________________
વિધિ વિધાનો કરે છે. વાસ્તવમાં દરેકને પોતાના પૂર્વબદ્ધ કર્મ પ્રમાણે ફળ મળે છે. કોઈવાર ઈચ્છિત પરિણામ આવે તો પણ તે નિમિત્ત માત્ર છે. “એક કહે સેવિયે વિવિધ ક્રિયા કરી ફળ અનેકાંત લોચન ન દેખે, ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા, ટળવળે ચાર ગતિ માહે ચોખે.'' -શ્રી આનંદઘનજી, શ્રી અનંતનાથ જિન સ્તવન.
અચિત્રાભક્તિ ઃ તે વીતરાગ પરમાત્માની છે. તે એક જ પ્રકારની છે, ઋષભનાથની કરો, શાંતિનાથ કે મહાવીરસ્વામીની કરો તે લોકોત્તર માર્ગની છે. ભગવાન વીતરાગી છે. ભક્તનો પ્રભુ પ્રત્યે તો પ્રશસ્ત રાગ પરંતુ તે મોક્ષાર્થ મોટેનો હોય છે. તીર્થંકર દેવો સર્વજ્ઞતા ગુણથી એક જ પ્રકારના છે. ભક્તિ કરનાર યોગીઓ પણ વૈરાગ્યની પ્રધાનતાવાળા હોય છે. વીતરાગની ભક્તિ વીતરાગ થવા માટે છે તે રાગ કે દ્વેષ યુક્ત કરાતી નથી વળી સમ્યજ્ઞાનપૂર્વકની આ ભક્તિ પૌદ્ગલિક સુખની આકાંક્ષારહિત છે. તેથી એક જ પ્રકારની છે. ચિત્રા ભક્તિની જેમ ધન માટે લક્ષ્મીદેવી અને સૌભાગ્ય માટે અમુક દેવીની ભક્તિ એવા ભેદ નથી. આશય એક તેમ ભક્તિનો પ્રકાર એક જ હોય છે.
જિમ જિનવર આલંબને વધુ સધે એક્તા ન હો મિત્ત, તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો, મિત્ત, સ્વસ્વરૂપ એકત્વતા, સાથે પૂર્ણાનંદ હો, મિત્ત, રમે ભોગવે આત્મા, રત્નત્રયી ગુણવૃંદ હો, મિત્ત.'' -શ્રી અભિનંદનજિન સ્તવન, શ્રી દેવચંદ્રજી
અચિત્રાભક્તિ સંસારાતીત તત્ત્વની, અર્થાત્ સર્વજ્ઞની ભક્તિ છે. મુક્તિમાર્ગના ઉપાસકો કે જેમને સર્વજ્ઞત્વની પ્રાપ્તિ કરવી છે તેઓ અચિત્રાભક્તિ કરે છે. તે એક પ્રકાર કે ઉદ્દેશવાળી હોય છે, તેમાં ગુણની ઉપાસના છે. જેમાં વૈરાગ્યની પ્રધાનતા છે. દેવ વીતરાગી અને ઉપાસક પણ અસંમોહબોધને, જેમાં ભૌતિક સુખની અપેક્ષા નથી તેવો છે. તેઓનું મન આત્મા કે પરમાત્મામાં રમી રહ્યું છે. વળી ચિત્તમાં કંઈ ઉતાવળ કે આકૂળતા નથી.
તે યોગીઓ સર્વજ્ઞને અલગ અલગ નામથી પૂજતા હોય પણ તે ગુણથી સર્વજ્ઞતા ધરાવતા હોય છે. સર્વજ્ઞ સર્વજ્ઞ વચ્ચે કોઈ ભેદ નથી. તે ત્રિકાળજ્ઞાની અને પૂર્ણ વીતરાગી હોય છે. તેથી યોગીઓ તેમને અરિહંત, શિવ, શંકર, બુદ્ધ, વિશ્વભર, હૃષિકેશ કે જગનાથ એવા નામથી ભજે છે. એ વિવિધ નામ ગુણાત્મક રીતે સર્વજ્ઞના છે.
નામભેદ ભલે હો, પણ સર્વજ્ઞતામાં ભેદ નથી. ઋષભદેવ કે યોગષ્ટિ સમુચ્ચય
Jain Education International
૨૪૭
For Private & Personal Use Only
દીપ્રાર્દષ્ટિ www.jainelibrary.org