________________
અહીં બુઝાય છે. જીવ આ આંતરિક વિશુદ્ધ ક્રિયામાંથી પસાર થઈ ઉપશમ સમક્તિ પામે છે.
સૂક્ષ્મ અને શુદ્ધ આંતરિક પરિણામની દશામાંથી આત્મા પ્રસ્થાન કરે છે ત્યારે આ મુક્તિદ્વાર સમુ સમક્તિ પામે છે. તે વળી કેટલાય ગુણ વૈભવ સાથે પ્રગટે છે. જે લક્ષણો વડે જીવ સ્વયં સમજી શકે છે કે પોતે સમક્તિ પામ્યો છે. તત્ત્વરૂચિમય આ સમ્યગુદર્શન આધ્યાત્મિક વિકાસ માટે છે. તેમાં ભૌતિક જગતના સુખભોગ કે રૂચિને સ્થાન નથી અને જો એ રૂચિ હોય તો સમ્યગદર્શન નથી. વિશેષ ગુણો - લક્ષણો = શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય.
પ્રશમ - સમ્યગ્દર્શન થતાં જીવને અતત્ત્વ આદિનો કદાગ્રહ રૂચિ ઉપશમ પામે છે. ઉદયમાં આવેલા, આવવાના કર્મો-વૃત્તિને શમાવે છે. ઉપશાંત થાય છે.
સંવેગ - મોક્ષ પ્રત્યે રૂચિની વૃદ્ધિ. સાંસારિક પાપાદિમાં ભીરતા. નિર્વેદ - સાંસારિક પ્રવૃત્તિમાં અરૂચિ, ઈન્દ્રિય વિષયોમાં આસક્તિનું અલ્પ થવું.
અનુકંપા - દુઃખી જીવોના દુઃખો દૂર કરવાની નિઃસ્પૃહ ભાવના. આસ્તિક - જીવાદિ તત્ત્વો અને સત્ દેવાદિમાં અપૂર્વ રૂચિ, શ્રદ્ધા. નિસંકિઅ, નિકંખિયા, નિર્વિતિગિચ્છા, અમૂઢદિહિઆ
ઉલવૂહ, થિરીકરણે, વચ્છલ, પાવણે અઠ્ઠ. ૧. નિસંકિઅ - નિઃશંકિત - સંશયરહિત - શ્રદ્ધાવાન. ૨. નિકંખિઅ - નિકાંક્ષિત - અપેક્ષા-આશા રહિત. ૩. નિર્વિતિગિચ્છા - મધ્યસ્થ - અજુગુપ્સિત. ૪. અમૂઢદિઠ્ઠિઓ - અમૂઢદષ્ટિ - વિચક્ષણ - કુશાગ્ર.
ઉવવૂહ - ઉપગૂહન. અન્યના દોષને ઢાંકે. થિરીકરણ - સ્થિતિકરણ - ધર્મથી ચલિત સાધકને સ્થિર કરે.
વચ્છલ - વાત્સલ્ય - પ્રેમની નિર્મળતા. ૮. પભાવણે - પ્રભાવના - ધર્મભાવની પ્રભાવના.
આ આઠ અંગોને વિસ્તારથી જાણો. ૧. નિઃશંક્તિ :
શંકા સંશય રહિત સમ્યગુષ્ટિ આત્મા નિઃશંક છે. તે માને છે કે સદેવ, સતગુરુ, સતુધર્મ, સતુશાસ્ત્રો મારા સન્માર્ગમાં અવલંબનરૂપ પ્રશમરતિ
૧૫૮ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org