SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ તો કયાંક વેર, આવી વિષમતાનું મૂળ તો શુભાશુભ કર્મનું ફળ છે. આવી વિષમતા જોઈ જ્ઞાની સમતાને - પ્રશમને આરાધી દુઃખ વગરનું સુખ પામે છે. કુળ : આત્માના મૂળ સ્વરૂપમાં ઉંચ નીચ કુળ જેવી વિષમતા નથી, પણ જગતની વ્યવહારિક રચનામાં ઉંચનીચના ભેદ માનવને પીડાકારી થાય છે. કર્ણ જેવો સમર્થ પરાક્રમી પાંડવોથી વિશેષ બળવાન, દાનવીર, કુંતીને પેટે જન્મેલો મૂળમાં ક્ષત્રિય જેવા ઉચ્ચકુળનો પણ ત્યજાયેલો સૂતપુત્ર તરીકે ઉછર્યો, અંગ દેશનો રાજા બન્યો પણ સમાજ વ્યવસ્થામાં કૂળ નીચું હતું તેથી દ્રૌપદીને સ્વયંવર મંડપમાં સર્વ રીતે યોગ્ય છતાં રાધાવેધ કરવાની તક ન મળી, તેનું લોહી તો ક્ષત્રિયનું હતું છતાં ક્ષત્રિય તરીકે શસ્ત્રવિદ્યા મેળવવામાં કુળ બાધક થયું. યુદ્ધ સમયે સેનાપતિપદે યોગ્ય છતાં ભિષ્મ પિતામહે તેને નીચાકૂળને કારણે યોગ્ય ન માન્યો. યદ્યપિ માનવ ગુણથી ઉચ્ચ હોવા છતાં જયાં સુધી તે સમાજ પર આધારિત છે ત્યાં સુધી ઉંચનીચના વિષમ ભેદો રહેવાના ને સહેવાના તે જોઈ જ્ઞાનીઓને વૈરાગ્ય ઉપજે છે. - વિજ્ઞાનની વિષમતા : માનવ બાહ્ય આકૃતિએ સમાન, મૂળ સ્વરૂપે સમાન છતાં કોઈ ભૌતિક જગતમાં અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. અને કોઈ મંદબુદ્ધિથી તિરસ્કૃત થાય છે. આધ્યાત્મિક જગતમાં સાધક પૂર્ણ જીવનના સોપાન ચઢતો જાય છે, જયારે કેટલાક આ પંથે નીકળવા છતાં, અજ્ઞાનદશામાં રવડે છે. આવી અસમાનતા-વિષમતા જોઈ જ્ઞાની વૈરાગ્ય પામે છે. - આયુષ્યની વિષમતા ? અરે કોઈ જીવ તો માતાના ઉદરમાં જ પૂર્ણવિરામ પામે છે. કોઈ પાંચ પચાસ વર્ષ જીવે છે. કોઈ આઠ નવ દસકા જીવે પણ પરાધીનદશામાં અર્થાત્ મરવાની રાહ જોતા દુઃખમાં દિવસો પસાર કરે છે. બળની વિષમતા એક માને પેટે જન્મેલું યુગલ, તેમાં એક બળવાન અને એક અપંગ આવી વિષમતા બળની છે. ભોગની વૈભવની વિષમતા પિતા તરફથી બંને ભાઈઓને સંપત્તિનો સમાન વારસો મળ્યો. થોડા વખતમાં એક દરિદ્રી થયો. એકની સંપત્તિ ચોગુણી થઈ એવું શા માટે ! કોણે આ વિષમતા કરી ? સમાજમાં કેટલાંય માનવો ઘણો પરિશ્રમ કરવા છતાં પેટ પૂરતું પામતા નથી અને કેટલાકને પ્રશમરતિ ૧૨૮ વૈરાગ્યભાવ કેમ પ્રગટે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy