________________
સુખ તો અત્યંત પરોક્ષ છે ! (દેહ છૂટે નિર્વાણ થાય ત્યારે તે સુખની પ્રાપ્તિ થાય છે, જયારે પ્રશમ (અત્યંત શાંત અચલ આનંદપૂર્ણ) સુખ તો પ્રત્યક્ષ-તક્ષણે જ પ્રાપ્ત થાય છે. જે પરાધીન નથી કે સ્વર્ગે કે મોક્ષમાં જવું પડે. સ્વાભાવિક હોવાથી વિનાશી નથી. (સ્વર્ગની અપેક્ષાએ)
સ્વર્ગના સુખ માનવજીવન માટે પરોક્ષ છે. આ દેહ છૂટે પુણ્યકર્મ જોરદાર હોય તો વળી જન્માંતરે સ્વર્ગનું સુખ મળે તે પણ કાળથી મર્યાદિત હોય છે.
મોક્ષનું સુખ તો તેનાથી પણ દૂર તે ચરમદેહીને જ પ્રાપ્ત થાય. પ્રશમ સુખમાં મગ્ન મુનિરાજને સ્વર્ગના સુખની અપેક્ષા તો નથી પણ મોક્ષના સુખની પણ અપેક્ષા નથી કારણ કે તેમનો પ્રશમભાવ, ઉત્કૃષ્ટ નિર્મળભાવ, પૂર્ણ સમભાવ જ અત્યંત સુખરૂપ છે. તે સ્વાત્મામાંથી મળે છે. આત્માનું સુખ આત્માથી આત્મા અનુભવે તે પ્રશમ સુખ છે. તેમાં અન્ય સુખની અપેક્ષા જ નથી.
પ્રશમરસના સ્વામી મુનિભગવંતો ખરેખર રાજાધિરાજ છે. દુનિયાની કોઈ સામગ્રીની જેમને અપેક્ષા નથી. તે સામગ્રી તેમના ચરણની દાસી છે. ચક્રવર્તીઓ પણ જેમને મહાન માને છે, ઈચ્છારહિત તેઓ જગતના સ્વામી છે. તેમની પાસે શમનું સામ્રાજય છે.
- શ્રી જ્ઞાનસાર એવા મુનિ મહાત્માઓ જે મદ કે મદનથી અત્યંત દૂર છે. મનાદિ યોગોના, ઈન્દ્રિયોના વિકારથી વિરકત છે. કષાયથી વિમુક્ત છે. તે મુનિ મહાત્માના અંતરમાં જ મોક્ષ છે. તો પણ પૂર્ણ જાગૃત રહેજો. પૂર્ણતા પામતા પહેલા ચૂકી જવાના અનેક નિમિત્તો છે.
માન સન્માનની આશા ત્યજી દેજો. આદર સત્કારની આશા ત્યજી દેજો. પ્રિય વચનોની આશા ત્યજી દેજો. અનુકુળતાની આશા ત્યજી દેજો. કરેલા ઉપકારના બદલાની આશા ત્યજી દેજો.” આવા પરભાવથી મુક્ત મુનિરાજ મોક્ષદશાને વરે છે સાક્ષાત અનુભવે છે. તમે સદૈવ સુખ ઈચ્છો છો ?
તો આ રહ્યા તેના ઉપાયો. સ્પશદિ વિષયોને દુઃખરૂપ જાણો, આત્મગુણોમાં મગ્ન રહો. રાગ દ્વેષાદિ ભાવો દુઃખરૂપ છે માટે દેહાદિના મમત્વનો ત્યાગ કરી અંતરાત્મામાં સ્થિર થાવ, ત્યાં સુખ છે.
મુનિરાજ-સાધકને વળી શત્રુ કયાંથી? જગત પૂરું આત્મવત્ છે તેને
પ્રશમરતિ
૧૬ ૮ રત્નત્રયનો આરાધક કોણ? For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International