________________
ભાઈ, તે સ્વયં જોયું છે કે જીવ જન્મે છે એકલો, મરણ પામે છે ત્યારે પણ એકલો જ જાય છે. પ્યારો મનાતો દેહ પણ મૂકીને એકલો જાય છે. પછી મારા માનેલા સ્વજન, પરિવાર, ધન, માન, યશ વિગેરે. જે નંબર બે ત્રણ વાળા છે તે તો કયાંથી સાથે આવે? વળી શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક વહાલા સ્વજનો પણ લઈ શકતા નથી તે જીવ એકલો જ ભોગવે છે.
આ જીવે પરમાં સ્વપણાનો આરોપ કરી એકત્વ કર્યું છે. તે પણ ખૂબ ગાઢ કર્યું છે. તેથી વારંવાર અનેક રીતે એકત્વની ભાવના ઘૂંટીને જડ અને ચેતન બંને પદાર્થોથી અહં મમત્વનો ત્યાગ કરવાનો છે.
હું દેહ નહિ, સ્ત્રી નહિ, પુરૂષ નહિ, બાળ યુવાન કે વૃદ્ધ નહિ, હું સેવક નહિ, સ્વામી નહિ, કોઈ રાય કે રંક નહિ, નારકાદિ કોઈ ગતિવાળો નહિ, રૂપાળો કે કદરૂપો નહિ. હું માતા નહિ કે પિતા નહિ, હું પતિ નહિ પત્ની નહિ. જોકે જીવને આ બહું ખૂબ ઘૂંટાયું છે તેથી આવું બોલવું કે ભાવવું ચિત્તમાં આવતું નથી. જો જીવ વિચારે તો સમજાશે કે જો સાચું હોય તો બધું જન્માંતરે જતા સાથે આવે. આમ પોતાના નિયત કરેલા વ્યક્તિત્વને ભૂલી જા કે તે હું નથી, નથી, નથી.
અરે ! તે મારું કરીને રાખેલા ધન સંપત્તિ ઘરનો એક કણ પણ સાથે નથી આવતો તે જ પૂરવાર કરે છે જડ કે ચેતન કોઈ પદાર્થો તારા થયા નથી, થવાના નથી. તું સદ્ગુરુને પૂછ કે તારા આત્માને પૂછ કે મારું શું છે? હું કોણ છું? આત્મા જ્ઞાન-દર્શનયુક્ત છે. અન્ય પદાર્થોવાળો નથી અને કાળાંતરે થતો પણ નથી.
“હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન-દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે.”
યોગીજનોએ આ વીતરાગવાણીને આત્મસાત્ કરી જંગલની વાટ પકડી જે પોતાનું છે તેવા સ્વરૂપને પામી ગયા. સ્વરૂપલક્ષી પરિવારમાં સ્થિર થઈ ગયા. જંગલમાં તેમની સાથે પરિવાર છે તે જાણવા જેવો છે. - સમતારૂપી મા, વૈરાગ્યરૂપી પિતા, ક્ષમારૂપી પત્ની, શુદ્ધતારૂપી ભગીની અને આનંદરૂપી ભાઈ, આત્માના જેટલા ગુણો તેટલો વિશાળ પરિવાર? પછી દીનતા શું કે એકલવાયા શું? આ જન્મે કે લાખ જન્મ સુખનો માર્ગ એકત્વમાં છે.
દષ્ટાંત મિથિલા નગરીના નરેશ નમિ રાજર્ષિનું દૃષ્ટાંત પ્રચલિત છે. ચિંતનયાત્રા
૩૩
એકત્વ ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org