SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારી-અજ્ઞાની જીવ સ્પર્ધાદિના પદાર્થોને સુખના સાધન માને છે તે મહા અનર્થ છે. જેમ કોઈ સજ્જન પરસ્ત્રીને પોતાની માનવાનો વિકલ્પ નથી કરતો તેમ સાચો સાધક કે મોક્ષાર્થી પરપરિણતિ, પરભાવાદિને પોતાના માનતો નથી, સ્પર્શતો નથી, એક સ્વાત્માને જ ભજી એકત્વ દેઢ કરે છે. મુનિ સ્વાત્મામાં જ સંતુષ્ટ હોવાથી દરેક સ્થિતિમાં આનંદપૂર્ણ હોય છે. અનેક ઉત્કૃષ્ટ ભાવનાથી ભાવિત યોગી સદાય શાંતસુધારસમાં મગ્ન હોય છે. નિર્વિકલ્પ મુજરૂપ હૈ, દ્વિધાભાવ ન સુહાઈ. આત્મજ્ઞાની-યોગીજનોની અંતરયાત્રામાં કોઈ વિકલ્પ-વિભાવની જગા જ નથી. ત્યાં કેવળ સ્વાત્માને જ સ્થાન છે. તેમનું મન, બુદ્ધિ, ચિત્ત સર્વે પરમાત્મમય હોય છે. એવું કયારે બને? હે સાધક ! પ્રથમ જો તારો નિર્ણય થયો હોય કે હું પરમાત્મસ્વરૂપ છું તો તારી જાત - ભાત બદલી નાખ, વિષયોથી વિમુખ થા, તો તારો અંતરાત્મા જ તને માર્ગ બતાવશે અથવા તને તેવા યોગ મળી જશે. રાયે સાયે ધ્યાનમાં નાચે વિષય ન કોઈ, નાચે રાચે મુગતિરસ, આતમજ્ઞાની સોઈ.” આત્મજ્ઞાની એકત્વમાં ધ્યાનમાં મગ્ન છે ત્યાં તેમને કોઈ વિષય સતાવતો નથી. એકત્વ સાથે સમત્વ જોડાય છે. સમત્વ એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સંયોગમાં ન રાગ ન ષ. આંખ ખુલ્લી કે બંધ છે રૂપ દેખાશે, પણ ન રાગ ન ટ્વેષ. કાન ખુલ્લા છે, શબ્દ સંભળાય છે, ન રાગ ન ટ્વેષ. નાક ખુલ્લું છે, દુર્ગધ કે સુગંધ આવી, ન રાગ ન ટ્વેષ. જીભને રસ સ્પેશય છતાં રસાનુભૂતિ નહિ, ન રાગ ન ટ્વેષ. દરેક ઈન્દ્રિયને નિરંતર સ્પર્શ ચાલુ છે. પણ તેમાં ન રાગ દ્વેષ. આ રીતે વિષયોથી વિમુખ થવાની ટેવ પાડવી. વારંવાર પ્રયોગ કરવાથી ઈદ્રિયો તમને સાધનામાં અનુકૂળ થશે. જીવન પર્યત આ સાધના કરો. જો તમારે શાંતસુધારસનું પાન કરવું છે તો આ ઉપાય સચોટ છે. વિકલ્પોની જાળ તૂટશે. અને એકત્વ ભાવના દેઢ થશે. ભાઈ, આ જગતમાં તારા પુણ્યયોગમાં ઘણા ભાગ પડાવશે, પણ પાપ, રોગ કે દુઃખ ઉદયમાં આવ્યું તો કોઈ ભાગ નહિ પડાવે. કદાચ ચિંતનયાત્રા ૩પ એકત્વ ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy