________________
પરિભ્રમણ એ જ દુઃખદાયક છે. પરિભ્રમણથી મુક્તિ એ જ માનવના જીવનનું સાફલ્ય છે. મને આ પરિભ્રમણમાં શું મળે છે ! મારે સાચું સુખ જોઈએ છે તે તો સ્વસ્વરૂપમાં છે તેને આ ક્ષેત્રોમાં શોધવાથી કેવી રીતે મળશે ? માટે શુદ્ધધર્મ-વીતરાગધર્મનું આલંબન લઈ સ્વરૂપદ્રષ્ટિ પ્રાપ્ત કરી શાશ્વત સુખ પામવાની ભાવના કરવી.
લોક એટલે જીવ, અજીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાળ આ છ દ્રવ્યોનું સ્વગુણાત્મક સ્વતંત્ર પરિણમન છે. તે એક એક આકાશ પ્રદેશ પર વ્યાપીને રહ્યા છે. તલમાં તેલ જેમ વ્યાપીને રહ્યું છે, તેમ લોકમાં નિગોદાદિ જીવો ઠાંસીને ભર્યા છે. નરી નજરે તે દેખાતા નથી એવા સૂક્ષ્મ જીવોનું દેખાવું કેવળીગમ્ય છે.
સંસારી જીવને જયાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી જન્મ મરણરૂપ, વિવિધ પરિવર્તન થયા કરે છે. ધારો કે તમારું ધન, યશાદિ વૃદ્ધિ પામ્યા તો તમે સુખી થયા. ધનાદિની હાનિ થઈ તો તમે દુ:ખી થયા. આમ રાગાદિ ભાવનું પરિણમન થવું તે આત્માનો વિભાવ છે. સંસારી જીવના પરિણમનમાં કર્મના સંયોગે વિચિત્રતા છે તેથી સુખાદિ એક સમાન નથી ટકતા. કયારેક ક્રોધ થયો, વળી માયા થઈ એમ નિરંતર પરિણામ પરિવર્તિત થયા કરે છે.
સિદ્ધના જીવ સાથે કોઈ વસ્તુનો સંયોગ નથી, તેથી તેઓની અવસ્થાપર્યાય બદલાતી હોવા છતાં એક સમાન છે. તેમાં અતંર પડતું નથી. તેમનું જ્ઞાન પૂર્ણ છે, જેવું જાણે છે તે નિરંતર જાણે છે. તેઓ નિરંતર આનંદનો અનુભવ એક જ રૂપમાં કરે છે, પહેલા ઘણો કાળ જેવો આનંદ ભોગવ્યો તેવો જ બીજા સમયે ભોગવે, અનંત સમય સુધી એ જ ધારા એ આનંદનો અનુભવ કરે છે. તેમનું પરિણમન સમાન જ રહે છે કારણ કે તે સંયોગાધીન નથી સ્વતંત્ર છે.
લોકમાં દ્રવ્યો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યના નિયમને આધીન રહી નિરંતર પરિણમનશીલ હોવા છતાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે, પરરૂપે પરિણમતા નથી. જેમ દાળમાં નાખેલા બધાજ પદાર્થો એક વસ્તુમાં છતાં પોતાનો સ્વભાવ છોડતા નથી. મીઠું, ગળપણ દરેક પોતાનો સ્વભાવ જાળવી રાખે છે. તે વસ્તુનો એક અગુરુલઘુ નામનો ગુણ છે, તેથી જીવ પુદ્ગલ એક ક્ષેત્રમાં હોવા છતાં જીવ જીવરૂપે રહે છે, પુદ્ગલ પુદ્ગલ (જડ) રૂપે રહે છે.
ચિંતનયાત્રા
Jain Education International
૩૧
For Private & Personal Use Only
લોકસંસ્થાન ભાવના
www.jainelibrary.org