________________
t
૬. કાન્તાદૃષ્ટિ
યોગમાર્ગની આ દૃષ્ટિ-દર્શનમાં આત્માની નિર્મળતાનો પ્રભાવ વિશેષ છે. અધ્યાત્મ વિકાસના સોપાનનો ક્રમ ઉત્તરોત્તર સ્વભાવ સન્મુખ થતો જાય છે. તે જે જાણે તે માણે અને માણે તે જાણે, મૂંગો સાકરની મીઠાશનું વર્ણન શું કરે ?
પાંચમી સ્થિરાદષ્ટિથી જ આ દર્શનના તાત્ત્વિક ચમત્કારોનો પ્રારંભ વેદ્યસંવેદ્યપદથી, (આંશિક અનુભૂતિથી) થયો છે. તે દૃષ્ટિમાં ચોથા, પાચમાં અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવો હતા. અને આ કાન્તાદૃષ્ટિમાં પણ એ જ ત્રણ ગુણસ્થાનવર્તી જીવો છે. ગુણસ્થાનના ભેદ વૈરાગ્ય, વિવેક અને વિરતિ જેવા ગુણોના વિકાસથી કહ્યા છે, અને દૃષ્ટિના ભેદ તે તે દૃષ્ટિ પ્રમાણેના ગુણોની અપેક્ષાએ પાડવામાં આવ્યા છે. દાખલા તરીકે પાંચમી દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ હોય છે. આ દોષને કારણે જીવને યોગમાર્ગ કે તત્ત્વમાર્ગ છોડીને સાંસારિક પ્રવૃત્તિમાં રૂચિ થઈ જાય, અર્થાત્ વિભાવમાં રતિ પેદા થાય તે અન્યમુદ્ દોષ છે. છઠ્ઠી દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ હોતો નથી. તે જીવો સંસારમાં રહે છે, વિષયોનો સંપર્ક હોવા છતાં તેમનું ચિત્ત વૈરાગ્યવાળુ હોય છે. અવિરતિ છતાં છઠ્ઠી દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ નથી. કથંચિત છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવવિરતિધર સાધુમાં જો અન્યમુદ્ દોષ હોય તો તે પાંચમી દૃષ્ટિમાં હોય તેમ જાણવું.
આ દૃષ્ટિનું નામ કાન્તા છે. કાન્ત એટલે મનોહર, પ્રિય. આ દૃષ્ટિમાં રહેલા જીવોના પરિણામ મનોહર અને કાન્ત હોય છે. તે જીવો સ્વભાવથી ઉપશાંત હોય છે. તેની મૂળ પ્રકૃતિ સમતા છે.
કાન્તાદૃષ્ટિમાં આવેલા જીવોમાં પૂર્વના ગુણો તો રહે છે પરંતુ તેમાં વિશેષ દૃઢતા અને નિર્મળતા આવે છે.
આ દૃષ્ટિમાં (૧) તારાના પ્રકાશ જેવો બોધ (૨) અન્યમુદ્ (વૈભાવિક રૂચિ) દોષ ક્ષય (3) ગુણ તત્ત્વમીમાંસા (તત્ત્વબોધમાં વધુ ઉંડાણ) (૪) છઠ્ઠું યોગાંગ ધારણા છે.
બોધ ઃ તારાના પ્રકાશ જેવો સ્થિર અને કંઈ ઉજાસવાળો છે. આવા દૃઢ બોધને કારણે આ દૃષ્ટિવાળા જીવોના અનુષ્ઠાનો નિરતિચારવાળા હોય છે. શુદ્ધ ઉપયોગને પ્રાઃયે અનુસરનારા હોય છે. મહદ્ અંશે સાધુ જીવનની ચર્ચાયુક્ત હોવાથી અપ્રમાદવાળા હોય છે અને સ્વાધ્યાયનો વિનિયોગ હોવાને
યોગષ્ટિ સમુચ્ચય
Jain Education International
૨૬૫
For Private & Personal Use Only
કાન્તાદષ્ટિ
www.jainelibrary.org