SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવશ્રાવકપણે રહી અહિંસાદિનું પાલન કરતો હોય છે. મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થભાવથી ભાવિત થયો હોય છે. સવિશેષ તત્ત્વના અભ્યાસ દ્વારા તેમાં શેય ઉપાદેય અને હેયનાં વિવેકવાળો મોક્ષમાર્ગમાં આગળ વધે છે. સંસાર પ્રત્યે નિર્વેદવાળો અને મોક્ષ પ્રત્યે સંવેગવાળો હોય છે. સંસારના સુખને ઈષ્ટ માનતો નથી. ચારિત્રની અસ્થિરતાથી ભૂમિકા પ્રમાણે રાગાદિભાવ થાય તો તેમાં તેને રંજ હોય છે, તેને હેય માને છે અને ભેદજ્ઞાનને માટે ઉદ્યમી રહે છે. સમ્યકત્વના પરિણામની વૃદ્ધિ માટે, દેશવિરતિ માટે, બારવ્રતનો આરાધક બને છે. અત્રે આ ક્રમ પ્રશમરતિ ગ્રંથના આધારે છે. આ બારવ્રતમાં પાંચ દેશવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. (૧) સ્થૂલ પ્રાણાતિપાત : વિરમણ વ્રત : સંકલ્પી હિંસાનો ત્યાગ કરે છે. પાપજનક પ્રવૃત્તિને અલ્પ કરે છે. જીવો પ્રત્યે દયાભાવ રાખે છે. સ્થાવરકાય હિંસામાં ઉપયોગપૂર્વક પ્રવર્તે છે. અતિ આરંભના કાર્યોથી પાછો પડે છે. (૨) સ્થૂલ મૃષાવાદ : (અસત્ય)ની વિરતિ. ઈરાદા કે સ્વાર્થ ખાતર તે અસત્યવચન બોલે નહિ, કોઈની થાપણ ઓળવે નહિ, સંબંધોમાં સંઘર્ષ થાય તેવા વચન ઉચ્ચારે નહિ, ખોટી સાક્ષી પૂરી અન્યની મિલ્કત પડાવે નહિ કોઈની અપ્રગટ વાત ખુલ્લી કરે નહીં, સત્ય છતાં હિત, મિત અને પ્રિય વચન બોલે. (૩) સ્થૂલ અદત્તાદાન વિરતિ અદત્ત એટલે ચોરી. કોઈ પ્રકારની લાલચથી માલિકને પૂછયા વગર વસ્તુ લેવી નહિ. ચોરીના કામમાં ભળવું નહિ. દાણચોરી જેવો ચોરીનો માલ લેવો કે વેચવો નહિ, ખોટા માપ કરવા નહિ, લોભવૃત્તિથી અલ્પ આપવું નહિ, અનીતિ આદરવી નહિઆવા ભાવવાળો હોય છે. (૪) સ્થૂલ મૈથુન વિરતિ ગૃહસ્થ સ્વદારામાં સંયમી હોય. પરસ્ત્રી સેવન વજર્ય હોય. તે પ્રમાણે સ્ત્રીએ પુરુષ માટે સમજવું. દેશવિરતિ થયો એટલે અન્યના વિવાહ આદિ કાર્યો ન કરવા. અન્યોન્ય સ્પર્શાસ્પર્શ ન કરવો. સ્વપત્ની સાથે પણ સંયમથી રહેવું. (૫) સ્થૂલ પરિગ્રહ વિરતિઃ પરિગ્રહ એટલે ધનાદિની મૂછ. ધન, ધાન્ય, રૂપુ, સોનું, નોકર-ચાકર, પશુપાલન, ઘર, ક્ષેત્ર (જમીન), કૂવો જેવા પરિગ્રહને આ કાળ પ્રમાણે તે રીતે વિચરવા. જેમ કે બાથરૂમમાં Jain Elgu? dternational For Private ? 94 sonal Use Only o Lez4 HÈ HE HOLY
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy