________________
જેમકે દુર્ધ્યાન કરવું. વિના પ્રયોજન પ્રવૃત્તિ કરવી, શોખ ખાતર નિરર્થક પાપના સાધનો વસાવવા. વસ્ત્ર, પાત્ર, અલંકારની વૃદ્ધિ કર્યાજ કરવી. વગર પ્રયોજને હાસ્યાદિ કુચેષ્ટાઓ કરવી, નાટક ટી.વી. જેવા સાધનોમાં રાચી રહેવું, મમત્વ રાખવું, વગેરેનો ત્યાગ કરવો છેવટે મર્યાદા
બાંધવી.
શિક્ષાવ્રત :
(૯) સામાયિકવ્રત : બે ઘડી - ૪૮ મિનિટ આસનસ્થ થઈ પ્રતિજ્ઞાપૂર્વક આરંભ સમારંભ સાવધ પાપ વ્યાપારનો ત્યાગ કરવો. સામાયિક વ્રતમાં મન, વચન, કાયાની ગુપ્તિ કરવાની છે. એકાગ્રચિત્તે મંત્ર આરાધના, સ્વાધ્યાય આત્મચિંતન કરવું. અન્ય પ્રવૃત્તિ કરવી નહિ. અન્ય વાતચીત કરવી નહિ. કોઈને કાર્ય ચિંધવું નહિ મૌનપણે રહેવું ચિત્ત સ્થિર રાખી ઉપયોગશુદ્ધિની આરાધના કરવી સામાયિકમાં શ્રાવકસાધુ જેવો છે તેમ કહ્યું છે.
(૧૦) પૌષધવ્રત : પર્વતિથિએ શ્રૃતિજ્ઞાપૂર્વક ચાર કે આઠ પ્રહરનું (દિવસ કે દિવસરાતનું) પૌષધવ્રત કરવું. અર્થાત્ સાધુજીવન જેવી ચર્ચા રાખવી. પૌષધવ્રત પાલનમાં આહારનો ત્યાગ, સ્નાન કે શરીરની વિશેષ શોભાનો, વ્યાપાર વ્યવહારાદિ કાર્યોનો સર્વથા ત્યાગ કરવો. બ્રહ્મચર્યનું પાલન કરવું. સાવદ્ય પાપ વ્યાપાર વજ્રર્ય કરવો. શકય તેટલું મૌન પાળવું. ઉપાશ્રયમાં રહેવું. કથંચિત ઉપવાસ ન થાય તો આયંબિલ કે એકાસનતપ કરવું. તેમાં સચિતનો ત્યાગ કરી, આહારાદિ દ્રવ્યની નિર્દોષતા જાળવવી. દ્રવ્યની મર્યાદા રાખવી.
પ્રમાદરહિત જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય કે મંત્રાદિની આરાધના કરવી. ઉઠતા, બેસતા, વસ્તુ લેતા, મૂકતા, આસનાદિ પાથરતા, કુદરતી ક્રમ માટે જમીન વગેરે ચરવળાથી પ્રમાર્જીને જયણા જાળવવી જેથી મનના ભાવ કોમળ બને. સવિશેષ તે દિવસે આત્મચિંતન અને આત્મભાવનાનું વિશેષ લક્ષ્ય રાખવું. પ્રમાદનું સેવન ન કરવું. વસ્ત્રાદિમાં સાદાઈ રાખવી. સાંસારિક વાતચીત કરવી નહિ.
(૧૧) ઉપભોગ-પરિભોગ પરિમાણ ઃ ભોગ વસ્તુનો એકવાર ઉપયોગ થાય જેમ કે આહારાદિ. પરિભોગ વસ્ત્રાદિનો જેનો વારંવાર ભોગ થાય.
પ્રશમરત
Jain Education International
૧૭૭
For Private & Personal Use Only
ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ
www.jainelibrary.org