________________
કેવળીને તેરમે ગુણસ્થાનક હોય છે. પછીના બે ભેદ અયોગી કેવળીને ચૌદમે ગુણસ્થાનકે હોય છે.
(૧) પૃથ–વિતર્ક સવિચાર : ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનો ભેદ હોય છે. પૃથકત્વઃ ભાવોની વિષયની અનેકતા હોય છે. એક દ્રવ્યથી બીજા દ્રવ્યના ચિંતનમાં જાય. એક ગુણ કે એક પર્યાયના ચિંતનમાંથી બીજા ગુણ કે પર્યાયના ચિંતનમાં જાય.
સવિતર્ક શ્રુત ચિંતનઃ પોતાના આત્માનુભૂત ભાવશ્રુતના આલંબને જે ભાવજન્ય-ચિંતન ચાલે તે સવિતર્ક.
સવિચાર : સંક્રમ. ભાવોનો સંક્રમ એક અર્થના કે શબ્દના ચિંતનમાંથી બીજા અર્થના કે શબ્દના ચિંતનમાં કે એક યોગ પરથી બીજા યોગ પર જાય. શબ્દ, અર્થ અને યોગનું સંક્રમણ થાય છે.
(૨) એકત્વ સવિતર્ક અવિચાર : એકત્વઃ પોતાના આત્મદ્રવ્યનું ચિંતન કરે અથવા એકજ ગુણ કે એકજ પર્યાયનું ચિંતન કરે.
સવિતર્ક: ભાવશ્રુતના આલંબને પોતાના શુદ્ધાત્માનું ચિંતન.
અવિચાર : શબ્દ અર્થ કે યોગોમાં સંક્રમ કર્યા વગર કોઈ એક શબ્દ અર્થ કે યોગનું ચિંતન કરે. તે ઘણું સૂક્ષ્મ અને સ્થિરતાવાળું છે. આ ધ્યાન ધ્યાવતા આત્મા સ્વાનુભૂતિ કરે છે ધ્યાતા અને ધ્યાનની એકતા છે. અને શુદ્ધોપયોગથી ઘાતકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામે છે.
કેવળજ્ઞાન શાશ્વત છે, સર્વકાળ રહે છે, અનંત છે, મહા અતિશયવાળું છે. તેનાથી ચઢિયાતું બીજું જ્ઞાન નથી, અનુપમ છે, અનુત્તર, ઉત્કૃષ્ટ, આત્મસ્વરૂપ, લોકાલોને જાણનારું સંપૂર્ણ છે. અપ્રિતિહત, અવરોધ રહિત છે. પૂર્ણાનંદનું સ્થાન છે.
(૩) ચૌદમું ગુણસ્થાન : (અંતર્મુહૂર્તકાળ પ્રમાણ છે.)
સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી : કાયયોગનો નિરોધ ત્રીજુ શુકલધ્યાન છે. કેવળજ્ઞાનીનું આ ધ્યાન કાયાની અત્યંત સ્થિરતારૂપ છે. (છદ્મસ્થનું ધ્યાન મનની સ્થિરતાવાળું હોય છે. કાયાની ક્રિયા ચાલુ હોય છે.) આ ક્રિયા અપ્રતિપાતી છે. જયારે કાયયોગ નિરોધ ક્રિયા ચાલતી હોય ત્યારે આત્મસ્પદાત્મિકા સૂક્ષ્મક્રિયા હોય માટે આ સ્થાનનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી છે.
ત્યાર પછી જીવ નિર્વાણ પામે છે કે મુક્ત થાય છે ત્યારે છેલ્લા ભવનું જેવું સંસ્થાન (શરીર), ઉંચાઈ હોય તેની ત્રીજા ભાગની ઓછી પ્રશમરતિ
૧૮૨ સંસારભીરૂ મુનિ ધર્મધ્યાની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org