવી શિથિલવૃત્તિવાળો નથી. શકય તેટલું વિવેકપૂર્વક આચરણ કરે છે. હિંસાદિ અલ્પ થાય તેવા પ્રકારે જરૂરિયાતના સાધનોમાં સાવચેતી રાખે છે. આ દૃષ્ટિમાં સાધુજનો પણ હોય છે. તેમાં કોઈ માત્ર બાહ્યપણે મહાવ્રતોનું પાલન કરે છે. તેઓ પ્રથમ ગુણસ્થાનકે હોવાથી સર્વવિરતિના આંતરિક પરિણામયુક્ત નથી. સમ્યગ્દષ્ટિ જેવો વિવેક, કે સૂક્ષ્મબોધ, સ્વરૂપલક્ષ ન હોવાથી તેમની ચર્યામાં નિર્મળતા નથી. તેથી કક્ષામાં અંતર પડે છે. મહાવ્રતોના પાલનમાં માત્ર રૂચિ જ હોય, કેટલાકને માત્ર બાહ્ય પ્રવૃત્તિ જ હોય, કેટલાકને ચિત્તની સ્થિરતા થઈ હોય અને કેટલાક મહાવ્રતમાં યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૦૩ મિત્રાદૃષ્ટિ Page #209 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિને વરેલા હોય. છતાં હજી મિથ્યાગુણસ્થાનકે હોવાથી જન્માંતરે દેવલોકના અધિકારી થાય પણ મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. જો કે મિત્રાદષ્ટિનું માહાભ્ય એ છે કે જીવની ધર્મરૂચિ-પરિણામ કાળક્રમે મોક્ષનું ફળ આપવા સમર્થ છે. પ્રવેશ દ્વાર છે, તેથી યોગબીજ કહેવાય છે જે બીજાધાન પણ કહેવાય છે. યમના આ પાંચ મહાવ્રત સાધુજનોને આજીવન હોય છે. શ્રાવકને દેશવ્રત અલ્પપણે હોય છે. આમ પ્રથમ દૃષ્ટિ છતાં પાત્રતા ઉચ્ચ કક્ષાની જણાવી છે. સાધુ હો કે સાધક હો અંતર પરિણામશુદ્ધિ ઉપર જ આ દૃષ્ટિનો વિકાસ અવલંબે છે. માટે શુદ્ધ ઉપયોગને ધર્મ કહ્યો છે. યોગદષ્ટિનો હેતુ શુદ્ધાવસ્થાનો છે. તેથી સાધકે આ દૃષ્ટિનો વિચાર કરી પોતાનો વિકાસપંથ ઉજાળવા પ્રયત્ન કરવો. આ દૃષ્ટિના મર્મને જાણીને વિચારવું કે હું કયાં છું? પાંચ યોગબીજો : ધર્મ-પરમાર્થ કેવો રળિયામણો છે. જેમાં કેવા ગૂઢ રહસ્યોનું સંકલન છે. આ માર્ગે જીવ ઝૂકયો કે નિગ્રહ કે અનુકુળ યોગ મળ્યા જ કરે. (૧) જિનેશ્વરદેવોને વિશે સંશુદ્ધ કુશળચિત્ત. (૨) ભાવાચાર્યોની સંશુદ્ધ વૈયાવચ્ચ. (૩) સહજ એવો ભવવેરાગ્ય. દ્રવ્યથી અભિગ્રહનું પાલન. (૫) શાસ્ત્રોનું વિધિપૂર્વક લેખનાદિ. “ચાહે ચકોર તે ચંદને, મધુકર માલતી ભોગી રે, તેમ ભવિ સહજસુણે હોય, ઉત્તમ નિમિત્ત સંયોગીરે'' –આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. યોગદષ્ટિ એટલે આધ્યાત્મિક-આત્મિક વિકાસ. તેમાં અનેક ઉત્તમ સંયોગોની પ્રાપ્તિ થાય અને આંતરિક રીતે ભાવાનાઓનો વિકાસ થાય તેના વિવિધ પ્રકારો હોય છે, તેમાંના અહીં પાંચ પ્રકારો જણાવ્યા છે. સાધકની યોગદષ્ટિ એ ઉત્તમ મૂડીનો સંચય છે. એને યોગ બીજાધાન કહેવાય છે. પંચસૂત્રમાં જણાવ્યું છે કે પાપપ્રતિઘાત થાય પછી બીજાધાન હોય છે. કર્મબીજ પરિણામે સંસારનું ફળ છે. યોગબીજ એ પરિણામે મોક્ષનું ફળ છે. બીજાધાન : યોગબીજની પ્રાપ્તિ. (પાત્રતા) (૧) જિનેશ્વરદેવો પ્રત્યે સંશુદ્ધ ચિત્ત : સાધક તથાભવ્યત્વના પરિપાકથી ચરમયથાપ્રવૃત્તકરણમાં સ્થિતિ કરે છે, ત્યારે ભાવમલની ઘણી મંદતા થાય છે, ત્યારે ચિત્તને સંશુદ્ધ કહેવાય છે. જિનેશ્વરની ભક્તિમાં સાંસારિક ફળની ઈચ્છારહિત, હૃદયના ભાવથી પરલોકના કોઈપણ ફળની યોગદષ્ટિ સમુચ્ચય મિત્રાદેષ્ટિ ૨૦૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ આકાંક્ષારહિત પરિણામ હોય છે. જિનેશ્વરના વીતરાગતા જેવા ગુણો પ્રત્યેના આદરથી થતા પરિણામ તે સંશુદ્ધ ચિત્ત છે. નિર્મળ રાગ હોય છે. પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે પ્રીત સગાઈ ન કોય, પ્રીત સગાઈ રે નિરૂપાધિક હી રે સોપાધિક ઘન ખોય. -શ્રી ઋષભજિન સ્તવન, શ્રી આનંદઘનજી. જિનેશ્વર પ્રત્યે નિરૂપાધિક પ્રીતિ હોય છે. કારણકે મંદમિથ્યાત્વ છતાં મિત્રાદેષ્ટિ યોગદૃષ્ટિ છે એટલે સાધકને અંશે પણ વૈરાગ્યની ભાવના જ્ઞાનગર્ભિત હોય છે. વળી આ જીવને પરલોકના દૈવી સુખની આકાંક્ષા નથી. મિત્રાદેષ્ટિવાળો જીવ આ પ્રમાણે જિનેશ્વર પ્રત્યે નિરૂપાધિક રાગવાળો, અત્યંત ઉપાદેયભાવવાળો, આલોક કે પરલોકના ભૌતિક સુખની આશંસારહિત હોય છે. આ મોક્ષમાર્ગની યાત્રાના પ્રારંભના શુભ કારણો છે. કથંચિત અન્ય મતના જીવો આ દૃષ્ટિમાં હોઈ શકે તે પોતાના દેવની ઉપર પ્રમાણે ભક્તિ કરે તો વીતરાગની ભક્તિ તુલ્ય થઈ શકે. ચરમયથાપ્રવૃત્તકરણમાં આવેલા અપૂર્વ વૈરાગ્યના બળે મોહનીયકર્મનો ક્ષયોપશમ વિશિષ્ટ પ્રકારનો હોવાથી મંદમિથ્યાત્વનો ઉદય છતાં મિત્રાર્દષ્ટિવાળો જિનેશ્વર વીતરાગદેવના ગુણો પ્રત્યે અત્યંત પ્રીતિવાળો, ઉપાદેય બુદ્ધિવાળો અને ભૌતિક સુખની અપેક્ષા રહિત હોય છે. મિત્રાર્દષ્ટિવાળો જીવ અતિ મંદ મિથ્યાત્વદશા હોવાથી સંશુદ્ધ કુશલ ચિત્તાદિના ભાવોને પામી શકતો નથી. ધર્મના ઘણા અનુષ્ઠાનો કરવામાં ઓઘદિષ્ટ બાધક થાય છે. મિત્રાદેષ્ટિવાળો સાધક પરમાત્મા પ્રત્યેની પ્રીતિ ભક્તિના કારણે જયારે તે ધર્મ અનુષ્ઠાન કરે છે ત્યારે અનાદિના સંસ્કારરૂપ સંજ્ઞાઓનું બળ ઘટી જાય છે. સાધનાકાળે આહારાદિની લાલસા નગણ્ય બને છે, કોઈ ભયના નિમિત્ત આવે તો પણ ભયભીત થતો નથી કે મારું, મારી સંપત્તિ કે મારા સ્વજનોનું શું થશે ? સર્પાદિકના ઉપસર્ગ આવે ત્યારે અનુષ્ઠાનમાં નિર્ભય રહે છે. સાધનમાં ઉપાદેયભાવનો ઉલ્લાસ એવો વર્તે છે કે સાધકને વિષયવાસના મૈથુન-વેદના ઉદય સતાવતા નથી. તે મુક્તિની પ્રાપ્તિને ઝંખતો હોવાથી પૌદ્ગલિક પદાર્થોની આકાંક્ષા છૂટતી જાય છે. આ યોગદૃષ્ટિના સામર્થ્યનો મહિમા અદ્ભૂત છે. એને સાધનાકાળે ક્રોધ, માન, માયા, લોભ સંજ્ઞાના વિકારો ઉઠતા નથી. ધર્માનુષ્ઠાનમાં તેની લીનતા, દઢતાને કારણે સંજ્ઞાઓનું બળ નષ્ટપ્રાઃય થાય છે. વળી આ દૃષ્ટિવાળો કોઈનું ખોટું અનુકરણ કરતો નથી. કે કોઈને રાજી કરવા યોગદષ્ટ સમુચ્ચય ૨૦૫ મિત્રાદષ્ટિ Page #211 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાન કરતો નથી. લોકરંજન માટે, પ્રભાવનાની લાલચથી, સુખસગવડતાની ઈચ્છાથી રાગ કે માન ને કારણે કે ભાવી સુખના ફળની ઈચ્છાથી અનુષ્ઠાન કરતો નથી. એ તો મુક્તિમાર્ગના, વીતરાગના માર્ગનો પ્રવાસી છે. વચમાં આવતા બાધક તત્ત્વો દૂર કરતો જાય છે. કુશલચિત્તના આ લક્ષણો છે. બાહ્ય અપ્રમત્તદશાવાળા મુનિ અલ્પપણે સરાગી હોવા છતાં વિતરાગભાવને પામ્યા હોય તેવા હોય છે. તેથી મિથ્યાત્વનો ઉદય છતાં તે અતિ મંદ હોવાથી તેમને સંશુદ્ધ કુશલચિત્તાદિ યોગબીજ ઘટી શકે છે. માટે પણ તે પરમાત્માની શ્રેષ્ઠ ભક્તિ કરે છે. જેમ આંધળો માણસ પુણ્યશાળી હોય તો તેને કોઈ દોરનાર ન હોય તો પણ અનુમાનથી અથડાયા વગર ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. તેમ યોગબીજની પ્રાપ્તિ થતા જીવને સન્માર્ગદર્શક ગુરુનો યોગ ન હોય ત્યારે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન મળી રહે છે. તે યોગબીજનો મહિમા છે. મોક્ષમાર્ગને અનુસરતા ગુણોનો વિકાસ થાય છે. સંશુદ્ધ કુશલચિત્તની વિશેષતા : (૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે અત્યંત ઉપાદેય-ભક્તિભાવ. પ્રભુની વીતરાગતા તથા ઉપાસના પ્રત્યે ભરપૂર આદર. એ પરમાત્માની ભક્તિ કરવા માટે અત્યંત તત્પર છે. પોતાની સુખ સગવડતા ગૌણ કરે છે. (૨) આહારાદિ પૂર્વસંસ્કાર યુક્ત સંજ્ઞાનો સંયમ કરે છે. સાધના કાળે કે આગળ પાછળ મોહનીય કર્મના ક્ષયોપશમથી આ સંજ્ઞાનું બળ નિર્બળ બને છે. (૩) સાંસારિક સુખની અપેક્ષા વગરનું કુશળ ચિત્ત છે. મુક્તિ પ્રાપ્ત કરવી છે ને ? તેમાં સાંસારિક સુખેચ્છા બાધક છે. આલોક કે પરલોકને વિષે સાંસારિક સુખેચ્છા અહિતકારી છે. સાંસારિક સુખની અભિલાષાવાળુ ધર્માનુષ્ઠાન રાગભાવની મલીનતાવાળું છે. તે વિષમિશ્રિત દૂધ જેવું છે. દૂધ કેસર સાકર કે ઈલાયચી યુક્ત સુંદર હોય પરંતુ તેમાં વિષ ભળે તો તે દૂધ અપેય થઈ જાય છે. તેમ સુખના રાગપૂર્વકનું ધર્માનુષ્ઠાન મુક્તિનું પ્રતિબંધક બને છે. તેથી આ મિત્રાદેષ્ટિવાળા સાધકનું ધર્માનુષ્ઠાન આસક્તિરહિત કુશલચિત્તાદિ જે યોગબીજ છે તે સંશુદ્ધ છે. પરમાત્મા પ્રત્યેનું સંશુદ્ધ કુશલચિત્ત તે પ્રથમ યોગબીજે છે. પરમાત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ થયું છે તે આપણા સ્વરૂપના દર્શનનું ઉપાસનાનું મહાનિમિત્ત છે. પુષ્ટ અવલંબન છે. (૨) ભાવાચાર્યાદિની સંશુદ્ધ વૈયાવચ્ચઃ પરમાત્માની ભક્તિમાં જેમ યોગદૃષ્ટિ સમુચ્ચય મિત્રાદેષ્ટિ ૨૦૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ સંશુદ્ધચિત્તની મુખ્યતા છે તેમ ભાવાચાર્યાદિની સેવા ભક્તિ-વૈયાવચ્ચમાં સંશુદ્ધચિત્તની વિશેષતા છે. કેવળ કુશળચિત્ત એટલે ઉપાદેય ભાવવાળી ભક્તિ અભિપ્રેત નથી પરંતુ કોઈપણ અપેક્ષા વગરની ભક્તિ એ સંશુદ્ધચિત્ત છે. મિત્રાદષ્ટિવાળો જે પ્રમાણે પરમાત્માની ભક્તિ કરે છે. તેવી જ રીતે આશંસારહિત, આદરસહિત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, તપસ્વી વગેરેની ભક્તિ કરે છે. અત્રે એ વિશેષતા છે કે ભાવાચાર્ય એટલે શુદ્ધાચારના પાળનારા ગુણવાન ગુરુજનોની ભક્તિ કરે છે. મિત્રાદેષ્ટિવાળો પારખુ છે તે ગુણવાન નિસ્પૃહ, નિગ્રંથ મહાત્માને ઓળખી લે છે, અને આરાધે છે. મિત્રાદેષ્ટિવાળો અન્યધર્મી હોય તો પણ તે ગુણિયલ હોય તેવા ગુરુજનોને નમે છે. જૈન મતવાળો જિનાજ્ઞાનુસાર આચારનું પાલન કરનારા નિગ્રંથ આચાર્યાદિની સેવા ભક્તિ કરે છે. આ દૃષ્ટિમાં સાધકને જેમ વીતરાગ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે તે પ્રમાણે વીતરાગ આજ્ઞાનુસાર આરાધના કરનારા, શુદ્ધ રત્નત્રયના ઉપાસક, સંસારત્યાગી, મહાવ્રતી નિગ્રંથ આચાર્યાદિ-સાધુ મહાત્માઓની પણ બહુ આદરપૂર્વક વૈયાવચ્ચ કરે છે તે યોગબીજ છે. વીતરાગ પરમાત્માનો સાક્ષાત યોગ ન હોય ત્યારે આ કાળમાં મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા આચાર્યાદિ છે. તે સર્વજ્ઞ વીતરાગ ધર્મના સ્થાપક છે. તે પ્રમાણે ધર્મની પ્રભાવના કરનાર ધર્મગુરુ-આચાર્ય આદિ સાધુ ભગવંતો છે. મોક્ષમાર્ગના ગુરુ નિષ્પરિગ્રહી નિગ્રંથ ગુરુ જ હોય. સામાન્ય ઉપદેશક, શાસ્રશિક્ષા આપનાર પંડિત કે જ્ઞાનીગૃહસ્થ હોઈ શકે. તેમણે દ્રવ્યલિંગી કે ભાવલિંગી મહાવ્રતી સાધુઓથી પોતાની વિશેષતા માનીને સાધુપણાથી વંચિત થવાનું કર્મબંધન કરવું નહિ. વ્યાપાર, ધંધા, પુત્ર, પરિવાર સહિતને ભાવસાધુ માનીને અવર્ણવાદમાં પડવું નહિ. તેમાં ભરત ચક્રવર્તી આદિના અપવાદના દાખલા આપી ઉન્માર્ગે જવું નહિ, અન્યને દોરવા નહિ. જેના કર્મ વિપાકે દ્રવ્યલિંગી અને ભાવલિંગી ઉભયથી વંચિત જ રહેવાનું આવશે. યદિપ જેઓમાં ગુણોનો અભાવ છે. કોઈ અપેક્ષાએ સાધુવેશ ધારણ કરાયો છે. પૌદ્ગલિક સુખના રાગી છે. એવા બાહ્યવેશધારી દ્રવ્યાચાર્યાદિને માનવા તે કુશલચિત્ત નથી. જેની પાસે ધર્મ પામવો છે તેની શાસ્ત્રાનુસારી કસોટી કરવી. ગુણિયલ, શુદ્ધ આચારવાળા, આત્માર્થના રાગી, આત્માર્થ દર્શાવનારા બાહ્ય-અત્યંતર આચારવાળા, રત્નત્રયીના પરમસાધક એવા ભાવાચાર્ય ઉપકારક છે. તેવા પ્રત્યે કુશલચિત્તાદિ તે યોગબીજ છે. આચાર્યાદિ તમામ મુનિ મહાત્માઓની વૈયાવચ્ચ કરવી. આશંસારહિત યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૦૭ મિત્રાદષ્ટિ Page #213 -------------------------------------------------------------------------- ________________ સેવા-ભક્તિ કરવી. શાસ્ત્રાનુસારી તેમની સંયમ વૃદ્ધિ થાય તે પ્રકારે વૈયાવચ્ચ કરવી. કોઈ શાસ્ત્રમાં આ ત્રીજું યોગબીજ કહ્યું છે જે દ્રવ્ય અભિગ્રહમાં અભિપ્રેત છે. (૩) સહજ એવો ભાવવૈરાગ્ય (ભવઉદ્વેગ) : મિત્રાદેષ્ટિવાળા યોગબીજોનો સંચય કરે છે. હવે ત્રીજું યોગબીજ સહજ વૈરાગ્ય. વૈરાગ્યના ત્રણ લક્ષણ છે. (૧) જ્ઞાનગર્ભિત (૨) મોહગર્ભિત (૩) દુઃખગર્ભિત. વાસ્તવમાં આ પંચમકાળમાં જીવ વૈરાગ્યથી પરિચિત જ નથી. એટલે ભૌતિકવાદી જીવને એક પ્રકારે વૈરાગ્ય થાય તેમ નથી. દુ:ખ પામે પણ વૈરાગ્ય ન પામે. એવો આ કાળ છે, તેમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કોઈ વિરલાજીવ પામે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય : મોક્ષમાર્ગનો ક્રમ છે તેમાં ગરમાવર્તમાં આવેલો જીવ જયારે અપુનબંધકદશાથી કંઈક જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પામે છે, જેમ જેમ તે તત્વનો બોધ પામે છે તેમ વૈરાગ્ય દૃઢ થાય છે. તેને સાંસારિક સુખ જ કષ્ટદાયક લાગે છે, જે સુખનું પરિણામ દુ:ખ છે પાપાનુબંધી પુણ્ય છે તેમાં તે કેમ રાચે ! આત્મિક સુખ સિવાય તેને કયાંય સુખની છાયા જણાતી નથી. સ્વભાવમાં, શુદ્ધાત્મામાં, મોક્ષમાં સાચુ સુખ છે તેવી દઢ શ્રદ્ધાવાળો સાંસારિક સુખમાં લોભતો નથી. તેના સર્વ અનુષ્ઠાનો સંસારથી મુક્ત થઈ મોક્ષ પામવા માટે જ છે. દુ:ખગર્ભિત વૈરાગ્ય એ વૈરાગ્ય નથી તેમાં દુ:ખની આકુળતા છે. કાળ વ્યતીત થાય, સાંસારિક પ્રયોજન વિના વિદને થતા હોય એટલે એ દુઃખને ભૂલી જાય છે, પછી વેરાગ્ય ક્યાંથી હોય? દુઃખગર્ભિત વૈરાગ્ય હિતકર નથી. મિત્રાદષ્ટિવાળો યોગદૃષ્ટિયુક્ત છે. તેનો આંશિક વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત છે. માટે તેના ધર્મઅનુષ્ઠાનો સંસારથી છૂટવા અને મુક્તિ પામવા માટે છે. મિત્રાદેષ્ટિવાળો સંસારના દુઃખદાયી સ્વરૂપને જાણે છે કે આ સંસાર જન્મ-મરણ, હર્ષ-શોક, ઈષ્ટ-અનિષ્ટ સંયોગ, જેવા કંદથી ભરપૂર છે, તેથી તેના પ્રત્યે તેને નિર્વેદ, ઉદ્વેગ હોય છે. તે કેવળ વર્તમાનકાલીન દુ:ખથી ઉપજતા ક્ષણિક ઉદ્વેગ જેવો નથી. તેમાં સાચો વૈરાગ્ય નથી. દુઃખગર્ભિત વૈરાગ્ય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં સહજ નિર્વેદ છે તે યોગબીજ છે. મોહગર્ભિત વૈરાગ્ય : દીક્ષા ગ્રહણ કરવાથી માન સત્કાર મળશે. સારા આહારાદિ મળશે. વળી પુણ્યબળે પરલોકમાં સુખ મળશે. સાંસારિક જીવનમાં દરિદ્રતા, સંઘર્ષ જેવા દુઃખથી છૂટવા મળશે. એમ ધારી સંસારનો યોગદષ્ટિ સમુચ્ચય ૨૦૮ મિત્રાદેષ્ટિ Page #214 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરે તો તે મોહગર્ભિત વૈરાગ્ય છે. (૪) દ્રવ્યથી અભિગ્રહનું પાલન : મિત્રાદષ્ટિવાળો આધ્યાત્મિક વિકાસના કેટલાક સાધનો સેવે છે. તેમાં સાધનાની દૃઢતા માટે વ્રત, નિયમ અભિગ્રહોને ધારણ કરે છે. યદ્યપિ હજી ગ્રંથિભેદનો અભાવ હોવાથી દ્રવ્ય અભિગ્રહ ધારણ કરે છે. દેશિવરતિ જેવા વ્રતો ધારણ કરે છે. તે પણ દ્રવ્યથી જાણવા તેનું કારણકે ભાવવ્રતાદિ સમ્યક્ત્વ સાથે હોય છે. સત્પાત્રોને આહારાદિ આપવામાં તે અંગેના અભિગ્રહ ધારણ કરે છે, જેમકે મુનિમહાત્માઓને આહારાદિ આપ્યા પછી પોતે ભોજન ગ્રહણ કરશે. મુનિ મહાત્માઓ સંયમી છે એટલે તેમને આપેલા દાનનું ઘણું માહાત્મ્ય છે. તે મહાત્માઓ શુદ્ધ ધર્મના પાલન કરનારા, ધર્મ પમાડનારા, જિનેશ્વરદેવોની અનુપસ્થિતિમાં ભવિ જીવોને સંસારથી તરવાનો માર્ગ બતાવનારા છે. તેથી તેમને આપેલું સત્પાત્રદાન અનેક લાભનું કારણ છે. આ દૃષ્ટિવાળો જીવ અનુકંપાદાન શુભાશયથી કરે છે તે યોગબીજનો પ્રકાર છે. દીન, દુઃખી, રોગી જેવા જીવોને યોગ્ય સહાય કરવાથી તે પરોપકાર રૂપે ધર્મપ્રભાવનાનું કારણ છે. આ રીતે સુપાત્રદાન, અનુકંપાદાન, દ્રવ્યઅભિગ્રહ હોવા છતાં તે શુભાશયને કારણે યોગબીજ છે. (૫) શાસ્ત્રોનું વિધિપૂર્વક લેખનાદિ : મિત્રાદેષ્ટિવાળામાં પડેલું આંશિક યોગબીજ પણ કેવું અદ્ભૂત છે. મુક્તિ પામવાની જિજ્ઞાસા સેવે છે. માત્ર મોક્ષ અભિલાષ બીજો મન રોગ નહિ. મોક્ષમાર્ગ જિનવાણીરૂપ શાસ્ત્રોમાંથી મળે છે. તેથી તે જીવને શાસ્ત્રો પ્રત્યે અત્યંત આદર હોય છે. શાસ્ત્રો લખે, લખાવે, ગુરુગમે શ્રવણ કરે. ભણે, ભણાવે અને યોગ્ય સમયે શાસ્ત્રોનું ભક્તિ પૂજન કરે. આ કાળે જિન પ્રતિમા અને જિનવાણી-શ્રુતજ્ઞાન એ આત્માર્થીને સંસાર સાગર તરવાના જહાજ સમાન છે. ગ્રંથો દ્રવ્યશ્રુત છે તે ભાવશ્રુતનું નિમિત્ત થઈ શકે છે. તેથી તે આદરણીય છે, પૂજનીય છે. શાસ્ત્રચક્ષુ ઉપકારક છે. અન્ય મતવાળા મિત્રાદૃષ્ટિને યોગ્ય હોય છે તે પણ અધ્યાત્મ શાસ્ત્રોનું બહુમાનપૂર્વક શ્રવણ, લેખન, પૂજન વગેરે કરે છે. વળી આ દૃષ્ટિવાળ બધા જીવોની કક્ષા સમાન હોતી નથી. વળી દરેકને ઉત્તમ સંયોગને પ્રાપ્તિ થતી નથી. પરંતુ જેને શાસ્ત્ર કે બોધના સંયોગ મળે છે તેની આંતિર દશાની યોગ્યતા વિકાસ પામે છે, તેને શ્રવણાદિમાં અપૂર્વ શ્રદ્ધા થાય છે તેને ન સમજાય તો પણ ખેદ થતો નથી પરંતુ સમજવા પ્રયત્ન કરે છે. મિત્રાદષ્ટિવાળો આત્મહિત કરનારા, મોક્ષમાર્ગના પ્રતિપાદક, મોહન યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૦૯ મિત્રાદષિ Page #215 -------------------------------------------------------------------------- ________________ વિષને હરનારા શાસ્ત્રોનું અધ્યયન કરે છે. તેમાં અપૂર્વ રૂચિ પ્રગટ થતાં પોતાના ધનનો આવા શાસ્ત્રો લખાવવામાં પ્રવૃત્ત થાય છે. આત્માર્થ પ્રેરક સભ્યશાસ્ત્રોનું ગુરુગમથી વિધિપૂર્વક લેખન કરાવવું તેવો શુભાશય પણ યોગબીજ છે. લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદાહો જીરે, ભાવ વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. -આ. દ. સજઝાય, ઉ. યશોવિજયજી. જિનવાણી-શ્રુતજ્ઞાનનો મહિમા અદ્ભૂત છે. તેની ફળશ્રુતિ પરંપરાએ ભાવયુતરૂપ પરિણમી મોક્ષદાતા છે. માટે શ્રુતજ્ઞાન લખો, લખાવો, પૂજન કરો, દાન કરો (પ્રભાવના), શ્રવણ કરો, કરાવો, અભ્યાસ કરો. ગુરુમુખે વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો, અન્યને ભણાવો, સ્વાધ્યાય કરો, ચિંતન કરો, વારંવાર શાસ્ત્રદોહન કરવું, તત્વચિંતન કરી ભાવશુદ્ધિ કરવી. દ્રવ્યશ્રુત કે ભાવશ્રુતનો આખરી મહિમા જીવનું સંસારના રાગથી વિમુખ થઈ મોક્ષાભિલાષી થવાનું છે. યધપિ આ દૃષ્ટિવાળા જીવોની પ્રાથમિક ભૂમિકા હોવાથી, બોધ અલ્પ હોવાથી દરેક જીવો આ બધા જ યોગબીજનું સેવન કરી શકે તેવો નિયમ નથી. પરંતુ તેમાં તેની અત્યાધિક રૂચિ હોય છે. તે યોગબીજોનું શ્રવણ સઉલ્લાસ કરે છે. ગુરુ આદિના બોધમાં શ્રદ્ધાવાન છે. તે દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. આથી સાંસારિક સુખોનો રાગ-મોહ કંઈક ઘટે છે. સંવેગ-મોક્ષાભિલાષી નિર્વેદ (સાંસારિક સુખો પ્રત્યે ઉપેક્ષા)ની વૃદ્ધિ થાય છે. સાસરિક સુખની ફળની ઈચ્છા રહિત આ ઉપાદેયભાવ તે આધ્યાત્મિક વિકાસ કરાવનારું પુણ્યાનુબંધી પુણ્ય છે. જેના વડે ભવમુક્તિ સુધી દેવલોકાદિના સુખ મળે તો પણ આ તાત્વિકબોધ બાધક બનતો નથી પરંતુ ક્રમે કરી તે જીવ મુક્તિ પામે છે. ગામાન્તરે જતાં દીર્ઘમાર્ગની વચમાં રાત્રિશયનથી પરિશ્રમ દૂર થાય છે તેમ આ સુખો વિષે જાણવું. આમ આ પાંચ કે છ બીજાધાન-યોગબીજ જીવનનું અમૃત છે. જિનેશ્વર દેવની કુશલચિત્ત (અપૂર્વભક્તિ), ગુરુજનોની ભક્તિ અને વૈયાવચ્ચ, ઉપાસના, ભવ નિર્વેદ, દેશવિરતિ કે સર્વવિરતિ અન્ય વ્રત, નિયમ અભિગ્રહ, શાસ્ત્ર લેખન, વાંચન આદિ પ્રવૃત્તિ છે. આ યોગબીજોનું અમૃતપાન કોણ કરી શકે ? જીવનો અનાદિનો સહજમલરૂપી ભાવમલ ઘણો ક્ષીણ થયો હોય ત્યારે જ જીવ આ યોગબીજોને ગ્રહણ કરે છે. ભાવમલ એટલે આત્માની અજ્ઞાન-વિભાવદશાનું નિમિત્ત પામી કાર્મણવર્ગણાઓનું ગ્રહણ થવું, આસવનો આત્મપ્રદેશો સાથે સંબંધ Jain Eયોગદૃષ્ટિ સમુચ્ચય For Private ? 10.onal Use Only. wwા મિત્રાદેષ્ટિ .org Page #216 -------------------------------------------------------------------------- ________________ થવો, તેનું ટકી જવું તે બંધરૂપ ભાવમલ છે. વળી ચરમાવર્તમાં આવેલા જીવોનો જ ભાવમલ ક્ષીણ થાય છે. અને યોગબીજની પ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિમાં અનાદિકાલીન મુક્તિ તરફનો દ્વેષ ઘટે છે અને પ્રીતિ વધે છે. મિત્રાદેષ્ટિવાળા જીવનું ચિંતન ઃ આ ચિંતન સાધકે કરવા જેવું છે, હે જીવ ! આ સંસારના પરિભ્રમણમાં જીવે ભૌતિક અર્થ અને કામના સુખોની ઈચ્છા કરી છે. તેવા સાધનો મેળવ્યા, તેનો ભોગ કર્યો અને તે વડે કર્મબંધન કરી જીવ દુઃખ પામ્યો છે. અનંતકાળમાં માનવદેહ મળ્યો ત્યારે સાંસારિક સુખના સાધનો મેળવવા પ્રયત્નો કર્યા છે. અનેકવાર દેહના સુખ માટે જીવન ગાળ્યું છે પણ આત્માર્થે પ્રયોજન કર્યું નથી તેથી જન્મ મરણના હેતુઓ પણ ચાલુ છે. મિત્રાદષ્ટિની વિકાસ સંપત્તિ જાણવા જેવી છે. જગતના જીવો સાથે મૈત્રીભાવ. તૃણાગ્નિ જેવો બોધનો પ્રારંભ. અણુવ્રત કે દેશવ્રતની આરાધના. ધર્મારાધનામાં પ્રવૃત્ત રહેવું. દેવ અને સદ્ગુરુની ભાવપૂર્વક ભક્તિ. ગુરુજનોની વૈયાવચ્ચ કરવી. સંસાર પ્રત્યે અલ્પ વૈરાગ્યની ભાવના, ધર્મારાધનાની દઢતા માટે પ્રતિજ્ઞા-અભિગ્રહનું પાલન, ધર્મકથાનો વિનિમય, ચરમાવર્તમાં પ્રવેશ, અપુનબંધક દશા, માર્ગાનુસારિના ગુણોનું સેવન, ગુણવાનોનું બહુમાન. ભૂમિકા પ્રમાણે આવશ્યક આરાધન, ભાવમલની હાનિ, યોગાવંચક, ક્રિયાવંચક, ફળાવંચકની યોગ્યતા, મિથ્યાત્વ ગ્રંથિની ઓળખાણ થવાથી ગાઢ મિથ્યાત્વની હાનિ અને મિથ્યાત્વ ગુણસ્થાનકની પાત્રતા. આવી ઉત્તમ સંપત્તિ મળ્યા પછી મૂઢ જીવ પાછો પડે પરંતુ દેવગુરુ કૃપાએ આ જીવની ભાવનાઓ જાગૃત થઈ છે. હવે જરૂર તારાદૃષ્ટિમાં પ્રવેશ કરીને વધુ સંપત્તિ ધારણ કરે છે. યોગદિષ્ટ સમુચ્ચય 卐 ૨૧૧ મિત્રાદષ્ટિ Page #217 -------------------------------------------------------------------------- ________________ - ૨. તારાદેષ્ટિ : શાસ્ત્રકારે યોગના અસંખ્ય ભેદમાંથી બોધદાયક આઠ પ્રકારનું નિરૂપણ કર્યું છે. જેને આઠ દૃષ્ટિ અથવા યોગદષ્ટિ સમુચય કહ્યા છે. દરેક દષ્ટિનું શાબ્દિક નામ પ્રમાણે લક્ષણ પણ અભિપ્રેત છે. તાર શબ્દ પરથી તારા શબ્દનું પ્રયોજન છે. મિત્રાદેષ્ટિ કરતા કંઈક વિશેષ બોધ હોવાથી તારાદેષ્ટિ કહી છે. તેના ચાર ક્રમ છે. (૧) બોધ-છાણાગ્નિ જેવો (૨) ઉદ્વેગ-દોષાય (1) ગુણપ્રાપ્તિતત્ત્વજિજ્ઞાસા (૪) બીજું યોગાંગ-નિયમ બોધ : તારાદેષ્ટિમાં બોધ છાણના અગ્નિના નાના સરખા કણ જેવો છે. છાણાનો અગ્નિ સળગીને ઠરી જાય પછી તેનો આછો પ્રકાશ કે ઉષ્ણતા થોડીવાર રહે છે, તેમ તારાદેષ્ટિવાળા જીવનો હેય-ઉપાદેયનો વિવેક કંઈક ટકે છે. મિત્રાદેષ્ટિવાળા કરતા કંઈક વિકાસ છતાં પણ અલ્પાંશે જ છે. સમય પણ અલ્પ છે. તાત્વિક વિવેક છતાં દઢતા-સ્થિરતા ન હોવાથી જીવને બોધની અસર દીર્ઘકાળ સુધી રહેતી નથી. જેમ કોઈ મકાન માલિકે ચોકીદાર રાખ્યો હોય પણ તે ખરે સમયે હાજર ન રહે તેમ આ દૃષ્ટિવાળો જીવ ધર્મ અનુષ્ઠાન કરે, દર્શન, વંદન, આવશ્યક ક્રિયાઓ કરે. તેનું ચિત્ત વિષયાસક્ત કે કષાયયુક્ત હોવાથી તેની તે તે ક્રિયાઓ બાહા-દ્રવ્યરૂપ હોય છે પણ ભાવરૂપ બનતી નથી. કારણકે ઈન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ રહી છે. કષાય-કલેશ જેવા પરિણામ દુ:ખદાયક છે તેવો બોધ ટકતો નથી. આથી તપ કરે પણ આહારસંજ્ઞાની પ્રબળતા રહે છે. વ્રતાદિ કરે પરંતુ સુખનો રાગ ત્યજી શકતો નથી. છતાં પણ કંઈક બોધયુક્ત દૃષ્ટિ હોવાથી તેનું ભાવિ ઉજળું છે. ઓઘદૃષ્ટિની કેવળ સાંસારિક સુખની પ્રાપ્તિના આશયે થતી ક્રિયા કરતાં તારાદેષ્ટિવાળાનો અલ્પ પણ તાત્વિક બોધ અધ્યાત્મ વિકાસની યાત્રા માટે છે. મોહરૂપી ગાઢ નિદ્રા અને અજ્ઞાન દશામાં અથડાતા જીવને આત્મબોધનો અલ્પાંશ પણ આનંદરૂપ છે અને વિકાસપંથે લઈ જનારો છે. ગુરૂજનો પાસેથી સંસારના દુઃખ અને તેનાથી છૂટવાનો ઉપાય સમજતા આ જીવને ગુરુજનો પ્રત્યે ભક્તિ વૃદ્ધિ પામે છે. યોગદૃષ્ટિ સમુચ્ચય For Private Ersonal Use Only તારાદેષ્ટિ Page #218 -------------------------------------------------------------------------- ________________ દોષ ક્ષય - ઉદ્વેગ : ઉદ્વેગ એટલે ધર્મપ્રવૃત્તિમાં કંટાળો લાગે, થાક લાગે, ખેદ એટલે કંટાળો આવે, અરૂચિ થાય. પ્રથમ અને બીજી દૃષ્ટિમાં આ બે દોષ જાય છે. મોહનીય કર્મનો વિશેષ ક્ષયોપશમ થવાથી પ્રથમ ખેદ થાક ગયા હતા. આ બીજી દૃષ્ટિમાં કંટાળો કે અરૂચિ થતા નથી ઉત્સાહ ટકે છે એટલે સાધકમાં હવે અખેદ અને અનુગનો ગુણ વિકાસ પામે છે. આથી અનુકૂળતામાં લોભાઈને કે પ્રતિકુળતામાં કઠિણાઈને કારણે અનુષ્ઠાન ત્યજી દે નહિ. તેને માટે સાધુસમાગમમાંથી પ્રેરણા મેળવે છે. - યદ્યપિ મિત્રાદેષ્ટિમાં અલ્પાંશે તાત્વિક બોધ હોવાથી ખેડદોષ ક્ષય થયો હોય છે. તારાદેષ્ટિમાં મિત્રાદેષ્ટિ કરતાં બોધની કંઈક વિશેષતા હોવાથી ઉદ્વેગ થતો નથી. આ દૃષ્ટિવાળા જીવોને યોગમાર્ગમાં ખેદ, ઉદ્વેગ બંને દોષો હોતા નથી. પરંતુ તાત્ત્વિકબોધની વધુ જિજ્ઞાસા હોય છે. સંયમમાં ઉપાદેય ભાવ ટકી રહે છે. છતાં તેમાં નબળાઈ છે એટલે ભોગબુદ્ધિને કારણે કયારેક કંટાળો આવી જાય છે માટે સાધકે ખૂબ જાગૃત રહેવાનું છે. મિથ્યાત્વ નામનો શત્રુ હજી બેઠો છે એટલે સાધકને કયારેક ચલિત કરે છે. પ્રસન્ન રાજર્ષિ ધ્યાનયોગમાં હતા, સર્વવિરતિધર હતા. છતાં દુર્મુખના વચન શ્રવણથી ખેદ દોષ ઉદયમાં આવી ગયો. સંયમ પર ઉદ્વેગ આવી ગયો. ક્ષયોપશમભાવે રહેલા સમતિથી ચૂકી ગયા. મિથ્યાત્વના ઉદયમાં રૌદ્રધ્યાનમાં આવી નરકે પહોંચવા જેવા પરિણામ ઉપાર્જન કર્યા. છતાં સંયમના યોગવાળા હતા. પુણ્યયોગે વૈરાગ્યભાવનામાં આરૂઢ થઈ ગયા અને મુક્તિ પામ્યા. અર્થાત્ દોષક્ષય થાય તો પણ મિથ્યાત્વ સત્તામાંથી જોર કરી ઉદયમાં આવી સાધકને સ્વર્ગ કે મોક્ષને બદલે પાતાળમાં ધકેલી દે. માટે પૂર્ણતા પામતા સુધી વીતરાગના સિદ્ધાંત-આશયને ઉપાદેય માનવો. ગુણપ્રાપ્તિ - તત્ત્વ જિજ્ઞાસા : મિત્રાદેષ્ટિવાળા જીવને તત્ત્વ પ્રત્યે અદ્વેષ-રૂચિ હતા. તારાદષ્ટિમાં બોધની કંઈક વિશેષતા હોવાથી હવે રૂચિ કરતાં પણ વિશેષ પ્રકારે જિજ્ઞાસા પ્રગટી છે. તે માટે તે યોગ્ય ગુરુજનોના સંપર્કમાં રહે છે. શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. (શુક્રૂષા-શાસ્ત્ર શ્રવણ ઈચ્છા) જેમ કોઈ યુવાન ગાંધર્વદેવોના મધુર ગીતસંગીતમાં લીન થઈ જાય છે તેથી પણ વિશેષ તારાદષ્ટિવાળો જીવ ગુરુના વચનમાં લીન થઈ જાય છે. બીજા સુખને ગૌણ માને છે. સાંસારિક સુખ કરતાં પણ તેને અધિક યોગદષ્ટિ સમુચ્ચય તારાદેષ્ટિ ૨ ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ આફ્લાદ તત્ત્વશ્રવણમાં આવે છે. પાતાળકુવામાં જેમ પાણીની સરવાણી સહજ ફૂટ્યા કરે છે. તેમ તેને તત્ત્વના બોધના પ્રવાહની સરવાણી સ્ફર્યા કરે છે. જ્ઞાનસ્વરૂપ આત્માની સહજ જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે. તેથી જીવ જ્ઞાનાનંદમાં ઝૂલે છે. આ શુશ્રુષાબીજ જ્ઞાનપ્રવાહરૂપ ફળને આપે છે તે અક્ષય બીજ તુલ્ય છે જે નષ્ટ થતું નથી. જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ક્ષયોપશમથી થયેલી શુશ્રુષા પરમ શુશ્રુષા છે. જેના કારણે સઉલ્લાસ બોધ શ્રવણ થાય છે. જે તત્ત્વવાણીના શ્રવણથી મન ઉલ્લાસિત થાય, પ્રસન્ન થાય, આનંદિત થાય, બોધ પામે તે શુક્રૂષા. કથંચિત તત્ત્વશ્રવણનો યોગ ન મળે તો પણ આંતરિક જ્ઞાનપ્રવાહના બળથી જ્ઞાનનો અંતરાયકર્મ તૂટે છે. યોગ અંગેની સત્કથા ઉપર અંતરનો ઉલ્લાસ, પરમ પ્રીતિ જાગે છે. વળી જે યોગી મહાત્માઓ યોગદશામાં વર્તે છે તેમના પ્રત્યે બહુમાન આવે છે. તારાદષ્ટિવાળો સાધક યોગદષ્ટિના અંકુરવાળો છે. તેને બોધ છે કે અર્થ અને કામની કથા તો બહુ કરી, ઘણા જન્મો ગુમાવ્યા. યોગકથાઓ જ આત્મહિતકારી છે. સાચા સુખનું ઉત્કૃષ્ટ સાધન છે, વળી આ બોધ માનવજન્મમાં જ મળે છે. તેથી હવે તે યોગકથાનું અમૃતપાન કરે છે. તેમાં મગ્ન રહે છે. તેવા યોગ તે શોધ્યા કરે છે. પ્રતિકૂળતા વેઠીને, દેહકષ્ટ સહીને પણ તે યોગકથાઓના શ્રવણ માટે દોડી જાય છે. વળી યોગીજનોની વૈયાવૃત્તમાં ઘણી ભક્તિ ધરાવે છે. તેને કારણે તે સાધકનું પુણ્યયોગ-હિતોદય ઘણો ઉદયમાં આવે છે. એના શોકનો સંતાપ, ઉપદ્રવો દૂર થાય છે. ગુરુકૃપાનું ભાજન હોવાથી સ્વયં સન્માનનીય બને છે. તારાદેષ્ટિવાળો સાધક સામાન્યપણે અશુભ-હિંસાદિ જેવી પાપપ્રવૃત્તિ કરતો નથી. તેથી તેને ભય પણ સતાવતો નથી. વળી જેમ જેમ તત્ત્વબોધ પરિણામ પામે છે તેમ તેમ ભવભય પણ ટળે છે. કર્મમળ હળવો થતાં તેને ભયજનિત ભાવો થતા નથી. મારે મોહ શો ? ભય શો ? વિકલ્પ શાના? તેમ સહજપણે જીવનકાર્ય કરે છે. પાંચવ્રતોનું યથાશક્તિ પાલન કરે છે. તેથી અનુચિત ક્રિયા કરતો નથી. યોગીજનોનો સંપર્ક વિશેષ હોવાથી તેની સક્રિયા પ્રત્યે પ્રીતિ વૃદ્ધિ પામે છે. તે હંમેશા યોગીજનોની ઉચ્ચદશા તરફ દષ્ટિ રાખતો હોવાથી યોગદૃષ્ટિ સમુચ્ચય તારાદેષ્ટિ Page #220 -------------------------------------------------------------------------- ________________ તેની તત્ત્વજિજ્ઞાસા ઉત્તરોત્તર વિકાસ પામે છે. યોગીજનોના સંપર્કથી તેને એવા ભાવ થાય છે કે હું કયારે આ યોગીમહાત્માઓ જેવી દશા પામીશ ? એટલે તે હંમેશા પોતાની ઉણપ જુએ છે અને તે દૂર કરવા પ્રયત્ન કરે છે. એહ દૃષ્ટિ હોય વરતતા, મનમોહન મેરે યોગક્થા બહુ પ્રેમ, અનુચિત તેહ ન આચરે મન..... વાળ્યો વળે જેમ હેમ; વિનય અધિક ગુણીનો કરે મન..... દેખે નિજ ગુણ હાણ, ત્રાસ ધરે ભવભય થકી મન..... ભવ માને દુ:ખ ખાણ. -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. છતાં એ સમજવું અગત્યનું છે કે આ જીવ યોગદૅષ્ટિવાળો છે પરંતુ સ્વસંવેદ્યપદવાળો નથી. મંદમિથ્યાત્વની છાયા હોવાથી હજી બહુ ટકી શક્તો નથી. યોગાંગ-નિયમ : મિત્રાદેષ્ટિમાં અંગનો પ્રકાર યમ હતો. તારાદેષ્ટિમાં યમ સહિત નિયમ અંગ છે. પાતંજલ યોગદર્શનમાં પ્રરૂપિત આઠ અંગને ગ્રંથકારે ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે. યમમાં પાંચમહાવ્રતો મૂળગુણોરૂપે કહ્યા હતા. મહાવ્રતોની દૃઢતા માટે જેમ મૈત્રીઆદિ ભાવનાઓ છે. તેમ અત્રે તેના પોષણ માટે નિયમ એ ઉત્તરગુણ છે. બંનેનો અવિનાભાવી સંબંધ છે. કથંચિત મૂળગુણો કરતાં ઉત્તરગુણોની સાધનામાં સૂક્ષ્મતા વધુ છે તેથી તેનું નિરૂપણ બીજી દૃષ્ટિમાં કર્યું છે, જેથી મૂળગુણો વધુ નિર્મળતા પામે. યમના પાંચ મહાવ્રતોની જેમ નિયમના ઉત્તરગુણો પાંચ પ્રકારે છે. (૧) શૌચ (ર) સંતોષ (૩) તપ (૪) સ્વાધ્યાય (૫) ઈશ્વર પ્રણિધાન. (૧) શૌચ : પવિત્રતા. જગતના પૌદ્ગલિક પદાર્થો પ્રાઃયે મલિન છે. વળી જે પદાર્થો ધાન્યરૂપે છે તે ઉદરમાં ગયા પછી સપ્તધાતુરૂપે બને છે. વસ્ત્રાદિ પણ મલિન થાય છે. સૂક્ષ્મ પરમાણુ રૂપાંતર પામીને અશુચિરૂપ બને છે. તે તેનો સ્વભાવ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા જ શુદ્ધ છે, તેમ વિચારવું તે ભાવશૌચ છે. વળી વસ્ત્રાદિની સ્વચ્છતાને પ્રાધાન્ય ન આપવું તે દ્રવ્યશૌચ છે. પણ રાગાદિભાવની મલિનતા વિચારવી અને પરિણામની શુદ્ધિ કરવી તે શૌચભાવના છે. આત્માને રાગાદિભાવ કે પરપરિણતિથી મુક્ત કરવો તે નિયમ છે. પૌદ્ગલિક પદાર્થોને સ્વચ્છ કરવામાં પાણી, સાબુ જેવા યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૧૫ તારાષ્ટિ Page #221 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોના ઉપયોગમાં હિંસા રહેલી છે. તેમ કરવા છતાં પણ તે પદાર્થો પુનઃ મલિન થાય છે. માટે સાધકે પ્રયોજન પુરતો જ શૌચ વિષે બાહ્ય આચાર કરવો. શરીર તો મળમૂત્રની ખાણ છે. તેના દેહાધ્યાસનો ત્યાગ કરવો. જેથી આત્મશક્તિ વધે છે અને આરાધનામાં પ્રસન્નતા આવે છે. શૌચ એટલે મનની પવિત્રતા. તેનું અહિંસાદિ વ્રતોથી રક્ષણ થાય છે. વળી ગુરુજનોનો સમાગમ અને જિનવાણી દ્વારા મનની પવિત્રતા સચવાય છે. મનના વિકારો શમે તે શૌચ છે. (૨) સંતોષ : આ ગુણમાં અલ્પ પરિગ્રહ કે અપરિગ્રહની ભાવના છે. સાધુ કે શ્રાવક વસ્તુઓની જરૂરિયાત જેટલી ઘટાડે તેટલી મૂછ ઘટે. જે કંઈ પ્રારબ્ધ પ્રમાણે મળે તેમાં સંતોષ માનવો. જિંદગી પરિમિત છે અને તૃષ્ણા આકાશ જેટલી અનંત છે. એ તૃષ્ણાનો ખાડો કયારેય પૂરાય તેવો નથી. સંતોષ મહાગુણ છે, નિયમ છે. તેનાથી વિરૂદ્ધ લોભી જીવો અધમ કૃત્યો કરી આ જીવન અને ભાવિ જીવન બંનેનો હૂાસ કરે છે. લોભ એ કષાયનું મૂળ છે. વળી તે આત્માના ગુણનો ઘાતક છે અને સંતોષ એ આત્મિક ગુણને સહાયક હોવાથી બધીજ પરિસ્થિતિમાં સંતોષ રાખવો. મનની પવિત્રતાથી સંતોષ ટકે છે. મનુષ્ય સંસારના સુખ મેળવવા પાપ આચરે છે. આ દૃષ્ટિવાળાને તેવા પાપના પરિણામનું જ્ઞાન છે તેથી તે સંતોષ રાખે છે. (૩) તપ : યથાશક્તિ તપની આરાધના આવશ્યક છે. મહાવ્રતાદિમાં પ્રમાદ કે વિકાર જેવા દોષોનું રક્ષણ તપથી થાય છે. આહાર પણ સંયમ માટે કહ્યો છે. રસાસ્વાદ માટે સાધક આહાર કરે નહિ. તપ કર્મોની નિર્જરાનું મહાન સાધન છે. તપસા નિર્જરા ચ,' તત્ત્વાર્થિગમસૂત્ર. તપના મુખ્ય બે પ્રકાર. (૧) બાહ્ય તપ (૨) અત્યંતરતપ. જેનાથી દેહાધ્યાસ છૂટે, શરીર શોષાય તે બાહા તપ છે. આ તપને કારણે આરંભ સમારંભની અલ્પતા થાય છે. નિરર્થક પ્રવૃત્તિમાં અલ્પતા થાય છે. પ્રમાદ ઘટે છે. શરીર સંયમિત અને નિરોગી રહે છે. આહાર સંજ્ઞા સંયમિત થાય છે. બાહ્ય તપ, અત્યંતર તપ સહિત ફળદાયી છે. બાહ્ય તપ એ અત્યંતર તપની વાડ-રક્ષક છે. અને અત્યંતર તપ બાહા તપને છિદ્ર રહિત કરે છે. યોગદષ્ટિ સમુચ્ચય તારાદેષ્ટિ ૨ ૧૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ જેમકે વૃત્તિ સંક્ષેપ કરનાર પદાર્થોની સંખ્યા પરિમિત કરે પણ રસગારવનું પોષણ થવું તે છિદ્ર છે. બંને તપનો અવિનાભાવી સંબંધ છે. બાહ્ય તપના પ્રાધાન્યથી યોગરૂપ આત્યંતર તપની ગૌણતાથી ચૈતન્ય શક્તિ વિકસિત થતી નથી. તેમ તપમાં ક્ષતિ હોય તો પણ બાધક છે. યદ્યપિ બાહ્ય તપ આહાર અને કાયાશુદ્ધિ માટે છે. અત્યંતર તપ મનશુદ્ધિ અને આત્મવિશુદ્ધિ માટે છે. તે પણ જો સમ્યગુશ્રદ્ધા રહિત હોય તો કેવળ શુભાસ્રવ થાય છે પરંતુ યથાર્થ નિર્જરા થતી નથી. કષ્ટ ક્રો, સંયમ ઘરો, ગાળો નિજ દેહ, જ્ઞાનદશા વિણ જીવને, નહીં કર્મનો છેહ. -ઉ. શ્રી યશોવિજયજી. તપ યોગ છે. યોગના આઠ અંગની જેમ તપના બાર ભેદ છે. વાસ્તવમાં તપ પદ્ધતિ અમુક પ્રકારમાં સીમિત થઈ છે. અથવા તે તે તપના ભેદમાં રૂઢિ પ્રવર્તે છે. એટલે તપના બાર ભેદમાં બાહ્ય ઉપવાસાદિ સિવાય અન્ય પ્રકાર રૂઢિગત પામ્યા છે. અત્યંતર તપમાં સ્વાધ્યાય સીમિત પદ્ધતિમાં ટયો છે. બીજા તપો અર્થાતર થઈ રૂઢિરૂપ થયા છે. આમ બાર પ્રકારમાંથી બે ત્રણ પ્રકારની પ્રણાલિ જાળવી સૌ તપ કર્યાનું ગૌરવ માનતા થયા છે. તપની પૂર્ણાહુતિ વિવિધ ઉત્સવો દ્વારા કરવામાં આવે છે. જેથી સમાજનો મોટો વર્ગ તેના આકર્ષણમાં તણાય છે. તેથી તપની જે ફળશ્રુતિ નિર્જરા થવી જોઈએ તે ગૌણ બનતી જાય છે. વળી સાધુસમાજ કે ધર્મમાર્ગમાં રહેતા સાધકો પણ અમુક તપ કરવાનો ઉત્સાહ-આગ્રહ રાખતા હોય છે. તે તે સમયનો મહિમા માની તેની સમાપ્તિમાં સંતોષ માને છે. ભલે સમય કે તિથિ ઉત્સાહ માટે નિર્ધારિત કરવામાં આવે, છતાં તપની સાથે ભાવશુદ્ધિ થવી જોઈએ. તપનું માહાભ્ય એ છે કે તે કર્માવરણને બાળી ચેતનાને-આત્માને પવિત્ર કરે. આવૃત્ત જ્ઞાન અને દર્શનને અનાવૃત્ત કરે. તેથી તપમાં જે જે વિધાનો જ્ઞાનીજનોએ નિરૂપ્યા હોય તેમાં વિવેકવાન થવું જોઈએ. સમયકાલીન તપ પૂર્ણ થાય, જીવન એવું ને એવું વિષય-કષાયયુક્ત રહે તો માત્ર આહારના ત્યાગથી ચેતનાનો શું વિકાસ થશે ! તપ વડે આત્મશક્તિ પ્રગટ કરવી છે, જે અશુદ્ધિને બાળીને નવી શક્તિ પેદા કરે. ચેતનાનું અંતર્મુખ થવું તે તપોયોગ છે. જેમાં કષ્ટ નથી. આનંદ છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૧૭ તારાદેષ્ટિ Page #223 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રતનાં અત્યંતર તપમાં સ્વાધ્યાય તપ શ્રેષ્ઠ છે. જેમાં ધ્યાનાદિ ફલિત થાય છે. મહાવ્રતીની ચર્યા જ સ્વાધ્યાય અને ધ્યાનરૂપ હોય તો તે કાયોત્સર્ગ=દેહભાવથી મુક્ત બને છે. આ સ્વાધ્યાય એટલે કેવળ શાસ્ત્રવાંચન, સૂત્રપાઠ, શ્લોકનું સ્મરણ, યોગદ્રવહનમાં સીમિત નથી. સ્વાધ્યાય અને ધ્યાન યુગલ જેવા છે. તેમાં અભ્યસ્ત રહેનારના કર્મમળ સાફ થાય, સ્વાધ્યાય વડે વૃત્તિઓનો વિકાર શમે, ચિત્તની સ્થિરતા વધે છે. પૂ. શ્રી યશોવિજયસૂરિજીએ પ્રકાશ્યું છે કે તપ એટલે નિજગુણ અનુભૂતિ. (૪) સ્વાધ્યાય : અત્યંતર તપ હોવાથી કેવળ વાચન કે શ્રવણ સુધી મર્યાદિત નથી, તે બોધની પરિણતિરૂપ છે. તેમાં સૂક્ષ્મબોધ છે. જેમાં સાધક પોતાની ચેતનાને જાણી શકે છે. જોઈ શકે છે, તરંગો શાંત થાય છે. તે સાધક આવી સાધના વડે સ્વમાં ઠરે છે. સ્વાધ્યાય દ્વારા સાધક જ્ઞાનાવરણીય કર્મના આવરણને ખપાવે છે. અજ્ઞાન દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. અજ્ઞાનની ભયંકરતા સમજાય છે તેથી ગીતાર્થ ગુરુજનો પાસે પુનઃપુનઃ સ્વાધ્યાયમાં મગ્ન રહેવા પ્રયત્નશીલ છે. (૫) ઈશ્વરપ્રણિધાન : નિયમ એટલે પાંચ મહાવ્રત અને તેની દેઢતા માટેનો અભ્યાસ તે જિનઆજ્ઞારૂપ છે. તેથી તેની શ્રદ્ધા માટે ઈશ્વરપ્રણિધાન જરૂરી છે. અર્થાત્ ઈશ્વર=પરમાત્માનું સ્મરણ અને શરણ જરૂરી છે. પરમાત્માના શાસનને તે મહાનિધિ માને છે. પરમ ઉપકારક ગણે છે. યોગદૃષ્ટિ જીવન સ્વયં શિવ થવા માટે છે. મિત્રાદષ્ટિથી માંડીને આઠે દૃષ્ટિ સુધીની યાત્રા આત્માનું અપ્રગટ પરમાત્મસ્વરૂપ પ્રગટ થવા માટે છે. ઈશ્વર-પરમાત્માના જેવો જ મારો આત્મા છે તે આવૃત્ત છે. મારા આત્માની પૂર્ણ દશા જોવાનું પરમાત્મદર્શન આલંબન છે. માટે તેમની ભક્તિ વડે, તેમના ગુણોમાં લીન થઈ તે જ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. “નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા નિજતત્ત્વ એક્તાનોજી, શુક્લ ધ્યાને રે, સાધી સિદ્ધતા લહે મુક્તિ નિદાનોજી.’' શ્રી નેમિજિનેશ્વર સ્તવન. શ્રી આનંદઘનજી મિત્રાદષ્ટિમાં અહિંસાદિ દેશ કે મહાવ્રતો હોય છે. તે નિરતિચારપણે પાળે પરંતુ તેનો સૂક્ષ્મબોધ તારાદેષ્ટિવાળાને વિશેષ હોય છે. પ્રથમ દૃષ્ટિથી યોગદૃષ્ટિ સમુચ્ચય તારાદષ્ટિ ૨૧૮ Page #224 -------------------------------------------------------------------------- ________________ જીવમાં તાત્વિક વિકાસ શરૂ થાય છે. વળી મોહનીયકર્મના ક્ષયોપશમથી આત્મિકગુણોનો વિકાસ થતો જાય છે. આથી યોગમાર્ગને અનુરૂપ સદ્ગુરુનો સંપર્ક, તેવા શાસ્ત્રોના સ્વાધ્યાયમાં તેની રૂચિની વૃદ્ધિ થતી જાય છે. નિયમ પાંચ ઈહાં સંપજે, મન મોહન મેરે, નહી કિરિયા ઉદ્વેગ, મન મોહન મેરે, જિજ્ઞાસા ગુણતત્ત્વની, મન મોહન મેરે, પણ નહી નિજ હઠ ટેક મન મોહન મેરે, -આ. દે. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. આ પ્રમાણે પાંચ નિયમને પાળતો સરળપણે ગુણવૃદ્ધિ કરે છે. ઓષ્ટિ જીવને યોગમાર્ગની જિજ્ઞાસા થવી દુર્લભ છે. તેવા યોગ મળે તો પણ તેને અંતરના ભાવ થતા નથી. આ દૃષ્ટિવાળા જીવો યોગીજનોને શોધતા હોય છે. જેમ ઘરમાં યુવાન કન્યાને માટે યોગ્ય ઘર અને વર શોધવા વડીલોની કેવી તીક્ષ્ણ દૃષ્ટિ અને બુદ્ધિ કામ કરે છે તેમ તારાદૃષ્ટિના યોગમાર્ગની રૂચિવાળા સાધકો યોગીપુરૂષોની શોધમાં રહે છે. તેવો યોગ મળે બહુમાનપૂર્વક ભક્તિ કરે, વૈયાવચ્ચ કરીને જીવનને ધન્ય માને છે. આવા ઉત્તમ ભાવો મોક્ષમાર્ગની ઉત્તરોત્તર વૃદ્ધિનું કારણ બને છે. મિત્રાદેષ્ટિમાં ખેદ-થાક-કંટાળો નથી અખેદ છે. તારાદૃષ્ટિમાં તેનાથી આગળની દશા વિકસે છે. ધર્મક્રિયા, યોગીપુરૂષોની નિશ્રા, સ્વાધ્યાય, ભક્તિ, નિઃસ્પૃહતાથી કરે. વૈયાવચ્ચમાં જરાય કંટાળતો નથી કે ઉદ્વેગ નથી થતો, અનુદ્વેગ ગુણ પ્રગટ થાય છે. ક્ષયોપશમભાવની વૃદ્ધિ થતાં ધર્મતત્ત્વ જાણવાની જિજ્ઞાસા તીવ્ર બને છે. ગમે તેવી પ્રતિકૂળતા આવે તો પણ ઉલ્લાસથી તાત્ત્વિક કથામાં તેને કંટાળો ઉપજતો નથી. દિન પ્રતિદિન ઉત્સાહ વૃદ્ધિ પામે છે. તેમાં જ તેને આનંદ છે. એવી તત્ત્વશુશ્રુષાનો ગુણ સાધ્ય થાય છે. છતાં પણ જો દર્શનમોહનીય કે ચારિત્રમોહનીયનો ઉદય થઈ જાય તો જીવ પાછો પડે છે. માટે જ્ઞાનસારમાં કહ્યું છે કે પૂર્ણતા પામતા સુધી જાગૃત રહેવું. જો કે આ દૃષ્ટિવાળા સાધકો ઔચિત્યનું પાલન કરે છે. અનુચિત પ્રવૃત્તિઓ પાયે કરતા નથી. શુભકાર્યો કર્યા વગર રહેતા નથી. તેથી તેમને સામાન્ય પ્રકારનો ભય હોતો નથી. મંદ કષાય અને હળુકર્મી હોવાથી તેમની પ્રકૃતિ એવી હોય છે કે તે અનુચિત કાર્યો કરતા નથી, ક્ષુદ્રતા, યોગષ્ટિ સમુચ્ચય ૨૧૯ તારાષ્ટિ Page #225 -------------------------------------------------------------------------- ________________ ક્રુરતા, આક્રોશ જેવા દોષથી દૂર હોય છે અને ધીર ગંભીર, દાક્ષિણ્ય, ઉદારતા, સરળતા જેવા ગુણોથી ભરપૂર હોય છે. તારાદ્રષ્ટિવાળા જીવોની ગુણો પ્રત્યેની રૂચિ હોય છે તેનાથી વિશેષ જિજ્ઞાસા ગુણવાન જીવોનાં ગુણો મેળવવાની હોય છે. પવિત્ર સ્થાનોમાં અન્યની ધર્મક્રિયાની ઉત્તમતા જોઈને તેમની ભાવના વૃદ્ધિ પામે છે. આ જીવોને અન્યનો ઉત્કર્ષ ધર્મ પ્રભાવના જોઈને ઈર્ષા ખેદ કે નિંદાત્મકવૃત્તિ થતી નથી પણ તેમના હૈયામાં અહોભાવ આવે છે. વળી જયારે ત્યાગીજનોના સંપર્કમાં આવે છે ત્યારે તેમને પોતાની સંસારી અવસ્થા માટે ખેદ થાય છે. તે વિચારે છે કે હું સંસારથી મુક્ત કયારે થઈશ ? તત્ત્વજિજ્ઞાસા આદિ ગુણોને કારણે તે નિઃશંક હોય છે. શાસ્ત્રો ગહન છે, તેમાં અતીદ્રિય પદાર્થોના આશ્ચર્યજનક વર્ણનો આવે, ગુણસ્થાનની દશાનું સૂક્ષ્મ વર્ણન આવે, અનુત્તર વિમાનવાસીઓના સુખનું વર્ણન આવે ત્યારે તે શ્રદ્ધા વડે ગ્રહણ કરે છે. આવી દ્રઢ શ્રદ્ધાથી તેનો નિશ્ચય છે કે મને મોક્ષમાર્ગ મળ્યો છે. પછી બીજી પ્રણાલિનું જ્ઞાન ન હોય તો પણ મારી સાધનામાં કંઈ અવરોધ નથી. તે મુખ્ય બોધ ગ્રહણ કરી લે છે કે મારે સંસાર હેય છે ધર્મ ઉપાદેય છે. જો કે હજી સંસારના સુખોનું આકર્ષણ છે. છતાં હેય ઉપાદેયનો વિવેક હોવાથી તત્ત્વબોધની વૃદ્ધિ થતી રહે છે. ધનનો અર્થ જેમ ધનની પ્રાપ્તિ માટે, વૃદ્ધિ માટે પરિશ્રમ કરે છે. તેનાથી વિશેષ તે યોગની ક્થાવાર્તા અને તત્ત્વ સમજવા પ્રયત્ન કરે છે. સંસારના સુખ પ્રત્યે આકર્ષણ છતાં હવે ભોગકથા તેને રૂચતી નથી. આત્મહિતકારી યોગકથા તેને સુધારસ જેવી લાગે છે. આંશિક તત્ત્વબોધ પણ યોગદૃષ્ટિયુક્ત હોવાથી તે વિચારે છે કે પૌદ્ગલિક, સાંસારિક, વ્યવહારિક કથા તો દીર્ઘકાળથી કરતો આવ્યો છું. આ માનવદેહમાં પરમ દુર્લભ એવી યોગકથા અને તેનું શ્રવણ કરવાનો યોગ મળ્યો છે તે હવે ગુમાવવો નથી. જેમ સીનેમા નાટકના રસિયા નવા પ્રકારો બહાર પડે કષ્ટ પડે તોય તે જોવા દોડી જાય, ઉજાગરા કરે તેથી વિશેષ ભાવથી આ સાધક યોગીજનો પાસે યોગકથા શ્રવણ કરવા દોડી જાય છે, કષ્ટ લાગતું નથી. મેઘઘટા જોઈને મોર નાચે તેમ એવા પ્રસંગે તેનો મનમોરલો નાચી ઉઠે છે, આવો ઉલ્લાસ કર્મોની નિર્જરારૂપ બને છે. તે જીવ વધુને વધુ યોગદૃષ્ટિમાં આગળ વધે છે. યોગષ્ટિ સમુચ્ચય ૨૨૦ તારાષ્ટિ Page #226 -------------------------------------------------------------------------- ________________ યોગકથાની ભૂમિકાનુસાર મુખ્ય બે ભેદ છે. સાધકદશા અને સિદ્ધદશા. મોહનીયકર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી વૃદ્ધિ પામતા આત્મગુણોરૂપ સાધકદશા છે. આ સાધકદશા મિત્રાદેષ્ટિથી આઠમી પરાદેષ્ટિ સુધી વિકાસ પામે છે તે સાધકદશા છે, દોષક્ષય, ગુણપ્રાપ્તિ, યોગાંગવિકાસ, ગુણસ્થાનકનો ક્રમિક વિકાસ છે તે સાધકદશા છે. તેમ સમ્યગુદૃષ્ટિની પ્રાપ્તિથી બારમા ગુણસ્થાનકની દશા તે ઉત્તમ સાધકદશા છે. તે મોક્ષપ્રાપ્તિની અત્યંત નજીક છે. આ પ્રમાણે ગુણશ્રેણિએ આરૂઢ થતાં ઘાતકર્મોનો ક્ષય થતાં જે સ્વાભાવિક, વીતરાગતારૂપ અવસ્થા તે સિદ્ધિયોગ છે. તે તેરમે ગુણસ્થાનકે છે. પૂર્ણ સિદ્ધદશા ચૌદમે ગુણસ્થાનકે છે. તારાદેષ્ટિવાળાનું ચિંતન : અલ્પાંશે બોધ પ્રગટવા છતાં સાધક પોતાની નબળાઈ જાણે છે. તેથી જાગૃતિ માટે વિચારે છે કે આ જીવ અનંતગુણનો સ્વામી છતાં શા માટે સંસારમાં પરિભ્રમણ કરે છે? જન્મ, જરા, મરણ, રોગ, શોક અને ભય જેવા દુઃખો શા માટે પામે છે? જો ધર્મ પુરૂષાર્થ કરવામાં આવે તો દુઃખોની જાળ તોડી શકાય. તેમાં કંઈક મુશ્કેલી આવશે અને ઉગ કરીશ તો આ માર્ગે આગળ કેમ વધીશ ? કિનારે આવેલો ડૂબી જઈશ! આથી હઠાગ્રહ જેવા દોષોનો ત્યાગ કરતો જાય છે. સદ્ગરના બોધે ગુણપ્રાપ્તિમાં આગળ વધે છે. સંસારસુખની, સ્ત્રી, પુત્ર, પરિવાર આદિની આસક્તિ મારે ત્યજવી જોઈએ, તેના કારણે જીવને ઘણા પાપ કરવા પડે છે. આ પુણ્યયોગમાં સુખ થોડું અને વધુ દુઃખનું કારણ છે આમ વિચારી તેવા સુખથી દૂર રહે છે. " તારાદેષ્ટિની સંપત્તિ-પાત્રતા છાણના અગ્નિકણ જેવો બોધ. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રણિધાન એ પાંચ વ્રત, ઉગ દોષનો પરિહાર. તત્ત્વ જિજ્ઞાસાનો ગુણ. તાત્વિક-યોગનો બોધ અને યોગીજનોનો સંપર્ક તેમાં બહુમાન. પ્રભુભક્તિમાં પરમ પ્રેમ અને ગુરુજનોની સેવા ભક્તિનો ઉલ્લાસ. દુષ્કૃત્યનો ત્યાગ અને ઉચિત આચરણનું સેવન. પોતાના દોષોનું અને હીનતાનું ભાન, તે પ્રત્યે જાગૃતિ, સાંસારિક સુખો પાછળ રહેલા દુઃખોનું ભાન. તેવા દુઃખોથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા. શાસ્ત્રોના ઉંડા અભ્યાસની જિજ્ઞાસા છતાં પોતાની શક્તિ મર્યાદિત છે તેનું ભાન. આવું ભાન હોવાથી ગીતાર્થજનોના વચનમાં શ્રદ્ધા રાખી તેમના વચનને માન્ય કરે છે. યોગદષ્ટિ સમુચ્ચય ૨ ૨ ૧ તારાદેષ્ટિ Page #227 -------------------------------------------------------------------------- ________________ - ૩. બલાદેષ્ટિ પ્રથમની મિત્રો અને તારા બે દૃષ્ટિમાં બોધ-હિતાહિતનો વિવેક અતિ અલ્પ હતો. તેના કરતાં આ બલાદેષ્ટિમાં બોધનું બળ વિશેષ છે. ધર્મમાર્ગમાં દઢતા વધે છે તેથી બળવર્ધક આ દૃષ્ટિનું નામ “બલા' સાર્થક છે. આ દૃષ્ટિમાં (૧) બોધ-wઠના અગ્નિણ જેવો (૨) ક્ષેપ દોષક્ષય (3) ગુણપ્રાપ્તિ તત્ત્વશુશ્રુષા (૪) ત્રીજું યોગાંગ-સુખાસન બોધ : બલાદેષ્ટિનો બોધ કાષ્ઠના અગ્નિ જેવો છે. તે તૃણ અને છાણના અગ્નિ કરતાં વધુ સમય ટકે છે અને તેનું બળ પણ વિશેષ છે. ભૌતિક ભોગનો યોગ છતાં તેની હેયબુદ્ધિ જાગૃત હોય છે. આથી સ્વર્ગના સુખમાં પણ તેને આસક્તિ કે ઉપાદેયબુદ્ધિ થતી નથી. હજી તેણે સંસારનો ત્યાગ કર્યો નથી પણ તેની શ્રદ્ધા બળવાન છે કે મોક્ષમાર્ગ જ ઉપાદેયં છે પૂરો સંસાર હેય છે. આથી શુભનો સાનુબંધ સબળ પડે છે. અને પાપનો નવો અનબંધ નબળો પડે છે, એ ઉપરાંત પૂર્વે બંધાયેલા અશુભ મોં ખપતા જાય છે. પ્રથમની બે દૃષ્ટિમાં ધર્મમાં રૂચિ પેદા થઈ હોય છે, પણ ભોગ માત્ર હેય છે, છોડવા જેવો જ છે તેવી દઢતા નથી હોતી. વિષય કષાયનું જોર અધિક હોય છે. આથી શુભનો સાનુબંધ અને નિર્જરા અતિ અલ્પ હોય છે. બલાદેષ્ટિમાં તેની માત્રા વિશેષ હોય છે. સાનુબંધ એટલે સાંકળોના જોડાણની જેમ એક ગુણધર્મ અન્ય ગુણ કે ધર્મનું જોડાણ કરી આપે. આ દૃષ્ટિમાં સદ્ગુરુની નિશ્રામાં પરમપ્રેમ-ભકિતભાવ, હોય છે. આધ્યાત્મિક શાસ્ત્રો પ્રત્યે અપૂર્વ રૂચિ જન્મે છે ગુરુ આજ્ઞા શિરોમાન્ય હોય છે. અન્ય ધર્માનુષ્ઠાનમાં દઢતા હોય. દોષક્ષય-ક્ષેપ : વિક્ષેપ, વિલંબ ધર્મક્રિયામાં સાંસારિક ભોગનું ચિંતન થવું તે પદોષ (વિક્ષેપ). સામાયિક જેવા અનુષ્ઠાનમાં વ્યાપાર, વ્યવહાર, ગૃહકાર્યની વિચારણા ચાલે ત્યારે સમભાવરૂપ સામાયિકમાં ચિત્ત ચંચળ બને તે વિક્ષેપ છે. તેમ દરેક ધર્મક્રિયા માટે જાણવું. આ દૃષ્ટિવાળા જીવને સાંસારિક વ્યવહાર હોય છે. પરંતુ યોગમાર્ગમાં દઢતા હોવાથી ધાર્મિક ક્રિયા દત્તચિત્ત-સાવધાનપણે કરી શકે છે. તેમાં વિલંબ પણ થતો નથી કે ચિત્ત વ્યાકુળ થતું નથી કે આ વિધિકિયા કયારે પૂરી થશે. તે તે ક્રિયામાં વિશેષ ઉલ્લાસ વર્તે છે. પ્રથમની બે દૃષ્ટિમાં હજી ભોગબુદ્ધિ હતી તેથી ધર્મક્રિયામાં એકાગ્રતા ટકતી ન હતી. પૂર્વની બે દૃષ્ટિ કરતા આ દષ્ટિમાં વૈરાગ્યની માત્રા વધુ છે એટલે સાંસારિક ભોગોનું પ્રલોભન, કે વિષયોનું તીવ્ર આકર્ષણ થતું નથી. દેવી સુખો કે અપ્સરા તેને ચલાયમાન કરતી નથી. યોગદષ્ટિ સમુચ્ચય ૨ ૨ ૨. બલાદેષ્ટિ Page #228 -------------------------------------------------------------------------- ________________ આ દૃષ્ટિનો વૈરાગ્યભાવ એવો છે કે જીવમાં અસત્ વાસનાઓ પેદા થતી નથી. પ્રાપ્ત સામગ્રીમાં સંતોષી હોય છે. મોહનીય કર્મના વિશેષ ક્ષયોપશમને કારણે ભાવમલ વધુને વધુ ઘટતો જાય છે. તેથી ભોગોમાં ઉપાદેય બુદ્ધિ, ભોગો ભોગવવા જેવા છે તેવો અભિપ્રાય ઘટતો જાય છે. શરીરના ધર્મોને નિભાવવા જેટલા વસ્ત્રો, આહાર, ઔષધ, સ્થાન, ઉપધિ રાખે છે. પરંતુ આસક્તિના કારણે સંગ્રહ કરતા નથી. ધર્મના ઉપકરણમાં પણ મર્યાદા રાખે છે. તેના રૂપરંગ કે શોભામાં આસક્તિ રાખતો નથી. આ દૃષ્ટિમાં બોધના બળથી આ જીવ સંસારનું સ્વરૂપ વિચારે છે, કે જીંદગી અલ્પ છે તૃષ્ણા અનંત છે. જીવ વિષયવાસનાથી ધરાતો નથી. ઈચ્છાપૂર્તિ થતી નથી અને એ જ આકુળતા છે. આકુળતા દુઃખનું મૂળ છે. આમ વિચારીને મળેલા પુષ્પયોગનો ઉપયોગ કરી, વૈરાગ્ય બળ વધારે છે. તેથી કોઈ વિક્ષેપ કે અંતરાય પણ આવતા નથી. નિર્વિદને ધર્મમાર્ગે સ્થિર થતો જાય છે. શુદ્ધ સાધ્યની સિદ્ધિ માટે અંતરંગના શુભભાવો જેવા અત્યંતર ઉપકરણનું સેવન કરે છે. “વિઘન ઈહાં પ્રાયે નહીંજી, ધર્મહતુ કોય અનાચાર પરિહારથીજી સુયશ મહોદય હોય રે.” -આ. દ. સજઝાય ઉ. શ્રી યશોવિજયજી પ્રથમ દૃષ્ટિમાં ખેદ દોષક્ષય, બીજી દષ્ટિમાં ઉગ દોષક્ષય, આ ત્રીજી દૃષ્ટિમાં ક્ષેપ દોષક્ષય થાય છે. પ્રથમના બે પ્રકારની ભાવના જીવમાં રહી છે તેમાં આ દોષક્ષયથી વૃદ્ધિ થવાથી જીવ યોગ માર્ગમાં સ્થિર થતો જાય છે. સામાયિક આદિ ધર્મ ક્રિયામાં સ્થિરતા આવે છે, જીવનમાં ધર્મ જ કરવા જેવો લાગે છે. એટલે ક્ષેપ, વિક્ષેપ, ચંચળચિત્ત ન હોવાથી આકુળતા કે દોડાદોડ વગર શાંતચિત્તે ઉલ્લાસપૂર્વક જિનેશ્વરભક્તિ, ગુરુસેવા, અધ્યયન કરે છે. તેમાં તન્મય થાય છે. આ કારણે સામાયિકધર્મથી સમભાવ, ભક્તિના યોગ્યથી વેરાગ્ય, પ્રતિક્રમણ જેવી ક્રિયા દ્વારા પાપ પ્રતિહાર અને તપ દ્વારા દેહાધ્યાસ ઘટે છે. આમ દરેક અનુષ્ઠાનોમાં પરિણામની દઢતા હોય છે. ગુણપ્રાપ્તિ-તત્ત્વશ્રષા : પ્રથમ દૃષ્ટિમાં તત્ત્વની રૂચિ હતી, બીજી દૃષ્ટિમાં તત્ત્વ જિજ્ઞાસા (આંતરિક ભાવનાની દઢતા) ત્રીજી દૃષ્ટિમાં તત્ત્વ શુશ્રુષા-ઉત્તરોત્તર તત્ત્વવિષયક રૂચિ બળવાન થાય છે. શાસ્ત્રકારે ઉપમા આપી છે કે કોઈ કુશળ યુવાન મનોહર સ્ત્રીની સાથે બેઠો હોય અને દિવ્ય ગાનના શ્રવણમાં જે સુખ અનુભવે તેના કરતાં પણ આ જીવ તત્ત્વ શ્રવણમાં અધિક આનંદ અનુભવે છે. કયારેક જો તેને સદગુરુનો યોગ ન મળે તો સ્વયં તત્ત્વબોધનું ઝરણું પોતાના આત્મબળથી યોગદષ્ટિ સમુરચય બલાદષ્ટિ ૨ ૨ ૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ પેદા થાય છે. તેમાં તન્મય થઈ આત્માનંદને માહો છે. તરૂણ સુખી છી પરિવયોંજી, જિમ ચાહે સુગીત, ત્યમ સાંભળવા તત્વનેજી, એહ દેષ્ટિ સુવિનીત રે. જીનજી.” -આ. દ. સજઝાય ઉ. શ્રી યશોવિજયજી આ જીવને પુનઃ પુનઃ શુભ ધારા વહ્યા કરે છે કે જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ શું છે? આત્મા સ્વભાવે શુદ્ધ છતાં કષાયી કેમ થાય છે? મોક્ષમાર્ગનું તત્ત્વ શું હશે ? સિદ્ધોનું સ્વરૂપ કેવું હશે? મને મોક્ષ કયારે મળશે? કેમ મળશે ? આવા ચિંતનના કારણે તેનો કર્મમળ તૂટતો જાય છે. જીવ વધુ વિશુદ્ધ બનતો જાય છે. તેના જ્ઞાનાવરણ અને મોહનીયાદિ ઘાતકર્મોના રસ ઘટતા જાય છે એટલે આત્મજ્ઞાનરૂપી ગુણ સ્વયં પ્રકાશિત થાય છે. અને નવા રહસ્યો ખૂલતા જાય છે. જે તેને શાસ્ત્રનો યોગ થતા વિશેષ બોધદાયક થાય છે. આ તત્ત્વશ્રવણ-શુશ્રુષા જ્ઞાનરૂપી જળપ્રવાહ માટે સરવાણી તૂલ્ય છે. આ શુશ્રુષા ગુણ વિના તત્ત્વશ્રવણ, સરવાણી વગરના કૂપ જેમ વ્યર્થ છે. યોગાંગ-સુખાસન યોગના સાધનામાર્ગમાં શરીર બાહ્ય સાધન છે તેની સ્થિરતા આવશ્યક છે. યોગમાર્ગના દરેક ધર્માનુષ્ઠાનમાં સ્થિરતા, શાંતચિત્ત, અનાકુળતા રહેવી તે ભાવ આસન કે ભાવ સંલીનતા છે. એક આસને સ્થિરતાપૂર્વક બેસવું તે દ્રવ્યઆસન છે. સુખાસન છે. આ દૃષ્ટિમાં તત્ત્વશુશ્રુષા બળવાન હોવાથી જીવના પરિણામમાં સ્થિરતા આવે છે. તેથી ક્રિયા દોષરહિત, ચંચળ પરિણામરહિત હોય છે. વળી સાંસારિક વૃત્તિ-પ્રવૃત્તિનો સંક્ષેપ હોવાથી ભોગતૃષ્ણામાં હેયબુદ્ધિ છે. તે ઉપરાંત ધર્મના ઉપકરણોમાં તેની શોભા વગેરેમાં રાગાદિભાવ થતા નથી. રાગદ્વેષની મંદતા હોવાથી આ જીવ સાંસારિક સામગ્રીમાં અનાસકત છે તેમ ધર્મકાર્યની સામગ્રીમાં પણ અનાસક્ત છે તેમાં અનુકૂળતા શોધતો નથી કે મમત્વ રાખતો નથી. ઉપકરણોનું પ્રયોજન આરાધના પૂરતું છે. કારણકે ઉપકરણો પણ પરપદાર્થો છે. તેની ઉત્પત્તિમાં કંઈ પણ હિંસા રહેલી છે, તેમાં રાગ થવો તે ભાવહિંસા છે. માટે ઉપકરણોની આવશ્યકતા છતાં લોભવશ તેમાં વૃદ્ધિ કરતો નથી, મર્યાદા રાખે છે. આમ બાહ્ય અને અંતર બન્ને ઉપકરણો સમજવાના છે. ઉપકરણોની શોભા જોઈ તેની આંખ ચમકતી નથી, તે અપ્રશસ્તભાવ છે. પરંતુ ઉપકરણોનો ઉપયોગ કરી લે છે. આ દૃષ્ટિવાળાના પરિણામમાં વક્રતા નથી પણ પરિણામની ઋજુતા હોવાથી વિષય કષાયના પરિણામની ઘણી મંદતા છે. સરળચિત્ત હોવાથી તેનું લક્ષ્ય દઢ બનતું જાય છે. તે ભાવ આસન છે તેમાં સ્થિરતા માટે કોઈ એક આસન સિદ્ધ થવું જોઈએ. પદ્માસન, વજાસન, પર્યકાસન કે સામાન્ય પલાંઠી-સુખાસન યોગદષ્ટિ સમુચ્ચય ૨ ૨૪ બલાદષ્ટિ Page #230 -------------------------------------------------------------------------- ________________ પર સ્થિરતા તે દ્રવ્યઆસન છે. જે જે અનુષ્ઠાનની જે જે કાળમર્યાદા હોય ત્યાં સુધી સ્થિરતાથી સુખપૂર્વક બેસવા માટે આસનસિદ્ધિ આવશ્યક છે. આગળની બે દૃષ્ટિમાં સાધ્ય થયેલા યમનિયમના સંસ્કારથી ધર્મકાર્યમાં ઉપાદેયબુદ્ધિ વૃદ્ધિ પામે છે. એટલે પરભાવમાં આસન કરી રહેલા ચિત્તને સ્વભાવદશામાં આસન (સ્થિરતા) આપવું તે ભાવ આસનની મુખ્યતા છે. ત્રીજી બલાદૃષ્ટિમાં હજી મિથ્યાત્વની હાજરી છે છતાં યોગદષ્ટિ હોવાથી આત્મત્વમાં ઉપાદેયતા વિશેષ છે. અસતુ વાસનાઓ આ જીવને સતાવતી નથી. ભાવમલનો ઉત્તરોત્તર ક્ષય અને મોહનીયકર્મના ક્ષયોપશમ જન્ય વિશુદ્ધિની વૃદ્ધિ થતી હોવાથી ભોગમાં ઉપાદેયબુદ્ધિ ઘટતી જાય છે. તેથી તે હંમેશા વિચાર કરે છે હું કોણ છું ! કયાંથી આવ્યો છું! અનાદિકાળથી કેમ રખડું છું ? આમ આત્મહિતને વિચારતો સાંસારિક વ્યવહારનો સંક્ષેપ કરી, પ્રાથમિક જરૂરિયાતને યોગ્ય ન્યાય આપી સંતોષ માને છે. આથી ચિત્તની ચંચળતા કે આકૂળતા શમી જવાથી સુખાસન ભૂમિકામાં આવે છે. તે જે કંઈ ધર્મવિધી કરે ત્યારે તેમાં જ દત્તચિત્ત હોય છે. આથી જે જે ક્રિયા કરે તેનું ભાવાત્મક પરિણામ આવે છે. બલાદષ્ટિવાળાનું ચિંતન : હે જીવ ! તારા પૂર્વના પુણ્યોદયે અને દેવગુરુકૃપાએ ઉત્તમ યોગ મળ્યા છે. તારી પાત્રતા કરતા પણ વિશેષ તને સગુરુજનોનો સમાગમ મળ્યો છે. તેમના બોધમાં તત્પર રહેજે. પ્રમાદ સેવતો નહી. ઘણા જન્મો પછી ઘણી પુણ્યરાશિ એકઠી થાય ત્યારે ઉત્તમ ગુણીજનોની પ્રાપ્તિ દ્વારા ગુણોનું સ્વમાં સંવર્ધન થાય છે. દેહ અને દેહાદિ અન્ય સંયોગો પૂર્વે અનેકવાર મળવા છતાં કંઈ કલ્યાણ થયું નથી હવે આ ભવ તો કેવળ આત્માર્થે જ યોજી લે તો જન્મ સાર્થક થશે. પથ લાંબો છે પરંતુ ઉદ્યમી રહેજે તો સફળતા મળશે. બલાદષ્ટિવાળાની સંપત્તિ સ્વ-પર શ્રેયરૂપ જ્ઞાનવૃદ્ધિ, અનુષ્ઠાનોમાં આદર અને નિષ્ઠા, વિક્ષેપ કે વિલંબ રહિત ધર્મારાધના, પાપપ્રવૃત્તિનો પરિહાર, તત્ત્વનો બોધ, તેવા શાસ્ત્રોનું શ્રવણ, તેવા યોગીજનોના સમાગમની તત્પરતા, તે તે અનુષ્ઠાનોને યોગ્ય આસન કે મુદ્રાઓની સ્થિરતા, કષાયોની મંદતાને કારણે તીવ્ર કર્મબંધનો અભાવ, ક્ષમાદિ ગુણોનું સહજ સેવન, ભોગ પરાયણતાથી વિમુખ થઈ યોગ પરાયણતાની ઉચ્ચ ભાવના. આવા ઉત્તમ જીવનના કારણે લોકપ્રિયતા વધે છે. સર્વત્ર યશકીર્તિ ફેલાય છે. ધર્મપરાયણ જીવને કારણે મહોદય પામે છે. જીવનમાં વિદન નડતા નથી તેવો પુણ્યપ્રકોપ વર્તે છે. આખરી મૂડી સમાન આત્મપરિણતિમાં સ્થિરતા આવે છે જેથી આ સાધક યોગમાર્ગમાં આગળ વધે છે. Jain Eયોગદષ્ટિ સમુચ્ચય For Private? Ry sonal Use Only Www બલાદેષ્ટિy.org Page #231 -------------------------------------------------------------------------- ________________ - ૪. દીપ્રાદેષ્ટિ / દી, એટલે દીપકની જેમ તેજસ્વી, આ દષ્ટિનો બોધ પહેલાની દષ્ટિઓ કરતાં વધુ તેજસ્વી છે એટલે દીપ્રા નામ સાર્થક છે. તેને ગ્રંથકાર ચાર વિભાગમાં સમજાવે છે. (૧) બોધ-દીપક સમાન (૨) ઉત્થાન દોષક્ષય (1) ગુણ પ્રાપ્તિતત્ત્વશ્રવણ (૪) ચોથું યોગાંગ-પ્રાણાયામ. - બોધ : આ દૃષ્ટિમાં પ્રથમની ત્રણ દષ્ટિ કરતાં બોધ ઘણો અધિક છે. સાધક સમ્યકત્વની નજીક આવતો જાય છે. ત્રણાદિના અગ્નિ કરતાં દીવાનો પ્રકાશ વધુ તેજસ્વી છે, તેથી નાની મોટી બધી જ વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે. અને વધુ સમય રહે છે. અર્થાત હેય ઉપાદેયનો સ્થૂલથી વિવેક છે પણ વિકસતો જાય છે. સમષ્ટિજ્ઞાની જેવો હજી સૂક્ષ્મબોધ નથી. પરંતુ કાળલબ્ધિ થતાં તરત જ અનુભવાત્મક સૂક્ષ્મબોધ પ્રાપ્ત કરશે. દીપ્રાદષ્ટિવાળાનો બોધ લાંબો સમય ટકે છે. તે વ્યાખ્યાનાદિમાં બોધ સાંભળીને ઉઠે પછી તૃણાગ્નિની જેમ તરત જ વિલય થતો નથી પણ લાંબો સમય ટકે છે. તેનો દઢ સંસ્કાર જન્માંતરે પણ સાથે જાય છે. એટલે આવા જીવોના યોગમાર્ગના લક્ષણ જન્મ-બાળવયથી જ પ્રગટતા હોય છે. પૂર્વના આરાધનવાળા જીવોને બાળપણથી સંસારના ભોગની રૂચિ મંદ હોય છે. આ દૃષ્ટિમાં ભોગમાં ઉપાદેય બુદ્ધિ નષ્ટ પ્રાય છતાં સૂક્ષ્મબોધના અભાવે ઉપદેયતા આવી જવાનો સંભવ છે. આ દૃષ્ટિમાં આત્મબળની વિશેષતા હોવાથી પ્રયોગ સમયે કે પ્રતિકૂળતામાં આરાધનમાં ટકી જાય છે. છતાં હજી સૂક્ષ્મબોધ ન હોવાથી તેનું અનુષ્ઠાન ભાવપૂર્વકનું નથી હોતું તે દ્રવ્યાનુષ્ઠાન હોય છે. આથી અનુષ્ઠાન યોગ્ય પરિણામમાં ટકે છે પણ સૂક્ષ્મ ગુણ કે દોષને જાણી શકતો નથી કે આ અનુષ્ઠાનમાં પ્રમાદ થયો, ચપળતા થઈ કે આત્મિક વિકાસ થયો. છતાં પણ આ દ્રવ્યાનુષ્ઠાન ભાવિમાં સમ્યકત્વ ગુણસ્થાને ભાવઅનુષ્ઠાનનું કારણ બનશે. આ ચોથી દષ્ટિમાં હજી પ્રથમ ગુણસ્થાનકનો પ્રભાવ હોવાથી દ્રવ્યાનુષ્ઠાન છે. છતાં તે પ્રધાન દ્રવ્યક્રિયા છે. કારણ કે ઓઘદૃષ્ટિવાળા જીવોની તીવ્રપણે મોહનીયકર્મના ઉદયકાળે પૌગલિક સુખબુદ્ધિએ કરાતી ક્રિયા તે ધર્મક્રિયા છતાં અપ્રધાન દ્રવ્યક્રિયા છે જે ભાવક્રિયાનું કારણ બનતી નથી. માત્ર પાપાનુબંધી પુણ્ય પ્રમાણે હોય છે. જે આત્મવિકાસનું કારણ બનતી નથી. પરંતુ આ ચોથી દૃષ્ટિમાં હેય ઉપાદેય યોગદષ્ટિ સમુચ્ચય દિપ્રાદેષ્ટિ Page #232 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાં વિવેકબુદ્ધિનો વધુ વિકાસ થતો જાય છે. છતાં પણ મોહનીયકર્મનો તીવ્ર ઉદય થતાં જ્ઞાનાવરણીયનો પણ ક્ષયોપશમ ઘટવાથી જ્ઞાનબોધમાં ઉપાદેયબુદ્ધિ નષ્ટ થવા સંભવ હોય છે. દીપ્રાર્દષ્ટિને દીપકની ઉપમા આપી છે. જેમાં તેલ, વાટ, કોડિયા જેવા સાધનોની અપેક્ષા છે, સ્વયં પ્રકાશિત નથી. વળી તે દીવો જયાં હોય ત્યાં મર્યાદામાં રહેલા પદાર્થોને જણાવે છે. ભીંત જેવા આવરણ હોય તો તે પ્રકાશ પદાર્થોને જણાવતો નથી. મહાવાયુથી બુઝાઈ જાય છે. દૂર રહેલા કે સૂક્ષ્મ પદાર્થોને જણાવતો નથી. તે પ્રમાણે આ દૃષ્ટિવાળા જીવને બોધની મર્યાદા છે, સૂક્ષ્મ પદાર્થોના રહસ્યોનો બોધ નથી. વળી આ બોધમાં અસ્થિરતા છે. ચિત્ત ચલાયમાન થઈ જવા સંભવ છે. ‘સહજાનંદી રે આત્મા, સૂતો કાંઈ નિશ્ચિંત રે, મોહ તણા રણિયા ભમે, જાગ જાગ મતિમંત રે.'’ દીપ્રાદેષ્ટિમાં યોગમાર્ગનો પાયો મજબૂત થતો જાય છે. વળી આ દૃષ્ટિમાં મિથ્યાત્વની વિદાયવેળા-અંતિમ કાળ છે. અને સમ્યક્ત્વ પ્રાપ્તિનો પ્રારંભ થાય છે. આમ દૃષ્ટિની વિશેષતા હોવાથી ક્ષોભ સ્ખલના જેવા દોષ દૂર થાય છે. છતાં સૂક્ષ્મબોધ ન હોવાથી શુદ્ધિનો વિકાસ નથી. અવેધસંવેધપદ શું છે ? ચોથી દીપ્રાદેષ્ટિમાં મિથ્યાત્વનો ઉદય મંદ છે છતાં તે બાધક છે. આથી આ દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી. આગળની ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ હોય છે. આરાધક જીવે એ સમજીને સત્પુરૂષાર્થ વડે આગળ વધવાનું છે. મિથ્યાત્વના ઉદયમાં જીવની વિવેકબુદ્ધિ નષ્ટ હોય છે તેથી ભોગસુખની આસક્તિમાં જીવને મૂંઝવે છે અને અશુભપ્રવૃત્તિ કરાવે છે, જેના વડે આત્મા મલિન-કષાયવાળો થાય છે. અજ્ઞાની જીવો આ દૂષમ કાળમાં કર્મભૂમિમાં ધર્મમાર્ગની સામગ્રીવાળો માનવદેહ મળવા છતાં ભોગસુખમાં આસક્ત થઈ અધર્મ વડે દુઃખી થાય છે. મિથ્યાત્વરૂપી અંધાપા-અજ્ઞાનને શાસ્ત્રમાં અવેઘસંવેદ્યપદ નામ આપવામાં આવ્યું છે. અર્થાત્ જે વસ્તુ જેવી છે તેનાથી વિપરીત માન્યતા-અનુભવ કરવો તે અવેઘસંવેદ્ય કહેવાય છે. તેથી તેને સંસારના ભોગ દુઃખદાયક છતાં સુખરૂપ લાગે છે. અધ્યાત્મસુખ પરમસુખકારી છતાં કષ્ટદાયક લાગે છે. જેમ મેલેરીયાના દર્દીને સાકર કડવી લાગે તેમ મિથ્યાત્વના ઉદયે જીવ ભ્રમથી વિપરીત અનુભવ કરે છે. અતત્ત્વ ને તત્ત્વ માને છે. દીપ્રાદેષ્ટિમાં કંઈક વિવેક છે છતાં મિથ્યાત્વના કારણે તે અવિવેકરૂપ છે. વળી તે વિવેકની યોગ્યતા પ્રમાણે હેય ઉપાદેયનું જ્ઞાન અલ્પાધિક યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૨૭ દીપ્રાદષ્ટિ Page #233 -------------------------------------------------------------------------- ________________ હોય છે. મિથ્યાદેષ્ટિ જીવને શુદ્ધ ભાવ તો હોતો નથી પણ તેના શુભભાવ સંસાર વૃદ્ધિનું કારણ બને છે. પછી જેમ જેમ મિથ્યાત્વ મંદ પડતું જાય, વિવેકબુદ્ધિ વધતી જાય, તેમ તેમ શુદ્ધભાવની પાત્રતા થાય. પરંતુ ગાઢ મિથ્યાત્વના ઉદયમાં તો જીવને ધર્મબુદ્ધિ થતી નથી. પરંતુ અસત્ દેવાદિ માનવા તેમની ભક્તિ કરવી તે ધર્મ નથી પણ ધર્માભાસ છે, તે સમજાતું નથી. આવું મિથ્યાત્વ જીવને સંસારમાં રખડાવનારું છે. સમ્યકત્વ પામવામાં બાધક છે. પ્રથમ ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વનો ઉદય છે એટલે અવેધસંવેદ્યપદ છે. જો કે પદ શબ્દ પણ યોગદષ્ટિને કારણે કહેવાય છે, પદ એટલે ગુણનું સ્થાનક. નિશ્ચયથી મિથ્યાષ્ટિને ગુણસ્થાનક અપદ છે. કારણકે તત્ત્વોનું યથાર્થ જ્ઞાન નથી. તત્ત્વ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેમકે ચેતન જ્ઞાનમય છે, જડમાં જડત્વ છે. બંને ભિન્ન છે. સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, શ્રેણિ વગેરે પરમાર્થથી ગુણના સ્થાન હોવાથી પદ શબ્દને માટે યોગ્ય છે. મિથ્યાષ્ટિ કદાચ શાસ્ત્રજ્ઞાનમાં પારંગત હોય તો પણ તત્ત્વનો યથાર્થ નિર્ણય ન હોવાથી તેનું જ્ઞાન પરમાર્થપંથ માટે યોગ્ય નથી, નિશ્ચયથી તે આત્મજ્ઞાન નથી. અર્થાત્ સમ્યકત્વ સાથે તત્ત્વજ્ઞાનનો સંબંધ છે. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક પરમાર્થથી અપદ છે. સૂક્ષ્મબોધ તો પણ ઈહાંજી, સમક્તિ વિણ નહિ હોય, વેધસંવેધ પદે કહો જી, તે ન અવેધે જોય. –આ. દ. સજઝાય ઉ. શ્રી યશોવિજયજી મિથ્યાત્વ એ અવેદ્યસંવેદ્યરૂપ છે. અર્થાત, જે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણવા કે અનુભવવાને બદલે વિપરીત અનુભવ કરવો તે અવેદ્યસંવેદ્યપદ છે. તેથી તેને સાંસારિક સુખો હેયરૂપ નથી લાગતા, સ્ત્રી પરિવાર આદિમાં રાગબુદ્ધિને સારા માને છે. આવો ભ્રમ તે મિથ્યાત્વ, અર્થાત અવેદ્યસંવેદ્યપદ છે. આ પદ પ્રથમની ચાર દૃષ્ટિમાં છે. ભવાભિનંદિ જીવોનું મિથ્યાત્વ અતિ ગાઢ અને ક્લિષ્ટ પરિણામવાળું હોય છે. શુદ્ધભાવ તો છે જ નહિ પણ તેના ધર્માનુષ્ઠાનના શુભભાવ પણ તેને સંસારના પરિભ્રમણ માટે થાય છે. સંસારની આસક્તિ ઘટતી જાય, વિવેક વધતો જાય, અવિવેક ઘટતો જાય, તત્ત્વ, ગુણોની રૂચિ વધતી જાય, આમ એક પછી એક દૃષ્ટિમાં ક્રમસર આગળ વધતો જાય ત્યારે મિથ્યાત્વ મંદ પડતું જાય છે. અથવા મિથ્યાત્વ મંદ પડવાથી દૃષ્ટિનો વિકાસ થાય છે. જેમ સાપનો કણો પણ સાપની પ્રકૃતિ પ્રમાણે ઝેરયુક્ત હોય તેમ મિથ્યાત્વ મંદ છતાં તેની ભ્રાંતિ જીવમાં રહે છે. આથી પ્રથમની ચાર દૃષ્ટિ યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાષ્ટિ ૨ ૨૮ FO Page #234 -------------------------------------------------------------------------- ________________ સુધી આંશિક વેરાગ્ય, રૂચિપૂર્વકનું તત્ત્વ શ્રવણ, દેવગુરુભક્તિ શાસ્ત્રના આદરયુક્ત શુભભાવોની ધારા છતાં મિથ્યાત્વરૂપ ભ્રાંતિ ટળતી નથી. જો કોઈ પણ પ્રકારે અજાગૃત રહ્યો તો સેવેલો વેરાગ્ય, તત્ત્વશ્રવણ આદિનું શીર્ષાસન થઈ જાય છે. મિથ્યાત્વરૂપી ભ્રાંતિને તોડવા આત્મજ્ઞાન જ ઉપાય છે તે માટે સંતસમાગમ અને સશાસ્ત્રનો યોગ જરૂરી છે. જેના નિમિત્તે સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થાય છે. ગ્રંથકાર સૂક્ષ્મબોધની વ્યાખ્યા કરતાં કહે છે આ લોમાં સમ્યક્ષણે શાસ્ત્રાનુસારી ભેદો વડે વેધસંવેધપદના પ્રભાવથી તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય તે સૂમબોધ છે. ચોથી દષ્ટિમાં સ્કૂલ બોધ છે. પરંતુ પાંચમી દૃષ્ટિમાં સૂક્ષ્મબોધનો પ્રારંભ થાય છે તેની ભૂમિકા આગળ જણાવવા અત્રે નિરૂપણ કર્યું છે. જે દેહને જ આત્મા માને છે તેથી દેહના સુખ માટે નિરંતર પ્રયત્ન કરે છે. જેમ ખસના દર્દીને ખણવામાં આનંદ આવે છે. તે માટે એક નાની સરખી સળી મેળવીને સુખ માને છે. વાંસની ભારી લઈ જતા માણસને જોઈને તેને લાગે છે કે આ માણસ કેવો સુખી છે, તેની પાસે સળીનો મોટો જથ્થો છે. ખણવાનું કેવું સુખ છે. આવી ભ્રાંતિને કારણે તેને ખસનું ઔષધ કરવાનું પણ ગમતું નથી. ખંજવાળવાથી દુઃખને સહન કરે છે પણ તેમાં પાછો સુખ માને છે. સંસારી જીવોને આવો ભયંકર ભ્રાંતિનો દોષ હોય છે. આધ્યાત્મિક સુખને સુખ માનતા નથી, અને પૌદ્ગલિક પદાર્થો ભોગવવામાં સુખ માને છે. જે વડે કર્મ બંધાય છે તે જાણતો ન હોવાથી ભ્રાંત થઈને ચાર ગતિમાં ભટકે છે. દર્શનમોહને કારણે તે દેહ અને જીવને જુદા જાણતો નથી તેથી હય, જોય કે ઉપાદેય શું છે તે વિવેક પણ તે કરી શકતો નથી. સૂક્ષ્મબોધનું તાત્પર્ય = ભવસમૂહનો વિસ્તાર તત્ત્વના યથાર્થ નિર્ણયમાં, શ્રદ્ધામાં સૂક્ષ્મબોધ છે. તેનું સામર્થ્ય જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે આ સૂક્ષ્મબોધ સંસાર સાગર પાર કરવામાં જહાજ સમાન છે. જહાજમાં જેમ કિનારો દેખાય તેમ આ જીવને હવે સંસાર પાર કરવાનો સમય નજીક છે. અનંત પુલ પરાવર્તકાળ હવે સંક્ષેપ થઈ અર્ધપુદ્ગલપરાવર્ત બાકી રહે છે. જેમ જૂનાગઢ જેવા તીર્થની યાત્રા કરો અને છેલ્લે ચાર પાંચ પગથીયા બાકી રહે તેમ જીવ સમીપવર્તી થાય છે. અર્થાત્ આ જીવ હવે લોકોત્તરમાર્ગને અનુસરતો હોવાથી તે સુક્ષ્મબોધને કારણે ભવસમુદ્રને પાર કરનારો થાય છે. જીવને જયારે ભવથી મુક્ત થવાનો અર્ધપુદ્ગલપરાવર્ત કાળ રહે છે ત્યારે આવો સૂક્ષ્મબોધ યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ Page #235 -------------------------------------------------------------------------- ________________ પરિણમે છે. જે જીવને સંસારથી તારનારો બને છે. કર્મરૂપી વજ્રનો વિશેષ નાશ કરનાર શાસ્ત્રકાર સાધકને આગળની ભૂમિકા દર્શાવે છે. મોહનીય કર્મની, રાગદ્વેષની દુર્ભેદગ્રંથિ, અર્થાત વજતુલ્ય ગ્રંથિને ભેદે છે તોડે છે. કે જે પુનઃ જીવનું પતન કરી શકતી નથી. તેથી તે સૂક્ષ્મબોધ કહેવાય છે. એક મોટા વૃક્ષના થડમાં કઠણ મોટી ગાંઠ છે. સુથાર તીક્ષ્ણ હથિયાર વડે તેને તોડવા મથે છે. પણ તે જલ્દી ભેદાતી નથી. જીવ ઘણીવાર પાછો પડે છે. પણ વધુ બળવાન તીક્ષ્ણ હથિયાર વડે વધુ બળ વાપરી મહામહેનતે તે ગાંઠને તોડે છે. તેમ સૂક્ષ્મબોધ યુક્ત જીવ તે બોધની સૂક્ષ્મતા-નિર્મળતા વડે રાગદ્વેષની દુર્ભેદ ગ્રંથિને તોડે છે જે સંસારને તારનાર બને છે. ‘‘જીવ બંધ બન્ને નિયત, નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી વડે છેદતા, બન્ને જુદા પડી જાય છે.'' અધ્યાત્મ પદ શેય : જાણવા લાયક સમસ્ત પદાર્થોનું જ્ઞાન સંપૂર્ણપણે થાય છે. શેય પદાર્થો અનંત ધર્માત્મક છે. તેવો સૂક્ષ્મબોધ હોવાથી તે જીવ એકાંતનો આગ્રહ કરતો નથી. સમાધાન શોધે છે. જો કે જ્ઞાન થયું નથી, પરંતુ કેવળીના વચન પર પૂર્ણ શ્રદ્ધા છે, કેવળી પ્રત્યક્ષ અને પૂર્ણપણે જાણે છે. આ જીવ શ્રદ્ધા વડે પદાર્થોને યથાર્થ જાણે છે. બાળ, યુવા, વૃદ્ધાવસ્થા એ દેહની અવસ્થાઓ છે તેનું જ્ઞાન આત્માને થાય છે. આત્મા સ્થાયીતત્ત્વ છે. અવસ્થાઓ બદલાય છે. આવા બોધથી જીવ ક્રમિક વૈરાગ્ય પામે છે. વેધ બંધ શિવ હેતુ છે જી, સંવેદન તસ જાણ, નય નિક્ષેપે અતિ ભલુંજી, વેધસંવેધ પ્રમાણ. -આ. દે. સઝાય ઉ. શ્રી યશોવિજયજી વેધ = વેદવા અનુભવવા યોગ્ય, સંવેધ = સંવેદન થવું, અનુભવ થવો. યોગ્યતા. પદ = સ્થાન જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણવી કે યથાર્થ અનુભવ કરવો તે વેધસંવેદ્યપદ. તેથી વિપરીતપણે જાણવું તે અવેધસંવેદ્યપદ છે. વેદ્યસંવેદ્યપદ પાંચમી દૃષ્ટિમાં હોય છે. અવેઘસંવેદ્યપદ પ્રથમની ચાર દૃષ્ટિમાં હોય છે. વ્યવહારથી અજ્ઞાનદશામાં પૌદ્ગલિક પદાર્થોનું નિમિત્ત પામી આત્મા વિભાવદશાને પામે છે એટલે કહેવાય રાગાદિને વેદે છે. સુખ દુઃખનો અનુભવ કરે છે. વાસ્તવમાં જ્ઞાન રાગાદિને જાણે છે. પરંતુ અજ્ઞાનદશામાં યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૩૦ દીપ્રાદેષ્ટિ Page #236 -------------------------------------------------------------------------- ________________ તે રાગાદિ કર્તા માને છે. વેધસંવેદ્યપદ = વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણનાર અનુભવનાર. તે પદ પાંચમી દૃષ્ટિમાં હોય છે. તેનું પ્રથમની ચાર દૃષ્ટિમાં અવેધસંવેદ્યપદ ઘણું પ્રબળ હોય છે. એટલે વસ્તુના સ્વરૂપને વિપરીત જાણે છે, તેથી સૂક્ષ્મબોધ થતો નથી. વેધસંવેદ્યપદવાળો મોક્ષમાર્ગે શીઘ્રતાથી જાય છે. આ પદનો તફાવત સમજાવવા આ દૃષ્ટિમાં તેનું નિરૂપણ કર્યું છે. ઉત્તરોત્તર દૃષ્ટિમાં મિથ્યાત્વ મંદ થતું જાય છે. તેથી ગ્રંથિદેશ સુધી (રાગદ્વેષની ગ્રંથિ મોળી પડે છે) આવે છે પણ દર્શનમોહનીયનો ઉદય બળવાન થવાથી જીવ નિવીર્ય થઈ પાછો પડે છે. આ ચાર દૃષ્ટિઓનો વિવેક વિષમિશ્રિત અમૃતભોજન જેવો છે. આથી આ ચારર્દષ્ટિઓનો વિકાસ પ્રતિપાતી દોષવાળો છે, પતનના સંભવવાળો છે. જો ગ્રંથિદેશ પછી જીવનું સામર્થ્ય ટકે તો આગળ વધે છે. પતન થાય તો પ્રથમની બે દૃષ્ટિવાળો અવિવેકને કારણે નરકગતિ યોગ્ય પાપકર્મ બાંધે છે. અને ત્રીજી ચોથી દૃષ્ટિવાળાને આ અવિવેક તિર્યંચ ગતિ યોગ્ય પાપકર્મ બંધાવે છે. યોગમાર્ગે ચઢેલા આ જીવો અપુનબંધકદશાને પામે તો એક પુદગલપરાવર્ત અને જિનાજ્ઞાયુક્ત સમ્યક્ત્વ પામેલાનો અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ શેષ રહે છે. વળી એથી આગળ વધી આરાધકભાવને પામેલા જીવો તો અલ્પકાળમાં મોક્ષ પામે છે. શાસ્ત્રકારે સુંદર દૃષ્ટાંત આપ્યું છે. કે જેમ અંધકારથી ભરેલા ઓરડામાં મૂકેલો દીવો ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે. તેથી ત્યાં રહેલી તમામ વસ્તુઓનું સ્પષ્ટ દર્શન થાય છે. જિનવાણી, જૈનશાસ્ત્રોરૂપી દીપક અજ્ઞાન અને મોહરૂપી અંધકારથી ભરેલા આ લોકમાં સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન કરાવે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ શું ? તેને આવરણ કરનારા ક્લિષ્ટકર્મોનું સ્વરૂપ શું ? તે કર્મોદ્વારા જીવો નરક નિગોદના કેવા દુઃખો પામે છે ? વળી તેનાથી મુક્ત થવાના ઉપાય પણ બતાવ્યા છે. આવા પંચમ દુઃષમકાળમાં આવી પરમોત્કૃષ્ટ જિનવાણીનો યોગ મળવો દુર્લભ છે. છતાં તે કંઈક સુલભતાથી મળ્યો છે. તે સૂક્ષ્મબોધવાળા જીવોને સમજાય છે. પુનઃ વેદ્યસંવેદ્યપદનું માહાત્મ્ય બતાવે છે. સૂક્ષ્મબોધ સહિતના આ પદમાં જીવના પરિણામ વિવેકયુક્ત હોય છે. તે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન કે પરિગ્રહની મૂર્છા અર્થાત અઢાર પાપસ્થાનકોનું પ્રાયે સેવન કરતો નથી. સંસારમાં છે ત્યારે તેને કોઈ પ્રવૃત્તિ કરવી પડે તો તે દરેક કાર્યો કંપતા હૃદયે કરે છે. તેને દૃષ્ટાંતથી સમજાવે છે કે તપેલા લોઢાના ગોળા પર જાણીને પગ મૂકતો નથી. પરંતુ જયારે અનિવાર્ય બને ત્યારે પરવશતાથી યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૩૧ દીપ્રાદષ્ટિ Page #237 -------------------------------------------------------------------------- ________________ પગ મૂકવો પડે તો મનમાં ધ્રૂજારી છૂટે છે. તપ્ત ગોળા પર પગ મૂકતા દુઃખ અનુભવે છે. ત્યાંથી જલ્દી છૂટાય તેમ ઈચ્છે છે. પગને ઉઠાવીને ઠંડકમાં મૂકવા પ્રયત્ન કરે છે. તેવી રીતે આ પદ અને બોધવાળો જીવ પૂર્વે બાંધેલા કર્મોના ઉદય વખતે પાપપ્રવૃત્તિ કરવી પડે તો રાચીને કરતો નથી. મનમાં મૂંઝાય છે. શરીર પણ ધ્રૂજી જાય છે. દુઃખી થાય છે. તે પાપકાર્યથી છૂટવા તલસે છે. અને શીઘ્રતાએ તે પાપકાર્યથી નિવૃત્ત થાય છે. “તે પદ ગ્રંથિ વિભેદ થીજી, છેલ્લી પાપ પ્રવૃત્તિ, તપ્તલોહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ. એહ થકી વિપરીત છેજી, પદ તે અવેધસંવેધજી. ભવાભિનંદી જીવને જી, તે હોય વજા અભેદ.'' ઉ. શ્રી યશોવિજયજી. સજઝાય જે જીવોએ ગ્રંથિભેદ કર્યો નથી તેવા જીવો આત્મિકસુખ પામતા નથી. તે હજી યથાર્થબોધ પામ્યા નથી. ભ્રમિત થઈને પાંચે ઈન્દ્રિયોના ક્ષણિક સુખમાં રાચે છે, તે ભવરોગી ભવાભિનંદી જીવો પોતે જ પોતાના દુશ્મન બને છે. કર્મવર્ગણા વગર આમંત્રણે જીવને વળગતી નથી. જીવનો દોષ એ છે તે સ્વને ભૂલી પરમાં સુખ શોધે છે. મૃગલા જેમ મૃગજળ પાછળ દોડીને પણ તરસ્યા જ રહે છે કારણકે તે જળ નથી પણ જળનો ચળકાટ જ છે. મૃગને એક મૃગજળ હોય છે. આ ભવાભિનંદી જીવને તો કેટલા મૃગજળ ? નવ બાહ્ય પરિગ્રહો અને ચૌદ અત્યંતર પરિગ્રહ, તે ઉપરાંત વિષય, કષાય, સંજ્ઞાબળ અનેક મૃગજળમાં સુખ શોધતો દુઃખી થાય છે. આમ જીવ ભ્રમિત થઈને ભટકે છે. - દુષમ પંચમકાળમાં તરવાના ધર્મસાધન મળવા છતાં ભવાભિનંદી જીવો હ૨ણા જેમ શ્રવણના સુખ માટે મીઠા સૂરમાં લલચાઈ શિકારીથી ફસાય છે, તેને કોઈ છોડાવી શક્યું નથી. દુઃખની પરંપરા સર્જાય છે. મૃગલા કે હરણા પાસે માનવ જેવી વિચારશક્તિ નથી. માનવ પાસે અદ્ભૂત વિચાર શક્તિ છતાં વિષયોની જાળમાં ફસાય છે. આવી મોહજાળથી છૂટવા સંતોનો સમાગમ અને સત્શાસ્ત્ર શ્રવણ દ્વારા આત્મબોધ એ ઉપાય છે. વેદ્યસંવેદ્યપદ પાંચમી દૃષ્ટિમાં હોય છે. પરંતુ ચોથી દીપ્રાદેષ્ટિવાળા જીવનું મિથ્યાત્વ ઘણું મંદ પડી જવાથી તે આ પદની નજીક આવતો જાય છે. જો કે હજી મિથ્યાત્વની હાજરી હોવાથી પડવાના અનેક સ્થાનો છે. છતાં યોગદૃષ્ટિને કારણે અવેધસંવેદ્ય-મિથ્યાત્વને દૂર કરવું સરળ થાય છે. પરંતુ ચોથી દૃષ્ટિ સુધી વેદ્યસંવેદ્યની પ્રાપ્તિ થતી નથી. જેમ ચોમાસાની વર્ષાઋતુને બદલે ગ્રીષ્મઋતુમાં બીજ વાવવાથી બળી જાય છે. વળી સડી યોગષ્ટિ સમુચ્ચય ૨૩૨ દીપ્રાદેષ્ટિ Page #238 -------------------------------------------------------------------------- ________________ ગયેલું બીજ ઉગતું નથી. ઉખર ભૂમિમાં બીજ ઉગતું નથી તેમ અહીં બીજાધાન થતું નથી. ગ્રંથકાર જણાવે છે કે કાળ અયોગ્ય હોય, પાત્ર અયોગ્ય હોય, ભૂમિ અયોગ્ય હોય તો ફળ પ્રાપ્તિ થતી નથી. તેમ ઓઘદૃષ્ટિવાળા માટે બીજાધાન અયોગ્ય કાળ છે. દુર્ભવ્ય કે અભવ્ય જીવો પાત્ર તરીકે અયોગ્ય છે. પ્રથમ ત્રણ દૃષ્ટિવાળા જીવોની ભૂમિકા નથી એટલે ઉખરભૂમિમાં બીજ ન ઉગે તેમ આ જીવોમાં બીજાધાન થતું નથી. ચોથી દૃષ્ટિવાળાનું મિથ્યાત્વ અતિમંદ થવાથી કંઈક ભૂમિકા થઈ છે. તે વિશેષ પ્રયત્ન દ્વારા સત્સંગ અને આગમશ્રવણ દ્વારા આગળની દશામાં વેદસંવેદ્યપદને પામી શકે છે. આ ચાર દૃષ્ટિ પ્રતિપાતયુક્ત છે. આ દષ્ટિઓ યોગમાર્ગની છે, છતાં મિથ્યાત્વની અસર હોવાથી અધ્યાત્મ માર્ગથી પતન થવાનો સંભવ છે. મિથ્યાત્વ ભયાનક પરિણામ છે. જીવમાં વિપરીત બુદ્ધિ પેદા કરે છે. પરમાર્થનો વિવક નથી. આ જીવો ભવાભિનંદી છે. મિથ્યાત્વના કારણે કેટલાક દોષોનું સેવન કરે છે. તે દોષો આ પ્રમાણે છે. મિથ્યાત્વની ભયંકરતા સમજાવવા તેનું નિરૂપણ કર્યું છે. ક્ષુદ્ર : અસાર એવા સાંસારિક ભોગસુખોમાં મગ્ન હોય છે. લાભરતિ : પૌલિક વસ્તુઓ અને તે દ્વારા સુખ મેળવવામાં તેને આનંદ આવે છે. ધર્મની પ્રવૃત્તિ પણ એવા હેતુથી કરે છે. તુચ્છ સુખનો લાભ મેળવવાનો આનંદ. દીનઃ ભૌતિક સુખનો આકાંક્ષી હોવાથી તેના અભાવે દીન દુઃખી બની જાય છે. મત્સર : અરૂચિ, અનાદર, આત્મિક ગુણો પ્રત્યે અભાવ. ભયભીત : વિવેકહીનતાને કારણે અકાર્ય કરી ભય પામનારો, પણ અકાર્ય ત્યજે નહિ. માયાવીઃ અજ્ઞાનવશ આત્મિક સુખથી વંચિત થઈ પોતાને જ ઠગનારો. મૂર્ખ : હિતાહિતના વિચાર વગરનો. સંસારરસિક : સંસારના કોઈ પદાર્થોમાં સુખ આપવાની તાકાત નથી છતાં નિરંતર પાણી વલોવી તેલ મેળવવા પ્રયત્ન કરનારાની જેમ જીવનભર સંસારના સુખ માટે પ્રયત્ન કરનારો. કદાચિત તેને કોઈ સદ્ગુરુનો મેળાપ થાય અને ધર્મનો બોધ આપે ત્યારે પણ સાંસારિક સુખનો અભિલાષી પદ્ગલિક સુખને ઈચ્છે છે. અજ્ઞાનવશ જન્મને વ્યર્થ ગુમાવે છે. મિથ્યાત્વની ભયાનકતા ઘણી વિસ્તૃત છે. ધર્મમાં અધર્મ જોવો. હિંસામાં યોગદષ્ટિ સમુચ્ચય - ૨૩૩ દીપ્રાદેષ્ટિ Page #239 -------------------------------------------------------------------------- ________________ અહિસા માનવી. આવા ભ્રમને સેવનારો પોતાની માન્યતા સાચી સિદ્ધ કરવા કુતર્કો કરે છે. સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં શંકા-કુતર્કો કરે છે. જેમકે ચોથા આરામાં વિજળીના મોટા દીવા ન હતા તેથી રાત્રી ભોજનનો ત્યાગ કહ્યો હશે. ભાઈ ! સર્વજ્ઞને ત્રણે કાળનું જ્ઞાન હોય છે. પાંચસો વર્ષ પહેલા બટાટા હતા નહિ તો પછી તેમાં પાપ ગણી આહારનો નિષેધ કેમ કર્યો છે? ભાઈ ! સર્વજ્ઞ પરમાત્માએ કંદમૂળ માત્રનો ત્યાગ કહ્યો છે. તેમાં પાંચસો વર્ષની ગણત્રી ન હોય પણ ત્રિકાળની ગણત્રી હોય અને જેને કંદમૂળની વ્યાખ્યા લાગુ પડે તે બધા બટાટા કે ખટાટા કંદમૂળ જ કહેવાય. કોઈ મતવાળા કહેશે આત્મા એકાંતે શુદ્ધ છે, કોઈ કહેશે આત્મા ફૂટસ્થ નિત્ય છે. એક કહેશે દેહ જ આત્મા છે. સર્વજ્ઞ પરમાત્મા અનેકાંતધર્મનો બોધ આપે છે. આત્મા શુદ્ધાશુદ્ધ, નિત્યાનિત્ય છે. સ્વભાવે શુદ્ધ અને નિત્ય છે. વિભાવ દશામાં અશુદ્ધ અને અનિત્ય છે. દેહ જ આત્મા હોય તો દેહ નિર્જીવ થઈને પડયો રહે અને કોઈ તત્ત્વ જતું રહે તે દર્શાર્વે છે દેહ જ આત્મા હોય તો આવું ન બને. - મિથ્યાષ્ટિ જીવોમાં ઘણા દોષો સાથે એક દુષ્ટ દોષ કુતર્ક છે. જેમાં દુરાગ્રહનું લક્ષણ મુખ્ય છે. પોતે માન્યું તે જ સાચું. કોઈવાર તેવા જીવો સર્વજ્ઞના જ્ઞાન કરતા પોતાને દોઢડાહ્યા માને છે. આવા કુતર્ક-દોષ આત્માના ભાવશત્રુ છે. બહારનો શત્રુ તો કંઈક કારણથી ઓળખાય પણ આ શત્રુને કળવો કઠણ છે. આત્માના પારમાર્થિક વિકાસને રૂંધનાર, અહિત કરનાર છે. શાસ્ત્રકારે તેને વિષમગ્રહ કહ્યો છે. નવગ્રહથી વિશેષ કષ્ટદાયક જેમ પરિગ્રહ છે. તેમ કુતર્ક વિષમગ્રહ છે. ખોટું છે તેમ જાણવા છતાં કદાગ્રહ, કુતર્ક છૂટે નહિ. નવગ્રહના નડતર થંચિત મંત્રાદિથી દૂર થાય પણ આ કુતનો વિષમગ્રહ તો તેનાથી પણ દારૂણ છે. છતાં વેધસંવેધપદથી તે દૂર થાય છે. અર્થાત્ સમ્યગુજ્ઞાન માત્ર ઉપાય છે. સર્વજ્ઞની વાણીમાં શ્રદ્ધા છે તે શંકા કરી સમાધાન શોધે પણ શ્રદ્ધહીન તર્ક-કુતર્ક કરી સમયને વ્યર્થ ગુમાવે છે. ભૂખ લાગી છે, ભોજન તૈયાર છે, થાળીમાં વસ્તુ મૂકી છે. હવે તું તર્ક કરે આ વસ્તુનું મૂળ શું, કયા દેશની છે, કેવી રીતે બની અથવા એ શકય નથી વગેરે, કુતર્કથી તારું પેટ ભરાવાનું નથી. મા બાળકને આહાર આપે બાળક શ્રદ્ધાથી ગ્રહણ કરે છે. તેમ સર્વજ્ઞની વાણી વાત્સલ્યપૂર્ણ હિતકારી છે. તેને ગ્રહણ કરી કુતર્કનો ત્યાગ કરી સમયનો ઉપયોગ કરી લે. યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ ૨ ૩૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ જેને સંસારમાં રહેવું છે અને ધર્મ કહેવરાવવું છે તેનો કુતર્ક એવો હોય છે કે સંસારનો ત્યાગ કરી સાધુ થવાને બદલે સંસારમાં રહી પરોપકારના કામ કરીએ તે સારું. કુમારપાળ મહારાજ, વસ્તુપાળ, તેજપાળ જેવાએ સંસારમાં રહીને કાર્ય કર્યું. તેમના નામ અમર થયા. અરે ભાઈ ! ક્યાં રાજાભોજ અને ક્યાં ગાંગો તેલી ? જીવને કુમારપાળ, વસ્તુપાળ કે તેજપાળ થવું પરવડે એવું છે ? ગુરુને સમર્પણ થઈને કુમારપાળ થવું તને પરવડશે? વસ્તુપાળ તેજપાળની જેમ લક્ષમીનો નિર્ચાજ કોઈ અપેક્ષા વગર સદ્વ્યય ક્રવાના ભાવ થશે? વળી તેમના અંતરનો પોકાર હતો કે જૈનશાસનમાં જગ્યા પણ ભીક્ષાધર્મ સ્વીકારી ન શક્યા. અમે સુખી છીએ તેમ માનતા ન હતા. બાહ્મચારિત્ર ન લઈએ અને ભાવચારિત્રામાં રહીએ તો, અર્થાત દ્રવ્યલિંગ ન લઈએ અને ભાવલિંગી થઈએ તો આત્મકલ્યાણ ન થાય ? સાચું ભાવચારિત્ર પ્રાયે સાતમા ગુણસ્થાનકે હોય, તેની ઉત્કૃષ્ટતા શ્રેણિમાં હોય, શ્રેણિ કેટલા કાળની હોય? અંતર્મુહુર્ત સમજો કે પાંચ પંદર મિનિટ. જીવ પોતાને ભાવલિંગી માને તો વિચારવું કે કેટલા વરસથી તું એ સ્થાને છે. આવી પોકળ વાતો કરી ભ્રમમાં રહીને અને અન્યને પણ રવાડે ચઢાવી સંસારવૃદ્ધિ શા માટે કરે છે ! વળી દ્રવ્યલિંગ હોય તેને ભાવલિંગ હોય કે ન હોય પણ ભાવલિંગીને તો દ્રવ્યલિંગ હોય જ. ભરત ચક્રવર્તીને અરીસાભવનમાં પૂર્ણ વૈરાગ્યભાવના પ્રગટી, દેહ પરના પરિધાન ત્યાગ કર્યા. કેવળજ્ઞાન પ્રગટ્યું પછી કેટલો કાળ તે સ્થળે રહ્યા? ભાઈ તને સ્મશાનમાં સ્વજનને અગ્નિ મૂકતા કે સામાયિક કરતાં પણ કેટલો વૈરાગ્ય આવે છે ? પછી તું સંસારમાં રહીને શું આત્મકલ્યાણ કરવાનો છું? આવી રીતે મનને છેતર્યા વગર સીધો જ સર્વજ્ઞએ ઉપદેશ કરેલા માર્ગે ચાલવા માંડે તો તારું કલ્યાણ છે. વાસ્તવમાં તર્ક કે કુતર્કથી કોઈ નિવેડો નથી. આગમજ્ઞાનને પ્રમાણ જાણી વ્યર્થ પરિશ્રમ ન કરવો. અવેદ્યસંવેદ્યપદ, મિથ્યાત્વનું પ્રાબલ્ય જીવને કુતર્ક અને બીજા પણ ઘણા દોષો ઘેરી લે છે. આગળ જણાવ્યું છે તેમ સજઝાયમાં પણ કહ્યું છે કે, “લોભી પણ દયામણો જી, માયી મચ્છર (મત્સર) ઠાણ, ભવાભિનંદી ભય ભયો જી, અફલ આરંભ અયાણ. મન. એવા અગુણવંતનું જી, પદ છે અવેધ કઠોર, સાધુસંગ આગમ તણો છે, તે જીત્યો ધુરંધોર. તે જીતે સહેજે ટળે જી, વિષમ કુતર્ક પ્રકાર દૂર નિકટ હાથી હણે જી, જિમ એ બઠર વિચાર.” -આ. દ. સઝાય, ઉ. શ્રી યશોવિજયજી. યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ ૨૩૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ અગુણવંત, અવેદ્યસંવેદ્ય વસ્તુને જેમ છે તેમ ન સમજતા, વિપરીત સમજે, જાણે એમ જ શ્રદ્ધા કરે. માર્ગે જતાં ખાડો આવે તો કાળજીથી ઉલ્લંઘી જવાય પણ અંદર પડીને માપ કાઢે તે મૂર્ખ બઠર કહેવાય. તેમ વળી માર્ગે જતાં તોફાની હાથી દોડતો આવે ત્યારે બાજુએ ખસી જવાનું હોય પણ હાથી નજીક આવે ત્યારે પણ તર્ક કરે કે હાથી નજીક રહેલાને મારશે કે અડેલાને મારશે કે દૂર રહેલાને મારશે? આવા કૃતર્કની જેમ જ ભવાભિનંદી ગુરુગમે, શાસ્ત્રગમે આરાધના કરવાને બદલે મતિકલ્પના વડે જ્ઞાનીજનોના બોધને અવગણે, હાંસી કરે. તત્ત્વ સભર જ્ઞાનને ગીતાર્થજનોના બોધ વડે સમજવાને બદલે આ તો જૂના કાળની વાત છે આપણે કાળ પ્રમાણે ધર્મ કરવો જોઈએ. આવા કદાગ્રહ વડે તે જીવો શાંતિ પામતા નથી. દયા ધર્મનું મૂળ છે તો પછી સત્પાત્રને જ વિશેષ માનવામાં આવે છે અને બીજા દયાદાનાદિની ગૌણતા કેમ થાય છે? સત્પાત્ર એટલે સદેવ-ગુરુ-સંયમીજનોની ભક્તિ, સેવા, વૈયાવચ્ચના કાર્યો ગણવામાં આવે છે. તેની સત્પાત્રતા તેમાંના સંયમી-પવિત્ર જીવનને કારણે છે. તેથી તે સ્થાનોમાં દાનાદિ કાર્યોમાં જીવને સહજ ઉલ્લાસ અને ભાવનાની વૃદ્ધિ થાય છે. વળી જૈનશાસનમાં દીનદુઃખીજનોને અનુકંપાદાન તથા મૂંગા પશુઓના પાલનને પણ સ્થાન છે. અન્ય દર્શનની જેમ ગૌરક્ષા જ માત્ર માનવામાં આવી નથી પણ કીડીના દરથી માંડીને મોટા પ્રાણીઓ સૌનો સમાવેશ કરેલો છે. દયાવાન જીવે વિવેકપૂર્વક કાર્ય કરવું. જે સમયે જે કરવાનું તેનું ઔચિત્ય જાળવવું. જીવને ધર્મ સમજવો છે પણ શાસ્ત્રાદિ જ્ઞાનના અભાવે શંકા થાય તો તે શ્રુતજ્ઞાન દ્વારા ગુરુગને શીયલ અને સમાધિમાં તેનો ઉપાય શોધવો. શ્રુત આગમાદિ શાસ્ત્રોનો ગુરુગમે અભ્યાસ કરવો. ન સમજાય તો પૃચ્છા કરી સમાધાન મેળવવું. પછી તે તત્ત્વાદિનું એકાંતે મનન ચિંતન કરવું. જેમ જેમ તેમાં કુશાગ્ર બનતો જાય તેમ ગુરુ આજ્ઞા મળે અન્યને પણ ભણાવવા. વળી તે શાસ્ત્રો, જ્ઞાનીજનો અને શાસ્ત્રના સાધનોનું અંતરમાં બહુમાન રાખવાથી જ્ઞાનનો ક્ષયોપશમ સહજ પ્રગટે છે. કારણકે જ્ઞાન એ તો આત્માનો અભેદ ગુણ છે. તે આવરણ પામ્યો હતો. વિવેક વડે તે આવરણ ટળવાથી જ્ઞાન સ્વયં પ્રગટ થાય છે. જ્ઞાનમાર્ગે પણ અપૂર્ણદશામાં પડવાના ઘણા સ્થાનકો છે. માટે ગુરુજનોની નિશ્રામાં શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવું. - શીલ ગુણ. સાચો સાધક કુતર્કને ત્યજી દે છે, ત્યારે તેનામાં ગુણો યોગદષ્ટિ સમુચ્ચય ૨૩૬ દીપ્રાદેષ્ટિ Page #242 -------------------------------------------------------------------------- ________________ સહેજે પ્રગટે છે. ક્ષમાદિ, દયા, શાંતિ, ઉદારતા જેવા ગુણો આત્મસાત્ થાય છે. વળી તેને ગુણવાનો, જ્ઞાનીજનો પ્રત્યે અંતરનો આદર થાય છે. - સમાધિ : સમભાવ, કુતર્ક શમી જવાથી જીવની અંતરની મલિનતા દૂર થાય છે. તેમાં પણ સમાધિરૂપ ધ્યાનીનું અંતર નિર્મળ હોવાથી તે સર્વ પ્રત્યે સમદષ્ટિ હોય છે. તેને કારણે તેઓ હંમેશા પરોપકારવૃત્તિવાળા હોય છે. પોતાને મળેલા રત્નત્રય જેવા ગુણોનું જ્ઞાન અન્યને આપવા સર્વદા તત્પર હોય છે. કેવળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી. ચૌદપૂર્વી પણ પ્રમાદે ભવભ્રમણ પામ્યા છે. તો પછી મોહનીયકર્મના ઉદયયુક્ત જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તો મહાબાધક છે તે જીવને મોહનીયકર્મ એવું મૂંઝવે છે કે અનુભવ રહિત જ્ઞાન છતાં તેને જ્ઞાનનો ભ્રમ પેદા થાય છે. તે અનંત સંસારનું કારણ બને છે. આગમ શાસ્ત્રોમાં પદાર્થોના અનેક ભેદો, સૂક્ષ્મતા, અતીન્દ્રિયજ્ઞાનના વિષયો ગહન છે તે તારા ખોબા જેટલા જ્ઞાનમાં કેમ આવે ? જ્ઞાન સ્વયં શુદ્ધ છે પરંતુ મોહનીયના ઉદયમાં તે જ્ઞાન અજ્ઞાનરૂપે હોય છે. જે કર્મબંધનું કારણ બને છે. આટલા દહેરાસરો બાંધવા કરતાં ગરીબોને સહાય કરો, હોસ્પીટલો બાંધો, ગરીબોના ઘર બાંધો. આ બધી સામાજિક જરૂરી વ્યવસ્થા છે. પણ તેને ઉત્તમ તત્ત્વો સાથે સરખામણી કરી તર્કબદ્ધ થવું તે અહિતકારી છે. દહેરાસરમાં પ્રભુદર્શન કરવાથી તારા દોષો ક્ષય થવા સંભવ છે, જેથી કર્મબંધ પણ થવાનો નથી, જેને કારણે અશાતા જેવા કર્મો પણ ભોગવવા નહિ પડે. છતાં એમ કર તને સામાજિક વ્યવસ્થામાં (સેવામાં) રસ છે ને ? તું એ કાર્ય કરીને શાંતિ મેળવી જો. પોકળ વાતો ન કર. સામાજિક વ્યવસ્થાઓ જરૂરી છે, તેનું તે રીતે સ્થાન છે. ધાર્મિક સ્થાનોનું માહાભ્ય પારમાર્થિક છે. તેનો લાભ પણ પારમાર્થિક છે. આમ કુતર્કથી લાભ નથી તેમ સાંભળ્યા પછી એમ નથી માનવાનું કે સુતર્ક-પૃછના કરવી જ નહિ અને શ્રદ્ધાથી માની લેવું. યુક્તિથી સમજવા જેવા તત્ત્વોને યુક્તિથી સમજવા જોઈએ અને ગુરુજનોએ તે રીતે સમજાવવા જોઈએ. બોધ ગ્રહણ કરવાવાળા સાધકને શ્રદ્ધાથી ન સમજાય તો બુદ્ધિથી સમજાવી દઢતા કરાવવી. તેને બુદ્ધિથી સમજાય પછી શ્રદ્ધા વધુ દૃઢ થાય છે. જો કે સદ્ગુરુ કે પ્રાજ્ઞ પંડિતો અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે કેવળ તર્કનો આશ્રય લેતા નથી પણ આગમનો આશ્રય લે છે. માટે કતકનો કદાગ્રહ ત્યજી (આગમ) શ્રત, શીલ (ગુણો) અને સમાધિ માટે પ્રયત્ન કરવો. યોગદષ્ટિ સમુચ્ચય ૨૩૭ દીપ્રાદેષ્ટિ Page #243 -------------------------------------------------------------------------- ________________ પાપ નહી કોઈ ઉસૂત્ર ભાષણ જિસ્યો, ધર્મ નહિ કોઈ જગ સૂઝ સાચો; સૂગ અનુસાર જે ભવિક ક્રિયા કરે તેમનું શુદ્ધ ચારિ પરીખો'' -શ્રી અનંતનાથ સ્તવન, શ્રી આનંદધનજી વસ્તુપાલ-તેજપાલે કે પૂર્વના જગડુશા જેવા શ્રાવકોએ વાવ કૂવા તળાવ ખોદાવ્યા, દુષ્કાળ વખતે પોતાના કોઠારો ભંડારો ખૂલ્લા મૂકી દીધા, તેમાં જેન કે જેનેતરનો ભેદ ન હતો. દાનશાળાઓ ખોલી, મુસલમાનોને તેમની જરૂરિયાત માટે મજીદ બાંધી આપી, તે બધા હેતુ પાછળ સહુનો જૈનધર્મ પ્રત્યે આદર રહે, જૈન ધર્મસ્થાનોના રક્ષણમાં સહાયક થાય. વળી જો જૈન શ્રીમંતો ભેદ વગર આવા કાર્યો ન કરે તો અન્ય જનોને જૈનધર્મ પ્રત્યે અભાવ થાય. તે માટે તે સમયના શ્રીમંતો ઉદારતાથી સમયોચિત એવા કાર્યો કરતા. તેમના હૈયામાં કરૂણા હતી. તેથી દ્રવ્યદયા અને ભાવદયા બંનેનું પાલન વિવેકપૂર્વક કરતા. જો કે એવા સામાજિક કાર્યોને ધાર્મિક કાર્યો ગણવામાં આવતા નથી. તે અનુકંપાદિ કાર્યોમાં નિઃસ્વાર્થતા અને વિવેક હોય તો તે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. જે શુદ્ધધર્મનું નિમિત્ત બનતા તે પરંપરાએ મુક્તિનું કારણ બને છે. આમ સર્વ પ્રકારે જોતાં કુતર્કથી કંઈ લાભ નથી માટે વિવેકીજનો પ્રાજ્ઞ પુરૂષોની, આગમ શાસ્ત્રોની, આપ્તપુરૂષની વાણી માન્ય કરે છે. અતીન્દ્રિય પદાર્થો ઈન્દ્રિયગોચર થવા યોગ્ય નથી ત્યાં બુદ્ધિ કે તર્કનું પ્રયોજન નથી. તે માત્ર આગમ શાસ્ત્રોથી સમજી શકાય છે. યથાર્થ જાણે અને યથાર્થ જ કહે તે આપ્ત છે, અને તેવા આખપુરૂષના વચનોથી થયેલો બોધ તે આગમ પ્રમાણ છે. આથી વિશેષ કરીને આ કાળમાં જિન પ્રતિમાની જેમ જિન આપ્તવાણી જ ઉપકારી છે. સર્વજ્ઞ કોને કહેવા ? રાગાદિ સર્વદોષ રહિત, સર્વગુણ સંપન્ન ત્રિકાળજ્ઞાની, સર્વદ્રવ્યાદિ ભાવોના પૂર્ણ જ્ઞાતા તે સાચા સર્વજ્ઞ વીતરાગ છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ચાર ઘાતિર્મનો નાશ કર્યો છે, ત્રણેલોક્ત ત્રણેકાળનું, દ્રવ્ય, ગુણ અને સર્વ પર્યાયનું યુપદ જ્ઞાન જે ધરાવે છે તે પારમાર્થિક સર્વજ્ઞ સર્વદશ વીતરાગ છે. નિશ્ચયથી જેની નિરંતર સ્વરૂપ રમણતા, શુદ્ધ અખંડ જ્ઞાનધાર છે તે સર્વજ્ઞ વીતરાગ છે. જગતમાં કોઈ સર્વજ્ઞ હશે અથવા કુલાચારથી માનવું તે સર્વજ્ઞની શ્રદ્ધા ન કહેવાય. પરંતુ યથાશક્તિ તેમની આજ્ઞાનું કોઈ આકાંક્ષારહિત, બહુમાનપૂર્વક પાલન કરવું અને હેય ઉપાદેયતાની વિવેકપૂર્વક પ્રવૃત્તિ યોગદષ્ટિ સમુચ્ચય ૨૩૮ દીપ્રાદેષ્ટિ Page #244 -------------------------------------------------------------------------- ________________ કરવી તે સર્વજ્ઞની સાચી શ્રદ્ધા છે. તેમના પ્રરૂપેલા લોકોત્તર ધર્મ કરનારા અલ્પ સંખ્યામાં હોય તો પણ તે શુદ્ધધર્મનો માર્ગ છે. “ચિત્ત પ્રસન્ન રે પૂંજન ફળ ક્યું રે, પૂજા અખંડિત એહ, ક્પટ રહિત થઈ આતમ અપણારે આનંદઘન પદ રેહ.’’ -શ્રી ઋષભજિન સ્તવન. શ્રી આનંજઘનજી, સર્વજ્ઞની દેશના અવ—-ફળવાળી હોય છે. તેઓની દેશનાના શ્રવણથી ભવ્ય જીવોમાંથી કોઈ સર્વવિરતિ, દેશિવરતિ કે કોઈ જીવો સમ્યક્ત્વ પામે છે. છેવટે કોઈ બોધિબીજ (પ્રાથમિક યોગબીજ) પામે છે. એ પ્રમાણે તેઓની દેશના મોક્ષના ફળને આપનારી છે. સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માની દેશના અનેક સર્વ નયોના સમૂહાત્મક હોવા છતાં એક જ છે. શ્રોતાની યોગ્યતા પ્રમાણે તથા દ્રવ્ય ક્ષેત્રાદિના યોગવાળા જીવો જે રીતે ધર્મબોધ પામે તે રીતે તત્કાલીન નયને મુખ્ય રાખી દેશના આપી હોય તો પણ તે અનેકાંત દૃષ્ટિયુક્ત હોય છે. તીર્થંકર પરમાત્માના બોધવડે ગણધરભગવાનોએ રચેલી દ્વાદશાંગી સમુદ્રસમાન છે. તેમાં કોઈ દર્શનની એકાંતપક્ષી પ્રરૂપણા પણ સમાઈ જાય છે, જેમકે એક પક્ષ આત્માને કેવળ નિત્ય માને તો તે વાત દ્વાદશાંગીમાં એક નયે સમાઈ જાય છે. અને સર્વજ્ઞ તેની સામે અનિત્યનો બોધ આપી શ્રોતાની કે પ્રરૂપકની એક બાજુ ઢળેલી બુદ્ધિ-માન્યતાને બીજી બાજુના જ્ઞાનથી સંસ્કારિત કરે છે. આ અનેકાંત દૃષ્ટિનું માહાત્મ્ય છે. આ રીતે સર્વજ્ઞ પરમાત્માએ કોઈ દર્શનકારોને હીણા કહ્યા નથી, પરંતુ તેમાં ખૂટતું તત્ત્વ જોડી આપીને તેમના પક્ષને ઉદાર બનાવ્યો છે. એ જ નિર્દોષ સર્વજ્ઞતા છે. પૂર્ણજ્ઞાનનું માહાત્મ્ય અને સાક્ષાત્કાર છે. ગ્રંથકાર પ્રકાશે છે કે શ્રી પાતંજલ ઋષિ તેમના શાસ્ત્રમાં કહે છે કે “આગમ દ્વારા, અનુમાન દ્વારા અને યોગાભ્યાસના રસ દ્વારા પોતાની બુદ્ધિનું યુંજન (જોડાણ) કરનારા આત્માઓને પરમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે’’ પરમ તત્ત્વની પ્રાપ્તિના આ ત્રણ ઉપાયો છે. (૧) આગમ-આપ્ત વચન ઃ જેઓએ ઉત્તમ તત્ત્વ (આત્માદિ) સાક્ષાત્ જોયું. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સંપૂર્ણપણે, યથાર્થપણે જાણ્યું, માણ્યું, અનુભવ્યું, એવા સાક્ષાત્ દૃષ્ટા, સર્વથા નિર્દોષ અને સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા છે. તેમના શ્રીમુખે પ્રકાશિત થયેલી વાણી તે આગમ વચન છે. છદ્મસ્થ આત્માઓ સાવરણ હોવાથી અતીન્દ્રિય પદાર્થોને સાક્ષાત્ જાણી કે જોઈ શકતા નથી તેઓને માટે આગમ વચન ઉત્તમ છે. માટે સર્વ તર્ક ત્યજીને પોતાની અલ્પમતિને આપ્તવચનમાં જોડવી. જયાં જયાં આપણી મંદતિ છે ત્યાં જેઓ યોગદિષ્ટ સમુચ્ચય દીપ્રાદષ્ટિ ૨૩૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણતા પામ્યા છે તેમને અનુસરવું તે હિતકારી, પરમ શ્રેષ્ઠ માર્ગ છે. (૨) અનુમાન : સાધન અને સાધ્યને યુક્તિપૂર્વક સમજવા તે અનુમાન છે. જેમ મોક્ષ એ સાધ્ય છે, અને સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર સાધન છે. છદ્મસ્થ આત્માઓ આ સાધ્ય કે સાધનને અનુભવથી કે શાસ્ત્રબોધ વડે અનુમાન કરી સાધનાને સ્વીકારી સાધન વડે સાધ્યસિદ્ધિ કરે છે. એ રીતે અતીન્દ્રિય પદાર્થો અનુમાન કે શ્રદ્ધાગમ્ય બને છે. તે બીજો ઉપાય છે. (૩) યોગાભ્યાસ રસ : અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનનો અને ઉત્તમતત્ત્વની પ્રાપ્તિનો ત્રીજો ઉપાય યોગ-ધાર્મિક અનુષ્ઠાનોમાં ચિત્તને વારંવાર જોડવું (યોગાભ્યાસ). ક્ષમાદિ ધર્મોનું વારંવાર સેવન કરવું. જીવનમાં તે તે અનુષ્ઠાનોનો સાક્ષાત્કાર કરવાનો જે રસ (આનંદ) વડે ઉત્તમ તત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. આવા યોગનો વારંવાર અભ્યાસ કરવાથી ક્રમે ક્રમે જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનો અધિક અધિક ક્ષયોપશમ થાય છે. અને વીર્યાન્તરાયકર્મ ક્ષીણ થતું જાય છે. તેમાં કયારેક લબ્ધિઓ પ્રગટ થાય છે. સવિશેષ પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થાય છે. છદ્મસ્થનું જ્ઞાન અપૂર્ણ હોય છે. તેણે સર્વજ્ઞની દેશના માટે વિરોધ કે તર્ક ન કરવા. તેમ કરવાથી સંસારની વૃદ્ધિ થાય છે. સર્વજ્ઞની વાણી નિર્દોષ હોય છે. સંસારનું સ્વરૂપ જેવું જાણ્યું, અનુભવ્યું તેવું જ જણાવે છે. શ્રોતાજનો પોતપોતાની યોગ્યતા પ્રમાણે બોધ ગ્રહણ કરે છે. મોક્ષનો માર્ગ તો એક જ છે. દોષક્ષય-ઉત્થાન : એટલે સ્ખલના, ક્ષોભ, રૂકાવટ. યોગદશામાંથી મનનું ઉઠી જવું. યોગદૃષ્ટિમાં ઉત્તરોત્તર દોષક્ષય થાય છે. મિથ્યાત્વના ઉદયે અપ્રશસ્ત કષાયોમાં રૂચિપૂર્વક પ્રવૃત્તિ કરવી કે આચરણ કરવું તે ઉત્થાનદોષ છે. જે આરાધનામાં રૂકાવટ કરે છે. યદ્યપિ ત્રીજી દૃષ્ટિમાં ભોગમાં અનાસક્ત થયો છે, ઉપાદેયતા નષ્ટ થઈ છે તેથી આરાધનામાં સંભવતઃ વિક્ષેપ થતો નથી. છતાં સૂક્ષ્મબોધના અભાવે સૂક્ષ્મકષાયો જણાતા નથી. તેથી ઉપાદેયતા આવી જાય તો તે ઉત્થાનદોષ છે. જેમ બ્રાહ્મી સુંદરી પૂર્વજન્મમાં વૈયાવચ્ચ જેવા કાર્યમાં માયા કરતા હતા છતાં સૂક્ષ્મબોધના અભાવે તે સૂક્ષ્મદોષને જાણતા ન હતા તેથી સ્ત્રીવેદનું કર્મ બંધાયું. વળી જીવ અનાદિના પૌદ્ગલિક પદાર્થોમાં રાગ, દ્વેષ, હર્ષ, શોક કરવામાં અભ્યસ્ત છે. અને અધ્યાત્મમાર્ગથી અનઅભ્યસ્ત છે. પરપદાર્થોમાં હર્ષાદિ કરવા તેના કરતાં પણ તેમાં ઉપાદેયબુદ્ધિ, ભોગ-સુખબુદ્ધિ કરવી તે વધુ ખતરનાક છે. આ દીપ્રાદેષ્ટિમાં ભોગના પદાર્થોમાં હેયબુદ્ધિ હોવાથી આ જીવો નાના દોષોનું સેવન ન થાય તેને માટે જાગૃત છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૪૦ દીપ્રાદેષ્ટિ Page #246 -------------------------------------------------------------------------- ________________ આ દષ્ટિવાળા જીવોમાં ખેદ, ઉદ્વેગ, ક્ષેપ તથા ઉત્થાન જેવા દોષો નષ્ટ થવાથી તેઓ માનસિક સુખશાંતિ અનુભવે છે તેથી તેઓનું ચિત્ત અનુકૂળ, પ્રતિકૂળ સર્વ પરિસ્થિતિમાં ઉપશાંત રહે છે. અર્થાત આ જીવ યોગમાર્ગમાં સ્થિર થયો છે. આગળની ભૂમિકાઓના વિકાસને કારણે હવે તે માર્ગમાં પ્રશાંત રસયુક્ત સ્થિર થયો છે. તેને ઉત્થાનદોષ લાગતો નથી. કથંચિત જ અસ્થિરતા આવી જાય તો પ્રાપ્ત કરેલી સિદ્ધિ હારી જવાય. દોષો પાછા આવે તે માટે સાધક સાવધાન રહે છે. ગુણપ્રાપ્તિ - તત્ત્વ શ્રવણ : દીપ્રાદેષ્ટિમા તત્ત્વના બોધમાં જીવની શ્રદ્ધા વધુ બળવાન બને છે. એક પછી એક આગળની દૃષ્ટિ અન્યોન્ય પૂરક થઈ સાધકને ઉપરની ભૂમિકામાં પ્રવેશ કરાવે છે. ગુણ તત્ત્વના બોધનો જ છે. પ્રથમ દૃષ્ટિથી જ તત્ત્વમાં પ્રવેશ થઈ ચૂકયો છે. તે ક્રમશઃ આ દૃષ્ટિમાં તત્ત્વનું શ્રવણ પરિણમન વાસ્તવિક થાય છે. ઉત્થાનદોષના અભાવથી, પતિત થવાના અભાવથી, ચિત્તમાં પ્રશાંતવાહિતા વહેતી હોવાથી તત્ત્વનું શ્રવણ હૃદયસ્પર્શી બને છે. તત્ત્વના મર્મને સમજે છે. તત્ત્વશ્રવણના બોધથી તે સ્વ-પરનો ભેદ સમજતો થયો છે. પૌગલિક પદાર્થો અને ચૈતન્યસ્વરૂપ-આત્મા ભિન્ન છે. પુદ્ગલકર્મ પુદગલમાં પરિણમન કરે છે. આત્મા સ્વસ્વરૂપમાં પરિણમન કરે છે. એક બીજાનું કાર્ય કરી શકે તેવો અન્યોન્ય સ્વભાવ નથી. આવા બોધથી આ દૃષ્ટિવાળા જીવો આત્મિક સુખ અને પૌલિક સુખનો ભેદ સમજે છે. પુદગલ જડ છે, પરપદાર્થ છે તેનામાં આત્મિક સુખ આપવાની યોગ્યતા જ નથી. ધર્મથીસ્વભાવથી જ સુખ છે, તેવી દઢ શ્રદ્ધાબળે પ્રાણાતે ધર્મને છોડતો નથી. દેહ જતો કરે પણ ધર્મનો ત્યાગ કરતો નથી. કોઈ અભિગ્રહ, તપ કે પચ્ચકખાણ લીધા હોય અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, દેહ રોગાદિથી પીડા પામતો હોય, રાજ્યાદિના સંકટો આવે તો પણ અભિગ્રહ કે તપાદિનો ત્યાગ કરતો નથી, દેહ જતો કરે છે. તે સમજે છે કે દેહ તો આયુષ્યકર્મને આધીન છે. મારા વિચારથી બચવાનો નથી. અને ધર્મનો સંસ્કાર તો મુક્તિ સુધી સાથે રહેવાનો છે માટે ધર્મની રક્ષા માટે પુરૂષાર્થ કરે છે. કથંચિત પ્રમાદ થઈ જાય તો તેને તેનો અતિશય રંજ છે પણ ઉપાદેય બુદ્ધિ થતી નથી. ધર્મ જ ભાવપ્રાણ છે. તેવી સમજથી દેહાદિ દ્રવ્યપ્રાણો વહાલા છતાં તેની ઉપેક્ષા કરે છે. સંસારના દુઃખો દૂર કરવાનું સાધન માત્ર ધર્મ છે તેમ માને છે. “ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંક્ટ પડેજી, જુઓ એ દષ્ટિનો મર્મ. મન.” -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી ww દીપ્રાદેષ્ટિ,00 યોગદષ્ટિ સમરા. Jain Education Interional ૨ ૪૧ www.ja mellorary.org Page #247 -------------------------------------------------------------------------- ________________ જેમ કોઈ સાધકે અટ્ટમ, અઠ્ઠાઈનું પચ્ચખાણ લીધું હોય ને કંઈ અવકળા થાય તો પણ પચ્ચકખાણનો ભંગ કરે નહિ. શરીરમાં રોગાદિ થાય તો આચારની મર્યાદા રાખી ઔષધાદિ કરે, પરંતુ દેહ ખાતર અભક્ષ્યાદિ પદાર્થો ગ્રહણ ન કરે. તત્ત્વશ્રવણના બોધથી તેને દેહ અને આત્માની ભિન્નતાનો બોધ થયો છે. હજી અનુભૂતિ સુધી પહોંચ્યો નથી પણ શ્રદ્ધા બળવાન હોય છે. આ દૃષ્ટિવાળા જીવને સંસાર અને મોક્ષ બંનેનું યથાર્થ ભાન થાય છે. મોક્ષ જ તત્વરૂપ છે. સંસાર અતજ્વરૂપ છે. શાસ્ત્રકાર ખારા અને મીઠા પાણીના તફાવતથી સમજાવે છે. મીઠા પાણીના યોગથી જેવો ધાન્યાદિના બીજનો વિકાસ થાય છે, તેવો ખારા પાણીના યોગથી ધાન્યાદિના બીજનો વિકાસ થતો નથી. તેમ આધ્યાત્મિક ધર્મરૂપ બીજનો વિકાસ તત્ત્વ શ્રવણરૂપ મીઠાપાણી અર્થાત શ્રદ્ધાથી થાય છે. બીજમાં મીઠાપાણીને જાણવાનું જ્ઞાન નથી પણ સ્વભાવતઃ સંસ્કાર-સંવેદન છે. તેથી મીઠા પાણીનો યોગ મળતા બીજમાં ધાન્યના અંકુરો ફૂટે છે. તેમ આ દષ્ટિમાં સમ્યકત્વ જેવો સૂક્ષ્મબોધ કે આત્મિક અનુભૂતિરૂપ સંવેદન નથી છતાં તે મર્મને પામે છે. મિથ્યાત્વનો વિકાર હોવાથી સૂમબોધ, ભેદજ્ઞાનને પામી નહિ શકે. છતાં તે તત્ત્વબોધ દ્વારા હેય ઉપાદેયને જાણી શકે છે. “તત્વ શ્રવણ મધુરો દકેજી, ઈહાં હોયે બીજ પ્રરોહ ખાર ઉદક સમ ભવ ત્યજી, ગુરુભક્તિ અદ્રોહ.” -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી યદ્યપિ હજી સમ્યકત્વ પામ્યો નથી. હજી સાંસારિક સુખની અલ્પ અસર છે. ધર્મની આરાધના કે રક્ષા સિવાયના કાળમાં પ્રમાદથી કે પૂર્વ જન્મના નિકાચિત કર્મના ઉદયથી વિષયાદિમાં પ્રવૃત્તિ કરતો હોય છે, કષાયો થઈ જાય તેનો રંજ છે. વિવેક જાગૃત હોવાથી તેમાં રાચી જતો નથી. પણ ધર્મના માહાભ્યને જાણે છે. તે જાણે કે જગતમાં ભેગું કરેલું ભેગુ આવતું નથી. ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, પરિવાર આ જન્મના સંયોગો છે. ઋણાનુબંધ પૂરા થતાં સૌ પોતાના કર્મ પ્રમાણે ફળ પામે છે. કોઈ કોઈની સાથે જઈ શકતું નથી. તત્ત્વશ્રવણનો લાભ મળે તેવા ગુરુજનોની ભક્તિ તથા વૈયાવચ્ચ મન-વચન-કાયા ના ઉત્તમ ભાવથી કરે છે, અર્થાત્ ગુરુભક્તિ કર્યા વગર તે રહી શકતો નથી. ગુરુજનો જયાં જયાં વિચરતા હોય ત્યાં તેમના પગલાં પકડી પહોંચી જાય છે. તેમની નિશ્રામાં નિષ્ઠાપૂર્વક તત્ત્વશ્રવણ કરે છે. તેને કારણે સમ્યકત્વને કારણભૂત વિવેક જન્મે છે. ગુરુભક્તિના પ્રભાવથી યોગદષ્ટિ સમુચ્ચય ૨૪ર દીપ્રાદષ્ટિ Page #248 -------------------------------------------------------------------------- ________________ મોક્ષના મૂળકારણભૂત એવા તીર્થકરનો પ્રત્યક્ષ યોગ સમાપત્તિ (સમર્પણ) જેવા ભાવ પેદા થાય છે. તેને કારણે તીર્થકર પ્રભુની ભક્તિ વડે, તેમના ગુણોનું ધ્યાન કરી તેવા ગુણો પોતાના આત્મામાં છે તેવી શ્રદ્ધા થાય છે. ધ્યાન વડે તીર્થંકર પરમાત્માના ગુણોમાં ભાવથી એકાકાર થવું તે સમાપત્તિ-સમર્પણ છે. સૂમબોધ તો પણ ઈહાંજી, સમકિત વિણ નહિ હોય, વેધ સંવેધપદે કહયોજી, એન અવેધે જોય. મનમોહન...” -આ. દ. સઝાય, ઉ. શ્રી યશોવિજયજી વહાણખેડુ નાવિક દરિયામાં તોફાન ઉઠે ત્યારે નાવને પ્રયાસ વડે સ્થિર રાખવા પ્રયત્ન કરે છે. તેમ આ સાધક વિષમતા સમયે તત્વચિંતન વડે ભાવની રક્ષા કરે છે. તત્ત્વશ્રવણની લગની એવી લાગી છે કે તે સદ્ગુરુ શોધતો જ રહે છે. ધર્મને અનેક ભેદ વડે સમજવા પ્રયત્ન કરે છે. “પ્રવચન અંજન જે સર્ણ કરે પેખે પરમ નિધાન, હૃદય નયણ નિહાળે જગ ધણી, મહિમા મેરૂ સમાન.” -શ્રી ધર્મજિનેશ્વર સ્તવન, શ્રી આનંદઘનજી સદ્ગુરુની કૃપાદૃષ્ટિ વડે તે ધર્મના નિધાનને જૂએ છે. પરમાત્માની કૃપા વડે પોતાના જ સ્વરૂપનું ભાન થતા તેનો અપૂર્વ મહિમા સમજાય છે, કે ધર્મનો મર્મ કેવો કલ્યાણકારી છે. ભૂમિકા પ્રમાણે જીવો ધર્મનું આચરણ કરી સાનુબંધ વડે ઉત્તરોત્તર મોક્ષપંથને પામે છે. તેવા સાધ્યધર્મને પામવા સાધનરૂપી ધર્મનું સેવન કરે છે જે અનંતર કે પરંપરાએ અવશ્ય મુક્તિને સાધ્ય કરે છે. - તત્ત્વનો-સ્વરૂપનો મહિમા અપરંપાર છે. તેમાં તત્ત્વશ્રવણની અતિ જિજ્ઞાસાએ જીવમાં અન્ય ગુણો-બીજોનું વર્ધન થાય છે. પ્રભુભક્તિ પ્રાણ સમી છે. ગુરુભક્તિમાં આજ્ઞાપણે વર્તે છે. સન્શાસ્ત્ર સેવામાં વાંચન, મનન, ચિંતન, લેખન, પ્રભાવના કરે છે. દિન પ્રતિદિન સંસારના સુખો પ્રત્યે વૈરાગ્ય પેદા થાય છે. સ્વ-પરનો ભેદ સમજાય છે. - ગૃહસ્થ જેવા સાધકને ધર્મમાર્ગની શ્રદ્ધા થતાં પ્રથમ તે દાન, શીલ, તપ, ભાવ એ ચાર ધર્મની શ્રદ્ધા વડે આરાધના કરે છે, તે ધર્મના સાનુબંધ દ્વારા પરંપરાએ મુક્તિનું સાધન બને છે. સાધક આ માર્ગે આગળ વધે એટલે ક્ષમા આદિ દસ યતિધર્મનું પાલન કરે છે. જેથી ભાવની વિશેષ શુદ્ધિ થાય છે. આત્મશક્તિ યુક્ત સંવર અને નિર્જરા તત્ત્વની આરાધના એ ધર્મ છે. સર્વ જીવો પ્રત્યે સમભાવયુક્ત દયાધર્મ છે. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. અર્થાત દરેક યોગદષ્ટિ સમુચ્ચય ર૪૩ દીપ્રાદષ્ટિ Page #249 -------------------------------------------------------------------------- ________________ પદાર્થો પોતાના સ્વસ્વભાવમાં વર્તે તે ધર્મ છે. જેમકે આત્મા રાગાદિરહિત શુદ્ધ સ્વભાવરૂપ દેવ્ય છે, તે સ્વભાવમાં રહેવું-વર્તવું તે ધર્મ છે, પરભાવમાં વર્તવું તે અધર્મ છે. નિશ્ચયથી કોઈ પદાર્થ સ્વભાવને છોડતા નથી. જન્મ જરા મરણે કરી, આ સંસાર અસારતો, ક્ય કરમ સહ અનુભવે એ, કોઈ ન રાખણ હારતો, શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંતતો, શરણ ધર્મ શ્રી જૈનનું, સાધુ શરણ ગુણવંત તો.” -શ્રી પુણ્યપ્રકાશ સ્તવન, શ્રી વિનયવિજ્યજી ચોથી દષ્ટિમાં યોગ બીજના અંકૂરો પણ જીવમાં કેટલું સામર્થ્ય પ્રગટાવે છે? તેને મળેલો તત્ત્વબોધ ચિંતનમાં પરિણમે છે ત્યારે તે ઉઠતા, બેસતા, જાગતા ભવરોગની ભયંકરતાને આગળ રાખે છે. આ સાગરરૂપી સંસારમાં મધુર પાણીની શકયતા નથી. સંસારમાં પુણ્યયોગે મળેલા સુખભવ તેને અતજ્વરૂપ જણાયા છે. તેથી હવે તે સંસારના સાચા સ્વરૂપને ચિંતવે છે કે પ્રથમ આ શરીર જ રોગની, વેદનીયકર્મની મૂર્તિ છે. કયારેક જ શાતા હોય છે. મહશે તો અશાતા જ છે. સુખ માટે ઘણા પ્રયત્ન કરવા છતાં દુઃખની પરંપરા જ મળે છે. દુ:ખમય, દુઃખનું ક્ષેત્ર, દુઃખની પરંપરાવાળા આ સંસારમાં સુખની અપેક્ષા અજ્ઞાની જીવ રાખે, વળી તેમાં કંઈક સુખની વાત સાંભળવા મળે તો તે અતજ્વરૂપ છે. કારણકે દુઃખના અભાવમાં જણાતું સુખ તે સુખ નથી. અનાદિકાળથી જીવ અતત્ત્વનું શ્રવણ કરતો આવ્યો છે તેને તત્ત્વ શ્રવણના સુખનો અંશમાત્ર ખ્યાલ નથી. આ જીવ વિચારે છે કે તત્ત્વ શ્રવણ એ સુધારસ છે, કલ્યાણકારી છે. તેથી નિરંતર ગુરુજનોને શોધે છે. વિવિધ સન્શાસ્ત્રને શોધે છે અને તત્ત્વના બોધમાં લીન બને છે. અંતે સ્વરૂપ દૃષ્ટિને દઢ કરે છે. ગુરુમુખે શ્રવણ થયેલા તત્ત્વજ્ઞાનના નિમિત્તે અંતર્થક્ષ ખુલી જાય છે. તે દિવ્યનયન વડે તેને પ્રભુના સહજસ્વરૂપનું દર્શન થાય છે. પ્રભુ ગુણના દર્શનથી તેને અતિ ભાવોલ્લાસ આવે ત્યારે તેના પરિણામની નિર્મળતા વડે તે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે તેવા યોગ મળે છે. કાળક્રમે તેનો વિપાકોદય થતા તે સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. “ઈણ વિધ પરખી મન વિશરામી જીનવર ગુણ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી પરમાતમ પદ પાવે.' -શ્રી મલ્લિનાથ જિન સ્તવન, શ્રી આનંદઘનજી યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ ૨૪૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ યોગાંગ-પ્રાણાયામ : ગ્રંથકારે આઠ દૃષ્ટિના વિકાસક્રમમાં પાતંજલ યોગશાસ્ત્રના આધારે આઠ અંગનું નિરૂપણ કર્યું છે તે અન્વયે આ દૃષ્ટિનું પ્રાણાયામ ચોથું યોગાંગ છે. પ્રાણાયામના બે ભેદ છે એક દ્રવ્યપ્રાણાયમ, બીજો ભાવપ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામ : અશુદ્ધ હવાને બહાર કાઢવી તે રેચક અને શુદ્ધ હવાને અંદર લેવી તે પૂરક. શરીરમાં શ્વાસને થંભાવી દેવો તે કુંભક પ્રાણાયામ છે. દેહલક્ષી હોવાથી તે દ્રવ્યપ્રાણાયામ કહેવાય છે. - દીપ્રાદેષ્ટિમાં ભાવપ્રાણાયામ હોય છે. તેથી ચિત્તમાં રહેલા અશુભ ભાવોનું રેચન કરી શુભ ભાવોનું પૂરણ કરે છે. યદ્યપિ આ દૃષ્ટિ હજી આગળની દૃષ્ટિ જેવી વિકસિત ન હોવાથી જીવને અશુભભાવોથી સતત જાગૃત રહેવું પડે છે. નિકાચિત કર્મના ઉદયથી ચિત્તમાં અશુભભાવો પેદા થાય ત્યારે વળી તેમાં સંસ્કારવશ ઉપાદેયબુદ્ધિ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી પડે છે. આ દૃષ્ટિવાળા જીવને ભાવપ્રાણાયમને કારણે આત્મબળ પ્રગટે છે. જૈનદર્શનમાં યોગાચાર્યો ભાવપ્રાણાયામને ચોથા યોગાંગ તરીકે માને છે. કેમકે યોગદષ્ટિનો ક્રમ આધ્યાત્મિક છે. અન્ય દર્શનોનાં આચાર્યો દ્રવ્યપ્રાણાયામને ચોથું યોગાંગ માને છે. તેઓનું માનવું એવું છે કે શરીરમાંથી અશુભ નીકળી જવાથી અને શુભવાયુના આવવાથી, શ્વાસ વ્યવસ્થિત ભરાવાથી ચિત્તગત જે જ્ઞાન પ્રકાશ છે તેના પરથી રાગાદિ કલેશના આવરણો નાશ પામે છે. તેથી સ્થિર, નિર્દોષ અને નિર્મળ થયેલું ચિત્ત વિશિષ્ટ જ્ઞાન પ્રકાશની પ્રાપ્તિ અને ધારણા માટે યોગ્ય બને છે. - યદ્યપિ યોગ સાધનામાં શરીર બાહ્યા સાધન છે. તેથી તેની ઉપયોગીતામાં દ્રવ્યપ્રાણ કંઈક અંશે સાધનરૂપ બને, છતાં તે દેહલક્ષી હોવાથી તથા શ્વાસ ઉચ્છવાસને રોકવામાં વ્યાકુળતા થાય તો ચિત્તની ચંચળતા થવા સંભવ છે. વિશેષ વ્યાકુળતા થાય તો પ્રાણનાશનો સંભવ છે. આથી જૈનદર્શનમાં શ્વાસ રૂંધન કે જયને પાયે સ્થાન આપવામાં આવ્યું નથી. ભાવપ્રાણને હિતકારી માન્યો છે. ભાવપ્રાણ શું છે ? ૧. આત્મામાંથી પરભાવ શુભાશુભભાવનો ત્યાગ કરવો તે રેચક. ૨. આત્મામાં અંતરાત્મભાવ-શુદ્ધભાવ પ્રગટાવવો તે પૂરક. ૩. આત્માને સ્વભાવ દશામાં સ્થિર કરવો તે કુંભક ભાવપ્રાણાયામ. ભાવપ્રાણાયામ કેવી રીતે થાય ? યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ ૨૪૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ રેચક ભાવપ્રાણાયામ : આ ચોથી દષ્ટિમાં જીવને તત્ત્વશ્રવણનો બોધ પ્રાપ્ત થયો છે. તે જ્ઞાન દ્વારા વિવેકની જાગૃતિને કારણે તે સ્વ-પરનો ભેદ જાણે છે. તે સમજે છે કે હું દેહાદિ સ્વરૂપ નથી. દેહાદિથી ભિન્ન સ્વપર પ્રકાશક આત્મા છું. દેહ, સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન્ય, ધાન્ય, ઘર, વ્યાપાર વગેરે તે પરપદાર્થો છે. તેના નિમિત્તે આત્મામાં અજ્ઞાનવશ થયેલ અહમ્ અને મમત્વને દૂર કરવા, પરભાવદશાને કાઢી નાખવી, અશુભભાવોને ચિત્તમાંથી બહાર કાઢવા તે રેચક ભાવપ્રાણાયામ છે. આત્મા પરને ગ્રહણ કરતો નથી અજ્ઞાનવશ આવરણ થયું છે, તેનો આરોપ કરેલ છે. પૂરક ભાવપ્રાણાયામઃ રેચક ભાવપ્રાણાયામથી બહિરાત્મપણું ટળવાથી અંતરાત્મભાવ પ્રગટે છે. તે આત્મા જ્ઞાનાદિ ગુણોને પોતાના જાણે છે. તે ગુણો આત્મામાં વધારવા, આવરાયેલાને ઉઘાડવા તે પૂરક ભાવપ્રાણાયામ છે. વાસ્તવમાં જ્ઞાન એ આત્માનો અભેદ સ્વભાવ છે. કુંભક ભાવપ્રાણાયામ : અંતરાત્માપણે પ્રાપ્ત થયેલી સ્વભાવદશાને આત્મામાં સ્થિર કરવી. મોહનીયકર્મના ઉદયને કારણે પતન ન થાય તેવી જાગૃતિ રાખવી. કુંભમાં જળ ભરાય, સ્થિર રહે. તેમ આ સ્વભાવદશાને ટકાવવી તે કુંભક ભાવપ્રાણાયામ છે. આમ આ દૃષ્ટિમાં વિવેકબુદ્ધિને કારણે પરભાવને છોડે છે. સ્વભાવદશાને ગ્રહણ કરે છે. અને પ્રાપ્ત સ્વભાવદશાને સ્થિર કરે છે. “બાહાભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ.” -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી અધ્યાત્મમાર્ગ પ્રેરિત જે જે શાસ્ત્રો છે, તે શાસ્ત્રોમાં દેવોને ઉદ્દેશીને જે ભક્તિ નિરૂપણ કરી છે તેના બે પ્રકાર છે. (૧) ચિત્રા ભક્તિ (૨) અચિત્રા ભક્તિ ચિત્રા : ભિન્ન ભિન્ન, અચિત્રા : સમાન ચિત્રાભક્તિ જે ભિન્ન ભિન્ન છે તે લોકપાલ, મહાકાળી, મહાલક્ષ્મી અન્ય દેવો વગેરે સંસારી દેવોની ભક્તિ છે. આ ભક્તિ કરનારા કોઈ એક દેવના રાગી તો વળી બીજા દેવના દ્રષી હોય છે. વળી આ ભક્તિ ભૌતિક પદાર્થોના સુખની ઈચ્છાવાળી રાગપ્રધાન છે. વળી એ સંસારી દેવતાઓના નામ જુદા તેમ તેમની ભક્તિના પ્રકાર જુદા હોય છે. આ દેવો જ રાગી છે, તેની ભક્તિ કરનારા રાગી છે, તેઓ પરમાર્થ માર્ગ કેવી રીતે પામે ? કોઈ ધન મેળવવા, રોગ મટાડવા, ઈચ્છિત કાર્યની પૂર્તિ માટે, પુત્રાદિ પ્રાપ્તિ માટે એવા પ્રકારના દેવોની ભક્તિ કરે છે તે પ્રમાણે યોગદષ્ટિ સમુચ્ચય ૨૪૬ દીપ્રાદેષ્ટિ Page #252 -------------------------------------------------------------------------- ________________ વિધિ વિધાનો કરે છે. વાસ્તવમાં દરેકને પોતાના પૂર્વબદ્ધ કર્મ પ્રમાણે ફળ મળે છે. કોઈવાર ઈચ્છિત પરિણામ આવે તો પણ તે નિમિત્ત માત્ર છે. “એક કહે સેવિયે વિવિધ ક્રિયા કરી ફળ અનેકાંત લોચન ન દેખે, ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા, ટળવળે ચાર ગતિ માહે ચોખે.'' -શ્રી આનંદઘનજી, શ્રી અનંતનાથ જિન સ્તવન. અચિત્રાભક્તિ ઃ તે વીતરાગ પરમાત્માની છે. તે એક જ પ્રકારની છે, ઋષભનાથની કરો, શાંતિનાથ કે મહાવીરસ્વામીની કરો તે લોકોત્તર માર્ગની છે. ભગવાન વીતરાગી છે. ભક્તનો પ્રભુ પ્રત્યે તો પ્રશસ્ત રાગ પરંતુ તે મોક્ષાર્થ મોટેનો હોય છે. તીર્થંકર દેવો સર્વજ્ઞતા ગુણથી એક જ પ્રકારના છે. ભક્તિ કરનાર યોગીઓ પણ વૈરાગ્યની પ્રધાનતાવાળા હોય છે. વીતરાગની ભક્તિ વીતરાગ થવા માટે છે તે રાગ કે દ્વેષ યુક્ત કરાતી નથી વળી સમ્યજ્ઞાનપૂર્વકની આ ભક્તિ પૌદ્ગલિક સુખની આકાંક્ષારહિત છે. તેથી એક જ પ્રકારની છે. ચિત્રા ભક્તિની જેમ ધન માટે લક્ષ્મીદેવી અને સૌભાગ્ય માટે અમુક દેવીની ભક્તિ એવા ભેદ નથી. આશય એક તેમ ભક્તિનો પ્રકાર એક જ હોય છે. જિમ જિનવર આલંબને વધુ સધે એક્તા ન હો મિત્ત, તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો, મિત્ત, સ્વસ્વરૂપ એકત્વતા, સાથે પૂર્ણાનંદ હો, મિત્ત, રમે ભોગવે આત્મા, રત્નત્રયી ગુણવૃંદ હો, મિત્ત.'' -શ્રી અભિનંદનજિન સ્તવન, શ્રી દેવચંદ્રજી અચિત્રાભક્તિ સંસારાતીત તત્ત્વની, અર્થાત્ સર્વજ્ઞની ભક્તિ છે. મુક્તિમાર્ગના ઉપાસકો કે જેમને સર્વજ્ઞત્વની પ્રાપ્તિ કરવી છે તેઓ અચિત્રાભક્તિ કરે છે. તે એક પ્રકાર કે ઉદ્દેશવાળી હોય છે, તેમાં ગુણની ઉપાસના છે. જેમાં વૈરાગ્યની પ્રધાનતા છે. દેવ વીતરાગી અને ઉપાસક પણ અસંમોહબોધને, જેમાં ભૌતિક સુખની અપેક્ષા નથી તેવો છે. તેઓનું મન આત્મા કે પરમાત્મામાં રમી રહ્યું છે. વળી ચિત્તમાં કંઈ ઉતાવળ કે આકૂળતા નથી. તે યોગીઓ સર્વજ્ઞને અલગ અલગ નામથી પૂજતા હોય પણ તે ગુણથી સર્વજ્ઞતા ધરાવતા હોય છે. સર્વજ્ઞ સર્વજ્ઞ વચ્ચે કોઈ ભેદ નથી. તે ત્રિકાળજ્ઞાની અને પૂર્ણ વીતરાગી હોય છે. તેથી યોગીઓ તેમને અરિહંત, શિવ, શંકર, બુદ્ધ, વિશ્વભર, હૃષિકેશ કે જગનાથ એવા નામથી ભજે છે. એ વિવિધ નામ ગુણાત્મક રીતે સર્વજ્ઞના છે. નામભેદ ભલે હો, પણ સર્વજ્ઞતામાં ભેદ નથી. ઋષભદેવ કે યોગષ્ટિ સમુચ્ચય ૨૪૭ દીપ્રાર્દષ્ટિ Page #253 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામી વર્ણ કે આકૃતિ ભેદ હોવા છતાં તે સર્વજ્ઞપણે સમાન છે. તેઓની ભક્તિ, લોકોત્તર માર્ગની હોવાથી લોકોત્તર ફળયુક્ત છે. જૈનદર્શનમાં સંસારી દેવો, વૈક્રિય દેવોની ભક્તિપૂજા થાય છે. તેમ અન્ય દર્શનકારોમાં સંસારી દેવો અનેક પ્રકારના છે. તેઓમાં સર્વજ્ઞતા કે વીતરાગતા નથી. તેમને પૂજનારા પણ સંસારના સુખની આકાંક્ષાવાળા છે. તે લોકોત્તરભક્તિ નથી તે સંસારના ફળનું કારણ છે. ધર્મઅનુષ્ઠાન સમાન હોવા છતાં આશયભેદથી ફળનો ભેદ થાય છે. તે ભેદના ગ્રંથકારશ્રીએ ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. (૧) બુદ્ધિ (ર) જ્ઞાન (૩) અસંમોહ (ભ્રાંતિરહિત) (૧) બુદ્ધિ : માત્ર પાંચ ઈન્દ્રિયોના વિષયોના આશ્રયે કેવળ બુદ્ધિપૂર્વકનું અનુષ્ઠાન તેમાં કોઈ ઉંડાણ કે પારમાર્થિક ભાવ નથી. આ જીવો તીર્થયાત્રા કે અનુષ્ઠાન કરતાં હોય તેને આંખ વડે જોઈને કે કાન વડે શ્રવણ કરીને યાત્રા વગેરે કરે તે બુદ્ધિરૂપ બોધ છે. કોઈ તીર્થયાત્રાએ જાય તે વિચારે કે ત્યાં ખાવાપીવાનું સારું છે, સગવડ સારી છે, એ.સી. બસમાં જવાનું જલસા છે. ધર્મનો ધર્મ અને સુખ સગવડની મજા. આ આશય બુદ્ધિ પ્રધાન છે તેનું પરિણામ પણ સામાન્ય પુણ્ય સુધી જ પહોંચે છે. પારમાર્થિક લાભ નથી. વિષયસુખના આશ્રયે ધર્મ અનુષ્ઠાનની ભાવના રાખે છે તે બુદ્ધિરૂપ બોધ, જે સંસાર ફળનો હેતુ બને છે. (૨) જ્ઞાન : આગમપૂર્વકનો બોધ, જેમાં હેય ઉપાદેયનો વિવેક છે. બોધપૂર્વકનું ધર્માનુષ્ઠાન છે. વળી તે તે ઉપાસનામાં પ્રશસ્તતા હોવા છતાં કંઈક અંશે શ્રદ્ધાવાન છે. તેના અનુષ્ઠાન શાસ્ત્રાનુસારી હોય છે. તેમાં બુદ્ધિના આશયની જેમ સુખ સગવડતાની મુખ્યતા નથી, કે ઝટપટ ક્રિયા પતાવી દેવાની આકૂળતા નથી. આ બોધવાળા જીવો યાત્રાદિ કરે તો તેમાં ગુરુ વગેરેની નિશ્રામાં રહે છે. યાત્રાદિનું માહાભ્ય જાણી લે છે, અને પરમાર્થની ભાવનાયુક્ત હોય છે. આમ આગમ શાસ્ત્રોના આધારે વિવેકસહ ધર્મ અનુષ્ઠાન કરવાની ભાવના જે જ્ઞાનરૂપ બોધ છે તે પરંપરાએ મોક્ષફળ દાતા છે. (૩) અસંમોહ : અનુષ્ઠાન યુક્ત જ્ઞાન. આ બોધ સર્વશ્રેષ્ઠ છે. આ બોધ વાળાને મોહ મૂંઝવતો નથી. શાસ્ત્રોના શ્રવણ, મનન દ્વારા વિધિનું જ્ઞાન પરિપૂર્ણ મેળવવું અને તે પ્રકારે કરવું તે સદ્અનુષ્ઠાન છે. તે અસંમોહ (મોહ-મૂછરહિત) અર્થાત્ સદ્અનુષ્ઠાનના જ્ઞાનપૂર્વક જીવનમાં આચરણ કરવું તે અસંમોહ કહેવાય છે. આ અનુષ્ઠાન અમૃતક્રિયારૂપ હોવાથી યોગીજનોને અલ્પકાળે મુક્તિનું કારણ બને છે. યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ - ૨૪૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ અસંમોહ બોધવાળાને અનુષ્ઠાનોમાં અત્યંત આદર હોય છે. ઉત્તમ પુરૂષાર્થ હોય છે, અત્યંત પ્રતિભાવ હોય છે. શુભભાવનાના પ્રચંડબળથી તેમના અનુષ્ઠાન વિશ્વ વગરના હોય છે. આ અમૃતઅનુષ્ઠાન તત્કાળ ફળદાયક હોય છે. જે ધર્માનુષ્ઠાન કરે તેમાં સંપૂર્ણ વિધી જાણવાનીપામવાની તીવ્ર જિજ્ઞાસા હોય. તે પ્રમાણેના જ્ઞાનવાળાની તે આદર સેવા કરે છે. સવિશેષ ગુરુજનોની ભક્તિ કરી કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય છે તે નિકટભવી હોય છે. ચાર દષ્ટિનો સારાંશ : (૧) મિત્રાદેષ્ટિ : મુક્તિમાર્ગમાં જીવને જયારે મુક્તિ પ્રત્યે રૂચિ (અષ) થાય છે ત્યારે મુક્તિપંથનો પ્રારંભ થાય છે. ત્યારથી યોગદષ્ટિ શરૂ થાય છે. તેમાં પ્રથમ દૃષ્ટિ મિત્રાદેષ્ટિ છે. અહીંથી આધ્યાત્મિક વિકાસનો ક્રમ શરૂ થાય છે. જગતમાં જેમ મિત્રો હિત પ્રત્યે લઈ જાય છે તેમ આ દષ્ટિ આત્મહિત પ્રત્યે લઈ જનારી હોવાથી મિત્રા દૃષ્ટિ કહેવાય છે. આ દષ્ટિમાં જ્ઞાન-બોધ અતિઅલ્પ તૃણાગ્નિ કણ જેવો હોય છે. એ બોધમાં આત્મબળ દીર્ઘકાળ ટકતું નથી. બોધ ગ્રહણકાળે કંઈક ભાવ થાય પછી તરત જ સાંસારિક સુખ પ્રત્યે દોરવાઈ જાય. છતાં આ માર્ગની રૂચિને કારણે ખેદ કંટાળો આવતો નથી. વળી વ્રતાદિને કારણે મંદગતિએ પણ ધર્મમાર્ગમાં ટકી રહે છે. તેથી મિથ્યાત્વ મંદ થતું જાય છે. તેમ જ દેવ ગુરુ ભકિત, વૈયાવચ્ચ, શાસ્ત્ર શ્રવણમાં આદર રાખે છે. આથી ભાવમળનો ક્ષય થતો જાય છે. ભવસ્થિતિ પરિપાક થાય છે. તેથી સમક્તિની પ્રાપ્તિના ચિહનોરૂપ ચરમયથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ થાય છે. તેથી વળી આ માર્ગમાં આગળ વધવાના શુભ નિમિત્તો તેમાં વિશેષપણે ગુરુનો બોધ પ્રાપ્ત થાય છે. આત્મહિતની ભાવના કેળવાય છે. (૨) તારાદષ્ટિ : યોગદષ્ટિના પ્રવેશ પછી જીવ અધ્યાત્મમાર્ગમાં આગળ વધે છે આ દૃષ્ટિમાં છાણાગ્નિ જેવો કંઈક વધુ સ્પષ્ટ બોધ હોય છે. જો કે મિથ્યાત્વની મલિનતા હોવાથી આ દૃષ્ટિનો બોધ પણ અલ્પકાલીન છે. છતાં હેય, ઉપાદેયનો વિવેક કંઈક અધિક હોય છે. છતાં વૈરાગ્યભાવ ટકતો નથી. મોહના નિમિત્ત મળતા તે ભાવના નિસ્તેજ બને છે. આ દૃષ્ટિમાં ધર્મપ્રત્યે કર્તવ્યબુદ્ધિ હોવાથી તેને ધર્મક્રિયામાં કંટાળો આવતો નથી, મિત્રાદેષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં દેવભક્તિ, ગુરુસેવા, નિશ્રા, શાસ્ત્રશ્રવણ, વ્રતાદિમાં રૂચિ વિશેષ થાય છે. ગુરુજનો પ્રત્યે અતિ આદર રાખે છે. પુનઃપુનઃ તેમની નિશ્રામાં સમય ગાળે છે. જેથી અશુભ નિમિત્તોની હાનિ થાય છે. પાપપ્રવૃત્તિને છોડતો જાય છે. સંસાર દુઃખરૂપ છે તેનું યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદષ્ટિ ૨ ૪૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ ભાન થાય છે. તેનાથી કેમ છૂટાય તેવી ભાવના કરે છે. આમ મિથ્યાત્વ ઘણું મંદ થતું જાય છે. અને વિકાસક્રમ વૃદ્ધિ પામે છે. (૩) બલાર્દષ્ટિ : આ દૃષ્ટિમાં કાષ્ટના અગ્નિની ઉપમાવાળો બોધ કે જે પ્રથમની બે દૃષ્ટિ કરતાં વિશેષ હોય છે. આથી સ્થિરતાવાળા ચિત્તને કારણે આસનની સ્થિરતા થાય છે. આગળની બે દૃષ્ટિ કરતાં મિથ્યાત્વ અતિ મંદ છે. આ દૃષ્ટિવાળા જીવોને ખોટી વાસનાઓ વિરામ પામે છે. અને મોક્ષ પ્રત્યેની રૂચિ વૃદ્ધિ પામે છે. આ દૃષ્ટિવાળા જીવોને ભોગમાં હેયબુદ્ધિ અને યોગમાર્ગમાં ઉપાદેયબુદ્ધિ સ્થિર થાય છે. તેથી ધર્માનુષ્ઠાન પણ સ્થિરતાપૂર્વકના હોય છે. ખાન પાન, ગૃહ પરિવાર, વસ્ત્રાદિમાં મૂńરહિત પ્રવૃત્તિ કરે છે. ઉપકરણાદિમાં મર્યાદા રાખે છે. આમ પ્રથમ બે દષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં જીવ યોગમાર્ગમાં દૃઢ થતો જાય. જો કે હજી મિથ્યાત્વનો ઉદય હોવાથી ચલિત થવાના ભયસ્થાન છે. પરંતુ ગુરુજનોના નિયમિત સમાગમ અને બોધથી માર્ગમાં સ્થિર થતો જાય છે. શાસ્રશ્રવણમાં વિશેષ ઉલ્લાસ રહે છે. (૪) દીપ્રાદૅષ્ટિ : આ દૃષ્ટિમાં મિથ્યાત્વની હાજરી છતાં યોગમાર્ગની રૂચિ બળવાન હોવાથી જીવ આગળ વધે છે. ચરમાવર્તની સ્થિતિથી આગળ વધી અપુનબંધક આદિ અવસ્થાઓમાં સફળતાપૂર્વક ટકે છે. ગ્રંથિદેશ પાસે આવી સમાભિમુખ થાય છે. યોગમાર્ગને બાધક એવા દોષોનો ત્યાગ કરી ધર્મ આરાધના માટે પ્રાણનો પણ ત્યાગ કરવા જેવું દૃઢ મનોબળ હોય છે. ગુરુભક્તિ આદિમાં નિરંતર તત્પર હોય છે. પ્રભુભક્તિમાં અંતરમુખતાને કારણે પ્રભુના ગુણનું દર્શન થાય છે. જો કે હજી મંદ મિથ્યાત્વનો ઉદય હોવાથી અવેધવેદ્યપદવાળો હોવાથી સૂક્ષ્મબોધ, અતીન્દ્રિયજ્ઞાનનો બોધ પ્રાપ્ત થયો નથી. પણ જેમ વૃક્ષ પર પીળું થયેલું પાન ક્ષણમાત્રમાં ખરી પડે તેમ આ જીવ ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લેશે. આ દૃષ્ટિવાળા જીવોને તે સમયની આરંભાદિ પાપ પ્રવૃત્તિ પણ છૂટી જાય છે. પ૨ને સૂક્ષ્મરીતે પણ પીડા ન આપે, પરોપકાર કરે, વડીલો, ગુરુજનો, સંતો વગેરેની આદરપૂર્વક સેવા ભક્તિ કરે, કર્મવશ પાપ પ્રવૃત્તિ કરનારા પ્રત્યેપણ કરૂણા ઉપજે. એમ અનેક ગુણો પ્રગટે છે. યોગષ્ટિ સમુચ્ચય ૨૫૦ દીપ્રાદષ્ટિ Page #256 -------------------------------------------------------------------------- ________________ 1 પ. સ્થિરાદેષ્ટિ ને સ્થિરાદષ્ટિવાળા જીવો સમક્તિધારી હોવાથી હેય ઉપાદેયનો વિવેક એકધારાએ ટકે છે, તેવી સ્થિરતાને અનુલક્ષીને આ દૃષ્ટિનું નામ “સ્થિરા' યથાનામ ઉચિત છે. અર્થાત્ આ દૃષ્ટિમાં બોધ સ્થિર રહેનારો, સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે. (૧) બોધ-રત્નના પ્રકાશ જેવો નિત્ય (૨) બ્રાન્તિ દોષક્ષય (3) ગુણપ્રાપ્તિ-તત્ત્વ સુમબોધ (૪) પાંચમું યોગાંગ-પ્રત્યાહાર બોધ : અનાદિકાળની ગ્રંથિ ભેદાયા પછી આ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તેથી તેનો બોધ રત્નની પ્રભા જેવો છે. દીપ્રાદેષ્ટિનો બોધ દીપક સમાન હતો ત્યારે તે બોધ દ્વારા જીવ સૂક્ષ્મ દોષોને જાણી શકતો ન હતો. દીપક જેમ પવનમાં કંપાયમાન થાય તેમ આ દૃષ્ટિમાં જીવ ચલાયમાન થતો હતો. અને દીપક વંટોળમાં બુઝાઈ જાય તેમ દીપ્રાદેષ્ટિવાળાનો બોધ મિથ્યાત્વના ઉદયમાં કે રાગદ્વેષરૂપી પ્રસંગોના વંટોળમાં બુઝાઈ જતો હતો. આ દૃષ્ટિમાં મિથ્યાત્વનો અંધકાર દૂર થયો છે. સમ્યકત્વ પ્રગટ થયું છે. તેથી સ્થિરાદેષ્ટિનો બોધ પ્રાયે અપ્રતિપાતી (પતન રહિત) છે. હજી અપૂર્ણદશા છે, તેથી પૂર્વકર્મબદ્ધ ઉદય થાય ત્યારે પરિણામ સંકિલષ્ટ થાય છે. છતાં વિવેકની જાગૃતિને કારણે જીવોને તે અનંત સંસારનું કારણ થાય તેવા પરિણામ થતા નથી. સ્થિરાદષ્ટિનો બોધ (૧) અપ્રતિપાતી (ર) પ્રવર્ધમાન (૩) નિરપાયપરંપરિતાપથી વર્જિત છે. અપ્રતિપાતી આ સમ્યકત્વ ક્ષયોપશમભાવવાળું હોય તો પ્રતિપાત થઈ જીવ પહેલા ગુણસ્થાનકે આવે છે. તેનું કારણ એ છે કે પૂર્વકાળે મિથ્યાત્વની હાજરીમાં બાંધેલા કર્મનો ઉદય થવાથી પડે છે. અહીં જે અપ્રતિપાતી કહ્યો છે તે સમ્યકત્વની હાજરીમાં બાંધેલા કોઈ કર્મથી પડતો નથી. વર્તમાનમાં અનંતાનુબંધી જેવા સંકિલષ્ટ કષાયો ન હોવાથી તે એવા પાપકર્મો બાંધતો નથી કે ભવિષ્યના ઉદયમાં ધર્માતરાય કરે, અત્રે અપ્રતિપાતનો અર્થ એ છે. હજી મોહનીયકર્મના અન્ય કષાયોનો ઉદય છે તેથી જઘન્ય પ્રકારનું વિદન આવે તેવું કર્મ બાંધે તો પણ તે સામાન્ય પુરૂષાર્થથી દૂર થાય તેવું હોય છે. તેથી અપ્રતિપાતી કહેવાય છે. આ દૃષ્ટિમાં સમ્યકત્વ અવશ્ય યોગદષ્ટિ સમુચ્ચય સ્થિરાદષ્ટિ ૨૫૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ હોય છે, તેના મુખ્ય ત્રણ ભેદ છે. (૧) ઔપશમિક (૨) ક્ષાયોપથમિક (૩) ક્ષાયિક આ ત્રણ ભેદમાંથી ઔપશમિક અને ક્ષાયિક સમ્યકત્વમાં સમક્તિમોહનીયનો ઉદય નથી. જો કે ઔપશમિક અન્ધકાલીન, અંતર્મુહૂર્તનું હોય છે છતાં તેની શુદ્ધતા એ પ્રકારની છે. ક્ષાયિક નિત્ય રહે છે, શુદ્ધ છે. તેથી સમ્યકત્વમોહનીયના ઉદયને કારણે આવતા શંકા-કાંક્ષા-વિચિકિત્સા જેવા દોષો અતિચાર સંભવતા નથી. તેથી ઔપથમિક અને ક્ષાયિક સમ્યકત્વ કાળે આવેલી સ્થિરાદેષ્ટિ નિરતિચાર હોય છે. વળી ક્ષાયોપથમિક સમ્યકત્વકાળે સમક્તિમોહનીયનો ઉદય અવશ્ય હોય છે તેથી તે સમયે અતિચાર-દોષો હોય જ છે તેથી આ સમ્યકત્વકાળે આવતી સ્થિરાદષ્ટિ સાતિચાર હોય છે. આમ સમ્યકત્વના ભેદની ભૂમિકા અનુસાર નિરતિચાર અને સાતિચાર એવા બે ભેદ થાય છે. સાધક ચાર દૃષ્ટિમાંથી પસાર થઈ પાંચમી દષ્ટિમાં પ્રવેશતા સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, તે સમયે જે સમ્યકત્વ હોય તે પ્રમાણે નિરતિચાર કે સાતિચારનો સંભવ રહે છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય મંદ રસોદયના વેદનવાળો છે તેથી સમ્યકત્વ મોહનીયનો ઘાત કરી શકતો નથી. પણ સમ્યકત્વ મોહનીયના ઉદયકાળ સાતિચાર અને શેષકાળે નિરતિચાર કહેવાય છે. આ સ્થિરાદેષ્ટિનો બોધ નિરતિચાર ક્ષાયિક સમ્યકત્વકાળે મલિન થતો નથી તેથી તે નિત્ય કહેલ છે. ક્ષાયોપથમિક કાળે અતિચાર લાગવાથી શુદ્ધ બોધ ટકતો નથી તેથી તે અનિત્ય જાણવો. વળી નિરતિચાર સ્થિરાદેષ્ટિમાં ધૂળના (મલિનતા) ઉપદ્રવ રહિત રત્નપ્રભાનો બોધ જાણવો અને સાતિચારમાં ધૂળના ઉપદ્રવ સહિત જાણવો. પ્રવર્ધમાન : આ દૃષ્ટિવાળા જીવોનો પ્રાપ્તબોધ ક્રમશઃ વૃદ્ધિ પામતો જાય છે. તત્ત્વરૂચિ વધતી જાય છે અને દઢ થતી જાય છે. વૈરાગ્યાદિ ગુણો વૃદ્ધિ પામે છે. જો પૂર્વબદ્ધ કોઈ તીવ્ર કર્મ ઉદય ન આવે તો આ જીવો આધ્યાત્મિક સાધના દ્વારા ક્રમશઃ મુક્તિ પામે છે. નિરપાય : અપાય એટલે દુર્ભાગ્યતા, અપયશ, દુઃખ દીનતા વગેરે જેવા કિલષ્ટ પરિણામ આ દષ્ટિવાળાને થતાં નથી. મિથ્યાત્વની અવસ્થામાં બાંધેલા એવા કર્મો જે અબાધાકાળમાં રહ્યા હોય તે ઉદયમાં આવી જાય, પરંતુ આ સ્થિરાદષ્ટિવાળો એવા ભયંકર કર્મો બાંધતો નથી કે જેથી ભવિષ્યમાં મહા અશાતા, ભયંકર દુર્ગતિ જેવી આપત્તિ આવે. જીવના નિર્મળ પરિણામનો યોગદષ્ટિ સમુચ્ચય સ્થિરાદેષ્ટિ ૨૫૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ એ પ્રભાવ છે. વળી પાપનો સાચો પશ્ચાતાપ અને આલોચના આ જીવ કરી શકે છે જે મિથ્યાષ્ટિ કરી શકતો નથી. શ્રેણિકરાજા રોજના સો કોરડાનો માર સમતાથી સહી લેતા હતા તે સમક્તિનો પ્રભાવ હતો. ઉદયકર્મની પ્રતિકૂળતામાં સમતા રાખી કર્મનો નવો બંધ ન થાય તે માટે સજાગ હતા, તેમાં સમક્તિની ઉપસ્થિતિ હતી. પરિતાપથી વર્જિત સંતોષ આપનાર : સ્થિરાદેષ્ટિવાળા જીવો સમ્યકત્વની મૂડી-ધનવાળા હોય છે. તેના પ્રભાવે પરપીડનથી મુક્ત પરમસંતોષી, સર્વના સુખમાં રાજી, અનુકૂળ પ્રતિકૂળ સંયોગોમાં સમભાવે રહેનારા, કદાગ્રહરહિત, મૈત્રીભાવથી ભૂષિત, ઉદાર ચિત્તવાળા, દોષી પ્રત્યે મધ્યસ્થભાવવાળા, તેમના ભાવોની નિર્મળતા ઉચ્ચ કોટિની હોય. પોતે જેમ ધર્મથી સુખ પામ્યા તેમ અન્ય જીવો સુખ પામે તેવી ભાવનાવાળા હોય છે. જૈન ધર્મના તત્ત્વને ન પામેલા જીવો પ્રત્યે અભાવ રાખતા નથી કે આગ્રહ રાખતા નથી. અન્યમતના જીવોને તે જૈનદર્શનના તત્ત્વની સૂક્ષ્મ વાતો કહી ધર્મ પમાડી દઉં તેવી ઉતાવળ કરતા નથી, પણ તેને રસરૂચિ થાય તેમ પ્રારંભમાં હળવા અનુષ્ઠાનોની વાત સમજાવીને પછી ઊંચા અધ્યાત્મની વાત કરીને તત્ત્વનો બોધ પમાડે છે. સ્વભાવરૂપ શુદ્ધધર્મને સમજે છે અને સમજાવે છે. સ્થિરાદષ્ટિના બોધનું છેલ્લું વિશેષણ પ્રણિધાન છે (દઢતા) નિશ્ચયનયની અપેક્ષાએ પ્રણિધાન સ્થિરાદષ્ટિમાં હોય છે. વ્યવહારનયની અપેક્ષાએ ત્રીજી બલાદેષ્ટિમાં હોય છે. પ્રણિધાનની મુખ્યતા એ છે કે જીવ, સંવર અને મોક્ષ જ ઉપાદેય છે. પાપાદિ વિષય કષાયયુક્ત પૌદ્ગલિક રમણતારૂપ વિભાવદશા હેય જ છે. આત્મિક ગુણો જ પ્રાપ્તવ્ય છે, સ્વરૂપ રમણતા જ યોગ્ય છે. એવા દઢ નિશ્ચયને પ્રણિધાન કહેવામાં આવે છે. તે આ સ્થિરાદેષ્ટિમાં જ પ્રાપ્ત થાય છે. કથંચિત કર્મના ઉદયે સાંસારિક પ્રવૃત્તિ કરે તો પણ તે હેય માનીને કરે છે. પૂર્વની ચાર દષ્ટિવાળા કર્મવશ ભ્રમિત થઈ જાય છે. પરંતુ સ્થિરાદેષ્ટિવાળા જીવો હેય ઉપાદેયના વિવેકમાં સુનિશ્ચિત અને દઢ હોય છે, તે ભ્રમિત થતા નથી. જો કે આ ચોથું અવિરતિ ગુણસ્થાનક છે તેથી અલ્પપણે સાવદ્ય પ્રવૃત્તિ છે તેથી સાધુ કે સર્વવિરતિ જેવા જ્ઞાનાદિ ગુણોની રમણતા સંભવતી યોગદષ્ટિ સમુચ્ચય ૨૫૩ સ્થિરાદેષ્ટિ Page #259 -------------------------------------------------------------------------- ________________ નથી. છતાં સમ્યક્ત એ એવો ગુણ છે કે અંશે પણ જ્ઞાનનો અનુભવ હોય છે, તે આગળ જતાં અવિનાશી બને છે. આથી પૌલિક સુખ તુચ્છ લાગે છે. તેનું ચિત્ત નિરંતર મુક્તિના સુખ પ્રત્યે જોડાયેલું રહે છે. સૂક્ષ્મબોધ ગુણપ્રાપ્તિ : આ દૃષ્ટિમાં અપ્રતિપાતી એવો નિત્ય બોધ હોય છે, કારણ કે આ દૃષ્ટિમાં રાગદ્વેષ રૂપ મોહનીયનો ગ્રંથિભેદ થયો છે તથા સમ્યકત્વની પ્રાપ્તિને કારણે વેદ્યસંવેદ્યપદ (અનુભવયુક્ત સંવેદન) પ્રાપ્ત થવાથી, મિથ્યાત્વની ગ્રંથિ તૂટી ગઈ હોવાથી સૂક્ષ્મબોધ (પરમાર્થિક તત્ત્વબોધ) પ્રગટ્યો છે. આ દષ્ટિમાં તત્ત્વદર્શન નિત્ય કહ્યું છે. કારણકે પ્રથમની ચાર દૃષ્ટિ કરતાં સ્થિરાદેષ્ટિમાં વિવેક સંપૂર્ણ છે. તેથી તત્ત્વદર્શન (શ્રદ્ધા) એક સરખું રહે છે. તેમાં સમ્યકત્વ ક્ષાયિક હોય કે પશમિક હોય તો પણ આ વિવેકની સમાનતા છે. છતાં એટલો ભેદ ખરો કે ક્ષયોપથમિક સભ્યત્વમાં દર્શનમોહનીયના ઉદયથી અતિચાર લાગવાનો સંભવ છે. જયારે ક્ષાયિક સમ્યકત્વમાં દર્શનસપ્તકનો ક્ષય હોવાથી અને પથમિક સમ્યકત્વના દર્શનસપ્તકનો ઉપશમકાળ માત્ર અંતર્મુહૂર્તનો હોવાથી તેમાં અતિચાર લાગવાનો સંભવ નથી. ક્ષયોપશમ સમ્યકત્વમાં અતિચાર લાગે તેટલો સમય અનવબોધ થાય છે. છતાં મિથ્યાત્વી અને સમકિતી જીવમાં એટલો ભેદ છે કે મિથ્યાત્વીનું જ્ઞાન વિપરીત હોય છે. તેવું વિપરીત જ્ઞાન અતિચારના સમયમાં સમકિતીનું હોતું નથી. તેનો બોધ મૂળથી શુદ્ધ અને સૂક્ષ્મ છે. છતાં જેમ જીભ અતિશય ગરમ પદાર્થના સ્પર્શથી તતડી ગઈ હોય તો થોડા સમય સુધી તેમાં કોઈ પદાર્થનું જ્ઞાન થતું નથી, વળી પુનઃ સ્વાદ જાણી શકે છે. તેમ સમકિતીને અતિચારના સમય સુધી અનવબોધ રહે છે. જો અતિચાર લાગવામાં જાગૃત ન રહે તો તે દોષો આગળ વધીને અનાચાર સુધી આવી જાય ત્યારે અવિવેક આવવાથી તે જીવોનું સમક્તિ ટકતું નથી અને પડવાઈ થઈ મિથ્યાત્વ આવી જાય છે. આ સમક્તિમાં અતિચારના પાંચ પ્રકાર છે. (૧) શંકા : સમકિતી જીવે તત્ત્વની વિચારણાપૂર્વક ધર્મ સ્વીકાર્યો છે તેથી શ્રદ્ધા દેઢ હોય છે. મોહનીયકર્મના ભારે ઉદયથી કોઈ આપત્તિકાળે ચલિત થવાનો સંભવ છે. સર્વજ્ઞ કથિત નવ તત્ત્વમાં અને ચૈતન્યસ્વરૂપ આત્મા વિષેની પ્રરૂપણામાં કે સર્વજ્ઞપણામાં શંકા થવી ન જોઈએ. તે યોગદષ્ટિ સમુચ્ચય ૨૫૪ સ્થિરાદેષ્ટિ Page #260 -------------------------------------------------------------------------- ________________ શંકાથી યોગમાર્ગમાં પ્રબળ વિદન ઉભું થાય છે. આ સિવાય અન્ય શંકાઓથી સમક્તિમાં અતિચાર લાગતા નથી. દેવલોકના વર્ણનમાં, નરકાદિ હશે કે નહીં? આટલા ગાઉના શરીર હશે? તેવી સામાન્ય શંકાથી યોગમાર્ગમાં વિદન આવતું નથી. છતાં અતિચારથી બચવા માટે દેઢ નિર્ણય કરવો કે સર્વજ્ઞએ કહ્યું તે જ સાચું છે. (૨) કાંક્ષા: આજની આધુનિક સગવડો અને સામગ્રીથી પ્રભાવિત થઈ ધર્મના નિયમો પ્રત્યે અણગમો થવો, ધર્માનુષ્ઠાનો નિરર્થક લાગવા તે કાંક્ષા અતિચાર છે. અન્ય ધર્મના બાહ્ય આડંબરથી આકર્ષિત થવું અને તત્ત્વદૃષ્ટિને ગૌણ કરવી. સમકિતી જીવે આ બાબત જાગૃત રહેવું જેથી કાંક્ષા અતિચાર લાગે નહિ. સાધુ-શ્રાવક સૌએ પૂર્ણતા પામતા સુધી અચલ રહેવું. (૩) વિચિકિત્સા : ધર્મના ફળમાં શંકા કરવી, ધર્મ તથા ધર્મીની નિંદા કરવી. કોઈવાર સંયમાદિ પાલન કરવા છતાં આત્મબળ ન વધે કે તેનું ફળ ન દેખાય ત્યારે જીવને શંકા થાય છે. સાંસારિક પ્રયોજનોમાં કોઈવાર સફળતા મળે છે કોઈવાર નિષ્ફળતા મળે છે. તેવું કોઈવાર ધર્મક્ષેત્રે બની શકે તો પણ જીવે ધર્મના ફળમાં નિરપેક્ષ રહેવું. અને ધર્મ કે ધર્મીની નિંદા તો કરવી જ નહીં. કોઈનામાં રહેલો નાનામાં નાનો ગુણ જોવો પણ નિંદા કરવી નહીં. તેમાં આત્માના ગુણો હાનિ પામે છે. (૪) અન્યદૃષ્ટિ પ્રશંસા : મિથ્યાષ્ટિ જીવો ઉન્માર્ગી છે. તેમની પ્રશંસા કરવાથી મિથ્યાત્વ ફેલાય છે. જૈન કે જૈનેતરમાં મિથ્યાષ્ટિ જીવમાં કથંચિત જેટલા સન્માર્ગના ગુણ કે આચરણ હોય તેની વિવેકપૂર્વક સન્માર્ગ પૂરતું જ અનુમોદન કરવું, જે સ્વને માટે ગુણરૂપ બની શકે. હજી અપૂર્ણ દશાને કારણે પ્રલોભનમાં પડી જવાય તેથી તેવા નિમિત્તથી દૂર રહેવું. (૫) અન્યદેષ્ટિ સંસ્તવ : (પરિચય-પ્રશંસા) સ્થિરાદેષ્ટિ હોવા છતાં જીવ હજી ક્ષયોપશમ ભાવવાળા છે. તે મિથ્યાષ્ટિના પરિચયમાં પ્રભાવિત થાય તો શ્રદ્ધા ટકાવવી મુશ્કેલ છે. વળી આજના યુગમાં અનેક પ્રકારના સાહિત્ય જોવા મળે છે. જીવમાં દેઢ શ્રદ્ધા ન હોય અને મિથ્યાદૃષ્ટિ કે તેવા સાહિત્યનો પરિચય વધે તો સમક્તિ મલિન થાય. ગીતાર્થજનો સ્વ-પર શાસ્ત્રાદિના જાણકાર છે. તેમનું સમકિત વધુ પરિપકવ છે. તેમને માટે નિષેધ નથી. પણ બાળજીવોએ તો મિથ્યાષ્ટિથી દૂર રહેવું. માર્ગાનુસારી ગુણયુક્ત આધ્યાત્મિક વિકાસ સન્માર્ગ છે. તત્ત્વની રૂચિરૂપ સન્માર્ગ છે. તેવી દઢતા રાખવી. યોગદષ્ટિ સમુચ્ચય સ્થિરાદષ્ટિ ૨૫૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ Dિરા માંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે, ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે, એ ગુણ વીર તણો ન વિસારું સંભારું દિનરાત રે, પશુ ટાલી સુરરૂપ કરે જે સમક્તિને અવદાતરે. એગુણ. -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજ્યજી દોષક્ષય-ભ્રાંતિ સ્થિરાદેષ્ટિ સમ્યકત્વ અને વેદ્ય-સંવેદ્યપદ યુક્ત (અનુભવયુક્ત સંવેદન) હોવાથી વિવેકગુણ સંપૂર્ણપણે પ્રગટયો છે. આથી તત્ત્વના બોધ કે નિર્ણયમાં ભ્રાંતિ થતી નથી. કથંચિત શાસ્ત્રજ્ઞાન ન હોય તો તે જીવોનો ક્ષયોપશમ (જ્ઞાનનો સ્વતઃ ઉઘાડ) એવો હોય છે કે તે ધર્મ અને અધર્મને સાચી રીતે સમજે છે. પાપને પાપ જ માને છે. અને તે દોષનો સ્વીકાર કરી લે છે. આ જીવોની ધર્મપ્રવૃત્તિ પણ ભ્રાંતિરહિત હોય છે. જેમકે સુપાત્રદાન તથા અપાત્ર કે પાત્રના અનુકંપાદાનને યથાયોગ્ય રીતે જાણે છે, જયાં જે વિધી કરવાની હોય તે શાસ્ત્રવિહીત કરે છે. સામાયિક, ચૈત્યવંદન, ગુરુવંદન જેવા અનુષ્ઠાનો શાસ્ત્રાનુસારિ કરે તેમાં અતિચાર લાગવા ન દે, જો કે તે જીવોએ અણુવ્રતો ગ્રહણ કર્યા હોય તો હિંસાદિ પાપપ્રવૃત્તિ ન કરે, ગૃહસ્થદશામાં કરવા પડતા કાર્યો અનુકંપાથી ન છૂટકે જ કરે. અજાગૃતિપૂર્વક અસત્ય ન બોલે, ચોરી જેવા કાર્યો ન કરે. પરિગ્રહ પરિમાણ રાખી પરિગ્રહની મૂછ ઘટાડે, બ્રહ્મચર્યવ્રતમાં દઢ રહે. અર્થાત્ જે કંઈ કરે તે નિષ્પાપ કરે. તે જાણે છે કે ધર્મ દ્વારા પણ પ્રાપ્ત થયેલા ભોગ સુખો બહુલતાએ અનર્થ માટે જ થાય છે. તો પછી હિંસાદિ પાપપ્રવૃત્તિઓ મૂછવશ કરવામાં, તે ભોગ સુખો ભોગવવા તે અનર્થકારી જ છે. ધર્મ દ્વારા મળેલા ભોગસુખોમાં પણ મૂછ, પ્રમાદ જેવા દોષોનું સેવન થાય છે તે અનર્થકારી છે અને અવગતિએ લઈ જનારું છે. એથી તે સુખો ભ્રાંતિરૂપ રોગ સમાન કહ્યા છે. ભ્રાંતિના ત્રણ દોષ છે. (૧) વિપર્યય (વિપરિતભાવ) દેહમાં આત્મબુદ્ધિ આત્મામાં દેહભાવ. (૨) સંશય (અનિર્ણયાત્મકતાવ) ભક્તિ યોગ્ય કે સ્વાધ્યાય કરું તો લાભ! અથવા તેના ફળમાં શંકા થવી. (૩) અનધ્યવસાય (બોધરહિત દશા) અસ્પષ્ટબોધ. ગુણપ્રાપ્તિ-તત્ત્વ સૂક્ષ્મબોધ : મિથ્યાત્વના અંધકારરૂપ મહાદોષ ટળ્યા પછી જીવ જે બોધ ગ્રહણ કરે તે મર્મગ્રાહી હોય છે. જે જે ધર્મઅનુષ્ઠાનો યોગદષ્ટિ સમુચ્ચય સ્થિરાદેષ્ટિ ૨૫૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ કરે તેમાં તેની ભાવશુદ્ધ અને હૃદયોલ્લાસ હોય છે. સમ્યક્ત્વના લક્ષણો અને ગુણોથી વિભૂષિત હોય છે. આ ર્દષ્ટિ વેદ્યસંવેદ્યપદયુક્ત (સ્વાભાવનું સંવેદન) છે, એક કષાયના અભાવ હોવાથી તેટલા વૈરાગ્યના અંશો સહિત છે. વળી તત્ત્વદર્શનઅનુભવ અલ્પાંશે પણ અભ્રાંત છે. તદ્ભુતુ અનુષ્ઠાન હોવાથી જે ધર્મક્રિયા હોય તેવા પરિણામપૂર્વક તે ક્રિયા કરતા હોય છે. ગુણવૃદ્ધિ અને દોષહાનિને બરાબર સમજે છે. અન્યધર્મની ક્રિયામાં યોગ્ય કે અયોગ્યપણું બરાબર સમજે છે. અન્ય ધર્મમાં રહેલા જીવો પૂર્વના સંસ્કારથી કે વર્તમાનના ઉત્તમ યોગને પ્રભાવે નૈસર્ગિક સમ્યક્ત્વ પામ્યા હોય તો તેવા જીવો યોગમાર્ગની ક્રિયા વિધિને જાણી લે છે અને તે પ્રમાણે સાધના કરે છે. પોતાની પૂર્વ અવસ્થા કે વિધિ-વિધાનોનો આગ્રહ ત્યજી દે છે. ઉત્તમ જીવોનો પરિચય થાય છે. આ સર્વ પ્રભાવ ભ્રાંતિદોષ ટળ્યા પછી સમ્યક્ત્વ કે સૂક્ષ્મબોધનો છે. સમ્યગ્દષ્ટ આત્મા જ વિવેકપૂર્વકનો શુદ્ધ આચાર પાળે છે અને અન્યને બતાવે છે. વેધસંવેધપદ યોગમાર્ગનું અતિ મહત્વનું સ્થાન છે. કર્મબંધ અને મોક્ષપ્રાપ્તિના જે કારણો છે તે વેધ હેવાય છે તે બંનેનું યથાર્થજ્ઞાન તે સંવેદન છે. અવેધવેધપદ મિથ્યાત્વનું કર્મબંધનું કારણ છે વેધસંવેધપદ સમક્તિીપદ છે. “અહો સમ્યગ્દષ્ટિ આત્મા, કરે કુંટુંબ પ્રતિપાળ, અંતરગત ન્યારો રહે, જિમ ધાવ ખિલાવે બાળ.'' રાગદ્વેષરૂપ મોહનો ગ્રંથિભેદ થવાથી, અજ્ઞાનનો અંધકાર દૂર થતાં સમ્યક્ત્વની પ્રાપ્તિનો પ્રભાવ બતાવતા ગ્રંથકાર બાળ ધૂલીગૃહની ક્રીડાનું દૃષ્ટાંત આપે છે. બાળકો ધૂળના ઘર બનાવે છે. બાળચેષ્ટાને કારણે તેમને કોઈ એવું જ્ઞાન નથી કે આ ઘર પવનથી પડી જશે, પાણીમાં તણાઈ જશે. એટલે પડી જવા છતાં વારંવાર ઘર બનાવે છે, તેની અસારતાનું જ્ઞાન નથી. સમ્યગ્દષ્ટિ આત્મા વિચારે છે કે આ સંસાર આવો અસાર છે. પુણ્યોદયે વસ્તુની પ્રાપ્તિ થાય અને પાપોદય શરૂ થતાં સર્વ સામગ્રી નાશ પામી જાય. લક્ષ્મી તો જાણે પગ કરીને ચાલી જાય છે. તે સર્વ વસ્તુઓ અને ભોગવિલાસ નાશવંત ), અસ્થિર છે. આવું સમજીને તે વસ્તુના યોગદિષ્ટ સમુચ્ચય ૨૫૭ સ્થિરાદષ્ટિ Page #263 -------------------------------------------------------------------------- ________________ સંયોગ વિયોગમાં હર્ષ શોક કરતા નથી. તે ઋષભાદિ કે ચક્રવર્તીઓની આશ્ચર્યજનક ઋદ્ધિ-સિદ્ધિઓ પણ શાશ્વત ન હતી. સંસારના દેહાદિ કોઈના પણ કયારેય શાશ્વત હોતા નથી. તો પછી સામાન્ય પુણ્યયોગનો મોહ શા માટે ? આમ વિચારીને આ જીવો વૈરાગ્યભાવનાને પુષ્ટ કરે છે. બાલ ધુલિઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસેરે; રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસેરે, શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનનેરે; ધર્મ જનિત પણ ભોગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. -આ. દે. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. ચંદનનો ગુણ શીતળ છે પણ એ જ ચંદનના વનમાં આગ લાગે તો આગ કંઈ શીતળ ન હોય, તે તો દાહક છે. પાણીનો ગુણ શીતળ છે પણ ઉકળતું પાણી હાથને બાળે. તેમ ગમે તેવું પુણ્ય હોય તો પણ કર્મપ્રકૃતિ છે. તે પુણ્યથી મળતા સુખમાં ભોગ બુદ્ધિ થવી તે ભ્રમ છે. એટલે આ દૃષ્ટિવાળો એવા પુણ્યને પણ હેય માને છે. સુખ પ્રાપ્ત થવા તે પુણ્યયોગ છે છતાં તે ભોગોની આક્તિ પાપનો અનુબંધ કરાવનારી છે તે પાપાનુબંધીપુણ્ય છે. તેથી જ્ઞાનીને તેવી ભોગબુદ્ધિ થતી નથી. આ દૃષ્ટિમાં આવેલા જીવને સૂક્ષ્મબોધને કારણે આત્મામાં રહેલું સ્વાભાવિક કેવળજ્ઞાન જ પરમતત્ત્વ ભાસે છે. તે સિવાય અન્યભાવો પીડાકારી લાગે છે. આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત કેવળજ્ઞાન જ પૂર્ણ જ્ઞાનતત્ત્વ છે. આ કેવળજ્ઞાનના પ્રગટવાથી જીવ સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. આ પરમ તત્ત્વ સિવાય બાકીના સર્વભાવો પૌદ્ગલિક, કર્મજનિત, હોવાથી દુ:ખદાયી છે. પાપકર્મ દ્વારા પૂર્વના પુણ્યયોગે મળેલો ભોગસમૂહ અનર્થકારી છે. પરંતુ ધર્મ દ્વારા પુણ્યયોગે મળેલા ભોગાદિ પણ અનર્થકારી છે. અગ્નિ ચંદનના લાકડાનો હોય તો પણ બાળે. તેથી વેદ્યસંવેદ્યપદના વિવેકવાળા જીવો ભોગસુખમાં સુખ માનતા નથી. ભરત ચક્રવર્તી જેવાના સુખ તો અલૌકિક હતા છતાં ત્યજીને ચાલી નીકળ્યા. શાલિભદ્ર હતા બડભાગી, રિદ્ધિ મળી હતી વણમાગી, કિંતુ એક દિન બધું ત્યજીને એણે દીક્ષા લીધી.'' વળી પૂર્વજન્મમાં નિયાણું કરીને ભોગ-સુખની સામગ્રી મેળવી પણ યોગષ્ટિ સમુચ્ચય ૨૫૮ સ્થિરાદષ્ટિ Page #264 -------------------------------------------------------------------------- ________________ તેની આસક્તિથી સુભૂમ ચક્રવર્તી જેવા છ ખંડના અધિપતિ છતાં મળેલા ભોગોથી ધરાયા નહીં, તો પાપકર્મો બાંધી દુર્ગતિ પામ્યા. આમ પૂર્વબદ્ધ પુણ્ય કર્મોદયના બે પ્રકાર છે. એક પુણ્ય અનાસકતભાવે ભોગવે અને વિવેકના કારણે બધું ત્યજીને શુદ્ધ ધર્મને આરાધી મુક્તિ તરફ લઈ જાય તેવું પુણ્યાનુબંધી પુણ્ય જે ભોગો આપે અને છોડાવી પણ દે, છૂટી પણ જાય. ભરત ચક્રવર્તી જેવા. જયારે બીજા પ્રકારનું પુણ્ય ધર્મના બદલમાં માંગેલા ભોગો પાપબંધ કરાવવાવાળું, અંતે દુર્ગતિને લઈ જનારું પાપાનુબંધી પુણ્ય છે. ભોગસામગ્રી મળે પણ પરિણામે તે પાપમય છે. અજ્ઞાનવશ જીવો આ પરિણામ જાણતા નથી અને ખાડો ખોદી પોતે જ પડે છે. તે સુભૂમ ચક્રવર્તી જેવા હોય છે. મિથ્યાર્દષ્ટિ પાપાનુબંધી પુણ્યવાળો હોય છે. સમક્તિી પુણ્યાનુબંધી પુણ્યવાળો હોય છે. વિષય વિકારે ન ઈન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. -આ. દે. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. પાંચમું યોગાંગ-પ્રત્યાહાર : પ્રત્યાહાર એટલે ઈન્દ્રિયોના સ્પર્શ, રસ, ગંધ વર્ણ અને શબ્દાદિના પૌદ્ગલિક વિષયોનો નિરોધ, આ દૃષ્ટિવાળા જીવો વિષયસુખને હેય માને છે. કારણ કે વેદ્યસંવેદ્યપદના પ્રભાવે વેદન કરવા યોગ્ય પદાર્થ આત્માના પરિણામ સ્વરૂપ આત્મસ્વભાવ છે. આત્મા અન્ય પદાર્થને સ્પર્શતો જ નથી તો વેદન કેવી રીતે કરે ? આત્માનો ચૈતન્ય સ્વભાવ અને વિષયોનો જડ સ્વભાવ અત્યંત ભિન્ન છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ જ નથી તો પરપદાર્થથી સુખનું વેદન કેમ થાય ? આવા સૂક્ષ્મબોધને કારણે સ્થિરાદેષ્ટિવાળો જીવ વૈદ્ગલિક પદાર્થો પ્રત્યે અનાસક્ત હોય છે. અને આત્મ સ્વરૂપમાં રમણતા હોય છે. તે આ પ્રત્યાહારનું લક્ષણ છે. છતાં હજી આ જીવો તદ્ન પૂર્ણ અવસ્થાને પામ્યા નથી. તેથી અલ્પાંશે પાપજનિત સાંસારિક પ્રવૃત્તિ હોય છે, કર્મના ઉદયે કામ-ક્રોધાદિવશ પાપ પ્રવૃત્તિ કરતા હોય છે, પરંતુ જેમ સાપ હાથમાં લેતા ડરે તેમ પાપથી ડરતા હોય છે. વળી રોગાદિમાં ઔષધ ન છૂટકે લેવું પડે છે, તેમ મોહના ઉદયે પાપપ્રવૃત્તિ કરવી પડે છે. સુખ સંપત્તિ મળે પણ ભોગવવા જેવી માનતા નથી. ધન મેળવવા ઈચ્છે ત્યારે પણ નીતિનિયમનું પાલન કરે, છતાં તે મેળવવામાં હેય માને છે. યોગષ્ટિ સમુચ્ચય ૨૫૯ સ્થિરાદષ્ટિ Page #265 -------------------------------------------------------------------------- ________________ ચોથી દૃષ્ટિથી કંઈક વેરાગ્યભાવ હતો પરંતુ મિથ્યાત્વના કારણે સંસારના સુખો ગમતા હતા. આ દષ્ટિમાં સમ્યગુજ્ઞાનના પ્રભાવે વૈરાગ્ય અને વિવેકની જોડી દઢ હોય છે. તત્ત્વાવબોધને કારણે અંતર્મુખતા વિકસતી હોય છે. તેથી બાહા પ્રલોભનોમાં આ જીવો મૂંઝાતા નથી. તેઓ માને છે કે જગતમાં સર્વશ્રેષ્ઠ તો આત્મ તત્ત્વ, પરમ તત્ત્વ છે. ઈન્દ્રિયના વિષયો, તમામ પુલભાવો, પરભાવોને ભયાનક જાણે છે, તે આત્માની વીતરાગતાને બાધક છે. તેથી તેમાં જોડાતા નથી. કર્મના ઉદયે થતા પરભાવો જાણી લે છે અને શાસ્ત્રાદિકનો કે સદ્ગરના બોધનો આધાર લઈ તેનો ઉપશમ કરે છે. “સમતિ સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરની બહાર કાઢી, રાગદ્વેષ અવિરતિની પરિણતિ ચરણ મોહના યોદ્ધા, વીતરાગ પરિણતિ પરણમતાં, ઉઠી નાઠા બોધા.” -શ્રી મલ્લીજિન સ્તવન, શ્રી આનંદઘનજી. સમક્તિના ભાવની ઉપસ્થિતિમાં પરમાર્થમાર્ગમાં બાધા પહોંચે તેવા કર્મો આ જીવોને બંધાતા નથી. દુર્ગતિ, સ્થાવર દસકપણું, તિર્યંચગતિ, જેવા કર્મો બંધાય તેવા પ્રમદાચરણ કે પાપભાવ આ જીવોને થતાં નથી તે સ્વભાવરૂપ સમ્યગ્રજ્ઞાનનો મહિમા છે. સૂક્ષ્મબોધના કારણે પરિણતિ નિર્મળ હોય છે. તેથી એવો દુર્ગતિયોગ્ય બંધ થતો નથી. - સમકિતી જીવોને સાવધપુણ્ય (સાંસારિક)નો ઉદય ફૂટેલા સોનાના ઘડા જેવો છે, તે જળ ભરવાના કામમાં નથી આવતો પણ તે ટૂકડાની કિંમત ઉપજે છે. તેમ આ જીવો મોક્ષ ન પામે ત્યારે દેવલોક જેવા સુખ પામે તો પણ તેમનો વૈરાગ્ય અને વિવેક જાગૃત રહે છે. તેવું સમક્તિનું માહભ્ય છે. મિથ્યાષ્ટિ જીવના પાપાનુબંધી પુણ્યને માટીના ઘડાની ઉપમા આપી છે. તે સાજો હોય તો પણ અલ્પ કિંમતનો હોય છે. અને ફૂટી ગયા પછી તો તેના ટૂકડા કંઈ કામમાં આવતા નથી. તે પ્રમાણે આ જીવોને પુણ્યથી તુચ્છ સુખો અલ્પ સમય માટે મળે. પરિણામે દુઃખની પરંપરા સર્જાય છે. સમ્યગુદૃષ્ટિ જીવનું જ્ઞાન વૈરાગ્ય સહિત અને નિર્મળ હોવાથી તે જાણે છે કે એક માત્ર આત્મત્વજ સુખરૂપ છે. કર્મના ઉદયે પૌલિક ભાવો ઉઠે છે. પરંતુ તે મારો પરભાવ છે તેમ જાણે છે, પ્રતીતિ છે, એટલે યોગદષ્ટિ સમુચ્ચય ૨૬O સ્થિરાદેષ્ટિ Page #266 -------------------------------------------------------------------------- ________________ તેને હેયરૂપ માની નિશ્ચયથી આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે તેવી શ્રદ્ધા છે. તેથી ઉદય સમયે પણ આત્મા આત્માના સ્વભાવમાં છે. અને પરભાવ પરભાવમાં છે તેમ નિશ્ચયથી માને છે, સમજે છે. સ્થિરાદેષ્ટિમાં નિશ્ચયનયની સમજ છે પરંતુ હજી તેવા પરિણામની દઢતા નથી. સમજણને કારણે તે જીવોની પ્રવૃત્તિમાં પ્રત્યાહાર-ઈન્દ્રિયોના સંયમ, નિરોધની પ્રધાનતા હોય છે. તે જીવી જાણે છે કે સંસારનું સુખ ઉદય જન્ય છે, કર્મનો ઉદય પાપ-પુણ્યરૂપે હંમેશા મિશ્રિત હોય છે. સંસાર સુખ દુઃખથી મિશ્રિત હોય છે, ધન પુણ્યથી મળે પણે તે કમાવા, સાચવવા, ભોગવવામાં આકુળતા રહે છે. સંસારમાં ગમે તેવા ઉત્કૃષ્ટ પુણ્યવાળી વ્યક્તિને પણ અતિ અલ્પ અંશમાં પાપનો ઉદય હોય, દેહધારી હોય એટલે સુધી તૃષા આદિ લાગે. તીર્થકરોને શ્યામવર્ણ હોય છે. તે અશુભપ્રકૃતિનો ઉદય હોય છે, પરંતુ તેઓની અન્ય પુણ્ય, પ્રકૃતિઓ અતિ ઉત્કૃષ્ટ હોય છે તેથી તે અશુભ પ્રકૃતિઓ અશુભ રહેતી કે મનાતી નથી. જેમ એક ઘડામાં લીમડાનો રસ અલ્પ સમય માટે ભર્યો હોય, પછી તરત જ તેને કાઢી લેવામાં આવે, વળી ઘડો સાફ કરવામાં આવે. પછી તેમાં શરડીનો રસ ભરવામાં આવે તો તેમાં ભલે કડવાશનો સ્પષ્ટ ખ્યાલ ન આવે, છતાં કોરા ઘડામાં ભરેલા રસ કરતા તેમાં અતિ અલ્પ અસરને કારણે તે રસ ઉતરતી કક્ષાનો ગણાય. સ્વાદનિપુણ, ગંધનિપુણ, તરત જ પારખી લેશે. આમ પુણ્યના જોરદાર ઉદયમાં વચ્ચે નબળી પાપપ્રકૃતિઓનો સ્પષ્ટ ખ્યાલ ન આવે છતાં તેની અલ્પતમ અસર હોય છે. તેમ અતિ પુણ્યોદય હોય તો પણ, છાસ્થને આંશિક પાપપ્રકૃતિનો ઉદય હોય તે જણાતો નથી. સામાન્ય જીવોની એવી માન્યતા હોય છે કે ધર્મથી પુણ્ય બંધાય અને સુખભોગ મળે. વાસ્તવમાં શુભભાવથી પુણ્ય બંધાય છે. ધર્મ સ્વભાવ સ્વરૂપ હોવાથી પુણ્યપાપનો હેતુ થતો નથી છતાં ધર્મ અને પુણ્યપાપના બંધ અનુબંધની સ્પષ્ટતા કરવા શાસ્ત્રકાર જણાવે છે. કે આ ધર્મ બે પ્રકારે છે (૧) અતાત્ત્વિક (૨) તાત્ત્વિક. (૧) અતાત્ત્વિક : હેય ઉપાદેયના વિવેક રહિત પ્રણિધાનાદિ ભાવધર્મથી રહિત એ અતાત્ત્વિક છે. તે જીવો તે તે પ્રકારના શુભભાવથી પુણ્ય બાંધે છે તે પાપાનુબંધી પુણ્ય છે. તે પુણ્યથી ભોગબુદ્ધિયુક્ત સુખો મળે છે જે પાપનો અનુબંધ કરાવી જીવને રખડાવે છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૬૧ સ્થિરાદેષ્ટિ Page #267 -------------------------------------------------------------------------- ________________ (૨) તાત્ત્વિક ધર્મ : વિવેકપૂર્ણ અને પ્રણિધાનાદિ ભાવધર્મ યુક્ત છે. તેના બે પ્રકાર છે. (અ) નિરવદ્યપુણ્ય (બ) સાવધપુણ્ય (અ) નિરવદ્યપુણ્ય : આ પ્રકારનું પુણ્ય શ્રેષ્ઠ ધર્મ સામગ્રીને પ્રાપ્ત કરાવે છે. તેઓની સાંસારિક સુખભોગની સામગ્રી પણ પ્રચુર હોય છે. છતાં તેમાં તે અનાસક્ત છે. પોતાને ઉત્તમ ધર્મ પાળવો હોય, અન્યને પમાડવો હોય ત્યારે તે જીવોનો બળવાન પુણ્યપ્રકૃતિનો ઉદય નિમિત્ત બને છે. તે પુણ્યપ્રકૃતિ તીક્ષ્ણબુદ્ધિ, માર્ગને અનુરૂપ ક્ષયોપશમ, આગમનો યોગ, ધર્મમયભાવના છે, આ પુણ્ય નિરવધ છે. મુખ્યત્વે વિવેક અને વૈરાગ્યયુક્ત આ શુદ્ધ ધર્મ છે. (બ) સાવદ્ય પુણ્યાનુબંધીપુણ્ય : આ પણ તાત્ત્વિક પુણ્યથી બંધાય છે. તે દેવલોકના કે મનુષ્યલોકના ઉત્તમ પ્રકારના ભોગ સુખ પ્રાપ્ત કરાવે છે. જો કે તે કાળ તેમનો અવિરતિજન્ય હોવાથી પ્રમાદાદિનું સેવન કરવું પડે છે. છતાં તે સમક્તિ ગુણને બાધ કરતું નથી, અવિરતિની હાજરીમાં જીવ સમક્તિની પ્રાપ્તિ કરી શકે છે, ટકાવી રાખે છે. બાધા એ છે કે ભાવો જીવને અવિરતિમાં રાખે છે, તેથી નિશ્ચયનયથી તો આ પુણ્યાનુબંધી પુણ્ય હોવા છતાં હેય છે. વ્યવહારનય પ્રારંભમાં ઉપાદેય ગણે છે, પરંતુ ઉંચી ભૂમિકામાં તો તે પણ હેય માને છે. સાવધ પુણ્યથી મળતા ભોગસુખને જોઈને સમ્યગ્દૃષ્ટિ જીવોને આનંદ નથી થતો. કયારે છૂટીએ તેવી ભાવના રહે છે. તે વિચારે છે મહાપુરૂષો કેવી અપૂર્વ કોટિની સાધના કરી ગયા, અમે કયારે છૂટીશું ? જો કે તેમનો તાત્ત્વિક ધર્મ શુદ્ધ હોવાથી મોક્ષમાર્ગમાં વિઘ્ન થતો નથી માત્ર વિલંબ થાય છે. અલ્પ માત્ર બંધ પણ નિકાચિત થતો નથી. ભોગ વખતે અવિરતિને કારણે પાપબંધ હોય તો પણ તે પરિણામ ત્યાગનો હોવાથી અનુબંધ વિરતિનો પડે છે. તે નિકાચિત પાપ કે નિકાચિત સાવધપુણ્ય બાંધતા નથી. પાંચમી સ્થિરાદેષ્ટિ સમ્યક્ત્વના મહાન ગુણયુક્ત હોવાથી તેની સાથે બીજા ઘણા ગુણો વિકસિત થાય છે. આત્મા અનંત ગુણોના વૈભવનો ખજાનો છે. તે પરમ પુરૂષોએ પ્રગટ કર્યો, અનુભવ્યો. તેને શકય તેટલો વાણી દ્વારા પ્રસ્તુત કર્યો, યદ્યપિ તે વાણીનો વિષય જ નથી. છતાં પરોપકાર વશ જગતના જીવો સમજી શકે તે રીતે જગતના પદાર્થોની ઉપમા આપી સમજાવા પ્રયત્ન કર્યો કે તે રત્નનો ખજાનો, સ્ફટિક જેવો નિર્મળ, આકાશ યોગષ્ટિ સમુચ્ચય ૨૬ ૨ સ્થિરાદષ્ટિ Page #268 -------------------------------------------------------------------------- ________________ જેવો અનંત છે. વાસ્તવમાં અમાપ એવા આત્મત્વને, અચિંત્ય તત્ત્વને સરખાવી શકાય તેવો પદ્ગલિક પદાર્થ હોઈ શકે નહિ. જે પદ શ્રી સર્વજ્ઞો દીઠું જ્ઞાનમાં, તે પણ કહી શકયા નહીં ભગવન જો, તે સ્વરૂપને અન્યવાણી તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપૂર્વઅવસર, શ્રીમદ્ રાજચંદ્ર. સ્થિરાદેષ્ટિવાળાનો ધર્મરાગ ઉત્કૃષ્ટ કોટિનો હોય છે. ચિત્તની વિશુદ્ધિ જ ધર્મ છે, તેવી શરૂઆત આ સ્થિરાદેષ્ટિમાંથી થાય છે. સાચો ક્ષયોપશમભાવ અહીંથી જ હોય છે. જયાં સુધી કર્મમળની યોગ્યતા ઘટતી નથી ત્યાં સુધી યોગમાર્ગ પામી શકતો નથી. તે અવસ્થામાં ધર્મરૂપ ક્રિયા હોય તો તે ભ્રામક હોય છે. તત્ત્વરૂપ ધર્મમાર્ગના પ્રવેશદ્વાર બે છે. એક કર્મલઘુતા, બીજો કર્મવિવર. કર્મલઘુતા ? નદી ઘોલ પાષાણ જાય. નદી પરનો પત્થર અથડાઈ કૂટાઈ ગોળ બને તેમ જીવ આ સંસારવનમાં રખડ્યા કરે છે. થોડુ પુણ્ય થઈ જાય તો પણ તે કર્મલઘુતા વિકાસ કરાવનાર નથી. જીવનું પરિભ્રમણ ચાલુ રહે છે. છતાં અંશે ધર્મનો યોગ થાય છે. કર્મવિવર : (બીજો દ્વારપાળ) ક્ષયોપશમથી થયેલ કર્મલઘુતા છે. તત્ત્વમાર્ગમાં પ્રવેશ કરાવે. જૈનશાસનમાં પ્રવેશ કરાવે. દેવગુરુનો યોગ કરાવે. ગુણસ્થાનકના ક્રમમાં જોડે અને અનુક્રમે મોક્ષ પ્રાપ્ત કરાવે. મૂળમાં પોતાના ક્ષયોપશમ ભાવથી શુદ્ધિ છે. શીતલ ચંદનથી પણ ઉપન્યો અનિદહે વનને રે ધર્મજનિત પણ ભોગ ઈહાં તેમ, લાગે અભિષ્ટ તે મનનેરે. અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમારી રે ચિદાનંદધન સુયશવિલાસી, કિમ હોય જગનો આસીરે. -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી, આ યોગદૃષ્ટિમાં જીવની આંતરિક દશા ઉચ્ચ પ્રકારની છે. એ સર્વ પ્રભુત્વ નિશ્ચયનય આશ્રી સમ્યકત્વના શુદ્ધ પરિણમનનું, શુદ્ધ ધર્મનું છે. આધ્યાત્મિક જીવનનો વિકાસ અનુપમ છે. આત્મા મૂળ સ્વભાવને પ્રગટ કરે છે. યોગદષ્ટિનો હેતુ જ આત્માના ઉત્થાનનો છે. તે સમત્વથી પ્રારંભ થઈ નિર્વાણ સુધી પહોંચાડે છે. આત્માની સ્વયં પવિત્રતા, શુદ્ધતા યોગદષ્ટિ સમુચ્ચય સ્થિરાદેષ્ટિ ૨૬૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ જ તેનું મૂળ છે. માટે સાધકે શુદ્ધાત્માથી સ્વભાવના લક્ષ્ય સાધના કરવી. પાંચમી સ્થિરાદષ્ટિનું ચિંતન : હે આત્મન ! આત્મા ત્રિકાળી, ધ્રુવ, જ્ઞાયક દ્રવ્ય છે. પરમાત્મા જેવો પરમશુદ્ધ અનંતગુણોનો સ્વામી છે. વર્તમાનમાં તે ગુણો કર્મસત્તાથી આવરણ પામ્યા છે. તેથી જીવને સંસારના ભ્રામક સુખોમાં રાગ થાય છે. રાગાદિ ભાવોથી આત્માના ઉપયોગમાં મલિનતા આવે છે. જો હું સ્વભાવના આશ્રયે રત્નત્રયીની સાધના કરું તો કર્મ કેવળ સાંયોગિક પદાર્થ છે તે દૂર થઈ શકે છે. મારે મારું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. તેને બાધક અવિરતિ જેવા દોષો મારે દૂર કરવા જ છે. તે માટે મારું આત્મબળ મારે વધારવું જોઈએ. મારે મોક્ષમાર્ગે સાહસ કરવાનું છે. આ દષ્ટિનો વૈભવ : વીતરાગની વાણીનો અપૂર્વ મહિમા, ગુરુજનોની ભક્તિ, પૂર્વના દોષયુક્ત જીવનનો પ્રશ્ચાતાપ. આત્મગુણોના વૈભવનું માહાત્મ. સૂક્ષ્મબોધને કારણે ઔદયિકભાવની સિદ્ધિઓ પ્રત્યે અનાસક્તિ. મિથ્યાત્વના દૂર થવાથી આત્મભ્રાંતિનો, બાહ્ય સુખોની ભ્રાંતિનો દોષ દૂર થાય છે. ઈન્દ્રિયોના વિષયોની વિરકિત થાય છે. પૂર્વના સંસ્કાર પ્રત્યે જાગૃત હોય છે. વેદ્યસંવેદ્યપદ (આત્મશાંતિનો અનુભવ) પ્રાપ્ત થાય છે. યોગદષ્ટિ સમુચ્ચય યોગદષ્ટિ સમુચ્ચય ૨૬૪ ૮૪ સ્થિરાદેષ્ટિ Page #270 -------------------------------------------------------------------------- ________________ t ૬. કાન્તાદૃષ્ટિ યોગમાર્ગની આ દૃષ્ટિ-દર્શનમાં આત્માની નિર્મળતાનો પ્રભાવ વિશેષ છે. અધ્યાત્મ વિકાસના સોપાનનો ક્રમ ઉત્તરોત્તર સ્વભાવ સન્મુખ થતો જાય છે. તે જે જાણે તે માણે અને માણે તે જાણે, મૂંગો સાકરની મીઠાશનું વર્ણન શું કરે ? પાંચમી સ્થિરાદષ્ટિથી જ આ દર્શનના તાત્ત્વિક ચમત્કારોનો પ્રારંભ વેદ્યસંવેદ્યપદથી, (આંશિક અનુભૂતિથી) થયો છે. તે દૃષ્ટિમાં ચોથા, પાચમાં અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવો હતા. અને આ કાન્તાદૃષ્ટિમાં પણ એ જ ત્રણ ગુણસ્થાનવર્તી જીવો છે. ગુણસ્થાનના ભેદ વૈરાગ્ય, વિવેક અને વિરતિ જેવા ગુણોના વિકાસથી કહ્યા છે, અને દૃષ્ટિના ભેદ તે તે દૃષ્ટિ પ્રમાણેના ગુણોની અપેક્ષાએ પાડવામાં આવ્યા છે. દાખલા તરીકે પાંચમી દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ હોય છે. આ દોષને કારણે જીવને યોગમાર્ગ કે તત્ત્વમાર્ગ છોડીને સાંસારિક પ્રવૃત્તિમાં રૂચિ થઈ જાય, અર્થાત્ વિભાવમાં રતિ પેદા થાય તે અન્યમુદ્ દોષ છે. છઠ્ઠી દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ હોતો નથી. તે જીવો સંસારમાં રહે છે, વિષયોનો સંપર્ક હોવા છતાં તેમનું ચિત્ત વૈરાગ્યવાળુ હોય છે. અવિરતિ છતાં છઠ્ઠી દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ નથી. કથંચિત છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવવિરતિધર સાધુમાં જો અન્યમુદ્ દોષ હોય તો તે પાંચમી દૃષ્ટિમાં હોય તેમ જાણવું. આ દૃષ્ટિનું નામ કાન્તા છે. કાન્ત એટલે મનોહર, પ્રિય. આ દૃષ્ટિમાં રહેલા જીવોના પરિણામ મનોહર અને કાન્ત હોય છે. તે જીવો સ્વભાવથી ઉપશાંત હોય છે. તેની મૂળ પ્રકૃતિ સમતા છે. કાન્તાદૃષ્ટિમાં આવેલા જીવોમાં પૂર્વના ગુણો તો રહે છે પરંતુ તેમાં વિશેષ દૃઢતા અને નિર્મળતા આવે છે. આ દૃષ્ટિમાં (૧) તારાના પ્રકાશ જેવો બોધ (૨) અન્યમુદ્ (વૈભાવિક રૂચિ) દોષ ક્ષય (3) ગુણ તત્ત્વમીમાંસા (તત્ત્વબોધમાં વધુ ઉંડાણ) (૪) છઠ્ઠું યોગાંગ ધારણા છે. બોધ ઃ તારાના પ્રકાશ જેવો સ્થિર અને કંઈ ઉજાસવાળો છે. આવા દૃઢ બોધને કારણે આ દૃષ્ટિવાળા જીવોના અનુષ્ઠાનો નિરતિચારવાળા હોય છે. શુદ્ધ ઉપયોગને પ્રાઃયે અનુસરનારા હોય છે. મહદ્ અંશે સાધુ જીવનની ચર્ચાયુક્ત હોવાથી અપ્રમાદવાળા હોય છે અને સ્વાધ્યાયનો વિનિયોગ હોવાને યોગષ્ટિ સમુચ્ચય ૨૬૫ કાન્તાદષ્ટિ Page #271 -------------------------------------------------------------------------- ________________ કારણે અન્ય જીવોને તત્ત્વ સમજાવવામાં પ્રભાવશાળી હોય છે. તેથી તેમાં સફળતા પણ મળે છે. અન્ય જીવોને આવા યોગીઓના બોધ પ્રત્યે, ઉપદેશ પ્રત્યે પ્રીતિ થાય છે. અને તેથી બોધ શ્રવણ સફળ થાય છે. આ દૃષ્ટિવાળા જીવો વિશુદ્ધ આચારોના કારણે લોકપ્રિય બને છે. વૈરાગ્ય જેવા ગુણો, નિઃસ્પૃહતા-સમભાવને કારણે આ યોગીઓના આચાર સહેજે સમ્યગ્ હોય છે. તેમના વિચાર, વાણી, વર્તન સદાય માટે સહજ ભાવવાળા હોય છે. દિન પ્રતિદિન તેઓ ધર્મમાર્ગમાં એકાગ્ર ચિત્તવાળા થતા હોય છે. મુનિરાજોની અંતરદશાનું આવું સામર્થ્ય છે. આ જીવો શાસ્ત્રયોગવાળા હોવાથી તેઓ શ્રુતધર્મમાં શાસ્ત્ર અધ્યયનમાં દત્તચિત્ત હોય છે. શાસ્ત્રયોગમાં તેમનો પ્રવેશ થયેલો છે. આ યોગીઓની નિર્લેપતા પણ આશ્ચર્યકારી છે. સાંસારિક કાર્યો તો અતિ ગૌણ છે. આહારાદિ પણ સંયમ અર્થે દેહ ટકાવવા માટે હોય છે. આ યોગીઓને “આક્ષેપક જ્ઞાનના'' (આકર્ષણ કરનાર) પ્રભાવથી ઈન્દ્રિયાદિના ભોગો કે આહારાદિ સંસારના પરિભ્રમણના કારણ બનતા નથી. પરંતુ પૂર્વબધ્ધ કર્મના ઉદયની નિર્જરણા થાય છે. શાસ્ત્રના બોધમાં, જ્ઞાનના અનુભવમાં આકર્ષણ કરનારું આ આક્ષેપકજ્ઞાન વિશિષ્ટ કોટિના વૈરાગ્યવાળું હોય છે. તેથી કુંથુનાથ આદિ તીર્થંકર પરમાત્માને ચક્રવર્તીના આશ્ચર્યકારી સુખભોગ અને રિદ્ધિ સિદ્ધિ મળવા છતાં અસંગ રહી શકતા હતા. તે ભોગાદિમાં મૂંઝાતા ન હતા કે આકર્ષણ પામતા ન હતા. આ જ્ઞાનનો તેવો પ્રભાવ છે. આ દૃષ્ટિવાળા જીવો સમર્થ તત્ત્વચિંતક હોય છે. . તત્ત્વોના ગૂઢ રહસ્યોના જ્ઞાતા હોય છે. તેથી તેમના મોહાદિ વિકારો ક્ષીણપ્રાય થઈ જાય છે. તત્ત્વના સૂક્ષ્મ ચિંતન દ્વારા સમ્યગ્દર્શનના મૂળભૂત છ સ્થાનોની ગવેષણા કરે છે. : છ સ્થાનો ઃ (૧) આત્મા છે. (હું જ આત્મા છું) વિશ્વમાં જેમ અન્ય પદાર્થો છે તેમ આત્મા એક પદાર્થ છે. (૨) તે નિત્ય છે, જન્મ મરણાદિ અવસ્થાઓ બદલાવા છતાં આત્મા નિત્ય અવિનાશી શાશ્વત છે, અને તે જ ઉપાદેય છે. (૩) વિભાવિક દશામાં કર્મનો કર્તા હોવાથી કર્મજનિત સુખદુઃખનો ભોક્તા છે. (૪) નિશ્ચયથી સ્વભાવ દશાએ આત્મા સ્વરૂપનો કર્તા અને તેના આનંદસુખનો ભોક્તા છે. (૫) વળી આ આત્મા મોક્ષસ્વરૂપ છે. નિરાવરણજ્ઞાન વડે આત્માનું મોક્ષસ્વરૂપ પ્રગટ થાય છે. (૬) મોક્ષ પ્રાપ્તિ સાધનો છે, તે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યગુચારિત્ર આદિ યોગષ્ટિ સમુચ્ચય ૨૬૬ કાન્તાદષ્ટિ Page #272 -------------------------------------------------------------------------- ________________ છે. આવા ચિંતન દ્વારા અન્ય દર્શનકારાએ પ્રરૂપેલા મિથ્યા ભ્રમ તૂટી જાય છે. અને સાચા શ્રુતજ્ઞાનને પામતો જાય છે. જો અવિરતિ કે દેશવિરતિ હોય તો સર્વવિરતિ માટે તીવ્રઝંખના રાખે છે. છઠ્ઠી દિલ્હી રે હવે કાંતા કહ્યું, તિહાં તારભ્ર પ્રકાશ; તત્વમીમાંસા રે દેટ હોયે ધારણા, નહિ અન્ય શ્રત વાસ. ધન ધન શાસન શ્રી જિનવરતણું.. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રતધમે રે મન દેટ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન ધન શાસન શ્રી જિનવરતણું.... -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. આ દષ્ટિવાળાનો બોધ સ્થિર, વિસ્તૃત અને વિશુદ્ધ છે. વધુ નિદ્રા, વિથા, કષાયના અપ્રશસ્ત ભાવો, તથા પ્રમાદ રહિત હોય છે. અન્યના અવગુણ પ્રત્યે ઉદારચિત્ત હોય છે. તેના દોષોને ગંભીરતાથી સમજાવી છોડાવે છે તેવા વિનિયોગ પ્રધાન હોય છે. અન્ય જીવોને સન્માર્ગે લઈ જવા માટે ઉદાર આશયવાળા હોય છે. આથી લોકપ્રિયતા તેમને પ્રાપ્ત છે. આ લોકપ્રિયતા ગુણપ્રધાન હોય છે. તેઓની આંતરિક અવસ્થા નિર્મળ છે. સ્વયં નિગ્રંથ છે. તે દશા અદ્ભુત છે. સ્થિરાદેષ્ટિનો બોધ રત્નના પ્રકાશ જેવો હતો. પરંતુ આત્માની નિર્મળતાના કારણે કાન્તાદૃષ્ટિનો બોધ જાણે રત્નના ઢગલાના પ્રકાશથી પણ વિશેષ તારાના પ્રકાશ જેવો સ્થિર અને વિશુદ્ધ છે. વિશુદ્ધિને કારણે આ દૃષ્ટિમાં જીવોના અનુષ્ઠાન નિરતિચાર, પ્રાયે તે શુદ્ધ ઉપયોગને અનુસરનારા હોય છે, અપ્રશસ્ત કષાયનો અભાવ હોય છે. પ્રશસ્ત કષાયનો ભય હોય છે. સાધુ દશાયુકત અપ્રમાદવાળો હોય છે. તત્ત્વના અભ્યાસને કારણે અન્ય સાધકો સાથે સ્વાધ્યાયનો વિનિયોગ કરી શકે છે. તે ગંભીર અને ઉદાર ચિત્તવાળા હોય છે. અન્યના દોષોને વાત્સલ્યથી નિભાવી લે છે. આ દૃષ્ટિમાં બોધના પરિણામ ઘણી સ્થિરતાવાળા હોય છે. ઈષ્ટમાં પ્રીતિ અને અનિષ્ટમાં અપ્રીતિ, સુખમાં રાગ અને દ્વેષમાં દુઃખ જેવી હાલકડોલક સ્થિતિ નથી. પરંતુ સ્વાભાવિક શાંત અને સ્થિતપ્રજ્ઞ હોય છે. ગીતામાં કહ્યું છે તેમ મહાત્માઓ ઈન્દ્રિયવિજેતા હોય છે. “કાચબો જેમ અંગોને તેમ જ વિષયો થકી, સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.' યોગદષ્ટિ સમુચ્ચય ૨૬૭ કાતાદેષ્ટિ Page #273 -------------------------------------------------------------------------- ________________ જો કે અપેક્ષાએ સર્વવિરતિધર સાધુ મહાત્મા એથી વિશેષ સંયમધારી હોય છે. પંચમહાવ્રતધારી, અહિંસક, અપ્રમાદી જેવા મહત્વના સંયમસ્થાનો ધરાવે છે. જો કે આ દૃષ્ટિમાં સમકિતી, દેશવિરતિધર, સર્વવિરતિધરનો સમાવેશ થાય છે. કારણકે તે બધા જ પોતાના આચારોનું નિરતિચાર પાલન કરે છે. કારણકે તેમનો તત્ત્વબોધ સૂક્ષ્મ છે. જેમકે ગૃહસ્થ પુણિયાજીનું સામાયિક નિરતિચાર હતું. શ્રી તીર્થર પરમાત્મા જન્મથી આ દૃષ્ટિવાળા હોય છે. રાજયની ઋદ્ધિ વગેરે હોવા છતાં બાળપણથી તે ભોગોથી વિરક્ત હોય છે. સ્વભાવે શાંત, ગંભીર, ઉદાર, વિવેક અને ઔચિત્ય પાલનવાળા હોય છે. સૂક્ષ્મબોધની વિશેષતા તથા દોષક્ષય ગુણની પ્રાપ્તિને કારણે આ જીવો શુદ્ધ ઉપયોગની રમણતાવાળા હોય છે. વિકટ પરિસ્થિતિમાં શુભ પરિણામની ધારા પેદા કરી લે છે, ટકાવી રાખે છે, અશુભને શુભમાં પલટાવી લે છે. જેમકે ક્રોધના નિમિત્તને ઉત્તમ ક્ષમામાં પલટાવી દે. પાંડવોના પ્રસંગથી સમજાય છે. દુષ્કર ઉપસર્ગોને સમતાથી સ્વીકારી લે છે. અન્યમુદ્ દોષક્ષય : અન્યમુદ્ ઃ વૈભાવિક રૂચિ, આકર્ષણનો અભાવ. યોગસાધના સિવાય અન્ય ક્રિયામાં હર્ષ થતો નથી. ચિત્તની સ્થિરતા યોગસાધનાની ઈષ્ટ ક્રિયામાં હોવાથી અન્ય ક્રિયાના વિકલ્પો ઉઠતા નથી. વળી ઉત્તમ સૂક્ષ્મ વિચારણા દ્વારા સમગૂજ્ઞાન વિશેષ નિર્મળ બને છે. તેમાં જ સાચુ હિત છે તેમ માને છે. તેથી અન્ય શ્રુતનો, ક્ષેત્રનો કે સહવાસનો ત્યાગ કરે છે. એક અનુષ્ઠાન ક્રિયા થતી હોય ત્યારે બીજા અનુષ્ઠાનમાં મન જાય તો તે અન્યમુદ્ દોષ છે. જેમ કે ચૈત્યવંદન કરતા હોઈએ ત્યારે બીજી ક્રિયામાં મનને લઈ જવું કે ક્રિયા કરવી તે અન્યમુદ્ દોષ છે. આ દોષ અંગારા જેવો ગણ્યો છે. તે સમયની ક્રિયામાં ભાવની અસ્થિરતા થાય છે. એવી દોડાદોડી કરવાથી તે નિર્જરાનું કારણ થતું નથી. પાંચમી દષ્ટિ સુધી દર્શન મોહનીયના ખેદ્, ઉદ્વેગ, લેપ, જેવા દોષોનું નિરાકરણ થયું હતું. આ કાંતા નામની છઠ્ઠી દૃષ્ટિથી ચારિત્રમોહનીય જન્ય દોષોનું નિરાકરણ થાય છે. વિચારવા જેવું એ છે કે આત્મા કેવો અમાપ શક્તિયુક્ત તત્ત્વ છે. તેને સાંસારિક સુખની પાછળ દોડતા જીવો જાણી શકતા નથી. એ જ આત્માની નિર્મળતા આ યોગમાર્ગ પ્રગટ કરે છે. અને દાટેલો કાન્તાદૃષ્ટિ યોગદષ્ટિ સમુચ્ચય ૨૬૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ ખજાનો બહાર આવે છે. ત્યારે તે જીવોના આનંદની અવધિનું કોણ વર્ણન કરી શકે ? યોગદૃષ્ટિમાં ઉત્તરોત્તર આત્મિક ઉત્થાન-વિકાસક્રમ વૃદ્ધિ પામે છે. વૈભાવિક રૂચિનો અભાવ હોવાથી તેમનું ચિત્ત વૈરાગ્યયુક્ત હોય છે. પૌદ્ગલિક પદાર્થની આસક્તિ બે પ્રકારની કહી છે. (૧) રૂચિરૂપ આસક્તિ : આ આસક્તિ દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાર્દષ્ટિ જીવોમાં હોય છે. તેથી તેનો પ્રભાવ ચાર દૃષ્ટિવાળા જીવો સુધી રહે છે. પાંચમી દૃષ્ટિવાળા જીવો સમ્યગદૃષ્ટિ છે તેથી તેનો પ્રાયે પ્રભાવ રહેતો નથી. (૨) રતિરૂપ આસક્તિ : રતિ એટલે રાગ તે ચારિત્ર મોહનીયના ઉદયથી હોય છે. પાંચમી દૃષ્ટિવાળા જીવોમાં વિવેક હોવાથી ભોગમાં ચિ નથી હોતી પણ તિ એટલે રાગ હોય છે. કારણ અપ્રશસ્ત કષાય રહેલા છે તેથી મોહનીયજન્ય આનંદ આવે છે પણ તેમાં રૂચિ (રસ) નથી હોતી. છઠ્ઠી કાન્તાદૃષ્ટિવાળા જીવોને પૌદ્ગલિક કે વૈભાવિક પ્રવૃત્તિમાં રૂચિરૂપ કે રિતરૂપ એકે આસક્તિ હોતી નથી. અર્થાત્ મોહનીયજન્ય રતિ હોતી નથી. શાતાવેદનીયજન્ય રતિ (રાગ) તો હોય છે. જેમકે ગરમીના દિવસોમાં તૃષા લાગી હોય અને શીતળજળ પીવા મળે તો શરીરમાં શાતાનું સુખ લાગે છે. પણ તેમાં મોહ કે રાગ નથી અને તેવો યોગ ન મળે તો દ્વેષ નથી. તે પ્રમાણે ઈન્દ્રિયોના વિષયમાં ઈષ્ટાનિષ્ટ સંયોગ વિયોગમાં રાગ દ્વેષ કરતા નથી. ન આ દૃષ્ટિમાં બોધની સૂક્ષ્મતા અને શુદ્ધતા વિશેષ છે. વળી અન્યમુદ્ દોષક્ષયથી હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, દુર્ગંછા આવા બધા દોષોનો અભાવ સમજવો. આવા અશુભ પરિણામનો અભાવ તે કાન્તાદૃષ્ટિમાં યોગની નિર્મળતા છે. તેથી વિષયો મળવા છતાં ચિત્તમાં સુખ-હર્ષ થવો, રતિ એટલે તૃપ્તિ થવી, કે આશ્ચર્ય થવું કે અહો ! આ વિષયો આટલા સુંદર છે ! તેવું કુતૂહલ થતું નથી. મરણાંત કષ્ટ આવે ભયથી વિવેક ચૂકી જતા નથી. પ્રતિકૂળતામાં દુર્ગંછા કે તિરસ્કારના ભાવ થતા નથી. આવી જાગૃતિ તત્ત્વના બોધ-ચિંતનનું, મીમાંસાનું પરિણામ છે. અહો ! જીવના આત્મિક પરિણામમાં કેવા અદ્ભૂત ભાવો ભર્યા છે. આનંદનો જાણે મહાસ્ત્રોત વહેતો થાય છે. જીવ તેમાં તરબોળ થઈ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૬૯ કાન્તાદષ્ટિ Page #275 -------------------------------------------------------------------------- ________________ ગયો હોય છે. જ્ઞાન આનંદમાં મગ્ન યોગીને હવે કયા સુખની ઈચ્છા થાય ? સુખ તો તેમને શોધતું આવ્યું છે. ધન્ય તે મુનિવરો ? તત્ત્વમીમાંસા ગુણપ્રાપ્તિ : કાતાદેષ્ટિવાળા યોગી સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વ-ચિંતનના અમૃત સાગરમાં અહોરાત્ર નિમગ્ન છે. નિશ્ચયનયના બોધથી તેઓ જાણે છે કે કોઈ બાહી પદાર્થ કે વિષયો જીવને સુખ કે દુઃખ આપી શકતા નથી. કારણ તે જડ પદાર્થોનો ચેતનના કોઈ પ્રદેશમાં પ્રવેશ જ નથી. અજ્ઞાન દશામાં રાગ-દ્વેષના ભાવ થાય છે. તેના કારણે સુખદુઃખનો અનુભવ થાય છે. પણ તે આત્માનો સ્વભાવ નથી. માટે તે સુખાદિ કલ્પના માત્ર છે અથવા તત્સમયની અવસ્થા માત્ર છે. પણ તેનું સ્વામીત્વ નથી. આમ નિશ્ચયનો બોધ હોવાથી આ યોગીજનો સ્વરૂપના આનંદમાં મગ્ન રહે છે. વીતરાગ મદ લ્પના, રતિ-અરતિ-ભય-શોક, લલના નિદ્રા, તંદ્રા-દુરંદશા, રહિત અબાધિત યોગ, લલના -શ્રી સુપાર્શ્વજિન સ્તવન, શ્રી આનંદઘનજી. નિશ્ચયનયના બોધના કારણે અધ્યવસાય સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો છે. અર્થાત શુભાશુભભાવ થવા છતાં તેના કારણે ચિત્ત વિપર્યાસ પામતું નથી. તેઓ અશુભ નિમિત્તોને શુભમાં સંક્રમે છે કે કર્મક્ષયનું કારણ માને છે તેથી કોઈ વિકલ્પ ઉઠતો નથી. તેમનું જ્ઞાન વૈરાગ્યગર્ભિત છે. તેથી તેનું પરિણામ પણ આત્માના હિતોદયવાળું છે. કાયાદિક ચેષ્ટા-રૂચિપૂર્વક નથી. જો કે ચારિત્રમોહનીયનો ઉદય હોય તો તે જીવોને દેહપોષણની પ્રવૃત્તિ હોય છે. તે સિવાય તો કાયયોગ પણ ધર્મ અર્થે જ હોય છે. “કાયાદિકનો સાખીઘર રહ્યો અંતર આતમરૂપ” આ યોગી મહા ગીતાર્થ છે. નિશ્ચય વ્યવહારની સમતુલા જાળવે છે. તેમનું ચિત્ત નિરંતર શ્રુતજ્ઞાનથી ભાવિત હોય છે આથી તે આક્ષેપકજ્ઞાન કહેવાય છે. આથી કોઈ બાહ્ય પદાર્થમાં આકર્ષણ પામતું નથી. - કાન્તાદૃષ્ટિવાળા યોગીજનોને ગુણસ્થાનક પ્રત્યયક અશુભ બંધ સિવાય બીજો એક પણ અશુભ બંધ હોતો નથી. સ્થિરાદેષ્ટિમાં અપ્રશસ્ત કષાયો સત્તામાં રહેલા હોવાથી ગુણસ્થાનકપ્રયિક અશુભ બંધ ઉપરાંત બીજો પણ અશુભ બંધ હોય છે. પરંતુ આ યોગીની દશા વિશેષ નિર્મળ છે. આગળની દૃષ્ટિમાં મિથ્યાત્વને કારણે થયેલો પૌલિક સુખનો ભ્રમ આ દૃષ્ટિમાં ટળી ગયો હોય છે, એથી સુખ, ભોગ હોવા છતાં તે યોગદષ્ટિ સમુચ્ચય કાન્તાદૃષ્ટિ ૨૭) Page #276 -------------------------------------------------------------------------- ________________ તેમાં આસક્ત થતા નથી. તેથી એ ભોગ પરમપદ પ્રત્યે પ્રમાણમાં બાધા કરી શકતા નથી. યદ્યપિ અવિરતિજન્ય ભ્રમ છે. કારણ કે અપ્રશસ્ત કષાયો પણ રાગાદિરૂપ છે, તેથી સમતાનું સુખ અહીં પૂર્ણ નથી. પ્રશસ્ત કષાયના શુભભાવ પણ તત્ત્વ દૃષ્ટિમાં ભ્રમ કરાવે છે. આ દષ્ટિમાં અન્યનું દુઃખ જોઈ જીવને દયાના ભાવથી કંઈ કરવાના ભાવ પેદા થાય છે. તેથી અહીં સંપૂર્ણ નિશ્ચય પ્રધાન ભેદજ્ઞાન નથી, પોતે પરનું કંઈ કરી શકે છે એવો કર્તાભાવ થંચિત પેદા થાય છે. તે નિમિત્ત હો તો ભલે પરંતુ કર્તાભાવ ભેદજ્ઞાનમાં બાધક છે. આ દૃષ્ટિવાળા જીવો ઈન્દ્રિય વિષયો અને કષાયો ઉપર સંપૂર્ણ સંયમી છે. છતાં છવસ્થ છે તેથી જયાં જેટલી જરૂર હોય તેટલો કષાયનો ઉપયોગ ઔચિત્યપણે કરે છે. જૈન શાસનના મહાપુરૂષોના કથાનકોમાં દરેક પ્રસંગે આવું ઔચિત્ય પાલન જણાય છે, તેથી આ કથાનકોના રહસ્યો જાણનારને સમક્તિ પ્રાપ્તિનું નિમિત્ત બને છે. અન્ય દર્શનમાં એવા ઔચિત્ય પાલનમાં અનુચિત ઘણું આવે છે. યોગી મહાત્માઓ ક્રોધના આવેશમાં શ્રાપ આપે વગેરે, ગૃહસંસારી હોય વગેરે. મૃગજળ મિથ્યા હોવા છતાં ભ્રમિત મૃગલા જળ પીવા દોડે છે. તેમ મિથ્યાદેષ્ટિ ભોગમાં સુખ ન હોવા છતાં એકાંતે સુખ માને છે, તેથી તેની પાછળ દોડે છે. પરંતુ પરમાર્થમાર્ગે આવી શકતા નથી. જયારે કાન્તાદૃષ્ટિમાં તત્ત્વચિંતનરૂપ શુદ્ધ ઉપયોગને કારણે વિષયોના પ્રસંગમાં પણ નિર્મળ પરિણામને તે તે કષાયના અભાવરૂપે ટકાવી રાખે છે. તેથી સતત પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, અથવા નિર્જરા કરે છે. છતાં આ દૃષ્ટિમાં જો ક્ષાયિક ભાવના પરિણામ હોય તો તો પાર પામી જાય છે. પરંતુ ક્ષયોપશમભાવના કે ઉપશમભાવના ગુણોમાં તે ગુણસ્થાનકથી પડવાનો ભય છે, તે કેવળ પૂર્વના બાંધેલા નિકાચિત કર્મોનો ઉદય કારણભૂત હોય છે. આ દૃષ્ટિમાં પતન થાય તેવા કર્મો બંધાતા નથી. ચૌદ પૂર્વધારી મુનિજનો આ દૃષ્ટિમાં હોય છે. તેમનું નિરતિચાર ચારિત્ર હોય છે. વળી ચૌદપૂર્વના જ્ઞાનનીપરિણામની હાજરીમાં પતન થતું નથી, પણ શ્રુતના વિસ્મરણથી કે પ્રમાદથી પડે છે ત્યારે બધું જ શ્રુતજ્ઞાન ચાલ્યું જાય છે. અને પતન થતાં નિગોદસ્થાને પહોંચી જાય તેવી સંભાવના હોય છે. સ્થિરાદેષ્ટિમાં દર્શાવેલા એકવીશ આત્મિક લક્ષણોમાંથી નવમા મૈત્રી આદિ ગુણોની વિશેષ વૃદ્ધિ થાય છે. તે ગુણો આ દૃષ્ટિમાં આત્મસાત્ થાય યોગદૃષ્ટિ સમુચ્ચય કાન્તાદૃષ્ટિ ૨૭૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ છે. આગળની પાંચ દષ્ટિમાં મૈત્રી અને અમૈત્રી બંને ભાવ હોય છે. પ્રશસ્ત અપ્રશસ્ત કષાયો હોય છે, જયારે આ દષ્ટિમાં તત્ત્વચિંતનની શુદ્ધતા હોવાથી આ ગુણો સંપૂર્ણ વિકાસ પામે છે. આ દષ્ટિવાળા ગૃહસ્થ જીવોની સાંસારિક પ્રવૃત્તિ પણ જિનાજ્ઞાયુક્ત હોય છે. સંપૂર્ણ ઔચિત્યનું પાલન કરે છે. આ દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ ગયો છે. અપ્રશસ્ત કષાય દૂર થાય છે. છતાં પ્રશસ્ત કપાયોના ભાવો રહ્યા છે. તેથી “રાગ' નામનો દોષ છે તે હવે નષ્ટ થાય એટલે સાતમી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ધારણા-છઠું યોગાંગ કાનનાદેષ્ટિમાં ધારણા નામનું અંગ પ્રાપ્ત થાય છે. યોગના કેટલાંક અંગો હઠયોગવાળાને પણ હોય છે. યમના પાંચ મહાવ્રતો બાધાપણે હોય છે. જૈનદર્શનના અહિંસા જેવા સૂક્ષ્મ આચારવાળા મહાવ્રતો પ્રાયે હોતા નથી. તે જ પ્રમાણે નિયમમાં સ્વાધ્યાય સંયમાદિ હોય છે, વ્યસનથી મુક્ત હોય છે. છતાં તેમાં સૂક્ષ્મ આચરણા હોતી નથી. આસન સિદ્ધ કરે છે. બાહ્ય પ્રાણાયામથી નાડી શુદ્ધિ કરે છે. પ્રત્યાહારમાં ઈન્દ્રિયોનો નિરોધ કરે છે. આ હઠયોગમાં મનને અમુક ચક્રોમાં કે પ્રદેશમાં એવું બાંધી દે કે દિવસો સુધી શારિરીક ચેષ્ટા પણ ન થાય. આંખનું પોપચું પણ ફરકે નહિ. આ સર્વે હઠયોગ છે. જે મુક્તિ માર્ગમાં પ્રયોજનભૂત નથી. તેથી જેનદર્શનમાં તેની પ્રસિદ્ધિ નથી. ધારણા એ એક અપેક્ષાએ મતિજ્ઞાનનો ભેદ છે. અત્રે ધારણાને યોગ તરીકે વિચારતા મન પર સંપૂર્ણ સંયમ હોય છે. અર્થાત્ વિષયોથી વિરકિત છે. આ દૃષ્ટિવાળા યોગીઓ પ્રાથે મનને મોક્ષમાર્ગના નિમિત્તોમાં જોડેલું રાખે છે. ચિત્તનો દેશબંધ તે મનની સ્થિરતા છે. છતાં યોગ્ય નિમિત્તોમાં ફેરવીને પણ સંયમમાં રાખે છે. અન્યમુદ્દોષના અભાવથી આ જીવો પરમાર્થમાં એકાગ્ર મનવાળા હોય છે. આ જીવોનું મન તત્ત્વચિંતન પરાયણ હોય છે તેથી અન્ય ક્રિયા કરતા હોવા છતાં તેમનું મન તો તત્ત્વમય રહે છે. તેથી કથંચિત બાહ્ય પ્રવૃત્તિ કરે તો પણ જિનાજ્ઞાયુક્ત કે શાસ્ત્રાનુસારી હોય છે. આ જીવો રાજા, શેઠ, માતા-પિતા, પતિ-પત્ની કે જે કોઈ અવસ્થામાં હોય ત્યાં તે સર્વ જવાબદારી નિર્લેપભાવે કરે છે. તેમનું ચિત્ત તત્ત્વચિંતન પરાયણ હોવાથી, હેય-ઉપાદેયના વિવેકપૂર્ણ હોવાથી પ્રશસ્ત કષાયથી યોગદષ્ટિ સમુચ્ચય ૨૭૨ કાનતાદૃષ્ટિ Page #278 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરે છે. પાંચમી દૃષ્ટિમાં ચારિત્રમોહનીય કર્મના નિકાચિત ઉદયથી મન ચલિત થાય તો અપ્રશસ્ત કષાય થઈ જાય. પરંતુ આ દષ્ટિમાં કર્મના ઉદયે જીવ સમતા રાખે છે. પૂર્વકર્મ ભલે અપ્રશસ્ત કષાયવાળું હોય પણ ઉદય વખતે તો સમતાયુક્ત પ્રશસ્ત કષાય હોય. તેજ તત્ત્વચિંતનનો, ઔચિત્ય પાલનનો પ્રભાવ છે. તેઓ મહાગીતાર્થ છે. તેમની અંતરદશા આશ્ચર્યકારી હોય છે. - દરેક તીર્થકરો ત્રીજા ભવમાં જયારે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે ત્યારે પ્રાય છઠ્ઠી દૃષ્ટિમાં હોય છે. કારણ કે તીર્થકર નામકર્મ નિકાચના માટે પરાકાષ્ઠાની મૈત્રી-કરૂણા જોઈએ છે. તીર્થકર નામકર્મ પ્રકૃતિ અત્યંત ઉચ્ચકોટિની છે તે પ્રબળ કોટિના પ્રશસ્ત કષાયો હોય ત્યારે જ નિકાચિત થાય છે. તેવી કોટિના કષાયો કાનતાદૃષ્ટિમાં હોય છે, જો કે તેનું સાતત્ય ન પણ હોય, પરંતુ છેલ્લા તીર્થકરના ભવમાં જન્મથી જ તે દૃષ્ટિ આવી જાય. મૈત્રીભાવ જગતમેં મેરા સબ જીવસે નિત્ય રહે; દીન દુ:ખી જીવો પર મેરે ઉરસે કરૂણા ઓત બહે. દુર્જન ક્રૂર કુમાર્યરતોં પર ક્ષોભ નહીં મુઝકો આવે; સામ્યભાવ રમ્ભ મેં ઉન પર, ઐસી પરિણતિ હો જાવે. “યુગ વીર’ મેરી ભાવના કાંતાદૃષ્ટિવાળાની મૈત્રી આદિ ભાવના ઉચ્ચકોટિની હોય છે. તાત્વિક ધર્મનો પ્રારંભ અપુનબંધક અવસ્થાથી થાય છે. ત્યારથી જ મૈત્રી આદિ ભાવનાઓ હોય છે. તેનો સંપૂર્ણ વિકાસ આ દૃષ્ટિમાં હોય છે. આ દૃષ્ટિવાળાનો બીજો ગુણ વિષયથી વિરક્ત હોય છે. પ્રશસ્ત કષાયજન્ય ગુણાનુરાગ હોય છે. પરંતુ કામરાગ કે સ્નેહરાગ નથી. નિરતિચાર ચારિત્રનું પાલન કરનારા સાધુજનો અપવાદ માર્ગે કથંચિત આરંભાદિ પ્રવૃત્તિ કરે તો પણ તે શાસ્ત્રાનુસારિ હોય છે. આ દૃષ્ટિવાળાનો ત્રીજો ગુણ પ્રભાવશાળી હોય છે. પાત્ર જીવો પ્રત્યે વાત્સલ્યભાવ હોય પરંતુ આજ્ઞાદ્રોહી કડક વલણવાળા હોય છતાં તે સાથે તે જીવો પ્રત્યે સભાવવાળા હોય છે. સાધુ કે ગૃહસ્થ આ દૃષ્ટિવાળાના વ્યક્તિત્વનો એવો પ્રભાવ હોય છે, તે પ્રભાવક હોય છે. આ દષ્ટિવાળાનો ચોથો ગુણ ધર્મ છે. મરણારત કષ્ટમાં ડગે નહીં. આપત્તિમાં દીનતા નહીં. લોકસમૂહ પાસે કોઈ યાચના નહીં. યોગદષ્ટિ સમુચ્ચય ૨૭૩ કાન્તાદૃષ્ટિ Page #279 -------------------------------------------------------------------------- ________________ આ દૃષ્ટિવાળાનો પાંચમો ગુણ રાગદ્વેષ, હર્ષ-શોક, માન-અપમાન, રોગ કે આરોગ્ય જેવા લંકાત્મક સંયોગમાં મૂંઝાય નહીં, સમભાવી પરિણામવાળા હોય છે. ઉત્સર્ગ અને અપવાદ માર્ગમાં નિપુણ હોય છે. અનાસકત યોગી છે. - છઠ્ઠો ગુણ અભીષ્ટલાભ છે. તેમના મનના સંકલ્પો સહજ પૂર્ણ થાય છે. આ સંકલ્પો પદ્ગલિક સુખાદિના નથી હોતા. તેમના નિરતિચાર પાલનથી અમૃતઅનુષ્ઠાનના બળે વિપ્નો નાશ થાય અને સંકલ્પ સિદ્ધ થાય છે. આ દૃષ્ટિવાળાનો સાતમો ગુણ જનપ્રિયત્ન છે. આ જીવોમાં અનેક ગુણો જનપ્રિયત્વનું કારણ છે. તેમનામાં ઔચિત્યનો ગુણ મુખ્ય છે. ઔચિત્યમાં જિન આજ્ઞા જ યોગ છે. જયાં જયાં જે નિષેધ છે તે પ્રમાણે આચાર કરે અને જયાં વિધેય છે ત્યાં તે પ્રમાણે આચાર કરે. ગૃહસ્થ પણ અર્થ કાર્યની પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા મુજબ કરે આ દૃષ્ટિની એ યોગ્યતા છે. છઠ્ઠી કાંતાદૃષ્ટિનું ચિંતન : આ દૃષ્ટિમાં તત્ત્વનો સૂક્ષ્મબોધ થયો હોવાથી તે સંબંધી ચિંતનશક્તિ વધુ વિકાસશીલ અને સહજ હોય છે જે ધર્મધ્યાનરૂપ હોવાથી કર્મોની નિર્જરા થાય છે. તે જીવો ચિંતવન કરે છે કે હજી આ સંસારથી ભવોની સમાપ્તિ કેમ થતી નથી? હું સંપૂર્ણ શુદ્ધ કયારે થઈશ? સર્વવિરતિ ધર્મ ક્યારે પામીશ? વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કયારે કરીશ? - જ્ઞાનીજનો કહે છે કે સંસારનું સુખ ઝાંઝવાના જળ જેવું છે. તે જેમ વાસ્તવિક તૃષા છીપવનારું નથી. તેમ આ સંસારના ચક્રવર્તીના સુખ કે ઈન્દ્રના સુખ આત્મિક સુખ આપનારા નથી એટલે જ્ઞાનીના આ વચનના વિશ્વાસે સાંસારિક સુખોનો પુણ્યોદય છતાં મારે તો આત્મિક સુખની જ પ્રાપ્તિ કરવી છે. હું તો પૂર્ણાનંદથી ભરપૂર છું મારે બાહ્ય સુખોના સાધનની જરૂર નથી. મારા અંતરનું સુખ મારા આત્માની સમાધિમાં જ રહેલું છે. આ દૃષ્ટિવાળા જીવોને ચિંતનની સહજધારા વહેતી હોય છે. દરેક પ્રસંગો તેમને બોધરૂપે પરિણમે છે. મોહનીયકર્મનો ક્ષય વધુ પ્રમાણમાં થતો હોવાથી તેઓ શુદ્ધભાવથી ભરપૂર છે. ગુણોની વિશેષતા ગુણસંપત્તિ : પાંચમી દૃષ્ટિમાં જે ગુણોનો વિકાસ અલ્પ હતો તે અત્રે વૃદ્ધિ પામે છે. ૧. અચપલતા કે અલોલુપતા: મોહજન્ય વિકારોનું શમન. દેહ છે યોગદૃષ્ટિ સમુચ્ચય કાન્તાદૃષ્ટિ ૨૭૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ પણ વિકાર નથી. ૨. રોગ રહિતતા : વિષયોનું શમન હોવાથી રોગ થતા નથી. પૂર્વબદ્ધ કર્મથી રોગ થાય તો તે અશાતાને સમતાથી ખપાવે છે. યોગીઓનું એ સામર્થ્ય છે. ૩. અનિસ્ફૂરતા : આ યોગીજનો સહજ જ મૈત્રી આદિ ભાવનાવાળા હોય છે. તેથી ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કરૂણાભાવ રાખે છે. ૪. કુદરતી ક્રમ : બે નીતિની અલ્પતા, યોગીજનો આહારાદિના સંયમી હોવાથી તેમને આ ક્રમની અલ્પતા હોય છે. નિહાર સંયમિત હોય છે. ૫. શુભગંધ ઃ યોગીઓના દેહમાં રહેલા ગંધાદિ પણ શુભપણે વર્તે છે તે તેમના પવિત્ર જીવનનું કારણ છે. ૬. કાન્તિ : યોગીજનોનાં શરીરાદિ સક્ષમ અને તેજમય હોય છે. ૭. પ્રસન્નતા : યોગી સદા પ્રસન્ન હોય છે. તેમને અનુકૂળ પ્રતિકૂળતાનો કોઈ ભેદ નથી. ૮. સુસ્વર : યોગીજનોના પૂર્વકર્મનું પરિણામ એવું છે કે તેમને જન્મથી મધુર સ્વર હોય છે. ૯. વિષયોથી અચિત્તવૃત્તિઃ ઈદ્રિયોના વિષયમાં અનાસક્ત હોય છે. ૧૦. મનોબળ : આ મહાત્માઓનું મનોબળ ઉત્કૃષ્ટ હોય છે. જેમકે ગજસકુમાર જેવા માથે અંગારા હતા, છતાં શ્રેણિએ આરૂઢ હતા. ૧૧. ધૈર્યબળ-સામર્થ્યબળ : આ યોગીજનોને વિઘ્ન આવતા નથી. પૂર્વકર્મના ઉદયે ઉપસર્ગાદિ આવે તો તેમનું ધૈર્યબળ અને સામર્થ્યબળ વિશેષ હોય છે. ૧૨. મૈત્રી આદિ ચારે ભાવનાઓથી ભાવિત હોવાથી સર્વજીવોની સાથે નિવૈર બુદ્ધિ, ગુણપ્રમોદ, દુ:ખીજનો પ્રત્યે કરૂણા અને પાપી જીવો પ્રત્યે માધ્યસ્થભાવ હોય છે. આત્માની નિર્મળ દશાને કારણે આવા ઉત્તમ ભાવો ટકે છે. ૧૩. ઈષ્ટનો લાભ : પુણ્યબળે ઈષ્ટવસ્તુ માટે ઝંખના કરવી પડતી નથી તે સહેજે મળે છે. ૧૪. ચંદ્રથી અપરાભાવતા : સુખ-દુઃખ, હર્ષ-શોક, લાભ-અલાભ, યશ- અપયશ જેવા વિકલ્પાત્મક દ્વંદ્ય નથી તેથી યોગીજનો આત્મભાવમાં લીન છે. ૧૫. જનપ્રિયત્વ : આ મહાત્માઓ ગુણવાન હોવાથી જનપ્રિયત્વ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૭૫ કાન્તાદષ્ટિ Page #281 -------------------------------------------------------------------------- ________________ તેમને સહજ છે. તે માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. ૧૬. દોપક્ષય : દીનતા, ભયભીતપણું, લોભીપણું, માયાવીપણું કૃપણતા જેવા દોષોથી આ મહાત્માઓ મુક્ત હોય છે. ૧૭. પરમસંતોષ : આ યોગીજનોનું સુખ સ્વાધીન હોવાથી તેમને કોઈ પદાર્થોની જરૂરિયાત નથી હોતી, વળી વિશેષ પુયોદય હોવાથી સર્વ રિદ્ધિ આવી મળે છે તેથી તેઓને પરમસંતોષ હોય છે. ૧૮. વિશિષ્ટ સમતા : લોભાદિ દોષોના અભાવે અને જ્ઞાતાદેષ્ટાભાવનાના બળે આ મહાત્માની સમતા ઉત્તમ કોટિની હોય છે. ૧૯. ઔચિત્યાચરણ યોગીજનોને દેહ છે તેથી લોકસંપર્ક જરૂરી બને છે. પરંતુ આ યોગીજનો દરેક પ્રસંગે નિર્લેપ હોય છે. હંમેશા ઉચિત આચરણ કરે છે. ૨૦. વરનાશ : ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે મૈત્રી આદિભાવનાઓ, પરમ સંતોષ, વિશિષ્ટ સમતાના પ્રભાવથી સહજ નિર્વેરભાવ હોય છે. ૨૧. ઋતંભરા : બુદ્ધિ-વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણનારી પ્રજ્ઞા, કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્વકાળે ક્ષપકશ્રેણિ આરૂઢ યોગીજનોને આવતું પ્રાતિજ્ઞાન છે, તે શાસ્ત્રના આલંબનરહિત સ્વાનુભવયુક્ત હોય છે. સાંખ્યાદિ દર્શનશાસ્ત્રો અનુસાર આ ઋતંભરા બુદ્ધિ છે. જૈનદર્શનમાં તે વિશિષ્ટ બુદ્ધિ છે. જે આત્મજ્ઞાન દ્વારા જગતની વસ્તુના સ્વરૂપને જાણે છે. આવા વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય અને મોહનીયના ક્ષયોપશમને કારણે ચિત્તની નિર્મળતાથી પ્રાપ્ત થાય છે. તેમાં સુગંધ સુસ્વરાદિક શુભભાવો ઔદાયિક ભાવો છે. આ યોગ સાધનાને ઔદાયિકભાવો સાથે સીધો સંબંધ નથી, પરંતુ આ યોગ સાધનાના બળે વિશિષ્ટ પુણ્યોદય પ્રગટે છે. તે કથંચિત યોગસાધનામાં સહાયક છે. પાંચમી દષ્ટિના અંતે થનારા આ ભાવોની છઠ્ઠી દૃષ્ટિમાં વૃદ્ધિ થાય છે, સ્થાયી થાય છે. Pogom યોગદષ્ટિ સમુચ્ચય ૨૭૬ કાન્તાદૃષ્ટિ Page #282 -------------------------------------------------------------------------- ________________ * ૭. પ્રભાષ્ટિ પ્ર' એટલે પ્રકૃષ્ટ અને “ભા' એટલે તેજ. આ દષ્ટિવાળા જીવોમાં સૂર્યની ઉપમાવાળો બોધ-જ્ઞાનનો પ્રકાશ હોય છે, માટે પ્રભા નામ યુક્ત છે. આ દૃષ્ટિમાં રત્નત્રયીરૂપ શુદ્ધ પરિણામની અનુભૂતિ હોય છે. પ્રથમ દૃષ્ટિમાં યોગમાર્ગમાં પ્રવેશ મળ્યા પછી પાત્ર જીવો આગળને આગળ વધતા જાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકની ભૂમિકા છતાં દષ્ટિ યોગમાર્ગે પરિવર્તિત થઈ છે તેની ફળશ્રુતિરૂપે પાંચમી દૃષ્ટિ વિશેષ વિકાસશીલ છે. છઠ્ઠીમાં નિરતિચાર પાલન, અમૃત અનુષ્ઠાન તાત્વિક બોધનું વિશેષ અનુશીલન, અન્યમુદ્ દોષક્ષય-ચપળતારહિત અનુષ્ઠાન, મૈત્રિ આદિ ભાવનાઓની પ્રકૃષ્ટતા અને અન્ય ગુણોના સમૂહ જેવી ઉચ્ચ ભૂમિકાના યોગને વહન કરે છે. હવે આ જીવ સાતમી પ્રભાષ્ટિમાં પ્રવેશ કરે છે. આત્માનું મૂળ સ્વરૂપ પરમ શુદ્ધતાનો આવિર્ભાવ આ દૃષ્ટિમાં થાય છે. સાધકની સાધુજનોની ઉચ્ચ આધ્યાત્મિકતા આ દૃષ્ટિમાં પ્રગટ થાય છે. આ દૃષ્ટિમાં (૧) બોધ સૂર્યની પ્રભા સમાન (૨) રોગ દોષક્ષય (૩) ગુણ તત્તપ્રતીતિ (૪) સાતમું યોગાંગ ધ્યાન હોય છે. અર્કપ્રભા સમ બોધ પ્રભામાં, યાન પ્રિયા એ દિહી; તત્ત્વતણી પતિપત્તિ ઈહાંવળી, રોગ નહીં સુખપુઠ્ઠી. એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, દયાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જયોતિ, રત્ન તે દીપે જાચું રે ભવિકા. વીર વયન ચિત્ત ધરીએ -આ. દ. સજઝાય ઉ. શ્રી યશોવિજયજી ૧. બોધ : આ દૃષ્ટિમાં બોધને સૂર્યની ઉપમા આપી છે. સૂર્યની તેજસ્વિતાની જેમ આ બોધની પ્રખરતા હોય છે, બોધના ધોધનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે. તેથી મુનિજનોને નિર્વિકલ્પદશાયુક્ત ધ્યાન હોય છે. આ દૃષ્ટિનો યોગ ઘણો ઉચ્ચ કોટિનો હોય છે. શાસ્ત્રોના અધ્યયનની વિશેષ જરૂર હોતી નથી. તેમના જ્ઞાનનો ક્ષયોપશમ એવો હોય છે કે તેમને અન્ય અવલંબનની પ્રાથે જરૂર નથી. આ દૃષ્ટિના યોગીજનો, મુનિજનો સતત ધ્યાનમાં લીન રહે છે. અથવા તેના કારણભૂત એવા ચિંતન, ભાવના કે અનુપ્રેક્ષા હોય છે. જો કે છવસ્થનું ધ્યાન અંતર્મુહૂર્ત સુધી ટકે છે, તેથી ધ્યાનના અનુસંધાનમાં યોગદષ્ટિ સમુચ્ચય ૨૭૭ પ્રભાષ્ટિ Page #283 -------------------------------------------------------------------------- ________________ ચિંતન, ભાવના કે અનુપ્રેક્ષા હોય છે. વળી પાછા ધ્યાનમાં લીન થાય. આમ નિરંતર ક્રમ ચાલતો રહે છે આથી આ દૃષ્ટિના બોધને ધ્યાનનો હેતુ કહ્યો છે. પ્રભાષ્ટિમાં અધિકારી પાય મુનિજનો છે, જેમનો દેહાધ્યાસ મટી ગયો છે, વળી પ્રશસ્ત કષાય, દાન, પરોપકાર આદિનો વિકલ્પ પણ નથી. નિર્વિકલ્પદશામાં રહી સમતાના સુખને અનુભવે છે. પરંતુ જયારે સવિકલ્પદશામાં આવે ત્યારે દયાદિ ભાવો થાય તો તે નિઃસ્પૃહભાવ હોય છે. તીર્થંકર પરમાત્મા દીક્ષા ગ્રહણ કરે ત્યારથી તેઓને સાતમી પ્રભાષ્ટિ હોય છે. આથી જગતના વ્યવહારોથી તદ્દન નિરપેક્ષ રહે છે. ઈચ્છા માત્રનો અભાવ હોવાથી આત્મરમણતામાં લીન હોય છે. કર્તાભાવનું સ્વામીત્વ છૂટી ગયું હોય છે. - શ્રી શાસ્ત્રકારે આ ધ્યાનદશાનું અદ્ભુત વર્ણન કર્યું છે. સામાન્ય જીવો માટે કલ્પનાતીત દશા છે. સાધકને માટે પ્રેરણાદાયી છે. આ દૃષ્ટિમાં ધ્યાનજન્ય પરમસુખ હોય છે. તે કેવું છે ! કામના (વિષયો)ના સાધનોને જિતનારું, અર્થાત વિષયના ક્ષણિક અને વિકારી સુખ કરતા ઉલટા પ્રકારનું એટલે સ્વભાવજન્ય, સ્વાધીન અને નિર્દોષ સુખ છે. જેમાં આત્માનુભૂતિનો પરમ આનંદ હોય છે. સ્પર્ધાદિ ઈન્દ્રિયજન્ય સુખ તે સુખ નથી સુખાભાસ છે, તેમજ આસક્તિ પેદા કરાવી પાપ બંધાવનારા છે. વળી સ્વરૂપરમણતામાં બાધક છે તેથી આ ધ્યાન દશાવાળા યોગીજનો તેનો સર્વથા ત્યાગ કરે છે. આ દષ્ટિવાળા મુનિરાજને ભેદવિજ્ઞાનનું નિશ્ચયબળ હોય છે. ધ્યાનજન્ય આત્માનુભૂતિનું સુખ અનુભવે છે તે અપેક્ષાએ ઉચ્ચકોટિના દેવોના સુખોને પણ ઉલ્લંઘી જાય છે. ભેદવિજ્ઞાનના વિવેકથી સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ યથાતથ્ય જાણે છે. ચેતન દ્રવ્યમાં પૌગલિક પદાર્થનો પ્રવેશ જ નથી. તો તે સ્વદ્રવ્ય કેમ થઈ શકે? આત્મદ્રવ્ય સિવાય સર્વ જીવ અજીવ પદાર્થો તેના ભાવો બંધનકર્તા જાણી દુઃખદાયક અને હેય માને છે, અને જ્ઞાન દર્શન આદિ સ્વભાવને ઉપાદેય જાણે છે. આથી આત્મગુણોના અનુભવરૂપ સ્વાધીન સહજાનંદને માણે છે. પરમસુખને અનુભવે છે. બધી જ અવસ્થામાં તે સહજ સુખના સ્વામી છે. “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લહી એ રે, એ દેણે આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ હીએ રે.” આ યોગી મહાત્માઓની ધ્યાનદશાની નિર્મળતા પણ આશ્ચર્યકારી યોગદષ્ટિ સમુચ્ચય પ્રભાષ્ટિ Page #284 -------------------------------------------------------------------------- ________________ છે. મોહજનિત ભાવો નષ્ટ થયા હોવાથી ચિત્ત સમતારસમાં નિમગ્ન હોય છે. જેના સંસ્કારબળે તેમની પ્રશાન્તવાહિતાવાળું (અતિશયપણે શાંતસમતા રસનો પ્રવાહ) શ્રેષ્ઠ ધ્યાનદશાનું પરમસુખ આ યોગી મહાત્માને હોય છે. વિશેષતા : આ દષ્ટિવાળા મહાત્મા મુનિજનોમાં કેટલીક વિશિષ્ટતા હોય છે. જે જાણીને આપણા અંતર પણ ઝંકૃત થાય તે સ્વાભાવિક છે. આ દૃષ્ટિના બોધની સૂક્ષ્મતાથી નિર્મોહદશાનું બળ એવું છે કે જાણે સરસ્વતી તેમના કંઠાગ્રે વાસ કરતી હોય તેમ તેમને શાસ્ત્રોની પણ આવશ્યકતા હોતી નથી. જેમ લાકડીના આધાર વગર ચાલી શકાતું હોય તેમને લાકડી શા માટે રાખવી પડે? તેમ આ મુનિજનો જ્ઞાનમાં, ધ્યાનમાં સ્વાભાવિકપણે આત્મમય હોય છે. વળી આ મુનિરાજો ધ્યાનમગ્ન હોવાથી સમાધિનિષ્ઠ હોય છે, જયારે તેઓ યોગારૂઢ હોય ત્યારે તેમને દેવવંદન કે સ્વાધ્યાયાદિ જેવા અવલંબનનો વિકલ્પ હોતો નથી. જો કે હજી દેહધારણ છે ત્યાં સુધી આહાર-વિહારવિહાર જેવી શારીરિક પ્રવૃત્તિ હોવા છતાં તેમનો ઉપયોગ આત્મરમણતામાં હોય છે, આ આત્માની આશ્ચર્યકારી અવસ્થા છે. ચિત્તની એકાગ્રતા એવી હોય છે કે સમયોચિત પ્રવૃત્તિઓ થયા કરે તેના વિકલ્પો ઉઠે નહિ. આવી અદ્ભુત સમાધિયુક્તદશાને કારણે તેમના સાન્નિધ્યમાં આવતા વિરોધી પ્રકૃતિવાળા જીવો પણ વેરભાવને ત્યજી દેતા હોય છે, ધર્મમાર્ગમાં સહેજે પ્રવેશ કરે છે. આ જીવો છદ્મસ્થ છતાં જીવનમુક્ત છે, સહજ સ્વરૂપે છે તેથી તેમને હવે પરોપકારાદિ શુભ પ્રવૃત્તિના ભાવ ઉઠતા નથી. છતાં જે કંઈ કાર્ય કરવાનું હોય તેમાં તેઓ નિઃસ્પૃહ છે. ગચ્છથી અલિપ્ત દશા હોય છે. અનુષ્ઠાનનું ફળ જે આત્માનુભૂતિ તે આ દૃષ્ટિમાં હોય છે. રત્નત્રયીનો પરિણતિરૂ૫ અનુભવ આ દૃષ્ટિમાં હોય છે. દેહાધ્યાસથી મુક્ત આ યોગીજનો આંખમાં પડેલું કણ કે પગમાં ખેંચેલો કાંટો કાઢતા નથી. નિર્દોષ આહાર-નિહારનો યોગ ન હોય તો તેના વગર ચલાવી લે એવા દૃઢ સંઘયણવાળા અને મનોબળવાળા હોય છે. પલાંઠી વાળીને નિરાંતે બેસવાનો પ્રમાદ સેવતા નથી. નિશ્ચય ધર્મમાં હોવાથી તેમને કરવટ કરીને સૂવા-ઉંઘવાની જરૂર પડતી નથી. બેઠા બેઠા કે કદાચ ઉભા જરા ઝપકી આવી જાય. નિશ્ચયધર્મમાં હોવાથી તેઓને પડિલેહણાદિ આવશ્યક ક્રિયા કે યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૭૯ પ્રભાદેષ્ટિ Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ નથી, પરંતુ જયારે ઉપયોગ શૂન્યતાથી છદ્મસ્થતાને કારણે માનસિક, વાચિક કે કાયિક કોઈ સૂક્ષ્મ દોષ લાગે તે તેમને તરત જ ધ્યાનમાં આવે છે તેનું ત્વરિત તથા ઉત્કટ પ્રાયશ્ચિત તત્પણ સ્વીકારી લે છે. ગુણસ્થાનકની બહાર રહેલા જીવો ભાવ વિકાસ સાધી શકતા નથી. માત્ર દ્રવ્ય વિકાસ સાધી શકે તે પણ છઠ્ઠી દૃષ્ટિવાળા જેવો વિકાસ થઈ શકે. સાતમી દૃષ્ટિ જેવો વિકાસ તેમને દ્રવ્યથી પણ હોતો નથી. ૨. રોગ દોષક્ષય : આ દૃષ્ટિવાળા યોગીજનો દેહાધ્યાસથી મુક્ત, બળવાન સંઘયણવાળા હોય છે. તેમને શારીરિક રોગની સંભાવના નથી. અને કોઈ નિકાચિત કર્મથી અશાતાનો ઉદય આવે તો સનતચકી જેવા યોગીજનો તેને સમતાથી ભોગવીને ખપાવી દે છે. તો પછી અહીં કયો રોગ છે? રોગ એટલે રાગ દ્વેષ કષાયરૂપી ભાવરોગ, આ દૃષ્ટિમાં પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાયોનો અભાવ છે. ગુણસ્થાનક અન્વયે અવ્યક્ત કષાયો દસમા ગુણસ્થાનક સુધી હોય છે. પરંતુ વ્યક્ત કષાયનો અભાવ છે કારણ કે આ જીવોની નિર્વિકલ્પદશા હોય છે. ગૃહસ્થને આ દૃષ્ટિ ગૌણપણે કથંચિત પ્રાપ્ત થાય પરંતુ મુનિદશા ન હોવાથી ટકે નહિ, અંતર્મુહૂર્તમાં ચલિત થાય કારણકે ગૃહસ્થાવાસમાં આરંભ સમારંભની પાપપ્રવૃત્તિને કારણે વિકલ્પ ઉઠે છે. જયારે આ દૃષ્ટિવાળા યોગીજનો પ્રશસ્ત કષાયથી પણ જાણી કરીને પાપપ્રવૃત્તિ કરતા નથી. રોગનું કારણ કષાય કે પાપ પ્રવૃત્તિ છે. આ યોગીજનોને તેવી પ્રવૃત્તિ નથી. વળી પૂર્વકર્મને તપાદિ દ્વારા ખપાવતા રહ્યા છે તેથી દેહરોગ કે ભાવરોગની સંભાવના નથી. 3. તત્ત્વમતિપત્તિ ગુણપ્રાપ્તિ ઃ દોષ ક્ષય થવાથી ગુણપ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિમાં આત્મતત્ત્વની અનુભૂતિરૂપ તત્ત્વપ્રતિપત્તિ થાય છે. આ ગુણપ્રાપ્તિ થયા પછી જેવું જ્ઞાન (ગુણ) તેવી જ રૂચિ અને પરિણતિ હોય છે. સ્થિરાદેષ્ટિમાં સમક્તિ વ્યવહારરૂપ હતુ, ભેદજ્ઞાન શ્રદ્ધારૂપ હતુ. આ દૃષ્ટિમાં નિશ્ચયનયનું સમક્તિ હોવાથી રત્નત્રયીની એકતારૂપ શુદ્ધ પરિણતિ હોય છે. મન, વચન, કાયાના યોગોની એકતા અને સ્થિરતા હોય છે. પૌદ્ગલિક પદાર્થોમાં કે પરભાવમાં કર્તાભાવ નથી માત્ર જ્ઞાતા-દષ્ટાભાવ હોય છે. કથંચિત વિકલ્પ ઉઠે તો જ્ઞાની તેના જ્ઞાતા છે, કર્તા નથી. આ દૃષ્ટિમાં આત્મા સ્વભાવરૂપે પ્રગટ થાય છે. આ યોગીજનોની આંતરિક દશા પરમ પવિત્ર હોય છે. અનેક રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થવા છતાં તેનો બાહ્ય પ્રસાર કરતા નથી. યોગદષ્ટિ સમુચ્ચય ૨૮૦ પ્રભાદેષ્ટિ Page #286 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વપ્રતિપત્તિ, જે ગુણ પ્રાપ્તિમાં હવે ગણતા નથી કારણ કે આત્માનુભૂતિરૂપ આ ગુણ પરિણતિરૂપ છે. આ દષ્ટિમાં યોગી પરમાર્થ માર્ગે નિષ્કટક આરોહણ કરે છે. એવું અપૂર્વ સામર્થ્ય પ્રગટયું છે. સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવી અભૂત આ દશા છે. આ દષ્ટિમાં પરાકાષ્ઠાની સમતા છે. મહાવીર પ્રભુને છ માસ સંગમનો ઉપસર્ગ રહ્યો, ત્યારે પ્રભુ જાણે એક સ્થંભની જેમ અડગ રહ્યા. તે સમતાની પરાકાષ્ઠા હતી. આ યોગીઓની આ સમતા, અહિંસારૂપ ભાવના એવી પવિત્ર હોય છે કે તેમના સાન્નિધ્યમાં બીજા જીવો વૈરવૃત્તિવાળા છતાં વૈરભાવ ત્યજી દે છે. તેઓ યોગીઓના મિત્રો બની જાય છે. કથંચિત અશુભકર્મનો તીવ્ર ઉદય હોય તો પ્રકૃતિવશ વર્તે ખરા તો પણ જ્ઞાની ઉદયના કર્તા કે ભોક્તા નથી જ્ઞાતા રહે છે. નિરંતર અધ્યવસાય સ્થાનોની નિર્મળતામાં વૃદ્ધિ થાય છે. પૂર્ણ ધ્યાનજન્ય દશા હોય છે. ૪. સાતમું યોગાંગ ધ્યાન : આ દૃષ્ટિનું સાતમું યોગાંગ ધ્યાન છે. તે પણ ધર્મધ્યાન અને શુકલધ્યાનની વિશેષતાવાળું છે. અર્થાત્ સૂક્ષ્મ ઉપયોગપૂર્વકનું પૂર્વશ્રુતાદિનું સૂક્ષ્મ ચિંતન હોય છે. અધ્યવસાયની અપૂર્વ સ્થિરતા હોય છે. આ ધ્યાન પ્રાધ્ય શ્રેણિઆરૂઢ યોગીજનોને હોય છે. જો કે ધર્મધ્યાનની યોગ્યતા મુનિરાજોને સાતમે ગુણસ્થાનવર્તી હોય છે. ગૌણપણે આંશિક ઉચ્ચકક્ષાના ગુણસ્થાનવર્તી શ્રાવકને હોય છે. મુનિજનોને શુકલધ્યાન ગુણશ્રેણિના આરોહણ સમયે હોય છે. આ ધ્યાનનો પ્રકર્ષ એવો હોય છે કે ઘનઘાતી કર્મો નિરંતર તૂટતા જાય છે. આત્મા પૂર્ણજ્ઞાનદશા તરફ વેગે પ્રયાણ કરે છે. આ ધ્યાનમાં મન, વચન, કાયાની બધી જ શક્તિ સ્થિરતારૂપ હોય છે. એટલે ઉપયોગની સૂક્ષ્મતા વધુ થતી હોવાથી યોગોને વીર્ય વધુ ફોરવવું પડે છે. જેમ જેમ ધ્યાનદશા વિકસતી જાય છે તેમ તેમ જાગૃતિ વિશેષ હોય છે. વળી આ યોગીજનોના આહાર, વિહાર, નિદ્રા, અતિ અલ્પ હોય છે. પ્રાલય નિર્વિકલ્પદશા હોવાથી સમતામાં જ રમણતા છે. કોઈ પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાયો, રાગાદિથી તેઓ મુક્ત છે. આ દૃષ્ટિમાં મુનિજનોને ધ્યાનજન્ય સુખની પ્રાપ્તિ હોય છે. છઠ્ઠી દૃષ્ટિમાં પ્રશસ્ત કષાયજન્ય વૈકલ્પિક માનસિક સુખ છે તે આત્માનુભૂતિના સુખ જેવું નથી. પરંતુ નીચી કોટિનું છે. કારણકે વિષયોના સુખની શુભ અસર હોય છે. પાંચમી દૃષ્ટિમાં ભલે સમક્તિ હોય પણ ધ્યાનદશાનું સુખ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૧ પ્રભાદેષ્ટિ Page #287 -------------------------------------------------------------------------- ________________ ન હોવાથી શુભાશુભ ભાવની અસર હોય છે. પ્રભાષ્ટિવાળા મહાત્માઓ ' ધ્યાનદશામાં પરમ સુખને માણે છે, જાણે મોક્ષનું સુખ માણતા હોય? પ્રભાષ્ટિવાળા જીવો મનોવિજયી હોય છે. બહારના સુખદુઃખાદિના વિંધોની અસર થતી નથી. તે મહાત્માઓની દશા એવી સાનંદાશ્ચર્યકારી હોય છે કે તેઓ શાતા કરતાં અશાતાની પ્રાપ્તિમાં પોતાનું બળવીર્ય વધુ ફોરવે છે. અને કર્મોનો મોટો જથ્થો નષ્ટ કરે છે. એવી સ્થિતિમાં તેમનું આંતરિક સુખ ઈન્દ્ર કે ચક્રવતીનાં સુખ કરતાં પણ અનેકગણું હોય છે. તેઓ મહાન મનોજયી હોય છે. એક દષ્ટિમાં નિર્મળબોધે, ધ્યાન સદા હોયે સાચું રે, દૂષણ રહિત નિરંતર જયોતિ, રતન તે દિપે જાયું રે. ભવિકા -આ. દ. સજઝાય, ઉપા. શ્રી યશોવિજયજી. આવા સુખનો અધિકાર પ્રાપ્ત થવાનું કારણ જડ ચેતનની ભિન્નતાનું પરમાર્થ વિવેકરૂપ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાન સ્વાભાવિક અને નિશ્ચયરૂપ હોવાથી તેઓની પરભાવમાં અંશ માત્ર રમણતા નથી. આથી તેઓ પરમ સુખમાં નિમગ્ન હોય છે. ધ્યાન દશામાંથી પ્રગટેલું આ સુખ પુણ્યકર્મ સાપેક્ષ નથી. કર્મ એ પરતત્ત્વ છે. તેથી પુણ્યકર્મથી મળતું સુખ પરાધીન હોવાથી દુઃખરૂપ છે. આથી અશાતારૂપ પાપકર્મના ઉદયમાં પણ મુનિઓ આંતરિક ધ્યાનનું સુખ અનુભવતા હોય છે. અમરમુનિ બાળમુનિ હતા. માતાએ આવેશમાં છાતીમાં હથિયાર ભોંકી દીધું. પરંતુ ધ્યાનમગ્ન મુનિને તેની અસર ન થઈ. દેહની ભિન્નતાના પરમ ભેદજ્ઞાનના યોગે ધ્યાનમાં લીન હતા. ધર્મધ્યાન અને શુકલધ્યાનના સાતત્યમાં જ્ઞાનના બોધની નિર્મળતા છે. તે જ્ઞાનના વિકાસ સાથે તત્ત્વચિંતનની સૂક્ષ્મતા પ્રગાઢ બનતી જાય છે. નિશ્ચયનયથી આ દૃષ્ટિમાં આત્મસંવેદનનો આનંદ હોય છે. શુદ્ધજ્ઞાનની તૃપ્તિ છે. સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ રે; એ દેણે આત્મગુણ પ્રગટે, ક્યો સુખ કુણ કહીએ રે. ભાવિકા. -આ. દ. સજઝાય, ઉપા. શ્રી યશોવિજ્યજી. પૂર્વબદ્ધ એવા જ્ઞાનાવરણીય અને મોહનીય આદિ કર્મોનો નિર્મળ ક્ષયોપશમ થવાથી પ્રાપ્ત થયેલા ઉત્તમ બોધને કારણે આ મહાત્માઓ નિરંતર ધ્યાનદશામાં હોય છે. શુદ્ધજ્ઞાનયોગ અને નિર્મોહદશાના બળે આ યોગીઓ નિજઘરરૂપ પોતાની પરમ આત્મદશામાં લીન હોય છે, યોગદૃષ્ટિ સમુચ્ચય પ્રભાષ્ટિ Page #288 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેઓ પરમ સુખ અનુભવે છે. આ કારણે પુદ્ગલોના સુખ દુઃખનો યોગ હોવા છતાં તેનો અનુભવ તેમના મનોયોગમાં પહોંચતો નથી. તેઓ તેના જ્ઞાતા દ્દષ્ટા છે. આ દૃષ્ટિવાળા મહાત્માઓની દશા સ્વરૂપમય હોવાથી સંવેધવેદ્યપદથી પણ વિશેષ સત્પ્રવૃત્તિપદ હોય છે જેને અસંગ અનુષ્ઠાન કહે છે. દરેક દૃષ્ટિમાં જીવની સાધના વિકસતી જાય છે. પ્રીતિ, ભક્તિ, વચન જેવા અનુષ્ઠાન પછી આ દૃષ્ટિમાં મહાત્માઓને અસંગ અનુષ્ઠાન હોય છે. હજી દેહધારી છે એટલે કંઈક પ્રવૃત્તિયોગ હોય તો પણ તે રાગાદિ વિકલ્પ રહિત હોય છે, બાહ્યસંગથી રહિત જ્ઞાનમય હોય છે. આ મહાત્માઓને સમતારસનું ભરપૂર સુખ હોય છે. કેવળજ્ઞાનીઓને પૂર્ણ વીતરાગતાનું સુખ હોય છે, અને સિદ્ધ ભગવંતોને અવ્યાબાધપણાનું (બાધારહિત) સુખ હોય છે. આ દૃષ્ટિનું અસંગઅનુષ્ઠાન પરમાર્થ-મહામાર્ગના પ્રયાણસ્વરૂપ છે. સત્પ્રવૃત્તિપદ જયાંથી હવે પાછા ન આવવું પડે તેવું પદ છે. અર્થાત્ ક્ષપકશ્રેણિ પર આરોહણ છે. ચાર અનુષ્ઠાન : (૧) પ્રીતિ અનુષ્ઠાન : જેમાં અત્યંત આદર અને પ્રીતિ હોય. (૨) ભક્તિ અનુષ્ઠાન : અત્યંત પૂજયભાવથી થતું અનુષ્ઠાન છે જેમાં ભાવના અને વિધિની વિશેષતા છે. (૩) વચન અનુષ્ઠાન : શાસ્ત્રાનુસારિ જયાં જયાં જે જે યોગ્ય હોય તે કરે. (૪) અસંગ અનુષ્ઠાન ઃ સર્વ બાહ્ય અવલંબન રહિત શુદ્ધ એવું આ અનુષ્ઠાન છે. તત્ત્વના ગહન ચિંતન પછી તથા શાસ્ત્રના વારંવાર અભ્યાસ પછી આત્મઅનુભવયુક્ત ધર્મપ્રવૃત્તિ તે અસંગઅનુષ્ઠાન છે. તે અનાલંબન યોગ કે નિરાલંબન યોગ કહેવાય છે. તેને સામર્થ્યયોગ પણ કહેવાય છે. આ અસંગ અનુષ્ઠાન એ મુનિમહાત્માઓની અપ્રમત્ત દશા છે. નિરતિચાર ચારિત્રમાં પ્રશસ્ત કષાયો, ગુરુજનોનો રાગ વગેરે હોય છે તે પ્રમત્તદશા છે. અસંગ અનુષ્ઠાનમાં પ્રશસ્ત કે અપ્રશસ્ત એક પણ કષાય નથી તેથી તે અપ્રમત્તદશા છે. જોકે અપ્રમત્તદશા છતાં અહીં અપ્રમત્ત ગુણસ્થાનક નથી, આ ગુણસ્થાનકમાં સતત નિર્વિકલ્પદશા હોય છે. આ દૃષ્ટિમાં વચમાં વચમાં વિકલ્પદશા સંભવે છે. ત્યારે છઠ્ઠું ગુણસ્થાનક હોય છે. આ છઠ્ઠી અને સાતમી દૃષ્ટિ ગીતાર્થજનોને હોય છે. મહદ્અંશે અગિયાર અંગનાપાઠી હોય તે ગીતાર્થજનો છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૩ પ્રભાદષ્ટિ Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીર પૂર્વના ત્રીજા ભવમાં (નંદમૂનિ) અગિયાર અંગના પાઠી હતા. અને ઋષભદેવ ભગવાન ચૌદ પૂર્વી હતા. અંતિમભવમાં તેમને પાથ અલ્પ પણ પૂર્વનું જ્ઞાન હોય. શાસ્ત્રવચનોના અતિશય અભ્યાસથી એવું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટે છે કે જેમાં અન્ય આલંબનની આવશ્યકતા રહેતી નથી. તે દશાને ઉપચારથી સામર્થ્ય યોગ કહે છે. શ્રેણિએ આરૂઢ આ યોગમાં કોઈ વિશેષ પ્રયત્ન જરૂર રહેતી નથી. તેથી સૂત્રમાં કહ્યું છે કે એવા યોગીજનોનું સામર્થ્ય આશ્ચર્યકારી હોય છે. શાસ્ત્રયોગમાંથી સામર્થ્યયોગ તરફ જાય છે. સાતમી દૃષ્ટિમાં ઉપચારથી સામર્થ્ય યોગ છે. “ઈક્કોવિ નમુક્કારો” એક જ વાર ભાવમાં સ્થાયી બનેલા નવકારમંત્રથી જીવ સંસાર સાગરને તરે. સર્વ પાપ નાશ પામે તેવી શુદ્ધદશા હોય છે. તેવું સામર્થ્ય પાય શ્રેણિ આરૂઢ યોગીજનોમાં હોય છે. તેઓના પાથ સહજ પ્રયાસથી કાર્ય સિદ્ધિ થાય છે. આઠમી દૃષ્ટિમાં ક્ષપક શ્રેણિમાં આવતા અપૂર્વકરણ આઠમું ગુણસ્થાનક કે જયાં સામર્થ્યયોગ (સ્વરૂપ સહનશક્તિ) પ્રગટે છે તે પારમાર્થિક સામર્થ્યયોગ છે. તેના બે ભેદ છે. (૧) ધર્મ (ર) યોગ (૧) ધર્મઃ જેમ વ્યવહારિક અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગણિત શીખવું ફરજિયાત છે, પરંતુ જયારે મેડિકલલાઈન લે ત્યારે તે કેવળ સામાન્ય માહિતી બની જાય છે, પછી તે આંકડા પુનઃ ગોખવાની જરૂર રહેતી નથી. તેમ સાધક અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરે ત્યારે તેને ક્ષમાદિ ગુણ પ્રાપ્તિ અવશ્ય હોય છે. તે સાધક સાધુ થાય ત્યારે તે ઉત્તમ ક્ષમા ધર્મ બને છે. અર્થાત સાધુ પ્રાણાંતે પાળે તેવો યતિધર્મ હોય છે. તેથી તે ગુણો સહજપણે સ્થાપિત થઈ જાય છે. હવે જયારે આઠમા ગુણસ્થાનકે શ્રેણિ પર આરૂઢ થાય ત્યારે જેમ પ્રતિક્રમણ આદિ ક્રિયાનું પ્રયોજન નથી તેમ ક્ષમાદિ ગુણોનો વિકલ્પ નથી, તેથી આઠમા ગુણસ્થાનકેથી તે યતિ ધર્મોનો ત્યાગ થાય છે. અર્થાત હું ક્ષમા ધારણ કરું તેવા વિકલ્પ નથી. ક્ષયોપશમભાવના ધમના ત્યાગવાળો આ સામર્થ્યયોગ આઠમાથી શરૂ થાય છે. તે તે ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર મોહનીચના કર્મનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવના ધર્મો અહીં પ્રગટ થાય છે. તેથી આત્મા ઉધ્વરોહણ કરે છે. (ર) યોગ ઃ મન, વચન, કાયાના યોગનો ત્યાગ (નિરોધ) કરવારૂપ જે સામર્થ્યયોગ તે યોગ છે. તે તેરમા ગુણસ્થાનને અંતે થાય છે. ક્ષપકશ્રેણિનું આ આરોહણ પરમાર્થમાર્ગનું મહાપ્રયાણ છે. જયાંથી હવે પાછા ફરવાનું યોગદષ્ટિ સમુચ્ચય ૨૮૪ પ્રભાષ્ટિ Page #290 -------------------------------------------------------------------------- ________________ નથી. તેજ મુક્તિપદ છે, તેને અત્રે સપ્રવૃત્તિપદ કહે છે આ પ્રકારના પદને લાવનારી આ પ્રભાદેષ્ટિ છે. તેથી અને સામર્થ્યયોગને જણાવ્યો છે. યોગાંગના પ્રણેતા પાતંજલ ઋષિએ આ સાતમી દૃષ્ટિનું માહાભ્ય જણાવતા નિષ્પન્ન યોગીના લક્ષણ કહ્યા છે. (૧) દોષવ્યપાય : આ દૃષ્ટિમાં સંપૂર્ણ પાપારંભનો ત્યાગ છે. અહિંસાદિ દોષ સંપૂર્ણ વર્ષ છે. અપવાદની પણ મોકળાશ નથી. (૨) પરમતૃપ્તિ : આ યોગીઓને ઈચ્છા, તૃષ્ણા આકાંક્ષા કે અભિલાષાનો સદંતર અભાવ છે. મૈત્રી આદિ ભાવના જેવા ભેદના વિકલ્પ ન હોવાથી તેઓ પરમશાંતિ અને તૃપ્તિ અનુભવે છે. (૩) ઔચિત્યઃ આ યોગીને ગુરુકુલની કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાની નથી, છતાં કંઈપણ કરવાનું હોય તો યોગને ઉચિત જ હોય છે, તેમાં રાગાદિનો વિકલ્પ નથી. સહજદશા છે. પાતંજલ ઋષિના આ પ્રરૂપણાથી ગીતાકાર વ્યાસમુનિની પદ્ધતિ જુદી જણાય છે. તેઓ માને છે કે સંસારના બધા જ કર્તવ્યો ઔચિત્યપૂર્વક, નિષ્કામભાવે કરવા ઉપાદેય છે. તે માન્યતા અનુસાર કર્મની અનેક પ્રણાલિ પ્રયોજી છે. તેને કર્મયોગ માન્યો છે. જોકે તેમાં ફળની આશા નથી. જેનદર્શન તેનાથી તદ્ન જુદી પ્રણાલિ જણાવે છે. કાદવમાં ખરડાઈને નીકળવું તેના કરતા કાદવમાં પગ મૂકવો જ નહિ એટલે ઉત્સર્ગમાર્ગે સંયમ જ ઉપાદેય છે, સંસારની તમામ પ્રવૃત્તિ હેય છે. સંયમ લેનારે કૌટુમ્બિક કે સામાજિક કોઈ જવાબદારી નિભાવવાની નથી. જે સંસારમાં છે તે સાધકે તેના કર્તવ્યોમાં ઔચિત્યનું પાલન કરવાનું છે. છતાં પણ તે ઉપાદેય તો નથી. પ્રભાદેષ્ટિનું આખરી પરિણામ અસંગયોગ, સામર્થ્યયોગ અને છેવટે યોગસંન્યાસ છે. આ જ યોગીઓ આઠમી દષ્ટિને પ્રાપ્ત રે છે. આવી ઉત્કૃષ્ટ જ્ઞાનદશાનું વર્ણન ક્રવું તેની મર્યાદા છે. પૂર્ણ યોગીજીવનની દશા વર્ણનાતીત છે. તે પ્રત્યે સાધકે અત્યંત અહોભાવ રાખી પોતાનું ધ્યેય એ જ છે તેમ ભાવના કરવી. પ્રભાષ્ટિમાં યોગીજનોની અનુભૂતિની મુખ્યતા છે. તે આઠમા ગુણસ્થાનકથી આવનાર છે. તેમને દ્રવ્ય, રોગ કે રાગાદિ ભાવરોગ થતા નથી. સમાધિજન્ય આંતરસુખ હોય છે. તેમનું સુખ પુણ્યને આધીન નહીં પરંતુ સ્વાધીન છે તે ક્ષણ મળવાળા સુવર્ણની જેમ સદા કલ્યાણકારી હોય છે. આ યોગીજનોને અસંગઅનુષ્ઠાનના બળે મુક્તિપથમાં પ્રયાણ કરાવનારું સપ્રવૃત્તિપદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તેઓ આઠમી પરાષ્ટિમાં પ્રવેશ કરે છે. યોગદષ્ટિ સમુચ્ચય ૨૮૫ પ્રભાષ્ટિ Page #291 -------------------------------------------------------------------------- ________________ : ૮. પરાષ્ટિ યોગની આઠ દૃષ્ટિમાં આ આખરી શ્રેષ્ઠ રત્નત્રયીના બોધયુક્ત આધ્યાત્મિક વિકાસપૂર્ણ પરાષ્ટિ છે. પર=શ્રેષ્ઠ, પરમ, પરા દૃષ્ટિ=રત્નત્રયીનો બોધ. આ દૃષ્ટિમાં આત્મા પૂર્ણજ્ઞાનરૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શન તથા પૂર્ણ વિતરાગ ચારિત્રરૂપ અયોગદશાને પ્રાપ્ત કરે છે. તેથી પરાદેષ્ટિ નામ સાર્થક છે. (૧) બોધ ચંદ્રના પ્રકાશ જેવો (૨) આસંગ દોષ ત્યાગ (૩) સાભીકૃત પ્રવૃત્તિ (સહજદશા) (૪) આઠમું યોગાંગ સમાધિ. બોધ : સાતમી દષ્ટિમાં બોધ સૂર્યના પ્રકાશ જેવો હતો આ દૃષ્ટિમાં ચંદ્રના પ્રકાશ જેવો છે. વાસ્તવમાં જો નજીક જઈને જોવામાં આવે તો ચંદ્રનો પ્રકાશ વધુ ઉજ્જવળ છે. તેમજ શીતળ અને સૌમ્ય છે. - જ્યોતિષી દેવોમાં ચંદ્રદેવ વધુ સમૃદ્ધ છે. તેમનું વિમાન સર્વશ્રેષ્ઠ રત્નોનું બનેલું છે. તેના તળીયાનો પ્રકાશ તે આ ચંદ્રનો પ્રકાશ છે. તેથી પરાષ્ટિના બોધને ચંદ્રના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે. સાતમી દૃષ્ટિમાં બોધ ધ્યાનના હેતુવાળો હતો આ બોધ ધ્યાનરૂપ જ છે. આઠમી દષ્ટિમાં સંપૂર્ણ નિર્વિકલ્પદશા છે. એટલે પરાકાષ્ઠાની સમાધિદશા હોય છે. મુનિ આ દશામાં આત્મિક સુખની અનુભૂતિ કરે છે. શુભરૂપી પરભાવનો પણ આસંગ દોષ નથી. આત્માની સહજ સ્વગુણરમણતા સ્વરૂપ પ્રવૃત્તિ છે. પ્રતિક્રમણાદિ જેવી પ્રવૃત્તિ કે અન્ય વિકલ્પ બુદ્ધિપૂર્વક કરવા પડતા નથી. આ દશાનું વર્ણન વચનાતીત છે. ધન્ય હો યોગીદશાને. યોગ્ય દેશકાળને અનુરૂપ સાતમે ગુણસ્થાનકે ચારિત્રમોહનીયનું ચરમયથાપ્રવૃત્તકરણ હોય છે, પછી અપૂર્વકરણથી ક્ષપકશ્રેણિ માંડે ત્યારે નિર્વિકલ્પદશારૂપ આ આઠમી દૃષ્ટિનો પ્રારંભ થાય છે. તે ચૌદમાં ગુણસ્થાનકની શૈલેશી અવસ્થા સુધી છે. શ્રેણિનો કાળ અંતર્મુહૂર્તનો છે. આ શ્રેણિમાં જીવ ધ્યાનસ્થ છે. કોઈપણ ધર્માનુષ્ઠાનનો અહીં વિકલ્પ નથી. કારણકે અનુષ્ઠાન દ્વારા જે સિદ્ધ કરવાનું છે તે સાધ્ય સિદ્ધ થઈ ગયું છે. આઠમી દૃષ્ટિના બોધમાં એવી પ્રબળતા છે તેથી દોષના નિરાકરણ માટે દઢ અભિગ્રહો કે પ્રાયશ્ચિત માટે પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન કરવા પડતા નથી. Jain EURER H42214 For Private 26 Esonal Use Only : www.HRLERry.org Page #292 -------------------------------------------------------------------------- ________________ છતાં આશ્ચર્યજનક અપવાદ બને છે. કોઈને અમુક પ્રકારની બાહ્યક્રિયા ચાલું હોય અને આત્માના પૂર્વની આરાધનાના બળે વર્તમાનમાં તેનો આવિર્ભાવ થતા દ્રવ્ય-બાહ્યક્રિયા થતી હોય ત્યારે શ્રેણિએ આરૂઢ થાય. યદ્યપિ શુકલધ્યાનદશા તો હોય છે. ક્વચિત તેવા દેષ્ટાંત જાણવા મળે છે. અંતે બાહ્ય ક્રિયાપણ વિસર્જન થાય છે. આઠમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ક્ષયોપશમભાવ પરાકાષ્ઠાવાળો થઈને તેરમે-ચૌદમે ગુણસ્થાનક ક્ષાયિકભાવનો બોધ પ્રવર્તે છે. ક્ષયોપશમભાવ તે તે સ્થાને કર્મ ઉદય સાપેક્ષ છે. ક્ષાયિકભાવ કર્મ ઉદય રહિત છે. આ સ્થાને આલંબનની આવશ્યકતા રહેતી નથી. આત્મિક પરિણામની શુદ્ધતાના બળે સામર્થ્યયોગ પ્રગટ થાય છે. તેના બે ભેદ છે. (૧) ધર્મ સશ્યાસ (૨) યોગ સભ્યાસ ધર્મ સન્નયાસ : છઠ્ઠા ગુણસ્થાનકના પ્રારંભમાં પ્રવજયા સમયે જે ધર્મ સભ્યાસ કહ્યો છે તે ઔપચારિક અને અસ્થિર હતો. તેમાં શ્રાવકને યોગ્ય જે દ્રવ્યદયાદિ ધર્મકૃત્યો હતા તેનો સાધુ જીવનમાં સશ્વાસ હોય છે. જેમકે દ્રવ્યપૂજા ન હોય પણ ભાવપૂજા હોય. સાંસારિક પ્રવૃત્તિ ન હોય ધાર્મિક ક્ષેત્રે પણ પ્રાઃયે નિવૃત્તિ હોય. સાતમી દૃષ્ટિમાં સામર્થ્યયોગનો પ્રારંભ માત્ર હતો. શ્રેણિમાં જે સભ્યાસ છે તે નિરૂપચરિત, તાત્ત્વિક છે. ક્ષયોપશમિક ધર્મનો ત્યાગ કરીને ક્ષાયિક ગુણો પ્રાપ્ત થાય છે. આત્મિક ગુણોને પ્રગટાવવા માટે ચારે ઘાતીકર્મોના ક્ષયોપશમાદિની વિશેષ આવશ્યકતા છે. અહીં કેવળ પુણ્યોદય કાર્યકારી નથી. ઘાતીકર્મોના ક્ષયોપશમ સમયે પુણ્યપ્રકૃતિઓ માત્ર સહાયક બને છે. જેમકે શાતાવેદનીય, સુભગ નામકર્મ વગેરે. વિશિષ્ટ શુદ્ધોપયોગ દ્વારા ઘાતીર્માંનો નાશ થતા સર્વજ્ઞ ભગવાનને બધીજ લબ્ધિઓ ગુણો ક્ષાયિભાવના થાય છે. સ્વયં કૃતકૃત્ય થાય છે. હવે બાહ્ય પૂજા પરોપકારાદિ કોઈ ઉત્સુક્તા રહેતી નથી. તેમની ઉપસ્થિતિ જ ક્લ્યાણકારી બને છે. પ્રથમ સામર્થ્યયોગ અન્વયે ધર્મસથ્યાસ પ્રવર્તે છે. અર્થાત આશયપૂર્વક કોઈ ક્રિયા હોતી નથી. જેમકે દોષોના પ્રાયશ્ચિત માટે પ્રતિક્રમણાદિ ધર્મકરણી સંભવતી નથી કારણકે તેમની જીવનશુદ્ધિ સહજભાવે મોહનીયકર્મનો ઉદય સત્તામાંથી ક્ષય કરી લે છે. તે બારમું ગુણસ્થાન હોય છે. બારમા ગુણસ્થાને પૂર્ણ વીતરાગ થઈ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૭ પરાષ્ટિ Page #293 -------------------------------------------------------------------------- ________________ અને અંતરાય જે સંજવલનરૂપે હતા તે ઘાતી કર્મનો ક્ષય કરી પરાદેષ્ટિવાળા યોગી મહાત્મા સર્વજ્ઞકેવળી પરમાત્મા બને છે. ત્યારે તેઓ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યના સ્વામી થાય છે. કૃતકૃત્ય થાય છે. અઘાતકર્મો બાકી છે તે પાપપુણ્યરૂપે છે. મહદઅંશે પુણ્યરૂપ હોય છે. તે આયુષ્ય પૂર્ણ થતાં સહજપણે નાશ પામે છે તે જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. - યોગ સસ્યાસ : તેરમાં ગુણસ્થાનકે માત્ર અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે છે ત્યારે આ યોગી મહાત્મા મન, વચન, કાયાના યોગનો વિરોધ કરે છે. ચૌદમા ગુણસ્થાનકે પ્રયાણ કરે છે. અયોગી થવાથી શૈલેશી અવસ્થાની (અત્યંત સ્થિર) પ્રાપ્તિરૂપ બળથી ભવથી મુક્ત થઈ પરમ નિર્વાણને પામે છે. ભવરોગથી આત્યંતિક નિવૃત્તિ થાય છે. મોક્ષની સાથે જોડે તે પ્રધાનયોગબળ છે. સર્વશ્રેષ્ઠ એવી શૈલીશી અવસ્થાની પ્રાપ્તિરૂપ આ પ્રધાનયોગબળથી મહાત્મા શીવ્રતાએ નિર્વાણપદ પામે છે. જેમાં પાંચ હૃસ્વસ્વરોના ઉચ્ચારણ જેટલો કાળ લાગે છે. આગળની દૃષ્ટિમાં થયેલો ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ, ધર્મસયાસ યોગનો પ્રથમનો સામર્થ્યયોગ આ મુક્તિ પ્રદાનને સહાયક થનારા હોય છે. એવો આધ્યાત્મિક વિકાસક્રમ છે. પરંતુ યોગસઢ્યાસ નામનો આ બીજો સામર્થ્યયોગ અતિ શીઘતાએ મુક્તિદાતા બને છે. તે મુક્તાત્માને હવે જન્મ મરણની વ્યાધિ સર્વથા નિર્મૂળ થાય છે. આત્માનું સ્વપણે હોવું તે સ્વભાવ છે. જન્મમરણનો નાશ થવા છતાં આત્મદ્રવ્ય પરમસુખરૂપે શાશ્વત રહે છે. મુક્તિના શાશ્વત સુખનું વર્ણન વચનાતીત છે. વ્યાધિયુક્ત રોગી વ્યાધિથી મુક્ત થાય તેનું પણ વર્ણન કરી શકતો નથી. આ તો આત્માના સંવેદનનું સુખ અનંતગણું છે. તેનું વર્ણન સર્વજ્ઞ પણ સંપૂર્ણ કરી શકે નહિ. તે માત્ર અનુભવ યુક્ત છે. દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણુજી, નિરતિચાર પદ એહમાં, યોગી હીએ નહિ અતિચારીજી, આરોહે આરૂઢે ગિરિ, તેમ તેહની ગતિ ન્યારીજી. આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. આ મહાત્માઓએ વિશિષ્ટ સાધનાબળે સ્થિરાદષ્ટિમાં આવીને સમ્યકત્વ જેવા ગુણને પ્રાપ્ત કરી, વેધસંવેદ્યપદના યોગે, સાંસારિક સુખની યોગદષ્ટિ સમુચ્ચય પરાષ્ટિ ૨૮૮ Page #294 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાઓની સમાપ્તિ કરી છે. તેઓ યોગદૃષ્ટિમાં વિકસતા સોપાનની યાત્રા અહીં આઠમી દૃષ્ટિમાં સમાપ્ત કરે છે. કૃતકૃત્ય થઈ ગયા છે. ઓઘદૃષ્ટિમાંથી પીઠ કરીને નીકળેલો સાધક મિત્રાદેષ્ટિ આદિ સ્થાને મોક્ષપ્રાપ્તિની રૂચિવાળો તે યાત્રાને પરાષ્ટિમાં પૂર્ણ કરી પરમ સમાધિને પામે છે. શારીરિક વ્યાધિથી પીડા પામતો જીવ સુવૈધની સારવારથી વ્યાધિમુક્ત બને ત્યારે શાતા પામે છે. તેવી રીતે કર્મો, જન્મ, જરા, મરણરૂપ ભવવ્યાધિથી પીડાતો જીવ અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી ધર્મ ચિકિત્સાને યોગ્ય રીતે સેવે છે ત્યારે ગુણસ્થાનકે આરોહણ કરી સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્ય કર્મોથી ભવરોગથી સર્વથા મુક્ત થાય છે. યોગની આઠ સાધનારૂપ દષ્ટિ પ્રથમ ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાનકની અવસ્થાઓ દર્શાવે છે. અનાદિકાલીન જીવમાં જે સંસારનો રાગ અને મુક્તિનો દ્વેષ જેવો સહજમલ ઘટતો જવાથી તાત્વિક વૈરાગ્ય વિકસતો જાય છે. અહીંથી યોગમાર્ગનો શુભપ્રારંભ થાય છે. જો કે અનાદિકાલીન રાગાદિ સંસ્કારોનો ત્યાગ કરવો. સુખભોગનો ત્યાગ અને યોગનો માર્ગ લેવો કઠિન હોય છે. છતાં “દર્શન દુર્લભ સુલભ કૃપા થકી” જીવ એક એક દષ્ટિના ગુણને કેળવતો ઉદ્યમી થઈ આઠમી દૃષ્ટિ સુધી પહોંચી લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સર્વથા મુક્ત થાય છે. વાસ્તવમાં આત્મા સ્વભાવે શુદ્ધ છે, કર્મ તો પરપદાર્થ છે. તેનો અજ્ઞાનવશ સંયોગ છે. વળી કર્મો જડ છે આત્મા ચેતન છે, જેની અનંતગુણી શક્તિ છે. તેથી જાગૃત આત્મા અનાદિના કર્મોના આવરણ દૂર કરી મુક્ત થાય છે. આ પરાષ્ટિમાં આત્માના શુદ્ધસ્વભાવની પૂર્ણતા પ્રગટ થાય છે તે આત્મા સિદ્ધત્વ પામે છે. (૨) આસંગ દોષક્ષય : આ દશા ઘણી જ ઉચ્ચ છે. આસંગનો અર્થ સમતાની રતિ છે. સમતા ગુણ છે તે સહજ હોવો જોઈએ પણ સમતાનો રાગ થયો, મેં સમતા રાખી એ કર્તાભાવ સાતમી દૃષ્ટિમાં હતો તે બાધક ગણાય છે. આઠમી દૃષ્ટિમાં મહાત્મા નિઃસંગ છે. ગુણોના કર્તા નથી પણ ગુણોના જાણનાર છે. તેથી દરેક પ્રકારની રતિઅરતિના તેઓ ત્યાગી છે. સમતાના સુખમાં રાજી થવું તે અસંગનો પણ સંગ છે. આ રતિભાવ પતનરૂપ નથી પણ આગળની દશામાં બાધક છે. તત્ત્વ આવું સૂક્ષ્મ છે. સમતાની કે વીતરાગતાની ઉત્સુકતા પણ નથી. યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૯ પરાષ્ટિ Page #295 -------------------------------------------------------------------------- ________________ જેમકે બંધકમુનિને જયારે રાજાના આદેશથી દેહ પરથી ચામડી ઉતારનારે તેમની પાસે આવી રાજાનો આદેશ સંભળાવ્યો ત્યારે તેઓએ તરતજ તેમ કરવા માટે તે ચમારોને ખૂશી બતાવી. અને પોતે મુનિ છે માટે સમતા એ મારો ધર્મ છે તેમ વિચારીને દેહાધ્યાસ ત્યજી અપૂર્વ સમતામાં રહ્યા. પણ હું મુનિ સમતાનો ધારક મારે સમતા રાખવી એ ધર્મ છે. આ ચમારો મને સહાયક છે વગેરે વિકલ્પ થયો. યદ્યપિ કાળલબ્ધિ તેમ હતી. છતાં આવા ઉચ્ચ કોટિના શુભભાવે ઉત્તમ સ્વર્ગલોક પામ્યા. એટલે મુનિપણું છે વગેરે શુભ વિકલ્પ પણ શુદ્ધધર્મમાં આસંગ દોષરૂપ મનાય છે આત્મા કેવળ ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે. ક્ષમાદિ ધર્મો સહજ હોય ત્યારે શ્રેણીમાં તેનો સભ્યાસ કહ્યો છે. આ દશા ઘણી ઉચ્ચ કક્ષાની છે. તેનું વર્ણન શું થઈ શકે ? અર્થાત્ સમતાનો રાગ નથી રિત છે. આ રિત સાતમી દૃષ્ટિ સુધી રહે છે. પણ આઠમીમાં તે બાધક છે. પતન નથી થતું પણ આગળના વિકાસમાં બાધક છે. ભગવાન મહાવીર સમતાના ભંડાર, સમતાનો રાગ નહિ પરંતુ સમતાની રતિ (પક્ષપાત) જેવા આસંગદોષથી કેવળજ્ઞાન ન પામ્યા. વાસ્તવમાં જ્ઞાનાવરણીય આદિ ઘાતીકર્મ તૂટે ત્યારે એ સમતાની રતિ કેવી રીતે છોડવી તેને જાણવા, તેમ કરવા યોગી સમર્થ બને ત્યારે તદ્નુસાર તે રતિ છોડે, છૂટી જાય ત્યારે તુર્ત જ પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામે. સૂક્ષ્મ એવી આ સમતાની રતિ-આસંગ જતાં શ્રેણિ મંડાય છે. ૩ ગુણ સાત્મીકૃત પ્રવૃત્તિ : અદ્ભૂત પ્રવૃત્તિગુણ-સહજપ્રવૃત્તિ. સાતમી દૃષ્ટિમાં સમતાની રતિ-આસંગરૂપ સૂક્ષ્મ દોષ હતો તેનો નાશ થઈ આ દૃષ્ટિમાં વીતરાગતાનો પ્રારંભ થાય છે. સાતમી દૃષ્ટિમાં સૂક્ષ્મ અતિચાર લાગી જવાનો સંભવ હતો તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત-પ્રતિક્રમણનો સૂક્ષ્મ આચાર હતો તેવો આ દૃષ્ટિમાં અતિચાર લાગતો નથી. માટે આ દૃષ્ટિમાં નિરાચારપદ છે. નિરાચારપદ અર્થાત આ દૃષ્ટિના મુનિને કોઈ આચાર પાલનનો વિકલ્પ નથી. વળી જે કંઈ ચેષ્ટા થાય તે કર્મજનિત છે. જેમકે સાતમી દૃષ્ટિવાળાને ગોચરી આદિ ક્રિયા સંયમના પાલન માટે હોય છે. સમતાનું લક્ષ હોય છે. આઠમી દૃષ્ટિવાળાને કર્મજન્ય ક્રિયા હોય છે. જે સમયે જે કર્મ ઉદયમાં આવે તે તદ્નુસાર પ્રવૃત્તિ કરી લે એટલે કર્મ ભોગવાઈને સહજપણે ક્ષય થઈ જાય. જેમકે તીર્થંકર નામકર્મના ઉદયાનુસારે ઉપદેશાદિ યોગદિષ્ટ સમુચ્ચય ૨૯૦ પરાદિષ્ટ Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ કરાવે. તે કર્મ ભોગવાઈને ક્ષય પામે અને નવું બંધન ન હોય. સાતમી દૃષ્ટિમાં સાંપરાયિક કર્મનો ક્ષય છે. જયારે આઠમી દૃષ્ટિમાં ભવોપગ્રાહી અઘાતીકર્મનો ક્ષય છે. જેમ રત્નનો કુશળ વ્યાપારી એકવાર મોટો સોદો કરી પુષ્કળ સંપત્તિ કમાઈ લે પછી જીવનભર ધંધો કરવાની જરૂર રહેતી નથી તેમ આ યોગીઓ ધર્મસભ્યાસ વડે કૃતકૃત્ય થઈ જાય છે. આત્મસંપત્તિ પ્રાપ્ત થયા પછી હવે એમને કોઈ પ્રયાસ કરવાનો નથી. આ યોગી હવે સર્વજ્ઞ બને છે. ઉત્તમ શૈલેશી યોગથી ભવરૂપી વ્યાધિનો મૂળમાંથી ક્ષય થયો છે. એટલે આ યોગી ભવનિર્વાણ પામે છે. અહીં ચૌદમા ગુણસ્થાનકની સમાપ્તિ થાય છે. આત્મા સ્વભાવથી શુદ્ધસ્વરૂપ રહેલો છે. સમગ્ર જીવોનો આત્મા શુદ્ધસ્વરૂપી જ છે. શુદ્ધ બનાવવાનો નથી. સમગ્ર જીવોનું જ્ઞાન કેવળજ્ઞાન સ્વરૂપે છે. પરંતુ તેના પર ઘાતીકર્મોનું આવરણ આવી ગયું છે. ચાર ઘાતીકર્મોમાં આત્માનાં બધા ગુણોને આવરવાની શક્તિ છે. ઘાતીકર્મોમાં જ્ઞાનાવરણીયકર્મ માત્ર જ્ઞાનગુણને જ આવરે તેવું નથી પણ તે આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્યગુણને આડકતરી રીતે આવરે છે. આત્માના મૂળ જ્ઞાનગુણને આવરે તેથી તેની અસર બીજા ગુણોને થાય. ચારે ઘાતીકર્મો પરસ્પર સંકળાયેલા છે. માટે આત્માના આધ્યાત્મિક વિકાસ માટે ચારે ઘાતીકર્મોનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થવો જોઈએ. માત્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આધ્યાત્મિક વિકાસ ન થાય. આત્મિકગુણોને પ્રગટાવવા ચારે ઘાતી કર્મોની ક્ષયોપશમાદિની જરૂર છે. તેમાં પુણ્યપ્રકૃતિના ઉદયની જરૂર નથી. જયારે પૌદ્ગલિક ભોગવટા માટે ઘાતીકર્મોના ક્ષયોપશમ સાથે પુણ્યપ્રકૃતિનો ઉદય જોઈએ. જેમકે ભોજનની તૃપ્તિ મેળવવા માટે કેવું ભોજન જરૂરી છે તેનું જ્ઞાન જોઈએ. અને ભોજનની યોગ્ય સામગ્રી મળે તેવી શાતાવેદનીય જેવી પુણ્યપ્રકૃતિનો ઉદય પણ જોઈએ. તેની પ્રાપ્તિ માટે અંતરાયકર્મનો ક્ષયોપશમ અને શક્તિ માટે વીર્યંતરાયનો ક્ષયોપશમ જોઈએ. જૈનદર્શનનો આદર્શ મુક્તિનો છે. યોગસાધના દ્વારા જીવ ભવવ્યાધિથી મુક્ત થાય છે. પ્રથમ દૃષ્ટિથી જ યોગનો આરંભ થાય છે. તેનો વિકાસક્રમ આઠમી દૃષ્ટિમાં પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જીવની મુક્તિનું લક્ષ્ય સિદ્ધ થાય છે. યોગષ્ટિ સમુચ્ચય ૨૯૧ પરાદિષ્ટ Page #297 -------------------------------------------------------------------------- ________________ (૪) યોગાંગ આઠમું સમાધિ-અર્થાત ઉચ્ચ ધ્યાનની દશા : આ દૃષ્ટિમાં નિર્વિકલ્પ સમાધિ છે. સમાધિ ધ્યાનનો પ્રકાર અને ધ્યાનનું ફળ પણ છે. ઉપયોગની ધારા તીવ્ર હોય છે. જ્ઞાન ઉપયોગની તદ્રુપતા તે ધ્યાન છે. ધ્યાતા ધ્યાન ધ્યેયની એકતા તે સમાધિ છે. આ ધ્યાન સ્વરૂપશૂન્યતા નથી પણ સ્વરૂપસહજતા છે. આ યોગદૃષ્ટિમાં આ સહજતા પૂર્ણરૂપે હોય છે. અનાદિકાળની મોહની તીવ્રતારૂપ ઓઘદૃષ્ટિમાંથી નીકળી શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મુક્તિસુખ પ્રત્યે લઈ જનારી યોગદષ્ટિની આ વિકટ યાત્રાનો સાધકે મહાપુણ્યયોગે મિત્રાદેષ્ટિથી આરંભ કર્યો હતો. વળી ગુરુગમે સ્થિરાદેષ્ટિમાં પ્રવેશ કર્યો. તેમાં મહાપુરૂષાર્થના બળે શુદ્ધ રત્નત્રયરૂપ સમ્યકત્વ, વેદ્યસંવેદ્યપદ તથા તત્વબોધના પ્રતાપે વિકાસ કરીને આઠમી પરાષ્ટિમાં મોક્ષસાધના સમાપ્ત થઈ. સાધકે મુક્તિના સુખને પ્રાપ્ત કર્યું. જે સુખ અવર્ણનીય છે, માત્ર અનુભવગમ્ય છે. કર્મકલંકથી જન્માદિથી આત્યંતિકપણે મુક્તદશાને પામી અનંતઅનંત સમાધિસુખમાં શાશ્વતદશા પામી કૃતકૃત્ય થયા તેઓને ભાવપૂર્વક વંદન હો. સૌ સાધક જીવો આ સુખના ઈચ્છુક થાય તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના, તે સિવાય હાલ આપણું શું ગજું છે ! અંતમાં ગ્રંથકારશ્રી આ ગ્રંથ રચનાનું પ્રયોજન જણાવતા કહે છે કે મેં મારા સ્વાધ્યાય માટે ગ્રંથ રચના કરી છે. કોઈ ગ્રંથની રચના માટે તે વિષયનું વારંવાર ચિંતન ક્રવું પડે. પરંપરાના ગ્રંથોનો આધાર લેવો પડે. વળી નવા ગ્રંથની રચના માટે દઢપણે ચિંતન કરવું પડે તેથી તે વિષય અવિસ્મરણિય બની જાય તે માટે મેં આ ગ્રંથની રચના કરી છે. તેમાં સહેજે પરોપકાર થઈ જાય છે. સ્વ-પર શ્રેયરૂપ આ ગ્રંથરચનાની અભૂતતા છે. ચિંતક કે સંપાદને લાભ થયો છે તેમ આ ગ્રંથથી જિજ્ઞાસુઓને પૂરો લાભ થવાની નિતાંત સંભાવના છે. ગ્રંથકારની પદ્ધતિ કે વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય તે માટે ક્ષમા યાચના. ઈતિ શિવમ્ ૨૯૨ યોગદષ્ટિ સમુચ્ચય પરાષ્ટિ Page #298 -------------------------------------------------------------------------- ________________ મિશાદૃષ્ટિ પરાષ્ટિ તૃણાગ્નિના તણખા જેવો ચંદ્રના પ્રકાશ જેવો. આસંગ અહેષ, JAIPUR पप्रवृत्ति સૂર્યના પ્રકાશ જેવો @Jરાસ) સમાધિ રોગ તત્ત્વમતિપતિ 1c6 તત્ત્વજિજ્ઞાસા , / \& Inlap I[19cJIIRIB\ P1123 naais નાની તેદવશુશ્રષા ક્ષેપ તારાના પ્રકાશ જેવો અન્યમુદ્ . તવમીમાંસા કાન્તાદૃષ્ટિ Millalk પ્રત્યાહાર તત્ત્વસૂક્ષ્મબોધ ભ્રાન્તિ રનના પ્રકાશ જેવો કાપSાગ્નિના તણખા જેવો, દિવેટિET) lablebap ઉથાન દીપકના પ્રકાશ જેવો જીરાસચ્છિ Jરાધા? For H P Use Only