________________
અહીં આત્મા કહેવામાં આવ્યો છે. જીવ જેમ દ્રવ્યાત્મા છે તેમ અજીવ દ્રવ્યને પણ દ્રવ્યાત્મા કહ્યો છે. જેમ સર્વ દ્રવ્યમાં દ્રવ્યત્વ અનુચૂત છે તેવી રીતે અચેતન સર્વ દ્રવ્યોમાં પરમાણુ અનુચૂત-સ્થાયી છે તેથી તેને દ્રવ્યાત્મા કહે છે તેમાં ચૈતન્યની અપેક્ષા નથી.
૨. કષાયાત્મા : આત્મા સાથે ક્રોધાદિ કષાયો લાગેલા છે ત્યાં સુધી તે કષાયાત્મા છે.
૩. યોગાત્મા : યોગ એટલે વ્યાપાર પ્રવૃત્તિ. સંસારીજીવને મન, વચન, કાયાના યોગ હોવાથી તે યોગાત્મા છે.
૪. ઉપયોગાત્મા : જાણવા-જોવારૂપ જ્ઞાન દર્શન રૂપ વ્યાપાર તે ઉપયોગ, આ ઉપયોગ સર્વજીવને હોય છે. તે ઉપયોગાત્મા છે.
૫. જ્ઞાનાત્મા : સમ્યગ્દર્શનથી યુક્ત આત્માના જ્ઞાનરૂપ પરિણામ. આ પરિણામવાળા આત્માને જ્ઞાનાત્મા કહેવાય છે. સમ્યગ્દષ્ટ આત્મા જ્ઞાનાત્મા છે.
૬. દર્શનાત્મા : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન પરિણત આત્મા દર્શનાત્મા છે. જીવ માત્રમાં કોઈને કોઈ દર્શન હોય છે તેથી જીવ માત્ર દર્શનાત્મા છે.
૭. ચારિત્રાત્મા : પાપસ્થાનેથી મુક્તવિરતિધર્મ આત્મા ચારિત્રાત્મા છે. ૮. વીર્યાત્મા : વીર્ય, શક્તિ, સર્વ જીવોમાં આત્મશક્તિ હોય છે તે સર્વ જીવો વીર્યાત્મા છે.
૨૦. આત્મા-સ-અસત્ (ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય યુક્તમ્ સત્)
પદાર્થ માત્ર ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણથી યુક્ત છે તે સત્ છે. જેમ કે આત્મા વર્તમાનમાં મનુષ્ય છે, તે અવસ્થા નાશ પામી તે વ્યય, દેવપણે ઉત્પન્ન થયો તે ઉત્પત્તિ, અને આત્મા એજ રહ્યો તે ધ્રુવ. વિશ્વના પદાર્થમાત્ર આ પ્રમાણે સ્વંતત્ર પરિણામી છે. તેમાં આ ત્રિપદીની અવશ્યભાવી મુખ્યતા છે.
ઉત્પત્તિ : માટીના પિંડમાંથી ઘડો બન્યો તે ઉત્પત્તિ.
વ્યય : ઘડો ફૂટી ઠીકરા થયા.
પ્રશમરતિ
Jain Education International
૧૫૧
For Private & Personal Use Only
આત્મા-સત્-અસત્
www.jainelibrary.org