SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દેહ દાહજ્વરથી ઘેરાયેલો છે. પ્રિય રાણીઓ ચંદન ઘસી રહી છે. ત્યારે દરેકે પહેરેલા કંકણનો અવાજ ગુંજે છે તે રાજા ખમી શકતા નથી. તેથી દરેક રાણીઓએ સૌભાગ્યનું એક કંકણ રાખીને બીજા ઉતારી દીધા. અવાજ બંધ થવાથી રાજાને થયું કે ચંદન ઘસવાનું બંધ થયું હશે? મને જલ્દી ચંદનનો લેપ કરો. આ દાહજ્વર અસહ્ય છે. ચંદન ઘસવાનું ચાલુ રાખો. “સ્વામી, ચંદન ઘસવાનું ચાલુ છે. દરેક રાણીઓએ હાથ પર એક જ કંકણ રાખ્યું છે, એટલે અવાજ બંધ થયો છે. રાજા વિચારે છે કે : એક જ કંકણ ? એક એટલે કંઈ અવાજ-વિકલ્પ નહિ ? આ વિચારધારા આગળ વધી, જીવ એકલો આવ્યો છે, એકલો જશે. આ દુઃખ પણ એકલો જ ભોગવું છું. વૈદ્યો, હકીમો, મંત્રીઓ, રાણીઓ મારો પડતો બોલ ઝીલીને સુખ ઉપજાવવા મથે છે પણ આ શું? આ કોઈ મારા રોગને લઈ શકતા નથી હું એકલો જ ભોગવું છું. આ વિચારધારા ઘેરી બની. તેમાં જન્માંતરીય સંસ્કાર ભળ્યો. શાંત ચિત્તે ચિંતન થતુ રહ્યું અને વૈરાગ્યધારા અંતરથી પ્રગટ થઈ. આ રાજ, રાણીઓ, પુત્રાદિ કંઈ જ મારું નથી. હું એકલો છું. મારો એક સુશાશ્વત જ્ઞાન-દર્શનયુક્ત જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.” મારો જ્ઞાન-દર્શનયુક્ત આત્મા છે. બાકી સર્વે પર સંયોગો છે. એ વૈરાગ્યની ધારામાં મિથિલાનરેશે નિર્ણય કર્યો કે પ્રાતઃકાલે આ સંસારનો ત્યાગ કરી લેવો. એમની આ દઢતા ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણી. ઘણા પ્રલોભનો આપ્યા. પણ પેલી વૈરાગ્ય ધારાથી એ પ્રલોભનો પીગળી ગયા. દેહ પણ જાણે સાથ આપવા સ્વસ્થ થઈ ગયો અને પ્રાતઃકાળે રાજા મુનિ બન્યા. ધર્મનો પ્રભાવ આવો છે. ધર્મ રક્ષતિ રક્ષિત હું એક છું મારું કોઈ નથી. હું પૂર્ણાનંદ છું. “તે માટે નિજભોગી, યોગીસર સુપ્રસન્ન, દેવ નરક તૃણ મણિ, ભાસે જેહને મન.” નિશ્ચય દૃષ્ટિ યુક્ત જે સાધક આ ભાવના ભાવે છે તે એક છતાં અનેકરૂપ બને છે. સમસ્ત ચૈતન્યને સમભાવથી જાણે છે. મારા તારાના ભેદ ભૂસાય છે. યોગી સદા પ્રસન્ન છે. તે જાણે છે કે પરદ્રવ્યાદિમાં પરપર્યાયમાં રમવું એટલે સંસારમાં ભમવું. પરભાવનું કર્તુત્વ છૂટે આત્મતત્ત્વ ઓળખાય, સ્વરૂપમાં રહેવું તે જ મુક્તિ છે. ચિંતનયાત્રા એકત્વ ભાવના ૩૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy