________________
*************** ( ૨. અશરણ ભાવના :
*
***************
અશરણ ભાવનાનો પ્રારંભ કરતાં ગ્રંથકાર સાધક સામે લાલબત્તી ધરે છે. હે જીવ! તું જાણે છે કે પોતાના અતુલબળથી છ ખંડનું આધિપત્ય ધરાવનાર ચક્રવર્તી વળી, જેની સેવામાં હજાર દેવો પણ હાજર હોય. છતાં આયુકર્મ પૂર્ણ થતાં નિર્દય યમરાજ આંખના પલકારામાં તેને ઉપાડી લે છે. જો તેણે સંસાર ત્યાગ કર્યો નથી તો તેની મરણ શય્યા પાસે લાખો પુત્રો, પત્નીઓ સ્વજનો અરે ! હકીમો સૌ નતમસ્તકે ઉભા હોય છતાં એ ચક્રવર્તીનો કાળ પલક વારમાં કોળિયો કરી લે અને જીવ અસહાય થઈ તેને આધીન થઈ જાય, અવગતિએ જાય. આવા સંસારને જ્ઞાનીઓએ ભીષણ - ભયંકર કહ્યો છે. જીવોના મોહાદિ પરિણામરૂપ લાકડાથી સંસાર સદાય દાવાનળની જેમ જલતો રહે છે.
ચારે ગતિમાં જીવને મરણ પાસે કોઈ શરણ નથી. જીવ માત્ર અનેક પ્રકારના ભયથી આકાંત છે. તેમાં પણ મૃત્યુનો ભય જીવને વધુ મુંઝવે છે. યુવાનીના જોરમાં માનવ ધરતીને ધ્રુજાવે તેવા ઘમંડમાં હોય છે. પરંતુ જયાં વૃદ્ધાવસ્થા આવી કે તેના ગાત્રો ગળવા માંડે છે. આ વૈજ્ઞાનિક યુગની જીવનને લંબાવવાની ભ્રામક તરકીબોથી જીવ અનેક ઉપાયો યોજે છે, તો પણ તેને મૃત્યુ છોડતું નથી. આ સંસાર પૂર્વે અનેક પ્રલયોથી નષ્ટ થયો છે ત્યાં કોણ કોને શરણ આપે ! હે જીવ! આ પ્રમાણે વિચારી જોજે, ચિંતન કરજે.
જીવને યમરાજની નોટિસો મળે તો તે વકીલરૂપી ડોકટરને રોકીને યમરાજ સામે કેસ માંડે છે. અને ડોકટરને આશરે જઈ ઉપાયો યોજે છે. વાળ શ્વેત થયા ડાઈ લગાવી ક્ષણમાત્રમાં કાળા કરી દર્પણમાં જૂએ છે અને સાંત્વન લે છે કે હું હજી યુવાન છું. બીજી નોટિસ મળે છે. દાંત વિદાય માંગે છે. અરે ! તેના તો કેટલાયે ઉપાયો મળી રહે છે. ખોલી લગાવે, ચાંદી પૂરાવે, રૂટકેનાલ કરાવે, દાંત ચકમકતા કરાવે, ચોકઠું મઢાવે પણ અંતે એ સઘળું લાકડા ભેગું થવાનુ. જમની દાઢમાં બેઠેલા તને કોઈ ઉપાયો બચાવી નહિ શકે.
અરે ! હજી ગયા વર્ષે દાંત નવા મૂક્યા હતા, પણ મૃત્યુને દાંત સાથે સંબંધ નથી. આયુકર્મ પૂરું થયું કે તારો કેસ રદબાતલ થવાનો જ. મરણ પાસે તું અશરણ છું. ચિંતનયાત્રા
અશરણ ભાવના
૧૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org