________________
(૨૧)
(૨૨)
(૧૮) મલ પરિષહ : શરીરની મલિનતા કે પરસેવાથી ઉદ્વેગ પામી
સ્નાનની ઈચ્છા ન કરવી. (૧૯) સત્કાર પરિષહ : ભક્તો તરફથી મળતા સત્કારમાં રાજી થવું
નહીં. (૨૦) પ્રજ્ઞા પરિષહ : જ્ઞાન હોવા છતાં ગર્વ ન કરવો.
અજ્ઞાન પરિષહ : જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન માટે દુઃખ ન લગાડવું, પણ જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્યમ કરવો. સમ્યકત્વ પરિષહ ઃ જિનેશ્વરનાં વચનમાં શંકા ન કરવી. શાસ્ત્રોનાં
સૂક્ષ્મ રહસ્યો સમજવા પ્રયત્ન કરવો, પણ શંકા ન કરવી. ૪. દસ યતિધર્મ : સંવર આરાધનાના આધ્યાત્મિક વિકાસમાં અત્યંત
ઉપકારી દસ પ્રકારના ધર્મના ભેદ - ગુણ બતાવ્યા છે. દોષોના વિસર્જનરૂપ આ ગુણો યતિઓ પ્રાણાંતે પાળીને મુક્ત થયા છે. ક્ષમા : આત્માનો આંતરિક ગુણ છે. જો તે સ્વભાવરૂપ બને તો બહારની તમામ પ્રતિકૂળતાઓ, ઉપસર્ગો, અપમાન જેવા પ્રસંગે સહજ ક્ષમા પ્રગટ થાય છે. જે કરૂણાભરી હોય છે. જેમાં દયાની પ્રધાનતા હોય છે. માર્દવ : નમ્રતા, વિવેક, વિનય છે. આઠ પ્રકારના મદની સામેનું બળવાન સાધન છે, જે જીવને અસદ્ગતિથી બચાવે છે. ગમે તેવા બળવાન માંધાતાઓ પણ માનને કારણે અધોગતિ પામ્યા છે. માટે નમ્ર રહેવું. આર્જવ : સરળતા, નિઃસ્પૃહતા, સ્વદોષને જેવા છે તેવા જોવા અને દૂર કરવા, માયા પ્રપંચ જેવા કુટિલ દોષોને દમવા. સરળ જીવો ધર્મને સત્વરે ધારણ કરે છે. શૌચઃ મનની પવિત્રતા, લોભ - તૃષ્ણા જીવના પરિણામને મલિન બનાવે છે. માટે તેની સામે જાગૃત રહી મનને નિર્મળ રાખવું. સંયમઃ ઈન્દ્રિયોના વિષયો પ્રતિ સંયમ ધારણ કરવો. હિંસાદિથી ઉપશાંત થવું. વિકૃતવૃત્તિઓનો વિરોધ કરવો. ત્યાગ : પરિગ્રહાદિની મૂછ પાપ છે તેને ઘટાડવા ગુરુજનો પાસે ત્યાગના નિયમ ધારણ કરવા. આહારાદિમાં, બાહ્ય આરંભના કાર્યોમાં જેમાં વિશેષ હિંસાદિ લાગે તેવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો.
ચિંતનયાત્રા Jain Education International
૫૭ For Private & Personal Use Only
સંવર ભાવના www.jainelibrary.org