________________
વિમાનો ઉત્તરો ઉત્તર અધિક સમૃદ્ધિ, શક્તિવાળા છે. તેઓને ગમનાગમન નથી, કે કોઈ કલ્પનો આચાર નથી, બધા દેવોનું આધિપત્ય સમાન છે. દેવલોક મહઅંશે ભોગભૂમિ છે. શરીર શુભ પુગલોના છે. સપ્તધાતુ ન હોવાથી રોગ કે વૃદ્ધાવસ્થા નથી. દીર્ઘ આયુષ્ય છતાં મૃત્યુને આધીન હોવાથી આ ભૂમિ પણ દુઃખરૂપ જ માનવી.
લોકાંતે સિદ્ધશીલા છે. જે અઢીદ્વીપની જેમ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. જન્મ જરા મરણથી કે દેહથી મુક્ત આત્મા સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી આ સ્થાને અનંતકાળ સુધી સમાધિ સુખમાં વસે છે. જે પંચમ ગતિ કહેવાય છે. સિદ્ધાત્મા કે મુક્તાત્માના સુખને કોઈ પદાર્થ સાથે સરખાવી શકાય તેવું નથી તે નિરાબાધ અને શાશ્વત છે. સંક્ષેપમાં વિચારવું હોય તો સાત નરકનું પ્રમાણ સાત રાજલોક પ્રમાણ છે. મધ્યલોક-
તિલોક-મનુષ્યલોક એક રાજ પ્રમાણ છે ? બ્રહ્મદેવલોક સુધીનો પાંચ રાજ પ્રમાણ પહોળો સિદ્ધશિલા પાસે એક રાજ પ્રમાણ પહોળો
- નારકીઓ અને ભવનપતિ દેવો અધોલોકમાં છે. બંને ક્ષેત્રો વચ્ચે ઘણું અંતર છે. તેથી અન્યોન્ય કોઈ સંબંધ નથી. વ્યંતરદેવોનું સ્થાન, મનુષ્યો, તિર્યંચો, ફરતા જ્યોતિષદેવો, વનસ્પતિ, સ્થાવર જીવો, દ્વીપ, સમુદ્રો, તિર્યગ -મધ્યલોકમાં છે. વૈમાનિક (અનુત્તર આદિ સહિત) દેવોનું
સ્થાન ઉર્વીલોકમાં છે. અંતના સર્વાર્થ સિદ્ધ વિમાનના ક્ષેત્રથી બાર યોજના દૂર સિદ્ધશીલા આવેલી છે. જયાં અશરીરી શુદ્ધાત્માઓ અનંત અવ્યાબાધ સુખમાં અનંતકાળ સુધી સુસ્થિત છે. !
લોક સ્વરૂપનું ચિંતન આ રીતે કરવું કે આ લોકમાં અનંતાનંત જીવો છે. નિગોદ, નરકાદિ સ્થાનો કેવળ દુઃખથી ભરેલા છે. દેવલોકમાં પણ લોભ ઈર્ષા જેવા દોષોથી જીવોને તૃપ્તિ નથી. ઉપરના દેવો પણ શુદ્ધાત્મા જેવું સુખ પામતા નથી. મનુષ્યમાં પણ ક્વચિત ધર્મ કે પુણ્યના યોગે સુખ દેખાય છે તે નાશવંત છે. તિર્યંચોની દશા પરાધીનતા અને અન્યોન્ય ભયથી આક્રાંત છે. આમ સંસાર દુઃખથી ભરેલો છે. માટે જીવે સંસારથી મુક્ત થવાની ભાવના રાખવી.
આ ઉપરાંત જે વર્ણન લખ્યું છે તે ચિંતનમાં લેવું. ચૌદ રાજલોકનો એકે પ્રદેશ એવો નથી કે જયાં જન્મ મરણથી સ્પર્શ કર્યો ન હોય. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org