SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ | ગ્રંથલેખનના સંદર્ભમાં - લગભગ ૧૯૮૯માં પૂજયપાદ આચાર્યશ્રી ભદ્રંકરસૂરીજીની નિશ્રા મળી. ત્યાર પછી જયારે લેખન થતું ત્યારે તેમના શુભાશિષરૂપ વચનો ગુંજતા. “નવતત્વ સરળ રીતે લખો, બધું સરળ લખવું.'' લગભગ ૧૯૯૧માં પૂજયપાદ આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજીની નિશ્રા મળી. તેઓએ તત્ત્વબોધ આપ્યો અને શુભાશિષ આપી કે “તત્ત્વબોધ ગ્રહણ ક્રો અને અન્ય જિજ્ઞાસુઓને શીખવો.” હમણાંજ બે વર્ષ પહેલાં પૂજયપાદ આગમવેત્તા શ્રી જંબૂવિજયજી કહેતા ‘‘તાત્ત્વિક વિષયમાં દેશ પરદેશમાં જિજ્ઞાસુઓ રસ લેતા થયા છે તેમાં સ્વપર શ્રેય છે.'' | વળી પ્રસ્તુત ગ્રંથમાં તો પૂજયપાદ આચાર્યશ્રી યશોવિજયસૂરિજીએ શુભાશિષ આપી છે કે આ સંક્ષિપ્ત અનુશીલન “ભાવળે તે તે ગ્રંથને મૂળમાં વાંચવા માટે લાલાયિત ક્રશે.” વળી ત્રણે ગ્રંથના મૂળ રચયિતાઓએ પણ પ્રકાર્યું છે કે અમે અમારા શ્રેય માટે આ નિરૂપણ કર્યું છે તેનો ભવ્યજીવો લાભ લેશે તે સૌનું કલ્યાણ છે. અર્થાત્ આ ગ્રંથલેખન મેં તો અનુપ્રેક્ષાના હેતુએ જ કર્યું છે. એમાં મેં આનંદ અનુભવ્યો, તેનો લાભ જિજ્ઞાસુઓને મળે એવી ભાવનાએ પ્રકાશિત કર્યું છે. લગભગ સીત્તેર જેવા પ્રકાશનોને જિજ્ઞાસુઓએ આનંદથી ઝીલ્યા છે. પૂજયપાદ આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીની શુભાશિષ મળી હતી કે “બહેન શુભ વિચારની છાબ લઈને આવે છે તેને સૌએ સુસ્વાગતમ્ ક્રવાનું છે. મારે પણ એ જ કહેવાનું છે કે સૌ સહૃદય આવકાર આપતા જ રહ્યા છે. આ પૂજયશ્રીઓના શુભાશિષ, મિત્રોનો સહૃદય આવકાર અને મારી લેખનરૂચિ, ત્રિવેણી સંગમનો સુભગ છે. આપણે સૌ પ્રસ્તુત ગ્રંથને અનુપ્રેક્ષામાં ઉતારી અનુભૂતિમાં જઈએ તેવી અભ્યર્થના. તે આ પ્રકાશનમાં ત્રણ ગ્રંથમાં વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ઉત્તરો ઉત્તર તાત્વિક ભૂમિકાનો વિકાસક્રમ છે. ૧. શ્રી શાંત સુધારસ યથાવામ ગ્રંથ છે. વિવિધ ભાવનાઓના ચિંતન દ્વારા જિજ્ઞાસુઓ શાંતરસ-સ્વાભાવિક-આત્મિક રસ માણી શકે તેવું છે. તેની ફળશ્રુતિ વૈરાગ્યનું સુખ છે. ૨. શ્રી પ્રશમરતિ ગ્રંથ સવિશેષ સાધુજનો માટે વૈરાગ્યરૂપી સુખના
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy