SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ લોભ : લોભને થોભ નહિ. બધા દોષોનો બાપ એ લોભરૂપી પાપ. અર્થાત્ બધા પાપોનું આશ્રય સ્થાન, લોભને કારણે મનુષ્ય અનેક પદાર્થોને ભેગા કરે, ભેગા કરવામાં માયા કરે. સંપત્તિ આદિ મળે, માન કરે અને જો તે ત્રણે દોષ સેવનમાં રાચેલાને કંઈ ખામી આવે તો ક્રોધ કરે. એટલે ક્રોધને પ્રથમ કહ્યો છે છતાં તેના મૂળમાં લોભ રહ્યો છે. મહા વિનાશકારી છે. લાખોપતિ, કરોડપતિ થવા ઈચ્છે, કરોડપતિ અબજોપતિ થવા ઈચ્છે તેમ કરતાં દુનિયાના બધા પદનો લોભ ભેગો ઈચ્છે ત્યાં તે સ્વયં લાકડા ભેગો થઈ જશે તે જાણતો નથી. વળી ધનાદિ મેળવવા અજંપો કેટલો ! મેળવ્યા પછી વધારવાની અને સાચવવાની કેટલી ચિંતા? વળી યોગાનુયોગ સંપત્તિ મળે અને ધર્મ સંસ્કાર ન હોય તો કેવી અવદશા? વ્યસનો, વિષયલંપટતા, જુગાર કેટલાય દુષણોનો ભોગ થવાનો છતાં સુખ તો લાખો યોજન દૂર રહેવાનું તેમાં જો દુષ્ટ તત્ત્વોમાં ફસાયો તો જેલવાસ પણ મળે. કેવી મૂર્ખામી ! જીવવા માટે ઝેર પીવાનું? પ્રાણ બચાવવા સિંહની જ ગુફામાં ? શાંતિ મેળવવા વૈર વધારવું ! શીતળતા મેળવવા અગ્નિ સ્પર્શ કરવો ? લોભ કદાચ થોડાં કર્મ બંધાવે, પણ લોભાંધ માનવ તો આ જીવનમાં જ નરક જેવી દશા સેવે છે અને ભાવિમાં નરકની ગતિમાં જાય છે. કોણ બચાવે ? સદ્ભાગ્યે કોઈ કલ્યાણ મિત્ર મળી જાય તો તારા ભાગ્ય. શેષ જીવન સુખમાં જાય અને ભવિષ્ય પણ સુધરે. તમે લક્ષણ જો જો લોભના રે, લોભે મુનિજન પામે ક્ષોભનારે. કવિ ઉદયરત્ન ભાળે મુદારે, વંદુ લોભ તેહને શું ખામણારે. : ૬. સંજ્ઞાઓનું સેવન કષાયી છે. તે જીવને સંજ્ઞાઓ કષાયમાં પ્રવૃત્ત કરે છે. જીવ જો સદ્ગુરુની કૃપાને પાત્ર નથી થયો, ધર્મભાવનાથી, શુદ્ધ ચિત્તવાળો નથી, કે પ્રભુઆજ્ઞાને સમજયો નથી તો તેની મહા અવદશા થાય છે. તે અનેક દોષોથી કષાયી બને છે. તેના ભયંકર પરિણામો વિષે વિચારજો કે જીવ કષાયી કયારે બને છે? રાગદ્વેષના માઠા પરિણામવાળો કષાયથી ભરેલો હોય છે. પાંચ ઈન્દ્રિયો મનને નિરંતર વૈષયિક કાર્ય સોંપે છે. વસ્તુ-પદાર્થ જાણે, જુએ, સાંભળે, સ્પર્શે કે સ્વાદ લે ત્યારે મન એકજ કાર્ય કરે તે પદાર્થોમાં રાગ અથવા ષ. પ્રશમરતિ ૧૦૫ સંજ્ઞાઓનું સેવન કષાયી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy