________________
(૪) ગારવયોગ : ઉપર પ્રમાણે ત્રણ ગારવ અશુભ છે.
(૫) જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના-જ્ઞાન દર્શન અને ચારિત્રના આઠ આઠ દૂરાચારો છે.
(૬) સંજ્ઞાઓ : આહારસંજ્ઞા : તપાદિ કરે પણ કરતા પહેલા અને પછી આહાર-સ્વાદનો અસંયમ. વળી જીવમાત્ર આહાર સંજ્ઞાને આધીન હોય છે. વનસ્પતિ જેવા એકેન્દ્રિય પણ અનુકૂળ જમીનમાં ઉગે છે. ભયસંજ્ઞા : જીવને રોગ મરણાદિનો નિરંતર ભય હોય છે. મૈથુનસંજ્ઞા, કામ વાસના, પરિગ્રહ સંજ્ઞા : એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવમાં કામવાસના અને શરીરના મમત્વની આ સંજ્ઞા હોય છે જે આસવનું કારણ છે. બાહ્ય સામગ્રીઓ પરિગ્રહ છે.
(૭) ચાર વિકથાઓ : સ્ત્રીપુરૂષકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા. સત્સંગ કે ધર્મકથા સિવાયના બધા જ વાર્તાલાપો વિકથા છે. (૮) દુર્ધ્યાન ઃ ઈષ્ટનો રાગ, અનિષ્ટનો દ્વેષ, રોગથી ચિંતા, ભોગની અભિલાષાના નિરંતર પરિણામ, તે આર્તધ્યાન, ક્રૂર અને કઠોર પરિણામ રૌદ્રધ્યાન. આ બંને અશુભ આસવ છે. (૯) અશુભ લેશ્યા : : કૃષ્ણ, નીલ, કાપોત, કષાયમાં ભળેલા અધ્યવસાય. (૧૦) અશુભયોગ : આઠ મદ-અહંકાર-અભિમાન તે જાતિ, કૂળ આદિ.
જીવ સ્વભાવથી દ્યૂત થાય છે ત્યારે રાગાદિ વિભાવ દશાના નિમિત્તે આ કર્મોનો જીવના પ્રદેશો સાથે સંબંધ થવો તે આસ્રવ છે. આસ્રવ અને બંધ સાથે ચાલે છે. જેને કારણે જીવ દુઃખ પામે છે. આપણે જોયું કે મન, વચન, કાયાના યોગ દ્વારા કર્માસવ થાય છે. મન સતત રાગાદિ ભાવમાં પ્રવૃત્ત રહે છે તે મનોયોગ દ્વારા આસવ છે. વચન-બોલવું. આપણે વ્યક્ત, અવ્યક્ત સતત બોલતા રહીએ છીએ તેમાં આપણા પરિણામ ભળે છે, તેથી જે સ્પંદન થાય છે તે વચનયોગથી આસવ છે. તે પ્રકારે શરીર દ્વારા થતી અનેક ચેષ્ટાઓથી સ્પંદન થાય છે તે કાયયોગથી આસવ છે. આ અશુભ આસવ છે.
આ જ યોગને શુભમાં જોડવાથી શુભાસ્રવ બને છે. મનથી શુભભાવના કરવી, વચન હિતાવહ બોલવા, શરીર દ્વારા સત્કાર્યો કરવા. તે પરિણામથી શુભાસવ થાય છે. આમ યોગવડે આસ્રવ થયા જ કરે છે. દસ ગુણસ્થાનક સુધી કષાય હોવાને કારણે સંપરાયિક આસ્રવ હોય છે. ૧૧ થી ૧૨, ૧૩ સુધી ઘાતીકર્મ ઉપશમ કે ક્ષય હોવાથી, યોગ હોવા છતાં ઈર્યાપથ આસવ
ચિંતનયાત્રા
Jain Education International
૫૩
For Private & Personal Use Only
આસવ ભાવના www.jainelibrary.org